Premna Prayogo - 9 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | પ્રેમનાં પ્રયોગો - ૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમનાં પ્રયોગો - ૯

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૯) લવ સાયકલ

“આજ પછી મારા વિશે વાત કરતા તને જોયો તો, તારી ખેર નથી..!”, વિવેકે એના બેસ્ટ ફ્રેન્ડ વિજયને પોતાના ભારે હાથથી એક લાફો મારતા કહ્યુ. વિજય કંઇ બોલ્યો નહિ. વિવેક પોતાનો વિવેક ગુમાવી ચુક્યો હતો. ત્રણ વર્ષની મિત્રતા તેણે એક જ ક્ષણમાં ઓગાળી નાખી હતી. એ પણ ઉડતી વાતોના પાયા ઉપર.

“વિશ્વાસ રાખ યાર, મેં તારા અને પિયા વિષે કોઇ જ વાત નથી ઉડાવી.”, વિજયે વિવેકના ખભા પર હાથ મુકતા કહ્યુ. વિવેકે એના બેસ્ટ ફ્રેન્ડનો હાથ ખભા પરથી એક જાટકે હટાવી દીધો.

“પિયા અને મારૂ નામ તારા હોઠ પર હવે ના આવવુ જોઇએ..!”, વિવેક આટલુ કહીને કોલેજની બહાર જવા નીકળ્યો. કોઇએ વિવેક અને પિયા એક આખી રાત હોટેલમાં રોકાણા હતા એવી વાત ચગાવી મારી હતી. વિવેકને કોઇએ કહ્યુ કે આવુ કહેવાવાળો વિજય હતો. બસ ત્રણ વર્ષનો વિશ્વાસ કોઇકના જુઠાણા સામે નમાલો સાબિત થયો.

વિવેક ગુસ્સામાં જ કોલેજની બહારના બસ સ્ટોપ પર જવા નીકળ્યો. ગુસ્સામાં માણસને કશુંજ સુંદર નથી દેખાતુ. ચારે તરફનુ દ્રશ્ય સ્વર્ગમય હતુ. વરસાદ આવી રહ્યો હતો એટલે કેટલાંક નાના છોકરાઓ રોડ ઉપર પાણીના ખાડામાં છબછબીયા કરી રહ્યા હતા. વરસાદ સાથે પવન પણ ફુંકાઈ રહ્યો હતો એટલે એવુ લાગતુ હતુ કે ઘટાદાર વૃક્ષો જાણે નૃત્ય કરી રહ્યા હોય. બધા મૌસમના પહેલા વરસાદનો સ્મિત સાથે આનંદ લુંટી રહ્યા હતા. કોલેજના કોર્નર પર ખીખીયારી અને ગપ્પા લડાવતા છોકરા છોકરીઓ વરસાદના ઠંડા ખુશનુમા વાતાવરણમાં ગરમા ગરમ ‘ચા’ ની મોજ લુંટી રહ્યા હતા. પણ ગુસ્સો આ કદી જોઇ ના શકે. ક્રોધ માણસને આંધળો કરી મુકતો હોય છે. એવુ જ થયુ હતુ. વિવેક પલળતો પલળતો નીચુ મોઢુ કરીને બસ સ્ટોપ પર પહોચ્યો. વિવેકને વરસાદ માત્ર બાહ્ય રીતે જ પલાળી શક્યો હતો. વિવેક ભીનો તો થયો જ ન્હોતો.

૨૦૦ નંબરની બસ આવી એટલે વિવેક ગુજરાત યુનિવર્સીટીના બસ સ્ટેન્ડ પરથી બસમાં ચડી ગયો. ર૦૦ નંબરની બસમાં અગિયાર વાગ્યાના સમયે ભાગ્યેજ જગ્યા મળે. આજે પણ એટલી જ ભીડ હતી. ઉભા રહેવા માટે પણ કસીકસીને જગ્યા કરવી પડે. વિવેક ધક્કા લગાવતો લગાવતો બસની વચ્ચે પહોંચ્યો. એક સીટ પાસે ટેકો રાખીને ઉભો રહી ગયો. વિજયચાર રસ્તા આવતા જ સીટ પરથી એક છોકરી ઉભી થઇ અને ઉતરવા માટે આગળ ચાલી. વિવેકને જગ્યા મળી ગઇ. એ બેસી ગયો. વિવેકના મનમાં ગુસ્સો કુંદકા મારી રહ્યો હતો. એના મનમાં વિચારોનુ ત્સુનામિ આવ્યુ હતુ. એ જ્યાં ઉંભો હતો ત્યાં એક વર્ષની ડોશી એના જાંબુડા ભરેલી ટોપલી સાથે આવીને ઉભી રહી. એ ડોશી પોતાના બન્ને હાથ વડે સીટને પકડીને ઉભી હતી. ઉંમરે એની બધી યુવાની છીનવી લીધી હતી. ડ્રાઇવર દ્વારા અચાનક બ્રેક લાગતા એ ડોશીમાં પડતા પડતા બચી ગયા. વિવેકની નજર એ ડોશી પર ગઇ. એ ડોશીમાંની આંખોમાં લાચારી હતી. બટ વિવેક એ ભાળી ના શક્યો. તેના મનમાં દયા આવી. ગુસ્સાએ એને કઠોર તો બનાવ્યો હતો, બટ ડોશીમાંને જોઇને તેને થોડી દયા આવી ગઇ. તે ઉભો થઇ ગયો અને તેણે પેલા ડોશીમાંને બેસવા માટે જગ્યા આપી.

“ઘણુ જીવો દિકરા..!”, એ ડોશીમાંયે વિવેકના માથા ઉપર હાથ ફેરવતા કહ્યુ. વિવેકને એ ખડબચડા મુરજાઇ ગયેલા હાથ ગમ્યા નહિ. એણે બીજી વાર એ ડોશી સામે જોયુ પણ નહિ. વિવેક પોતાનુ બસ સ્ટોપ ન આવ્યુ ત્યાં સુધી થાંભલો બની સીટ પકડીને ઉભો રહ્યો. પેલા ડોશીમાંએ એની સામે ઘણી વાર નજર મેળવવા કોશીશ કરી પણ વિવેકની આંખો સુકાઇ ગયેલી હતી. મેઘાણીનગર આવ્યુ એટલે વિવેક ઉતરવા માટે બસના આગળના દરવાજા તરફ ગયો. બસ ઉભી રહી, વિવેક ઉતર્યો, બસ ચાલતી થઇ ગઇ.

વિવેક એના ઘર તરફ ચાલીને જતો હતો. હજુ એના મનમાં વિજય પ્રત્યેનો ગુસ્સો શાંત ન્હોતો થયો. એ વિચારોમાં ને વિચારોમાં ચાલતો હતો. ત્યાંજ એક મારૂતિ સ્વીફ્ટનો હોર્ન જોરથી વાગ્યો. સડસડાટ આવતી સ્વિફ્ટે વિવેકને પાછળથી ટક્કર મારી દીધી. સ્વિફ્ટે વિવેકને રોડ પર ઢસડ્યો. વિવેક લોહી લુહાણ થઇ ગયો હતો. એના માથા પર અને બન્ને હાથ પર ખુબ જ ઇજા થઇ હતી. એ બે ભાન થઇ ગયો હતો. એનો જીવ એની અંતિમ ક્ષણોની વાટે ઉભો હતો.

***

‘દાદી કેમ આપ્યા જાંબુ ?’, એક યુવાન છોકરી આવી.

‘નંદુ ડોશીએ કંઇ બોલ્યા વિના જાંબુનો ખોબો ભરીને પ્લાસ્ટીકની થેલી ભરી દીધા.’, એણે એક જાંબુ ચાખ્યુ.

‘લ્યો..! જાંબુ બહું જ મીઠા છે.’, એ છોકરીએ પૈસા આપતા સ્મિત સાથે કહ્યુ.

નંદુ ડોશીની પ્રસન્નતામાં વધારો થયો. એમણે સ્મિત કર્યુ અને પૈસા પાછા આપી દીધા. એ વધારે કંઇ ના બોલી. જાણે નંદુ ડોશીને સમજી ગઇ હોય. એ છોકરી સ્મિત કરીને ચાલતી થઇ ગઇ.

ત્યાર બાદ એક નાનુ બાળક નંદુ ડોશી પાસે આવ્યુ.

“લે દિકરા..! તારા પૈસા નથી જોઇતા.!”, શાક માર્કેટમાં જાંબુડા વેંચવા બેસેલી ડોશીએ એક નાના છોકરાને ખોબો ભરીને જાંબુડા આપ્યા. નંદુ ડોશીને જ્યારથી વિવેકે જગ્યા આપી હતી ત્યારથી એની પ્રસન્નતા આસમાને પહોંચી ગઇ હતી. વિવેકની અંદર એને પોતાનો મૃત્યુ પામેલો જવાન દિકરો દેખાણો હતો. આજે જાણે એણે શાક-માર્કેટમાં જાંબુડાનુ સદાવ્રત ખોલ્યુ હતુ. એ નાના નાના ભુલકાઓં ને મફતમાં જાંબુડા વહેંચી રહી હતી. નંદુ ડોશીને રાતે પોતાનુ પેટ ભરવાની ચિંતા નહોતી. એનુ પેટ તો ત્યારે જ ભરાઇ ગયુ હતુ જ્યારે એણે વિવેકના માંથામાં હાથ ફેરવ્યો હતો. જાણે એને બધુ જ્ઞાન થઇ ગયુ હોય.

માં અમ્બા ફ્રોક પહેરીને શાક માર્કેટમાં આંટો મારવા નીકળ્યા હોય એવા રૂપ વાળી એક સાતેક વર્ષની છોકરી એના મમ્મીની આંગળી પકડીને આંટા મારી રહી હતી. એની મમ્મી બાજુની શાક લારીએ શાકભાજી લેવા માટે ઉભી રહી. ડોશી અને પેલી નાની ઢબુડી પીંકીની નજર મળી. ડોશીએ પોતાના હાથથી પોતાની પાસે બોલાવવાનો ઇશારો કર્યો. પીંકીએ નિર્દોષ સ્મિત કર્યુ. પીંકીએ એની મમ્મીની સાડી ખેંચી. પણ રંજનબેન ભાવ-તાલ કરવામાં મશગુલ હતા. પીંકી નંદુ ડોશી પાસે પહોંચી ગઇ. આજે ડોશીને કરૂણા ફુંટી હતી અને જાંબુડાનો ટોપલો નાનો પડતો હતો. એના મનમાં એટલી પ્રસન્નતા છવાયેલી હતી કે આજે એની પાસે જેટલુ હતુ એ બધુ લુંટાવવા તૈયાર હતી.

પીંકી ડોશીની સામે જઇને ઉભી રહી ગઇ. એ માત્ર સ્મિત કરી રહી હતી. કરચલીઓ વાળો નંદુ ડોશીનો ચહેરો એ નાની અંબા માંનુ સ્મિત પી રહ્યો. બન્ને થોડીક ક્ષણો એકબીજા સામે એમજ જોતા રહ્યા. ડોશી થોડાક આગળ વધ્યા અને પીંકી પણ થોડીક નજીક આવી. પીંકીએ એની મુઠ્ઠીમાં રાખેલો એક રૂપિયાના સિક્કો નંદુ ડોશી સામે ધર્યો. ડોશીની આંખો કારણ વિના ભરાઇ આવી. એણે એક પ્લાસ્ટીકની થેલીમાં જેટલા જાંબુડા હતા એ બધા ભરી દીધા. પોતાના હાથ પીંકીના માથા પર અને ગાલ પર ફેરવીને એ થેલી પીંકીને થમાવી દીધી.

ત્યાંજ પેલી છોકરી પાછી આવી. એ તેનુ પર્સ ભુલી ગઇ હતી. એણે નંદુ ડોશી સામે જોઇને સ્મિત કર્યુ. એણે પીંકી સામે જોયુ. પીંકીને જોઇને એનુ મન ખુશ ખુશ થઇ ગયુ. એણે પીંકીના ગાલ પર પપ્પી ભરી અને એ ચાલતી થઇ ગઇ.

પીંકી કંઇ પણ બોલ્યા વિના માત્ર એક સ્મિત આપીને એની મમ્મી પાસે દોડીને ચાલી ગઇ. એંશી વર્ષની નંદુ ડોશીએ આજ સુધી પીડા અને દુઃખ સિવાય કંઇ જોયુ જ નહોતુ. પણ આજે એ દુનિયાનુ બધુ સુખ માણી રહી હોય એવુ લાગી રહ્યુ હતુ. એના મનમાં જે આનંદ હતો એનુ કારણ એ ખુદ પણ જાણતી નહોતી. જે જીવ અત્યાર સુધી એક સુખની પળ માણવા ટકી રહ્યો હતો, એ સુખ એણે માણી લીધુ હતુ. નંદુ ડોશી તરત જ પોતાનો ખાલી ટોપલો ઉઠાવીને પોતાની ઝુપડી તરફ ચાલતી થઇ ગઇ. એણે બે રોટલી અને ડુંગળીનુ શાક બનાવ્યુ. એક રોટલી એને ત્યાં આવતા એક કુતરાને આપી અને એક પોતે ખાધી. ઝુપડીમાં એક ચાદર બીછાવી. એને જાણે અગાઉથી જ કંઇક ખબર પડી ગઇ હોય એમ એ બીછાવેલ ચાદર પર સુઇ ગઇ. ત્રસીકે સેકન્ડમાંજ એણે એના જીંદગીના છેલ્લા અને સુંદર શ્વાસ લીધા. આવી મૌત તો ક્રિષ્નને પણ નહોતી મળી.

***

પીંકીએ એના મમ્મીને જાંબુની થેલી બતાવી. રંજનબેન પીંકીને થોડુક બોલ્યા. અજાણ્યા પાસેથી કંઇ વસ્તુ ના લેવી એવુ પણ કહ્યુ. પરંતુ પછી મફતના જાંબુડા સારા લાગ્યા. રંજનબેને એક જાંબુ ચાખ્યુ. એ તુરૂ હતુ. ‘મફતના જાંબુ તો આવા જ હોય ને..!’. એમ કહીને એણે જાંબુને નકારી નાખ્યા અને થેલી પીંકીના હાથમાં આપી દીધી. પીંકીના ચહેરા પરના ઇશ્વરીય સ્મિતનો લાભ રંજનબેનને ના મળ્યો. ન તો કદી રંજનબેનને પીંકીમાંના માં અંબાના દર્શન થયા. ઇશ્વર દર્શન માટે ભીની આંખો જોઇએ.

રાતે રંજનબેન અને એમના હઝબન્ડ વચ્ચે જમવાની બાબતે જઘડો ચાલી રહ્યો હતો. રંજનબેનથી દુધીના શાકમાં થોડુક મીઠું વધી ગયુ હશે. એ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ રહી હતી. નાની વાતે જુનો ઇતિહાસ ઉખેળી નાખ્યો અને જઘડો વધતો જ ગયો. પણ છેલ્લે ઘણી માથાકુટ પછી દરેક વખતની જેમ શાંત થઇ ગયો. ત્રણેય જણ પથારીમાં પડ્યા. પીંકી એના મમ્મી પપ્પા વચ્ચે સુતી હતી. ત્રણેય જણ જાગી રહ્યા હતા. પણ પડખા ભરીને સુતા હતા.

“મમ્મી..! કંઇક બોલોને..!”, પીંકીએ એના મમ્મીની સાડી ખેંચતા કહ્યુ. રંજન બહેન લાકડા જેવુ લાકડુ બનીને પડ્યા રહ્યા. એણે એ નાની બાળાની સામે સુધ્ધા ના જોયુ. પીંકીએ ચાર પાંચ વાર કહ્યુ રંજનબેન હલ્યા નહિ. પીંકી એના પપ્પા તરફ વળી.

“પપ્પા..? હાવ..?”, પીંકીએ નાના બાળકને રમાડતી હોય એવી રીતે એના પપ્પાના ચહેરા પાસે પોતાનો ચહેરો લઇ જઇને કહ્યુ.

“શું બેટા…?”, એના પપ્પા સરળભાઇએ પીંકી તરફ પડખુ ફેરવતા કહ્યુ.

“પપ્પા…! જાંબુ..!”, પીંકીએ એની બાજુમાં રાખેલી જાંબુની થેલીમાંથી જાંબુ કાઢીને કહ્યુ.

“હા, તુ ખા બેટા..!”, સરળભાઇએ પીંકીના માથા પર હાથ ફેરવ્યો.

“ના તમે ચાખો..!”, પીંકીએ એક જાંબુ સરળભાઇના મોં માં મુકી દીધુ. સરળ ભાઇએ પ્રેમથી એ જાંબુ ખાધુ. ભલે જાંબુએ કોઇ જાદુ નહોતો કર્યો પણ સરળભાઇનુ કોમળ હ્રદય વધારે પીગળ્યુ.

“જાંબુ ખુબ જ મીઠુ છે, બેટા…! ક્યાંથી લાવી..?”,

“દાદીએ આપ્યા.”

“દાદી..? કોણ દાદી..?”

“એ માર્કેટમાં બેસે છે. એમણે મારી પાસેથી પૈસા ના લીધા.”, પીંકીએ એના તોતડા અવાજમાં કહ્યુ.

“તારી મમ્મીને આપ..!”, સરળભાઇએ કહ્યુ.

પીંકી એના મમ્મી તરફ વળી. એણે એની મમ્મી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.

“શું છે..?”, રંજનબેને થોડાક ગુસ્સામાં કહ્યુ.

“મમ્મી પપ્પા હવે તોફાન નહિ કરે..! પ્રોમીસ..!”, પીંકીએ એના મમ્મીને મનાવવા કહ્યુ.

રંજનબેને સરળભાઇ તરફ નજર કરી. સરળભાઇએ સ્મિત આપ્યુ.

“સોરી..! ભુલ મારી જ હતી..!”, સરળભાઇએ કહ્યુ.

એક બીજા બન્ને પીંકી સામે જોઇને હસ્યા. પીંકીએ બન્નેના મોંમાં જાંબુડા મુક્યા. જાંબુડા આ સ્મિતના તહેવાર પર મીઠાઇનુ કામ કરી રહ્યા હતા. એ દિવસે જાંબુના એ મીઠા સ્વાદે ભુતકાળના બધા જગડા અને મતભેદોના ઉખાણા ઉકેલ્યા. બન્નેએ ખુલીને વાત કરી. બન્નેના હ્રદય ખાલી થયા. બન્નેએ પીંકીને ખુબ લાડ અને પ્રેમ કર્યો. પીંકીએ જાણે બધુ સમજતી હોય એમ એક જાંબુ હાથમાં લીધુ અને એની સામે તાકી રહી. બે પળ માટે એ સાચે માં અમ્બા જેટલી સમજદાર લાગી રહી હતી.

***

સવારમાં સરળભાઇ પોતાની ઓફીસે જવા નીકળ્યા. એમણે કાલે રાતે જ એક સદવિચારને કારણે નક્કિ કર્યુ હતુ કે આવતી કાલે જેટલા લોકોને મદદ કરી શકાય એટલી મદદ કરવી, તર્કો અને દલીલોને ઘરની બહારના ડસ્ટબીનમાં જ મુકીને જવા.

સરળભાઇનો એક વાર એના બાજુવાળા સાથે પણ જઘડો થયેલો. સરળભાઇ ઘરની બહાર નીકળ્યા એટલે એમણે જોયુ કે હર્ષદભાઇ એમની પંચર પડેલી બાઇક સાથે ઉભા હતા. સરળભાઇએ વેરનુ હરણ તો કાલ રાતે જ કરી નાખ્યુ હતુ.

“ચાલો હું તમને, તમારા મેડીકલ સુધી છોડી દવ..!”, સરળભાઇએ કહ્યુ. પહેલા તો હર્ષદભાઇએ આનાકાની કરી. એ ઓલરેડી લેઇટ થઇ ચુક્યા હતા. આખરે એ માની ગયા. સરળભાઇ સોરી કહ્યુ અને જઘડા ભુલી જઇને નવી શરૂઆત કરવા કહ્યુ. બન્ને હસતા હસતા ઘણી વાતો કરી. હર્ષદભાઇને સવાર સવારમાં શુકન થયુ હોય એવુ લાગ્યુ. બન્ને આજે ખુબ ખુશ થયા. એમનો એકબીજા તરફનો પ્રેમ વધારે વધ્યો.

સરળભાઇએ હર્ષદભાઇને એમના મેડીકલે ઉતાર્યા અને એ બાઇક લઇને પોતાની ઓફીસે ચાલતા થયા. હર્ષદભાઇનુ મન પ્રસન્નતાથી તરબતર થઇ ગયુ. એમને એક અનોખી શાંતી પ્રાપ્ત થઇ હોય એવુ લાગ્યુ. ક્ષમા શાંતી આપે જ એવો એમને અનુભવ થયો. ત્યાંજ ફરી એ જ યુવાન છોકરી જે નંદુ ડોશી પાસે જાંબુ લેવા આવી હતી તે આવી. એણે હર્ષદભાઇને આવીને કેટલાક ફુડ પેકેટ્સ આપ્યા અને કહ્યુ કે જરૂરતમંદને આપજો. હર્ષદભાઇના મનમાં પણ મદદનુ એક અંકુર ફુટ્યુ. એ વિચારમાં પડ્યા. એમણે અત્યાર સુધી ઘણી મોંઘી દવાઓ વેંચી હતી. મદદની તો વાત દુર, ક્યારેક અભણ વ્યક્તિને કિંમત કરતા વધારે ભાવમાં પણ દવા આપી હતી. એમને એ ભુલને સુધારવાનો સમય આવી ગયો હોય એવુ લાગ્યુ. એમણે પોતાનુ મેડીકલ ખોલ્યુ. એમણે દુકાનની સામેની એક મોટી હોસ્પીટલના ડોક્ટરને ફોન કર્યો. હર્ષદભાઇએ કહ્યુ કે એવા કોઇ દર્દીને મોકલજો કે જેની પાસે દવાના પૈસા ના હોય અને દવા ખરીદવાની ક્ષમતા ના હોય. એવા દર્દિઓને એ કોઇ પણ પૈસા લીધા વિના દવા આપશે.

થોડી વાર પછી એક યુવાન આવ્યો. એના કપડા પરથી લાગતુ હતુ કે એ મીડલ ક્લાસનો છોકરો હતો. કારણ કે એના શર્ટ પર થીગડા મારેલા હતા. એના ચહેરા પર ચિંતાની રેખાઓ સાફ હતી.

“મને સાહેબે મોકલ્યો છે, તમે રાહત દરે દવા આપશો એમ કહ્યુ છે.”, એ છોકરાએ કહીને દવાના પ્રીસ્ક્રીપ્શન વાળુ કાગળ હર્ષદભાઇને આપ્યુ.

“કોની દવા છે?”,

“મારી મમ્મી દાદર પરથી લપસી ગઇ છે. એમને ફ્રેક્ચર થઇ ગયુ છે.”, પેલા છોકરાએ કહ્યુ.

“અને તારૂ નામ શું છે?”

“હું જીવન..!”

હર્ષદભાઇએ બધીજ દવા જીવનને આપી. જીવને કેટલા પૈસા થયા એમ પુછ્યુ. પણ હર્ષદભાઇએ પૈસા લેવાની ના પાડી દીધી. વળતા જવાબમાં જીવને કહ્યુ “અમે નાના માણસ કોઇ નો ઉપકાર નથી રાખતા, તમારે મારી પાસે જેટલા પૈસા છે, એટલા તો લેવા જ પડશે.”,

“એ પૈસાને બદલે તુ કોઇને મદદ કરી દે જે..!”, હર્ષદભાઇએ જીવનના ખભા પર હાથ મુક્યો.

જીવન હર્ષદભાઇનો આભાર માનીને હોસ્પીટલ પહોંચ્યો. જીવન ડોક્ટરને દવા બતાવવા એની ઓફીસમાં ગયો. ડોક્ટર દવા જોઇ રહ્યા હતા ત્યારે જ એક નર્સ આવી.

“સર દર્દી નંબર ૨૫ ની હાલત વધારે ખરાબ થઇ રહી છે, એમને લોહી ચડાવવુ જ પડે એમ છે.”, નર્સે એક શ્વાસે કહ્યુ.

“પેલા બે માણસો આવ્યા હતા એમનુ શું થયુ..?”, ડોક્ટરે નર્સને પુ્છ્યુ.

“એમનુ બ્લડ ગૃપ મેચ ના થયુ..!”, નર્સે નીરાશ નજરોથી કહ્યુ.

“સાહેબ ક્યાં બ્લડગૃપનુ લોહી જોઇએ છે?”, જીવને પુછ્યુ.

“O પોઝીટીવ”, નર્સે તરત જ જવાબ આપ્યો.

“મારૂ બ્લડ ગૃપ O પોઝીટીવ જ છે. તમે મારો બ્લડ ટેસ્ટ કરી લો.”, જીવને કહ્યુ.

“તમે આજે ઇશ્વર બનીને કોઇકનો જીવ બચાવી રહ્યા છો.”, ડોક્ટરે જીવનના હાથ પર હાથ મુકતા કહ્યુ.

“સાહેબ ઇશ્વરતો પેલો મેડીકલ વાળો છે, જેણે મારી માંની કારણ વિના સેવા કરી છે.”, જીવને કહ્યુ.

“તો ચાલો જલ્દીથી..!”, નર્સે કહ્યુ અને જીવનને બ્લડ ટેસ્ટીંગ માટે લઇ ગઇ. જીવનનુ બ્લડ મેચ થઇ ગયુ. જીવન, ડોક્ટર અને નર્સ, ત્રણેય એ દર્દીના રૂમમાં ગયા.

બે-ભાન અવસ્થામાં ત્યાં વિવેક પડ્યો હતો. એના બેડ પાસે એમના મમ્મી ચિંતામાં લમણે હાથ દઇને બેઠા હતા. વિવેકની ઇજાઓ તો એવી જ હતી કે એને મૃત્યુથી કોઇ બચાવી શકે એમ નહોતુ અને લોહી પણ ઘણુ વહી ચુક્યુ હતુ. ડોક્ટરની કુશળતાને કારણે વિવેકની પરિસ્થિતી કાબુમાં આવી ગઇ. એક્સીડેન્ટ કરવા વાળો તો ત્યાંથી એ જ ક્ષણે ભાગી ચુક્યો હતો. પણ વિવેક આખી રાત મૃત્યુ સાથે લડ્યો હતો.

ત્યાંજ પેલી મેડીકલે ફુડપેકેટ આપવા આવેલી છોકરી ત્યાં આવી. તરત જ વિવેકના મમ્મીની નજર દરવાજા પાસે આવીને ઉભેલી પેલી છોકરી પર ગઇ.

‘પિયા…!’, વિવેકના મમ્મી બોલ્યા. એની આંખોમાં આસુ હતા. પિયા વિવેકની ગર્લફ્રેન્ડ હતી.વિવેકના મમ્મીએ પિયાને એની બાજુમાં બેસારી અને દિલાસો આપ્યો કે ‘બધુ જ ઠીક થઇ જશે.’ ડોક્ટરે બધાને ICUની બહાર જવાની સુચના આપી.

જીવન વિવેકને એના લોહી દ્વારા નવુ જીવન આપી રહ્યો હતો. જીવને લોહી આપીને મદદ કરી અને મેડીકલ વાળાનુ ઋણ ઉતાર્યુ. વિવેકને ૮ કલાક પછી હોશ આવ્યો. ડોક્ટરે વિવેકને જીવનનો પરિચય કરાવ્યો, અને કહ્યુ કે જીવનના લોહીના કારણે એનો જીવ બચ્યો છે. વિવેકે આભાર માન્યો. પિયાએ વિવેકના કપાળને ચુમી લીધુ. એણે ઘણી વાતો કરી. વિવેકના વિચારો શરૂ થયા. એને જે પહેલો વિચાર આવ્યો એ વિજયને સોરી કહેવાનો. એણે એના મમ્મીને મોબાઇલમાંથી વિજયને કોલ લગાવવા કહ્યુ. વિવેકે રડતા રડતા વિજયને સોરી કહ્યુ. વિજયે પણ એના બેસ્ટ ફ્રેન્ડને કહ્યુ કે ‘આવુ તો ચાલ્યા કરે’. વિવેકની હાલતની ખબર પડી એટલે થોડી જ વારમાં વિજય પણ ત્યાં આવી પહોંચ્યો. વિવેકને અચાનક બસમાં મળેલા પેલા નંદુ ડોશીનો ચહેરો એની નજર સામે દેખાણો. એમનો હાથ એણે એના માથા પર મહેસુસ કર્યો. એને તરત ડોશીના શબ્દો યાદ આવ્યા. “ધણુ, જીવો દિકરા….!”

***

‘પિયા…? ઓ પિયા…? ક્યાં છે તુ…?’, પિયાના મમ્મીએ લતાબહેને કીબોર્ડ પર ટાઇપ કરતા કહ્યુ.

‘હા મમ્મી…! તુલસીને પાણી રેડુ છુ..! આવુ..!’, બહારથી પિયાનો અવાજ આવ્યો..! લતાબહેન ફરી સ્ક્રીનમાં ચહેરો ડુબાડીને ટાઇપ કરવા લાગ્યા.

‘હા, બોલ….!’, લતાએ ત્રાંબાનો લોટો ટેબલ પર મુક્યો અને કહ્યુ.

‘તારા પપ્પાને જગાડ એને મોડુ થશે..!’, લતાબહેને ટાઇપ કરતા કરતા જ કહ્યુ.

‘તુ તો જગાડી જ ના શકે નહિ..? જેની મમ્મી લેખક હોય એને આવુ જ હશે..?’, પિયાએ હસતા હસતા કહ્યુ.

‘ચાલ હવે લેખક વાળી, તમારા માટે જ કરૂ છુ આ બધુ. તારા પપ્પાને ઉભા કર. એમને લેઇટ થશે પાછુ..!’, લતાબહેને પિયા તરફ ફરીને કહ્યુ, પિયા અને લતાબહેને એકબીજા સામે સ્મિત કર્યુ. પિયા કુદતી કુદતી એના પપ્પાના બેડરૂમમાં ગઇ.

‘પપ્પા…? ઓ પપ્પા..?’, પપ્પાની લાડકીએ પપ્પાની ચાદરમાં જાંકીને કહ્યુ.

‘ટાઇમ થઇ ગયો એમને…?’, આલાપભાઇએ આંખો ખોલીને કહ્યુ.

‘હા પપ્પા, મીસ રાઇટર લખી રહ્યા છે. અને આજે ભાખરી મેં બનાવી છે…!’, પિયાએ લાડકા અવાજમાં કહ્યુ.

‘શુક્રવારની ડેડલાઇન…!’, આલાપભાઇએ અંદાજો લગાવ્યો.

‘ના, આજે તો ખબર નહિ કંઇક અલગ મુડમાં જ છે. કહે છે કે જંગલમાં રહેતા આદિવાસીઓની લવ સ્ટોરી લખે છે.’, પિયાએ સમજાવતા કહ્યુ.

‘એને તો આવુ નવુ નવુ કરવાની આદત જ છે.’, પિયાએ કતરાઇને એના પપ્પા સામે જોયુ. અલાપભાઇ સમજી ગયા પિયા શું કહેવા માંગતી હતી.

‘મારી સામે નાટક કરવાનુ બંધ કરો અને ચાલો ન્હાવા જાવ..! તમારા મોટા મોટા સંગિતકારો ક્લાસ પર તમારી રાહ જોઇ રહ્યા હશે…!’, પિયાએ એના પપ્પાની ચાદર ખેંચી લીધી.

*

આલાપભાઇ તૈયાર થઇને લતાબહેન પાસે આવ્યા. બન્નેએ એકબીજા સામે જોયુ અને સ્માઇલ કરી, બન્નેમાંથી કોઇ કંઇ જ બોલ્યા નહિ. જાણે કંઇક વાત હતી જે બન્નેને ખબર હતી. એને શબ્દોમાં લાવવાની જરૂર નહોતી.

‘વી વીલ સી ટુમોરો..!’, અલાપભાઇ અકડવાળી સ્માઇલ સાથે બોલ્યા.

‘યા સ્યોર વી વીલ..!’, લતાબહેન પણ બોલ્યા.

‘આ તમે સાનમાં શું વાતો કરી રહ્યા છો…?’, પિયા બન્ને સામે જોઇને બોલી.

‘એ તો કાલે ખબર પડશે..!’, લતાબહેન બોલ્યા.

‘ખબર પડે કે ના પડે તમે નાસ્તો કરી લો મારે જવાનુ છે બહાર…!’, પિયાએ એના પપ્પાને ડાયનીંગ ટેબલ પર લઇ જવા માટે ખેંચતા કહ્યુ.

‘તુ નહિં આવે…? મમ્મી….?’, પિયાએ બુમ મારી.

‘એ નહિ આવે..! કદાચ…!’, આલાપભાઇએ હસતા હસતા કહ્યુ,

‘આ વખતે શું નવુ કર્યુ છે…?’, પિયાએ આલાપભાઇ સામે જોઇને કહ્યુ.

‘કાલે ખબર પડી જશે..!’, આલાપભાઇએ હસતા હસાતા કહ્યુ.

‘હવે તમારે મોડુ નથી થતુ..? તમારે પણ કંઇક કરવાનુ છે યાદ તો છે ને..?’, લતાબહેને બુમ પાડતા કહ્યુ. આલાપભાઇએ જલદી જલદી નાસ્તો કર્યો. પિયાને પણ NGOની વન ડે સર્વીસ માટે જવાનુ હતુ તો એણે પણ ઉતાવળ રાખી. નાસ્તો પુરો થયો. આલાપભાઇ લતાબહેન પાસે ગયા અને એમના ગાલ પર પપ્પી આપી.

‘તમે એવાને એવાજ રહેશો..!’, લતાબહેને શરમાતા કહ્યુ.

‘બદલે એ બીજો..! અને મારે બદલવુ પણ નથી.’, આલાપભાઇએ હસતા હસતા કહ્યુ.

પહેલા આલાપભાઇ એના મ્યુઝીક ક્લાસે જવા નીકળ્યા અને પછી પિયા…!

*

પિયા ઓલરેડી લેઇટ થઇ ચુકી હતી, એને ગાંધીઆશ્રમ પાસેના સ્લમના બાળકોને લઇને ગાંધીઆશ્રમ જ જવાનુ હતુ. એ બાળકોનુ ઘરતો ગાંધીઆશ્રમ સામે જ પણ ગાંધી બહું દુર હતો..! એ સાથે સ્માઇલ NGOના બાળકોને મૌજ પણ કરાવવાની હતી. એટલે જ એને ખુબ ઉતાવળ હતી. અંકુર પહોંચવા આવી ત્યાંજ વિવેકનો કોલ આવ્યો. એણે ચાલુ સ્કુટીએ જ કોલ રીસીવ કર્યો, એ એક હાથે ટર્ન લેવા ગઇ. એનુ ગાડી પરનુ બેલેન્સ ના જળવાયુ અને એની બાઇક ઢળી પડી. ત્યાંજ દર્પણભાઇ ત્યાં આવી પહોંચ્યા. એ એમની નાઇટ કરીને ઓફીસેથી આવી રહ્યા હતા. એમનામાં આજે હેલ્પ કરવાની ખુમારી જાગી હતી, એમણે પિયા અને સ્કુટીને ઉભી કરી.

‘થેંકયુ વેરી મચ..!’, પિયાએ કહ્યુ.

‘ઇટ્સ ઓકે..!’, દર્પણભાઇએ કહ્યુ.

‘પ્લીઝ તમારૂ નામ અને સાઇન આ નોટબુકમાં કરી આપશો..? મારી એક આદત છે કે જે લોકો મને હેલ્પ કરે એમને મારે ભુલવા નહિ..!’, પિયાએ પોતાની બેગમાંથી એક બુક કાઢીને દર્પણભાઇને આપતા કહ્યુ. દર્પણભાઇએ એ બુકમાં પોતાનુ નામ લખ્યુ, નીચે ‘કીપ સ્માઇલીંગ’ અને પોતાની સાઇન કરી.

‘થેંક્સ..!’, દર્પણભાઇએ કહ્યુ.

‘પિયા..!’, પિયાએ પોતાનુ નામ બોલતા કહ્યુ.

‘દર્પણ..!’, દર્પણભાઇએ એમનુ નામ કહ્યુ.

‘થેંક્સ અગેઇન દર્પણભાઇ…!’,

‘ઇટ્સ ઓકે..! બને તો કોઇને હેલ્પ કરી દેજો..!’, દર્પણભાઇએ કહ્યુ.

‘સ્યોર..!’, પિયાએ પોતાની સ્કુટી ચલાવી મુકી. થોડી વાર પછી કોલ કરીને એણે વિવેકને જે બન્યુ હતુ એ કહ્યુ. વિવેકે જે અફવા એને સાંભળવા મળી હતી તે કહી. વિવેક ખુબજ ગુસ્સામાં લાગી રહ્યો હતો. પિયાએ એને શાંત પડવા કહ્યુ અને વિજય સાથે નીરાંતે વાત કરવા કહ્યુ. પરંતુ વિવેકનો વિજય પ્રત્યેનો ગુસ્સો શાંત ના થયો.

‘કાલે મળીને વાત કરીએ..? આજે હું બહુંજ લેઇટ છુ...! એન્ડ કામ ડાઉન..!’, પિયાએ પ્રેમથી વિવેકને સમજાવતા કહ્યુ.

‘નો પ્રોબ્લેમ..! બાય..!’, વિવેકે પણ પ્રેમથી જવાબ આપ્યો.

‘બાય..!’, પિયાએ કહ્યુ. પિયા સ્માઇલ NGOની ટીમ અને બાળકો સાથે ગાંધીઆશ્રમ ગયા અને બધાને બપોર સુધી જલસા કરાવ્યા. એ પછી એની ટીમનુ કામ હતુ, મેઘાણી નગર પાસેના સ્લમ પાસે જઇને ત્યાંના લોકોને એજ્યુકેશન માટે અવેર કરવા. એની ટીમ ઇનોવામાં હતી અને પિયા એની સ્કુટી લઇને જઇ રહી હતી, ત્યાંજ માર્કેટના છેડા પર એણે ડોશીમાંને જાંબુડાનો ટોપલો લઇને બેસેલા જોયા. મોટા મોટા ચળકતા જાંબુડા જોઇને એના મોંમા પાણી આવી ગયુ. ઓફ સીઝનમાં આવા જાંબુડા અને એ પણ અમદાવાદમાં…? એણે તરત જ સ્કુટીને સ્ટેન્ડ ચડાવ્યુ અને જાંબુડા લેવા માટે દોડી ગઇ.

‘દાદી કેમ આપ્યા જાંબુ ?’, પિયાએ નંદુ ડોશીને પુછ્યુ.

‘નંદુ ડોશીએ કંઇ બોલ્યા વિના જાંબુનો ખોબો ભરીને પ્લાસ્ટીકની થેલી ભરી દીધી.’, પિયાએ એક જાંબુ ચાખ્યુ.

‘લ્યો..! જાંબુ બહું જ મીઠા છે.’, પિયાએ પૈસા આપતા સ્મિત સાથે કહ્યુ.

નંદુ ડોશીની પ્રસન્નતામાં વધારો થયો. એમણે સ્મિત કર્યુ અને પૈસા પાછા આપી દીધા. પિયા વધારે કંઇ ના બોલી. જાણે નંદુ ડોશીને સમજી ગઇ હોય. પિયા સ્મિત કરીને ચાલતી થઇ ગઇ. પિયાને એક જ દિવસમાં બે વ્યક્તિ એવી મળી હતી જેણે કોઇ કારણ વિના સ્નેહ આપ્યો હતો. પિયા ચાલતી થઇ ત્યાંજ એને યાદ આવ્યુ કે એ પોતાનુ પર્સતો જાંબુડા વાળી ડોશી પાસે ભુલી ગઇ છે. એ દોડતી ત્યાં પહોંચી. નંદુ ડોશી અને પીંકી આંખોથી જાણે ગુફ્તગુ કરી રહ્યા હોય એવી રીતે એકબીજા સામે જોઇ રહ્યા હતા. પિયાને પીંકીને જોઇને હરખ ઉભરાઇ આવ્યો. એણે પીંકીને ચુમી લીધી. એ એનુ પર્સ લઇને ચાલતી થઇ ગઇ. સાંજ સુધી સ્માઇલની આખી ટીમે મેઘાણીનગરના સ્લના છોકરાઓને ખુબજ જલસા કરાવ્યા. સાથે એજ્યુકેશનનુ ઇમ્પોર્ટન્સ પણ સમજાવ્યુ.

પિયા જેવી એનર્જી લઇને સવારે આવી હતી, એવી જ એનર્જી લઇને એ પાછી ઘરે જઇ રહી હતી..! એજ તો આનંદ હોય છે આપવાનો..! એના ચહેરા પર સ્માઇલ બરકરાર હતી.

*

‘તો ક્યાં પહોંચી સ્ટોરી..?’, રાતે ડીનર લેતી વખતે આલાપભાઇએ હસતા હસતા લતાબહેનને પુછ્યુ.

‘કાલે એટલે કાલે જ..! તમે મને ના કહો તો હું શામાટે કહું…?’, લતાબહેને પણ હસતા હસતા કહ્યુ. પિયાના પલ્લે કંઇ નહોતુ પડી રહ્યુ.

‘તો તમે બન્ને મને કહી દો..!’, એણે હસતા હસતા કહ્યુ. લતાબહેન અને આલાપભાઇ એકબીજા સામે જોઇને હસ્યા અને પિયા સામે જોયુ.

‘મમ્મી પપ્પા, તમે બન્ને સનકી છો..!’, પિયાએ હસતા હસતા કહ્યુ.

‘એટલે જ તો અમે હંમેશા ખુશ રહીએ છીએ..!’, આલાપભાઇએ પિયાની પીઠમાં હાથ થપથપાવતા કહ્યુ.

*

પિયાએ ગઇ કાલે રાતે જ નક્કિ કર્યુ હતુ કે આવતી કાલે કોઇને તો હેલ્પ કરવી જ. આજે સ્માઇલમાં તો નહોતુ જવાનુ બટ, વિવેકને મળવાનુ હતુ. એ સવારે વહેલા ઉઠી અને એણે ફુડ પેકેટ તૈયાર કર્યા. વિવેકના ઘરની આસપાસ કોઇ હોસ્પીટલ હશે ત્યાં ફુડ પેકેટ આપતી આવશે અને વિવેકને મળતી આવશે એવુ એણે વિચાર્યુ. એણે વિવેકને કોલ લગાવ્યો બટ કોઇએ રીસીવ ના કર્યો. એણે વિવેકને મેસેજ છોડ્યો. એ ફુડ પેકેટ લઇને ચાલતી થઇ. એણે આસપાસની ઘણી હોસ્પીટલ અને મેડીકલ પર ફુડ પેકેટ્સ આપ્યા. પાંચેક ફુડ પેકેટ્સ વધ્યા હશે.

એક મેડીકલ હજુ ખુલી જ રહ્યુ હતુ, પિયા ત્યાં પહોંચી ગઇ. એણે હર્ષદભાઇને ફુડ પેકેટ્સ આપ્યા અને જરૂરતમંદોને આપવા કહ્યુ. હર્ષદભાઇએ કોઇજ દલીલ વિના ફુડ પેકેટ્સ લઇ લીધા. પિયાનુ ફુડ પેકેટ્સનુ કામ પુરૂ થઇ ગયુ હતુ, હવે એને વિવેકને મળવાનુ હતુ. વિવેક હજુ કોલ રીસીવ નહોતો કરી રહ્યો એટલે પિયાએ વિવેકના ઘરે જવાનુ જ નક્કિ કર્યુ. એ એની સ્કુટી લઇને વિવેકના ઘર તરફ નીકળી. સ્કુટી પર હતી ત્યારેજ એના મોબાઇલમાં કોલ આવ્યો. વિવેકનો હતો.

એણે કોલ રીસીવ કર્યો. ફોન પર સાંભળીને એના પેટમાં ધ્રાસકો પડ્યો. એ રડવા જેવી થઇ ગઇ હતી. વિવેકના મમ્મીનો કોલ હતો. એમણે વિવેકના એક્સીડન્ટના સમાચાર આપ્યા. પિયાએ તરત જ હોસ્પીટલનુ નામ સરનામુ પુછ્યુ. એ જ્યાંથી આવી હતી એણે ત્યાંજ જવાનુ હતુ. વિવેક ICUમાં હતો. પિયાના જીવમાં જીવ નહોતો. જ્યારથી એણે સાંભળ્યુ કે વિવેક ICUમાં છે ત્યારથી એના હાથ કંપી રહ્યા હતા. પિયા ઉતાવળે ઉતાવળે હોસ્પીટલ પહોંચી. એ સીધીજ ICUમાં દાખલ થઇ. વિવેકના મમ્મી વિવેક પાસે બેસેલા હતા. ડોક્ટરોની ટીમ વિવેકના બેડને ઘેરેલી હતી. પિયા સીધી જ વિવેકના મમ્મી પાસે ચાલી ગઇ. એની આંખોમાં આંસુ આવી ગયા. વિવેકના મમ્મી પણ એના આંસુઓ રોકી ના શક્યા.

‘બધુ જ ઠીક થઇ જશે બેટા..!’, વિવેકના મમ્મી પિયાને દિલાસો આપતા રહ્યા. થોડી જ વારમાં ડોક્ટરોએ બધાને ICUની બહાર નીકળવાની સુચના આપી દીધી. બન્ને ICUની બહાર નીકળ્યા. વિવેકના મમ્મીએ પિયાને બધી વાત કહી. પિયાએ પણ વિવેકના મમ્મીને ‘બધુ ઓકે થઇ જશે’ એવો દીલાસો આપ્યો. પિયા ઇશ્વર પાસે પોતાના માટે માંગવામાં નહોતી માંગતી, પરંતુ એ ચાહતી હતી કે એ વિવેકના મમ્મી માટે માંગે એટલે એ ઇશ્વરને પ્રાર્થના કરતી રહી. સાંજે વિવેકને હોશ આવ્યો. પિયા વિવેકને ચુમી પડી. બન્નેનો પ્રેમ જોઇને વિવેકના મમ્મીની આંખોમાં પણ આંસુ આવી ગયા. વિવેકને પણ એની ભુલ સમજાણી. એણે એના બેસ્ટ ફ્રેન્ડ વિજયને કોલ કરીને બોલાવ્યો. એ દિવસે હોસ્પીટલના તે ICUમાં પ્રેમ વહી રહ્યો હતો. બધાજ ની આંખોમાં પ્રેમ સિવાય કંઇજ નહોતુ..!

*

પિયાએ એના મમ્મી પપ્પાને વિવેકના એક્સીડેન્ટની વાત કરી હતી. બટ હવે બધુ ‘ઓકે’ હતુ..! સો બધા જ ખુશ હતા. પિયાને હ્રદયમાં સુકુન હતુ કે વિવેક સલામત હતો. બટ હવે ડીનરનો ટાઇમ થઇ ગયો હતો..!

*

આલાપભાઇ અને લતાબહેન એકબીજાની સામ સામેની ડાઇનઈંગ ટેબલ પર હતા. બન્ને બ્લશ કરી રહ્યા હતા. બન્ને રાહ જોઇ રહ્યા હતા કે કોણ પહેલા બોલવાની શરૂઆત કરે..! પિયા પણ આ જોઇને મેસ્મરાઇઝ્ડ હતી. એને આશ્ચર્ય એ વાતનુ હતુ કે લોકોની મેરીડ લાઇફમાં કેટલા જગડા થતા હોય છે, કેટલો કંકાસ થતો હોય છે. બટ એના મમ્મી પપ્પા દરેક વીકેન્ડમાં કોઇને કોઇ બહાનુ શોધી જ લેતા જે એમના સીક્રેટ્સ અને સ્માઇલ જાળવી રાખતુ..! આજે પણ એજ સ્માઇલ હતી..! લતાબહેન અને આલાપભાઇના ચહેરા પર સ્માઇલ જોઇને પિયા પણ ખીલી રહી હતી..!

‘તો તમે લોકો કંઇ બોલશો કે નહિ..?’, પિયાએ હસતા હસતા કહ્યુ. એણે શાક રોટલી એની પ્લેટમાં લીધી.

આલાપભાઇ અને લતાબહેન એકબીજા સામે જોઇને બ્લશ કરતા રહ્યા.

‘જમી લઇએ પહેલા..?’, આલાપભાઇએ હસતા હસતા કહ્યુ.

‘નો પ્રોબ્લેમ..! ’, લતાબહેને હસતા હસતા જ જવાબ આપ્યો. જમતા જમતા બન્ને એકબીજા સામે એવી રીતે જોતા હતા કે જાણે કંઇક નવુ જાણવા મળશે..! થોડી વારમાં ડીનર પુરૂ થયુ. કામકાજ પતાવીને બધા સોફા પર બેઠા. પિયા, લતાબહેન અને આલાપભાઇ…! ચોમાસામાં આઇસક્રીમનુ ડેઝર્ટ લઇ રહ્યા હતા. બટ લતાબહેન અને આલાપભાઇના ચહેરા પરનુ બ્લશ બંધ નહોતુ થઇ રહ્યુ..!

લતાબહેન ઉભા થયા અને એક ફાઇલ લઇ આવ્યા…! એમના ચહેરા પર સ્માઇલ છલકાઇ છલકાઇને બહાર નીકળી રહી હતી. આલાપભાઇ ઘુંટડે ઘુંટડે એને પી પણ રહ્યા હતા. લતાબહેન આલાપભાઇ પાસે આવીને બેઠા..!

‘તો શું લખ્યુ…?’, આલાપભાઇએ લતાબહેન સામે જોઇને કહ્યુ.

‘જે તમે કહ્યુ હોય એ જ..!’, લતાબહેને હસતા હસતા કહ્યુ.

‘એક આદીવાસી છોકરા અને એક શહેરની છોકરીની સ્ટોરી…!’, આલાપભાઇએ પ્રીયાને જણાવવા એની સામે જોયુ.

‘તો એમા શું નવાઇની વાત છે. મમ્મી તો એ લખી જ શકે ને..!’, પ્રીયાએ કોઇ આશ્ચર્ય વિના કહ્યુ.

‘પણ એને સ્ટોરી એ રીતે લખવાની હતી કે એ સ્ટોરીની છોકરી તારી મમ્મી હોય અને આદિવાસી છોકરો હું હોવ એટલે અમારી લવ સ્ટોરીને એણે એ સ્ટોરી સાથે કનેક્ટ કરીને લખવાની હતી…!’, આલાપભાઇએ સ્માઇલ કરીને લતાબહેન સામે જોયુ.

‘હું પણ લેખક છુ હો..! લાગણીઓને સુરમાં ગુંથીને શબ્દોમાં ઉતારવી એ મારૂ કામ છે..! શહેરથી આવેલી મેમને ક્યાં ખબર હતી કે એ જંગલી છોકરો જ, એની પાછળ પડેલા શીયાળથી બચાવશે..! ’, લતાબહેને સ્ટોરી ઉપર થોડુ ઝુમ કર્યુ..!

‘બટ જંગલી છોકરા અને શહેરી છોકરી વચ્ચે કંઇ થયુ હતુ…?’, આલાપભાઇએ હસતા હસતા પુછ્યુ.

‘જંગલીઓને કંઇ ખબર થોડી પડે..? એ છોકરીએ જંગલી છોકરાને મોબાઇલ જોવા આપ્યો. એમાં વાઇબ્રેટ થયુ તો એ લોકો ડરી ગયા..! રાડારાડી મચાવી મુકી..! છોકરીના મોબાઇલને સળગાવી દીધો..! છોકરી ગુસ્સે થઇ ગઇ અને એ જંગલી સાથે વાત ના

કરવાનુ નક્કિ કર્યુ હતુ..!’, લતાબહેને હાથથી સમજાવતા કહ્યુ.

‘જંગલીઓ તો નિર્દોષ હોય છે, એને થોડી તમારા વોટ્સએપ અને ફેસબુકની જરૂર હોય. એ તો ફેસટુફેસ ડોટ કોમ નામની સાઇટ ઇન્ટરનેટ વિના ખોલતા હોય છે. ત્યાં કોઇ ઇગો ના હોય. કુદરત સાથે રહેવા વાળાતો કુદરત સાથે એટલા કનેક્ટેડ હોય કે કુદરતની કરૂણા એની રગોમાં વહેતી હોય..!’, આલાપભાઇએ હસતા હસતા જંગલી છોકરાનો બચાવ કરતા કહ્યુ.

‘તમે તો એવુ જ કહેવાનાને..!’, લતાબહેન હસ્યા..!

‘તો પછી ગામડીયા સાથે લગ્ન શામાટે કર્યા…!’, આલાપભાઇએ હસતા હસતા આખી સ્ટોરીને એક જ વાક્યમાં કહી દીધી. પિયા બધુ સમજી ગઇ. બધા જ હસ્યા..!

‘કારણ કે શહેરી મેમને એ જંગલી છોકરાની કોઇ સ્વાર્થ વિનાની હેલ્પ દિલમાં ઉતરી ગઇ હતી. કદાચ એ છોકરીનો પ્રેમ સ્વાર્થયુક્ત કહી શકાય, કારણ કે એ હેલ્પ કર્યા પછીનો હતો. પણ એ જંગલીને મારી પાસેથી કંઇ આશા નહોતી..!’, લતાબહેન આલાપભાઇને ભેટી પડ્યા. એકબીજાની બાજુમાં બેસેલા બન્નેએ એકબીજાને જકડી લીધા. પિયા આ જોઇને ખુબ ખુશ હતી કે એમના મમ્મી પપ્પા મેરેજના આટલા વર્ષો પછી પણ એકબીજાને આટલો પ્રેમ કરે છે..! આલાપભાઇ લતાબહેનનો ખભો થપથપાવ્યો અને એમણે એમના કપાળ પર હોઠ ચોડ્યા. બન્ને વચ્ચે અદભુત પ્રેમનુ દ્રશ્ય રચાયુ.

‘તમે તમારૂ ટાસ્ક પુરૂ કર્યુ કે નહિ…?’, લતાબહેને છુટા પડીને હસતા હસતા કહ્યુ.

‘શું ટાસ્ક..?’, આલાપભાઇ બોલીને હસ્યા. એણે પિયાને તાળી આપી.

‘ક્યુ ટાસ્ક..! યાદ અપાવુ..?’, લતાબહેન આલાપભાઇને હાથ બતાવતા બોલ્યા.

‘યાદ આવી ગયુ હો..! બસ બસ માડી ખમ્મા..!’, આલાપભાઇ હસતા હસતા બોલ્યા.

‘તે કહ્યુ હોય અને મેં ના કર્યુ હોય એવુ આજ સુધી બન્યુ છે..?’, આલાપભાઇ લતાબહેનની આંખોમાં જોઇને બોલ્યા.

‘તારી મમ્મીએ ખુબ જ અઘરૂ કામ આપ્યુ હતુ..! પાંચ રાગ ભેગા કરીને એક રાગ બનાવવાનો હતો અને એના પર કોઇ ઇન્સ્ટ્રુમેન્ટના સુરો રેકોર્ડ કરવાનુ કહ્યુ હતુ…!’, આલાપભાઇએ પિયા સામે જોઇને કહ્યુ.

‘ક્યા ક્યા રાગો લીધા તમે..?’, લતાબહેને સ્નેહથી આલાપભાઇ સામે જોયુ.

‘પાગલ, રાગો તો બધા તારા જેવા જ લીધા છે, મધુવન્તી તારા પ્રેમ જેવો રાગ, પીલુ તારા જેવો સ્વીટ, રાગ મુલતાની તારા જેવો ચંચળ, માલકૌસ તારા જેવો પેશનેટ કોઇને પણ થીરકતા કરી દે, અને એ રાગ જે પુર્ણ કરી દે, જેનાથી તુ મને પુર્ણ કરે છે, જે મને પુર્ણ કરે છે – ભૈરવી…!’, આલાપભાઇ રાગો બોલ્યા. લતાબહેનની આંખોના ખુણા ખુશીના કારણે ભીના થઇ ગયા. બન્ને ફરી ભેટી પડ્યા..! પિયા પણ મમ્મી એના પપ્પાને ભેટી પડી. ત્રીભેટો થઇ ગયો..!

‘મેં આ રાગનુ નામ આપ્યુ છે, પાંચેય રાગના નામ ભેગા કરીને એનુ નામ રાખ્યુ છે મલુકૌસવી.. સ્પેશીયલ તારા માટે..!’

આલાપભાઇએ એમનુ કંપોઝીશન શરૂ કર્યુ..! ત્રણેય એકબીજાને જકડીને સાંભળતા રહ્યા. આલાપભાઇ લતાબહેનની આંખોમાં આખો નાખીને જોતા રહ્યા અને પિયા એના પ્રિય મમ્મી પપ્પાને..! ત્રણેયની આંખો અને હ્રદયમાં પ્રેમ છલકાતો રહ્યો..! ત્રણેય પ્રેમના પ્રયોગોને કારણે તરબત થતા રહ્યા.

***

જીવન એક સર્કલ સિવાય બીજુ કશું નથી. જો આપણે લોકોને નફરત આપીશું તો આપણને નફરત જ પાછી મળશે, અને જો પ્રેમ આપીશુ તો પ્રેમ મળશે. વિવેકે અજાણતા એક સારૂ કામ કર્યુ. આપણા એક સારા પગલાની અસર ઘણા લાંબા સમય સુધી રહેતી હોય છે. ઘણા બધા લોકો ઉપર થતી હોય છે. સવારમાં કોઇને આપેલુ એક સ્મિત પણ કોઇ પણ માણસનો દિવસ સુધારી શકે. એ માણસનો આખો દિવસ સુંદર જશે, એ બીજા માણસ સાથે પણ ખુબ હુંફાળુ વર્તન કરશે. પહેલી જ ‘સ્માઇલ’ દર્પણભાઇની સ્ટોરીમાં દર્પણભાઇએ પિયાને કરેલી હેલ્પ ઘણા લોકોનુ જીવન પર અસર કરે છે. વિવેક-નંદુડોશી-પીંકી-સરળભાઇ-હર્ષદભાઇ-જીવન-વિવેક આ ચેઇન તો ખુબ નાની છે. પ્રેમને કોઇ છેડો નથી હોતો. પ્રેમનો પ્રયોગ સ્મિતથી શરૂ થાય છે, એ ક્ષમાથી શરૂ થાય છે, એ હુંફ અને સંવેદનાથી શરૂ થાય છે.

જીવનનો એક જ નીયમ છે, જે તમે આપશો એ તમને પાછુ મળશે. તમે પ્રેમ આપશો તો તમને બમણો પ્રેમ પાછો મળશે. પણ એના માટે જરૂરી છે. પ્રેમનો એક પ્રયોગ.

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.

The End