premni paribhasha part-14 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | પ્રેમની પરિભાષા ભાગ-૧૪

Featured Books
Categories
Share

પ્રેમની પરિભાષા ભાગ-૧૪

 " ઓપરેશન થિયેટર ની બહાર માન માનસી ની ચિંતા મા આંટા મારી રહ્યો હોય છેં સુરેશ અંકલ માનના ચહેરાનું અવલોકન કરતાં બાંકડા પર બેસીને કૃષ્ણ ને પ્રાર્થના કરતાં હતાં."

   નેહા પોતાની ગાડી ને ફુલ વેંગમા આગળ દોડાવી રહીં હતી ,..હુ કેટલી બધી સ્વાર્થિ બની ને અત્યાર સુધી ઘરે જ રહીં ગયી એક વાર પણ એ બિચારી નો ખ્યાલ પણ ના આવ્યો કે આવા સમયે હુ એક જ એની પોતાની હતી ..નેહા મનમાં પોતાની જતને કોંસિ રહીં હોય છેં . મારે એક વાર નીતા દી ને કોલ કરી ને માનસી ની તબિયત નું જણાવું જોઇયે આફ્ટર ઓલ એ માનસી નાં બાળક નાં તેં પેરેન્ટ્સ બનવાના છેં "..
  "નેહા એ સુરત શહેરમાં એક ચાની લારી વાળા પાસે ગાડી પાર્ક કરીને નીતા નો નંબર ડાયલ કરવા લાગી"..!!L
હાઈવે પર ગાડી ઓ પોતાની મેળે ભાગી રહીં હતી ને આ બાજુ નેહા નીતા દી ને કોલ લગાવાનો પ્રયત્ન કરવા લાગી બહુ સમય પછી નીતા નો કૉલ લાગ્યો!!
હેલો ...!!!
"હેલો નીતા દીદી "... હુ નેહા બોલો છું "! નેહા બીજી વાતો કરીને નીતા નાં ભાવ વાંચવા માંગતી હતી કે પોતાની વાતથી એને કોઈ પ્રશ્ન ઉપજે"!..

  "હા નેહા બોલ શું કરે છે બહુ ટાઈમ પછી તમારી નીતાં દીદી ને યાદ કરીને!?? માનસી નો તો હમણાં કૉલ પન નથી આવ્યો ક્યાં છો તમે બન્ને!?? મારાથી પણ હમણાં તમારા બન્ને નાં હાલ નથી લેવાયા કેમ કે, મારા સાસુ નો સ્વર્ગવાસ થયાને આજે પાંચ દિવસ થયાં છેં હમણાં તો એમની પાછળ હોસ્પિટલ નાં જ ધક્કા ખાધા છે તો માનસી ની તબિયત પણ જાણી નથી શકાઈ!!?"

"  નેહા ને ઉતાવળ મા બધુ એક જ લાઇન મા નીતા એ સમજાવી દીધું!"

' આ તરફ તો નેહા  અવઢ મા પડી કે, નીતા દીદીને ત્યાં આવાં માતમ નાં સમયે માનસીની હાલાતની જાણ કરવી યોગ્ય છેં'
મનમાં વિચારો નાં દોર ને થંભાવી ને એક નિર્ણય લઈ ને પોતાની વાતના દોર ને બીજી દિશાઓમા વાળી લીધી .આડીઅવળી વાતો કરીને ફોન કટ કરીને ચાની લારી પાસે આવી ને ચા પીધી ,રૂપિયા ચૂકવી ને એને ગાડી રાજકોટ તરફ હંકારી મુકી"...!
                                  *
   અઢિ કલાક નાં ઓપરેશન પછી ડૉક્ટર બાહર આવ્યાં અનેં બાહર ઊભેલા દરેક વ્યક્તિ ની ચિંતા ને સમજી શકતા હતાં કેમ કે,આ હોસ્પિટલ તેં જગ્યાઓમાંની બેસ્ટ હોસ્પિટલ હતી અને દરરોજ નવા જોવા મળતાં કેશ મા બાહર તેનાં સ્વજન ની સ્થિતી કેવી હોય છે તેં બરાબર સમજી શકતા હતાં!

"સુરેશ ભાઈ માનસી ની સ્થિતિ સારી છે પણ ...!!!"... ડૉક્ટર વાત ને સીધી રીતે જ સમજાવા માંગતા હતાં . મનમાં dr .જોશી કહેવા લાગ્યા કે આમ પણ જલદી પરિસ્થિતિ સમજાવી દેવી જોઈએ અને આ લોકો ક્યાં એમનાં એટલાં નજીક નાં સગા છે જે તેમણે ઘાત લાગે"...!
...પણ ડૉક્ટર એ નહોતા જાણતાં કે, આ બધામાં એક વ્યક્તિ એવો છેં કે જે પોતાનુ સર્વસ્વ માનસી ને માનતો હતો..'

સુરેશ ભાઈ ડૉક્ટર ની નજીક જઇને પોતાની જાત ને આવનારી આફત નો દોર ને સંભાળી ને આગળ આવ્યાં " સાહેબ તમારે જે વાત કહેવી હોય એ કહી દો,! મારે માટે તો મારા ઘરનાં આ મહેમાન ની આવી હાલત નથી જોવાતી હુ તો એને મારા ઘરે સાચવવા લાવ્યો હતો ને આ શુ થયી ગયું!!"
હુ શું જવાબ આપીશ એનાં પતિ એનાં ઘરનાં ને ??! સુરેશ ભાઈ ની આંખમાં આંસુ આવી ગયા, એમની  હાલત જોઈને માન પણ અસહાય બની ગયો...'
સરલા બેન નજીક આવ્યાં અને માન પણ હવે આગળ  હાલત ગંભીર નાં બને તેંની સાવચેતી રાખવાના મક્કમ નિર્ણય સાથે તેં પણ dr. જોશી ની નજીક આવ્યો"..
 
  તો હુ જે કહી રહ્યો છું તેં તમે તમારા હ્રદયને કઠણ કરીને સાંભળજો "...!! વાત એમ છેં કે માનસી ને આઠમો મહિનો હમણાં જ બેઠેલો હોવાથી અંદર ગર્ભમા જૂડવા બાળકો ને પુર્ણ રીતે વિકસિત નહોતા તો અમે એક બાળક ને એની માતા ને બચાવી શક્યાં છીયે પણ એક બાળક ને નાં બચાવી શક્યાં,.. અત્યારે અમે બાળકને oxygen support system મા રાખવું અનિવાર્ય છેં અનેં તેં બાળક પુર્ણ વિકસિત નાં થાય ત્યાં સુધી એને NICU મા રાખવું જરૂરી છે,ત્યાં એને 144 દિવસ સુધી રાખવું પડશે!!" ..
  
     '  આ વાત સાંભળી ને માન વિચારોમા ડૂબી ગયો ..વાંધો નહીં ..!!.ભગવાન માનસી નાં સાથે છેં, તેને કાંઇ નાં થયુ અને તેં પોતાના બાળક સાથે છેં !! માન મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે'.
     '   સુરેશ ભાઈ તમે મારી સાથે  કેબીનમા આવો મારે થોડી ચર્ચા કરવી છેં!!?'
"હા આવુ છું ડૉક્ટર "! એમ કહીને સુરેશ અંકલ માન પાસે આવ્યાં અને નજીક આવીને તેનાં ખભા ઉપર હાથ રાખીને સાંત્વના આપવા માટે શબ્દ શોધવા લાગ્યાં'"!.

  "  બેટા તમે હવે માનસીની ચિંતા છોડી દો!! અનેં ઓફીસ ભેળા થાઓ હુ ને સરલા અહી છીયે ને રાજ ને આજે અહી મુકી દેજો, તો મને ટેકો થાય "!!! અનેં તમને એક સલાહ આપું તો વડીલને નાતે તો તમે આ માનસી ને ભૂલી જજો !!?? આ કોઈની પત્ની અનેં કોઇના બાળકની મા છેં તો કોઈ ની તેં વહુવારુ સે!!" એટલું બોલી ને તેં ડોક્ટરની કેબીન તરફ જવાં લાગ્યાં ,પાછળ વળી ને એને માન નો શું જવાબ આપશે એની પરવા કર્યા વિના તેં  આગળ વધી ગયાં!"...

       " માનનાં કાનમાં સુરેશ ભાઈ નાં શબ્દોનાં પડધા પડવા લાગ્યા કે, માન તારે હવે અહીંથી નીકળવું જોઇયે અને તારે અહિં રહીંને મિસ માનસીને પરેશાનીમા નાં મુકવા જોઇયે, અનેં સુરેશ અંકલ કહીને ગયા કે મારે માનસીથી દુર રહેવું એમા જ મારી ભલાઈ છેં"! માન વિચારીને પોતાની જગ્યાએથી ઉભો થયી ને ઓપરેશન થિયેટર તરફ પગ માંડ્યા !"..
     પણ એજ પગે તેં પાછો વળી  ગયો .."!
   'માન બેટા ક્યાં જાય છેં મારુ એક કામ કરને "! ક્યારના સરલબેન ભાગવાનની આગળ ઉભા હતાં તેં અત્યાર સુધી એક પણ શબ્દ બોલ્યા નહોતા !'.
    " બસ હવે હુ ઓફીસ જવું છું અને આમ પણ, તમે બધાં આ મહિલાની  સંભાળ લઈ જ લેશો ,માર પબીજા ઘણાં કામ છેં!!"  માનને નાછુટકે વર્તન બદલવું પડ્યું હતું."..!..
   '  અને હા...આંટી તમે કયાં કામની વાત કરાતા હતાં ?મારા જેવું હોય તો કોઈ પરેશાની વગર કહી શકો છો ..!
  બેટા વાત જરા એમ છેં ને કે ..,મને અત્યારે એવું લાગી રહ્યું છે કે મારે એક વાર માનસીનાં ઘરનાંને જાણ કરવી જોઈએ, આવી હલાતની જાણ થવી જરુરી છેં નહીં તો પસી બધો ગુન્હો આપણા માથે આવી નાં જાય. રાજ નાં બાપુ અહિ દવાખાના મા વ્યસ્ત છેં તો તમે ઘરે જઇને માનસી નાં પર્સ મા ઇનો મોબાઇલ પડ્યો સે તો એ લઈ આવો તો હુ એમાંથી નંબર લઇને એનાં પરિવાર સાથે વાત કરી શકું ...!!"
  હુ તમને આપી જઇશ એનો મોબાઇલ ઓકે ..હુ નીકળું છું અને મારી જરૂર પડે તો મને કૉલ કરવાનું સુરેશ અંકલ ને કહી દેજો ઓકે... મારે હવે નીકળવું જોઈએ!!"
.. ' માન પાછળ ફરીને એક વાર ઓપરેશન થિયેટર બાજુ નજર કરી ને એ નીકળી જાય છેં...બહાર જતા એ receptionist  જોડે થી ડોક્ટરનો નંબર પોતાના મોબાઇલમા સેવ કરી એ ત્યાંથી જડપથી નીકળી ગયો બાહર જઇને ગાડી મા બેસી ને ચાવી લગાવે તેં પહલા એક ગળા માંથી ડૂસકું નીકળી ગયું..આંખ ભીની થવા જાય પહેલાં પોતાના પર કન્ટ્રોલ રાખીને ગાડી નું એક્ષેલેટર દબાવી ને ગાડી જવા દીધી.."

          રસ્તામાં માન ડૉક્ટરને કૉલ લગાવી છેં...હેલો dr જોશી  ..માન speking'
"હાં બોલો ને મારુ શુ કામ પડયું તમને સર..!"
માન વધું ચર્ચા કર્યા વીના સીધા જ પ્રશ્ન પર આવ્યો... જુઓ ડૉક્ટર તમારુ જે પણ બિલ થતુ હોય માનસી નું તેં હુ ચૂકવી આપીશ પણ એનાં ઇલાજમા મારે કોઈ પણ જાતની લાપરવાહી જોવા નાં મળવી જોઇયે એને બેસ્ટ ઇલાજ મળે તેંની તમે યોગ્યતા કરજો ને એનાં બાળક ને પોસિબલ બધી ટ્રીટમેન્ટ કરજો એને બચવું જરુરી છેં ઓકે... અને એક વાત ધ્યાનથી સાંભળજો ..હુ બિલ ચુંક્વીશ એ વાત ની જાણ આપણાં બે સિવાય કોઈ ને પણ ના થવી જોઇયે .,એન્ડ કોઈ પૂછે તો તમે કોઈ ખોટી રીતે સમજાવી દેજો ઓકે...!!!"
   'માને કડક શબ્દો મા ડૉક્ટરને સમજાવી દીધાં હતાં'..

આ તરફ કેબીનમા ડોક્ટરે સુરેશ અંકલને બીલના બાબતે જ બોલાવ્યા હતાં ...પણ માન નો કૉલ આવી જવાથી ડૉક્ટરે બિલ માફી જણાવી દીધું જે સુરેશ અંકલ માટે આંચકાજનક હતુ પરતું ડોક્ટરે કહ્યુ ...કે આ હોસ્પિટલમાં સૈનિક નાં પરિવારને મફત ઇલાજ કરવામાં આવે છેં ..'!
  "આવી વાતથી સુંરેશ અંકલને થોડી રાહત થયી ..એમને મનમાં હતુ જ કે આવડી મોંગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ક્યાંથી  લાવત ,પણ ડોક્ટરની વાત થી એને હાશકારો અનુભવ્યો.." !.

                                 *
      "  માને પડોશી પાસેથી સુરેશભાઈનાં ઘરની ચાવી લઇને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો! માન પોતે નાનો હતો ત્તયારે અવાર  નવાર  સુરેશઅંકલ જોડે આવતો હતો .તેંને રાજ જોડે બહુ જામતુ હતુ ,પોતાના ઘરનાં વાતાવરણ કરતાં એને સુરેશ અંકલ ને ત્યાં વધું ગમતું હતુ ...પોતાની યાદો તાજી કરતો એ ઘરમાં પ્રવેશ કરે છે!!".
  ' સરલા આંટી પોતાને રાજ કરતાં પણ વધું પ્રેમ આપતાં હતાં અને રાજ હંમેશા એ બાબતે મારા પપ્પા જોડે ફરીયાદ કરતો રહેતો..'માનને આ બધી યાદો યાદ આવતાં તેનાં મોઢા ઉપર એક આછી સ્માઈલ આવી ગયી'.
     આજુ બાજુ નજર કરી તો સામે ટીવી નાં ટેબલ પર માનસીનું પર્સ પડયું હતુ ,પર્સ ખોલી ને માનસી નો મોબાઇલ બાહર કાઢ્યો અને પર્સની બાજુમાં પડેલી લેપટોપ ની બેગ પર તેની નજર ગયી .અનાયાસે તેને ખોલી ને જોવાનું મન થયું...
માન તને આવુ નાં શોભે !! તુ બીજાની પર્સનલ વસ્તુ ને હાથ લગાવા અહી નથી આવ્યો.. માન મનમાં પોતાની જાત જોડે સંવાદ કરીને બેગ પાછી મુકી દે છેં ને મોબાઇલ ખિસ્સા મા મુકી ને દરવાજો બંધ કરીને બાહર નીકળે છેં ..!!
  
                            *
       માનસી ને તમે મળી શકો છો તેં ભાનમાં આવવાની કોશિશ કરી રહીં છેં ...ડૉક્ટર જોશી સુરેશ ભાઈ ને અંદર બોલાવે છેં .
'  બન્ને અંદર જાય છેં ,માનસી ને જોતાં બન્ને જણ ને પોતાની દિકરી યાદ આવી જાય છેં જે આવી જ હાલત મા મૃત્યુ પામી હતી .તેથી બન્ને જણા માનસી ને સાજી કરવામાં મા પોતાનુ બહુમૂલ્ય યોગદાન આપવા સમર્થ હતાં.!'..
   માનસી ની આંખો સુજી ગયી હતી ,સહેજ ખુલી આંખોથી સરલાબેન અને સુરેશ ભાઈ ને જુવે છેં તેંની આંખોમાં હજી અંધકાર હોય છેં ,ઓપરેશન ને કારણે પેટના ભાગે દુઃખાવો થતો હોય છેં ,હાથમાં ખૂનના બૉટલ ચાલુ હોય છેં માનસી નાં પગ મા ફેકચર થયેલું હોવાથી જમણા પગ પર પાટો બાંધેલો હોય છેં..."
        'સરલાબેનથી માનસી ની આવી હાલત નાં જોવાતા તેં ઝડપથી બાહર નીકળી જાય છેં "...! સુરેશભાઈ થોડી વાર માનસી પાસે બેસે છેં અને માનસી નાં પતિને આવી વાત કેમ પહોંચાડવી તેની વ્યથા તેમને કોરી ખાય છેં અંદર ને અંદર..'

               માનસી ભાનમાં આવતાં પોતાની સાથે જે કાંઇ પણ બન્યુ તેં વાત નર્સ તેને સમજાવે છેં .સુરેશભાઈ ને બેન બાહર હોય છેં તો માનસી પોતાની સામે આવેલી પરિસ્થિતિ સામે કેમ લડવું એની મનોમન તૈયારી કરી લે છેં.નર્સ ડ્રેસિંગ કરાવીને બાહર જાય છે ,જતાં પહેલાં માનસી ને અરામ કરવાની સલાહ આપતી જાય છેં..."!
   ..'.માનસી છત ઉપર નજર સ્થિર કરીને મનોમન માન ની માફી માંગે છેં ...'sorry માન હુ તારા એક બાળકને નાં બચાવી શકી..? અનેં માન તારું એક બાળક મારી સાથે છેં તેને હુ બેસ્ટ ટ્રીટમેન્ટ આપીને એને બચાવીશ..'
માનસી તુ કેમ ભૂલી જાય છેં કે તારી આવનારી જિંદગીમાં આ બાળક બરબાદી નું કારણ બનશે ??..
આમ પણ યે જીવશે તો નીતા દી નું જ સંતાન બનશે!" ... પોતાના  મનમાં અનેક પ્રકારના સવાલોથી ગેરાયેલી હતી અનેં દવાઓની અસરને કારણે ક્યારે તેને ઊંગ આવી ગયી તેની ખબર પણ ના પડી.."!

                                *
   
              સાંજે સુરેશ અંકલ ને સરલાબેન માનસી પાસે બેઠા હોય છેં ,માનસી નાં કહેવાથી સુરેશ ભાઈ તેનાં પરિવાર વાળા ને જાણ કરવાની જીદ છોડી દે છેં ,માનસી બંનેને સમજાવે છેં કે, નસીબમા નક્કી કરેલું બધાને ભોગવવું જ પડે છેં અને અંકલ મારી સાથે જે થયુ એમા કદાચ ઈશ્વરે મારા માટે કાંઈ સારુ નક્કી કરેલું હશે!!!... અનેં મારા જોડે જે થયુ એમા મારા પરિવાર ને હુ સમય જોઈને કહી દઈશ અત્યારે હુ સક્ષમ નથી તેમની હાલત ને ટેકો આપવા ..!!..
   '  માનસી ની વાતોથી બને જણા તેણી જોડે સંમત  થાય છેં.'...!!!

           રાતનાં આઠનાં ટકોરે નેહા હોસ્પિટલ આવી પહોચે છેં ને તેં બાહર receptionist ને પૂછી ને માનસી નાં રૂમમાં જાય છેં ...
             " આ બાજુ ડોક્ટરે જે માનસીના જુના રિપોર્ટ પાછા માનસીને આપવા જતા હોય છેં તો એક વાર એને ખોલીને નજર કરે છેં તો માનસી નાં રિપોર્ટમા ક્યાંય પિતાનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો ..એમા ફક્ત માનસી નાં નામનો જ ઉલ્લેખ હતો .ડોક્ટરને વધું આઘાત જનક એ લાગ્યું કે,માનસી પરણિત સ્ત્રી છેં અને તેનો પતિ આર્મી ચીફ છેં તો બાળક નાં પિતાનો સમાવેશ એકેય રિપોર્ટ મા કેમ નથી.."???
    ડૉક્ટર આ બાબતે ચર્ચા કરવા માટે ઉચિત એકજ વ્યક્તિ લાગ્યું. જે ડોક્ટરની આંખો ઓળખી ગયી હતી માનસી ની આટલી હદ સુધી તેંની ચાકરી કરનાર વ્યક્તિ ને .આ બાબતે ચર્ચા તેની સાથે જ કરવી જોઇયે અને મારે માનસીના રિપોર્ટ બનાવવા મા તેનાં પિતાનું નામ અનિવાર્ય છેં .માનસી ને આવી હાલત મા આ બાબતે ચર્ચા કરવી યોગ્ય નથી અનેં સુરેશ ભાઈ તો આ બાબતની જાણ નહીં હોય તેમણે તો મને કહ્યુ હતુ કે માનસી ને હુ જાણતો નથી સરખી રીતે એને તો બસ મારી દિકરી જેવી લાગી તો આ હાલત મા મારા ઘેર લાવ્યો હતો..."
      " ડૉક્ટર જોશી  બધી વાતો સમજી ને માનનો કૉલ ડૉક્ટર પાસે આવ્યોઃ હતો તેં નંબર પર રીટર્ન કૉલ કર્યો..."!

                        *
      માન ઓફિસથી આવતાં વધું પડતાં કૉલને કારણે મોબાઇલ ઓફ કરીને પાછળના ચાર કલાકથી એકલો શહેરથી દુર એક શાંત જગ્યા પર  ગાડી પાર્ક કરીને અંદર એકલો બેઠો હતો ...માનસી ની ચિંતા અને તેનાં લગ્ન થયી ગયા એ બાબત તેને વધું ને વધું પરેશાન કરતી હતી ...અને તેનું મન વિચારો નાં ચગડોળે ચડી ગયું હતુ અનેં તેંને વિચારો નાં કારણે ઊંગ આવી ગયી હતી..!
                   માનસી નો મોબાઇલ માનનાં ખિસ્સા મા હતો તેનામા msg ટોન વાગતા તેંની ઊંગ ઊડી ગયી અને તેં પાછો પોતાનો રૂમાલ કાઢીને મોઢું લૂછી પાણી પી ને ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો..તેને યાદ આવ્યુ કે,મોબાઇલ તો સરલા આંટી એ મંગાવ્યો હતો...!

       '  માન એ મોબાઇલ બાહર કાઢ્યો, માનસી નાં મોબાઇલમા આવેલો msg તેનાં એકાઉન્ટ મા સેલરી આવી ગયા નો હતો ..માન મોબાઇલ બંધ કરી છેં ..'!.
      "ઑફો ...મોમ જોડે  આજે મને  મંદિરે દર્શન માટે જવાનું હતુ તેં મારી વાટ જોતાં હશે, બહુ લેટ થયી ગયું છેં ને મારો મોબાઇલ પણ ઓફ છેં ,માને જલદી થી મોબાઇલ ઓન કર્યો...  મોબાઇલ મા જોયું તો મોમ નાં ચાર કૉલ અનેં ડૉક્ટર જોશીના દસ મિસકૉલ . ડૉક્ટર જોશીના આવડા કૉલ માનને માનસી ની હાલત ગંભીર તો નહીં હોય ને એવો વિચાર આવતાં તેં ડૉક્ટર ને કૉલ જોડ્યો...???? સામે છેડે રિંગ વાગતી રહીં...!!!"
       
    વધું આવતાં અંકે...

શુ માન ને માનસી ની સચ્ચાઈ ની ખબર પડશે? શુ નેહા માનસીને જણાવી શકશે કે તેણી માન જોડે વાત થયી છેં તેં?
ડૉક્ટર ની વાતોની માન પર શુ અસર થશે ...????
....જાણવા વાંચતા રહો  પ્રેમની પરિભાષા ...!