આ એ દિવસોની વાત છે જ્યારે વિનય 10માં ધોરણ માં ભણતો.વિનયને ભણવામાં થોડોક પણ રસ નહિ,અને સ્કુલ માં બધા કરતા નબળો છોકરો.વિનય સવારના 6.40 વાગ્યે સ્કુલ માં પ્રવેશે છે.ત્યાં જ તેના કલાસના છોકરાઓ અજય અને વિજય તેને પરેશાન કરવા પહોંચી જાય છે.અને વિનયનું સ્કૂલબેગ લઈ લે છે. અને એમાં કોઈ નવાઈની વાત નહિ કારણ કે વિનય સાથે તો એવું દરરોજ થતું જ રહે છે અને કોઈ શિક્ષક કે વિનયના મિત્રો તેની મદદ કરવા પણ આગળ ના આવે કારણ કે અજય અને વિજય એ ત્યાંના નામદાર બિઝનેસમેન અક્ષય પારેખના છોકરાઓ છે.દરરોજ ની જેમ વિનય પોતાના કલાસમાં જાય છે અને સૂનમૂન બેઠો રહે છે.
રીસેસ પડે છે એટલે અચાનક નિધિ જે વિનય ની બહેનપણી છે તે આવી જાય છે અને વિનયને પૂછે છે કે"બકા શું થયું કેમ સૂંનમૂન બેઠો છો?!"
વિનય કહે છે કે,"જવા દેને નિધિ હવે તો રોજનું થયું છે,વિજય અને અજય આજે પણ મારું સ્કૂલબેગ લઈ ગયા એમ કહીને ઉદાસ બેસી જાય છે"
નિધિ કહે છે કે હવે તારે ચિંતા કરવાની જરૂર નથી હવે હું આવી ગઈ છું ચાલ મારી સાથે!
પહેલા તો વિનય ડરે છે પણ નિધિ સામે તેનું કાઈ ચાલતું નથી અને છેવટે વિનય નિધિ સાથે અજય અને વિજય ની પાટલી ઉપર જાય છે
નિધિ કહે છે કે,"વિજય અને અજય તમે વિનય ને તેનું બેગ આપી દો અને ચાલો માફી માંગો વિનય પાસે!"
એટલે અજય અને વિજય હસવા લાગે છે અને હસતા હસતા બોલે છે કે"નિધિ અહીંયાંથી ચાલતી પકડ તને અમે બેગ નહિ આપીએ"
નિધિ ખૂબ જ ગુસ્સાવાળી હતી તેને વિજય અને અજય ને તરત જ ઊંધા હાથ ના 2 લાફા મારી દીધા અને વિનય ને તેનું બેગ પાછું અપાવ્યું"
વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે.
વિનય નિધિ નો આભાર માને છે ને કહે છે કે,"નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે"
અને નિધિ જવાબ માં ખાલી હસે છે અને ત્યાંથી દોડીને જતી રહે છે.
સ્કુલ છૂટવાનો સમય થાય છે વિનય તેની સાયકલ ઉપર ઘરે જવા નીકળે છે અને વિજય અને અજય તેની KTM બાઇક માં પોતાનો રોફ જમાવતા સ્કૂલમાં બધા વરચેથી પસાર થાય છે. અને નિધિ પણ તેના ડ્રાઇવર સાથે તેની જીપ કમપસ માં નીકળી જાય છે.
હજુ વિનય થોડોક નદી કિનારાના રોડ ઉપર પહોંચ્યો હોય છે કે તરત જ વિજય એન અજય વિનયનો રસ્તો રોકી લે છેઅને હોકિ સ્ટીક લઈને નીચે ઉતરે છે અને વિનય ને ખૂબ જ મારે છે કમનસીબે એ નદી કિનારાના રસ્તા પર કોઈ ની અવરજવર રહેતી નથી તેનો વિજય અને અજય લાભ ઉઠાવે છે.વિનય ને મારીને તેઓ નદી કિનારે ફેંકી દે છે અને તેઓ પોતાની હોકી સ્ટીક ફેંકીને ઘરે જતા રહે છે.અને વિનય ત્યાં એકલો રડ્યા કરે છે વિનય જેવો ઉભો થવા જાય છે કે તરત જ તે નદી માં ગથોળિયું મારી જાય છે અને નદી ના પ્રવાહમાં તણાઈ જાય છે.
અને બીજા દિવસે સવારે વિનયની જ્યારે આંખો ખુલે છે ત્યારે તે એક પથ્થરોના રહસ્યમયી ટાપુ પર પહોંચી ચુક્યો હોય છે.આ એજ રહસ્યમયી પથ્થરોનો ટાપુ હોય છે જેની કહાની વિનયના દાદી તેને દરરોજ રાતે સંભળાવતા હોય છે.
વિનય પહેલા એકદમ ડરી જાય છે કારણ કે આજુબાજુ કોઈ હોતું નથી. હોય છે તો! ખાલી નાના પથ્થરો અને પાણી અને મોટું ગાઢ જંગલ.વિનય ઉભો થવાની કોશિશ કરે છે ને થોડોક લંગડાતો ઉભો થાય છે કારણ કે વિજય અને અંજયે તેને હોકિથી પગમાં મારેલું હોય છે.હવે વિજય જોર જોર થી બૂમ પાડવા લગે છે "બચાવો બચાવો પણ કોઈ ત્યાં આવતું નથી"વિનય નિરાશ થઈ જાય છે અને જંગલ તરફ ચાલવા માંડે છે જેવો જંગલ માં જાય છે તેની નજરે એક ગુફા નજરે પડે છે
આ એજ રહસ્યમયી ગુફા છે જયાં એક લકી પથ્થર પડેલો છે અને આ લકી પથ્થર લોકોની જીંદગી ને લકી બનાવી દેતો હોય છે.હવે વિનય આ ગુફાની અંદર પ્રવેશ કરે છે ગુફા એકદમ અંધારી હોય છે વિનય આગળ ચાલે છે અને ત્યાં તેને નીચે પડેલો એક નકશો અને એક ચિઠ્ઠી મળે છે જેમાં લખ્યું હોય છે,"તારું સ્વાગત છે આ ગુફામાં આ ગુફામાં તું આવ્યો નથી પણ તને લાવવામાં આવ્યો છે,અને જો લકી પથ્થર તારે જોઈતો છે તો આ નકશા પ્રમાણે ચાલજે એટલે તને લકી પથ્થર મળી જશે અને પથ્થર મળે એટલે તરત જ એમ બોલજે,"ઘરે જવું છે,લઈ જા ઘરે મને" એટલે તું સીધો જ્યાં તું નદી કિનારા વાળા રોડ પર પડ્યો હતો ત્યાંજ પહોંચી જઈશ,અને તું જે સમયે પડ્યો હતો એ સમયમાં પણ તું પાછો જતો રહીશ"
વિનય આ ચિઠ્ઠી પોતાના ગજવામાં મૂકે છે અને નકશા પ્રમાણે આગળ ચાલે છે...
【પહેલો ભાગ પૂર્ણ】
-જય ધારૈયા
મિત્રો બીજો ભાગ જલ્દી જ લાવીશ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો હવે જ વિનય નો સફર એકદમ રોમાંચક બનવાનો છે.તમારો કોઈ પણ સવાલ અથવા તો અભિપ્રાય હોય તો તમે મને આ Whstapp નંબર ઉપર પૂછી શકો છો: 918320860826