Shikhagraha - Tari Mari Vachche... in Gujarati Short Stories by Vrunda books and stories PDF | શિખાગ્રહ - તારી મારી વચ્ચે...

The Author
Featured Books
Categories
Share

શિખાગ્રહ - તારી મારી વચ્ચે...

સુવિકસિત શહેર ની અત્યંત આધુનિક સોસાયટી ની આ વાત છે, થોડા સમય પેહેલા કે અમુક સમય પછીની નહીં પણ હમણાંની જ વાત છે.

એક સોસાયટીમાં હસમુખ ભાઈ અને મનીષ ભાઈ બાજુ-બાજુ માં રહેતા હતા. બંન્ને નો સ્વભાવ ખૂબ સરળ અને મીલનસાર હતો. બંન્ને ના પરિવાર પણ એકબીજા સાથે એટલા ભધાં ભળી ગયા હતા કે લોકો કેહતા "આ બન્ને ગયા જનમ માં ભાઈઓ હશે." હસમુખ ભાઈ અને મનીષ ભાઈ બન્ને નો સવ્ભાવ અને શોખ મહત્મ અંશે મળતા આવતા. એમાંથી એક શોખ બન્ને નો એકદમ જ અનોખો હતો. બંને ને ઘણી બધી જાતના અલગ-અલગ પક્ષીઓ ઘરમાં પાડવા હતા. આ વિષય ની ચર્ચા પણ ઘણી વાર કરતા.

એક દિવસ બંને જણા નિર્ણય કરી પોપટ લઈને આવ્યા. બન્ને ખુબ ઉત્સાહમાં હતા, બન્નેએ ખુબ સુંદર પાંજરા લીધા અને ઘરે આવીને પોપટના પાંજરા ને ઘરના આંગણા માં સજાવી દીધું.

બધા લોકો કેહતા "આમના પોપટ પણ હવે તો મિત્રો બની જશે. "

સમય વીતવા લાગ્યો, હસમુખ ભાઈ એના પોપટ ને વધારે સમય તેના પાંજરા માંથી મુક્ત રાખતા, તેમનો પોપટ ઘરમાં આઝાદી થી ઉડતો, ઘણી વાર આસ-પાસ માં પણ ઉડતો પણ છેવટે પાછો આવી જતો. તેના પોપટ ને જોઇને બધા કેહતા "હાસમુખ ભાઈ ને પોપટ ની પરવા જ નથી, પોપટ બિચારો ગમે ત્યાં ઉડતો હોય છે. ક્યારેક ઉડી જશે તો ક્યારેય પાછો નહિ આવે. “ઘણા તો એવું પણ કેહતા "આમ ઉડવા જ દેવો હતો, તો પોપટ ને પડ્યોજ શું કામ? “હસમુખ ભાઈ નો પોપટ કઈ બોલતો પણ નહતો, આથી લોકોને વાત કરવા નો હજી એક મુદ્દો મળી રેહતો. લોકો કેહતા "પોપટ લાવી ને બસ મૂકી દીધો, એને આપણી રીત-ભાત પણ શીખવતા નથી." આ બધી વાતો હસમુખ ભાઈ ના કાને આવતી, પણ તેઓ મન ઉપર ક્યારેય લેતા નહી, તેમનો અને પોપટ નો ખુબ સારો સંબંધ બંધાઈ ગયો હતો. સવાર માં ઉઠી ને હસમુખ ભાઈ તૈયાર થતા હોય, ત્યારે બાજુ માં એક ટબ માં પોપટ માટે પણ પાણી તૈયાર કરવામાં આવતું, પોપટ એની રીતે નહાતો, હસમુખ ભાઈ ની આસપાસ ઉડતો, બાળકો સાથે રમતો, તેમની પત્ની ના તો ખભા ઉપર બેસી જતો. આ પોપટ તેમના પરિવાર નો એક સદસ્ય હતો.

બીજી તરફ માનીશ ભાઈ નો પોપટ આખો સમય પાંજરા માં રેહતો, તેને મનીષ ભાઈએ ખુબ બધું બોલતા શીખવાડ્યું હતું જયારે તે નાના બાળકો ને જોતો ત્યારે "બિટ્ટુ-બિટ્ટુ" ની બુમો પાડતો. કોઈ વડીલ મિત્ર ને જોતો તો "સીતારામ" બોલતો તેને જોઇને આસ-પાસ ના લોકો કેહતા, "મનીષભાઈ નો પોપટ ટ્રૈન થઇ ગયો છે..."

આમ ને આમ સમય વીતવા લાગ્યો. બન્ને ના ઘરે પોપટ આવ્યા ને છ-આઠ મહિના થઇ ગયા. હસમુખ ભાઈ નો પોપટ ખુબ મોજ થી રેહતો, હવે તો ગ્રાઉન્ડ માં જ્યાં બાળકો રમતા ત્યાં જઈ ને ઉડતો, સોસાયટીના વૃક્ષો ઉપર બેસતો અને સમય આવ્યે પાછો આવી જતો અને પોતાના પાંજરામાં જતો રહેતો.

જ્યારે મનીષભાઈ નો પોપટ સમયની સાથે થોડો બીમાર રહેવા લાગ્યો, પહેલાની જેમજ બોલતો અને ખાતો-પીતો, પણ તો પાંજરામાં પણ ઉડતો નહતો. તેને જોઈને આસ-પાસ ના લોકો કેહતા "મનીષભાઈ ને પોપટ નું ધ્યાન રાખતાંજ ના આવડ્યું, હસમુખ ભાઈ નો પોપટ જુઓ, કેવો સરસ રમતો હોય છે..."

મનીષભાઈ એ ખૂબ પ્રયત્ન કર્યા, ડોક્ટર ની સલાહ પણ લીધી, ત્યારે ડોક્ટર એ કહ્યું "મનીષભાઈ, તમારા પોપટ ને કોઈ બીમારી નથી, પણ તે હવે આવી રીતે રહેવા માટે ટેવાઈ ગયો છે. હવે તેને ઉડવું પસંદ નથી અને તે ઉડવા માંગતો પણ નથી !"

આજે પણ બંને ઘરમાં પરિસ્થિતિ આવીજ છે. આસ-પાસ ના લોકો બંને તરફ ની વાતો કર્યા કરે છે. ફરક માત્ર એટલોજ છે, કે હસમુખભાઈ નો તેના પોપટ સાથે નો સંબંધ પ્રેમ નો છે, જ્યારે મનીષભાઈનો તેના પોપટ સાથે નો સંબંધ ફરજ નો છે, બાકી આજે પણ બંને પરીવારો એટલાજ પ્રેમથી રહે છે.

બોધ : કોની સાથે કયો સંબંધ બંધાયએ નસીબ ના હાથ માં છે પણ તે સંબંધમાં પ્રેમ રાખવો કે ફરજ એ આપડા હાથ માં હોય છે.