Vikruti - 7 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી - ભાગ - 7

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી - ભાગ - 7

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-7
પ્રસ્તાવના
        મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
  વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
*
(ઈશાએ કરેલ પ્રેન્કનો જવાબ વિહાન તેના વાળ અને કપડાં ખરાબ કરી આપે છે.આકૃતિ વિહાનને નવો શર્ટ આપી પોતાની ભૂલ સુધારે છે.ત્યારબાદ ખરાબ થયેલો શર્ટ આકૃતિ લઈ જાય છે અને લોન્ડરીમાં સાફ કરવા આપે છે.જે વિહાનને ખબર નથી.પહેલો લેક્ચર પૂરો થાય છે એટલે આકૃતિ વિહાનને ક્લાસની બહાર બોલાવે છે.)
*
વિહાન

    બહાર બોલાવી આકૃતિએ મને શર્ટ આપ્યો.જે કાલે ખરાબ થયો હતો.સાથે મેચિંગ પેન્ટ પણ હતું.તેની આ અદાથી હું એટલું તો સમજી જ શક્યો હતો કે આકૃતિની કોઈ ભૂલ નોહતી.અને આકૃતિ સારી છોકરી હતી.શર્ટ રીપેર કરી આપ્યો એટલે નહિ પણ તેણે જે અદાથી પરિસ્થિતિ સંભાળી હતી એ હિસાબથી.શર્ટ લઇ હું દરવાજે પહોંચ્યો.આકૃતિ અંદર જતી હતી બરોબર ત્યારે જ ઈશા બહાર આવી , “ઑય લગુંર બહાર આવ”મને ખભે ધક્કો મારી ક્લાસમાં જતો ઇશાએ અટકાવ્યો.
“લિસન,એ દિવસે જે થયું એ તમે પણ ભૂલ કરી હતી અને મેં પણ.એ વાતની હું માફી માંગુ છું અને મને આમ હેરાન કરવાનું રહેવા દો.”ઇશાને સમજાવતા હું બોલ્યો.
“એમ ક્યાંથી જવા દઉં?,મારી ઇન્સલ્ટનો બદલો તો લઈ લઉં એકવાર”એ ગુસ્સામાં બોલી.
“તમારે જે કરવું હોય એ મારે અત્યારે કલાસ છે,મને જવા દો”નજર મેળવ્યા વિના હું ચાલતો થયો.
“તું આકૃતિથી દૂર રહેજે”હું બરોબર તેની પાછળ પહોંચ્યો ત્યારે ઈશા બોલી.હું અટકી ગયો અને પાછો ફર્યો.
“તું તેનાથી દૂર રહેજે અને મારા ગ્રુપથી પણ”એ ફરી ગુસ્સામાં બોલી.
“મારે તમારા ગ્રુપના કોઈપણ મેમ્બર સાથે સંબંધ નથી અને હું તો એ જ કહું છું કે તમે લોકો મારાથી દૂર રહો”થોડી હિંમત કરી મેં કહ્યું.
“મેં જોયું હમણાં તું આકૃતિ સાથે મરક મરક હસીને વાતો કરતો હતો”ખબર નહિ પણ એ ગુસ્સામાં હતી.વધારે જ ગુસ્સામાં.
“તેણે જે શર્ટ ખરાબ કર્યો હતો એ સાફ કરી આપ્યો અને કોઈનો આભાર હસતા ચહેરે જ મનાય.ગુસ્સામાં નહિ”તેને સમજાવતા મેં કહ્યું.
“વૉટએવર,તું દૂર રહીશ તેમાં જ તારી ભલાઈ છે,ગોટ ઇટ?”ચપટી વગાડતા તેણે નાક ફુલાવ્યું.હું ચાલવા લાગ્યો.
         કૉલેજ પુરી હું ઓફીસે જવા ગેટ બહાર ઉભો રહ્યો.કોઈએ મારા માથે ટપલી મારી.હું પાછળ ફર્યો તો ઈશા પેલા વિરાજ પાછળ બાઇકમાં બેઠી હતી. ત્રણ ચાર બાઇક મને ફરી વળી.ઇશાએ મારી બૅગ ખેંચી. મને ગુસ્સો આવતો હતો પણ હું કંઈ કરી શકતો નથી એ વાત મને ખબર છે.તેણે મારું બૅગ ચૅક કર્યું.
“ઓહ તો લલ્લુરામ ટિફિન પણ લઈને આવે છે”મોટેથી હસતા એ બોલી.
“તમને પ્રોબ્લેમ શું છે?”હું મોટેથી બોલ્યો.તેઓની બાઈકના અવાજમાં મારો અવાજ દબાય જતો હતો.
“સ્ટોપ વિરાજ”ઈશા બોલી એટલે બધી બાઇક થંભી ગઈ.એ નીચે ઉતરી અને મારી પાસે આવી.મારું બૅગ મારા પર ઢોળવા તેણે બૅગ ઊંચું કર્યું અને  અચાનક થંભી ગઈ.બૅગ મારા હાથમાં આપ્યું અને બોલી, “તે ભૂલ કરી મારી સાથે પંગો લઈને”
        હું કોઈ રિએક્શન આપું એ પહેલાં તે બાઇકમાં બેઠી અને બધા ત્યાંથી નીકળી ગયાં.મારો તમાશો જોઈ રહેલાં બધા કોલેજીયન પણ એવી રીતે વર્તતા હતા જાણે કંઈ બન્યું જ ના હોય.બધા ધીમે ધીમે વિખાય ગયા અને હું ત્યાં જ ઉભો રહ્યો.
          ઘણા લોકોને ઠોકર ખાવાનું નસીબમાં જ લખેલું હોય છે.ભગવાન આવું શા માટે કરતા હશે?,જે લોકો બીજા લોકોનું સારું વિચારે છે તેની સાથે જ કેમ આવું થતું હશે?બધા કહે છે કે ઉપરવાળો બધું જુએ છે તો તેને શું મારી આ હાલત નથી દેખાતી?,મારી બાજુમાંથી હસીને નીકળતા લોકો નથી દેખાતા?
        લોકો એમ પણ કહે છે કે માણસ જ્યારે મનથી થાકી જાય છે ત્યારે એ ખરેખર પાંગળો થઈ જાય છે.હું પાંગળો નથી.હજુ લડવાની તાકાત છે મારામાં.મને પણ એ ઈશા પર ગુસ્સો આવે છે.તેને બે તમાચા ચૉડી દેવાનું મન થાય છે પણ હું કંઈ કરી શકતો નથી. મમ્મીને કારણે. તેઓએ ઘણું સહન કર્યું છે અને મારા કારણે તેને કોઈપણ તકલીફ પડે એ મને મંજુર નથી. આવી હજારો ઈશા આવી જાય તો પણ નહીં.
      પણ મારું જે બૅગ ખરાબ થયું છે તેનું શું?,બપોરે જમવાની તો દુરની વાત છે પણ આ જે રસાવાળું બૅગ છે એ કેવી રીતે ઘરે લઈ જઈશ?મારું માથું ભમવા લાગ્યું.રીક્ષા મળી એટલે તેમાં બેસી ગયો.માથું પકડીને.
‘હું કૉલેજ નાસ્તો કરીને આવ્યો છું અનિલભાઈ’ અનિલભાઈએ જમવા માટે કહ્યું ત્યારે હું જુઠ્ઠું બોલ્યો.
‘ઈશાનું કંઈક તો કરવું પડશે’ડેસ્ક પર બેસી હું વિચારી રહ્યો હતો. ‘મેં તેની સાથે આટલું બધું તો ખરાબ વર્તન નથી કર્યું,તો એ કેમ એવું કરે છે,કંઈક અજુગતું લાગે છે, આ ઈશા કેમ આવું કરે છે?’
        થોડીવાર પછી અનિલભાઈના પપ્પા હરકિશન મહેતા મારા ડેસ્ક પર આવ્યા.નાસ્તો લઈને. “વિહાન કેમ જુઠ્ઠું બોલ્યો,તું ભૂખ્યો છો ને?,તારા ચહેરા પરથી જ હું સમજી ગયો હતો”થોડે દુર રહેલી સ્ક્રોલ ચેર મારી પાસે ખસેડી એ બેઠા, “જો ભાઈ,પેટ પૂજા પહેલાં પછી બીજીવાત,ચાલ નાસ્તો કરીલે”
“ના એવું નથી,એ તો બીમાર હતોને એટલે જમવાનું ઓછું ચાલે છે” હું ફરી જુઠ્ઠું બોલ્યો, “કાલથી જ ટિફિન લેતો આવીશ"
“અને આ બેગમાં ટિફિન છે એ?”મહેતા ભાઈએ બૅગ ઊંચું કરતા કહ્યું.ડેસ્ક ગંદુ ના થાય તેથી હું મારું બૅગ બહાર રાખીને આવ્યો હતો અને તેને તેમાંથી ગંધ આવી ગઈ હશે.
“સૉરી”મેં કહ્યું, “મારું ટિફિન ઢોળાય ગયું હતું એટલે…”હું આગળ બોલવા જતો હતો એ પહેલાં મહેતાભાઈ નાસ્તાનું પેકેટ ખોલવા લાગ્યા.સમોસા અને દાબેલી હતી એ.મેં કોઈ પણ સવાલ વિના જમવાનું શરૂ કર્યું.નાસ્તો કરવાનું.
“તું કોલેજથી આવે ત્યારે કેમ હંમેશા ઉદાસ હોય છે?”મહેતાભાઈએ પૂછ્યું, “કોઈ પ્રૉબ્લેમ છે?”
      હું કંઈ બોલ્યો નહિ.ચુપચાપ નાસ્તો પતાવ્યો. મારે કોઈને તો મારી પ્રોબ્લેમ્સ કહેવી હતી અને મહેતાભાઈએ સામેથી પૂછ્યું.તે મારા પપ્પાની ઉંમરના હતા.જો એ જીવતા હોત તો.મેં ઘરની,કૉલેજની બધી જ પ્રોબ્લેમ્સ તેને કહી દીધી.ઈશા વિશે પણ.મારી વાત સાંભળીએ હસવા લાગ્યા.
“હું અહીં ગંભીર છું અને તમને હસવું આવે છે?” ચીડાતાં હું બોલ્યો.
       તેઓ હજુ હસી રહ્યા હતા.તેણે મારા ખભે થાપો માર્યો અને કહ્યું, “જે સમયે જે કામ થાય એ સમયે એ જ કામ કરાય”
“મતલબ હું સમજ્યો નહિ?”માથું ખંજવાળતા હું બોલ્યો.
“મતલબ તું અત્યારે કેટલું બધું વિચારે છો,મમ્મીને સારી સવલતો મળે,રહેવા માટે ઘર મળે,તને કોઈ હેરાન ના કરે એ જ ને?”તેઓએ શાંત થતા તટસ્થ થઈ બોલ્યા.
“હમમ, એવું જ કંઈક”મેં કહ્યું.
“હવે વિચાર એક સાથે તું આ બધું કરી શકીશ?,ઘણી વાત તો એવી છે કે એ તારા હાથમાં છે જ નહીં.તું અત્યારે તારી મમ્મીને સારી સવલતો પુરી પાડી શકે પણ ઘર તો ના લઈ શકે.તું સૌથી દૂર રહી શકે પણ કોઈ તને ડિસ્ટર્બ ના જ કરે એ તો શક્ય નથી ને?”એક ચિત્તે તેઓ બોલતા જતા હતા, “અને આટલું વિચારવામાં તારી પાસે જે સમય છે એ પણ વેડફાઈ જાય છે”
“હું કોશિશ કરું છું,પણ મને સમજાતું નથી કે હું શું કરું”મેં દલીલ કરી, “તમે જ સલાહ આપો”
“મેં કહ્યુંને જે સમયે જે કામ હોય એ સમયે એ જ કામ કરાય,તારો સમય છે લાઈફ બનાવ,દોસ્તોને સમય આપ,તેઓ પાસેથી નવું નવું શીખ,હવે અત્યારે જો તું એકલો ખૂણામાં બેસીને વિચારતો બેસીશ તો તું વધુ મૂંઝાઈશ”મહેતભાઈ મને સમજાવતા હતા.તેઓના માથાં આવેલા થોડાં થોડાં સફેદવાળ એ વાતની પૃષ્ટિ કરતા હતા કે તેઓએ ઘણુંબધું ન જોવાનું જોયું હશે.
મેં દલીલ આગળ વધારી, “હું સવારે કૉલેજ અને બપોર પછી અહીં હોવ તો દોસ્તોને કેવી રીતે સમય આપું??”
“વિહાન આપણી જેવી દ્રષ્ટિ હોય તેવી દુનિયા નજરે ચડે છે,તું બધા પાસા નકારાત્મક વિચારોથી જુએ છે, એક કામ કર અહીંયા બધું કામ છે એ હું તને ઘરે શિફ્ટ કરી દઉં.તારે અહીં આવવાની જરૂર નથી,હવે તો સમય મળશેને?”મહેતાભાઈ કંઈક વિચારતા હતા તેવું મને લાગ્યું.તેઓ નીચે ઝૂક્યા અને મોનિટરમાંથી પેન્ડ્રાઇવ  ખેંચી.
“બધો ડેટા આમાં છે,અહીંયા ધ્યાન આપ”કહી તેણે માઉસ પર હાથ રાખ્યો, સોફ્ટવેરના એક પછી એક મેનુ ખોલ્યા અને યુટીલિટીના મેનુ પર અટક્યા, “ આ યુટીલિટી સીંક્રોનાઇઝ કરીશ એટલે તે આપેલી એન્ટ્રી અપડેટ થઈ જશે,તું જ્યારે ફ્રી હોય ત્યારે આ કામ કરી શકીશ”
        હું દંગ રહી ગયો.કોઈ વ્યક્તિ મારા માટે આટલું બધું વિચારે મારા માનવામાં આવે તેવું નથી.હું સાંભળતો જતો હતો અને બોલતા જતા હતા.
“અમસ્તા પણ હું તારા કામ કરતા તારો સમય વધુ લઉં છું અને મને ખબર છે તું એ વાત કહી શકતો નથી”મહેતાભાઈ બોલ્યા.મને પણ એક વિચાર જબૂકયો, મેં થોડી સફાઈથી પોતાનો પ્રસ્તાવ મૂક્યો,તેઓ મારી તરફ આંખો પહોળી કરી જોતા રહ્યા.મેં વાત પૂરી કરી એ પછી થોડીવાર શાંતિ છવાઈ ગઈ.નિરવ શાંતિ.
“એક મિનિટ”કહી તેઓ ઊભા થઈ બહાર ગયા.થોડીવાર પછી અંદર આવ્યા.તેના હાથમાં એક પેકેટ હતું.
“આ પાંચસ હજાર મેં તને ઉછીના આપ્યા,ધીમે ધીમે ચૂકવી આપજે.”તેણે મારા હાથમાં એ પેકેટ રાખ્યું, “તારા વિચારથી હું પ્રભાવિત થયો છું,કોઈપણ જગ્યાએ મારી જરૂર પડે તો બેજિજક યાદ કરજે”
“પણ..”પેકેટ લેવા હું અચકાતો હતો ત્યાં મહેતાભાઈ બોલ્યા, “તારી સેલેરીમાંથી ધીમે ધીમે વાળી લેશું”
       તેણે પૅકેટ ડેસ્ક પર રાખ્યું,હું એ માણસ સામે અપલકે જોતો રહ્યો,
“મહેતાભાઈ, તમે આ બધું…?”હું બોલતા અટકી ગયો.એ પણ ચૂપ રહ્યા.તેના ગૌરવમાન ચહેરા પર ઉદાસીનું એક ઝોકું ફરી વળ્યું.તેણે એકવાર આંખો પલકાવી અને મારા પર સ્થિર કરી, “મેં પણ આવા તડકા-છાયા વેઠયા છે,જો મને પણ કોઈએ આંગળી ચીંધી ના હોત તો હું અત્યારે બે પાંદડે ના થયો હોત.તું જેમ અત્યારે પરિવાર માટે જાત ભૂલવા તૈયાર છો,મારામાં એ જ ખુમારી હતી.અને કદાચ એટલે જ..”મહેતાભાઈ બોલતા અટકી ગયા.
“એટલે જ શું?”
“એટલે જ હું પોતાને અત્યારે તારામાં જોઉં છું”તેઓનું સ્મિત અદભૂત હતું.હું નિઃશબ્દ બની તેને જોતો રહ્યો.ત્યારે મારા મગજમાં એક વાત ચાલતી હતી, ‘જો પાપા હોત તો…”
       ભગવાન ખરેખર બધું જુએ છે,તેણે પોતાની ઉપસ્થિત દર્શાવી દીધી.મહેતાભાઈ જેવા વ્યક્તિના સ્વરૂપે.
તેઓએ મને એક વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું, “આ ફ્લૅટ મારો છે,મેં રોકાણ માટે જ ખરીદ્યો છે.તું ત્યાં શિફ્ટ થઈ જા.કાલ સાંજ સુધીમાં ઓફિસનું મટીરીયલ તારા ઘરે પહોંચી જશે એટલે કાલથી જ ઘર બેઠાં કામ જોઈ લે જે”ખુરશી પરથી ઉભા થતા તેઓ બોલ્યા, “અઠવાડિયામાં એક-બે વાર આંટો મારી જજે અહીં”
“અને હા અનિલને આ વાત ન કરતો”તેઓ જતા જતા બોલ્યા.
“અને ઇશાનું હું શું કરું?”મેં પૂછ્યું, “એ પ્રશ્ન હજી ઉભો જ છે”
     તેઓ પાછળ ફર્યા,મારી પાસે આવીને હસ્યા, “હું તને સલાહ આપી શકું,જે કરવાનું છે એ તારે જ વિચારવાનું છે”તેણે મારા માથામાં હાથ ફેરવ્યો અને બહાર નીકળી ગયા.હું એ મહાપુરુષને જોતો રહ્યો.
        ઘરે આવી આજની બધી જ વાતો મેં મમ્મીને કહી.
“પણ બીજાની મહેનતના રૂપિયા કેમ લેવાય બેટા?”મમ્મીએ કહ્યું.હું મમ્મીને સમજી શકતો હતો.પણ મારા વિચારો એક જ દિશામાં ચાલતા હતા એટલે તેઓને સમજાવતા મેં કહ્યું, “મમ્મી આપણે જેવા વાતાવરણમાં રહીએ,આપણી માનસિકતા પણ તેવી જ થઈ જાય છે.જો ખર્ચો વધુ થશે તો જ વધુ કમાવવાની ધગશ થશે નહીંતર આટલામાં જ રહી જશું”
“એ વાત તો ઠીક છે પણ આ ચમકમાં ધ્યાન રાખજે,ક્યારેક અંજાઈ ના જતો”મમ્મીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
“મમ્મી ચિંતા શેની કરો છો?”હસતા હસતા મેં કહ્યું, “તમારો દીકરો હવે મોટો થઈ રહ્યો છે”
“હા એ વાત સાચી કહી”મમ્મીએ મારા વાળ પસવારતા કહ્યું, “મારો દીકરો મોટો થઈ રહ્યો છે”
      મેં મમ્મીના ખોળામાં માથું ઢાળી દીધું.અને નિરાંતનો શ્વાસ લીધો.ઇશાનું શું કરવું એ પણ નક્કી કરી રાખ્યું હતું.
      પછીના દિવસે નિશ્ચિત થઈ હું કૉલેજ ગયો.મેં મમ્મીને બધો સામાન પેક કરી રાખવા કહ્યું હતું.રૂમના માલિક સાથે પણ મેં કોઈપણ જાતના સંકોચ વિના ઘર ખાલી કરવા વાત કરી હતી અને તેઓ મારી વાત સમજી પણ ગયા.આજે મારા ચહેરા પર સ્માઈલ હતી.આકૃતિને થેન્ક્સ પણ કહેવાનું હતું.તેણે આપેલી કપડાંની જોડી માટે.મેં આજે એ જ કપડાંની જોડી પહેરી હતી.
      ગેટમાં એન્ટર થતા જ બધા મને જોઈ હસવા લાગ્યા, એ વાત સમજવામાં મારે એક પણ ક્ષણ ના થઇ કે કાલે જે ઘટના બની એ આજે બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે.એ બધાને અવગણીને હું ક્લાસમાં પહોંચ્યો.લેક્ચર શરૂ થયો એ પહેલાં ખુશીએ મને કહ્યું, “કાલે ઇશાએ શું કર્યું છે?”
“તને કોણે કહ્યું?”મેં પૂછ્યું.
“પુરી કોલેજમાં તારી ચર્ચા થાય છે”ખુશીએ કહ્યું, “આકૃતિની ભૂલને કારણે તારે કેટલુંબધું સહન કરવું પડે છે નહીં?”
હું કંઈ બોલું એ પહેલાં ખુશીએ તેની વાત આગળ ધપાવી, “જો પાછળ લાલઘૂમ થઈને જ બેઠી છે.ઈશા આવે તેની રાહ જોઇને,આજે તો એ લડી લેવાના મૂડમાં છે”
     મેં પાછળ નજર કરી તો બંને કોણી બેન્ચ પર અને હથેળીઓ ગાલ પર રાખી,ગાલ ફુલાવી મારી સામે જોતી હતી. ઉભો થઇ હું તેની પાસે પહોંચ્યો.
“વિહાન કંઈ ન બોલતો પ્લીઝ હું ગુસ્સેમાં છું”ગાલ ફુલાવતા જ એ બોલી, “ઈશા પોતાને સમજે છે શું?,તેના અંકલ ટ્રસ્ટી છે તેનો મતલબ તેની જ દાદાગીરી ચાલે અહીં,હુહ.આવવા દે તેને”
“એ તો ઠીક છે પણ ગાલ ફુલાવેલી આકૃતિ ક્યૂટ લાગે છે”મેં વાત બદલવાની કોશિશ કરતા કહ્યું.એ હસી પડી. અજાણતા જ.કદાચ મારી પાસેથી આવી વાતની તેને અપેક્ષા નહીં હોય.
“વિહાન, યાર તું વાત ન બદલ.ઈશાએ ખોટું કર્યું છે અને તેને એ વાતનો અહેસાસ કરાવવો  જરૂરી છે”આકૃતિ બોલી.
“અહેસાસ થશે.પણ તું કંઈ ના બોલતી પ્લીઝ”મેં કહ્યું, “દોસ્તની આટલી વાત નહિ માને?”
“હમમ, ઑકે.પણ જો હવે તેણે કોઈ હરકત કરી તો હું ચૂપ નહિ બેસું”આકૃતિએ ભવા ચડાવતા કહ્યું.
“હવે આ ગાલનો ગુબ્બારો તો ફોડી દે”મેં કહ્યું અને ફરી હસી પડી.
      પહેલો લેકચર પૂરો થયો એટલે હું જ લાસ્ટ બેન્ચ પર પહોંચી ગયો.
“થેન્ક્સ,આકૃતિ”મેં કહ્યું, “કાલે કહેવાનું બાકી રહી ગયું હતું”
ઈશાનો ચહેરો ફિક્કો પડી ગયો.તેના બદલાતા જતા હાવભાવ હું જોઈ શકતો હતો. “થેન્ક્સ ટુ યુ ઈશા.તારા કારણે જ મને કોઈ દોસ્ત મળ્યું”
     ઇશાએ મોં મચકોડ્યું.કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ તેની.તેણે ચપટી વગાડી અને મને જવા ઈશારો કર્યો.
“આટલી બધી પણ શું ઉતાવળ છે?,આપણે ત્રણ વર્ષ સાથે રહીશું.ચાલો પછી મળ્યા.”કહી મેં આકૃતિને સ્માઈલ આપી અને આગળ આવી ગયો. 
      લેક્ચર પૂરો થયો એટલે આકૃતિ મારી પાસે આવી અને પાછળથી મારા માથા પર ટપલી મારતા બોલી, “વાહ,ક્યાં બાત હૈ!!!,આવી રીતે વાત કરીશ તો ઈશા સમજી જશે” આકૃતિ હસવા લાગી.હું પણ.
(ક્રમશઃ)
        વિહાનને ઇશાને સમજાવવા શું વિચાર્યું હશે?,ઇશાએ વિહાનને ધમકી આપી હતી તો પણ કેમ વિહાન તેની સામે ચડીને આકૃતિ પાસે ગયો?આગળ જતાં વિહાનના વર્તન કેવા બદલાવ આવશે?
        વિહાન અને આકૃતિની દોસ્તી કેવી રીતે થશે.જાણવા વાંચતા રહો, ‘વિકૃતિ’
       આગળના ભાગમાં આકૃતિની ફીલિંગ્સ.
-Megha Gokani & Mer Mehul