Actor Part 8 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | એક્ટર. ભાગ ૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક્ટર. ભાગ ૮

એક્ટર ભાગ 8.

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

“તારો નાલાયક દોસ્ત સુનીલ ક્યાં છે ?”

“ઓહ ...સસ....સ..સુનીલ.?..” એટલું કહી મેં સુનીલ જ્યાં ઉભો હતો તે તરફ નજર કરી સુનીલ ત્યાં દેખાયો નહી,

“એ તરફ શું જુવે છે? નીલ, હું તને પૂછું છું,”

“હા શૈલી તારા બધાં જ સવાલોના જવાબ હું તને આપીશ પણ આમ અહી રસ્તા ઉપર?”

“હા અહીજ ચલ સામે બેંચ પર બેસીએ અહી આ તાજમહેલ પણ સાક્ષી પુરાવે આપણી વાતો ની”

શૈલીએ મારો હાથ પકડી મને બાંકડા સુધી લઇ ગઈ અને ત્યાં બેસી કેમેરાનો જુમ અને બેલ્ટ ખોલી કવરમાં પેક કરતા બોલી,

“નીલ મને કલ્પના પણ ન હતી કે તમે બન્ને મને આ રીતે મૂકીને જતા રહેસો અને આમ મોં ફેરવી લેશો,”

પર્સમાંથી પાણી ની બોટલ કાઢી મારી સામે કરી અને કહ્યું,

“લે પાણી પી”

શૈલીના હાથમાંથી બોટલ લઇ અને હું પાણીના બે ત્રણ ઘૂંટ ઉતારી ગયો. મારા હોઠ અને ગાળા માંથી પાણી પડવા લાગ્યું,

“એટલી તરસ લાગી હતી નીલ?”

એમ કહી તેણીએ પર્સ માંથી એક ટીશું પેપર કાઢી મારા હોઠનો નીચે નો ભાગ અને ગાળામાં ચોંટેલું પાણી સાફ કરી અને દુર પડેલી એક ડસ્ટ બિનમાં ફેંકી પરત આવી અને ફરી એ તેની ફરિયાદી અદા માં બોલી.

”નીલ તને ખબર છે માણસ ટીશુ પેપરનો પણ ઉપયોગ કરી એન ડસ્ટ બિન માં ફેંકે છે,”

“શૈલી મેં મારા તરફથી બધીજ કોશિષ કરી હતી પણ જે થવાનું હતું તે થઇ ગયું, આજ એ સુનીલની હાલત શું છે એ તને ખબર નથી, નહી તો તું ફરિયાદ ન કરે,

“કેમ? શું તકલીફ છે સુનીલ ને?”
અને ક્યાં છે એ તું મને વિગતવાર જણાવ મને પ્લીઝ,”

“એ અહીજ છે,, મ.....બબ....... મ... મતલબ મારી સાથે જ મારા ગામ માં રહે છે,,”

સત્ય મારા હોઠ સુધી આવી અને પરત ચાલ્યું ગયું અને મારા ધબકારા વધવા લાગ્યા. હું એક્ટિંગ ચુકી કેમ ગયો? એ વિચારી અને મેં મારા માથામાં જોર થી એક ટપલી મારી.

“કેમ માથા ,અ ટપલી મારી ? નીલ?”

હવે શૈલી મારી આંખોમાં આંખ નાખી અને આક્રમક અદાજમાં પૂછવા લાગી,અને મને ખ્યાલ આવી ગયો હતો કે હવે એ બધું પુછીને જ રહેશે. મેં શરૂઆતથી વાત શરુ કરી.

“તારી પાસે ટાઈમતો છે ને ? શૈલી?” મેં પૂછ્યું..,

“હા મારી પાસે ઘણો ટાઈમ છે તું વાતને આડે પાટે ના ચડાવ અને જે કહેવા જઈ રહ્યો છે એ કહે બસ”

મેં શૈલીના હાથમાંથી બોટલ લઇ એક ઘૂંટડો પાણી પી થોડો સ્વસ્થ થયો ત્યાં મારા મોબાઈલ માં ટેક્સ્ટ મેસેજની રીંગ વાગી,, તે સુનીલ નો મેસેજ હતો.

“સુનીલ હું રૂમ ઉપર જાઉં છું તું ટેક્સી કરી ને આવી જાજે અને હા,, ઓલ ધી બેસ્ટ,, પ્રપોઝ કરી નેજ આવજે,”

મેં એ મેસેજ વાંચી ડીલીટ કર્યો અને ડીલીટ થયો ત્યાંજ શૈલીએ મારા હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કહ્યું.

”નીલ પ્લીઝ આગળ વાત કર આજે એક વર્ષ પછી મને મળ્યો છે અને ટેક્સ્ટ મેસેજ વાંચવામાં સમય બગાડે છે,”

“ઓકે શૈલી
“લંડનથી આવ્યા પછી એ મોટાભાઈ સાથે કામમાં વ્યસ્ત થઈ ગયો અને તેના ભાઈના જુના સંબંધના કારણે સુનીલને ઇન્દુ સાથે લગ્ન કરવા પડ્યા. તારા સાથેના સંબંધ વિશે સુનીલે મોટાભાઈ સાથે ઘણીવાર વાત કરેલી પણ મોટાભાઈ એ વાત માટે રાજી ન થયા એટલે ન જ થયા. થોડા દિવસ સુનીલ દુ:ખી રહ્યો, પણ કામમાં વ્યસ્ત થઇ ગયો એટલે વાંધો ન આવ્યો,”
“પણ.”...
“હા હા.. પણ શું નીલ ? બોલ.” શૈલી એ ઉત્સુકતા વશ પૂછ્યું.

“શૈલી આજે એક વર્ષ થવા આવ્યું સુનીલના ઘરે પારણું નથી બંધાયું અને સુનીલનો રીપોર્ટ કરાવ્યો એ એબનોર્મલ આવ્યો.?”

“વ્હાટ...? એબનોર્મલ મતલબ !” શૈલી બાંકડા ઉપરથી ઉભી થઇ ગઈ

“મતલબ સુનીલ ક્યારેય બાપ નહી બની શકે સુનીલના સ્પર્મ કાઉન્ટ ઓછા છે.” મેં કહ્યું..

“નીલ તું આ તું શું કહી રહ્યો છે?” શૈલીએ ઊંચા આવજે કહ્યું...જાણે એ કંઈ જાણતી હોય એમ..

“હા હું જે કહી રહ્યો છું એજ સત્ય છે, શૈલી”

“નીલ લાસ્ટ ટાઈમ તે મને સુનીલના ફોનમાંથી ફોન કર્યો હતો તને યાદ છે? આઈ થીંક તમે બન્ને નસામાં હતા,, અને મેં ત્રણ વખત ફોન કર્યો સુનીલે રીસીવ ન કર્યો. એ દિવસે મેં એ કહેવા માટે જ ફોન કર્યો હતો કે હું પ્રેગનેન્ટ છું. સુનીલનું દોઢ માસ નું બાળક મારા ગર્ભ માં હતું,
ધેન હાઉ ઈટ ઇસ પોસીબલ,? જરૂર કંઇક તો ગડબડ છે નીલ. મારે સુનીલને મળવું છે એકવાર મળવું છે પ્લીઝ તું મને એકવાર સુનીલ સાથે ,મુલાકાત કરાવી આપ હું પ્રોમિસ કરું છું હું ક્યારેય સુનીલની લાઈફમાં નહી આવું બસ એક મુલાકાત કરાવી આપ. હું તને જિંદગી ભર નહી ભૂલું ”

શૈલી મારી સામે ઉભી ઉભી કરગરી રહી હતી અને હું સુનીલને પ્રોમિસ કરી આવ્યો હતો કે શૈલીને એ વાત ની જાણ નહી થવા દઉં કે સુનીલ મારી સાથે છે. ફરી મારું મગજ ચકરાવે ચડ્યું હતું. મારું દિમાગ કોઈ નિર્ણય ઉપર પહોંચવા સક્ષમ ન હતું. ત્વરિત કોઈ નિર્ણય લઇ અને જો હું શૈલીને બધું જણાવી દઈશ તો સુનીલને આપેલ પ્રોમિસ તૂટી જશે. અને શૈલી પ્રેગનેન્ટ હતી એ વાત જાણી મને પણ આશ્ચર્ય થયું. શૈલીએ વાત કહેવા માટે જ વારે ઘડીએ ફોન કરી રહી હતી પણ સુનીલે શૈલીની એક વાત પણ સંભાળવા તૈયાર ન હતો.

“શૈલી તું અહીં આગ્રા કેટલા દિવસ રોકવાની છો ?” મેં પૂછ્યું.

“નીલ હું મારા અન્ય સાત સાથીઓ સાથે એક વિક માટે આવી છું ત્યારબાદ અમારો ગુજરાતમાં સોમનાથ અને જુનાગઢનો પ્રોગ્રામ છે પણ જો તું મને સુનીલ સાથે એક મુલાકાત કરાવે હું તારી સાથે આવું પ્લીઝ. મારા સાથીઓને અને મિસ લીલીને હું હું કન્વેન્સ કરી લઈશ પ્લીઝ , અને હવે તું મને મળી ગયો મારું કામમાં પણ ધ્યાન નહી લાગે. હું આ કેમેરાથી કોઈ સારું પિક્ચર કેપ્ચર નહી કરી શકું”

શૈલી મારી સામે એક નાના બાળકની જેમ કરગરી રહી હતી અને મારી વાત સાંભળ્યા પછી તો જાણે શૈલી સુનીલને મળવા ઉતાવળી થઈ ગઈ હતી. હું આમ તેમ જોવા લાગ્યો ખિસ્સામાંથી ફોન કાઢી સુનીલને ફોન લગાવવા લાગ્યો અને શૈલી એ મારા હાથમાંથી ફોન આંચકી લીધો અને કહ્યું...

“ફોન નથી કરવો સુનીલને, જો એમ કરીશું તો એ ફરી છટકી જશે. હવે તો સીધી મુલાકાત કરવી છે.“

શૈલીએ મારી આંખમાં આંખ મિલાવી આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, પણ શૈલીને ક્યાં ખબર હતી કે હવે શૈલીની મુલાકાત સુનીલની ક્ષતવિક્ષત થયેલી લાસ સાથે થવાની છે. થોડો વિચાર કરી મેં શૈલી તરફ જોઈ કહ્યું..

“શારુ શૈલી, મારા દિમાગમાં એક પ્લાન છે. અહીં આગ્રામાં હું પણ ત્રણ દિવસ માટે આવ્યો છું અને જોગાનુજોગ આજે તાજમહેલ જોવા આવ્યો અને તારી સાથે મુલાકાત થઈ જરૂર આમાં કુદરતનો કંઇક ખેલ છે. બે દિવસ પછી હું સાંજે નીકળવાનો છું. તું પણ મારી સાથે આવજે. હું ચોક્કસ સુનીલ સાથે તારી મુલાકાત કરાવીશ.”

“થેન્ક્સ નીલ,,, થેન્ક્સ અગેઇન..”

એમ કહી ને શૈલીએ મારા ગાલ ઉપર કિસ કરી મને ભેટી પડી, શૈલીની આ પહેલી કિસ હતી, જે આજે મને તાજમહેલની સામે મળી હતી. હજુ સુનીલની વાતો ચાલતી હતી અને મારે પ્રપોઝ કરવાની વાત હજુ ગોણ હતી. શૈલી મારી સાથે મારા ઘરે આવવાની હતી. પ્રપોઝ કરવા હજુ મને ઘણો સમય મળી જશે બસ એકવાર શૈલીની સુનીલ સાથે મુલાકાત થઇ જાય, બન્ને એકબીજાની હૈયા વરાળ ઠાલવી મુકે અને ફરી શરુ થયેલી મારી અ એક્ટિંગ નો સુખદ અંત આવે અને પછી હું શૈલીને માંની સામે જ પ્રપોઝ કરીશ. એવું વિચારી મેં શૈલીને કહ્યું,.

“કાલે સાંજે હું અહીં ફરવા આવીશ શું તું મને મળીશ?.”

“અરે ચોક્કસ હું તો તારી સાથેજ આવવા ઇચ્છુ છું, તું પણ તારા કામથી આવ્યો છે અને હું પણ આજે મારા સાથીઓ સાથે આ બાબતે ચર્ચા કરી લઉં”

“ચર્ચા? કેવી ચર્ચા?”

“નીલ તો તને ખબર શું છે? મારા સહ કર્મચારીઓને બધાને મારી અને સુનીલની કહાની ખબર છે, અને જયારે એમને હું જણાવીશ કે સુનીલ સાથે મુલાકાત કરવાની છે તો એ લોકો પણ ખુશ થઇ જશે,”

વચ્ચે મિસ લીલીએ મને અટકાવતા કહ્યું..
“ઓહ! યસ આઈ નો. ત્યારે તમે આગ્રામાં આવ્યા હતા, મને યાદ છે નીલ. અને આપણે મળ્યા પણ હતા. સાથે કોફી પીધી હતી. અને તે દિવસે શૈલી કેટલી ખુશ હતી! નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ.”
“જી, બિલકુલ એટલેજ હું તમને ઓળખી ગયો, જયારે તમે મને લોક-અપમાં મળવા આવ્યા હતા. પણ આગ્રાથી અહીં આવ્યા અને જુઓ અહીં શું નું શું થઇ ગયું!”
"અને ત્યારબાદ હું હોટલ રૂપ પર પહોંચ્યો તો સુનીલ નીકળી ગયો હતો."
“મિસ્ટર નીલ..હેલ્લો. તમારી મમ્મીને હોશ આવી ગયો છે, હવે તમે એમની સાથે વાત કરી શકો છો.” પાછળથી નર્સ એ કહ્યું.
હું અને મિસ લીલી દોડીને માં અને શૈલી જે રૂમમાં દાખલ હતા ત્યાં તેમની બેડ પાસે પહોંચ્યા. માં ખુબ ગભરાયેલી હતી. એમના મોઢા ઉપર પસીનો આવી ગયો હતો. એ આમ તેમ હોસ્પીટલમાં જોવા લાગી. મારી સામે જોઈને એમને હાથ ફેલાવ્યા હે એમની પાસે ગયો એ મને ભેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગી. એ ધ્રુજી રહી હતી, એ કંઇક કહેવા માંગતી હતી પણ કહી નહોતી શકતી.
સાંજે હોસ્પિટલમાંથી રજા મળતા શૈલીના સાથીદારો અને મિસ લીલી જવા માટે તૈયાર થયા પણ શૈલીએ સાથે જવા સાફ શબ્દોમાં નાં પાડી દીધી. મેં પણ શૈલીને સમજાવી પણ એ ટસની મસ ન થઇ. શૈલી મારી સાથે આવવા માંગતી હતી. મેં શૈલીના સાથીદારોને અને મીસ લીલીને સમજાવ્યા કે શૈલી થોડી સ્વસ્થ થઈ જાય પછી હું તેને છોડવા આવીશ.

શૈલીના મિત્રો અને મિસ લીલી જતા રહ્યા. હું હોસ્પિટલની નીચે આવી રીક્ષા શોધી રહ્યો હતો, મારા ફોનની રીંગ વાગી. તે સુનીલની વાડીમાં કામ કરતા વેલાકાકાનો ફોન હતો..
મેં ફોન ઉઠાવ્યો..

“હેલ્લો”

“નીલ તું ગામમાં નહી આવતો, કદાજ તારા જીવને પણ જોખમ છે, અને મેં તને ફોન કર્યો એ કોઈને ખબર પડી જશે તો મારા જીવનું જોખમ પણ વધી જશે, હું ફોન રાખું છું.”

સામેથી ફોન કપાઈ ગયો, વેલાકાકા ખુબ ગભરાયેલા અવાજમાં બોલી રહ્યા હતા. મને કશું સુજતુ ન હતું. મેં મારી ઓફિસમાં કામ કરતા મારા મિત્ર દીપકને ફોન કર્યો અને હું શૈલી અને માને લઈને દીપકના ઘરે જતો રહ્યો.મારું બાઈક મારો સમાન મારા કપડા રોકડ રકમ બધું જ ઘરે હતું, જે પ્રમાણે વેલાકાકાનો ફોન આવ્યો એ પ્રમાણે હું ઘરે જઈ નહોતો શકતો. હોસ્પીટલનું બીલ પણ મિસ લીલીએ ચુકવ્યું. દીપક પાસેથી થોડા ઉછીના લીધા અને થોડા રૂપિયા શૈલી પાસે હતા તેમાંથી પહેરવા કપડા લાવ્યો. ત્રણ દિવસ પછી માં અને શૈલી થોડા સ્વસ્થ થયા માં અને શૈલી આપસમાં વાતો કરી રહ્યા હતા, ત્યારે મને ધરપત થઇ કે કમસેકમ વાતો કરતા તો થયા.

ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com