"પ્રેરણાશ્રમ"
લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !!
આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!!
ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ
ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાલે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું ્છોભીલુંપણું બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો...!! ઘરબાર વગરના નિરાધાર નો આશરો આ
'આશ્રમ' હતો. મેઈન એન્ટ્રંસ ગેઈટ ની ડાબી તરફ ફૂવારો હતો.. ચોતરફ નાનુ તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી ઃ 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયર રૂમમાંથી ભજન નું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં.વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવ ની જેમ મોટા કરવા છતાં આટલા બધા
મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે? સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા ઃ ' સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં... આમ આશ્રમમાં નિયમમુજબ કામ કાજ ચાલતું. શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષી ના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું.. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા...પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !!.
કોઠી ની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખરચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો મા ને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કતને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની ? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ?? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈના સમજ્યું ... ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી?? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ !! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજો ની મન્નત માને છે !! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?? આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાં નો ફોન રણક્યો ઃ આયુષી બોલી ઃ "બાપુજી?" ને શર્માજી ને જીવલેણ
હાર્ટ એટેક આવ્યો ને બધા ગૂમસૂમ થઈ ગયા. ભલુ થયું ભાંગી જંંજાળ... જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા...કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા.
હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગ ને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગ રંગ ના ને આકૄતિના છે વિન્ડોમાંથી તાંકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમ માં લઈ જાય છે. "સસરીયા કાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને સંભળાય છે....ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દ નો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ગયા ક્યાં તે મને યાદ નથી પણ આ પછી નો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દી માં જલ્દી લઈ લે જે. અસ્તુ
----રેખા શુક્લ
અમૄતા ને રઘુવીર
મીઠી બોલકી, ચંચળ આંખો...પાંખો જેમ ઉડતા પગલાં, રૂપા નો દેહ ને સૂરજ ની પેહલી કિરણે સોનેરી ચમકતી લે અંગડાઈ ને પવનથી પણ ના રહેવાય અડપલાં કરે તેની લટો ઉડાડી ગુલાબી ગાલ ને ચૂમી જ લે. આ અમૃ તા બાર વર્ષે સમાજ ની નજરો માં ચડી આવી એમાં કોઈ નવાઈ નહોતી. ભણવામાં હોશિયાર,ને સદાય હસતી આવી રૂપાળી કોને વ્હાલી ના લાગે ?અરે ! જુવાન તો જાય જ વારી વા રી પણ મોટેરાં ઓ ની પણ ખુલી રહી જાતી ડાકળી. રિશ્તેદારો માં વા તો નો વિષય બની ગઈ...ચોમેર નજર ફેરવી જુઓ તો સ્પોટલાઈટ એના ઉપર જ હતી. સ્કૂલે જાતી તો સખી ઓના ઝૂંડમાં બધા એને જ તાંકતા રહી જાતા. ઘરે આવતો રાવજી એમનો નોકર બહુ સીધો સાદો દેખાવે હતો. એને ભોળી અમૄતા માટે ખૂબ લાગી આવતું...
'બેનબા..! શુ લાવી દંઉ ? શું જો ઈએ છે મને કહેજો તમતમારે...સા ચવી ને જાજો..ખૂબ ભણજો !! ભગવા ન તમારું ભલું કરે.'બસ એ અમૄતા ની ગોળગોળ ફરતો જ્યાં સુધી સ્કૂ લે ના જાયત્યાં સુધી ખાસ ધ્યાન રાખતો. જેવો દેખાવે હતો તેવો જ સીધો સાદો સ્વભાવનો પણ હતો.
ગામડે જ્યારે જાય ત્યારે બેનબા માટે કૂંણો પોંક, તાજી મગફળી ને મીઠી શેરડી ને ગુલાબી
પાકા જામફળ લઈ આવતો. કાચી કેરી તો કાયમ લાવે લાવે ને લાવે જ. જોવા જાવ તો અમૄતા ને આ બધી ભે ટોથી રીઝાવતો...ખુશ રાખતો. ને તે પણ રાવજીકાકા કહેતી ને ખૂબ મજા કરતી.
' બેનબા... મારું એક કામ કરી આપશો...??' અટકાતાં અચકાતા તે માંડ બોલ્યો.
' હા.. રાવજીકાકા હા...તમે તેના બદલામાં શું લાવશો મારે માટે ? ? બોલો ..બોલો .., જલ્દી બોલો.'
'બેનબા જે માંગે તે..!' ' તો પહેલા પ્રોમીસ કરો તમે લા વશો !!' રાવજીકાકા એ જવાબમાં ડો કું હલાવ્યું 'હા' બોલ્યા વગર. ' પાપડ ના લોટ ના ગુંદલા !! ના ની બનાવતા હતા ને તેવા...તીખાં કાળી મરી વાળા '
' બસ ? એમાં શું ! જરૂર લાવી આપીશ પણ પહેલા મારો એક કાગળ લખી દો ને તમે બેનબા..!! '' ઉભા રહો હુ કપબોર્ડમાંથી પેન ને કા ગળ લઈ આવું ...!' ક્યારે ગઈને ક્યારે આવી ગઈ પાછી..પલકારો મા ર્યો ને આછાવાદળી રંગનો કોરો કા ગળ લઈ ને સરસ બ્લ્યુ પેન લઈ ને આવી.દિકરા ને શીખામણ ને ભલામણ કરતા પ્રેમથી કહેલા ને લખેલા શબ્દોની અસર ઉંડે સુધી રહે છે. લખો બેનબા...'પ્રિય પુત્ર,આ પત્ ર હું તને ૩ કારણોસર લખું છું.. .જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી...તો અમુક વાત જરૂ રી છે કેવહેલા માં વહેલી જ કહી દેવાય...હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ જ નહિ કહીશકે...આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તા રાજીવનમાં શીખીશ જ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણનહિ હોય...જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે ...૧)જો કોઈ તારી સાથે સારો વ્ યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ... તારીસાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તા રી મમ્મીની જ છે... બાકીદુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતેહંમેશા તૈયાર જ રહેજે...કો ઈ પણ તારી સાથે સારું વર્તન કરે ,તો એનો આભાર વ્યક્તકરવો...પણ હંમેશા સાવચેત રહેવું...આ દુનિ યામાં મારા અને તારા મમ્મી સિવા યબધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે... ઉતાવળ માં કોઈને પણ સારા મિત્ર ના માની લેવા...૨)દુનિયા માં કો ઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય...આ વાતતને ખા સ કામ લાગશે,જયારે તને કોઈ તરછો ડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કેવસ્તુ તને નહિ મળે...જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્ તુઓ કે વ્યક્તિઓવગર ખુશ રહેતા શીખી લેજે...૩)જીંદગી ટૂંકી છે. ..જો તું આજનો દિવસ વેડફીશ,તો કાલે તને જીંદગી પૂરી થતીલાગશે. ..તો જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે...૪)પ્રેમ એ બીજું કાંઈ જ નથી,પણ એક બદલાતી લાગણી જ છે...જે સમય અનેસંજોગો સાથે બદલાતી જ રહે છે...જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમરા ખજે...સમય દરેક દર્દ ને ભુલાવે જ છે...કોઈ ની સુંદરતા અથવા પ્ રેમ માં જરૂરતકરતાં વધુ ડૂબી ના જવું...અને કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નાથવું ...૫)અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે...પણ એનોમતલબ એ નથી કે...અભણ કે અભ્ યાસ માં નબળો માણસ સફળ જ થાય... વિદ્યા થીવધુ કશું જ નથી... ભણવા ના સમયે ધગશ થી ભણજે...૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રા ખતો,કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદકરે...અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ,તે પણ મનેખબર નથી...મારી ફરજ તને મોટો કરીને,સારું ભણતર આપીને પૂરી થાય છે...એપછી તું દુનિયાની મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ. ..એ તારીમહેનત અને આવડત ઉપર નિ ર્ભર છે...૭)તું તારું વચન હંમે શા પાળજે...પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા નરાખતો...તું સારું કરજે...પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો...જો આવાત તને વહેલી સમજાઇ જશે,તો તા રા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂ ર થઇ જશે..૮)મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી...જીવનમાં એમનસીબ થી જ અમી ર થઇ જવાતું નથી...એના માટે ખૂ બ જ મહેનત કરવી પડે છે...તોમહે નત થી કોઈ દિવસ ભાગતો નહિ...૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી...તો જેટલો વધુ સમયઆપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ...કારણ કે આવતો જન્મ તોઆવશે જ...પણ એ જન્ મ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી...તો આ જન્મ માંવધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.. .લિ. તારો પિતા.. ઝાંઝેરા આશિષ ને અઢળક વ્હાલ. " એ કાગળ લખ્યા ને પંદર વર્ષના ગાળા વિતી ગયા.. ત્યારે તો લખ્યું શું ને તેનો મતલબ શું ક્યાં હતી ખબર પણ કા રણ પૂછવાની પણ ક્યાં હતી ખબર.. ? આજ અચાનક રાવજીકાકા ની યાદ આવી ગઈ. પોતે ક્યારે જુવાન થઈ ગઈ..!! પોતાના પ્રતિબિંબથી પોતે શરમાતી ને ક્ યારેક હસતી એક્લી પછી વિચાર કરતી ધત્તેરીકી..!! સચ મે હોતી હૈં જવાની દિવાની.ક્યારે રધુવી ર આવી ગયો જીવનમાં ...ઝરૂખે થઈ ગઈ એની શું ઝાંખી ને પ્રેમ થઈ ગયો. ... !!પિયા પિયા જપતી હૈં સાંસે માલા તેરા નામ,પિયા પિયા જલતી હૈં શામે ચંદા તેરા નામ -- રેખા શુક્લમોટર બાઈક પર કેટલું ફર્યા..સાથે વિતાવેલો સમય... નજરે તરવર્યો..!! જોવા ખાતર જો યેલા પિકચરોના નામની લાંબી યાદી ને પરિમલ બાગમાં માણેલી અસંખ્ ય સાંજોની યાદ ઘેરી વળી...ચાં દની જેમ ચમકતો રધુવીર નો ચેહરો એને ખૂબ વ્હાલ કરતો..એને વારંવા ર હસાવતો. ચાંદનીથી ન્હાયેલી રૂ પની વાંછટો રધુવીર ને સતાવતી ને પોતાના પ્રેમ ના ઉભરા ને તે રો કી ના શકતો. પણ અચાનક તે બધું ક્યાં ચાલ્યું ગયું ? લગ્ન ના દસ વર્ષમાં શું થઈ ભૂલો ? અમૄતા એ પહેલા પોતાનો દોષ શોધવા માં ડ્યો.જમા-ઉધાર ના પાસા પડે એક પાને તેમ જ માંડ્યો હિસાબ...સુ વર્ણ અક્ષરોમાં લખાયેલો હિસાબ જોઈ દૂરથી ડુંગરા રળિયામણાં લા ગ્યાં સૌને..!! પણ પોતે તો એક્ દમ નજીક થી નિહાળી રહી હતી... તપાસી રહી હતી. રોકસ્ટાર જોયા પછી આજે ફરિયાદ થઈ ચારેક લીટીમાં ...!! નદીયાં ગહેરી, …નાવ પુરાની,રિશ્તોંકી દુનિયા…. ફિરસે ભારી,બિસ્તર, કમ્બલ, સાં વલી સુહાની,સીતા-ગીતા… સબ કહાની સારી,ગલિયાં-ચોબારાં કી વો… રૂ હાનીરૂહ સે રૂહ… ….કબસે થી હમા રી,આંગન દુલ્હન ઔર જંગલી જવાની, ક્યું અબ ભી બિકે બાઝારમેં નારી ?-રેખા શુક્લજેના માટે અસહ્ય સહન કર્યુ... લોકોની પરવા કર્યા વગર તન મન ને ધનથીહા, પૂજા કરી !! હા, પાગલબની પ્રેમ કર્યો.. હા, બધાની ઉપરવટ જઈ લીધેલો નિર્ ણય લગ્નનો.. શું ભાળી ગયેલી
એનામાં ..?? કેટકેટલાંય આવ્યા સારા નરસાં વિચારો ને મન ડહોળા ઈ ગયું !!. એક દીકરીને એક દીકરો જનમ્યો ને ખૂબ પ્રેમથી ઉછેર્યા બાળકો. જીવની જેમ સાચવ્યું ઘર કરકસર કરી ને
ચલાવ્યું ઘર.. ને તેનો બદલો રો જ ના મહેણાં, ટોંણા ને માર ???? રેડિયા ઉપર વાગતું જૂનું ગીત સાંભળતા જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી...!!
રેહતે થે કભી જીનકે દિલ મે હમ જાન સે ભી પ્યારો કે તરહા
બૈઠે હૈં ઉન્હીં કે કૂજે મૈં .. .....હમ આજ ગુન્હેગારોં કી તરહાં
દાવા થા જીન્હેં હમદર્દી કા.. ખુદ આકે ના પૂછા હાલ કભી
મેહફિલ મે બુલાયા હૈ હમપે..હસને કો સિતમગારો કી તરહાં
બરસોં કે સુલગતે તન મન પર અશ્કો કે છીંટે તો દે ન સકે
તપતે હુવે દિલકે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહાં
સો રૂપ ધરે જીને કે લીયે...... બૈઠે હૈ હજારો ઝ્હેર પિયે
ઠોકર ના લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહાં
રાવજીકાકા ના કાગળના એક એક અક્ ષરનુ પાલન કરવા છતાં સારા થઈ ને શું મળ્યું બોલ ને મન...!! મનો મંથન કઈ રીતે રોકાય..વિચારો માં યુધ્ધ ચાલતુંરહે..!! હજુ પણ બે સી જ રહેત.ત્યાં રધુવીર આવ્યો. આજકાલ તેની પાર્ટીઓ રોજ રોજ ની થવા લાગી છે. નવાઈની વાત નથી પણ આજ ત્રણ નાચ -ગાન વાળીઓને લઈને નશામાં ધૂત આવ્યો...જોઈ કંઈ પણ બોલ્યા વગર તે
ઉભી થઈ ગઈ ને વરંડામાં ચાલી ગઈ. બર્બાદ કર દેતી હૈં મહોબ્બત, હર મહોબ્બત કરને વાલોં કો ક્યું કી ઇશ્ક હાર નહીં માનતા ઔર દિ લ બાત નહીં માનતા..!!હરપળ જીં દગીના રંગ બદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે, પળ પળમાનવી ના મન બદલાય છે, બસ નથી બદલાતા એ સંબંધો, જે સાચા દિલથીબંધાય છે. આમ તો એક ચાદરમાં પણ ઉંઘ ના આવતી આજકાલ અલગ રૂમમાં સૂવા છતાંય કેમ બેચે ની ને બદલે હાશ અનુભવું છું.. મારું બોલવું એ સાંભળ્યું ના સાં ભળ્યું જ કરી નાંખે છે ...જાણી જોઈને ધરાહર સાંભળવાની ના કહે છે...!! ફ્રસ્ટ્રેશન ક્યાં ઉતરે ? કોના ઉપર ઉતરે? રામ જાણે પણ એમને તો બસ બધીજ છૂટ, બધું જ મં જુર પણ… આજે હદ કરી નાંખી છે... આમ ને આમ આખી જિંદગી સળગાવે પણ લાકડાભેગું ના થવાય ને મર્યા પછી લાશ કહે હવે શું કામ અગ્નિ દાહ દેવાય ? ટપ ટપ પડ્યાં આંસુ સરકી ગાલો પરથી હાથમાં પકડેલા કાગળ પર પોતે ચિત્રેલા ગુલાબમાં જઈ ગોઠવાયા...જો ફોટો પાડો તો લાગે કે ગુલાબ પર ઝાંકળ પડ્યું છે..!! હા, ઉષા સાથે ઉગતા સૂરજ ને જોઈને રાત રડતી જ હશે છાનીમા ની. સાંજ ની ગોદમાં આથમે ને ઉષા
ના ખોળે જાગતો સૂરજ ....રાત તો ય કેમ રડતી હશે?એનો ચાંદ પણ નથી કે નથી સૂરજ ???
આડાઅવળાં કંઈક પ્રશ્નો સતાવે છે પણ ચાર દિવાલોમાં એક ખુરશી ને ખાટલા જેટલું પણ
પોતાના અસ્તિત્વનું મહત્વ ના હો ય.. પોતાના બોલ ની કે મંતવ્યની કોઈને પડી જ ન હોય તો ઘરમાં એક છત નીચે રહેવું કે નહીં ? ડું સકાઓની સુનામી.. ખબર નહોતી આવા દિવસો પણ
આવશે !! થીજી ગયા ગાત્રો, ભંગા તા હશે આમ જ ધર ના માળા... પૂરી કરવી હતી મારે તો જીવની યાત્રા પગપાળા.. !! ના'ની ના'ની કળીઓ કરતી જેમ અટકચાળા..ત્યારથી છું
ભરમાયેલી લઈ વરમાળા...ભીના ભીના વ્હાલાં લાગતા હતા ગરમાળા, લટક મટક ચમકતી હતી ગળે મોહનમાળા ...!! શાને ફૂલો અચાનક આમ જ કરમાણાં, અર્પુ શ્રધ્ધાંજલી લઈ કરે હું માળા...
આકુળ વ્યાકુળ જોયા છે ખાલીખમ પં ખી માળા,ધ્યાન રહે મિત્રો ફાટે ના વધારે રોગચાળા... આ તો પથ્ થર ની પથારી છે..મૄત્યુ-સ્નાન સંગ માળા...!! અહીં તો હલાવો હા થ પગ ને
ફૂંટી નીકળે સગપણ અજાણ્યા...!! આમ ને આમ ક્યારે વિચાર પૂરા થયા ને ક્યારે સૂઈ ગઈ વરંડાની આરા મ ખુરશીમાં તેને તો યાદ પણ ના હતું. અચાનક જાગી ને પાણી પીધું બાજુ ના કમરા માં લાઈટ ચાલુ હતી ચાંપલીઓ ના હસવાનાઅવાજો આવતા રહ્યા...
ચશ્માં ચડાવી ઘડીયાળમાં જોયું તો અઢી વાગેલા... !! ટેબલ પરથી પેન ને કાગળ લઈ ને લખવા બેઠી..
પ્રિય રધુવીર,
પતિ તરીકે ની તમામ જવાબદારીમાં થી મુકત કરું છું તમને. કરોડપતિ કરોડ ના માલિક, લાખોપતિ લાખોના ..છેવટે દરેક સુકન્યા ના લગ્ન પછી પતિ જ પુરૂષ કહેવાય છે પણ માલિક બધા
નો એક છે...બાજુના રૂમમાંથી જ આ પત્ર લખી રહી છું. સ્વભાવે લા ગણીશીલ છું સંવેદનશીલ છું પણ આપને તો પતિ તરીકેના અધિકારો જ ભોગવતા આવડે છે. એક છત નીચે ઉજવાતા
શોખ, આનંદ પ્રેમ બન્ને વચ્ચે રહ્યા નથી...તે તમે પણ જાણો જ છો. ત્યાં સુધી તો ઠીક છે પણ આપણો દીકરો પણ અજાણતા જ વ્યવહા રમાં તારી જ પ્રતિકૄતિ બની રહ્ યો..કે જે હું ક્યારેય
નહોતી ઇરછતી. આજે સવારે જ કોઈ વાત વાતમાં તમે બન્ને એ મને વચમાં દખલ ન કર, અમને ખબર પડે છે. તું શાંતિથી તારું કામ પતા વ...હા, હું કામ પતાવવા માટે જ જીવું છું ને !!
મને મારી ઓળખ બાંગ પોકારી ઝંઝો ળે છે...હું મારી ઓળખ શોધવા લા ગી ગઈ છું ..!! અને અચાનક મને મારા અભ્યાસ કાળના દિવસો યાદ આવ્યા,પર્સન્ટેજ ની હોડ તો ત્યા રે પણ હતી.
પણ કમ્પલસરી સબ્જેક્ટ્ના માર્ક્ સ ઉમેરાતા નહિ, માત્ર પાસ થવું જરૂરી હતું, પણ એ વાંચવા લાયક, વિચારવા લાયક હોવા છતાં અમે એ છોડી દેતા... યસ્સ્સ્સ્સ ...મને મારો અર્થ સમજાયો !
શક્તિની પૂજા કરનારા સ્ત્રીઓ ને અશક્ત બનાવી દેનાર દંભી સમાજ ની સ્ત્રીમાં ક્યાંય જગ્યા નથી ...હું ગોતું છું મારું ઘર જન્ મતાંજ ..મા-બાપ ને ત્યાં..ત્યાં થી વિદાય તો કહેવાય પણ જાકારો
મળે પતિને ત્યાં ને પછી હવે ક્ યાં ખબર છે ક્યાં છે મારું ઘર ? હું રજા લંઉ છું આપની સાથે એક છત નીચે મારાથી નહીં રહેવાય હવે ...નહીં સહેવાય હવે !! ' એજ લિ. તમારી હતી અમૄતા
---રેખા શુક્લ