Danak - 18 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક ૧૮

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ડણક ૧૮

ડણક

A Story Of Revenge.

ભાગ:18

(સેજલ ની મોત નો બદલો લેવા કાનો પોતાનાં સાથીદારો સાથે નીકળી પડે છે સાવજ નો શિકાર કરવા.. વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ એમની સાથે જોડાય છે. પોતાનાં સિદી દોસ્તો ની મદદ થી કાનો આગળ વધે છે.. રાતે એક જગ્યાએ નિરો પર દિપડાં દ્વારા હુમલો થાય છે પણ સમયસુચકતા વાપરી વિજય એને બચાવી લે છે.. નદી કિનારે એમની ટુકડી રોકાય છે જ્યાં રાત્રે ચોકી પહેરો ભરતો ગાભુ અજાણતાં જ સુઈ જાય છે.. હવે વાંચો આગળ.. )

ગાભુ ને એમ હતું કે હવે હવે તો સવાર પડવા આવી એટલે કોઈ જનાવર આજુ બાજુ નહીં ફરકે એટલે નિશ્ચિન્ત થઈ એ આંખ બંધ કરી આડો જ પડ્યો હતો ત્યાંતો એને ક્યારે ઊંઘ આવી એ ખબર જ ના રહી.

થોડીવાર વીતી હશે ત્યાં ઘુરકવાનો અવાજ સાંભળી અકુ ની આંખ ખુલી તો પોતાની નજરો સામે રહેલું મંજર જોઈ એ નવાઈ પામી ગયો.. અકુ એ જોયું તો એ સૂતાં હતાં એની આજુબાજુ ફરતે શિકારી કૂતરાંઓની ટોળકી હતી.. લગભગ પંદર જેટલાં શિકારી કુતરાઓ એમની ફરતે અત્યારે હાજર હતાં.

(જંગલી શિકારી કૂતરાં.. wild dogs એ આપણાં આજુબાજુ જોવા મળતાં સામાન્ય કૂતરાં ની જ જેટલી આકારનાં હોય છે.. પણ એ વધુ ખુંખાર હોય છે.. મોટાભાગે આ કુતરાઓ મોટાં ટોળામાં હોય છે.. ક્યારેક એમનું ટોળું પચાસ થી વધુ નું હોય શકે છે.. વાઘ પર પણ આ કુતરાઓએ હુમલો કરવાની ઘટનાઓ નોંધાયેલી છે.)

"બધાં જાગો.. જલ્દી અને જુઓ આજુબાજુ.. "અકુ એ જોરથી બુમ પાડી.

અકુ ની બુમ સાંભળી ત્યાં સુતેલાં બધાં જાગી ગયાં.. પોતાની ગોળ ફરતે આવેલાં જંગલી કુતરાઓને જોઈ બધાં ની ઊંઘ એક જ ક્ષણ માં ઉડી ગઈ.. એ કૂતરાં ઓ વિજય ને જોઈ ને સતત ભસી રહ્યાં હતાં.. !!

કાનો અને ત્યાં હાજર બીજાં લોકો સમજી ગયાં કે વિજય ફોરેસ્ટ અધિકારી છે એવું આ કૂતરાં એનાં પહેરવેશ પરથી સમજી ગયાં હોવાં જોઈએ એટલે એની તરફ જોઈને ભસે છે.. ગાભુ અને વિરજી નો નૂર વગરનો ચહેરો જોઈ બીજાં સમજી ગયાં હતાં કે એ બંને ચોકીપહેરો કરવાની જગ્યાએ સુઈ ગયાં હતાં.

વિજય પણ કૂતરાંઓની આ હરકત થી થોડો ડરી ગયો હોય એવું લાગતું હતું.. વિજય દિપડાં જેવાં ખૂંખાર જનાવર થી ના ડર્યો પણ આ કુતરાઓનું ટોળું એનાં કપાળે પરસેવો પેદા થાય એમ એને ડરાવી રહ્યું હતું એ વાત થોડી નવાઈ ભરેલી તો હતી જ.

વિજયે પોતાની રિવોલ્વર રાખવાની જગ્યાએ જોયું તો એ પોતાની રિવોલ્વર પોતાની જોડે રાખવાની જગ્યાએ ભૂલથી પોતાની બેગમાં મૂકી આવ્યો હતો અને બેગ થોડી દૂર હતી.. વિજય નાં ચહેરા પરનો ભાવ સમજી ચુકેલા કાના એ બીજાં બધાં ને ઉદ્દેશીને કહ્યું.

"તમે બધાં વિજય ભાઈ ની ફરતે ગોઠવાઈ જાઓ.. લાગે છે આમનો નિશાનો વિજય ભાઈ છે એટલે એમને કોઈપણ હિસાબે કંઈપણ થવું ના જોઈએ.. "

"કાના ભાઈ.. આમ ની સંખ્યા ગણી છે એટલે ભારે પડશે.. "ગાભુ એ કહ્યું.

"ગાભુ મેં તને કહ્યું હતું કે કલાક સુધી સાચવજે.. પણ તારા થી એટલું પણ ના થયું.. "વિરજી એ ગુસ્સામાં ગાભુ તરફ જોઈ કહ્યું.. જે સાંભળતાં જ ગાભુ નો ચહેરો પડી ગયો.

"હવે જૂની વાતો મૂકી આ પરિસ્થિતિ નો સામનો કરવાનું કંઈક કરીએ તો સારું.. "જુમને કહ્યું.

કુતરાઓ હજુપણ વિજય ની તરફ ઘુરકિયા કરીને જોઈ રહ્યાં હતાં.. પણ એ બધાં બીજાં કોઈ પર હુમલો કરી નહોતાં રહ્યાં.. કારણ વિચિત્ર હતું.. પણ લાગતું હતું કે એ ભૂખ્યાં નહીં હોય અને પાણી પીવા આવ્યાં હશે એટલે એમને કાના કે એમની ટુકડી નાં કોઈ સદસ્ય પર હુમલો કરવાની દાનત નહોતી.

"વિજય ભાઈ તમારી બંદૂક વડે હવામાં ગોળી છોડી અવાજ કરો એટલે લખે ને આ બધાં જતાં રહે.. "કંઈક સૂઝ્યું હોય એમ કાનો બોલ્યો.

"પણ હું મારી ગન ત્યાં થેલામાં જ ભૂલી ગયો છું.. "ફોડ પાડતાં વિજયે કહ્યું.

"વિજય અમે આ કુતરાઓને થોડો વ્યસ્ત રાખીએ છીએ.. તમે તમારો થેલો લેતાં આવો અને એમાં રહેલી રિવોલ્વર વડે ગોળી છોડી અવાજ કરો.. ગોળી છૂટવાનો અવાજ સાંભળી એ બધાં ડરીને ભાગી જશે.. "વિરજી એ સૂચન આપતાં કહ્યું.

"ના વિજય ભાઈ તમારે જવાની જરૂર નથી.. તમે અહીં ઉભાં રહો હું તમારો થેલો લેતો આવું છું.. પણ તમે અહીં જ રહો.. "જુમને કહ્યું.

"હા હું અને જુમન તમારો થેલો લેતાં આવીએ.. કેમકે તમારાં પર કુતરાઓ હુમલો કરવા માંગે છે એવું મને લાગી રહ્યું છે."કાના એ કહ્યું.

કાના નાં કહેવાથી વિરજી,ગાભુ,અકુ અને નિરો વિજય ની ફરતે કુંડાળું કરી ઉભાં રહી ગયાં.. કાનો અને જુમન એકબીજાની પીઠ થી પીઠ અડાડી ધીરે ધીરે થેલો રાખ્યો હતો એ તરફ આગળ વધી રહ્યાં હતાં.. કુતરાઓ પણ સમજી ગયાં હોય કે આ બંને લોકો કંઈક કનગડત કરી રહ્યાં લાગે છે એટલે એમાંથી ચાર કૂતરાં કાના અને જુમન ની તરફ આગળ વધ્યા.

જેવો કાના એ થેલો પોતાનાં હાથમાં લીધો એવાં જ એમાંથી ચાર કુતરાઓએ થેલો પોતાની તરફ ખેંચવા માંડ્યા.. કાનો પણ પોતાની બાવડાં ની તાકાત વડે એ થેલો પોતાની તરફ ખેંચી રહ્યો હતો.જુમને પગ વડે પાટા મારી કુતરાઓને થેલા થી અળગા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.. પણ જુમન એક કૂતરાને દૂર કરે તો બીજાં ત્રણ થેલો છોડતાં નહોતાં અને એમાંથી બીજાં ને દૂર કરવા જાય તો પહેલાનો કૂતરો આવી ને પાછો થેલો પકડી લેતો હતો.

દસ મિનિટ સુધી આમ જ કાનો અને જુમન થેલો લાવવાની કોશિશ માં રહ્યાં પણ બધું વ્યર્થ.

"કાના ભાઈ આમ ની પકડ માંથી થેલો છોડાવવો અશક્ય લાગે છે.. "જુમને કંટાળીને કહ્યું.

"તો શું કરીશું.. આમની સંખ્યા જોઈ ને લડવાનો વિચાર કરવો યોગ્ય નથી.. કેમકે એમાં જીવ નું જોખમ માથે તોલાય છે.. એટલે ગમે તે કરી આ થેલો તો લેવો જ પડશે.. "કાના એ કહ્યું.

અચાનક કુતરાઓ દ્વારા થતી ખેંચતાણ ને લીધે એ થેલો ફાટી ગયો અને અંદર થી રિવોલ્વર નીચે જમીન પર પડી ગઈ.. એને જોતાં જ જુમન અને કાના ની આંખો માં ચમક પેદા થઈ અને આંખો ના ઈશારા થી એ બંને એ કંઈક કહ્યું એકબીજાને.. જે સમજતાં જુમને રિવોલ્વર લઈ લીધે.. ત્યાં સુધી કાનો ખાલી ખાલી થેલો ખેંચીને કુતરાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચતો રહ્યો.. અને જેવી જ જુમને રિવોલ્વર ઉપાડી કાના એ થેલો પડતો મુક્યો જેના લીધે કુતરાઓ ગડથોલિયાં ખાઈને દૂર જઈ પડ્યાં.

જુમન અને કાનો પળવાર નો પણ વિલંબ કર્યા વગર દોડીને પોતાનાં અન્ય સાથીદારો ની જોડે આવીને ઊભા રહ્યાં.. જુમને રિવોલ્વર વિજય નાં હાથમાં મૂકી દીધી.વિજયે રિવોલ્વર હાથમાં આવતાં જ એનું ટ્રિગર દબાવી હવામાં ફાયરિંગ કર્યું.. જેની અસર સ્વરૂપે કૂતરાં નું ટોળું સહેજ ભયભીત થઈને પાછું જરૂર પડ્યું પણ ત્યાંથી દૂર ગયું નહીં.. આખરે વિજયે રિવોલ્વર નું નિશાન એ કુતરાઓ તરફ તાક્યું અને એક ગોળી કુતરાઓ ની બિલકુલ આગળ જમીન પર છોડી.

ગોળી નો અવાજ આ વખતે કારગર નીવડયો અને બધાં કૂતરાંઓએ પીછેહઠ કરી અને એકપછી એક કૂતરાં જંગલ ભણી દોડ્યા અને થોડીવાર માં એમનો ભસવાનો અવાજ પણ આવતો બંધ થઈ ગયો.

"ગેલછપ્પા ગાભલા ભાન નથી પડતું.. એક કલાક ખાલી તને ધ્યાન રાખવાનું કહ્યું હતું અને એમાં પણ તું ધક્કો ના રાખી શક્યો.. "વિરજી એ તાડુકીને કહ્યું.

"ભાઈ.. ભૂલ થઈ ગઈ.. હવે તારે જે સજા આપવી હોય એ આપ.. "પોતાની ભૂલ નું પરિણામ આટલું ગંભીર આવતાં ગાભુ નતમસ્તક થઈને બોલ્યો.

"હવે જે થઈ ગયું એ ભૂલી ને આગળ શું કરવાનું છે એનું વિચારીએ તો આપણાં સંધાય માટે એ વધુ સારું રહેશે.. "કાના એ ગાભુ નો ઉદાસ ચહેરો જોઈ કહ્યું.

"હા વિજય ભાઈ.. હવે તમે જ કહો કે આગળ આપણે કઈ તરફ આગળ વધવાનું છે.. ?"જુમને કહ્યું.

જુમન ની વાત સાંભળતાં જ વિજય પોતાનાં ફાટેલાં થેલા ને લેવા ગયો.. એમાં હાથ નાંખી વિજયે જંગલ નો નકશો બહાર કાઢ્યો.. વિજયે જોયું કે એ નકશો ઘણી જગ્યાએથી કુતરાઓની ખેંચતાણનાં લીધે ફાટી ગયો હતો.. પણ હજુએ અંદર ની માહિતી આછી પાતળી વંચાય એવી હતી.. વિજયે નકશો એક પથ્થર પર પાથર્યો એટલે બીજાં લોકો પણ એની ફરતે આવીને ગોઠવાયાં.

"જોવો.. આગળ વધવાનો આ એક રસ્તો છે.. સિંહ શક્યવત એ રસ્તે થી જ ગયો હશે.. આ રસ્તે ફરીને નદી ની પેલે પાર જતાં ત્રણેક દિવસ લાગી જશે.. "વિજયે આંગળી થી આગળ નો રસ્તો બતાવતાં કહ્યું.

"ત્રણ દિવસ.. ?.. ત્રણ દિવસ તો ઘણાં કહેવાય.. વિજય.. "કાનો વિજય ની વાત સાંભળી બોલ્યો.

"હા કાના ની વાત સાચી છે.. ત્રણ દિવસ તો ખરેખર બહુ જ કહેવાય.. કોઈ બીજો રસ્તો નથી.. ?"વિરજી એ કહ્યું.

"બીજો રસ્તો તો છે.. પણ થોડો મુશ્કેલ છે.. "ખચકાતાં સુરે વિજય બોલ્યો.

"હા પણ કહો તો ખબર પડે ને કે કેવો મુશ્કેલ છે અને કેવો સરળ.. "ગાભુ એ કહ્યું.

"એનાં માટે સરળ માં સરળ રસ્તો છે નદીમાં તરી ને સામેની તરફ જવું.. " ગાભુ ની વાત નો ઉત્તર આપતાં વિજયે કહ્યું.

"પણ અત્યારે જે રીતે આ નદી વહી રહી છે અને એનો જે પ્રવાહ છે એની વિરુદ્ધ તરીને સામે જવું મોત ને નિમંત્રણ આપવા જેવું છે.. "જુમને થોડું વિચારીને કહ્યું.

" ચોમાસું હમણાં જ વીત્યું હોવાથી પાણી નો વેગ વધુ છે માટે અહીં થી તો સામે કાંઠે જવું વધુ અઘરું બની જશે.. માટે સહેજ ચાલી આગળ જઈ જોઈએ.ત્યાં અહીં કરતાં નદીનાં બે કાંઠા વચ્ચેનું અંતર ઓછું છે લાગે છે.. .. "વિજયે દૂર આંગળી કરીને કીધું.

"સારું તો વધારે સમય બગાડયાં વગર આગળ વધીએ.. "કાના એ પોતાનો થેલો ખભે કરતાં કહ્યું.

કાના ની વાત સાંભળી એ લોકો નીકળી પડ્યાં વિજય નાં કહ્યા મુજબ નદી નાં કિનારા ની સમાંતરે આગળ ની તરફ.

***

"વિજય ભાઈ આ કૂતરાં તો તમે કોઈ ભુત હોય એમ તમારી પાછળ જોઈ ભસતાં હતાં.. "અકુ એ હસીને કહ્યું.

"હા ભાઈ.. સાચી વાત છે.. લાગે છે આ બધાં મને ઓળખી ગયાં લાગે છે કે હું કોણ છું.. "વિજયે પણ હસીને કહ્યું.

"આમ પણ પહેરવેશ પરથી તું ફોરેસ્ટ ઓફિસર છે એવું કૂતરાં સમજી ગયાં હશે.. એટલે એ તારી તરફ જોઈ ભસી રહ્યાં હતાં.. "કાના એ સાચું કારણ આપતાં કહ્યું.

"હા કાના આમ પણ મેં આવાં કૂતરાંઓને ઘણી વાર મારી બંદૂક ને ભડાકે દીધેલાં છે.. ભૂલ થી આમ નું કોઈ સગુવ્હાલું મારાં હાથે મરી ગયું હશે એટલે એ મને જોઈ ભસતાં હતાં.. "વિજયે કહ્યું.. એની વાત સાંભળી બધાં હસી પડ્યાં.

દોઢેક કિલોમીટર ચાલ્યાં પછી વિજયે બધાં ને ઉભાં રાખ્યાં અને કહ્યું..

"અહીં થી આપણે તરી ને સામે જઈએ.. કેમકે અહીં નદીનાં બે કિનારા વચ્ચે નું અંતર ઘણું ઓછું છે.. એવું મને લાગે છે.. "

"હા આમતો વાત સાચી છે.. આપણે જ્યાં હતાં ત્યાં થી તો આ જગા થી બીજાં કિનારે સરળતાથી પહોંચી જઈશું.. "જુમને નદી ની સામેની તરફ જોઈને કહ્યું.

"તો ચાલો ઝટ આપણે નદી તરીને સામે ની તરફ પુગી જઈએ.. "ગાભુ બોલ્યો.

"હા પણ થોડી સાવચેતી રૂપે આપણે એક કામ કરીએ.. આજુ બાજુ જઈને ક્યાંક કોઈ વૃક્ષ નું પોલું લાકડું શોધી લાવીએ અને એને સહારે આગળ વધીએ.. આપણાં થેલા પણ એની ઉપર ગોઠવી દઈશું.. "વિજયે સલાહ આપતાં કહ્યું.

"હા વિજય બહુ સરસ વિચાર છે.. તો બધાં આજુ બાજુ શોધીએ કોઈક ને કોઈક ને તો એવું પોલું વૃક્ષ નું થડ મળી જ જશે.. "વિરજી એ કહ્યું.

દસેક મિનિટ માં તો નિરો ને એક આસોપાલવના વૃક્ષ નું થડ દેખાયું.. જે મંકોડા અને ઉધઈ દ્વારા અંદર થી ખોખલું કરી દેવાયું હતું.. નિરો એ બુમ પાડી અકુને બોલાવ્યો અને એ પોલું લાકડું લઈને નદીકિનારે આવ્યો.. ત્યાં આવી નિરો એ જોર થી બુમ પાડી બધાં ને ત્યાં આવી જવા કહ્યું.

"શાબાશ.. "આવીને જુમને નિરોનાં વખાણ કરતાં કહ્યું.

"તો હવે આપણે નીકળીએ નદી પાર કરવાં માટે.. "વિજયે કહ્યું.

થોડીવાર માં તો જુમન અને કાના એ નિરો દ્વારા લાવેલું થડ નદી માં ફેંક્યું અને એ બંને પણ એને પકડીને અંદર ઉતર્યા.. પાછળ પાછળ બીજાં લોકો પણ નદીની અંદર ઉતર્યાં.

નદી નો પ્રવાહ ધસમસતો હતો એટલે એ લોકો બહુ સાવચેતી થી આગળ વધી રહ્યાં હતાં.. નદી નો નજીક લાગતો કિનારો પણ અત્યારે એ બધાં માટે ઘણો દૂર હોય એવું લાગી રહ્યું હતું.. પણ એ બધાં હિંમત હાર્યા વગર એ પોલાં વૃક્ષ નાં ટેકે ધીરે ધીરે આગળ વધી રહ્યાં હતાં.

"વિજય ભાઈ સારું થયું આ લાકડું જોડે લીધું.. નહીં તો આ પાણી નાં પ્રવાહ જોડે એમનેમ બાથ ભીડવી સહેલી તો નહોતી જ.. "જુમને વિજય ની બુદ્ધિમતા નાં વખાણ કરતાં કહ્યું.

"બસ હવે કાંઠો વધુ દૂર નથી.. વીસેક મિનિટમાં તો આપણે સામે કિનારે પહોંચી જઈશું.. "વિજયે કહ્યું.

કાનો પણ વિજય નાં આમ પોતાની સાથે આવવાની વાત ને પરમાત્મા ની કૃપા જ સમજી રહ્યો હતો.. એની ઘણી સલાહો અને માર્ગદર્શન નાં લીધે જ એ લોકો આગળ વધી શક્યાં હતાં.. બાકી આટલે સુધી આવવું ધાર્યું એટલું તો સરળ નહોતું જ.

કિનારો નજર સામે જ હોવાથી એ લોકો હવે વધુ ઉત્સાહ થી આગળ વધી રહ્યાં હતાં.. સૌથી આગળ ગાભુ હતો અને સૌથી પાછળ અકુ.. ધીરે ધીરે પાણી પણ કમર થી નીચે આવવા લાગ્યું હતું.. બધાં ને હાશ થઈ રહી હતી કે મુશ્કેલી વાળું આ કાર્ય કરી નદી નાં આ કિનારે એ લોકો ત્રણેક કલાકમાં તો પહોંચી ગયાં હતાં.. ક્યાં ત્રણ દિવસ અને ક્યાં ફક્ત ત્રણ કલાક.. !!

કિનારો આવી જતાં ગાભુ સૌથી પહેલો બહાર નીકળ્યો અને એની પાછળ પાછળ કાનો,વિજય અને નિરો બહાર આવ્યાં.. હજુ જુમન,વિરજી અને અકુ પાણી માં જ હતાં.. એ લોકો વૃક્ષ નાં થડ પર રાખેલાં થેલા એક પછી એક કિનારે ઉભેલા કાના ને આપી રહ્યાં હતાં.. બસ બે મિનિટ અને એ લોકો સુરક્ષિત કાંઠે પહોંચી જશે એ નક્કી હતું.પણ કહ્યું છે ને વિધિ ની વક્રતા આગળ કોઈનું કંઈ ન ચાલે.

અચાનક કાના ની નજર અકુ ની પાછળ પાણીમાં થયેલી એક હરકત પર પડી.. જે જોતાં જ એ જોરથી ચિલ્લાયો..

"વિરજી,જુમન,અકુ.. બધાં ઝટ બહાર નીકળો પાણીમાંથી.. "

વધુ આવતાં ભાગે.

પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો અને એનાં સાથીદારો સાવજ નો શિકાર કઈ રીતે કરશે?? પાણી માં કાના એ શું જોયું હતું?? પાણીમાં વધેલાં બીજા લોકો સહી સલામત બહાર આવી શકશે કે નહીં... વાંચો ડણક A Story Of Revange નાં રોમાંચ અને દિલધડક કથાવસ્તુ થી ભરપૂર આવતાં ભાગ માં...

આ સિવાય તમે મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" અને "રૂહ સાથે ઈશ્ક" પણ વાંચી શકો છો... આભાર.. !!

-દિશા. આર. પટેલ