આજના સમય માં દરેક માનવી ને પોતાને પોતાના જીવનની વાતો ,પ્રસંગો જે અવિસ્મરણીય જીવંત પ્રસંગો યાદ આવતો હોય છે. અને યાદ રહેજ છે. તેથી તેની સાથે કોઈકે ને કોઈક વ્યક્તિ વસ્તુ કે કારણ અવશ્ય સંકળાયેલું હોય છે. પણ વાસ્તવિક વાત કહુતો જો દરેકને સૌથી વધુ ગમતી ણ યાદ રહેતી અવસ્થા એટલે " બાળપણ"મિત્રો આ એક એવી અવસ્થ છે જે દરેકના જીવનને જીવતા, રમતા, કુદતા, રહેતા, સહેતા શીખવાડે છે. અને બાળપણ ને પાછો લાવવાની આશા વ્યક્ત કરતા હોય છે. "બાળપણ" શબ્દ સાંભળીયે ને દરેકને પોતાના બાળપણના ભૂતકાળ માં ડૂબકી મારવા જતા હોય છે અને બાલ- પ્રેમ ના શોધખોળ માં વ્યસ્ત થઇ જતા હોય છે.બસ એમજ " પ્રેમ" પણ એક એવીજ સમય સંકલ્પના છે જેને અનુભવવી અને જીવન માં પ્રેરિત કરવી મહત્વની છે. પ્રેમ એક એવી પરિકલ્પના કે અનુભૂતિ છે જે પોતાના અંતઃકરણ માં દરેક સમય નું સર્જન કરે છે, આજની સૃષ્ટિ માં બધાજ જીવ પરસ્પર પ્રેમ ની ભાવના વ્યક્ત કરે છે અને પરિક્લ્પે છે. કોઈ પ્રેમવિહીન નથી તેથી તેને કોઈ ના કોઈ દિશા માંથી પ્રેમ પ્રકાશ પહોચતોજ હોય છે. કલ્પનાથી રજૂ કરીએ તો પક્ષીઓને પોતાના કલરવ માંથી પ્રભુનો અપાર પ્રેમ પુરે છે. ઝરણાં ને તેના ખલ ખલતા એના અવાજનું સૌંદર્ય સંગીત પૂર છે. છોડ ના એક કોમળ ફૂલને જોઈને સુગન્ધીદાર અને સુંદર બનાવેલું હોય તો તે માત્ર ઈશ્વરની આલાપ્યાં પ્રકૃતિ- પ્રેમ છે જેમાં માનવ પણ બાકાત નથી.પ્રેમ અવ્સ્થમાં સૌ કોઈ બાળક સ્વારૂપ થી જાય છે અને દરેક બાળક પોતાની પરીસ્થીથી અનુરૂપ પ્રેમની નિશાળમાં ભણતો હોય છે. "ભણવું" ,"રમવું" ,"કુદવું","સ્હેવું" ,આ સહજ નિશાળમાં બાળકો સીખતાજ હોય છે. જયારે પ્રેમની પ્રતિકૃતી પ્રેમની એક કુદરતી નિશાળમાં ,પ્રેમની એ કલ્પનિક શાળામા જો કદાચ જો ભણવાનું હોય કર શીખવાનું હોય તો તે માત્ર ને માત્ર "વિશ્વાસ" છે. નિશાળ ની રમતો ,પ્રેમ સ્વરૂપની રમવાનો જયારે સમય આવે ત્યારે તેને સંબંધોની સાંકળ સાથે દોરડા ખેંચ રમવાનું હોય છે અને ક્યુ દોરડું ખેંચવું અને કોને હરાવવા તે માત્ર પ્રેમની આ કલ્પની શાળા માંજ શીખવાનું હોય છે તે વ્યકિવ ની બાબત છે. અને કાલ્પનિક પણ હોય શકે. અને અગત્યની વાત એ છે કે આ પ્રેમની નિશાળ માં નવી- નવી રમતો એક સમય નામનો શિક્ષક રમાડતો હોય છે.અને તેનું કામ આ શાળાના આચાર્યની ભૂમિકા માં હોય છે. કોક દિવસ સગ શિક્ષકો સાથ ન આવે ત્યારે "સમય" નામનો શિક્ષક પ્રેમ ના સંબંધો ન પાઠ ભણાવી સાચું જ્ઞાન શીખવી જાય જાય છે કે જે કદી વિસરાતું નથી . આ સમય શિક્ષક દરેક વિદ્યાર્થી પર નજર રાખે ,ગૃહકાર્ય વર્ગ શિક્ષક તો તાપાસેજ છે ,પણ સમય માત્ર અદ્રશ્ય થઈને સંબંધોના , પ્રેમના, વિશ્વાસ ના ગૃહકાર્ય ચકાસતો રહે છે. પછી તેના આધારે અગાઉના ધોરણમાં કે સંબંધોની પરીક્ષામાં ગુણ પ્રાપ્તિ આપે છે.મિત્રો આ પ્રેમ નિશાળ ખુબ અદ્દભુદ છે જેની કલ્પના દ્રિષ્ટિ એ ખૂબસુંદર મેળ-મેળાપ હોય છે. સમય- સંબંધ -વિશ્વાસ નો, જો માનવી આ ત્રણ વસ્તુ ને સાચવી લે તો તેને કોઈ દુઃખ નસ્ટ નથી અને અડચણ તેને સ્પર્શતી નથી. આ નિશાળમા ભણતા ભણતા કાયા મિત્રો પોતાના અને ક્યાં મિત્રો માત્ર નામના એ શિક્ષક ઇતિહાસ ને ભૂગોલમા અંકન કરાવતો રહે છે. જયારે મોજ કરવાની હોય ત્યારે પ્રેમલક્ષણા ભક્તિ જેવા પ્રભુ ગુણ ગુજરાતીના વર્ગમા શિક્ષક ભણાવે છે, કાવ્ય, પદ, ગઝલ ,જેવી રચના સાથે પ્રેમની આબેહૂબ પ્રતીતિ કરાવે છે, અને બોલાવે છે.!"પ્રેમની નિશાળ માં શ્વાસ ન વિશ્વાસ છે,રમવું શું ?,કુદવું શું? એ ભણવાની સુવાસ છે"સામાન્ય જીવન માં વ્યક્તીને સારો સંબંધ ક્યારે વ્યક્ત કરવો, કેમ સાચવવો એ વિચાર ની ઉણપ ખુબ જંખી છે. એક પ્રેમી પોતાની પ્રેમિકા પાસે પોતાનાજ પ્રેમની ભિખ માંગે છે કે "એ સમય મને પાછો આપ....!" એ વ્યક્ત થયેલા પ્રેમ ના દરિયામાં ડૂબતા ડૂબતા બચ્યો છું , ટેરો હાથ દે મને ,, તું મને પછી આપી દે. ...! વાદળ ને હું કહી નથી શકતો કે તું વર્ષ ને, મારી રુદિયાના આ દર્દ સમી અગ્નિ ને સૌ બુઝાવી નાખ, હું q અગ્નિ ને કહી નથી શકતો કે એ ઈર્ષા ની પ્રકૃતિને ભસ્મ કરો" બસ માટે પ્રેમની નિશાળમાં સારું કહેતા હતા કે ક્યારે રમવું ,ક્યારે કુદવું, ક્યારે ભણવું એ સમય નામનો વિદ્વાન શીખવાડી ગયો , બાળપણ ગયું ,ને યુવાની પુરી થી e ઘડપણમાં પછાડી ગયા પણ એ પાછો ન આવ્યો .."વિશ્વાસ નામની પ્રેમાળ વ્યક્તિ !"
-પ્રતીક ધોળકિયા( "પ્રીત")