Dressing table part 6 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ડ્રેસિંગ ટેબલ ભાગ ૬

The Author
Featured Books
Categories
Share

ડ્રેસિંગ ટેબલ ભાગ ૬

      સુમિત બોલ્યો," શું શરત છે તારી ?"
બીરજુ બોલ્યો," મને આ શહેર છોડી બીજા મોટા શહેરમાં જવું છે. તમે મને નોકરી દેવડાવશુ? મેં ગ્રેજ્યુએશન કરેલું છે. બી કોમ થયેલો છું. અહીં મને સારી નોકરી મળતી નથી."
  સુમિત બોલ્યો," દોસ્ત તને સારી જગ્યાએ નોકરી દેવડાવાની જવાબદારી મારી. બસ તારા દાદા સાથે મુલાકાત કરાવી દે."
  બીરજુ ખુશ થતા બોલ્યો," મારી ડ્યુટી અહીં બપોરે પુરી થઈ જશે. પછી હું તમને મારા દાદા પાસે લઈ જઈશ. તમે મને જોબ સારી દેવડાવશો ને? પછી ફરી તો નહીં જાવ ને ?"
  સુમિત એ પોતાનુ કાડૅ દેતા કહ્યું ," આ મારુ કાડૅ છે. તું જ્યારે પણ મારા શહેર માં આવે મને એક રીંગ કરી દેજે. તને સારી જગ્યાએ નોકરી દેવડાવાની અને રહેવાની વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. "
     બીરજુ ને સુમિત ની આંખો માં સચ્ચાઈ દેખાઈ તે ખુશ થતા બોલ્યો," તમારો આભાર સાહેબ. બપોરે તૈયાર રહેજો હુ તમને મારા દાદા પાસે લઈ જઈશ."
          ત્યાર પછી સુમિત અને રાકેશ નાસ્તો કરવા બહાર જતા રહ્યા. સુમિત એ ઘરે ફોન કર્યો. કામિની જોડે વાત કર્યા પછી તેણે જશોદા બહેન જોડે વાત કરી. જશોદા બહેન એ કામિની રુમ ની બહાર જતા રાતવાળી વાત કરી અને કહ્યું," બેટા, જેમ બને તેમ જલદી આ ડ્રેસિંગ ટેબલ નો નિકાલ કર. નહીં તો મારી દીકરી હું ગુમાવી દઈશ."

    સુમિત એ તેમને આશ્વાસન આપતાં કહ્યું," હું કામિની અને અમારા બાળક ને કંઈ પણ નહીં થવા દઉં. જેમ બને એમ જલ્દી અમે પાછા આવી જઈશું. તમે કામિની નું ધ્યાન રાખજો."

   જશોદા બહેન એ કહ્યું," સારું , તારુ ધ્યાન રાખજે ." એમ કહી ફોન મુકી દીધો.
       સુમિત એ રાકેશ ને બધી વાત કરી. સુમિત ને કામિની ની બહુ ચિંતા થતી હતી પણ તેણે મન મક્કમ કર્યું ને નક્કી કર્યું કે તે આ ડ્રેસિંગ ટેબલ નો રાઝ જાણીને રહેશે અને કામિની ને તેમના બાળક ને કંઈ પણ નહીં થવા દે.બને આતુરતા પૂર્વક બપોર ની રાહ જોઈ રહ્યા.

     બીરજુ બંને ને  પોતાના ઘરે લઈ ગયો. બીરજુ નું ઘર બહુ જુનું અને જજૅરિત હતું. એક રસોડો અને એક રુમ માં જ ઘર પુરું થઈ જતું હતું
બીરજુ અને તેના દાદા આ બે જણ જ સાથે રહેતા હતા. બીરજુ ની નબળી આર્થિક સ્થિતિ નો ખ્યાલ ઘર જોઈને આવી જતો હતો. તેના દાદા એક ખાટલા પર સુતા હતા. તે બહુ જ વૃધ્ધ અને બીમાર દેખાય રહૃાા હતા. બીરજુ રાકેશ અને સુમિત માટે બે  કટાઈ ગયેલી બે ખુરશીઓ લઈ આવ્યો. તે ક્ષોભ સાથે બોલ્યો," માફ કરજો. તમને બેસાડવા માટે આ જ છે મારી પાસે."

  સુમિત બોલ્યો," અરે વાંધો નહીં.અમને ફાવશે આના પર બેસવું."

બીરજુ એ બંને ને પાણી ની પુછા કરી પણ સુમિત એ ના પાડી ‌. પછી બીરજુ તેના દાદાજી ને જગાડવા લાગ્યો. તે બોલ્યો," દાદાજી, તમને મળવા કોઈ આવ્યું છે."
      બીરજુ ના દાદાજી જયમલ એ જુની ધોતી અને સફેદ ધસાયેલુ પહેરણ પહેર્યું હતું. તેમણે પધડી પણ પહેરી હતી. તેમનો કરચલીઓ વાળો ચહેરો અશક્ત લાગી રહ્યો. પણ તેમની આંખો માં અજબ ચમક હતી. તેમનું શરીર દુર્બળ લાગતું હતું . તેમણે આંખો ખોલી ને બીરજુ ની મદદથી ઉભા થયા. તે સુમિત અને રાકેશ સામે જોઈ રહૃાા ને બોલ્યા," "રામ રામ સાહેબ"
       સુમિત બોલ્યો," રામ રામ"
બીરજુ બોલ્યો," આ બંને સાહેબો અહીં ફરવા આવ્યા છે. તેમને રાજા માધવસિંહ અને તેમની હવેલી વિશે જાણવું છે."
    જયમલ એ આશ્વર્ય સાથે કહ્યું," તે હવેલી તો હવે ખંડેર જેવી થઈ ગઈ છે . તેમાં તમને કેમ આટલો રસ છે ?"
    સુમિત એ થોડા ખચકાઈ ને કહૃાું," શું તમે રાજા માધવસિંહ એ બનાવેલા  ડ્રેસિંગ ટેબલ વિશે કશું જાણો છો?"
     જયમલ ની આંખો માં ભય ડોકાવા લાગ્યું. તે ગભરાઈ ને બોલ્યો," તે અપશુકનિયાળ ડ્રેસિંગ ટેબલ નું મારી પાસે નામ ન લેશો. તે જ હવેલી ની આવી જજૅરિત હાલત માટે જવાબદાર છે."

  રાકેશ બોલ્યો," મહેરબાની કરીને અમને પુરી વાત જણાવો. કોઈ ના જીવન અને મૃત્યુ  નો સવાલ છે.'"

    જયમલ બોલ્યા," એટલે ? હું સમજ્યો નહીં?"

સુમિત એ બધી વાત એમને કરી . સુમિત ની વાત સાંભળી તે બોલ્યા," તે ડ્રેસિંગ ટેબલ માં રાજકુમારી રૂપા ની આત્મા રહેલી છે. જે કોઈ ને શાંતિ થી રહેવા દેતી નથી."
     રાકેશ બોલ્યો," આ રાજકુમારી રૂપા કોણ હતી?"
      જયમલ ની વૃદ્ધ આંખો સામે ભુતકાળ ની યાદો તાજા થઈ ગઈ.

   *********************************************
    આજ થી  ૫૦_૬૦ વર્ષ પહેલાં ની વાત હતી. ત્યારે ભારત આઝાદ થયે થોડા વર્ષો થયાં હતાં . રાયપુર માં રાજા માધવસિંહ ની જાગીર હતી. તેમની એક બહુ સુંદર હવેલી હતી. રાજા માધવસિંહ બહુ નેક અને સાલસ સ્વભાવના હતા. રજવાડા તો રહૃાા ન હતા પણ તેમના સાલસ સ્વભાવના લીધે લોકો તેમનો આદર ખુબ જ કરતા હતા.
     રાજા માધવસિંહ ૬ ફીટ ના , સુદ્ઢ બાધા ના હતા. તેઓ શ્યામ વર્ણ ના હતા. તેમના પત્ની રમાદેવી ખુબ સુંદર અને રુપાળા હતા. તેમને પોતાના રૂપ નો ખુબ જ ધમંડ હતો. તે પોતાના નોકર સાથે ખુબ જ તોછડો વ્યવહાર કરતા. રાજા માધવસિંહ તેમને સમજાવતા પણ રમાદેવી માં કોઈ સુધારો થતો ન હતો. તેમને ત્યાં પહેલે ખોળે દીકરી આવી. તે ખુબ જ સુંદર અને રૂપાળી હતી. તેનું ચળકતું રૂપ જોઈ તેનું નામ રૂપા રાખવામાં આવ્યું.
           રૂપા માં રમાદેવી  નું રૂપ અને  માધવસિંહ નો સ્વભાવ ઉતર્યા હતા. તે દેખાવડી તો હતી જ પણ તેનો સ્વભાવ પણ સારો હતો. તે નાના મોટા બધા નો આદર કરતી. તેના જન્મ સમયે જયમલ રાજા માધવસિંહ ના ખાસ નોકર હતા. તેમને રૂપા માટે ખુબ જ લાગણી હતી. રૂપા પણ જયમલ સાથે ખુબ રમતી. જેમ જેમ રૂપા મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ ખીલતું ગયું.
        રૂપા ના જન્મ પછી રાજા માધવસિંહ ના વેપાર માં પણ ઘણો નફો થયો હતો. રાજા માધવસિંહ તો તેને લક્ષ્મી જ માનતા હતા.રૂપા ના જન્મ પછી બે વર્ષ ફરી રમાદેવી ને સારા દિવસો રહ્યા. આજે  વખતે તેમને દીકરા ની ઈચ્છા હતી.   રમાદેવી ને બીજી વાર પણ દીકરી આવી. તે શ્યામ વર્ણ ની હતી. રમાદેવી નું દીકરા નું સપનું રોળાઈ ગયું.તેમને ખુબ જ આધાત લાગ્યો.રાજા માધવસિંહ તો બીજી દીકરી મેળવીને ખુબ ખુશ હતા. તેમણે રમાદેવી ને પણ સમજાવ્યું કે ," દીકરો દીકરી સમાન છે.આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે ઘરે બીજી લક્ષ્મી આવી."
   રમાદેવી ઉદાસ થઈને બોલ્યા," એક તો છોકરી ની  જાત છે.અને પાછી શ્યામ વર્ણ ની છે. લગ્ન થવામાં પણ કેટલી તકલીફ પડશે!!"
  રાજા માધવસિંહ એ કહ્યું," બાહ્ય સુંદરતા નું આકષૅણ થોડી વાર  રહે છે. અસલી સુંદરતા તો મન ની છે. તે જ કાયમી રહે છે. આપણે આપણી બંને દીકરીઓ ને એટલી કાબેલ બનાવશું કે તે જીવન ની દરેક મુશ્કેલી નો સામનો કરી શકે."
        આટલું સમજાવ્યા છતાં રમાદેવી ના મન માં ખટકો તો રહી જ ગયો. રૂપા તો પોતાની નાની બહેન ને જોઈને બહુ ખુશ હતી. નાની દીકરી નું નામ શ્યામા રાખવામાં આવ્યું. રૂપા શ્યામા નું ખુબ ધ્યાન રાખતી. શ્યામા પછી રમાદેવી ને  સંતાન ન થયું. ઘણી દવાઓ કરાવી છતાં તેમને બાળક ન રહૃાું. રાજા માધવસિંહ તો પોતાની બે દીકરીઓ થી જ ખુબ ખુશ હતા. તેમને રમાદેવી માટે ખુબ પ્રેમ હતો.એટલે તેમણે પુત્ર માટે બીજા લગ્ન નો પણ વિચાર ન કર્યો. રમાદેવી ની દીકરા માટે ની ઈચ્છા અધૂરી રહી ગઈ.
        રૂપા અને શ્યામા બંને ધીમે ધીમે મોટા થવા લાગ્યા. શ્યામા નો સ્વભાવ રમાદેવી જેવો ધમંડી અને તોછડો હતો. રમાદેવી નો સ્નેહ રૂપા તરફ વધારે રહેતો આ વાત શ્યામા થી સહન ન થતી.જયારે પણ રમાદેવી શ્યામા ને વઢતા તે રાજા માધવસિંહ પાસે જઈ રડતી ને તેમની સહાનુભૂતિ મેળવી લેતી. રાજા ને શ્યામા માટે વિશેષ લાગણી આવતી.તેમને એવું થતું કે શ્યામા ને તેના શ્યામ વર્ણ ના લીધે કોઈ અન્યાય ન થવો જોઈએ.
       તે સમયે રાજા પાસે ત્રણ ઘોડા હતા. તેની દેખભાળ શમશેર કરીને એક માણસ કરતો હતો. તે હવેલી માં જ નોકરો માટે ના આવાસ માં રહેતો હતો. તેનો એક દીકરો હતો . જેનું નામ રાજવીર હતું. તેની માં ટુંકી બીમારી માં મૃત્યુ પામી હતી. જ્યારે શમશેર ને આ નોકરી મળી ત્યારે રાજવીર ૧૦ વર્ષ નો હતો. રૂપા ત્યારે સાત વર્ષ ની હતી.
         રૂપા ને નાનપણ થી ઘોડા ખુબ ગમતા. રાજવીર સાથે ની પહેલી મુલાકાત ઘોડા ના અસ્તમબલ માં થઈ હતી. એક દિવસ રાજા માધવસિંહ નો ખાસ ઘોડો છંછેડાયો હતો. તે કોઈ રીતે કાબુમાં આવતો ન હતો. શમશેર તેને કાબુમાં લેવાની કોશિશ કરી રહૃાો. ત્યાં રૂપા તેની આયા સાથે ત્યાં પહોંચી ગઈ. તેને એ જોવાની ઉત્સુકતા હતી કે શમશેર ઘોડા ને કેવી રીતે કાબુમાં લે છે.
         પણ ઘોડો શમશેર થી કાબુમાં ન આવતા તેને ધક્કો મારી ને સીધો અસ્તમબલ ની બહાર દોડવા લાગ્યો. તે રૂપા તરફ જ આગળ વધી રહ્યો ને તેની આયા ભય ની મારી રૂપા ને છોડીને એકલી ભાગી ગઈ. રૂપા ગભરાઈ ને ત્યાં જ ઉભી રહી ગઈ. તેને સમજાયું નહીં કે તે શું કરે. તેણે પોતાની આંખો બંધ કરી દીધી. ત્યાં અચાનક એક નાનો છોકરો દોડતો આવ્યો ને રૂપા નો હાથ પકડી તેને ખેંચીને બીજી તરફ લઈ ગયો.
            શમશેર એ દોડતા આવીને ઘોડા ની લગામ પકડી લીધી .તેને શાંત પાડ્યો ને તેણે જોયું કે ઘોડા ની એક ખરી માં કીલ લાગી ગઈ હતી એટલે તે આટલો ઉત્પાત મચાવી રહૃાો હતો. તેણે હળવે થી કીલ કાઢી નાખી. ઘોડો શાંત થઈ ગયો. બીજી તરફ રૂપા એ પોતાની આંખો ખોલી તો તેણે પોતાની સામે એક છોકરા ને ઉભેલો જોયો. તે સ્મિત કરતાં બોલ્યો," રાજકુમારીજી તમે ઠીક તો છો ને ?"
          રૂપા બોલી," હા"
  ત્યાં રાજા માધવસિંહ પહોંચી આવ્યા. તે ખુબ જ ગુસ્સામાં હતા. તે સીધા રૂપા પાસે આવ્યા ને તેને તેડી લીધી અને હવેલી માં જતા રહ્યા. તેમણે શમશેર અને રાજવીર ને થોડીવાર રહી હવેલી માં બોલાવ્યા.
           રૂપા ને સલામત જોઈ તેમને હૈયે ટાઢક વળી. તેમણે રૂપા ને પોતાના ખોળામાં બેસાડી ને પાણી પીવડાવ્યું. ત્યાં સુધી માં રમાદેવી પણ આવી ગયા. રાજા ગુસ્સામાં બોલ્યા," તમે આપણી દીકરી પર ધ્યાન નથી દેતા. આજે તેને કશું થઈ જાત તો. "
     રમાદેવી થોડા ક્ષોભ માં મુકાયા તેમણે કહ્યું," શું થયું ?"
   રૂપા એ જવાબ આપ્યો," મારો વાંક જ છે. મેં જ આયા ને કહૃાું કે મને ઘોડા ને કાબુ કરતા જોવો છે ." તેણે બધી વાત કરી.
     રૂપા ની વાત સાંભળી ને રમાદેવી ગુસ્સે થયા ને તેમણે તે આયા ને બોલાવી નોકરી માંથી કાઢી મુકી.
   રાજા માધવસિંહ એ શમશેર અને રાજવીર ને હોલ માં બોલાવ્યા. રમાદેવી એ રાજા ને કહ્યું," તમે આ શમશેર ને પણ નોકરી માંથી કાઢી નાંખો."
રાજા માધવસિંહ બોલ્યા," તેની એટલી ભુલ નથી. તેના દીકરા એ આપણી દીકરી નો જીવ બચાવ્યો છે."
  રૂપા પણ બોલી પડી," પિતાજી,  તેમને નોકરી માંથી ન કાઢતા."
  
     માધવસિંહ બોલ્યા," અમારી ઢીંગલી કહે છે તો અમેનહીં કાઢીએ તેને નોકરી માંથી."
   રૂપા ના ચહેરા પર સ્મિત આવી ગયું. રૂપા ખરેખર ઢીંગલી જેવી જ લાગતી હતી. તેણે આછા ગુલાબી રંગ નો ફોક પહેર્યો હતો. બે પોની વાળી હતી. તેના ચહેરા પર માસુમિયત હતી.
      શમશેર અને રાજવીર હોલ માં આવ્યા. શમશેર એ હાથ જોડીને કહ્યું," રાજા સાહેબ, મારી ભુલ થઈ ગઈ ‌‌.માફ કરજો."
     રાજા એ કહ્યું," તમારી ભુલ ને માફ કરી. તારા દીકરા એ અમારી દીકરી નો જીવ બચાવ્યો છે. શું નામ છે તેનું ?"
   રાજવીર આગળ આવ્યો ને રાજા ને પ્રણામ કરીને બોલ્યો," મારું નામ રાજવીર છે."
    રાજવીર એ સાવ ઝાંખું પહેરણ અને ધસાયેલી પેન્ટ પહેરી હતી. તે એકવડિયો બાધા નો હતો. તેની આંખો માં અલગ જ ચમક હતી.
   રાજા બોલ્યા," તું ભણવા જાય છે ?"
રાજવીર બોલ્યો," નહીં , હું મારા બાપુજી ની મદદ કરું છું."
   રાજા બોલ્યા," આજ થી તું ભણવા જઈશ. તે અમારી દીકરી ને બચાવી છે. તારા કપડાં અને ભણવાનો ખર્ચો અમે આપીશું."
  શમશેર તો ખુશ થઈ ગયો.તે રાજા ને પ્રણામ કરતા બોલ્યો," તમારો ખુબ આભાર રાજાજી."
       રમાદેવી ને આ વાત ગમી નહીં પણ તે કશું ન બોલ્યા. .તે મોં મચકોડીને રૂપા નો હાથ પકડી તેને લઈને  ત્યાં થી જતા રહ્યા.
     રૂપા ની આંખો માં તો રાજવીર નો ચહેરો વસી ગયો.તે એ જ દિવસે સાંજે રાજવીર ને મળવા છુપાઈ ને ગઈ. રાજવીર અસ્તમબલ માં હતો.
ત્યાં તે પહોંચી ગઈ. તેને જોઈને રાજવીર ચોંકી ગયો તે બોલ્યો," તમે રાજકુમારીજી અહીં?"
  રૂપા બોલી," મારું નામ રૂપા છે.તુ મને રૂપા જ કહે. હું તારો આભાર માનવા આવી હતી."
  રાજવીર બોલ્યો," જી રાજકુમારી જી"
    રૂપા ગુસ્સા થી બોલી," રૂપા"
રાજવીર બોલ્યો," જી રૂપા"
     બન્ને જણા હસી પડ્યા. તેમની મિત્રતા ની ત્યાર થી શરુઆત થઈ. રમાદેવી ને રૂપા નું રાજવીર સાથે રમવું પસંદ ન હતું. પણ રૂપા છુપાઈને પણ રાજવીર ની સાથે રમવા પહોંચી જતી.
       રૂપા અને રાજવીર ની દોસ્તી પણ ગાઢ થવા લાગી. રાજવીર નિશાળ માં ભણવા જતો . માધવસિંહ  રજવાડી પરિવાર હતા પણ તેમના વિચારો મોડૅન હતા. તેમણે પોતાના પત્ની ને પણ સ્વતંત્રતા આપી હતી. તેઓ રૂપા ને અને શ્યામા નેપણ ભણાવા માંગતા હતા એટલે એક શિક્ષક રોજ  બંને ને ભણાવવા હવેલી પર આવતા.રોજ સાંજે રૂપા અસ્તમબલ માં પહોચી જતી ને દિવસભર ની વાતો રાજવીર સાથે કરતી. રાજવીર પહેલા તો રૂપા સાથે વાત કરતા અચકાતો પણ ધીમે ધીમે તેની શરમ અને સંકોચ દુર થઈ ગયા.
            એકાંત માં તે રૂપા ને તું જ કહેતો પણ જાહેર માં તમે કહેતો. તે રોજ સાંજે  રૂપા ની આવવાની રાહ જોતો.
            રૂપા ને શ્યામા માટે બહુ લાગણી હતી.પણ શ્યામા ના મન માં રૂપા માટે ઈષૉ નુ બીજ રોપાઈ ગયુ  હતું .જે ધીમે ધીમે મોટુ થઈને આખા કુટુંબને ભખરી જવાનું હતું. બીજી તરફ રૂપા અને રાજવીર ની ગાઢ  દોસ્તી જોઈને જયમલ ચિંતિત હતો. તેને આશંકા હતી કે આ બંને ની ગાઢ દોસ્તી ભવિષ્ય માં મુસીબત ઉભી ન કરે. તેણે આ બાબતે શમશેર નું ધ્યાન દોર્યું. શમશેર પણ બહુ સમજદાર હતો તેણે બંને ને અલગ કરવાનો એક  ઉપાય શોધી કાઢ્યો.