Check and Mate - 6 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ-6

Featured Books
Categories
Share

ચેક એન્ડ મેટ-6

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની

ભાગ ૬

પોલીસ ની રેડ માં પકડાયેલા અલગ અલગ છ વ્યક્તિ ઓ માં લકી ગેસ્ટહાઉસ ના મેનેજર સુમિત અને સમલૈંગિક એવા સોનુ ની જીંદગી વિશે સાંભળ્યા પછી ત્યાં હાજર યુગલ સલોની અને ગોવિંદ પણ એમની લાઈફ વિશે જણાવે છે. એમની વાત સાંભળ્યા પછી ઓમ નામ નો નવ યુવક પણ કઈ રીતે એની લાઈફ પોતાનાં જ લીધે બરબાદ થઈ હતી એની વાત શરૂ કરે છે..હવે વાંચો આગળ...!!

***

"જય અને કિશન નામ ના મારાં હોસ્ટેલ ના મિત્રો ક્યાંથી આટલાં પૈસા લાવે છે એ વિશે ની વાત રજૂ કરતાં જય કહે છે."

"ઓમ અમે જે કામ કરીએ છીએ એમાં પૈસા અને મજા બંને રહેલ છે..આ બધી વાત ની શરૂવાત થઈ આજ થી લગભગ આઠ નવ મહિના પહેલાં.!! અત્યારે તો કોલેજ ના યુવકો ની સૌથી મોટી ફેન્ટસી હોય છે સેક્સ..હું એક દિવસ રાત્રે ઓનલાઈન ડેટિંગ સાઇટ સર્ચ કરતો હતો ત્યારે મારી નજર માં એક વેબસાઇટ આવી.."spicy lady".મેં એમાં લોગીન કર્યું અને હું એમાં મેમ્બર બની ગયો."

"જેવી મેં મારી ડિટેઈલ અને ફોટો જ અપલોડ કર્યા એટલે મને મારો મોબાઈલ નમ્બર નાંખવાનું કહેવામાં આવ્યું..એમના કહ્યા પ્રમાણે મેં મારો મોબાઈલ નમ્બર નાંખ્યો એટલે દસ મિનિટ માં મારા પર એક અનનોન નમ્બર પર થી કોલ આવ્યો..મેં કોલ રિસીવ કર્યો તો સામે થી એક યુવતી નો રસ ભર્યો અવાજ મારાં કાને પડ્યો."

"Hello mr. Jay.. હું spicy lady માં થી સ્વાતિ વાત કરું છું..તમે હમણાં જ અમારી વેબસાઈટ પર તમારાં ફોટોસ અને પ્રોફાઈલ અપલોડ કરી છે તો શું તમે અમારી સાઈટ ના મેમ્બર બનવા તૈયાર છો..?"

"હા..પણ તમારી સાઇટ ના મેમ્બર બનવાનો ફાયદો જણાવશો.?"મેં ટૂંક માં જવાબ આપી સામો સવાલ કર્યો.

"સર..અમારી સાઈટ એવી સ્ત્રી ઓ માટે છે જેમને સેક્સ અને ફિઝિકલ નીડ માટે યંગ છોકરાં ઓ ની જરૂર હોય..એનાં બદલા માં એ તમને સારાં એવા પૈસા પણ આપશે..અને તમારે તમારા નજીક ના શહેર કે તમે રહેતાં હોય એ શહેર માં એ સ્ત્રી બોલાવે ત્યાં જવું પડશે..તો શું તમે તમારી જીંદગી ને હસીન બનાવવા તૈયાર છો.?"સ્વાતિ એ કહ્યું.

"મને તો મારાં બંને હાથ માં લાડવા દેખાઈ રહ્યાં હતાં..એકતરફ મફત માં સેક્સ અને બીજી તરફ એ માટે પૈસા પણ મળશે એ સાંભળી ના પાડવાનો સવાલ જ નહોતો આવતો..અને મેં તરત જ સ્વાતિ ની વાત ને લીલી ઝંડી આપી દીધી."

"તો સર કાલે તમારે ક્યાં જવાનું હશે એની એડ્રેસ ડિટેઈલ તમને મેસેજ કે કોલ કરી જાણ કરી દેવામાં આવશે..આપની રાત શુભ રહે.."આટલું કહી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.

"બીજા દિવસે સાંજે મારા પર મેસેજ આવી ગયો..રીતુ ગોસ્વામી, બંગલો નમ્બર ૮, નિર્માણ નગર, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર..સમય રાત્રે ૧૦ વાગે..હું દસ વાગ્યે સમયસર બતાવેલા એડ્રેસ પર પહોંચી ગયો..એ એરિયા માલેતુજાર લોકો નો લાગતો હતો..મેં બંગલા ની ડોરબેલ વગાડી એટલે એક ચાલીસેક વર્ષ ની સ્ત્રી એ દરવાજો ખોલ્યો.."

"એ સ્ત્રી એ મને અંદર આવવા કહ્યું અને ફટાફટ દરવાજો બંધ કરી દીધો..પછી મારો હાથ પકડી ને મને સોફા માં બેસાડ્યો અને મારી બાજુ માં બેસી ને મારા ગાલ પર હાથ ફેરવતાં કહ્યું.."જય..તારા ફોટોસ જોઈને હું તો આજ ની રાત તારી સાથે પસાર કરવા થનગની રહી છું..પાંચ દિવસ મારા હસબન્ડ આઉટ ઓફ ઇન્ડિયા છે એટલે તારે સળંગ પાંચ દિવસ મારી સાથે રાત ગુજારવાની છે."

"એ સ્ત્રી આમ તો પ્રમાણ માં થોડી જાડી હતી પણ આપણે એનાથી શું ફરક પડતો હતો આપણે તો મફત માં હરિદ્વાર ની યાત્રા જેવો ઘાટ ઘડાયો હતો..પછી એ સ્ત્રી સાથે હું બેડરૂમ માં આવ્યો જ્યાં એના કહેવાથી મેં એને ફૂલ બોડી માલિશ કરી..પછી અમે બાથટબમાં સાથે સ્નાન કર્યું..ત્યારબાદ થોડું લાઈટ ડ્રિન્ક કરી ને આખી રાત ફૂલ ઓફ સેક્સ કર્યું..મને એ દિવસે બહુ મજા આવી..સવારે ત્યાંથી નીકળતાં એ સ્ત્રી એ મારાં હાથમાં દસ હજાર રૂપિયા મૂક્યાં અને રાતે આવવાનું પણ જણાવી દીધું."

"એ રાત ની વાત અને spicy lady સાઇટ વિશે મેં મારાં રૂમ પાર્ટનર કિશન ને વાત કરી અને એ દિવસે એની પણ પ્રોફાઈલ બનાવી દીધી..બસ એ દિવસ પછી અમારી લાઈફ ચેન્જ થઈ ગઈ..મહિનામાં દસેક દિવસ આવી મોટી ઉંમર ની સ્ત્રી ઓ સાથે જલસા કરવાના અને પચાસ હજાર રૂપિયા કમાઈ લેવાના..આ છે અમારી સિમ્પલ અને જલસા વાળી લાઈફ ની કહાની.."

"હા ભાઈ ઓમ એ દિવસ પછી તો જાણે લાઈફ ની મજા સો ગણી થઈ ગઈ હોય એવું લાગે છે..હમણાં લાસ્ટ વીક જ એક આંટી એ ખુશ થઈને મને આઈફોન લઈ આપ્યો.."કિશને એના હાથ માં રહેલ આઈફોન બતાવતાં કહ્યું.

"તો હું પણ એ સાઈટ પર જોડાઈ શકું છું..?"મન માં આવેલી વાત મેં કહી દીધી.

"હા કેમ નહીં..તારો ડેશીંગ લૂક અને માચોમેન શરીર તો ગમે તેને તારું દિવાનું બનાવી શકે છે..તું તો અમારાં કરતાં પણ વધુ કમાઈ લઈશ.."જયે મારાં ખભે હાથ મુકતાં કહ્યું.

"બસ એ દિવસે મારા નામ ની પ્રોફાઈલ ક્રિએટ કરવામાં આવી અને મારી પ્લેબોય તરીકે ની લાઈફ ચાલુ થઈ ગઈ..સાચું કહું તો મને પણ એમાં બહુ મજા આવતી..દર મહિને નવી નવી સ્ત્રી ઓ સાથે સેક્સ અને સાથે જોરદાર કમાણી..આ સમયગાળામાં મારી એક ગર્લ ફ્રેન્ડ પણ બની ગઈ એનું નામ હતું ભુમી..મારી લાઈફ ની ગાડી ટોપ ગીયર માં દોડવા લાગી હતી..પણ કહ્યું છે ને કે ઓવર સ્પીડ ક્યારેક જાનલેવા પણ હોય શકે છે..બસ આવું જ મારી સાથે થયું.."

"એક સાંજે મારાં પર એક એડ્રેસ આવ્યો..હું એડ્રેસ પર પહોંચ્યો અને મેં દરવાજો નોક કર્યો તો એક ત્રીસેક વર્ષ નું ખૂબ જ સુંદર સ્ત્રી એ દરવાજો ખોલ્યો..પ્રથમ વખત આટલી ઓછી ઉંમર ની અને આવી બલા ની ખુબસુરત સ્ત્રી સાથે મારો પનારો પડ્યો હતો..દરવાજો બંધ કરી ને એને મને અંદર આવવા કહ્યું..હું એના કહ્યા મુજબ એનાં બેડરૂમ માં આવીને બેઠો..આખા બેડરૂમ સ્પ્રે છાંટી એક મહેકતું વાતાવરણ રચવામાં આવ્યું હતું..એ સ્ત્રી ના બદન માં થી આવતી પરફ્યુમ ની સ્મેલ પણ મને મદહોશ કરી રહી હતી.."

"આજે પ્રથમ વખત આ લાઈન માં આવ્યાં પછી કોઈ સ્ત્રી મને પોતાની તરફ આકર્ષી રહી હતી..મેકસી માં થી બહાર દેખાઈ રહેલાં એના ધવલ ઉન્નત ઉરોજ ને જોઈ હું મારું સંયમ ખોઈ રહ્યો હતો..પણ અમારી લાઈન માં સામે વાળી સ્ત્રી ના કહે ત્યાં સુધી અમારે કન્ટ્રોલ રાખવો પડતો..અને આજે તો હું મહાપરાણે કન્ટ્રોલ રાખી રહ્યો હતો."

એ સ્ત્રી મારી નજીક આવી અને મારા ખભા પર પોતાનાં હાથ મૂકી મારા ચહેરા ની એકદમ નજીક પોતાનો ચહેરો લાવી ને કેફિયત ભર્યા અવાજ માં બોલી.."ઓમ...કેન યુ ગીવ મી ફૂલ પ્લેઝર ટુ નાઈટ..આઈ વોન્ટ ફૂલ નાઈટ એન્જોયમેન્ટ..!!"

"યા આઈ કેન.."મેં એના માથા ના વાળ ખીંચીને એનો ચહેરો મારી તરફ કરી એના હોઠ ચુમતા કહ્યું.

"ઓહ..બાસ્ટર્ડ..યુ આર સો ફાસ્ટ..જસ્ટ ટેક સમ ટાઈમ.."મને ધક્કો મારી ને એ સ્ત્રી ઉભી થઇ અને ડ્રોવર ખોલી રસ્સી ના ટુકડા લાવી ને મારાં હાથ માં મૂક્યાં.

"પણ આનું શું કરવાનું.."મેં એની તરફ સવાલ સૂચક દ્રષ્ટિ એ જોઈને કહ્યું.

"હની..આનો યુઝ કરી તારે મને પલંગ સાથે ટાઈટ બાંધી દેવાની પછી ચાકુ ની અણી એ મારાં જોડે રેપ કરવાનો..મારી ચીસો નીકળી જવી જોઈએ..હું દયા ની ભીખ માંગુ તો પણ મારા પર થોડી પણ દયા નહીં કરવાની.."એને મને વિચિત્ર વાત કરી.

"વૉટ..!! પણ આવું કરવાનું રિઝન..?"મેં સહસા ચોંકી ને કહ્યું.

"આ મારી એક ફેન્ટસી છે..મેં એક બ્લુ ફિલ્મ માં આવું દ્રશ્ય જોયું ત્યારથી જ મને આવું કંઈક કરવાનો વિચાર આવતો હતો..મેં જ્યારે તારા શર્ટ લેસ સિક્સ પેક વાળો ફોટો સાઈટ પર જોયાં ત્યારે જ મારાં મન માં આ ફેન્ટસી તારી સાથે કરવાનો વિચાર આવી ગયો હતો.."મારા ચહેરા પર એક કિસ કરીને એ સ્ત્રી એ કહ્યું.

"ઘણી સ્ત્રી ઓ ની આવી અલગ અલગ ફેન્ટસી રહેતી અને અમે એમની દરેજ ઈચ્છા ને માન આપતાં.. ક્યારેક કોઈ શાવર સેક્સ નું કહેતી, તો ક્યારેક કોઈ મકાન ના ટેરેસ પર..કોઈ થ્રીસમ સેક્સ ની પણ ડિમાન્ડ કરતી..એટલે મને એ સ્ત્રી ની વાત વધુ નવાઈ લગાડતી ના લાગી."

"એના કહ્યા મુજબ મેં એને રસ્સી નો યુઝ કરી પલંગ સાથે ટાઈટ બાંધી દીધી..એના હાથ પગ એટલા ટાઈટ બાંધ્યા હતાં કે એ ધારે તો પણ એમાં થી છૂટી શકે એમ નહોતી..એ પછી મને છોડી દો..મારી સાથે આવું ના કરશો ની બુમો પાડવા લાગી પણ આ બધું એ કરશે એવું એને મને પહેલાં થી જ કીધું હતું એટલે મેં એની વાત ને કાને ધર્યા વગર આગળ ની પ્રક્રિયા ચાલુ રાખી.."

"કોઈ રેપ માં કરે એમ જ મેં એની મેકસી અને બીજા આંતરવસ્ત્ર ફાડી નાંખ્યા..એ ચીસો પાડી રહી હતી પણ મને એના થી કોઈ ફરક પડતો નહોતો..હું તો એના આખા બદન ને તાર તાર કરવામાં લાગી ચુક્યો હતો..એના શરીર પર મેં જોશ માં આવી બે ચાર જગ્યા એ બચકાં પણ ભરી દીધાં.. એ ફૂલ ઓફ ડ્રામા કરતી હોય એમ રડી રહી હતી અને ચીસો પાડી રહી હતી..પણ હું તો બસ એની મરજી મુજબ બસ એને એન્જોય આપવામાં જ પડ્યો હતો.."

"ખબર નહીં ક્યારે અમે થાકી ને લોથપોથ થઈને સુઈ ગયાં એની પણ ખબર ના રહી..સવારે ચાર વાગતાં હું ત્યાંથી મારુ પેમેન્ટ લઈને નીકળી ગયો..એ સ્ત્રી મારી સાથે ગુજારેલી રાત ના આનંદ થી ખૂબ ખુશ હતી એટલે એને મને સારું એવું પેમેન્ટ પણ આપ્યું..હું પણ આવી ખુબસુરત મહિલા જોડે રાત ગુજાર્યા બાદ ખૂબ ખુશ હતો.."

"ત્યાંથી નીકળી હું સીધો જ હોસ્ટેલ માં ગયો.આખી રાત ની તનતોડ કસરત થી મારું આખું શરીર તૂટતું હતું..હું થાકી ને ઘસઘસાટ સુઈ ગયો.."

"ઓમ.. ઓમ.. બારણું ખોલ..જલ્દી..."જય નો અવાજ સાંભળી મારી આંખો ખુલી તો બપોર ના અગિયાર વાગ્યાં હતાં.. મેં આંખો ચોળતાં ચોળતાં મનોમન જય ને ગાળો આપતાં બારણું ખોલ્યું અને જય ની તરફ જોઈને કહ્યું..

"હું છે ડોફા..સુવા દે ને.."

"અરે ગેલ્ફાડ્યા..મારી વાત સાંભળીશ તો વર્ષો ની ઊંઘ ઊડી જશે.."જય એ મારો હાથ પકડી ને જોર થી હચમચાવતાં કહ્યું.

"શું થયું છે યાર..કેમ સવાર સવાર માં પત્તર ઠોકે છે..?"મેં ગુસ્સા માં કહ્યું.

"કાલે રાતે તું ક્યાં હતો..?"જય એ પૂછ્યું.

"કાલે તો હું નિકોલ હતો..યાર કાલે જે મજા આવી છે ને..એની માને જોર આંટી છે નિકોલ વાળી તો.."મેં કહ્યું.

"આંટી છે નહીં હતી.."જય એ કહ્યું.

"મતલબ તું કહેવા શું માંગે છે જયલા?"મેં જય ની તરફ જોઈને પૂછ્યું.

"મતલબ એ સ્ત્રી નું ખુન થઈ ગયું છે..ન્યુઝ ચેનલ પર બતાવે છે કે કોઈએ બેરહમી પૂર્વક એ સ્ત્રી ના પેટ માં ચાકુ ઘુસેડી એની હત્યા કરી દીધી છે. એના ઘર ની બહાર રાખેલાં cctv કેમેરા ની ફૂટેજ માં તારું ઘર માં રાતે જવું અને નીકળવું રેકોર્ડ થઈ ગયું છે..તારી બાઈક નો નમ્બર પણ એમાં શો થાય છે..બીજી વાત એ સ્ત્રી ની પ્રાથમિક તપાસ માં શરીર પર પડેલાં ઉઝરડાં અને હાથે અને પગે પડેલાં દોરી વડે બાંધવાના ચિહ્નો પર થી પોલીસ ને લાગે છે એ સ્ત્રી નો રેપ થયો છે અને પછી મર્ડર.."જય એ ઘટસ્ફોટ કર્યો.

"જય ની વાત સાંભળી મારા પગ નીચે થી જમીન સરકી ગઈ..કાલે રાતે જે રીતે મેં એ સ્ત્રી સાથે સેક્સ કર્યો હતો એ આમ તો ફોરેન્સિક રિપોર્ટ માં રેપ જ પુરવાર થશે..અને ચાકુ પર પણ મારાં જ ફિંગરપ્રિન્ટ મળશે એ પાકું છે..પણ આ ખુન મેં નથી કર્યું તો કોને કર્યું.."આટલું વિચારી હું જય ને ભેટી ને રડવા લાગ્યો..

"એ ઓમ તું અત્યારે શાંત થા..અને આમ રડીશ નહીં.."જય એ મને સાંત્વના આપતાં કહ્યું.

"પણ યાર મેં એ સ્ત્રી નું ખુન નથી કર્યું..હા એની એક ડિમાન્ડ હતી કે રેપ કરતાં હોઈએ એમ એની સાથે સેક્સ કરું..બસ મેં એજ કર્યું છે..બાકી મારે એ સ્ત્રી ને કેમ મારવી પડે.."મેં ડૂસકાં લેતાં જય આગળ એ રાતે જે બન્યું એની બધી વાત રજૂ કરી.

"જો ભાઈ એ સ્ત્રી ના પ્રાઇવેટ પાર્ટ માં થી મળેલાં વીર્ય ના નમૂના નું DNA, ચાકુ પર તારી ફિંગરપ્રિન્ટ અને વધારા માં cctv ફૂટેજ માં તારી બાઈક અને તારું દેખાવું આટલી બાબતો તને રેપીસ્ટ અને ખુની સાબિત કરવા પૂરતી છે..બાઈક નમ્બર પર થી તો પોલીસ હમણાં જ તારા સુધી પહોંચી જશે."જય એ નિઃસાસો નાંખતા કહ્યું.

"તો યાર હું શું કરું..મને કંઈ સૂઝતું નથી.."મેં રડમસ ચહેરે કહ્યું.

"તું અમદાવાદ છોડી ને ભાગી જા..ક્યાંક દૂર..થોડો સમય આ કેસ શાંત ના થાય ત્યાં સુધી આ તરફ પાછો ના આવતો.."જય એ જણાવ્યું.

"પણ ભૂમિ નું અને મારી ફેમિલી નું શું..?"મેં મારી પ્રોબ્લેમ જણાવતાં કહ્યું.

"જો ભાઈ આ બધું સાંભળ્યા પછી ભૂમિ તારી સામે જોશે પણ નહીં એ પાકું છે..અને તારો બાપ તો પહેલાં થી જ તારાં જોડે પારકા જેવું વર્તન કરે છે એટલે આ વાત સાંભળ્યા પછી તો એ તને દીકરો કહેતાં પણ શરમાશે.. માટે કોઈનું વિચાર્યા વગર તું અહીં થી ફટાફટ નીકળી જા.."જય એ મને ગળે લગાવીને કહ્યું.

"જય ની વાત આમ તો સાચી જ હતી..હવે જો બચવું હોય તો એક જ ઉપાય હતો અમદાવાદ મૂકી દેવું .અને પછી હું તાત્કાલિક અમદાવાદ થી નીકળી મુંબઈ આવી ગયો..પછી ત્યાં શું થયું શું નહીં એ જાણવાની પણ મેં તસ્દી નથી લીધી..થોડાં દિવસ થી હું લકી ગેસ્ટ હાઉસ માં રોકાયો હતો..મને કોલ સેન્ટર માં સારી એવી જોબ પણ મળી ગઈ હતી.આજે રાતે મારો ફર્સ્ટ ડે હતો જોબ પર...બધું ઠેકાણે પડતું જણાતું હતું ત્યાં આ રેડ પડી..હવે આજે જોબ પર હાજર નહીં થવું એટલે નોકરી ગઈ હાથમાંથી એ પાકું"

આટલું કહી ઓમ ની આંખો આંસુઓ થી છલકાઈ ગઈ..મોજમજા ખાતર પોતાની જીંદગી ને હાથે કરી ને નર્ક બનાવવાનો અફસોસ એના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો..પોતે જે પાપ કર્યા એની સજા રૂપે ઓમ ની આંખો માં પશ્ચાતાપ ના અશ્રુ ઉભરી આવ્યાં હતાં.

"જો ઓમ લાઈફ છે..એની રીતે ચાલે જવાની..એવું બને કે ભગવાને અહીં તારા માટે વધુ સારું આયોજન વિચાર્યું હોય એટલે જ તારા જોડે આ બધું બન્યું હોય..તું આ પાણી પી અને રડવાનું બંધ કર"હતાશ ઓમ ને પાણી નો ગ્લાસ આપતાં સુમિતે કહ્યું.

"તમારી વાત સાચી છે.. મારી મોજમજા માટે અને પૈસા ની લાલચ ના લીધે મેં જે કર્યું એ તો મારા હાથ માં હતું પણ પછી જે કંઈપણ બન્યું એમાં હું કંઈ પણ કરી શકવામાં અસમર્થ હતો.મારા હાથ માં કંઈ નહોતું..કંઈ.."આટલું બોલી ઓમ ના અવાજ માં પાછી ઢીલાશ આવી ગઈ.

"ઓમ તારી સાથે જે બન્યું એમાં તો તું કંઈપણ કરી શકવામાં અસમર્થ હતો અને લોકો ભલે ગમે તે માને પણ હકીકત માં તો તે કોઈનું ખુન પણ નથી કર્યું એટલે તને મન માં એની આત્મગ્લાની તો નહીં હોય..પણ મેં જે કર્યું છે એ મને દરેક સેકન્ડે હેરાન કરી રહ્યું છે..લાઈફ ને સારી રીતે ચલાવવા થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે પણ હું એ માટે તૈયાર નહોતી અને એમાં ને એમાં મારા હાથે એક ખુન થઈ ગયું.."બેરેક માં હાજર ઓમ ની જ સમવયસ્ક યુવતી એ કહ્યું.

"વૉટ..ખુન અને તારા હાથે..ઓહ માય ગોડ.. પણ કોનું..કઈ રીતે.."એ યુવતી ની વાત સાંભળી ઓમ એ ઉપરાઉપરી સવાલો નો મારો ચલાવી દીધો.

"મારુ નામ નફીસા મલિક છે..હું રાજસ્થાન ના બિકાનેર શહેર ની રહેવાસી છું..મારાં પિતાનું નામ ઉસ્માન ગની મલિક છે..તેઓ બિકાનેર કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે સક્રિય છે.."એ યુવતી એ પોતાનો પરિચય આપતાં કહ્યું.

"ઉસ્માન ગની મલિક..નામ ક્યાંક સાંભળેલું છે..હા યાદ આવ્યું.. બિકાનેર શહેર માં બનેલ યુનિવર્સિટી રેપ કેસ ના આરોપીઓ ને ફાંસીની સજા આપનાર ન્યાયાધીશ તમારાં પિતાજી થાય.."સુમિતે મગજ પર જોર આપી કહ્યું.

"હા એજ ઉસ્માન ગની મલિક મારાં પિતા થાય..પોતાના નામ અને રુતાબા મુજબ એવો બહુ સ્ટ્રીક અને નિયમો ના ચુસ્ત હતાં..મારાં સિવાય બીજી બે બહેનો અને એક ભાઈ એમ અમે ચાર સંતાન હતાં.પિતાજી ના ડિસપ્લીન ભર્યા વાતાવરણ ના લીધે અમારાં પણ સેંકડો પાબંધીઓ હતી..તેઓ ઇચ્છતા કે અમે ચારે ભાઈ બહેન ભણી ગણી સારા સરકારી ઓફિસર બનીએ.."નફીસા એ પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું.

"પણ કહ્યું છે ને કે પીંજરા માં હોય એ પક્ષી ને આકાશ માં ઉડવાની મહેચ્છા વધુ હોય..એમ મને પણ એમના બનાવેલાં નિયમો પાળવાનો કે એ પ્રમાણે જીવવાનો કોઈ શોખ નહોતો..મારે નાનપણ થી જ ફિલ્મ એક્ટ્રેસ બનવું હતું પણ પિતાજી મારી વાત ક્યારેય સમજવા નહોતા એ તો નક્કી જ હતું..હું પરિવાર ના બીજા સદસ્યો ને પણ મારાં મન ની વાત કહી નહોતી શકતી.. કેમકે મને ડર હતો કે ક્યાંય એ પિતાજી આગળ બધું બોલી ના દે.."

"પણ નિયતી માં લખેલું થઈને જ રહે છે..હું કોલેજ માં હતી ત્યારે કોલેજ માં miss બિકાનેર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું..જેમાં મેં ભાગ લીધો અને ફર્સ્ટ પ્રાઈઝ પણ પ્રાપ્ત કર્યું.સ્પર્ધા ના એક જજ જોય ડિસુઝા એ મને એકાંત માં બોલાવી ને કહ્યું.."nafisa you have such a brilliant face..and so much beautiful expression..you should try in Bollywood..on day you will become a top actress of Bollywood.."

"જોય ડિસુઝા ના એ શબ્દો મારા કાન માં લાંબો સમય સુધી પડઘાતાં રહ્યાં અને મેં પછી નિર્ણય લઈ લીધો કોઈને કહ્યા વગર ઘર છોડી ને બૉલીવુડ માં કેરિયર બનાવવા મુંબઈ આવવાનો..અને એક દિવસ હું લાગ જોઈ બિકાનેર થી મુંબઈ જતી ટ્રેઇન માં બેસી ગઈ.."

"સપનાની ઊંચી ઉડાન ભરવાની ખ્વાહિશ માં મુશ્કેલી ની એવી તે ઊંડી ખાઈ માં ફસાઈ ગઈ જ્યાંથી નીકળવું લગભગ નામુમકીન હતું.."નફીસા એ કહ્યું.

***

To be continued....

પોતાનાં સપના ને નવી ઊંચાઈ આપવા મુંબઈ આવેલી નફીસા ની લાઈફ માં એવું તે શું બન્યું કે એને એક ખુન કરવા મજબુર થવું પડ્યું..? આ ઉપરાંત આ અજાણ્યાં છ લોકો ની બેરેક માં થયેલી આ મુલાકાત કયો નવો અધ્યાય લખવાની હતી એ જાણવા વાંચતા રહો રહસ્ય અને રોમાંચ થી ભરેલી થ્રિલર નોવેલ ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

મારી આ નોવેલ ને શરૂવાત થી જ વાંચકો નો જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું… હજુ તો કંઈ કેટલાય સસ્પેન્સ ને ઉજાગર કરતી આ નવલકથા કોઈ ડાર્ક સસ્પેન્સ થ્રિલર હોલીવુડ ફિલ્મ કરતાં ઓછી નથી એની ખાત્રી આપું છું..તમે તમારા અભિપ્રાય મારાં whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.. આ સિવાય મારી અન્ય નોવેલ "બેકફૂટ પંચ" અને "ડેવિલ એક શૈતાન" પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન આર. પટેલ