દિવાળી-full package અહીં full-package એટલે કે આ તહેવાર માં બધીજ જાત ની વસ્તુઓ કે ક્રિયાઓ થતી હોય છે.શ્રમ,પૂજા,મસ્તી,મળવું,હરવું-ફરવું,વગેરે.શ્રમ એટલે દિવાળી પહેલા જે ઘર ની સાફ સફાઈ માં તમારે બલિદાન આપવું પડે એ.પૂજા માં ચોપડા પૂજન આવી જય અને ખાસ કરીને ધનતેરસ માં ધન ની પૂજા કરીયે છે એ.મસ્તી એ આપણે દિવાળી માં મિત્રો સાથે ફટાકડા ફોડતા કરીયે એ.અને હા આ મસ્તી માં અમે કાળો ઇતિહાસ ધરાવીએ છીએ??.મળવામાં આપડે નવા વર્ષે મળીયે એ.અને મને ગમતો દિવાળી નો મુખ્ય ભાગ એ છે દિવાળી વેકેશન.એમાં ખાસ કરીને હરવા ફરવા ની એક અલગ જ મોજ હોય છે.આમ આ બધી વસ્તુઓ ને આવરી લે છે આ તહેવાર.
આમ જોવા જઈએ તો દિવાળી ની ધમાલ મહિનો કે ડોળ મહિનો પહેલાં જ ચાલુ થઈ જતી હોય છે.કપડાં ની ખરીદી કહો કે ઘર માં કંઈક વસ્તુ ખૂટતી હોય એની ખરીદી કહો.અને આ ધમાલ માં ઘર ની સાફ સફાઈ તો ખરી જ.આ સફાઈ માં મમ્મી કહો કે પપ્પા બધા સાથે મળીને કરતા હોય છે.કોઈ માળિયા પર ચઢે તો કોઈ દિવાલ સાફ કરે તો કોઈ બારી બારણાં સાફ કરે.અને હા જો તમે બે ભાઈઓ માં મોટા ભાઈ હોવ તો આ સફાઈ અભિયાન માં તમારે બળજબરી પૂર્વક સક્રિય ભાગ લેવો પડે.મારા અનુભવ પરથી કહું તો નાના ભાઈને કંઈક કામ સોંપો તો તે કા તો કામ અધૂરું કરે કે તો આખું કામ બગાડે.એટલે મમ્મી ને ભી એના પર જજો વિશ્વાસ ન હોય એટલે અગત્ય ના કામ આપડે જ કરવા પડે.પણ ઘણીવાર સફાઈ કરતા કરતા કોઈક જૂની વસ્તુ મળી જતી હોય છે જેને સાથે આપણી બાળપણ ની યાદો જોડાયેલી હોય તરતજ મન માં એ વસ્તુ ગાળેલો સમય મન માં તાજો થઈ જાય.
દિવાળી ના કુલ પાંચ દિવસ-વાક્ બારસ,ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,અને નવું વરસ.ઘણા લોકો વાક્ બારસ ને વાઘ બારસ કહેતા હોય છે અને ઘણા ખરા તો વોટ્સએપ કે ફેસબુક પર વાઘ ના ફોટો મૂકી ને શુભેચ્છાઓ આપે.પણ અહીં વાક્ એટલે વાણી અને વાણી એટલે સરસ્વતી.કોઈ તમારા માં કળા કે શોખ હોય એનો આ દિવસ.એટલે માં સરસ્વતી નો દિવસ.જેમને માં સરસ્વતી ના આશીર્વાદ મળેલા હોય છે એ લોકો ને જીવન માં ક્યારે ય નમતું જોવાની જરૂરત હોતી નથી.
પછી આવે ધનતેરસ એટલે આરોગ્ય ની દેવી ધન્વંતરિ ની પૂજા નો દિવસ.આમ જોવા જઈએ તો આપણે આ દિવસ એ ધનની પૂજા કરતા હોઈએ છીએ.પણ જો તમારું આરોગ્ય સારું રહેશે તો જ તમે તમારું ધન વાપરી શકશો નહીં તો આ બધું જ નકામું છે.એટલે આરોગ્ય ની સંભાળ પણ આગત્ય ની છે.
હવે આવે ત્રીજો દિવસ એટલે કાળીચૌદશ.માં મહાકાળી નો દિવસ.માં મહાકાળી એ પરાક્રમ ના દેવી.પરાક્રમ એટલે હિંમત,આત્મવિશ્વાસ.જીવન માં સફળતા મેળવવા માટે તમારામાં આત્મવિશ્વાસ અને હિંમત બંને હોવા જોઈએ.આ દિવસે અપને અડદ ના વડા અને તીખી પુરી બનવતા હોઈએ છીએ.હનુમાન દાદા નું ભી આ દિવસ એ બહુ મહત્વ છે.
ચોથો દિવસ એટલે દિવાળી.ભગવાન શ્રી રામ લંકાનરેશ રાવણ નો સંહાર કરીને સીતા માં ને લઇ ને અયોધ્યા પરત ફરે છે ત્યારે આ દિવાળી ઉજવાય છે.દિવાળી ના દિવસે પૂજા થતી હોય છે લક્ષ્મી ની.દિવાળી પર વિવિધ જાત ના ફટાકડા ફોડતા હોઈએ છીએ.અને દિવાળી એટલે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષ નો છેલ્લો દિવસ.
કારતક સુદ એકમ એટલે નવું વર્ષ.આપડે બધા પોતાના મિત્રો,સ્નેહીજનો,શુભ ચિંતકોને મળીને નવા વર્ષ ની શુભ કામનાઓ પાઠવતા હોઈએ છીએ.અને કહી શકાય કે એક પ્રકાર ની get to gather હોય છે.અમારા ગામ માં મંદિર માં અન્નકૂટ ભરાતો હોય છે એટલે ગામ ના બધા લોકો ત્યાં મળે.નવા વર્ષે આપણે ઘણા નવા સંકલ્પ લેતા હોઈએ છીએ જેવા કે હંમેશા નિયમિત રહીશ,હંમેશા વહેલા ઊઠી જઈશ,પછી કસરત કરવા ના સંકલ્પ લેતા હોઈએ છીએ પણ આ સંકલ્પો વધુ માં વધુ એક કે બે દિવસ માં ભુલાઈ જતા હોય છે.
ખરેખર જો તમે આ પાંચ દિવસો નો સરખો અભ્યાસ કરીને મહત્વ સમજો તો આ પાંચ દિવસો જીવન જીવાની પાંચ રીતો સમજાવતા હોય છે.એમ આ દિવાળી નો તહેવાર આપણે સંદેશો આપે છે.સાહસ,પરાક્રમ,આત્મવિશ્વાસ,શ્રમ નું મહત્વ એ આ તહેવાર સમજાવે છે.