“સાભળ્યું કશું ને કીધું કશું આખનું કાજળ ગળે ગસ્યું” ઉક્તિ ખૂબ જાણીતી છે પણ આ બાબત આજના વિધ્યાર્થી અને એને ભણાવતી અભ્યાસ કરાવતી નહીં એ મોટા ભાગની સંસ્થાઓ લાગુ પડતીહોય એમ વધારે લાગે છે,વાત જરા વિસ્તારથી રજુ કરું રવિવાર ની સવારના અગીયાર વાગે whatsup માં વિચારતો કરી મુકે એવો સંદેશ મળ્યો જે આ મુજબ હતો ..
“ એક ખ્યાતનામ યુનિવર્સિટી ના દરવાજાની નીચે સંદેશ લખેલ છે કે “ જો તમે કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ ખતમ કરી દેવા માગતા હોય તો અણુબોંબ કે મિસાઇલ ફેકવાની જરૂર નથી પણ એની શિક્ષણ વ્યવસ્થા ની ગુણવત્તા ને ખતમ કરી નાખો અને વિદ્યાર્થીઓને પાસ થવા માટેના ટૂંકા અને અનૈતિક રસ્તાઓનો ઉપિયોગ કરતાં કરી દો એટ્લે દેશ આપો-આપ ખતમ થઈ જશે કારણ કે .....
ü એવું શિક્ષણ મેળવેલા ડોક્ટરના હાથથી અનેક દર્દીઓ મોત ને ભેટશે...
ü એવું શિક્ષણ મેળવેલા ઇજનેરોના હાથથી બનેલા અનેક મકાનો અને પૂલો જમીનધસ્ત થઈ જશે....
ü આવા હિશાબીઓ અને અર્થશાત્રીઓ ના હાથથી દેશનું અર્થતંત્ર ખોખલું થઈ જશે અને સાથે નાણાં વ્યવસ્થા ખોરવાઈ જશે ...
ü આવા ધર્મ ગુરુઓના હાથથી માનવતા ઉજાગર થવાને બદલે મરી પરવારશે...
ü આવા જજ અને વકીલોના હાથથી ન્યાય તંત્ર ગળું ટુપાઇ જશે .....
અને છેવટે શિક્ષણ નું પતનએ દેશનું પતન સાબીત થશે “
આ ટૂંકા અને ચોટદાર સંદેશે મને ભૂતકાળના બે દિવસ આગળ બનેલી ધટના તરફ ધ્યાન દોર્યું . હમણાં કોલેજ માં વિધ્યાર્થી એડમિશીન માટે મળવા આવ્યો એટલે એડમિશીન માટેની જરૂરી ફોર્મલિટી તરફ મે એનું ધ્યાન દોર્યું ત્યારે ધીરેક અને કોઈપણ પ્રકારના ક્ષોભ વગર એને પુછ્યું કે પરીક્ષા સમયે વાતાવરણ કેમ હોય છે ? એને ગર્ભિત અર્થ નું વિશ્લેષ્ણ કરતાં વધારે સમય ના લાગ્યો કારણ કે હવે આવા પ્રશ્નોજ મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસેજ બાકી રહ્યા છે ! પણ કેમ જાણે એને ખ્યાલ આવી ગયો કે જવાબ શું હશે એટ્લે એ ત્યાથી ભાગ્યો પણ એનો પ્રશ્ન મારી સામે ઉભોજ રહ્યો થયું કે આનો જવાબ શું હોય શકે જેને અભ્યાસ કરતાં પરીક્ષાના વાતાવરણ અને વ્યવસ્થા માં વધારે જિગ્નાશા હોય ત્યારે ડરલાગે છે કે ઉપર ના સંદેશ વળી વાત કદાચ સાચી તો નહીં પડેને...અરે....ના ના આવો વિચાર પણ કેમ આવે પણ, આવા ધરાયેલા વિદ્યાર્થીને કેમ શિક્ષણ આપી શકાય? આતે કેવી શિક્ષણ વ્યવસ્થા તરફ આપડે ધકેલાઈ રહ્યા છે આમાં “સા વિધ્યાયા વિમુક્તે “ કેમ શંભવી શકે ?
શિક્ષણ હવે વહેચવાની નહીં પણ વેચવાની ચીજ બનીને રહી ગયું છે,એક સુંદર ભજન સાભળેલું કે “ સમજણ જીવન માથી જાય તો તો જોવા જેવી થાય “ પણ આતો સમજણ અને જીવન બંને ખલાસ થઇ રહ્યા છે ,જીવન લક્ષી શિક્ષણ એ નોકરી લક્ષી બની રહ્યું છે ત્યારે સમાજ પર તેની વિપરીત અસરો દેખાઈ રહી છે સાચું શિક્ષણ જ દેશને યોગ્ય દિશા આપી શકે છે. બધાજ લોકો શિક્ષણ ને વેપાર સમજતા હશે એમ કહેવાનો આધાર નથી પણ શિક્ષણ સમજણ પણ છે એવું માનનારા ઓછા થતાં જાય છે મારા મિત્ર ની વાત અહી મૂકું છું જે મારી સામે બનેલી ધટના છે.
મારા મિત્ર એમની દીકરીને લઈને શહેરની નામાંકિત શાળામાં એડમિશન માટે ગયો જ્યાં એડમિશન ફોર્મ ભર્યા બાદ તેને જમા કરવી ધર તરફ રવાના થઇ રહ્યો હતો ત્યાજ ઓફિસની ડોરબેલ વાગી અને ઓફિસ માથીબહાર આવતા પટ્ટાવાળા મિત્રને શાળાના પ્રિંશીપાલ સાહેબ મળવા માગે છે એમ જણાવ્યુ. ઓફિસમાં દાખલ થતાંજ સાહેબે એમનું અભિવાદન કરી ફોર્મમાં ભરેલી વિગત જણાવતા છેલ્લે ઉમેર્યું કે અમે એડમિશન ફોર્મમાં છેલ્લે એક કૉલમ મુકેલ છે એ ભલે છેલ્લું છે પણ એની અગત્યતા ઉપરના બધા કૉલમ કરતાં વિશેષ છે જે કૉલમ આ મુજબછે કે તમે તમારા બાળકને ભવિષ્યમાં શું બનાવવા માગો છો ? એના ઉત્તરમાં તમે લખ્યું છે મારૂ બાળક મારા દેશનું આદર્શ નાગરિક બને અને તેના વ્યક્તિત્વ નો વિકાસ દેશના વિકાસ માં ભાગીદાર બને ,આવું અસહજ લખવા બાબતે તમે કઈ શકશો.
મિત્રે સુંદર જવાબ આપ્યો કે શિક્ષણનો હેતુ જીવન વિકાસનો છે અને એ દેશના સારા નાગરિક બન્યા બાદ ભલે ડોકટર ,ઇજનેર ,ઓફિસર કે સ્કૂલનો પ્યૂન બને તે દેશ અને સમાજ માટે વધારે સારું બની રહેશે.જવાબ ટૂંકો અને ટચ હતો પણ ગાગર માં સાગર જેવો હતો .
આ બંને પ્રસંગો ને જો એક સાથે વિચારું છુ તો જાણે એક સિક્કાની બે બાજુ જેવા લાગે છે જેમાં એકમાં સમાજ અને દેશનું ગડતર છે અને બીજું બન્નેને નડતર રૂપ છે. હવે નડતર અને ગડતર વચ્ચે નો ભેદ આ દેશ અને યુવાનોને સમજવા પડશે.યોગ્ય શિક્ષણના અભાવે સમાજ પર એની વિપરીત અસર ના થાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની ગયું છે.
હકીકત તો એ છે કે જે પથ્થર ધડાવનું પસંદ કરે છે એજ સુંદર મુર્તિ બની શકે અને શિક્ષણનું કામ આ દેશના યુવાનોને ધડાવનું છે...
સ્વછ ભારત અભિયાન ની જેમ આ અભિયાન પણ શરૂ કરવાના દિવસો પાકી ગયા છે.....પણ આ સમજણ આપણાં સૌ ના પ્રયત્નથી જ શક્ય બનશે....જય ભારત ...