lagani ni suvas - 16 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 16

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લાગણીની સુવાસ - 16

લાગણીની સુવાસ

(ભાગ – 16)

અમી પટેલ ( પંચાલ)

લક્ષ્મી ની આંખો છલકાતી હતી .એના અંગે અંગમાં વિજળી નો ચમકારો એ અનુભવી રહી અને લાભુને વળગી બોલી....

“ મું ભવોભવ તારી થઈન રયે... તારા સુખમ દુખમ..... મરવામાં એ.... તારી હારે.... “

“ મૂઈ મરવાનું કાં વિચાર હજી તારા હારે જીવવું સે....”

થોડી સ્વસ્થ થઈ આંખો સાવ કરી લક્ષ્મી બોલી... “હાલો અવ હૂઈ જઈએ.... “

“ જોજે હો...લખમી મારથી બીક નઈ લાગ....”

“ જાઓન... તમીતો હદ કરોસો.... “

લાભુ સૂતો એના હાથ પર માંથુ રાખી લક્ષ્મી આડી પડી....ઝાડને વેલ વિટાય તેમ બન્ને પોતાની લાગણી ઓને ન્યાય આપતા તેની સુવાસ માણી રહ્યા.....આ શુધ્ધ પ્રેમમાં ના શરીરના કોઈ ખેલ હતાં ના કોઈ ભૂખ બસ એકબીજાનાં થઈને રહેવાની... પહેલા પ્રેમની એક લાગણી હતી.....આમને આમ રાતનો નશો...ઉતરવા લાગ્યોને સૂર્ય નારાયણ દેખાયા.... અને પક્ષીઓનો કલરવ ગાજી ઉઠ્યો. લાભુની આંખ ખૂલીને એ લક્ષ્મી સામે જોઈ રહ્યો લક્ષ્મી હજી એને વિટળાયેલી હતી .. લાભુએ એક નિર્દોષ ચુંબન કરી એના માથે હાથ ફેરવવા લાગ્યો... લક્ષ્મીની આંખ ખુલ્લીને એ શરમાઈ ગઈ... બન્ને એકબીજાને નીહાળી રહ્યા... થોડીવાર પછી... લાભુ બોલ્યો..

“ લગન પસીએ આમ રયેન માર જોડ મું આવી રીતે જ મરવા માગુસું તારા જોડે રઈન..”

“ કાલ તો લગન થ્યા આપડા મરવાની વાત કાં કરો.... અન આજ જઈ મું મારા બાપાન કયે..... જટ લગન લેવા...”

“ હાચે... તું કયે...”

“ મું કયેક લગનમું મનથી કરી વરી ચૂંકીસું બસ શાસ્તર કરો...”

“ બાપા મોનસે...”

“ બાપાએ તો ચારની મન સૂટ આપીસ....તન ગમ ઈ પેલ્લુ કરસું...ઈમ..”

“ હાલ ઘેર જાવા નીકળીએ.... મુઢુ ધોઈ લે...”

“ હૌવ હેડો...”

બન્ને હાથ પગ ધોઈ પેલા વૃધ્ધને મલ્યા... ચા પાણી કરી વૃધ્ધે આપેલા ગાડામાં બેસી એમની રજા લઈ આભાર માની બન્ને નીકળ્યા....

આ બાજુ ઝમકુ અને સત્ય એ ચાલતા ચાલતા રાતે થાકી ગયા હતાં ઝરમર ફરફર વરસાદ આવતો હતો... એટલે એક ખેતરમાં માચડા ઉપર... જઈ બન્ને બેઠા .....

“ લખમીન લાભુ બે પોક્યા તો હસેન ઘેર બધા ચિંતામ હશે....મનતો બવ ચિંતા થાયસે...” ઝમકુ ચિંતા કરતા બોલી..

“ લાભુસે ઈની હારે ચન્ત્યા નઈ અન હાચુ કવ તો મી હાથે કરી એ બેન એકલા મોકલ્યાતા.... તન ખબર નહીં એ બે એકબીજાન... ગમાડસ... બેન ટેમ નઈ મલ્યો... હરખી વાત કરવાનો... આપડન મલાવવા ઈમને ચેટલુએ કર્યું .. મન ખબર હતીક રાતે અંધારામ એ બે ઘેર નઈ પોંચી એક ચોક તો રોકાવું પડસે... એટલે બે એકબીજાન મનની વાત કઈ એકકસે....”

“ હાચે.... તઈ તો મન મારી દેરોણી ગમી.. ભગવોન કર હઉંહારા વાના થાય...”

“ વરહાદ બંધ થ્યોસે તઈ ઘડીક હૂઈ જઈએ...”

“ હા ..ર...”

બન્ને પૂડા પર આડા પડ્યા લીમડા નીચે માચડો હોવાથી માચડાના થોડા પૂડા કોરા હતાં એ ફેલાઈ બન્ને આડા પડ્યા.. ઝમકુ થોડી દૂર રહી આડી પડી......સત્ય એને જોતો હતો પણ કંઈ બોલ્યો નહીં ... ઝમકુ સત્ય સામે પીઠ કરી સૂતી... એના પોલકામાંથી એની પીઠ કામણગારી લાગતી હતી... ઓઢણી થોડી ભીની હોવાથી એણે ઓઢણી બાજુમાં સૂકાવા મૂકી એનો એક છેડો છાતી પર ઢાંકેલો રાખ્યો હતો... એટલે પીઢ એ ખુલ્લી હતી... સત્ય એ એનામાં ખોવાઈ જવા માગતો હતો.... પણ... એને એની મર્યાદા વહાલી હતી... છતાં પ્રેમ ક્યાં એનું સાંભળવાનો હતો...ના ઈચ્છતા પણ એનો હાથ ઝમકુના કમખે જઈ અડ્યોને ધીમે ધીમે પીઠ પર ફરવા લાગ્યો... એ ણે એક ચુંબન એની પીઠ પર કર્યું કદાચ ઝમકુ પોતે પણ એજ ઈચ્છતી હતી કે... પોતે ... સત્ય ની થઈ જાય... બન્ને એકબીજાના શ્વાસ અનુભવી રહ્યા અને એકબીજામાં ખોવાઈ અધરોનું રસપાન કરી રહ્યા થોડો સમય પછી બન્નેને પરિસ્થિતિનું સમયનું ભાન થતા પોતાની મર્યાદા યાદ કરી પોતપોતાને સંભાળી લીધા......થોડીવાર પછી સ્વસ્થ થઈ સત્ય બોલ્યો...

“ ઝમકુડી માફ કરીદે... મન મું આવું કઈ કરવા નતો માગતો... પણ... મારાથી ભૂલ થઈ જઈ લગન પેલા...એ તો હારુ થ્યુ ટેમ પેલા મન ભોન થયું નઈતર તન મુંઢુ બતાવા લાયક મું ના રોત ઝમકુ...”

“ ગોડાસો... હાવ... મું કવ ક તમે કોય ગુનો નઈ ગર્યો..... મું તો મનથી તમન ધણી મોની ચૂકીસુ લગન તો દુનિયાન બતાવા હાટુ.... હાચુ કવ તો એક ઘડીએ તમારા વગર હવ ચાલ ઈમ નહીં તો......”

ઝમકુનો હાથ પકડી સત્ય બોલ્યો.....

“ હાચુ કવતો.... મન એ એવુ જ થાયસ ....પણ આજ જે થ્યુ.... ઈના ઉપરથી તન નઈ લાગતુંક મેલો હવ મોટુ કોક કરસે..... કાલ એ ભોનમ આવશે એટલ એ.... ઘવાયેલા વાઘ જેવો હશે.... “

“ તમેસોને.... મન બીક નહીં અન .......”

“ બોલ ચમ બંધ થઈ જઈ....”

“ માર એક વાત કેવીતી પણ તમ મારા હાટુ ચેવુ વિચારસો.... એટલ .... “

“ તું બોલ ખાલી.... “

“ મન એ જ બીકસે... લગન વેલા ન લેવાય..... લાભુ લખમીન ગોઠ્યું તો આપડા ભેગુ ઈમનાય કરાઈ દઈએ.... તો પસ મેલાના નોમની ચન્તયા જ નઈ....”

“ તારી વાત હાચી.... મું ઘેર જઈ વાત કરે..”

બન્ને વાતો કરતા કરતા સૂઈ ગયા.... ખૂબ થાક્યા હોવાથી ક્યાંરે સૂઈ ગયા... એ ખબર જ ના પડી... સવારે... પક્ષીઓના કલરવથી બન્નેની આંખ ઉઘડી.... સમય ને ધ્યાનમાં રાખી થોડી ઔપચારીક વાત ચીત કરતા કરતા બન્ને... ગામ તરફ જવા ચાલ્યા....

આ બાજુ હવેલીમાં અડધા ભાનમાં આવ્યા અને અડધા હજી નીચે આરોટતા.... પડ્યા હતાં... મૈલાનું મગજ સખત રીતે ભમતુ હતું .... રાતે જે એની હાર થઈ તી એની પર.... દારૂ ના નશામાં રાતે એ કંઈ કરી શક્યો નઈ પણ... એ થોડો ભાનમાં હોવાથી સત્ય અને ઝમકુને જતાં હતાં ત્યારે એ ઝમકુને ઓળખી ગયો.. હતો...હવે બદલો લેવામાં પોતે કંઈ જ નઈ બાકી રાખે... એવી મનોમન ગાંઠ વાળી... એ ગામમાં જવા નીકળ્યો...

લાભુ અને લક્ષ્મી બન્ને ગાડુ લઈ અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સત્ય અને ઝમકુ નો સંગાથ થઈ ગયો... એ બન્ને પણ ગાડા માં બેસી ગયાં... હવે ઘરે જઈ શું વાત કરવી એ વિચારવા લાગ્યા...

ક્રમશ:.