Sikka ni triji baaju in Gujarati Moral Stories by Pinakin joshi books and stories PDF | સિક્કા ની ત્રીજી બાજુ

Featured Books
Categories
Share

સિક્કા ની ત્રીજી બાજુ

હું કોઈ શેતાન નથી, પણ કૈક તો છે જે મને મજબુર કરે છે.

શું સારું અને શું ખરાબ હું નથી જાણતો.

કેમકે ક્યારેક તમે જેને સારું માનતો હો એ ની સિક્કા ની બીજી બાજુ જોવા નથી માંગતા.

ધગધગતો લાવા તમને રાખ કરી સકે છે પણ થાથાર્વતું ઠંડું પાણી જમાવી સકે છે,

અનંત અંધારું ગભારવી મુકે છે પણ તેજ રોશની અંજાવી મુકે છે,

અસહ્ય દુઃખ મારી સકે છે એને હદ બહાર ની ખુશી અસ્થિર કરી મુકે છે.

આવીજ ઉધેડબુન માં હું હતો. એવું કેવાય છે કે જયારે માણસ ની હદ થી વધારે કસોટી થય જાય, પરીસ્થીતી હદ થી વધારે વણસી જાય ત્યારે એ પોતાની વિચારધારા સમૂળગી બદલી નાખે છે.પોતાના મૂળિયાં ખુદ જમીન માંથી ખેચી કાઢે છે, વર્ષો થી સીખેલી વાતો ગળી જાય છે અને પોતાની મેળેજ એક નવો તર્ક રચે છે, જે દુનિયા ના રીતી રીવાજો વિરુદ્ધ હોય છે, સીધી લીટી ને બદલે આડકટ પકડે છે,કોઈ એને સમજતું નથી આવી ભાવના એના મન માં ત્રાબે ટીપેલા શબ્દો ની જેમ વસી જાય છે.

પણ એ ત્યાંથીજ નથી રોકાતો,દુનિયા નથી માનતી તો એને માનવું પડશે, નથી જુક્તી તો જુકવું પડશે,

એને એકશટ્રીમ ડીસ ઓર્ડર કેવાય. અને મને ખબર છે કે હું જે કરું છું એ ખોટું છે પણ એ ભાવના મારા મન માંથી નીકળી ચુકી છે. જેવી રીતે એક કવિ પોતાને કવિતા લખવા થી ના રોકી શકે, જેવી રીતે એક ચિત્રકાર હમેશા પોતાના નવા ચિત્ર માટે પ્રેરણા શોધે એમ કોઈક ને મારવું એ મારી માટે પણ એટલું જ સહજ છે. પણ તમને ખબર છે હું આવો શા માટે છુ?

*****************************************************************************

એ ટેબલ ની નીચે બંને પગ ને સંકોરી ડુસકા ભરતો હતો, કદાચ ખુદ ને દુનિયાનો સૌથી ખરાબ કિસ્મત વાળો એ માનો હતો. એના બંને ગોઠણ પર થી પાણી ને રેલા ઉતરતા હતા, હા કદાચ એ ખાલી પાણીજ હોત. આંખો બંધ કરી જાણે એ વાટ જોતો હતો, છાનું રેહવાની કે અશ્રુ ખૂટવાની અને એક હાથ એના માથા પર સ્પર્શ કર્યો, હા એ એજ પળ ની રાહ જોતો હતો. બીજી પળે એ પોતાની માં ની છાતીએ બાજી રડતો હતો,ધ્રુજતો હતો.

“છાનો રે બેટા હું અહીયાજ છું, ડર માં બેટા હું અહીયાજ છુ”

અને એ માથું ઊંચકી ને કહે કે “માં મને મુકીને ના જતી”

પણ માં ત્યાં ના હતી,

એના ગોઠણ પર થી આંસુ અને પાણી ના રેલા જતા હતા,એ ટેબલ નીચે નહિ વરસાદ ના છાયડા નીચે હતો.

થોડે દુર ભડભડ બળતી ચિતા હતી, એક નહિ સેકડો હતી પણ એની નજર એક તરફજ સ્થિર હતી. એની નાની કીકીઓ માં ની એક જલક જોવા તડપતી હતી, પણ થોડી વારમા રાખ સિવાય કસુજ નહિ હોય. હવે કોઈ નહિ આવે એને છાનું રાખવા એવી વાસ્તવિકતા જાણવા ની એની હિમ્મત નહતી, હવે કઈ પણ પેલા જેવું નહિ રહે,હવે ભોપાલ પણ પેલા જેવું નહિ રહે કેમકે ભોપાલ ગેસ દુર્ઘનામા એ છોકરાની માં ની જેમ સેકડો માણસો મારી ગયા.

જીવન ની કઠોરતા ને એ પચાવતા સીખી ગયો, પોતાની આસપાસ થતા અન્યાયો થી ટેવાય ગયો. એક વાસ્તવિકતા ને ઓળખતા એને વાર ના લાગી કે આ દુનિયા માં હવે એનુ કોઈ જ નથી, આ દુનિયા માં કોઈ પણ કોઈ નું નથી. એ સમજતો હતો કે હરેક માણસ સજ્જનતા નો મુખોટો પેહરી ને ફરે છે, જેથી તે સારા લોકો વચ્ચે રહી શકે.

પણ આ દુનિયા માં હરેક વ્યક્તિ માં એક સૈતાન છે, અને એ દરેક એની માતા ના મૌત ના ભાગી છે.

નફરત ની આગ માં એ બળતો હતો,એણે પણ એક મુખોટો પેહરી લીધો હતો એક લાચાર છોકરાનો

જાણે બરફ ની દીવાલો માં જ્વાળા કેદ હોય એમ એનો ગુસ્સો કેદ હતો લાચારી માં.

સન વ્હાય ડોન્ટ યુ કમ ટુ ધી ચર્ચ?

પાદરીના પોશાક માં એક વ્યક્તિ એની સામે જોયને બોલતો હતો,

ઠંડી માં એ થીઠુંરતો હતો,એના બંને ગોઠણ જાણે એની દુનિયા હોય એમ એની છાતી સાથે ચીપકેલા હતા. એણે એને જોયા,પણ એને તલાશ હતી એના મુખોટા પાછળ ના વ્યક્તિ ની, બધા સ્વાર્થ સાથેજ સંકળાયેલા છે, અને એ બસ સ્વાર્થ ની ખોજ કરતો હતો.મજબુરી કોઈ ને પણ જતું કરવાની ફરજ પડે છે,અને પાંચ મીનીટ માં એ ચર્ચ માં હતો.

******************************************************************************

કાગળ ના એ જર્જરિત ટુકડા ને બીડી પાછા મૂકી દીધા અને પોલીસ સ્ટેશન માં બેઠેલા કમિશનરે બીજા ને પૂછ્યું,

તને શું લાગે છે આમાંથી કઈ પણ સાચું હસે?

પણ સર આપણી પાસે આની સિવાય બીજું કઈ પણ નથી, આ માણસ આ દુનિયાનો જ છે એ પણ સાબિત નહિ કરી સક્યે.

તો એનેજ પૂછ્યે.

પોલીસસ્ટેશન ની એક નાનકડી ઓરડી માં ઓટલા પર એ બેઠો હતો, એના વાળ વેરવિખેર હતા અને કપડા નો પણ કોઈ મેળ નહતો. કમિશ્નર અને એનો એક સાથી લાકડા ની ખુરસી લઇ ને અંદર આવ્યા અને એની સામે બેઠા. એ માણસ એકદમ શાંતિ થી એની સામે જોતો હતો, એના ચેહરા પર ડર પણ નહતો કે ચિંતા પણ નહતી જે સ્વાભાવિક રીતે હોવી જોયે અને એને એટલો શાંત જોઈ ને પેલા બંને પોલીસવાળા વિચલિત થતા હતા.

તારું નામ?

નામ? નામ માં શું રાખ્યું છે?તમને જે ગમે તે રાખી દયો

ક્યાંનો છે?

ભારત,ઈંડિયા કે જે પણ કયો…એ જરૂરી નથી હું ક્યાંનો છુ, ઇમ્પોર્ટન્ટ એ છે કે આગલી પાંચ મિનીટ માં તમે ક્યાં હસો.

બીજી ક્ષણે એના માથા પર બંધુક હતી..તને ખબર છે જો હું આ ટ્રીગર દબાવી દવ તો તારું ભેજું ક્યાં હસે..સામે ની દીવાલ માં. એના માથા થી બંદુક થોડીક દુર હતી, એણે ઉપર જોયું અને ટટ્ટાર થયો અને પોતાનું કપાળ એ બંધુક ના નાળચા ને અડાડી દીધું.

તો એક કામ કરો તમે મારા મગજ નેજ પૂછી લેજો, સામે બેઠેલા અનામી વ્યક્તિ એ જવાબ દીધો અને ખુરસી ને ટેકો આપી બેઠો.

હા હું સમજી શકું છુ..નાનપણ ના ઘાએ તને પાગલ કરી દીધો..તું હજી સુધી બહાર કેમ હતો..તારે તો પાગલ ખાના માં હોવું જોયે. પણ મને એમ લાગે છે કે તારા જેવા બદસુરત માટે કબર જ બરોબર રેહશે..એક પાગલ ની દુનિયાને કઈ પણ જરૂરત નથી.

પેલું રજીસ્ટર…

એનું શું?

એમાં ડાબી બાજુ ૧૨૩ માં પન્ને…મારી બધી ડીટેલ છે..

ક્યાં રજીસ્ટર માં..?

પેલા ૨ માંથી એક..તમે બંને જુવો મળી જશે..ડાબી બાજુ ૧૨૩ માં પન્ને..

જેલ ની એ ઓરડી ની સામે એક ટેબલ હતું અને તેના પર બે રજીસ્ટર પડ્યા હતા. એ બંને તરતજ રજીસ્ટર લઈને ગોતવા માંડ્યા, પોલીસ નું રજીસ્ટર બહુ મોટું હોય પાનાં બહુ જાડા હોય એટલે એક એક કરી ને ખોલવા પડે.

જેમ રુપયા ની નોટ ગણતા હોય એમ પન્ના ફરવા લાગ્યા

૩૦ સેકન્ડ બાદ એકે માથું ઊંચું કર્યું..૧૨૩ ડાબી બાજુ, તે એમને મૂર્ખ સમજ્યા છે? ડાબી બાજુ હમેશા બેકી સંખ્યાજ હોય..સાચું સાચું બોલજે નહિ તો…

૫ મીનીટ થય? પેલા એ પોતાના ખાલી કાંડા પર ઈશારો કરતા પૂછ્યું.

શું?

૫ મીનીટ નહિ થય હોય તમે રજીસ્ટર ના પન્ના ફેરવતા હતા?

હા પણ કેમ?

ના કઈ નહિ..તમે લકી છો..તમારા સાથી એ તમારું રજીસ્ટર ઉપાડી લીધું..અફસોસ..એ હવે થોડીક મીનીટનો જ મેહમાન છે..

કમિશનરે પોતાના બીજા સાથી સામે જોયું…એ દીવાલ ના ટેકે માથું ઢાંળી ને બેઠો હતો…

મેં કીધું હતું ને, હવે તમે ક્યાં હસો એ ઇમ્પોર્ટન્ટ છે, યુ નો મોઢા માં આંગળા નાખી પન્ના ફેરવા એક ખરાબ આદત છે…આવતે જન્મે કમ આવશે.

બાય ધ વે..મારી દુખ ભરી દાસ્તાન બવ સરી રીતે વાંચી લાગે છે..એટલેજ એ જલ્દી પડી ગયો.

આવતે જન્મે? કમિશનરે અચરજતા થી પૂછ્યું.

હા, તારે જાણવું છે પેલા પાદરી નું શું થયું? શું કહું દોસ્ત એતો કોઈ ને પણ નથી ખબર એનું શું થયું?

અને વાત રહી મારા આ બદસુરત ચેહરા ની..કમસે કમ મારો ચેહરો અસલી તો છે ના કે તમારી જેવો નકલી. મારું નામ છે જોસેફ કરમીની અને હું એક દિવસ દુનિયા ને દેખાડી આપીશ કે હું સાચો હતો અને બીજા બધા ખોટા, ભલે એની માટે મારે હજી કેટલાક ને મારવા પડે. સાચું કહું તો મને ખરેખર ગમે છે કોઈક ને મારવું, ખરેખર તો આ મારી એક હોબી હતી પણ હવે આ મારો ધંધો છે. સાચું જ કીધું છે ને, તમને જે વસ્તુ કરવી ગમે છે એ કારસો તો જિંદગી માં એક પણ દિવસ કામ નહિ કરવું પડે.

અને પેલો કમિશનર ધડામ દઈ ને નીચે પડે છે.

****************************************************************************

જો, મારો આ મિત્ર મને કહે છે કે તે ઘણા લોકો ને માર્યા છે. આગળ બેઠેલા ૨ વ્યક્તિ એ પાછળ બેઠલા જોસેફ કરમીની ને કીધું.

એમાં એવું છે ને સાહેબ કે હવે પોતાના મોઢે તો મારે કેમ વખાણ કરાય પણ હા, હું જે કરું છું એમાં હું ખુબ જ હોશિયાર છું અને એની માટે રુપયા પણ લઉં છું.

ઓકે, આપણે અમદાવાદ જાયે છીએ, ત્યાં જઈ ને એક જણા ને મારવા નો છે. તું એને મારી નાખે, તો કે એટલા રુપયા મળશે.

પણ મને એક વાત કેહ્સો, અમદાવાદ તો બળી ને ખાક થઇ ગયું હતું તો ત્યાં જઈ ને કોને મારવા નું છે?

એક થોડાક મોટી ઉમર ના વ્યક્તિ જે ગાડી ચલાવતો હતો એણે અરીસા માંથી પાછળ જોયું અને કીધું, એ માણસ ને જેણે અમદાવાદ ના બાળી મુક્યું છે.

બીજી બાજુ બેઠેલા એ યુવાન દેખતા વ્યક્તિએ પાછળ જોયું અને કીધું, મારું નામ રોબીન છે અને હવે હું તને જે કેવા જઈ રહ્યો છું એ ધ્યાન થી સાંભળજે. અરજણ પટેલ એ ખુબ જ ખતરનાક માણસ છે, હું અહિયાં ભાસ્કરા ને લેવા આવેલો પણ તું મળી ગયો. ભાસ્કરા ને સરકારી માણસો લઇ ગયા છે પણ એને ખબર નથી કે અમદાવાદ ની શું હાલત છે એટલે આપણે એને બચવાની છે અને અરજણ ને મારવા નો છે.

જો એ આંગળી ઉંચી કરી, રોબીન માથું ધુણાવ્યું. મને કોઈ કેહ્સે કે આ વડલા માંથી રસ્તો કેમ જાય છે.

નહિ, પેલા વૃદ્ધ વ્યક્તિએ કઠોરતા થી જવાબ આપ્યો.

તો ચાલો અમદાવાદ, જો એ ઉત્સકતા થી કીધું.

ના, હજી એક માણસ ને લેવા નો છે. કોડીનાર થી. ગેલે...ગેલી..આ શું લખ્યું છે તે, રોબીને પેલા વૃદ્ધ માણસ ને પૂછ્યું.

એણે રોબીન ની સામે જોયું અને કીધું, હવલદાર ગેલેલીયો.