Duniya kare sawal in Gujarati Women Focused by Rekha Shukla books and stories PDF | દુનિયા કરે સવાલ

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

દુનિયા કરે સવાલ

પ્રિય મમ્મી ;

તમને બહુ યાદ કરું છું શું હું યાદ આવું છું ??

''ઓ હલ્લો આમ ટિકુર ટિકુર જોયા શું કરો છો? કોઈ'દી છોકરી જોઈ નથી કે શું? " સ્વાતિ બોલકી હતી ને સીધી હતી ગુસ્સો આવતાં બોલ્યા વગર ના રહી શકી. જીતેન્દ્ર પણ કાંઈ બોલી ના શક્યો...થયું કે કહી દંઉ કે આપને કભી આપકી આંખે દેખી હૈં...?? પણ એક પલકારું માર્યા વગર બસ તાકતો ઉભો રહ્યો. મયંક તેને તાણી ને લઈ ગયો.
સ્વાતિ તો હજુ કંઇક બોલતી હતી પણ એણે કંઈજ નહોતું સંભળાયું.
સ્વાતિએ તો એની મસ્ત અણિયારી આંખો કદાચ ધારી ધારી ને પોતે પણ નહીં જોઈ હોય કદી... અરિસા ને પણ હમણાં હમણાં જોને બહુ વ્હાલ ઉભરાય છે. તેને જીતેન્દ્ર કરતા મયંક ગમી ગયો. સખીઓ સંગ ને કઝીન્સ બધી વાત કરે તે ચૂપચાપ સાંભળતી પણ કદી કંઇ બોલી નહીં, મમ્મીએ ટકોર પણ કરી કે આ બોલકી છોકરીને શું થયું છે ?? આજકાલ કેમ કંઈ બોલતી નથી.
એક દિવસ ફળીયા ના બગીચામાં તે ગાઈ રહી હતી તે પપ્પા જોઈ ગયા. છૂપાઈને સાંભળવા લાગ્યા...કંઈક ગણગણતી હતી, લાગ્યું મીઠ્ઠુ મીઠ્ઠુ હસતી પણ હતી. એમને સમજાયું નહી.ત્યાં મમ્મીએ તેને બોલાવી તો ચૂપ થઈ ગઈ. વાળની લટ ને ગોળ ગોળ ફેરવતી બંધ કરી તો પવને છંછેડી..હવામાં ઉડતા તેના દુપટ્ટા ને સરખો કરતી ભાગી.

સ્વાતિ કોલેજ કરવા અબ્રોડ આવેલી. બધુ જ જુદુ હતું, પોતાનું ધ્યાન પોતાને જ રાખવાનું હતું. ભણવાનું હોય કે ખાવાનું બનાવવાનું હોય પણ જોબ સાથે બધું કરતા શીખી ગઈ હતી. આમ ને આમ પી.એચ.ડી ની ડિગ્રી લેતા તે એકલા રેહતા શીખી ગઈ. હા પણ ભોગ કેટલો મોટો દેવો પડ્યો... તે વિચારતાં ક્યારેક તે રડતી. કદીય કોઈએ પાસે ના બેસાડી. જાપાન માં સાચે જ આવું છે. પબ્લિકમાં અફેક્શન ડિસ્પ્લે ના કરાય. ત્યાં કોઇ કોઇને વ્હાલ કરતા ના જોવા મળે. સ્ત્રી-પુરૂષો અફેક્શન માટે તરસતાં હોય તો પણ નોટ અલાઉડ. લવ ડીપ્રાઇવ યંગ જનરેશન જોઈ ડિપ્રેસ થઈ જાવ તો નવાઈ નહીં, હા આ ડિગ્રી મળી પણ મા ને પિતાને ગુમાવ્યા તો પણ તેમને મળવા જઈ નહોતી શકી. માનવામાં નથી આવતું કે કેટલું અધરું છે મન મનાવવું. કેટલું કઠોર મક્કમ મન કરી પરીક્ષા આપી તે તો તેજ જાણે પણ હું કે તમે હોવ તો વાત અલગ હોય ખરું ને !! પણ એક વાત કહેતા તે રડી પડી ખરેખર. કોણ જીતુ કોણ મયંક ?

ચિંગ યેન ની કહાની સાંભળતી રહી તે કહું તો આપ કોઈ સમજી શકશો કે કેમ તે જ એક પ્રશ્ન છે. આજસુધી પ્રેમ વગર મશીન ની જેમ જીવતી રહેતી હતી. કોઇએ એને પ્રપોઝ પણ કદી ન કર્યું તો આખરે તેણે પોતે જ પોતાની સાથે લગ્ન કર્યા... આશ્રર્યજનક વાત લાગે છે ને હા પણ આ સત્ય હકીકત છે. આંખે ના નિહાળ્યું હોય તો સ્વાતિ માની ના શકત. જ્યારે ના મળે ત્યારે જ વ્યક્તિ કે વસ્તુ ની કિંમત સમજાય પણ હવે તો ઘણું જ મોડું થઈ ગયું છે. અહીં આમ ને આમ મરી જઈશ તો પણ કોને ફેર પડશે ? કોઈને પણ નહીં. હવે બાજુની વિન્ડોમાંથી સામેની તરફ રેહતી ફેન્ગ સ્વાતિને કહે છે કે તું પણ મારી જેમ મેન્સબાર માં કામ કરવા ચાલ. પણ સ્વાતિ હસી ના કહી ગ્રોસરી સ્ટોર તરફ ચાલી જાય છે. સ્વાતિ ની સામે થી એક યુગલને બેબી ગર્લ ને લઈને પ્રામ માં જતા જુવે છે...ઝીણી ઝીણી આંખો હતી ગાલ ખૂબ ક્યુટ હતા.. એકદમ હસતું બાળક જોઈને સ્વાતિ એની સામે હસ્યા વગર ના રહી શકી. બીજી
આઈલમાં જઈ રહેલી બેબી ગર્લ વળી વળી ને જોઇ રહેલી એના નાનકડાં હાથ ને હલાવી રહી હતી. સ્વાતિ પાછી વળી ગઈ ને પોતાના શોપિંગ લીસ્ટને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી.ને યાદ આવી કે આ બાળકી ને પણ પ્રેમ નહીં મળે મોટી થશે ને તે પણ બીજી 'ફેન્ગ' જ બનશે.. થરથરી ગઈ ને કંપારી છૂટી ગઈ. શા માટે નવા જીવ ને આ દુનિયામાં લાવે છે લોકો !!
જીવતા લોકો હોય છે વિચિત્રતામાં- રેહસાતા રહે છે ક્રુરતામાં -વેચાતા રહે લોકો હ્યુમન ટાફિકિંગમાં -રક્ષા કરવાને બદલે ભક્ષક બની માણસ મારે માણસ ને અને હાડકાં પણ વપરાય વિટામિન બનાવવામાં. અરે વિયાવેલી ગાય ભેંસ ના પેહલાં દૂધમાંથી બનાવેલી બળી- મિલ્ક ચોસલાં લારીમાં વેચાતા જોવા મળે પણ કબરો ખોદાય છે હવે હાડકાં માટે.. તે ગ્રોસરી લીધા વગર જ બહાર રાખેલ બેંચ પર ફસડાઈ પડી. મનમાં વિચારતી હતી દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે.
---રેખા શુક્લ

અક્ષયની નાડાછડી બાંધીને પંડિતજી શ્લોક બોલ્યા. સીમા પણ ધ્યાન દઈને સાંભળી રહી હતી સાથે બેઠેલા કુટુંબના બધા જ સદસ્યો થઈ રહેલી પૂજામાં ધ્યાન દઈ ને શાંતિથી સાંભળતા હતા. ને અક્ષય બોલ્યોઃ ' તમે ને તમારા રીતરિવાજો.. આ બાંધવાની શી જરૂર છે...? તમે એમ માનો છો તો પછી છૂટાછેડા કેમ થાય છે પંડિતજી ? ' એક શ્વાસે તે બોલી ગયો અને પંડિતજી ને તાંકી રહ્યો. બધા ના કાન સરવાં થઈ ગયા ને પંડિતજી એક મિનિટ ચોતરફ જોઈ બોલ્યા ઃ 'શ્રધ્ધા ને તર્ક માં આટલો જ તફાવત..ને તર્ક માં વિશ્લેશણ કરવું જરૂરી નથી. અમુક સવાલો માં શ્રધ્ધા હોય તેમ બને તો આપણે માનવા લાગીએ' 'બાકી ઇટ ડઝન્ટ હેવ ટુ મેક સેંસ ઇધર' લોજીક હોય તે જ મને સમજાય ' ફરી અક્ષય બોલ્યો.
બાળપણ માં ને ભોળપણમાં કોઈ કંઈ કહે ને વાત ગળે ઉતરી જ જાય ને વેતાળની વાર્તા ને રાક્ષસની વાર્તાનો ડર લાગે. બાજુમાં રહેતી મારીયાને સ્કેલિટન કે મોન્સ્ટર ઇન ક્લોઝેટનો ડર લાગે. કદાચ તેથી જ તે આખી રાત નાઈટ લાઈટ રાખીને જ સૂતી હતી. એની મોટી બહેન બ્લેક કેટ આડી ઉતરે તો ખરાબ બનાવ બનશે ના ભયથી ડરતી ને ફ્રાઈડે ધ થર્ટીન્થ ને ખરાબ માનતી. એ વખતે રાતે આંબલી ના ઝાડ પર ભૂત રહે છે તેવું કહેતા ને બધા ડરતા અને જો જવું જ પડે તેમ હોય તો પછી ભગવાન નું નામ લેતા લેતા ધડધડ હૈયે ઝડપથી ભાગી નીકળતા. વંડી કૂદવી પડે તો કૂદી નાંખતા જેથી જલ્દી પહોંચી જવાય. કાળીચૌદશ ના રોજ ચાર રસ્તે કરેલા કૂંડાળામાં પગ ના પડે તેની સાવચેતી તેથી જ લેવાય. કાંઈક ગળે ઉતરે તેવા કારણ હોય તો હા ઠીક છે પણ લોજીક વિનાની અંધશ્રધ્ધા જેવી વાતો માટે હવે તો દલીલ થઈ જ જાય. હાય હાય આ શું ! પત્તા ના મેજીક થતાં જોયા છે પણ આમ અચાનક કોઈને અદ્રશ્ય થતા તમારી નજર ની સામે જુવો કે પાણી પર ચાલતા જુવો તો ડર તો લાગે જ ને અને સ્પેશિયલી ધડ વગરનું ભૂત પણ હોય છે તેવું સાંભળ્યું છે !!
હોલોવિન આવે તે પહેલા ઘર ને શણગારી ને આજુબાજુ વાળા એ તૈયાર કરેલું પણ અક્ષયને ત્યાં તો કોઈ પૂજા ના કારણે તોરણો ને અનેરા આનંદથી ને મહેમાનોથી ઘર ભરાઈ ગયેલું. સમી સાંજના સમયે પૂજા થઈ રહી હતી ને અચાનક તેની નજર વિન્ડો તરફ પડીને ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. સફેદ સાડીમાં ત્યાં કોઈક પડછાયા માં દેખાયું પણ ખરું. એક પલક ને ફરી જોયું તો ત્યાં કોઈજ નહોતું. એક કંપન ઉદભવી ને કપાળે પ્રસવેદ બિંદુઓ જામ્યાં; સીમા એ હલાવીને પૂછ્યુંઃ' આર યુ ઓકે ? ' કોલ્ડ ચિલીંગ કંપારી ફરી તેણે અનુભવી ને બાજુમાં આવી ને કોઈ જાણે અડ્યું એમ લાગ્યું. ડરતાં ડરતાં એણે બાજુમાં જોયું તો કોઈ હતું જ નહીં. લોજીકલી ડોન્ટ મેક્ સેન્સ પણ અનુભવ્યું ત્યારે મન વિચારો ના વંટાળો ચડ્યું. સાયન્સ ના સ્ટુડન્ટ્સ ને સુપરફિશિયલ થીંગ્સ કે ભગવાનની વાત ગળે ઉતરતી નથી હોતી. અને ડેડ બોડી, માંદગી ને ઘડપણ વગેરેથી ડર પણ લાગતો નથી હોતો જ. બીફોર ગ્રેજ્યુએશન ફ્રેંડ્ઝ ડેરીંગ કરી ત્યારે સુનિલ બહુ ફાંકા મારતો હતો તો બધા ડેડ બોડી રૂમમાં મળવા ભેગા થયા ને અક્ષયને ઓઢાડેલ સફેદ ચાદરમાંથી તે ઉભો થયો ત્યારે સુનિલ બેભાન થઈ ગયેલો. ઓહ માય ગોડ હી ઇઝ ટુ સેન્ટી યાર..!! અક્ષય તો હસી હસી ને લોથપોથ થઈ ગયેલો. પણ હસવામાંથી ખસવું થઈ ગયેલું !! હી સો ધ સેઈમ વુમન સ્ટેન્ડીંગ ઇન કોર્નર... અરે પણ આવું તો કૈં બનતું હશે ? હોસ્પિટલ ઇઝ અંડર સર્વેલન્સ કેમેરા એન્ડ ઇન કેમેરા ધે કુડ સી વ્હાઈટ શેડો વોકિંગ.સુનિલ અને અક્ષય બંનેની હાલત ખરાબ હતી બીજા દિવસે બે માંથી કોઈ કોલેજ આવ્યા નહી; આઇ મીન આવી શક્યા નહીં તાવ ચડી ગયેલો.
અને આજે ફરી અહીં ? અંધારી અમાસની રાત હતી ને પવન પાગલ થયેલો હતો. વૄક્ષો નગ્ન ઉભા હતા ને તેની સૂકી ડાળીઓ પર્ણ વિહિન થરથરી રહી હતી. એકાદુ ભૂલુ પડેલું ઘૂવડ આંખો ખેંચી ખેંચીને એની ડોક હલાવી ને હુ.. હુ.. કરતું તાંકી રહેલું. સૂકા પર્ણો હવામાં આમ થી તેમ ઉડતા હતા ને ત્યાં ફરી વ્હાઈટ શેડો દેખાયો...એના પગ નીચેના પાંદડાઓ નો ચૂરો જાણે ખડખડ અવાજ કરી રહ્યો હતો તે પવન ચિરીને સંભળાતો હતો. હજુ વિજળી ના કડાકા ને ભડાકા થતા હતા ને મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. સીમા બ્લેન્કેટમાં કોઈ બુકને ટિપોઈ પર હોટ કોકો લઈ સોફામાં આડી પડેલી. અક્ષય પોતાનું ધ્યાન વિન્ડો તરફથી હટાવી ન્હોતો શકતો ને ત્યાંજ કોઈના આવવાનો અવાજ સંભળાયો..દરવાજે ટક..ટક કોઈએ ફરી દરવાજો ઠોક્યો ને સીમા ઉભી થવા ગઈ ને અક્ષયે તેને રોકી પણ ખરી..પણ તે વ્હાઈટ શેડો વાળી વ્યક્તિ સીમાની પાછળ દેખાણી.
ને ત્યાં ફોન ની રીંગ વાગી ટ્રિંગ ટ્રિંગ...ને અક્ષયનું ધ્યાન તે તરફ ગયું ને વ્હાઈટ શેડો વાળી વ્યક્તિ ગુમ થઈ ગઈ.. રિસીવર હાથમાં લઈને તે બોલ્યો ઃ' હલ્લો !' તો સામેથી અવાજ આવ્યો કોઈ સ્ત્રીનો ઃ' હું ક્યારની રાહ જોંઉ છું પ્લીઝ કમ એન્ડ હેલ્પ મી !' ધડાક કરતું રિસીવર હેંગ કરી સૂનમૂન તે બારણા તરફ ધસ્યો... બારણું ખોલી બહાર ગયો.સીમા પણ તેની પાછળ ખેંચાણી. ગાઢ ધુમ્મસમાં ત્રણેય પાંચેક મિનિટ ચાલ્યા ને કબ્રસ્તાન તરફ વ્હાઈટ શેડો આગળ વધ્યો. સીમા એ બૂમ પાડવા ખૂબ ટ્રાય કરી પણ ગળામાંથી અવાજ જ ના નીકળ્યો.. અચાનક શેડો કોઈ કબર પાસે અટક્યો ને પછી અદ્રશ્ય થઈ ગયો. બાજુમાં ફૂલો ઉગેલા દેખાયા ત્યાં ફરી ફરી તે સ્ત્રી દેખાઈ આંસુ ભરેલી આંખે કરગરતી..પણ અવાજ ના સંભળાયો. અક્ષય ને સીમાએ ત્યાં ફૂલોની નીચે કોઈનો હાથ જોયો..બંને જણાએ જોયું કે ત્યાં કોઈ યંગ મેનની લાશ છે..પણ હજુ તેમાં જાન છે. અક્ષયે તેના પરની ધૂળ ખંખેરી નાંખી તેને ઉંચકી ને સીમા તરફ આગળ વધ્યો. સીમા એ તાત્કાલિક સારવાર માટે પોલિસ ને હોસ્પિટલ ને ફોન કર્યો. યંગ મેન આ છોકરીનો બોયફ્રેંડ હતો. છોકરી ના પ્રેમમાં બીજો કોઈ ગુંડો પડેલો નશામાં એણે એને મારી નાખી હતી. અને આ વાત એનો બોયફ્રેંડ જાણી ગયેલો તો તેનું પણ કાસળ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો..પણ તેની આવરદા હશે તો બચી ગયો. પાછા ફરતા સીમા ને અક્ષય મૌન હતા. પણ બંનેને પ્રશ્ન મૂંઝવતો હતો કે આવું શક્ય છે ખરું ?? ને ત્યાં એક માણસે પાછળથી અવાજ દીધો ને અક્ષય ને રોક્યો. ઃ ' આપની પાસે માચિસ છે ? ' અક્ષયે લાઈટર ધર્યું. સિગરેટ સળગાવતાં સળગાવતાં પેલા એ પાછો પ્રશ્ન પૂછ્યો ઃ
'ડુ યુ બિલિવ ઇન ઘોસ્ટ ' અક્ષયે મના કરી ને સીમા તરફ ફર્યો ત્યાં તો પેલો ગાયબ !! ગળું સૂકાઈ ગયું હોય એમ લાગ્યું ફરી અવાજ ના નીકળ્યો ગળામાંથી..માથું ભમવા લાગ્યું ને ચકરાવો ખાઈને તે બેહોશ થઈ ગયો. સૂમસામ જગ્યામાં ગાઢા ધુમ્મસમાં કોઈ ચીસ પાડતું હતું તે સીમા ને સંભળાઈ તે અક્ષય પાસે ધસી ગઈ ને વળગી પડી.
--રેખા શુક્લ