SUMAN
PARESH MAKWANAA
બોર્ડની એક્ઝામનું છેલ્લું પેપર હતુ..એટ્લે સુમન ફટાફટ તૈયાર થઇ ઘરે થી નીકળી ગઇ પેપર દેવા.. પપ્પાએ પૂછેલું ''હુ સ્કૂટર પર મુકી જાવ..?'' પણ સુમને કહી દીધું પપ્પા ચિંતા નાં કરો બાજુમાં તો નિશાળ છે હુ રિક્ષામાં જતી રહીશ.. હજી પેપર શરુ થવાને વિસ મિનિટની વાર હતી..તેમ છતા એને તો ઉતાવળ હતી મનમાં એક વાતનો ડર હતો..ક્યાંક મોડું થઇ ગયુ અને એક્ઝામ હોલમાં ન બેસવા દે તો..? એણે ચાલવામાં થોડી ઝડપ વધારી..એની ચાલની સાથે જ એનાં દિલની ધડકનો પણ સતત વધતી જતી હતી..
આખરે એ ઓટોસ્ટેન્ડ સુધી પોહચી જ ગઇ.. ત્યારે થોડી હાશ તો થઇ પણ બપોરનો સમય હોવાથી એકપણ રીક્ષા નજરે નોઁહ્તી આવતી.. એનું ધ્યાન વારંવાર હાથમાં રહેલી ઘડિયાળ તરફ જતું..રોજ મંદ મંદ ચાલતો એ મિનીટ કાંટો પણ જાણે આજે કલાક કાંટાને પકડવા એક સામટી દોડ લગાવતો હતો.. એવું લાગતું હતુ જાણે આ ઘડીયારને સમયચક્ર સાથે કોઈ લેવા દેવા જ નથી..મન પડે એમ પોતાની મરજી થી ચાલતી હતી..
હવે માત્ર પંદર મિનિટની જ વાર હતી પેપર શરૂ થવામાં..એને ટાઈમસર પોહ્ચવું હતુ.. એવામાં એક હોન્ડાવાળો યુવાન આવ્યો..અને એણે સુમનની સામે બાઇક ઉભુ રાખ્યું.. સુમન એને ઓળખી ગઇ એ એનાં જ એરિયામાં રહેતો રાઘવ હતો.. સ્હેજ દેખાવડો અને આંખ સુધી આવતાં લાંબા વાળ..
સુમન સામે એકદમ સ્ટાઇલ થી ચશ્મા ઉતારી એણે કહ્યુ - ''ચાલ બેસી જા..?'
'મારે તારી સાથે નથી આવવુ..'
'એય..સુમન તુ આવુ શુ કરે છે..બેસી જા ને..તારું પેપર છૂટી જશે તો..'
સુમનને આ એક જ ભય વારંવાર સતાવતો હતો..ક્યાંક પેપર મિસ થઈ ગયું તો..?
સુમન પાસે બીજો કોઈ રસ્તો જ નોઁહ્તો..એ શુ કરે નાં છૂટકે...એણે રાઘવની બાઇક પર બેસવું જ પડયું..અને જેવી સુમન બાઇક પર બેઠી રાઘવે ફુલ સ્પીડમાં બાઇક મારી મુકી..
'સુમન તુ ચિંતા નાં કર તને ટાઈમ સર પોહચાડી દઈશ...'
થોડીવાર પછી..એણે એક મોટા ગોડાઉન પાસે બાઇક ઊભી રાખી..
'સુમન તુ અહિં થોડીવાર ઊભી રહીશ.. મારે અંદર પૈસા લેવા જવાનું છે..'
'પણ મારુ પેપર..'
'તુ એની ચિંતા નાં કર..તને વેલાસર પોહચાડી દઈશ..'
'હુ હમણાં આવુ..એક જ મિનિટમાં..'
એ રાહ જોતી રહી..પણ એ બહાર જ નાં આવ્યો..એને થયુ અત્યાર સુધીમાં તો પેપર પણ શરુ થઇ ગયુ હશે..આ પ્રફુલ હજી કેમ નાં આવ્યો.. એકવાર અંદર જઇને જોઇ આવુ..કરે છે..શુ..
એ પણ અંદર ગઇ..રાઘવ..રાઘ..વ...એણે એને બે ત્રણ અવાજ માર્યા..પણ લાગ્યું કે આખા ગોડાઉનમાં એનાં સિવાય બીજુ કોઈ જ નથી..એની નજરો ચારો તરફ ફરવા લગી..ત્યાં એક અંધારા ખૂણામાં થી રાઘવ હસતો હસતો બહાર નીકળ્યો..
'તને ખબર છે.. હુ તને અહિયાં શુ કામ લાવ્યો છું..?'
'મને ખબર જ હતી..કે તુ કંઇક આવુ જ કરવાનો છે..'
' શુ કર્યું મે..સુમન..? હજી કરવાનું તો બાકી જ છે..'અને એ મૉટે મોટે થી હસવા લાગ્યો..
'પ્લીઝ મને..જવા દે આજે મારુ પેપરમાં પોહ્ચવું બહુજ જરુરી છે..તુ કહીશ એ કરીશ..પણ આજે મને જવા દે..'
'બોર્ડનું પેપર શરુ થવામાં દસ મિનીટની વાર છે... અને દસ મિનિટમાં તો ઘણું બધું થઈ શકે છે.. સૌથી પહેલા એક કિસ આપી દે..'
નહીં..મારા થી એવું નહીં થાય..અને એની આંખો ભીની થવા લાગી..
'હમણાં તો તેં કહ્યુ કે હુ જે કહુ એ કરીશ..એક કિસ તો માંગુ છું..આપી દે..યાર તારી પાસે દસ જ મિનીટ છે.'
'એ રડવા લાગી..'
'કોઈ વાત નહીં..તુ નહીં આપે તો હુ જાતે જ લઇ લઈશ..'
અને પછી..એની નજીક જઇ એનાં વાળ પકડી..એનાં હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં.. એ પછી એની સાથે જે થયું એ ફક્ત સુમન જ જાણતી હતી..એ ચીખતી રહી ચિલ્લ્લાતી રહી પણ એની અવાજ કોઈએ જ ના સાંભળી જાણે આખું શહેર બહેરુ થઈ ગયું હોય.. એ પછી જાણે કાઈ જ બન્યું ના હોય એમ એણે પોતાની જાતને સાંભળી અને ફટાફટ કપડાં સરખા કરી આંસુ લૂછતી એ ત્યાં થી ચાલવા લાગી રાઘવ એની પાછળ દોડ્યો..
'સુમન જે થઈ ગયું એ બધું જ ભૂલી જા ચાલ તને એક્ઝામ હોલ તરફ મૂકી જાવ..'
એક્ઝામહોલમાં પેપર શરુ થઇ ચૂક્યું હતુ..તેમ છતા રાઘવની રીકવેસ્ટ થી..સુમનને એક્ઝામમાં બેસવા દેવામાં આવી..અને રડતા રડતા જેમતેમ સુમને એક્ઝામ આપી..
ઘરે જઇ એ બેગ ફગાવી એ સીધીજ બાથરૂમમાં પુરાઈ ગઈ.. નળ ચાલુ કર્યો ડોલ ભરાતા જ ઉપાડી પોતાના પર રેડી દીધી.. અને પછી એકખૂણામાં બેસી કલાકો સુધી રડતી રહી.. પણ અહીંયા એને સાંભળનારું કોણ હતું... બાથરૂમમાં થી નીકળી ફટાફટ તૈયાર થઈ એ કિચનમાં ચાલી ગઈ..
એના પપ્પા જયેશભાઇ નો ઓફિસે થી આવવનો સમય થઈ ગયો.. પપ્પા આવતા જ હશે.. એકપળ તો એને લાગ્યું કે પપ્પાને અત્યારે જ બધું જ સાચે સાચું કહી દઈશ.. બીજી જ પળ લાગ્યું કે જો આ વાતની જાણ પપ્પા ને થઈ તો પપ્પા સાવ તૂટી જશે..
એટલીવરમાં ડોરબેલ વાગી સુમને પોતાના આંસુ લૂછયા અને જાણે કાઈ જ બન્યું જ ના હોય એમ પોતાના ચહેરા પર બનાવટી હાસ્યનું મોહરુ પહેરી લીધું.. અને જઈને દરવાજો ખોલ્યો..
જયેશભાઈએ આવતાની સાથે જ એના હાથમાં એક બેગ પકડાવી દીધી સુમિ જો હું તારા માટે શુ લાવ્યો.. સુમને કોઈપણ જાતની એક્સાઇટમેન્ટ બતાવ્યા વિના બેગ લઈ સોફા પર મૂકી દીધું
પપ્પા તમે હાથ મોં ધોઈ લો હું જમવાનું સર્વ કરું છું..
જયેશભાઇ સુમન પાસે આવ્યા અને એની આંખોમાં જોયું સુમને પોતાની નજરો ફેરવી લીધી..
'સુમન તું ઠીક તો છો ને...?'
જયેશભાઇ નો સવાલ સાંભળી સુમન હસી..
'હું ઠીક છું પપ્પા.. તમે હાથ મોં ધોઈ લો જમવાનું લાગવું છું..'
'ઓકે તો ફટાફટ સર્વ કર મને બહુ જ ભૂખ લાગી છે..' કહી જયેશભાઇ એના ફ્રેશ થવા ચાલ્યા ગયા..
જમતા જમતા જયેશભાઈએ પૂછ્યું
'અરે સુમન તે બતાવ્યું નહીં.. આજે તારું પેપર કેવું રહ્યું..?'
'પપ્પા શુ કહુ તમને પેપર કેવુ સોલિડ હતુ..બધાં જ પ્રશ્નના જવાબ લખાઈ ગયા પછી પણ દસ મિનીટ જેવો સમય વધ્યો..'
'મને ખબર જ હતી.. કે દિકરી સૌથી હોશિયાર છે..'
' સુમને એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું...એનાં પ્રત્યુત્તરમાં રમણભાઈ બોલ્યા 'પેલા સોનલઆંટી છે ને..એનો બાબો કહેતો હતો..કે આજનું પેપર બહુ જ હાર્ડ હતુ..પણ તને સહેલું લાગ્યું..'
'પપ્પા તમે ક્યારેય સોનલઆંટી ના બાબાને હાથમાં બુક પકડતા પણ જોયો છે..બસ આખો દિવસ ક્રિકેટ..ક્રિકેટ..'
એ જ રાત્રે સુમન સુવાની તૈયારી કરતી હતી ત્યાં એક અજાણ્યો કોલ આવ્યો.. સુમને ફોન ઉપાડ્યો -
'હેલ્લો.. કોણ બોલો છો..?'
સામે થી કોઈનું અટ્ટહાસ્ય સંભળાયું
'સુમન..આટલી જલ્દી મને ભૂલી ગઈ.. આજે બપોરે તો આપણે મળ્યા હતા..'
સુમન એ અવાજને ઓળખી ગઈ એ રાઘવ હતો પહેલા તો એ એકદમ ઘબરાઈ ગઈ પછી સ્હેજ હિંમત કરી એણે કહ્યું
'રાઘવ...આજ પછી ફોન ના કરતો..'
અને એ વધારે કઈ બોલે એ પહેલા જ સુમને ફોન કાપી નાખ્યો..ત્યાં ફરી કોલ આવ્યો ને સુમને ફરી ફોન કટ કરી નાખ્યો..
ત્યાં એક ટેક્ટ મેસેજ આવ્યો.. ''સુમન તને શુ લાગે છે કે તું ફોન કાપી નાખીશ તો તું મારા થી બચી જઈશ.. અરે હું રાઘવ છું મારા થી આજ સુધી કોઈ નથી બચ્યું.. તારે એ જ કરવું પડશે જે હું કહીશ નહિતર..?''
સુમને તરત જ રાઘવને ફોન જોડ્યો..
' નહિતર... નહિતર શુ હે.. ધમકી કોને આપે છે હે.. એ વખતે તો હું મજબૂર હતી પણ આ વખતે..'
એ ફરી હસ્યો..
'હેય ચૂપચાપ મારી વાત સાંભળ.. તારી ફિલ્મ બની છે.. જો તું ચાહે કે એ સોસીયલ મીડિયા પર વાઇરલ ના થાય તો..તું એ જ કરીશ જે હું કહીશ..'
'કઈ ફિલ્મ કેવી ફિલ્મ..?'
'તને પણ મોકલું છું યાર.. '
અને એણે ફોન કટ કરી નાખ્યો થોડીજવારમાં એણે સુમનના વોટ્સએપ પર એક વિડીયો પોસ્ટ કર્યો..
સુમને ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું કે આ માણસ પોતાની મજબૂરીનો આટલો મોટો ફાયદો ઉઠાવશે.. જો આ વિડીયો વાઇરલ થઈ ગયો તો પોતે સમાજ ને શુ મોં બતાવશે.. એણે ફરી રાઘવને ફોન કર્યો
આ વખતે એ એકદમ ઘબરાઈ ગઈ હતી..
'રાઘવ તું જે કહીશ એ કરીશ પ્લીઝ વિડીયો ડીલીટ કરી નાખ..'
' અરે.. અરે રિલેક્સ.. મારુ કામ થઈ જતા જ હું તારી સામે વિડીયો ડીલીટ કરી નાખીશ.. કાલે સાંજે છ વાગ્યે... હું મારા ફ્લેટ પર એકલો છું ચૂપચાપ આવી જજે.... અને હા.. કોઈપણ જાતની ચાલાકી ના કરતી નહિતર.. નહિતર યાદ રાખજે તારું પણ એ જ થશે જે તારી ફ્રેન્ડ અનુ નું થયું હતું..
અનુ નું નામ સાંભળતા જ સુમન એકદમ ચોકી ગઈ...
આજ થી બે મહિના પહેલા એની સાથે જ એના જ ક્લાસમાં ભણતી એની બેસ્ટ ફ્રેન્ડ અનુ નું કેટલાક શખ્સો દ્વારા અપહરણ થયું હતું.. એ પછી એક સુમસાન નાલા નીચે થી એની લાશ.. મળી આવી.. એ અનુ સુમનની ઘણી જ નજીક હતી એટલે અનુના મોત થી સુમનને મોટો આઘાત લાગેલો માંડ માંડ એ અનુના મોતને ભૂલી શકી હતી..
' શુ અનુ ને તે મારી હતી.. ?'
' હા... અમારે એને મારવી પડી... જો અમે એને ના મારે ત ને તો એ અમને બધાને મારી નાખેત.. ખેર તું આવે છે ને કાલે..?'
' હા.. એટલું બોલી ત્યાં રાઘવે ફોન કટ કરી નાખ્યો આ તરફ સુમન ફરી અનુની યાદ માં ચોધાર આંસુ એ રડી પડી..
અચાનક જ એને કંઈક યાદ આવ્યું - અને પોતાનું ફેસબુક ખોલ્યું અનુએ ટેગ કરેલી છેલ્લી પોસ્ટ સુમન અને અનુની ક્લોઝ અપ સેલ્ફી જેની ઉપર પોસ્ટ માં લખ્યું હતું મી એન્ડ માય લવલી ફ્રેન્ડ સુમન ફિલિંગ વેરી હેપ્પી.. સુમન અનુના એ નિર્દોષ ચહેરાને જોતી રહી એની માસુમિયત, એનું ખાવા પ્રત્યેનું પાગલપન, જાણે અનુ સાથે જોડાયેલી એ યાદોની એક આખી ફિલ્મ સુમનની આંખ સામે ફરવા લાગી...
બીજે દિવસે સાંજે સુમન નીકળી ગઈ રાઘવના ઘરે બેલ વગાડી રાઘવે અંદર થી પૂછ્યું કોણ..?
'રાઘવ હું સુમન..'
રાઘવે દરવાજો ખોલ્યો સુમન અંદર આવી..
વાહ જનેમન આજ ફિર તુમપે પ્યાર આયા હે ગીતની કડી ગનગણતો એણે ફટાફટ દરવાજો બંધ કર્યો..
અને દરવાજો બંધ કરી જેવો એ સુમન તરફ ફર્યો... સુમન એની સામે બંદૂક તાંકીને ઉભી હતી..
સુમન ને આ રૂપમાં જોઈને રાઘવને તો પરસેવો છૂટી નીકળો..
' સુમન..સુમન પ્લીઝ ગોળી ના ચલાવતી.. પ્લીઝ સુમન..'
' તે મારી અનુ ને મારી હતી ને..., તે મારી ઈજ્જત ઉતારી હતી ને.., બહુ જ શોખ છે તને વિડીયો બનાવવાના..'
'સુમન મને માફ કરી દે... પ્લીઝ તું ચાહે તો હું વિડીયો પણ અત્યારે જ ડીલીટ કરી...
એ આગળ બોલે એ પહેલા જ સુમને એક પછી એક છ એ છ ગોળીઓ એની છાતીમાં ઉતારી દીધી..
The End