પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
8
(આગળના પાર્ટમાં આપણે જોયુ. કબિલાવાસીઓ અર્ધ રાત્રીએ કોઈ યુવકના બલિ માટે પાર્ટીમાં ડાયન સાથે ઉપસ્થિત છે હવે આગળ...)
શહેરમાં બે વિભિન્ન ધર્મોના ધાર્મિક જૂલુસ એક સાથે નિકળવાનાં હોઈ કમિશ્નર સરે મિંટિંગમાં અલગ-અલગ બધી ચોકીના અફસરો સાથે ખટપટિયા સરને પણ પોતાના બંગલે નિમંત્રણ આપેલુ.
એટલે પોપટ સરની અંડરમાં ચોકી આજ જગદિશના હવાલે હતી.
સવારની ચા જગદિશ સરના ટેબલ પર મૂકતાં નારંગે કહ્યુ.
"સર.. હવે પોપટસરના આવ્યા પછી તમારી પહેલા જેવી જાહોજલાલી ગઈ..
પછી એ ખીખી કરી હસવા લાગ્યો.
જગદિશ સરે ગોળમટોળ ચહેરા પર શોભતી મોટી આંખોને સહેજ પહોળી કરી નારંગને ટોકતાં બોલ્યા.
"ડોબા..! ભૂલથી પણ સર આગળ આવો બફાટ કરતો નઈ..!
સરના સંપર્કમાં આવી મારા ભ્રષ્ટ આત્માને મેં મારી નાખ્યો છે અને હવે એ ભૂતકાળ મારા શુધ્ધ ચરિત્રને ડહોળી નાખે એવુ હુ ઇચ્છતો નથી..!"
"જાણુ છું.. જાણુ છુ. સર.! આ તો પોપટ સર નહોતા એટલે થયુ લાવને સરની જરા ટાંગ ખેચુ..!"
નારંગે હસતાં હસતા કહેલુ.
ડોબા..! જૂનિયર સાથે કેવી રીતે વર્તવુ તને શિખવવુ પડશે.. બહુ મોઢે ચડી ગયો છે..!
જગદિશ સર ઠપકો જરુર આપતા હતા પણ એ ઠપકામાંય નારંગને આત્મિયતાનો રણકો સંભળાયો..
છતાં પણ નારંગથી રહેવાયુ નઈ એટલે પેટમાં ચડી રહેલો આફરો ઠલવતાં એણે કહ્યુ.
"સર..! એક પેટની વાત કઉં..?"
"બોલ..!" જગદિશે આંખો જીણી કરી.
"પેલી મીઠી તમને હજુય યાદ કરે છે હો.!"
મીઠીનુ નામ સાંભળી જગદિશ સરનો ચહેરો ગલગોટાની જેમ ખીલી ગયો..
"હા સર..! નારંગે વાતમાં મોણ નાખતાં ઉમેર્યુ.
હજુ હમણાં જ બે દિવસ પહેલાં બજારમાં એનો ભેટાળો થઈ ગયેલો.
તો મને કહે.. તારા સાહેબ કેમ દેખાતા નથી..? અડ્ડા પર હપ્તો લેવા ન આવે તો કંઈ નઈ એમને કહેજે કે સેવાનો ફરી મોકો આપે..!"
નારંગની વાત સાંભળી જગદીશના ચહેરા પર લાલાશ પથરાઈ ગઈ.
મીઠી સાથે વિતાવેલી રંગીન રાતની સુંવાળપ એની આંખોમાં લિંપાઈ ગયેલી.
"હમણાં નઈ..! જોઈશુ ક્યારેક..!" કહેતાં એણે વાતને ટાળવાની કોશિશ કરી.
ત્યાં જ અચાનક બેઉ ચમક્યા.
કોમ્યુટર પરથી થોડા ધડધડાટ પછી એક રીંગ સંભળાઈ.
બન્ને આંખો ફાડીને જોતા રહ્યા.
કોમ્યુટર સ્ક્રિન પર એક નંમ્બર સ્પાર્ક થઈ રહ્યો હતો.
નંમ્બર ઓળખતાં બેઉને વાર ન લાગી.
એ માસ્ટરજીના દિકરા સમિરનો નંમ્બર હતો.
સામેથી કોલ ઉઠાવાયો.
"હેલ્લો..! માસ્ટરજીનો ગભરાયેલો અવાજ સંભળાયો.
"સમિર... સમિર બેટા...!"
હા, પપ્પા હું છું..! એક જરૂરી કામથી મારા મિત્રએ રોકી લીધેલો.
"બસ .. હવે જલ્દી આવુ છું..!
આ તારી મા ને કહે બેટા લે .. એની સાથે જ વાત કર..!"
"હેલ્લો... મમ્મા...!"
"સમિરરર.! બેટા.. એમનો અવાજ ગળગળો થઈ ગયો. ગળે ડૂમો બાજી જતાં એમનાથી વધુ બોલી ન શકાયુ.
એમના મોઢેથી ડૂસ્કુ નિકળી ગયુ.
"મમ્મા..! તુ ટેન્શન ના લઈશ..! હું બસ બે દિવસનુ કામ છે પતાવીને આવુ..!"
કોલ ટ્રેક થતો હતો એટલે કોલ આવ્યાનુ સેન્ટર જોવામાં જગદિશ ચાલુ કોલે જ લાગી ગયેલો.
કોલ કટ થઇ ગયો.
કોલ થયાની પ્લેસ પણ જાણી શકાઈ તેમ છતાં જગદિશના ચહેરા પર જરાય ચમક જોવા ન મળી.
કારણ કે જગદિશ જાણતો હતો. સમિરનો મોબાઈલ બંગાળ બોર્ડર પર આવેલા એક ગામની પોલિસ ચોકીમાં જપ્ત હતો.
અને કોલ ત્યાં થી જ થયો હતો.
રહસ્ય ગુંચવાતુ જતુ હતુ.
એક વાર પહેલાં એ પોલિસ સ્ટેશનમાં બધાની સામે જ મોબાઈલ સ્વસ્ત ઓપરેટ થઈ મેસેજ સેન્ડ થયેલો..
અને જો આ વખતે પણ..?"
જગદિશ આગળ ન વિચારી શક્યો.
એને લાગી રહ્યુ હતુ.
જરુર આ કેસમાં કંઈક રંધાઈ રહ્યુ હતુ.
આ કોલ બાબતની જાણ પોપટ સરને કરવી જોઈએ એમ વિચારી ત્વરિત એણે પોપટ સરને કોલ જોડ્યો.
નારંગ પણ અનહદ આશ્ચર્યથી ધડીક કોમ્યુટરના સ્ક્રિન સામે તો ધડીક જગદિશ સરને જોતો હતો.
*** **** ***** *****
લગભગ કલાક સુધી દ્વંધ ચાલ્યુ.
એક રુહ બીજા જીવિત આત્મા સાથે એકાકાર થઈ ગયેલી.
એક સ્ત્રીનો સહવાસ સમિરની લાઇફમાં પહેલી વાર હતો. અને આ અનૂભૂતિ આટલી બધી અદભૂત હોઈ શકે એનુ કારણ બન્નેનો અેકબીજા માટેનો અનહદ પ્રેમ હતો.
જ્યાં પ્રેમ સંમન્દરની વિશાળતા ધરી બેઠો હોય ત્યાં કોરી વાસનાની હાર હતી.
"મૈ બહોત ખુશ હું.. સમિર ..! તૂમ્હે પાકર મેરી સારી ખ્વાઈશે પૂરી હો ગઈ..!"
પોતાની ખુલ્લી બોડીને શિથિલ છોડી દઈ બંધ નયને તૃપ્તિના અહેસાસ સાથે જીયા બોલેલી.
સમિર.. તૂમને મેરે મન કો તર કર દિયા..!"
"મેરા ભી જી ભર ગયા મેમ ..! શુક્રિયા... મુજે અપની જિંદગી કે યે રેશમી સૂનહરે પલ દેને કે લિએ..!"
"તૂમ જાનતે હો સમિર મેરી ખુબસુરતી કે લાખો દિવાને હૈ..!
ઔર મૈ ચાહતી તો કબિલે કી દુસરી લડકીઓ કી તરહા ઈસ ડાયન કી જાલ મે ફસ કર અચ્છે અચ્છે લડકો સે હમબિસ્તરી કર સકતી થી.
કૌન રોકને વાલા થા.
કબિલા ભી તો રાજી થા ઈસ કામ સે.. મગર..
મૈ ઈસકે ખિલાફથી સમિર..
જહાં પ્રેમ નહી જિસ્મો કે ખેલ ગંદગી કી તરહ દિમાગ મે મૌજુદ હો..
વો જીના ભી ક્યા જીના હૈ..
ડાયનને સબ લડકીયાં ઓરતો સે ઈસ કામ મે સબકો જૂટ જાને કો કહા જરૂર થા મગર કોઈ ઈસ દલદલમે નહી જાના ચાહતા તો
ઉસે બક્ષ દિયા ગયા થા.
મગર તૂમ્હારે આગમન કે બાદ મેરે મનમે ઉઠે ભાવનાઓ કે તૂફાન કો ઉસને પહેલે સે ભાંપ લિયા થા સમિર...
ઔર હમ દોનો મિલ પાતે ઉસસે પહેલે...!"
જિયા બોલતાં-બોલતાં અટકી ગઈ.
એના હોઠ ફફડી રહ્યા હતા.
સૂકી આંખોનુ દર્દ ધણુ બધુ કહી જતુ હતુ.
સમિરે એની પલકો પર હૂંફાળુ ચુંબન કરતાં કહ્યુ.
યે ડાયન ને આખિર ઈસ કબિલે મે ઐસી
ધિનૌની પ્રથા ક્યો શુરૂ કી..?
ઔર ઐસી ક્યા મજબૂરી થી જીસસે કબીલે કો ડાયનકી બાત માનની પડી.?
સમિરેને જિયાના આલિંગનમાંથી અળઘુ થવાની જરાય ઈચ્છા નહોતી.
હવે પછી શુ થવાનુ હતુ કોને ખબર હતી..?
જિયાનુ રાજ જાણ્યા પછી ડાયન અને કબિલા વાસીઓના ઈરાદા કળાવા મુશ્કેલ હતા.
એટલે જ બધો મૂળસોતો ધટનાક્રમ સમિર જાણવા માગતો હતો.
જિયાએ સમિરની માસૂમ આંખોમા જોઈ જાણે શરણાગતિ સ્વિકારી લીધી હોય એમ એને બાથમાં ઝકડી લેતાં કહ્યુ.
સમિર ડાયને બહોત ખતરનાક હોતી હૈ.!
મેરી દાદી કહેતી થી ઉન્હે ઈન્સાન કા કલેજા ઓર ખૂન બહોત પસંદ હૈ.
વો કૈસે જન્મ લેતી હૈ ઉસ બારૈ મે દાદીને બહોત કુછ બતાયા હૈ વો બાતે મૈ તૂમ્હે બાદમે જબ હમ યહાંસે નિકલ જાયે તબ રાસ્તે મે બતાઉંગી..
ફીલહાલ યહ બુઢ્ઢી ડાયન કબિલે પર શ્રાપ બનકર તૂટી.
શુરૂઆતમે કબિલે મે બહોત ખલબલી મચ ગઈ થી.
ખૌફકા આતંક ફૈલા હૂઆ થા.
સારે કબિલે મે બચ્ચે મરે હુએ પૈદા હો રહે થે.
ઔર સારે મરને વાલે બચ્ચોમે એક બાત બહોત કોમન થી.
મરે હૂએ બચ્ચેકે માથે કા પિછલા હિસ્સા ખાલી હોતા થા.
જૈસે બચ્ચે કે સરકે પિછલે હિસ્સેસે દિમાગ નિકાલ કર કોઈ ખા ગયા હો..
બાર બાર એક હી તરહ બચ્ચો કી મૌતસે કબિલે કે લોગ બહોત ડર ગયે થે.
વહ સબ બહોત જલ્દ ઈન માસૂમ બચ્ચોકી દર્દ નાક મૌતકા રહસ્ય જાનના ચાહતે થે.
ઔર નષ્ટ હો રહે કબિલે કો બચાના ભી તો જરુરી થા.
કીસી કો કુછ સૂજ નહી રહા થા કી અચાનક.....!"
(ક્રમશ:)
- સાબીરખાન
આપના પ્રતિભાવોનો અભિલાષી
-મિનલ ક્રશ્ચિયન 'જિયા'
-સાબીરખાન પઠાણ