unconditional love 7 in Gujarati Love Stories by Radhi patel books and stories PDF | અનકંડીશનલ લવ - 7

Featured Books
Categories
Share

અનકંડીશનલ લવ - 7

Radhi Guajarati
                         Unconditional love 
Part 6
આગળ જોયું. ....
નિશીત આવી ને આકાશ ને પકડે છે અને ગુસ્સા મા કહે છે કે તને બધી ખબર હતી તો પણ કાંઈ ના કીધું... 
"અરે પણ શું થયું છે આમ કેમ મને પકડે છે...?" આકાશ એ નિશીત ને પૂછ્યું..... 
"નાટક ના કર તું આમારો ફ્રેન્ડ છે મને એવું હતું પણ તું તો એક ગદાર નીકળ્યો તને બધી વાત ની ખબર હોવા છતાં પણ તે મને વાત ના કરી કેમ આકાશ કેમ?"  નિશીત નો ગુસ્સો સાતમા આસમાને ચડવા લાગ્યો હતો.... 

" નિત્ય અને પલ તો ખાલી વિચાર જ કરી રહીયા હતા કે આ શું થઈ રહ્યું છે, નિશીત પેલા તો તું છોડ અને મને વાત કર થયું છે શું? "નિત્ય એ આકાશ ને છોડાવ્યો અને નિશીત ને શાંત પાડયો.. 

" હવે બોલ શું થયું છે.. કેમ આટલો ગુસ્સા મા છે." નિત્ય બોલ્યો. 
"આકાશ બોલાવ ચાલ જીયા ને...મારે તેની પાસે થી સવાલો નાં જવાબો જોતા છે..... "નિશીત એ આકાશ ને ગુસ્સા મા કહ્યું... 
આટલું સાંભળતા આકાશ અને પલ ના પગ નીચે થી જમીન ખસી ગઈ...  એક વાત છે કે હજી નિશીત ને એ નથી ખબર કે આમાં પલ પણ સામેલ છે..  અને નિત્ય ને ઝટકો લાગ્યો... 
" જીયા! નિશીત જીયા અહીંયા ક્યાથી હોય તને કાંઈક ભૂલ થઈ લાગે છે... "નિત્ય થોડા આશ્ચર્ય અને હેરાની ના મિશ્ર ભાવ સાથે બોલ્યો.... 
"આપણે તો જાણતા જ નથી પણ આકાશ જરૂર જાણે છે ચાલ બોલાવ તેને..." નિશીત એ કહ્યું... 
આકાશ થોડી વાર એમ જ ઊભો રહી ગયો તેને જરા પણ વિચાર નોહતો કે અહીંયા થી બધી ખબર પડશે....... 
" ઊભો શું છે તમે બને પકડાઈ ગયા છો ચાલ બોલાવ તેને..." નિશીત એ થોડા કડક અવાજે કીધું એટલે હવે આકાશ પાસે બીજો કોઈ વિકલ્પ નોહતો સિવાઈ કે જીયા ને હાજર કરવા... 
"હલ્લો, જીયા તું જલ્દી ઘરે આવી જા અહીંયા એક પ્રોબ્લેમ થઈ ગઈ છે..." 
"શું થયું પેલા લોકો ગયા? મને ખબર છે ત્યાં સુધી હજી એ લોકો છે અહીંયા... "જીયા બોલતી હતી ત્યાં અચાનક નિત્ય એ આકાશ પાસે થી ફોન ખેંચી લીધો... 
"અહીંયા જ છીએ અને તારી પાસે થી જવાબો લઈ ને જ જઈશું હવે તું ઘરે આવે છે કે નહીં એ કહી દે... કહી નિત્ય જીયા ને જલ્દી ઘરે બોલાવી.... 
*****************
થોડી વાર મા જ ઘરે ડોર બેલ વાગી.. 
"પલ જા તારી બેસ્ટ ફ્રેન્ડ આવી છે દરવાજો ખોલ... " નિશીત એ થોડી ચીડ સાથે આકાશ તરફ જોયું અને પલ ને કહ્યું.... 
પલ એ દરવાજો ખોલ્યો.... 
જીયા ને જોતા બધા સત્બધ થઈ ગયા... 
નિત્ય તો જીયા ને ઓળખી પણ ના શકીયો... નિત્ય શું નિશીત અને પલ પણ થાપ ખાઇ ગયા.... 
જીયા ને જોતા જ બધા નાં મન નો ગુસ્સો કાંઈક જતો રહીયો... પલ જીયા ને ભેટી પડી અને જીયા ના મોં માંથી ડુ્‌સ્કું નીકળી ગયું... બને રડી... 
મિત્રતા એક જ એવો સબંધ છે જે મા આપણે હમેશાં સ્વતંત્ર હોઈએ છીએ... જ્યારે ઈચ્છા પડી ત્યારે હસી લીધું,જ્યારે ઈચ્છા પડી રડી લીધું,જ્યારે ઈચ્છા પડી ગાળ આપી દીધી.. તમે જો સાચે જ તમારું જીવન જીવતા હોય તો એ મિત્રો ની સાથે..... 

નિત્ય ની આંખો ભરાઈ આવી.... અને નિશીત તો બસ આકાશ સામે જ જોયા કરતો હતો... ગુસ્સા થી,ધીકાર થી.. 
પલ જ્યારે જીયા ને જોઈ તો તેને પેલા વાળી જીયા નજર સામે તરવા લાગી... આ જીયા મા અને પેલી જીયા મા જમીન આસમાન નો ફરક હતો... 
હવે જીયા ના વાળ ખાલી ખભા સુધી જ પહોંચતા હતા, તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા, તેની કમર પેલા કરતા પણ વધારે પાતળી લાગતી હતી જે રુપ જોયું હતું નિશીત એ જીયા મા તેમાં થી કઈ જ હતું નહીં.. 
પેલા કોઈ ને સમજ મા જ ના આવ્યું કે શું બોલવું... 
પછી અચાનક જીયા બોલી... "બોલો જલ્દી શું કામ બોલાવી છે મને અહીંયા..." 
હવે નિશીત થી ચૂપ રેહવાઈ તેમ ના હતું અને અંતે નિશીત એ તેની ચુપી તોડી..... 
"આરતી કરવા તો બોલાવી નથી ને..." નિશીત એ મોટા અવાજે કહ્યું... 
જ્યારે આપણે આપના પ્રેમ થી ગુસ્સે હોઈએ તો એ ગુસ્સો અંદર થી માણસ ને કોરી ખાઈ છે... અને જ્યારે એ સામે આવે તો તેને મળ્યા ની ખુશી કરતા છોડી ગયા ની ફરિયાદ વધારે હોય છે અને એટલા માટે પેલા ફરિયાદ અને ગુસ્સો જ નીકળે તેના પર..... 
" હા તો બોલ ને શું કામ બોલાવી છે... અને આમ બૂમો પાડવાનું બંધ કર તે જ બોલાવી એટલા માટે આવી છું જાતે નથી આવી તારી આ બૂમો સાંભળવા....." જીયા ના આવા જવાબો સાંભળી નિત્ય અને પલ અવાચક થઈ ગયા, કોઈ દિવસ જોર થી નહી બોલવા વાળી જીયા આવા જવાબો આપે છે... 
પણ નિશીત ને નવાઈ ના લાગી... 
" કેમ આવી ગઈ અહીંયા મને કિધા વગર.... "નિશીત એ પેલો જ સવાલ કર્યો.... 
જીયા થોડી વાર કઈ ના બોલી પછી 
" બસ કંટાળી ગઈ હતી તારા થી અને પ્રેમ થી નોહતું રેહવું તારી સાથે મારે...." જીયા બોલી... 
 " જૂઠું બોલ તો સાચું લાગે તેવું બોલ...બંધ કર તારા ઢોંગ અને પેલા જેવી મારી જીયા બની જા please" નિશીત આટલું બોલતા બોલતા તો જમીન પર ફસડાઈ પડયો... તે થાકી ગયો હતો બધા લોકો સાથે લડી લડી ને... દિવસ ઉગતા ની સાથે પોતાની જાત સાથે લડતો... મમ્મી અને પપ્પા ના વિચાર સાથે લડતો અને હર એક સેકંડ પોતાના હૃદય સાથે લડતો શ્વાસ માટે....
આપણે જેને આપની લાઇફ મા જગ્યા આપી અને પછી અચાનક તેના થી દૂર રેહવા નું થાય તો તે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેની સાથે રેહવા ની ચાહના વધારે હોય અને એ જ સાથે ના હોય એ દુઃખ જેને અનુભવ કર્યો હોય તેને જ ખબર હોય તેને કોઈ શબ્દો મા વર્ણવી ના શકાય... 

નિત્ય તેની પાસે જવા આગળ ચાલ્યો તો પલ એ રોકી લીધો અને બોલી  "રડવા દે તેને કેટલા સમય થી અંદર જ હતું આજે બહાર આવી જશે મન મૂકી ને રડી લેવા દે..." 

જ્યારે નિત્ય ચાલ્યો ત્યારે જીયા પણ ચાલી અને તેને નીશીત ને સહારો આપ્યો અને તે પણ રડવા લાગી... નીશીત એ જીયા ના છાતી સરસું માથું ચાપી દીધું તેને જીયા ને બને હાથ થી પકડી લીધી.... 

" ના જાણે બન્ને કેટલા સમય પછી રડી રહીયા હશે.."
આકાશ બોલ્યો અને તેની આંખો પણ આંસુ આવી ગયા...

"દુર રે મારા થી કોઈ હક નથી તને મારી પાસે આવાનો અને મને નથી જોતો તારો આશરો..." નિશીત એ જીયા ને ધક્કો મારી દૂર કરી અને જીયા થોડી જમીન પર ફસડાઈ... 

"નિશીત સાંભળી લે પેલા એની વાત પછી કોઈ પણ નિર્ણય લે... "આકાશ એ નિશીત ને કહ્યું.... પણ નિશીત એ તેને ચૂપ કરાવી દીધો... 

" હા બોલ ચાલ શું સાંભળું કેમ તું મને મૂકી ને આવી, કોના કેવા થી આવી, શું કારણો હતા કેમ તે મને જણાવું પણ જરૂરી ના લાગ્યું કેમ કેમ છે જવાબ તારી પાસે કોઈ સવાલ નો... "નિશીત ઉભો થઈ ને જીયા ની લગોલગ આવી ને સવાલ કર્યો.. 

"કાંઈ બીજું નથી પૂછવું... કેમ છે તું, કેમ આવી થઈ ગઈ કે બીજું કાંઈ જ નહી... "જીયા ને રડતાં રડતાં નિશીત ને કહ્યું... 

" હવે તારે કેહવું છે? અત્યારે, હું તને યાદ આવ્યો? ક્યાં હતી અત્યાર સુધી... પહેલાં પણ તું કહીં શકતી હતી..." નિશીત જીયા ને બને હાથ પકડી ને હલાવી.... 
" તું કેમ એવી વાતો કરે છે મને કેમ એમ લાગે છે કે તને બધી વાત ની ખબર છે..." આકાશ એ નિશીત પાસે આવી ને કહ્યું... 
" તું નહીં બોલ વચ્ચે તારી સાથે હું વાત નથી કરતો.. " નિશીત એ આકાશ ને પણ ધક્કો માર્યો..  

" તને કાંઈક થયું છે એ જણાવાણી તારી ફરજ છે અને પછી મારે તારી સાથે રેહવું કે નહી એ નક્કી કરવાનો હક મારો હતો તે આ હક મારા થી છીનવી લીધો......હાં મને બધી ખબર છે..... "નિશીત એ આકાશ સામે જોઈ ને કહ્યું.... 
જીયા અને નિશીત એવું માનતા હતા કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેને સ્વતંત્રતા આપવી જોઈએ કેમ કે સ્વતંત્રતા એવી છે જે બધા ને ગમે જ છે અને જો પ્રેમ સાચો હોય તો તે ગમે ત્યારે પણ તમારી પાસે જ આવશે... 
અને એટલા માટે જીયા અને નિશીત નો સબંધ ખીલેલો હતો... 

"અરે કોઈ મને તો કહો કે શું થયું છે અને વાત શું છે.... " નિત્ય બોલ્યો..... 

" જીયા તું કહે છે? કે આકાશ તું કહીશ? કે પછી હું જ કહી દવ... " નિશીત એ ગુસ્સા થી જીયા અને આકાશ ની સામે વારા ફરતી જોયું..... 

થોડી વાર કોઈ કઈ જ ના બોલ્યું... 
"જીયા તું જ કહી દે... અમે તને ક્યાં ક્યાં શોધી છે તને ખબર છે.... કેમ તું અહીંયા છે બોલ ને, શું અમારા પ્રેમ માં કોઈ ખોટ રહી ગઈ હતી તું બોલ્યા વગર કેમ આવી ગઈ... " નિત્ય એ જીયા ને વહાલ થી પૂછ્યું... 
જીયા રડવા લાગી તેની આંખો બંધ થતી જ નોહતી... 
"ભાઈ" આટલું બોલતા જીયા નિત્ય ને વળગી ને રડવા લાગી.... 
" જીયા શું થયું છે બોલ ને તું આટલું રડે છે નીશીત નવું નવું બોલે છે શું વાત છે મને કહે તારો ભાઈ બધું કરશે તને ખબર છે ને...." નિત્ય એ જીયા ના માથા મા હાથ ફેરવો... અને પોતાના થી અળગી કરી... 

"મને બ્લડ કેન્સર છે......." જીયા બોલી... 
આટલું સાંભળતા તો નિત્ય ના પગ નીચે થી જમીન ખસી ગઈ... 
" શું બોલી, મજાક નથી કરતી ને કેમ આવું બોલે છે...? " નિત્ય એ જીયા ને હલાવી ને પૂછ્યું... 
"નિત્ય, આ સાચું છે અને એટલા માટે જ જીયા અહીંયા આવી હતી તેની સારા મા સારી સારવાર થઈ રહી છે તો પણ ડોક્ટર એ જવાબ આપી દીધો છે..." આકાશ બોલ્યો...
"પણ આવું કેમ બની શકે આને ત્યાં તો કાંઈ પણ નોહતું... " નિત્ય બોલ્યો... તેને પોતાના શબ્દો બોદા લાગ્યા... 
"હવે કદાચ જીયા મા જીવવા ની હામ આવે અને કાંઈક સારવાર અસર કરે... નીશીત વગર તો જીયા એ પેલે થી જવાબ આપી દીધો છે... અને તેના ડોક્ટર એ પણ મને કીધું હતું કે જો જીયા મા જીવવા ની હામ જાગે તો જ જીયા બચી શકે.... તારા વગર જીયા અધમૂવી થઈ ગઈ હતી...." આકાશ નીશીત પાસે આવ્યો અને બોલ્યો પણ નિશીત હજી ગુસ્સે હતો આકાશ થી.... 
આદર્શ તો એ મૈત્રી છે જે મા મોન નું વજન ના લાગે... ઉલ્ટા એ જ સબંધો લાંબા ટકે જેમાં ગૂંગળાવી નખાતા આગ્રહો અને તાણ કે ત્રાગા ના હોય.... 
પરસ્પર સમજદારી સબંધો ને ટકાવી રાખે છે.... જ્યાં વ્યક્તિગત ઓળખાણ નું સન્માન થાય, જેવા છો તેવા જ રહો અને સ્વીકાર થાય.... 
પણ જ્યારે પોતાના જ પોતાને ધા મારે તો વધારે દુઃખે છે અને એટલા માટે આકાશ પર નિશીત ને વધારે ગુસ્સો અવતો હતો.... 
પણ પોતાના સંબંધો રીસાય શકે પણ તૂટી ના શકે.... 
આકાશ ને ખબર હતી કે નિશીત જીયા ને દિલ થી પ્રેમ કરતો હતો અને આ ગુસ્સો એ તેના માટે નો પ્રેમ બતાવે છે નહીં કે મારી સાથે ની નારાજગી.... 
"તો તું અહીંયા કેમ આવી મને કીધું હોતે તો હું તારી ત્યાં જ સારવાર કરાવે અને મારી પાસે જ રાખે તું મારા માથે બોજ નથી....." નિત્ય એ જીયા ને કહ્યું.... 

"કોઈ તેને એમ પૂછો કે એ કિધા વગર કેમ આવી ગઈ અને કોના કેહવા થી આવી ગઈ...." નિશીત એ કહ્યું..... 
"મારી જાતે જ આવી કોઈ ના કેહવા થી નથી આવી.... " જીયા બોલી.... 
" મેં તને પેલા પણ ક્હ્યું કે જૂઠું બોલ તો સાચું લાગે તેવું બોલ... "નિશીત એ ધારદાર નજરે જીયા સામે જોયું.... 
" સાચું બોલી જા જીયા આજે નહીં બોલે તો પસ્તાવાનો વારો આવશે... "આકાશ એ જીયા ને કહ્યું... 
" નહીં નહીં આકાશ તું જાણે છે કે મને કોઈ એ નથી કીધું હું જાતે જ આવી છું... "જીયા આકાશ સામે આંખો કાઢતા બોલી... 
" નહીં આજે તું નહીં કહે તો હું કહી દઈશ પણ આજે તો બધા ને ખબર પડશે જ મને તારી કસમ પણ નહીં રોકી શકે... " આકાશ બોલ્યો... 
" મારે તારી પાસે થી જ સાભળવું છે જીયા તું બોલ સાચું શું છે... અને હવે કોઈ પણ બહાના વગર... મને બધી સાચી ખબર પડી ગઈ છે તું બોલ તારી પાસે થી જ જાણવું છે મારે બધું.... " નિશીત બોલ્યો.... 

થોડી વાર જીયા બોલી નહીં...... 
" જીયા બોલે છે કે હું જ કહું..." આકાશ બોલ્યો... 
" હું કહું છું... "જીયા એ ઊંડો શ્વાસ લીધો અને નિશીત સામે જોયું... 

" હું આ બીમારી ના કારણે તને કોઈ બાળક નહીં આપી શકું અને મારી આ બીમારી ના કારણે તને પણ એ સુખ થી વંચિત કેમ રાખું... તને તો કોઈ સારી જીવન સાથી મળી શકે જે તને બધા જ સુખ આપે..." જીયા નિશીત પાસે ગઈ અને તેની સામે ઊભી રહી સમજાવતી હતી... 

"કેમ મેં તને કહ્યું કે મને બાળક વગર નહીં ચાલે...? 
મેં તને કહ્યું કે તારી આ ખોટ મને દુઃખ આપી રહી છે...? 
મેં તને કહ્યું કે બીજી સાથે હું વધારે ખુશ રહીશ...? 
તે મને પૂછ્યું કે નિશીત તને બાળક વગર ની હું એકલી ચાલીશ કે નહીં... 
તારો હક હતો જણાવાનો અને મારો હક હતો જાણી ને નિર્ણય લેવાનો.... 
સબંધ તો આપનો બને નો હતો તો નિર્ણય લેવાનો હક પણ આપના બને નો હોવો જોઈએ નહીં કે તારા એક નો... તો પછી તું એકલી નક્કી કેમ કરી શકે બધું..... "નિશીત એ જીયા ને ક્હ્યું... 
" મેં  તને પેલા પણ કીધું હતું જાણી લે મારા ભૂતકાળ વિશે પણ તે કેમ ના સાંભળું મારું... "જીયા બોલી... 
" શું કામ પણ, મને જરૂર નથી અને હું હજી કહું છું મને જરૂર નથી... કદાચ તારા ભૂતકાળ મા કોઈ સબંધ હોય તો પણ i don't care... મારી સાથે આવ્યા પછી નથી તું મને વફાદાર છે બસ મારા માટે એ મહત્વનું છે... મને બસ તારા વર્તમાન થી મતલબ છે... અને જ્યારે આપણે મળ્યા ત્યારે આ નોહતું અને પછી થયું તો તું મને કહી શકી હોત... કદાચ પેહલી થી હતું આપણે મળ્યા ત્યારે સારું હતું અને પછી થયું તો પણ હું એમ જ કહીશ કે પછી જ મને કેહવા નું હતું.... જ્યારે આ થયું ત્યારે... " નિશીત બોલ્યો... 
હવે જીયા ને ખબર પડી ગઈ હતી કે નિશીત બધું જાણે છે બસ તે મારી પાસે બોલાવા માગે છે.... 
" હવે એ કહે તને કોણે કહ્યું કે બાળક વગર ની તને હું મારા જીવન મા સ્વીકાર નહીં કરું... " નિશીત એ કહ્યું.... 
" કોઈ એ નથી કીધું.... " જીયા બોલી.... 
" ફરી વાર ખોટું..., કોને બચાવી રહી છે કહી દે જે સાચું હોય એ..." નિશીત એ હવે જીયા ને ફરજ પાડી બોલવા માટે..... 
નિશીત ને બધી ખબર છે એટલા માટે તે ફરજ પાડે છે બાકી તેની જગ્યા પર આપણી જાત ને મૂકી ને વિચાર કરો... જો તમારી પત્ની કે પતિ હોય તો વિશ્વાસ રાખજો તેના પર જો એ કાંઈક બોલી નથી શકતા તેનો મતલબ છે તેની પાસે કારણ છે..." તને કેવું હોય તો કહે" કરી ને આપણે જવા દેવા કરતા તેની પાસે બેસી ને પ્રેમ થી પૂછો શું કારણ છે, બની શકે કે કહી ના શકે પણ તમારા ખભા પર માથું મૂકી ને રડી તો શકે જ.... અને આ બધા જ સબંધ મા લાગુ પડે છે.... પછી ભલે એ આપની બહેન હોય કે ભાઈ હોય , મમ્મી હોય કે પપ્પા હોય , ગર્લફ્રેંડ હોય કે બોયફ્રેંડ હોય..... 

"નિશીત તને યાદ છે જ્યારે હું પાસપોર્ટ લેવા ગઈ તે દિવસે મેં તને સવાર મા કોલ કર્યો હતો..." જીયા એ બધી હીંમત ભેગી કરી ને વાત ની શરૂઆત કરી..... 
"હાં મને તારી સાથે ની હર એક પળ યાદ છે...." નિશીત જીયા ની સામે જોઈ ને બોલ્યો...
"ત્યાર પછી હું પાછી આવતી હતી તો મને તારા મમ્મી નો કોલ આવ્યો તેને મને તારા ઘરે મળવા બોલાવી.... 
હું ઘર ની પાસે જ પહોંચી હતી એટલે હું તારા ઘરે ગઈ... 
" આવો આવો આવી ગયાં તમે " ઘરે દરવાજા મા પગ મૂકતાં જ મને અવાજ સંભળાયો એ તારા મમ્મી હતા હોલ મા બેઠાં હતાં..." ચાલ આપણે રૂમ માં જ વાતો કરીએ... " કહી તારા મમ્મી આગળ ચાલ્યા અને હું તેની પાછળ.... 

"તને ખબર છે મને ગોળ ગોળ વાતો કરતા નથી આવડતું... હું સીધી વાત કરીશ કે તું મારા નિશીત ની જીંદગી માંથી દૂર ચાલી જા...હું મારા ઘરે તારા જેવી વહુ લાવવા નથી માંગતી... 
ખોટું નહી લાગવતી પણ તને એ પણ નથી ખબર કે તારા પપ્પા અને મમ્મી કોણ છે હું નથી ઇચ્છતી કે મારા ઘરે આવી ને કોઈ પૂછે કે તમારા ઘરે વહુ અનામી આવી છે જેની કોઈ અટક પણ નથી.... " જીયા બોલતી હતી અને તેની આંખો માંથી આંસુ નીકળતા હતા..... . 
" જીયા તે એક વાર પણ મારી મમ્મી ને કીધું નહીં કે તું મને પ્રેમ કરે છે..." નિશીત બોલ્યો.. 
" નિશીત હું તને છેલ્લા 5 વર્ષ થી પ્રેમ કરું છું તેને તો તને જન્મ આપ્યો છે એ તને પ્રેમ નહીં કરતા હોય... એ તારું સારું ઈચ્છતા હતા...." જીયા બોલતી હતી... નીશીત તેને ખબર હતી કે હું તને બાળક નહીં આપી શકું અને એટલા માટે એ તારી ખુશી માટે મારી સાથે વાત કરતા હતા...." જીયા બોલી.... 

"તમે ચિંતા ના કરો કાકી હું અને તમે બને નિશીત નું જ સારું કરવા માગીએ છીએ તમે જેમ કહો તેમ જ થશે..." જીયા એ નિશીત ના મમ્મી ને કહ્યું... 

" તો તારે મારી વાત માનવી પડશે.. નીશીત ને મૂકી ને કાંઈક દૂર ચાલી જા તને જે મદદ જેઓએ એ હું કરીશ પણ મારા છોકરા ની જીંદગી ના બગાડ... "નિશીત ના મમ્મી બોલ્યા...
"કાકી હું નિત્ય અને પલ ના આ ખુશી ના મોકા ને બગાડવા નથી માગતી એટલે એ પતાવી ને નીકળી જઈશ..." જીયા એ નિશીત ના મમ્મી ને કહ્યું... 

" એટલે તને કોઈક એક એ કીધું અને તું મને કિધા વગર ચાલી આવી પૂછવાનું પણ જરૂરી ના લાગ્યું... " નિશીત બોલતો હતો અને જીયા બસ રડ્યા જ કરતી હતી.. 
"બસ કર હવે મેંહબાની કરી ને મને એ કહે કે તને બધી ખબર કેમ પડી.... " જીયા એ પૂછ્યું..... 
"તારો મેસેજ આવ્યો હતો પત્ર મા ત્યાર થી હું તને શોધવાની વધારે કોશિશ કરું છું અને મારી કોશિશ કામયાબ થઈ... " નિશીત ના આંખો માં આંસુ અને મોં પર હસી હતી.... 
અત્યાર સુધી ખાલી સાંભળી રેહેલો નિત્ય બોલ્યો... મને તો કહે તને કેમ ખબર પડી.... 
" મને જે પત્ર આવ્યો હતો ત્યારે તારી ઓફિસ પર થી હું ઘરે પોહચી મારા રૂમ માં જતો હતો તો મને મમ્મી નો અવાજ સંભળાયો.. તે ફોન મા કોઈ ને ધમકાવી રહીયા હતા કે મારા નિશીત થી દૂર રેહવા નું કીધું હતું તો પણ......" મને ત્યારે જ ખબર પડી ગઈ કે મમ્મી જીયા સાથે જ વાત કરતા હોવા જોઈએ... કેમકે મને અને નિત્ય ને આ વાત નો જ ડર હતો અને એટલે મને અનુમાન લગાવતા વાર ના લાગી... 
હવે વાત રહી તારી અહીંયા છો એ ખબર પડવાની તો આ મહિને આકાશ નો કોલ આવ્યો ચેક લેવા માટે તો મેં તેને આપ્યો પછી મને એમ થયું કે આટલા સમય થી હું પૈસા મોકલું છું મને ખબર જ નથી કે સાચે જ ત્યાં જઈ રહીયા છે કે નહીં... 
પછી મેં આકાશ ને કોલ કરી બધી માહિતી માગી અને નેટ પર તેના ફોટો જોયા.... 
એક અનાથ આશ્રમ જેનાં મેનેજર નું નામ હતું... "જીનિ પટેલ...." જી એટલે જીયા અને નિ એટલે નિશીત... આ મારી જીયા સિવાઈ કોઈ નથી મને ખાતરી થઈ ગઈ.... 
અને પછી મેં નિશીત ને કાન મા વાત નાંખી પણ તેને જવાબ ના આપ્યો તો હું એકલો આવાનો હતો પણ થોડા સમય મા નિત્ય પણ તૈયાર થઈ ગયો કામ થઈ ગયું.... 
અહીંયા આવી ને પણ દરરોજ સાંજે હું તને શોધવાનું જ કામ કરું છું.... અને મારી જીયા મળી ગઈ.... 

બધું સાંભળી જીયા પલ નિત્ય આકાશ બધા એમ જ બેસી રહીયા શું કહેવું એ ખબર ના રહી... 
"હું તને ખૂબ પ્રેમ કરું છું જીયા તું મને આમાં પણ એટલી સારી લાગીશ જેટલી પેહલા લાગતી હતી... Love you..." નિશીત બોલ્યો... 
આ સાંભળતા તો જીયા નિશીત ને ભેટી પડી.... 
***********************
"મમ્મી તારી વહુ લઈ ને આવું છું તૈયારી રાખજે..." નિશીત એ તેના મમ્મી ને કહ્યું... 
કિજલ બેન ના હાથ માંથી ફોન ખેંચી લઇ ને નિશીત ના પપ્પા બોલ્યા...." આવી જા બેટા તારી જ વાટ છે હવે..." 

ફોન મૂકી ને નિશીત ના પપ્પા બોલ્યા... સ્વીકાર કરી લે તેના વગર તારો છોકરો તારો પણ નહીં રહે, હમેશાં લોહી અને નામ કરતા ગુણ પણ જોવા જેઓએ એ છોકરી તારી સામે એક હરફ સુધ્ધાં ન બોલી અને ચાલી ગઈ આ માન તને કોઈ પૈસા વાળા ની છોકરી નહીં આપી શકે.... 

*****************
જલ્દી જલ્દી હાથ ચાલવો મારી જીયા ને લેવા તેના વરરાજા આવતા જ હશે... 
નિત્ય ના ઘરે થી જીયા ની ડોલી ઊપડી અને નિશીત ના ઘરે પહોંચી... જીયા અને નિશીત નો કોઈ પણ શરત વગર નો પ્રેમ જીતી ગયો અને તેની સામે પરિસ્થિતિ અને સંજોગો ને પણ હાર માનવી પડી..... 
જીયા ની બીમારી ને પણ હારવું પડયું આ બને ના પ્રેમ સામે.....