Meghana - 9 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | મેગના - ૯

Featured Books
Categories
Share

મેગના - ૯

 મિત્રો જો તમે આ વાર્તા માં કોઇ ક્ષતિ લાગી હોઇ તો જરૂર જણાવશો.
ઘળીયાળ માં દસ વાગ્યા ત્યારે રાજવર્ધન ની કાર મેગના ના ઘર પાસે આવી ત્યારે મેગના કાર માં થી બહાર નીકળી આવી એટલે તેણે એપાર્ટમેન્ટ ના વોચમેન ને કહ્યું કે રાજવર્ધન તેનો બોયફ્રેન્ડ છે તેથી તે જયારે પણ આવે ત્યારે તેને અંદર આવતા રોકવો નહિ. પછી મેગના રાજવર્ધન ને Good Night કહીં ને તેના ફ્લેટ પર જાય છે.

અને રાજવર્ધન તેના હોટેલ ના સ્યુટ પર આવે છે.આજે રાજવર્ધન ખૂબ જ ખુશ હોય છે.આજે પહેલી વાર તે કોઇ છોકરી સાથે તેણે સમય પસાર કર્યો હતો.તે સીધો તેના બેડરૂમ ના સ્ટડી ટેબલ પર બેસી ને તેની ડાયરી માં પહેલી વખત મેગના ની સુંદરતા નું વર્ણન કરતી શાયરી લખ્યા કરે છે.

એમાં રાજવર્ધન ને સમય નો ખ્યાલ આવ્યો નહીં પરંતુ જ્યારે તેણે ઘળીયાળ માં જોયું તો બાર વાગ્યા હતા એટલે તે જલ્દી થી સુઈ ગયો પણ બીજા દિવસે તેને જાગવા માં મોડું થઇ ગયું હતું.

એટલે તે આજે એક્સરસાઇઝ કરવા માટે કરવા માટે ગયો નહીં.તે સીધો જ બાથરૂમ માં ગયો અને શાવર લઇ ને તૈયાર થઈ ગયા પછી તેણે નાસ્તો તેના રૂમ માં જ મંગાવી લીધો અને પછી નાસ્તો કરી લીધા પછી તે કોલેજ માં જવા માટે નીકળી ગયો.

બીજી બાજુ મેગના પણ આજે તેની જૉબ પ્લેસ પર થોડી લેટ પહોંચી હતી પણ ઓફિસ માં તેની ઈમેજ એક સીન્સિયર એમ્પ્લોય તરીકે ની હતી તેથી તેના મેનેજરે લેટ આવવાનું કારણ પૂછ્યું નહીં.

મેગના બપોરે કોલેજ માં ગઈ ત્યારે તેના મોબાઈલ પર રાજવર્ધન નો મેસેજ આવ્યો કે કોલેજ ની કેન્ટીન માં આવ એટલે મેગના સીધી જ કોલેજ ની કેન્ટીન માં ગઈ ત્યારે રાજવર્ધન તેની રાહ જોઇ રહ્યો હતો.

મેગના રાજવર્ધન પાસે આવી ને રાજવર્ધન જે ટેબલ પર બેઠો હતો તે ટેબલ પર બેસી ગઈ અને રાજવર્ધન ને કેન્ટીન માં આવવા નું કારણ પૂછયું રાજવર્ધને મેગના ને જણાવ્યું કે તે મેગના સાથે એક અગત્ય ની વાત કરવા માંગતો હતો.

મેગના એ પુછયું કે શું વાત છે ?
ત્યારે રાજવર્ધને મેગના નો હાથ પોતાના બંને હાથ માં પકડી ને ખૂબ જ પ્રેમ થી મેગના ને જણાવ્યું કે Will You Merry Me ( તું મારી સાથે લગ્ન કરીશ) ?

રાજવર્ધન ની વાત સાંભળી ને પહેલા ડઘાઈ જ ગઈ પણ થોડી વાર પછી પોતાની જાતે સાંભળી લીધા પછી મેગના એ રાજવર્ધન ને જણાવ્યું કે તે પોતે અત્યારે લગ્ન કરવા માંગતી નથી.

અને પછી તરત મેગના કેન્ટીન માં થી તરત બહાર નીકળી ગઈ એટલે રાજવર્ધન મેગના ની પાછળ પાછળ આવ્યો અને મેગના ને ના પાડવાનું કારણ પૂછ્યું.ત્યારે મેગના એ જણાવ્યું કે તે અત્યારે લગ્ન કરવા માટે તૈયાર નથી.


મેગના ની વાત સાંભળી લીધા પછી રાજવર્ધન આગળ કઇ બોલ્યો નહીં એટલે મેગના કલાસ રૂમ માં ગઈ પણ આજે કોઇ લેક્ચર ન હતું એટલે પછી મેગના ઘરે જતી રહી. બીજી બાજુ રાજવર્ધન પણ કેન્ટીન માં થી સીધો તેના રૂમ પર જતો રહ્યો.

રાજવર્ધન ને લાગ્યું કે તેણે મેગના ને લગ્ન માટે જલદી પૂછી લીધું એટલે બીજા દિવસે જયારે મેગના તેને કોલેજ માં મળી ત્યારે રાજવર્ધને Sorry કહ્યું એટલે મેગના એ તેને its ok કહી ને કલાસ રૂમ માં જતી રહી અને તેણે રાજવર્ધન સાથે બીજી કઈ વાત પણ ના કરી.

તે દિવસ પછી એક અઠવાડિયા સુધી રાજવર્ધન મેગના ને મળ્યો નહીં અને તે મેગના નો ફોન પણ રિસીવ કરતો ન હતો એટલે મેગના ને તેણે રાજવર્ધન સાથે વાત નહોતી કરી એટલે હવે તેને ખોટું ફિલ થઈ રહ્યું હતું.

શનિવારે સવારે વહેલા જાગીને તૈયાર થઈ ગયા બાદ મેગના તેના એપાર્ટમેન્ટ ની સામે આવેલી હોટેલ માં ગઈ જ્યાં રાજવર્ધન રહેતો હતો. મેગના ને રાજવર્ધન જે સ્યુત માં રહેતો હતો તેનો નંબર યાદ હતો.

એટલે મેગના એ હોટેલ ના રીસેપ્શન પર રાજવર્ધન ના સ્યુટ માં રાજવર્ધન ને મળવા ની પરમિશન માંગી પણ રીસેપ્શનિસ્ટે પરમિશન ના આપી ત્યારે મેગના પરમિશન ન આપવા નું કારણ પૂછ્યું.

ત્યારે રીસેપ્શનિસ્ટે જણાવ્યું કે રાજવર્ધન તો એક અઠવાડિયા પહેલાં જ હોટેલ માં થી ચેકઆઉટ કરી લીધું છે.

આ સાંભળી ને મેગના રાજવર્ધન ને ફોન કર્યો પણ હવે રાજવર્ધન નો ફોન સ્વીચઓફ આવતો હતો એટલે મેગના રીસેપ્શન પર રાજવર્ધને આપેલું સરનામું અને તેનો કોન્ટેક્ટ નંબર માગ્યું પણ રીસેપ્શનિસ્ટે કસ્ટમર પ્રાઇવસી પ્રોટોકોલ નું બહાનું આપી ના પાડી દીધી.

એટલે મેગના તરત કોલેજ જવા માટે નીકળી ગઈ. કોલેજ માં કાર્યાલય માં થી પણ મેગના ને રાજવર્ધન વિશે માહિતી મળી નહીં.

રાજવર્ધન ક્યાંક જતો રહ્યો છે એ વાત મેગના માટે કોઇ દુઃખદ ઘટના કરતાં ઓછી ન હતી. રાજવર્ધન એ પહેલો વ્યક્તિ હતો કે મેગના ના જીવન માં આવ્યો હતો એટલે ટૂંકા ગાળામાં રાજવર્ધન મેગના ના જીવન નો એક ભાગ બની ગયો હતો.

રાજવર્ધન ક્યાં ગયો હતો ? શું રાજવર્ધન કોઇ મુશ્કેલી માં હતો ? મેગના હવે શું કરશે ? જાણો આગળ ના ભાગ માં


મિત્રો આ મેગના ની વાર્તા નો આ ભાગ તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો અને આ વાર્તા અંગે ના તમારા પ્રતિભાવ 8238869544 નંબર પર મને આપી શકો છો.આ સિવાય તમે મારી બીજી વાર્તા My Dream Reality અને આર્યરિધ્ધી પણ વાંચી શકો છો.