Mangal - 3 - Narbali - 2 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 3 - (નરબલી – 2)

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મંગલ - 3 - (નરબલી – 2)

મંગલ

Chapter 3 -- નરબલી – 2

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. છે. પ્રથમ ભાગમાં આપણને આદિવાસીઓની નરબલી જેવી ખતરનાક પ્રથાઓનો પરિચય થયો હતો. બીજા ભાગમાં મંગલ શામજી અને બીજા કેદીઓને આદિવાસીઓની ચુંગાલમાંથી કેવી રીતે છોડાવે છે તેની જાણકારી મેળવી. આ કામ કરવામાં શું મંગલ સફળ થશે કે નહિ ? જો તે નિષ્ફળ થશે તો શું તેના પ્રાણ પર કોઈ સંકટ આવશે ? શું તે નિષ્ફળ જશે તો તે કેદ લોકોના પ્રાણ પર પુન: સંકટ આવશે કે કેમ ? જો સફળ થશે તો કઈ રીતે ? આફ્રિકાના આવા ઘનઘોર જંગલમાં વસતી અને બીજી દુનિયાથી અલિપ્ત પ્રજાતિ, તેના રીવાજો, તેની બદીઓ, પરંપરાઓ, માન્યતાઓ વિશેની રોમાંચક સફર માણવા માટે વાંચતા રહો સાહસકથાનું ત્રીજું પ્રકરણ

મંગલ ચેપ્ટર – 3 -- નરબલી – 2

મંગલ ચેપ્ટર – 3 -- નરબલી – 2

ગતાંક થી ચાલું...

મંગલ ચોકીદારોના હાથમાં હતો. બે ચોકીદારોએ તેણે બાવડાથી પકડી ઊભો કર્યો. અંધારા જેવું વાતાવરણ હતું એટલે ચોકીદારો તેને ઓળખી શક્યો નહિ કે આ તેમણે કેદ કરેલ કેદીઓમાંથી કોઈ નથી. ચોકીદારો અગાઉ બની ગયેલ ઘટનાથી સાવ અજાણ હતા અને ચોકીદારો બીજી કોઈ કોટડી તપાસે નહિ તે પણ મંગલ ઈચ્છી રહ્યો હતો. મંગલ પોતે એ કોટડીનો કેદી હોય એમ વર્તી રહ્યો હતો જેથી કોઈને શંકા ના જાય.

ચોકીદારોમાં મુખ્ય માણસે બીજા ચોકીદારોને મંગલને બાંધીને સરદાર આગળ લઈ જવા હુકમ કર્યો. હુકમ મળતાંની સાથે જ ચોકીદારો સાંકળથી બાંધીને મંગલને પોતાની સાથે ઢસડીને આગળ લઈ જવા લાગ્યા. પગથિયા ઉતરીને ચોકીદારો ખુલ્લા મેદાનોમાં પ્રવેશ્યાં.

‘‘ શામ્બુકે, શામ્બુકે.’’ ચોકીદારોએ તેની ભાષામાં તેના સરદારને બોલાવ્યા. આદિવાસી લોકો ઉજવણીમાં કેફી પીણામાં અને નાચગાનમાં વ્યસ્ત હતા. ચોકીદારોએ ફરીથી મોટા અવાજે એ જ બૂમ પાડી. લોકોના કાન ચમક્યા. સરદારનું પણ ધ્યાન એ તરફ ગયું. ચોકીદારોએ મંગલને સાંકળથી પકડી રાખ્યો હતો. સરદાર કંઈ સમજી ના શક્યા. લોકોને પણ કંઈ સમજાયું નહિ કારણ કે ઉત્સવમાં દેવતાને અર્પણ કરવા એક બલી તો ચડાવી દીધો તો પછી ચોકીદારો બીજા કેદીને અત્યારે શા માટે પકડી લાવ્યા હશે ? સરદારને પણ આશ્ચર્ય થયું. તેણે ચોકીદારોને આ કૃત્ય કરવા પાછળનું કારણ પૂછ્યું.

ભીડ પણ કારણ સમજવા ઉત્સુક હતું. ચોકીદારોએ બધી વાત કહી. સરદારે આ સઘળી વાત સાંભળી. થોડી વાર બેઠા અને વિચાર્યું કે કેદમાંથી ભાગી છૂટવાના ગુનાની એ યુવાનને શી સજા દેવી ? ત્યાં ભીડમાંથી કોઈએ સુચન કર્યું કે આ કેદીની બલી ચડાવવી જોઈએ. દેવતાને બે વાર બલી ચડાવવાથી દેવતા વધુ ખુશ થઇ જશે અને આપણી ઉપર તેની કૃપા બની રહેશે.

સરદાર પણ તેમની વાત સાથે સંમત થયો. ત્યાર બાદ મોટા અવાજે તેણે કહ્યું, ‘‘ માંશંગા માંશંગા. ’’ સાથે સાથે લોકોનું ટોળું પણ આ અવાજને વધાવવા લાગ્યું. ‘‘ માંશંગા માંશંગા. ’’ મંગલને અત્યાર સુધી તે માણસ કે સરદારની વાતચીતમાં કંઈ ગતાગમ પડતી ન હતી. માત્ર અનુમાન જ લગાવ્યે રાખ્યું હતું. પણ જેવા ઉપરના નારા લગાવ્યાની જાણ થઈ, તે બધી પરિસ્થિતિને પામી ગયો. તેને અંદાજ આવી ગયો કે આ લોકો પેલા કેદીની જેમ મારો બલી પણ તેના દેવતાને ધરવાની તજવીજ કરે છે. મંગલના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.

મંગલે આજુબાજુમાં નજર નાખી. પણ બધું જ વ્યર્થ. તેમણે માનવતાની ખાતર જેને પણ બચાવ્યા હતા, તેમાંથી તેને બચાવવા કોઈ જ ના આવ્યું. પોતે બીજાનું નસીબ પોતાના માથે લીધું હતું. ઘડીભાર તો તેને પોતાના પર જ ગુસ્સો આવ્યો. જયારે કોઈ પણ આ કાર્ય માટે રાજી ન હતું ત્યારે શા માટે તેણે આ બીડું ઝડપ્યું હતું ? આ તો ધરમ કરતાં ધાડ પડી એવો ઘાટ સર્જાયો. ત્યાં વળી અંતરમનમાંથી બીજો અવાજ આવ્યો કે બીજાના ભલા માટે જીવ દેવો પડે તો શું ખોટું ? વિચારોની ઘટમાળમાં અટવાયેલો મંગલ કંઈ સમજી શકવાની સ્થિતિમાં ના હતો.

ત્યાં જ સરદારનો હુકમ છૂટ્યો. આસપાસ ઊભેલા ચોકીદારોએ મંગલના હાથ કસોકસ બાંધી દીધા અને નીચે સુવડાવી દીધો. એક પહાડી જલ્લાદ જેવો લાગતો માણસ હાથમાં તલવાર રાખી સરદારના હુકમની રાહ જોતો ઊભો રહ્યો. લોકો ચિચિયારીઓ પડતા હતા. તેમના માટે બમણા ઉત્સવનો સમય હતો. તેમના દેવતા આજે વધુ ખુશ થશે. તેમની ઉપર આજે બમણી ખૂશીઓનો વરસાદ થશે. તેઓ ઉછળતા હતા. મંગલ ફફડતો હતો. લોકોના ચહેરા પર અનેરો આનંદ હતો. મંગલના ચહેરા પર ભય હતો. લોકો જીવનનો આનંદ માણતા હતા. મંગલ મોતનો માતમ મનાવતો હતો. બીજાનું મોત જ લોકોમાં ખુશી આપતું હશે ? બલી ચડાવવાથી કે બીજાની જિંદગી છીનવી લેવાથી ભલો ક્યાં દેવતા ખુશ થતા હશે ? આ જ છે આ લોકોની સંસ્કૃતિ ? આ જ છે આ લોકોની સભ્યતા ? બીજાના મોત પર નાચવાનું ?

મંગલ વિચારોના ચકડોળે ચડ્યો હતો. પણ પછી તે સ્વસ્થ થયો. તેણે અંદાજ આવી ગયો કે હવે તે બચી શકવાનો નથી જ. આ જંગલમાં આ જંગલી પ્રજાઓની ચુંગાલમાંથી તેને કોણ છોડાવી શકવાનું ? વિચારોના વાવાઝોડાને શમાવી દઈ તેણે આંખો બંધ કરી પોતાનાં મિત્રો, પરિવારજનોને યાદ કર્યા, ઈશ્વરને યાદ કર્યા અને પોતાની પ્રિય પત્નીને અને વ્હાલસોયી દીકરીને યાદ કર્યા. હવે બીજા જનમમાં જ મળશું એવો મનોમન વાયદો કર્યો. અને..! અને બીજી જ ક્ષણે સરદારનો હુકમ છૂટ્યો. સરદારનો હુકમ એટલે જાણે દેવતાનો હુકમ. સરદાર એટલે દેવતાઓના પ્રતિનિધિ. તેનો હુકમ માનવો જ પડે. પેલા પહાડી જલ્લાદ જેવા લગતા સૈનિકે સરદારના હુકમનું પાલન કરતા તલવાર હવામાં ઉછાળી અને બીજી જ ક્ષણે... ??

ભીડમાંથી અચાનક એક ઊંચો અવાજ આવ્યો. ‘‘ દેવારિકા, દેવારિકા, દેવારિકા, દેવારિકા. ’’ ટોળામાંથી એક માણસ બહાર નીકળ્યો. અને જોર જોર થી ઉચ્ચારવા લાગ્યો, ‘‘દેવારિકા, દેવારિકા ’’. આખું ટોળું સ્તબ્ધ થઈ ગયું. બધા બોલવા લાગ્યા, ‘‘ દેવારિકા, દેવારિકા !’’ સરદારે મંગલ સામે જોયું અને એ પણ જોઈ જ રહ્યો. એ પણ ‘‘ દેવારિકા, દેવારિકા ’’ ના નારા બોલવા લાગ્યો. સૈનિકની તલવાર મંગલની ડોક સુધી પહોંચી ગઈ હતી પણ અચાનક તલવારે તેની ગતિને થંભાવી દેવી પડી.

મંગલને આ જાદુઈ નારા સામે આશ્ચર્ય થયું કારણ કે આ બોલ તેને મૃત્યુના મુખમાંથી પાછી ખેંચી લાવી હતી. તે મનોમન આ નારાનો આભાર માનવા લાગ્યો. જો કે તે નક્કી કરી શકતો ના હતો કે આ જીવતદાન તેને કાયમી માટે મળ્યું છે કે થોડી વાર પૂરતું. પણ એ ખુશ હતો. ચહેરા પર આશ્ચર્યનો ભાવ હતો. તેને સરદારે માનપૂર્વક ઊભો કર્યો અને પોતાના હાથેથી તેની બેડીઓ ખોલી દીધી. તેની નજર આદિવાસી લોકોના ટોળા ઉપર ગઈ. બધા તેની સામે જોઈ વારંવાર નમી રહ્યા હતા. આ વખતે તો મંગલના આશ્ચર્યનો પર જ ના રહ્યો. બધા વારંવાર તેના હાથ સામે જોઈ રહ્યા હતા. મંગલ કશું સમજી શકે તેમ ના હતો. પણ મંગલ પોતે આ આદિવાસીઓનો દેવતા કે અધિપતિ હોય તે અદાથી બધાની સામે ઊભો રહ્યો.

હજી મંગલ આ 'દેવારિકા' શબ્દનો અર્થ સમજી શક્યો ના હતો. પણ આ શબ્દમાં કંઈક ખાસ છે એવું તે દ્રઢપણે માનવા લાગ્યો હતો પણ શું ખાસ છે એ સમજી શકતો ન હતો. એ લોકો પોતાના હાથ સામે શા માટે વારંવાર જોઈ રહ્યા હતા ? જાણવું તો પડશે જ. પણ કઈ રીતે ? કોણ ખુલ્લું પાડશે આ રહસ્ય ? વિચારોના વમળમાં ખોવાયેલાં મંગલને સરદારે ઢંઢોળી હાથ પકડી પોતાનાં આસન પર બેસાડયો. બધાં લોકો દેવારિકાના નારા બોલાવવા લાગ્યાં. અત્યાર સુધી પોતાના મોતનો જશ્ન મનાવતાં લોકો આમ અચાનક પોતાને સરદાર સમકક્ષ કેમ માનવા લાગ્યા હશે ? એટલું જલ્દી પરિવર્તન ? પોતાનાં હાથમાં એવું શું ખાસ છે જેણે પોતાની જિંદગી જ બચાવી લીધી ? અને ભીડમાંથી પેલો દેવારિકાનો નારો બોલનાર કોણ હતો જે પોતાના માટે દેવદૂત બનીને આવ્યો હતો ? પ્રશ્નોએ મંગલને ઘેરી લીધો. સરદારે બે દિવસ પોતાને ત્યાં મંગલને રાખ્યો. ફળફળાદિ અને બીજા સ્વાદિષ્ટ ભાવતા ભોજન તૈયાર કરવામાં આવ્યા. મંગલને આ નર્કમાં પણ સ્વર્ગની અનુભૂતિ થવા લાગી.

પણ એક જ ચિંતા મનમાં ઘેરી વળી હતી કે જયારે વહેલા મોડા ગમે ત્યારે ચોકીદારોને એ ખબર પડશે કે પોતે બીજા કેદીઓને છોડાવી અને ભગાડી મુક્યા છે અને તેના સાત જેટલા ચોકીદારો પોતાની સામે લડતાં મોતને ભેટ્યા છે ત્યારે શું થશે ? આ માનપાન જે અત્યારે મળે છે તે તો મળવાનું તો દૂર, પોતાની શી વલે થશે એની ચિંતા મંગલના માનસપટ પર ઘેરી વળી. સાચી વાતની ખબર પડે તે પહેલા વહેલી તકે મંગલે ત્યાંથી નીકળી જવાનું મુનાસીબ માન્યું.

મંગલ હજી વિચારતો હતો ત્યાં એક આદિવાસી તેની પાસે આવ્યો અને તેને બહાર મોકલવાની ખાતરી આપી. તેણે બીજા આદિવાસીને તેની જાણ કરી સરદારને કહેવડાવ્યું. સરદાર આવી પહોંચ્યો. તેણે રોકાવાનો ખૂબ આગ્રહ પણ કર્યો. પણ મંગલ પોતાનાં નિર્ણય પર અટલ રહ્યો. ત્રણેક આદિવાસીઓ તેની વિદાય માટે તૈયાર થયા. સરદાર તેને પોતાના કબીલાની સરહદ સુધી મુકવા ગયો અને બીજા આદિવાસીઓને થોડે દૂર સૂધી સુરક્ષિત મુકવા જવાની સુચના આપી પાછો ફર્યો. મંગલ અને તેની સાથે રહેલા ત્રણેક આદિવાસીઓ સાથે નીકળ્યા. પાછળથી દેવારિકા શબ્દના નારા ગુંજતા રહ્યા.

મનમાં ઘણાં પ્રશ્નો સાથે મંગલ જલ્દીથી પગ ઉપાડવા લાગ્યો. હવે એ જલ્દી આદિવાસીઓ ક્યારે દૂર થાય તેની રાહ જોવા લાગ્યો. પેલા નારાનું શું રહસ્ય હશે એ જાણવાની ઉત્કંઠા પણ હતી પણ હવે તેનો અર્થ કોઈ બતાવશે નહિ એવું મંગલને લાગ્યું. ખેર, મંગલ બચી ગયો એ જ તેમના માટે પૂરતું હતું. હવે તો એ જોવાનું હતું કે આદિવાસીઓના કબીલામાં પેલાં ચોકીદારોના મોતના સમાચાર જલ્દી ના મળે તેની આશા સાથે તેણે પોતાની ગતિ વધારી.

‘‘ ક્યાં આટલા જલ્દી હાલ્યા, દેવારિકા ? તમે શું વિચારો છો કે અમને ખબર નહિ પડે કે તમે અમારા સાત ચોકીદારોને મોતને ઘાટ ઉતારી દીધા છે ? શું તમે એમ માનો છો કે અમને ખબર નહિ પડે ? શું અમે આટલા મૂર્ખ છીએ ? ’’

અચાનક અણધાર્યા અવાજથી મંગલના પગ થંભી ગયા. પોતાની ચોરી પકડાઈ ગઈ છે એવું લાગ્યું. પણ તેને થયું કે અગર આદિવાસીઓ કે સરદારને ખબર પડી ગઈ તો આટલે દૂર સૂધી મૂકવાની જરૂર જ ક્યાં હતી ? ત્યાં જ ખતમ ના કરી નાખત ? પણ ત્યાર પછી અચાનક સાંભળેલ શબ્દોને ફરીથી મનમાં સાંભળ્યા.

‘‘ અરે ! આ તો ગુજરાતી ભાષા છે. આ આદિવાસીઓ આપણી ભાષા ક્યાંથી જાણતા હશે ? ’’ મનમાં ઉદભવેલ પ્રશ્ન સાથે મંગલે પાછળ વળી સામે જોયું.

‘‘ શામજી ? ’’ મંગલથી બોલી જવાયું.

To be Continued…

Wait for next part….