tea stoll in Gujarati Love Stories by Janu Panchal books and stories PDF | કિટલી

Featured Books
Categories
Share

કિટલી

                                      કિટલી
  “સાહેબ, હવે એ મૅડમ નો આવે એ તો એના ગામ વયા ગ્યા”
  “ના,ના હુ કાઇ એને નથી ગોતતો, આજ ચા મા મજા ના આવી ખાંડ ઓછી હતી”
  “રોજ આવી જ હોય છે સાબ, આજ ઓછી લાગી હસે”
  “આ લે આજ ના” મે રૂપિયા આપ્યા, એજ ખાલિપા સાથે બહાર નિકળ્યો. વાત જાણે આમ હતી.આજ થી ૨ વર્ષ પહેલા.....

    “ઓહ... સૉરી”  અને એણે કિટલી મા થી ચા ધોળી મારા પર, કપડા પર પડી મને દઝાયુ નહી એ સારુ હતુ અને કૉલેજ થી એમ પણ ઘરે જ જતો હતો આ તો જરાક મિત્રને ચાનો શોખ, બાકી મે હજી ચા નથી પીધી.
     “મૅડમ એ ચા ધોળી, એને પણ હક જ નો વળે ઉતાવળ જ હોય રોજની.સાહેબ.દઝાણુ તો નથી ને?”  
         “નૉ, ઇટ’સ ઓકે. આઇ’એમ ફાઇન” અને મારી નજર તેના પર પડી. નામ કોને ખબર હતી અને અયા પુછવુય કોને હતુ બસ એના ચા પિવાની રીત ગમી ગઇ મને,દરેક ચુસકીમાં ચા નો અનેરો આનંદ માણવાનો અને વાતો કરવાની. લગભગ અયા ઇના શિવાય કોઇ જ છોકરી નઇ આવતી હોય.રોજ નો આ ક્રમ હતો એ ચા પિવે હુ ઇને જોયા કરુ: આજુ-બાજુ નુ ક્યા ભાન હોય ઇને.
         આજ તો મે પણ ચા મંગાવી, હા મારી પહેલી ચા આજે હુ એટલો હતો એ પણ એટલા. લારીની ચા હતી આ કોઇ કૅફૅ નહતો મે બાઇક ને અડીને ઉભા ઉભા જ ચા પિવાનુ શરૂ કર્યુ પહેલી ચુસકી લિધીને...આય.. બવ ગરમ છે. બોલાયુતો નઇ પણ મારા ચહેરાના ભાવ જોઇને એને હસવુ આવ્યુ મે થોડા વટમાં ફરી ચુસકી લિધી અને સામે થી આંખનો ઇશારો થયો ધીરે પિવાનો.હુ મારી ચા પતાવીને નિકળી ગયો.  
          એ રોજ આવતી હુ રોજ જતો હા એના માટે આ બસ ચા પુરતુ હતુ અને મારા માટે હુ અને ચા એના થઇ ગયા હતા. અયા હૉસ્ટેલમાં રહેતી વેકેશન માં ના આવે તો પણ હુ એની વાતો ને વાગોળવા ત્યા જતો. હા, ક્યારેય વાત કરવાની હિંમત ના કરી અને નામ પણ ના પુછ્યુ. ખાલી આ ગલ્લા વાળાને ખબર પડી ગઇ બાકી અહેસાશ તો એને પણ નહતો થાવા દિધો.
          ૧૫ પુરા ૧૫ દિવસ પછી આવી એ અટલી જ હતી. એટલા પણ કોઇ આમ ખુશ રહે ખરુ સદાય હસતી જ હોય ના કોઇ ચિંતા ના કોઇ ઝંઝટ. બસ ૬:૨૦ થાય એટલે ચા પિવાની વાતો કરવાની અને હોસ્ટેલ પહોચી જવાનુ. હોસ્ટેલ ક્યા હતી એ પુછવાની પણ ટ્સ્દી નહતી લિધી મે એક દિવસ તે મારી પાસે આવી.
     “hey, what’s your name ?” 
     “Deepak”
     “Ohh Dip’s, well I think you also love tea? But I have a question, if you don’t mind?
     “Yaa sure, I have don’t mind, you can say anything”
     “ You can reach at home around 5 to 10 min, so why are you preferred that tea ? I mean ઘરે જઇ ને પણ પિવાયને!”
     “Doesn’t metter but I just Love this test of tea”
     “whatever, bye nice to meet you” એ તો વઇ ગઇ પણ આ ચા મારા હાથમાં આમ જ થીજી ગઇ.  
           બસ આ એક જ મુલાકાત આમ તો મુલાકત પણ ના કહેવાય અને એ ગઇ હજી આવી નથી અને હવે ક્યારેય આવશે પણ ? ખબર નઇ. હજી હુ આવુ છુ હવે જૉબ પર થી આવુ છુ. ૬ મહિના થશે હજી અયા આવે છે એની મીઢી મહેક એના પાયાલનો રણકાર એના ચા ની ચુસકીનો સ્વાદ અને એની ચમકતી આંખોનો પ્રકાશ. અનાયાશે જ મળ્યો અને આડત બની ગઇ ના હ હુ ચાની વાત કરુ છુ હજી મને પ્રેમ..... ના હુ ખરેખર એની જ રાહ જોવ છુ ત્યાર સુધી જોઇશ જ્યા સુધી એના જેવુ ચા નુ લવરિયુ ના મળી જાય.