Aanandni diwali in Gujarati Short Stories by Kalpesh suthar books and stories PDF | આનંદની દિવાળી

Featured Books
Categories
Share

આનંદની દિવાળી


વેંજીકુંભાર તેં એક વિધવા સ્ત્રી હતી. તેનો પતિ પ્રેમજીનું અવસાન ૨ વર્ષ પહેલાં થઇ ગયું હતું. તેને એક આનંદ નામનો ૧૦ વર્ષનો દિકરો હતો. તેં પાંચમાં ધોરણમાં ગામમાં જ અભ્યાસ કરતો હતો અને કોઇક વાર તેને શાળામાં રાજા હોય તો તેની માતાની મદદ પણ કરતો હતો. તેં કુંભાર હોવાથી તેમનાં ધંધા પ્રમાણે તેઓ માટી માંથી માટીના વાસણ બનાવતા હતાં.જ્યારે પ્રેમજી જીવતો હતો ત્યારે તેં બને જાણ માટીમાંથી વાસણ બનાવતા અને તેં ગામમાં અને શહેરમાં વેચવા જતા. પરંતું જ્યારથી પ્રેમજીનું અવસાન થયુ ત્યાર પછી વેંજી અને તેનો દિકરો આનંદ બને જણ ગામમાં અને શહેરમાં જઇને વાસણ વેચી આવતાં જેમ કે તવા,માટીનો કપ તેમજ કૂલડીંયૉ અને દિવાળી પર દિવા કરવા માટેની દિવાડિઓ એક મોટા ટોપલામાં રાખતાં.જેમ જેમ દિવાળી નજીક આવવા લગી તેમ તેમ વેંજી પોતે ગામનાં તળાવમાંથી આનંદ અને તેં એક ગામનાં માણસનાં બળદગાડાંમાં માટી લાવી આપી તેનાં બદલામાં ગાડાંવાળાને વેંજી એ એક તવો અને બીજા માટીના વાસણ આપ્યાં. વેંજી દિનરાત માટીની દીવાડી(દિવાળી પર દીવો કરવા માટેનું માટીમાંથી બનાવેલ સાધન)ઓ બનાવે અને તેનો દિકરો આનંદ પણ શાળાએથી આવીને વેંજીની મદદ કરતો હતો. દિવાળીના દિવસો નજીક આવવા લાગ્યા વેંજી એ અઢળક દિવડ઼િ ઓ બનાવી નાખી હતી.જે લગભગ દિવાળી પર વેચાઈ પણ જવાની છે તેવી વેંજીની અને આનંદની આશા હતી.ત્તેઓએ ગામમાંથી દિવાડીઓ વેચવાનાં શ્રી ગણેશ કર્યા. દિવાળી હોવાથી આનંદને પણ શાળામાં રજા હોવાથી તેં પણ તેણી માતા સાથે નીકળી પડ્યો.તેઓ ગામમાં વાસણો વેંચતા જેને જે જેઇએ તેં લેતું તેનાં બદલામાં જો પૈસા આપે અથવા તો બાજરી આપતું. કોઇક ઘરમાંથી બાજરી મળતી તો કોઈકવાર પૈસા આપતાં. આમ તેઓનું ઘર ચાલતું.આનંદ પણ તેની સાથે એક થેલો લઇ લેતો. જે લોકો બાજરી આપતાં તેં આનંદ તેં થેલામાં ભરતો. તેઓ આજુબાજુનાં ગામમાં પણ જતા કોઇકવાર તેઓ ખાવાનું સાથે લઇ જતાં તો કોઇકવાર સારું તેં ગામમાં કોઇક ઘરે ખાવાનું મળી રહેતું. જે બાજરી મળતી તેમાંથી થોડીક તેઓ રાખતાં અને થોડીક બાજરી ગામનાં દુકાનદારને આપતાં અને દુકાનદાર તેં બાજરીનો તોલીને તેનાં બદલામાં જે વસ્તું વેંજીને જોઈતી હોય તેં આપતો. દિવાળીના હવે થોડાક જ દિવસો બાકી હોવાથી તેઓ ગામથી શહેરમાં જય છે તેઓ નાની નાની સોસાયટીઓમાં જઇને આવતાં કોઇક તેમને બોલાવતુ તો કોંઈક તેમને દિવડિયો લેતું તેમને કોઇ બાજરી આપતું કે કોઇક પૈસા આપતું. બપોરે આનંદને ભુખ લગી હતી તેથી તેમને એક ઘરથી ખાવાંનું પણ માળી ગ્યું હતુ. તેઓની દિવા કરવા માટેની દિવડ઼િઓ પાંચ રૂપિયે એક આપતાં અને જો કોઈ બાજરી આપે તો તેં બાજરી પ્રમાણે તેં દિવડ઼િઓ આપતાં તેની સાથે સાથે તેઓ તવા કૂડિયા તેમજ ધૂપનીયા વેંચતા. તેઓ એક સોસયટીની અંદર એક મકાનની છત નીચે ચારેક વાગે આરામ કરવા બેઠા હતાં ત્યારે તેં મકાનમાં રહેતાં લોકો માંથી એક સ્ત્રી બહાર આવે છે.અને આ વેંજી અને આનંદને આરામ કરતાં દેખે છે ત્યાર તેં સ્ત્રીનો પતિ આવે છે તેં કહે છે કે તું સવારથી જીદ કરતી હતી ને કે બજારમાંથી દિવડ઼િઓ લઇને આવજો જો હવે લઈલે જેટલી લેવી હોય એટલી આખી બજાર અહીં આવી છે. તેં સ્ત્રી તેં વેંજી પાસે જઇને દિવડ઼િઓ જોએ છે અને તેં માંથી તેં સારી હોય એવી ખુબજ દિવડ઼િઓ લે છે. અને તેં પૈસા કેટલા થાય એમ કહે છે તો તેં સ્ત્રીએ ૨૫ જેટલી દિવડ઼િઓ લે છે કેમકે તેને આખા મકાનમાં દીવઓ પ્રગટાવવા હતાં તેથી તેં વધું દિવડ઼િઓ લે છે. તેંનાં પૈસા વેંજીને પૂછતાં તેં ક્હે છે ૧૨૫ રૂપિયા થયાં. તેં સ્ત્રી જે તેનાં પતિને બૂમ પાડે છે અને કહે છે કે મારુ પર્સ લઇને આવો તો. બધાં પતિ પત્નીના ગુલામ હોય તેં આ દ્રશ્ય પરથી જોઇ શકાય છે. તેનો પતિ જલ્દીથી પર્સ લઇને આવયો અને પર્સમાંથી પાંચસોની નોટ નીકાળી. તેં નોટ વેંજીને આપી પરંતું તેં પાંચસોની નોટનાં વેંજી પાસે છુટાનાં હતાં. તેં સ્ત્રી તેનાં પતિને કહે છે કે તમારી પાસે છુટા છે તો તેનો પતિ કહે કે મારી પાસે બધી બે હજારની નોટ છે. વેંજી ને તેં સ્ત્રી કહે કે તમે ૧૨૫ નાં બદલે ૨૦૦ રૂપિયા કે ૩૦૦ રૂપિયા કાપી નાખો. પણ વેંજી આવુ કરવા તૈયારનાં હતી તેં કહે કે મારા મહેનતનાં અને જે મારા હકનાં છે તેજ પૈસા લઈશ. તો તેં સ્ત્રી કહે કે તો પછી પાંચસો રૂપિયા તમે લઇલો અને દિવાળીનાં મે તમને આપ્યાં છે એમ ગણી ને તમારી પાસે રાખો.અહીં વેંજી થોડી મુંજવણ અનુભવે છે કેમ કે નાં મારા સંબંધી છો કે નાં મને ઓળખો છો આમ મને તમે વધારાના રૂપિયા શા માટે આપો છો? તેમનું મકાન જોઈને લાગતું હતું કે ખૂબ જ ધનવાન હશે.તો પેલી સ્ત્રી કહે કે મને આ પાંચસો રૂપિયામાં જે તારી પાસે દિવાડ઼િઓ છે તેં ગણી ને મને આપી દે. આમ કહેતાં જ વેંજી રાજી થઈ ગયી.અને વેંજીએ તેં પાંચસો રૂપિયા પ્રમાણે તેંને દિવાડ઼િઓ આપી. જ્યારે તેં પાંચસોની નોટ વેંજીનાં હાથમાં આવી ત્યારે તેં રાજીને રેલમછેલ થઇ ગઇ.કેમ કે વેંજી ને ઘરે જઇને તેનાં દિવાળીની તૈયારી કરવાની હતી અને આનંદ માટે કપડા અને ફટાકડા લાવવાના હતાં અને ઘરે મહેમાન આવવાનાં હોવાથી થોડીક મીઠાઈ પણ લઇને જઈશું તેમ વિચારતી વેંજી રાજી થઈ ગઇ.તેં સ્ત્રી એક ઠંડા પાણીની બોટલ લઈને વેંજીને આપી ને તેં ધર તરફ જવા લાગી.તેં સ્ત્રી તેનાં પતિ ને કહે કે મે આવી ઈમાનદાર સ્ત્રીને ક્યારેય જોઇ નથી આપણે તેમની ઈમાનદારી માન રાખવું જઇએ.તેં તેનાં પતિને કહેવા લગી કે મારા ભાઈએ આપણાં દિકરા માટે ફટાકડા તેમજ એક જોડી થોડાક મોટી સાઈઝનાં કપડા(તેં પેલાં છોકરાને થઇ જશે)અને  મીઠાઈ લાવ્યા હતાં. તેં ફટાકડા આપણો દિકરો ફોડી કે એવડૉ તો છે નહીં.તો શુ આપને પેલાં વિધવા સ્ત્રીનાં બાળકને આ ફટાકડા અને મીઠાઈ આપી દઈએ તો? તો રાહ શેનું જાએ છે તેનો પતિ ફટાકડા અને મીઠાઈની થેલી લઇને આવયો.તેં બને લોકો વેંજી પાસે આવ્યાં અને તેમનાં એટ્લે કે આનંદ ને તેં થેલી આપી અને તેંનીએ કહ્યુ કે આ અમારાં તરફથી તમારાં દિકરાને નાનકડી ભેટ.
આનંદ તેં જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. વેંજી તેમનો આભાર માની ને ત્યાંથી ચાલ્યા ગયા.જતા જતા પેલી સ્ત્રી એ વેંજીનાં છોકરાંને કહ્યુ તારું નામ શુ છે. તો તેં કહે "આનંદ". આ પતિ અને પત્નીનાં નાં ખુશીનો પાર નાં રહ્યો.અને તેં લોકોને તેમણે આનંદથી વિદાય આપી.તેઓ બજારમાંથી જે વસ્તુ લેવાની હતી તેં લઇને એક છકડામાં બેઠાં જે તેમનાં ગામ પાસેથી નીકળતો હતો.આનંદ છકડામાં બેઠો બેઠો કપડા અને ફટાકડા જોઈને ખૂબ જ હરખયૉ અને મીઠાઈ ખાતો ખાતો જાય. આમ, વેંજી અને તેમણે આનંદની આ પહેલી દિવાળી હતી કે તેં આટલાં ખુશ હતાં.