કવિની કલ્પના-૪
અનુક્રમણિકા:-
* એમાં વાંક કોનો??
* ખબર નહિ શું થઇ રહ્યું છે!
* શાંતિ
* તોય તું ક્યાં સમજે છે!
* તું આવીશ ને??
૧) એમાં વાંક કોનો??
સમજણની સેજમાં સોદો થાય તો?
વિચારોની વાણીમાં વિવાદ થાય તો?
વાંક કોનો??
બોલતા-ચાલતા સમય બદલાય તો?
સમય સાથે માણસ બદલાય તો?
વાંક કોનો??
કહેવા ઇચ્છીયે છતાં કહી ના શકાય તો?
કીધા પછી કશુ રહી જાય તો?
એમાં વાંક કોનો??
લોકો લહેકામાં સાંભળવી જાય તો?
પોતીકા જ પરાયા બની પાષાણ પટકે તો?
એમાં વાંક કોનો??
૨) ખબર નહિ શું થઇ રહ્યું છે!
શબ્દો આજે લાગણીઓને સાથ નથી આપી રહ્યા,
કલમ આજે કાગળથી થોડી અતડી અતડી થઈને ફરે છે,
કેહવું છે એ બધું જ આજે હોઠે નથી આવી રહ્યું,
લખવું છે ને એ બધું જ આજે જાણે આજે અંતરમાં સમાઈ રહ્યું છે,
કોણ જાણે આજે મન આમ-તેમ આંટા જ માર્યે રાખે છે,
ગોકુળમાં જેમ કાહનો માખણની મટકી ચોરી જઈને સતાવે ને,
એમ આજે મારુ મન મને બહુ સતાવી રાહ્ય છે,
ખબર નહિ શું થઇ રહ્યું છે!
સવાર પડે ત્યારે સૂરજના કિરણોમાં, સમી સાંજે સંધ્યાની લાલાશમાં,
દીવો ટાણે દિયા-બાતીની જોડમાં, રાત પડે ચંદાની ચાંદનીમાં,
શિયાળે પેલી ઝીણી-ઝીણી ઝાકળમાં ને ઉનાળે પેલા ઝાડ નીચેની ઠંડકમાં,
ચોમાસે ઝરમરતા-ભીંજવતા વરસાદમાં ને ધબકતા આ શ્વાસમાં,
બધામાં બસ આજે કાંઈક ખૂટતું હોય ને એવું લાગી રહ્યું છે,,
ખબર નહિ શું થઇ રહ્યું છે!
શ્વાસ ચાલે છે એટલે જિંદગી દોડે છે બાકી,
સમય તો ક્યારનોય રોકાઈ ગયો છે સાહેબ,
ઉડતા પંખીને જોઉં ને તો એવું થાય છે કે,
કાશ!!! કાશ!!!!!!! હું પણ પંખી બની ઉડી શકું,
ઊડતી પાંખે સાત-સમુંદર પાર કરી શકું,
વિચારોને ક્યાં કોઈ સીમા નડે છે દોસ્ત?
આ તો ઘડિયાળના કાંટા જરા ધીમા ફરે છે.
બસ જો ને.. આવું કાંઈક થઇ રહ્યું છે................
ખબર નહિ શું થઇ રહ્યું છે!
૩) શાંતિ
જીવનના દરેક પડાવ પાર થાય તો સારું,
દરેક પડાવમાં કાંઈક નવું શીખવા મળે તો સારું,
શીખેલું સાચા સમયે લેખે લાગે તો સારું,
સપના સાંજ પડે સાકાર થાય તો સારું,
સાકાર સપના સાથે મંઝિલ મળે તો સારું,
અને એ જ મંઝિલ સાથે બસ 'નીરવ શાંતિ' મળે તો સારું....
૪) તોય તું ક્યાં સમજે છે!
મનની આંખોથી હું સર્જન કરું સપના બસ એવા જોવું,
સર્જેલા સપનાને શબ્દોની વાચા આપું અને કલમનો સહલો આપું,
તોય તું ક્યાં સમજે છે!
મારા હસતા ચહેરા અને ખીલખીલાટ હાસ્ય પાછળ,
ઉદાસીનતાની ઓરડીમાં પડેલા મારા હ્દયના ધબકાર કાંઈક કહે છે,
હોઠ ભલે હોય શરમથી ચૂપ પણ આંખોને તો ક્યાં કોઈની શેહ છે,
મનની આંખોથી જોઉં હું તારી સામે,
અરે! હા, બસ આ જ.... જે મારા હોઠો પર નથી આવી શકતું,
તું સમજી જઈશ જે મારા શબ્દોના કહી શક્યાં,
જોયા કરું હું બસ એ જ આશથી, વિશ્વાસથી,
તોય તું ક્યાં સમજે છે!
શબ્દોની આ રમતમાં લાગણીઓ શબ્દ બનીએ તને કાંઈક કેહવા દોડે છે,
એ બધું જ ખુલ્લા મને ચીતરવા દોડે છે, મન ભરીને રડવા દોડે છે,
અનંતર્મનની આંખોમાં પડતા આંસુ આજે ગાલ પર પડે છે,
તોય તું ક્યાં સમજે છે!
શબ્દોથી મન ક્યાં ભરાય છે સાહેબ, તો એમાં મેં લાગણીઓ ભરી,
સોનામાં સુગંધ ભળી, સપનાની પ્યાલી પોણી ભરી,
તોય તું ક્યાં સમજે છે!
૫) તું આવીશ ને??
હા ચાલ આજે હું તને મારા સપનાના મહેલમાં ટહેલવા લઇ જાઉં છું,
એ મહેલમાં ભીડમાં પણ ક્યાંક પોતાની જાતને શોધું છું,
'હું ખોવાઈ ગઈ છું' મને શોધવામાં મદદ કરીશ ને?
તું આવીશ ને??
ચાલ આજે હું તને મારા વિચારોની દુનિયામાં વિહાર કરવું,
એ વિચારોમાં કેટલું પોતાપણું, આત્મીયતા, પ્રેમ, આદર, લાગણી,
બધું જ એટલું બધું ભરાઈ ગયું છે ને કે હવે એમાં ગુંગણામણ થાય છે,
એ વિચારોને વાચા આપવાનું ચાલુ તો કર્યું છે,
અરે! પણ મને સાંભળવા
તું આવીશ ને??
ચાલ આજે હું તને મારા અસ્તિત્વની વાત કરું,
હું માનવ જીવ, બધું જ મને તારા જેવું જ મળ્યું છે,
છતાં અબોલ, મંદબુદ્ધિ અને અસ્થિરમગજના લોકોની જેમ બધું જ ખાલી જોવું છું,
સમજુ છું, અનુભવ કરું છું, કાંઈ કરવા જાઉં તો અસ્તિત્વની લડાઈ લડું છું,
તો વિચારું છું કે પહેલા આ જ લડાઈ મારી અંદર રહેલા મન સાથે લડી લાઉ??
હા બસ એ જ લડાઈમાં હું જરાક ડગી જાઉં, થોભી જાઉં કે ગભરાઈ જાઉં ને,
તો મને મિત્ર, જીવનસાથી કે સારથી, મારો કૃષ્ણ થઈને
તું આવીશ ને?? બોલને તું આવીશ ને?????
-બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨