Actor Part 7 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | એક્ટર ભાગ 7.

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક્ટર ભાગ 7.

એક્ટર ભાગ 7.

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

એક્ટર ભાગ ૭

“સુનીલ સાચું કહું તો હું પણ શૈલીના એકતરફી પ્રેમમાં છું હતો અને રહીશ,, આજીવન શૈલીની યાદો સાથે જીવી લઇશ., અને હા....”

હું આગળ કઈ બોલવા જાઉં એ પહેલા સુનીલે મને રોક્યો,,,

“એક મિનીટ નીલ એક મિનીટ, અહી આગળના ઢાબ પર ઉભી રાખ, આરામ થી વાત કરીએ,”

સુનીલે મારી આંખમાં જોઈને કહ્યું કદાજ સુનીલને પહેલાથી કોઈ આછો પાતળો ખ્યાલ હોય અને સુનીલને જરા પણ ઝટકો ન લાગ્યો હોય એવા સ્વરમાં બોલ્યો,

“ઓકે નીલ, મતલબ તમે પણ શૈલીને પ્રેમ કરો છો એ વાત તમે સુનીલને જણાવી દીધી,” મિસ લીલીએ કહ્યું.

“જી મેમ હું એક સારા મિત્ર પાસે એક્ટિંગ કરી કરીને કંટાળી ગયો હતો, અને એ જ્વાળામુખી હું મારી અંદર નહોતો રાખી શકતો, માટે મેં સુનીલને માંડીને વાત કરી હતી. એ દિવસે
મારા ધબકારા વધવા લાગ્યા હતા મેં હિંમત કરી અને વાત ઉચ્ચારી લીધી હતી પણ હવે તીર કમાનથી છૂટી ગયું હતું, ઢાબાના પરિસરમાં મેં કાર પાર્ક કરી અને એક સેપરેટ ખૂણામાં પડેલા ટેબલ પર જઈ ને બેસી ગયો, હું વોશબેસીન તરફ જઈ હાથ ધોવા જતો રહ્યો ત્યાં સુધીમાં સુનીલે જમવા માટે ઓર્ડર કર્યો, હું સુનીલની સામેની ચેર પર રૂમાલથી હાથ સાફ કરતા કરતા બેઠો જ હતો અને સુનીલ એ કહ્યું,

“ હા નીલ બોલ હવે શું કહેતો હતો તું?”

“સુનીલ વાત એમ હતી કે.,” એટલું કહી હું ફરી વિચારવા લાગ્યો અને ટેબલ પર પડેલા પાણીથી ભરેલા જગથી ગ્લાસ ભર્યો અને એક ઘૂંટ પાણી પીધું.

“અરે યાર નીલ તું કેમ વાત કરતા સંકોચ કરે છે બિન્દાસ બોલ યાર, મારી સાથે જે થવાનું હતું તે થઇ ગયું, પણ તારી સાથે હું એવું કશું રીપીટ નહી થવા દઉં તું બોલ, શું કહેવા માંગે છે?”

સુનીલના શબ્દોથી મારામાં થોડી હિંમત આવી અને મેં મારી એક્ટિંગ છોડી અને બોલવાનું શરુ કર્યું,.
“સુનીલ શૈલી સાથે પહેલી વાર લંડનમાં ડીનર કર્યું હતું ત્યારથી હું શૈલીને પ્રેમ કરું છું, બસ હું શૈલીને પ્રપોઝ ના કરી શક્યો મસ્તી મજાકમાં કેટલીવાર ફૂલ, ગ્રીટીન્ગ્સ વગેરે આપી ચુક્યો છું, પણ જયારે શૈલીને પ્રપોઝ કરવા માટે હિંમત એકઠી કરી ત્યારે શૈલી તને પ્રપોઝ કરી ચુકી હતી, અને જયારે તને પ્રપોઝ કર્યા પછી મને પણ જણાવ્યું હતું,. એ દિવસ મને આજે પણ યાદ છે એ દિવસે હું કેટલો રડ્યો હતો,.”

“નીલ મને થોડો ઘણો અંદાજ હતો મેં તને મોઘમમાં બે ત્રણ વાર પૂછ્યું પણ હતું પણ તે મને વ્યવસ્થિત જવાબ નહોતો આપેલ,” સુનીલે મારી આંખમાં જોઈ કહ્યું.,

“હા ખરું પણ મારી ક્યારેય હિંમત ના થઇ પણ જયારે મને ખ્યાલ આવ્યો કે શૈલી પણ મારી જેમ જ મિડલ ક્લાસ પરિવારથી આવી છે અને ઇન્ડીયન છે, અને મારા જેવા છોકરાને પસંદ કરી શકે છે, અને એ સમયે મેં વિચાર કર્યો હતો શૈલીને પ્રપોઝ કરવાનો અને ખાસ શૈલીને પ્રપોઝ કરવા માટે હું તેણીને કોલેજ ક્લાસ બંક કરાવી લંચ માટે લઇ ગયો અને ત્યાજ શૈલી એ ઘટસ્ફોટ કર્યો કે શૈલી તને પ્રેમ કરવા લાગી છે,”

“સારું થયું નીલ્યા તે મને વાત જણાવી અગર આમ ને આમ તું ઘુંટાતો રહ્યો હોત તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શક્યો હોત, હવે આ સુનીલનું પ્રોમિશ છે શૈલીને શોધીને લાવીશ તારા માટે દોસ્ત, શૈલીને તારા માટે કુણી લાગણી છે એ મને ખ્યાલ છે અને કદાજ હું તમારી વચ્ચે ના આવ્યો હોત તો શૈલીથી નજીક એક તુજ હતો,”

“હવે આગ્રાથી પરત આવી અને આ કામ હાથ માં લેવું છે, આ પ્રણય ત્રિકોણ ને ક્રેક કરવો છે દોસ્ત,”

એટલી વારમાં ઢાબા વાળો ભાઈ પરોઠા, સાક અને છાસ ટેબલ પર મૂકી ગયો અને અમે જમવાનું શરુ કર્યું, મારું મગજ હવે હળવું થયું હતું કારણ કે હું પણ ક્યાંક ને ક્યાંક અપરાધ ભાવથી પીડાતો હતો, અને સુનીલ સામે એક્ટિંગ કરતો રહેતો, જે મને જરા પણ સારું નહોતું લાગતું, થોડી અસમંજસ બાદ ફરી મેં કૈંક વિચારી અને સુનીલ તરફ જોતા કહ્યું,

“સુનીલ દોસ્ત તું શૈલી સાથે વાત કરે તો ખાસ ધ્યાન રાખજે આમ પણ શૈલી હર્ટ થઇ છે અને હાલ ક્યાં છે શું પરિસ્થિતિમાં છે આપણે કોઈ ખ્યાલ નથી, અને આમ એની જિંદગી નો ફેસલો કરવા વાળા આપણે કોણ?”

“હા નીલ તારી વાત સાચી છે, પણ જે કાચું કપાઈ ગયું છે તે સુધારવું તો ખરું ને ? અને જિંદગીના ફેસલા તો આમ થતા રહેશે હાલ હું ક્યાં ઉભો છું તું જોઈ શકે છે ને?” સુનીલે નિસાસો નાખતા કહ્યું,

અમે જમી લીધું અને ફરી અમારી હાઈવેની સફર ચાલુ થઈ હવે હું પણ હળવો ફૂલ થઇ ગયો હતો અને સુનીલ પણ, કારની ચાવી સુનીલે ઉઠાવી અને પુરપાટ જડપે રસ્તો કપાયો, લગભગ આઠ કલાક માં અમે આગ્રા પહોંચી આવ્યા, સવારના પાંચ વાગ્યા હતા કંપની માંથી મળેલ એડ્રેસ મુજબ હોટેલમાં રૂમ મળી ગયો અને દસ કલાકના ટ્રાવેલિંગથી થાકેલ હતા રૂમમાં પુરાઈ ને સુઈ ગયા, મારે સવારે અગિયાર વાગ્યે કોન્ફરન્સ માટે પહોંચવાનું હતું એટલે હું દસ વાગ્યાની અલાર્મ રાખી સુઈ ગયો, સાંજે ચાર વાગ્યે કોન્ફરન્સ પૂરી કરી આવ્યો સુનીલ હજુ પણ સુતો હતો,
“ઓયે કુંભકર્ણ ઉઠ ચાલ તાજમહેલ બાજુ એક આંટો મારી આવીએ” સુનીલની પીઠ પર થાપો મારતા મેં કહ્યું,

સુનીલ તરતજ ઉઠી અને બાથરૂમ તરફ ગયો ત્યાં સુધીમાં મેં સુનીલ માટે હળવા બ્રેકફાસ્ટ માટે હોટલના ફોનમાંથી ઓર્ડર કર્યો, સુનીલ ફ્રેશ થઇ આવ્યો એટલીવારમાં નાસ્તો પણ આવી ગયો.
બન્ને તૈયાર થઈ અને નીકળી પડ્યા તાજમહેલની મજા માણવા, હું ઉતાવળે તાજમહેલ તરફ રવાનો થયો અને સુનીલ કાર પાર્ક કરી મારી પાછળ આવ્યો, તાજ મહેલને જોઈ હું ખુબ ખુશ હતો મારી મોટામાં મોટી મુંજવણ આજે દુર થઇ હતી મારા દિલ ઉપરથી એક બોજ હળવો થયો હતો.

ચાર વર્ષથી દિલમાં ધરબી મુકેલું રહસ્ય મેં સુનીલને જણાવી દીધું હતું અને સુનીલે પણ ઠંડા કલેજે એ સાંભળી અને સ્વીકારી લીધું હતું એ સુનીલની દિલેરી હતી કે એ મારી વાત સાંભળી અને નોર્મલ સહજ ભાવે સ્વીકારી હતી. સુનીલ પોતે એક ઘાયલ આશિક હતો એટલે મારા જેવા આશિકને તો સમજી જ શકે ને! પણ જિંદગીમાં એક અફસોસ હંમેશા રહેશે કે સુનીલ જેવા મિત્ર સાથે દરેક વાત શેર કરી હતી પણ આ એક એવી બાબત હતી જે મેં ચાર વર્ષ સુધી મારા દિલમાં દફન કરી રાખી હતી. પણ મારી ખુશી ક્ષણિક હતી મને વહેમ હતો કે બસ હવે સુનીલ શૈલી સાથે વાત કરશે હું પણ શૈલીને પ્રપોઝ કરીશ અને શૈલી એક પ્રયત્નમાં માની જશે એ હજુ મને સ્વપ્ન જેવું લાગતું.

તાજ મહેલનો ફરતે એક આંટો મારી અંદરની કલાકૃતિની મજા માંણી અમે પરત ફરી રહ્યા હતા મારી નજર દુર એક તાજ મહેલના ફોટો શૂટ કરતી કોઈ યુવતી પર થંભી ગઈ. હું આંખુ ચોળવા લાગ્યો ફરી ફરીને જોવા લાગ્યો મેં સુનીલનું પણ ધ્યાન દોર્યું.

“અલ્યા એ સુનીલ જોતો પેલી ફોટોગ્રાફી કરે છે એ શૈલી નથી લાગતી ?”

“સુનીલે દુરદુર એ યુવતી પર નજર કરીને મજાક કરતા કહ્યું,.

“અલ્યા નીલ હવે તને એજ દેખાશે.. એટલી ઉતાવળ હોય તો લાવ હાલ જ ફોન કરું, પણ આમ દિવસ ના સપનાઓ જોવાનું બંધ કર”

અમે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને મારો વિશ્વાસ પાકો થતો ગયો કે ના એ સો ટકા શૈલી જ છે. એ જ કપડા પહેરવાની સ્ટાઈલ દુર થી ક્રીમ કલરના લેંઘામાં અને ટાઈટ ફીટ સફેદ ટી શર્ટ માથાના વાળ રૂમાલ થી બાંધેલા અને ગાળામાં કેમેરો લટકતો હતો. હવે અમે બિલકુલ નજીક પહોંચી આવ્યા હતા. એ એક પછી એક અલગ અલગ એંગલમાં ફોટો શૂટ કરી રહી હતી. અને સુનીલ બબડ્યો.

“ અલ્યા હા નીલ આ તો શૈલી જ છે.”

સુનીલ ઉતાવળા પગે શૈલી તરફ જવા લાગ્યો અને ફરી એને કોઈ વિચાર આવ્યો અને થોભી ગયો, અને મને કહેવા લાગ્યો,

“નીલ તું જા શૈલી પાસે મારી તો હિંમત નથી થતી, એ સવાલોનો મારો કરશે અને હું જવાબ નહી આપી શકું,”

આ તે કેવો કો-ઇન્સીડેંટ હતો મારા દિમાગમાં લડ્ડુ ફૂટવા લાગ્યા જાણે કુદરત પણ આજે મને સાથ આપતી હોય તેવું લાગ્યું એક વર્ષ પછી શૈલી જોવા મળી અને એપણ આમ અચાનક?,
હું ઉતાવળે ચાલતો થયો અને પાછળથી સુનીલે મારું કોલર પકડી અને રોક્યો અને એકજ વાક્ય માં કહ્યું,

“નીલ દોસ્ત શૈલીને ના કહીશ કે હું તારી સાથે છું પ્લીઝ?”

સુનીલના આ વાક્ય એ મને ઘેરી ચિંતામાં મુક્યો, મારે ફરી એક્ટિંગ કરવાનો વારો આવ્યો, અને શૈલી મને સુનીલનું પુછવાનીજ છે.
કેમ વાત કરીશ અને શું કહીશ એ વિચારોમાં હું શૈલીની નજીક પહોંચ્યો શૈલી નીચું જોઈ કેમેરાનો ડીજીટલ જુમ સેટ કરી રહી હતી. મેં બાજુમાં જઈ અને આવાજ આપ્યો,

“ હાઈ શૈલી,”

કોઈ જાણીતો આવાજ સાંભળી ડઘાઈ ગઈ હોય એમ શૈલી એ મારી સામે જોયું અને શૈલી નું મો જાણે ખુલ્લું નું ખુલ્લું રહી ગયું. ગાળા માં લટકાવેલ કેમેરાનો બેલ્ટ પકડી અને એક ઝટકામાં કેમેરો પાછળ ની સાઈડ ધકેલી અને જોર થી ચીસ પાડી “નીલ્લ્લ્લલ્લ્લ....”

અને એ મને ભેટી પડી, સુનીલ થોડે દુર શૈલીને જોવામાં ન આવે તેમ શૈલીની પીઠ તરફ ઉભો હતો અને હું સુનીલને જોઈ શકતો. શૈલી નું આલિંગન મળતા મેં મારી આંખ ધીરેધીરે બંધ કરી અને હું જાણે શૈલીમય થઇ ગયો. શૈલીમાં સમાઈ ગયો. શૈલીના આલિંગનમાં ફરિયાદના સ્પંદનો સ્ફુરિત થઇ રહ્યા હતા. જે હું અનુભવી રહ્યો હતો. એ આલિંગનમાં હું શૈલીના સવાલોના જવાબ માટે તૈયાર થઇ રહ્યો હતો. એ શ્વાસ એ પળ એ જિંદગી હું જીવી રહ્યો હતો. પવનની લહેરખી આવી અને શૈલીની પીઠ પરના વાળ ઉડી અને મારી આંખમાં આવી મારા તરસ્યા હોઠ પર ચોંટી ગયા મારો એક હાથ શૈલીની કમર પર અને બીજો હાથ શૈલીના ખભા પર. શૈલી પણ જાણે આલીંગનમય થઇ ગઈ હોય એમ તેના નાજુક કોમળ હાથ મારી પીઠ પર સળવળી રહ્યા હતા. અને હું એ ભૂલીજ ગયો હતો કે અ દ્રશ્ય સુનીલ જોઈ રહ્યો છે. તેના માનસ પર શું વિતતી હશે?, એ શું વિચારી રહ્યો હશે ? અને ફરી મારા દિમાગ માં એ જુનો વિચાર જબકી આવ્યો
*******************
મારી આંખ ખુલતા જાણે હું કોઈ તંદ્રાવસ્થામાંથી બહાર આવ્યો હોઉં એમ મારી સામે હું શૈલીના ઉડતા વાળની વચ્ચે સુનીલને જોઈ રહ્યો છું. સુનીલ પણ તેની આગવી અદામાં હળવું સ્મિત વેરી અને હાથ ઉંચો કરી મને અંગુઠો બતાવી રહ્યો હતો. જાણે મેં કોઈ યુદ્ધ જીતી લીધું હોય એ અદામાં ખુશી વ્યક્ત કરી રહ્યો હતો કે એ પણ મારી જેમ એક્ટિંગ કરી રહ્યો હતો એજ ખબર નહોતી પડતી. સુનીલની આંખોના ખૂણાની ભીનાશ હું જોઈ શકતો હતો. શૈલીએ મારી પીઠ પર થાપો મારી અને હળવું સ્મિત વેરતા કહ્યું,

“નીલ હું હજુ અઠવાડીયો ઇન્ડિયા માં રોકવાની છું તો હવે બાકીનું આલિંગન અહી પેન્ડીગ રાખીશું?”

“હા...હા....હા.... મજાક કરવાની શૈલી હજુ એવીજ છે તારી શૈલી”

“હા આજે એક વર્ષ પછી કોઈ માંજકીયું સંવાદ મારા મોમાંથી નીકળ્યું છે નીલ”

મારી મુંજવણ વધવા લાગી હું શૈલીને કંઈ પૂછવા જેવો પણ ન હતો મેં જાતેજ મારા ફોન નંબર બદલાવ્યા હતા એટલે મારે કેમ પૂછવું કે ઇન્ડિયા આવી તો એકાદ ફોન તો કરવો જોઈએ ને?
એ મારી સામે જોવા લાગી અને મારી આંખમાં આંખ નાખી તેણીની આંખોમાં મારાથી જોવાતું ન હતું. શૈલીના નિશબ્દ સવાલ મને ઉકાળી રહ્યા હતા. અને બીજી બાજુ આ દ્રશ્ય સુનીલ જોઈ રહ્યો હતો. તેણીએ એજ સવાલ કર્યો જે સવાલનો સામનો કરવા હું જરા પણ સક્ષમ ન હતો..

ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com