Ujadi Pritna Padchhaya Kada - 20 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-પ્રકરણ -20

Featured Books
Categories
Share

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-પ્રકરણ -20

પ્રકરણ -20

આજે સરયુને ઘણી યાતનાઓ સહન કરવી પડી એવું લાગ્યું ખૂબજ આક્રંદ કર્યા પછી એ થાકી હારીને સૂઇ ગઇ હતી. નવનીતરાય, નીરુબહેન ડો.ઇદ્રીશ અત્યારે ગુરુજીનાં રુમમાં હતાં. ગુરુજી આંખો મીચીને બેઠાં હતાં બધાં એમનાં બોલવાની રાહમાં હતાં. થોડીવાર પછી ગુરુજીએ ડો.ઇદ્રીશને જોઇને કહ્યું "ડોક્ટર હુ જે યજ્ઞ કરવા માગું છું. એ અમારા તંત્ર વિજ્ઞાનનો તંત્રશાસ્ત્રનો ખૂબ મોટો યજ્ઞ છે અને એ અહીં હોટલમાં શકય નથી. ડોક્ટર હું તમારી મદદ ચાહું છું એ રીતે કે સરયુ દીકરી જે એનાં જન્મની પીડા વર્ણવી રહી છે. એમાં કેટલાંક ચોક્કસ સ્થાન છે અને એનાં સંપર્કના ચોક્કસ લોકો છે. એમાંથી કોણ ક્યાં છે કોણ જીવે છે આપણે કંઇજ જાણતાં નથી. તમારાં વિષય અને તમારાં બહોળાં અનુભવ પ્રમાણે તમે સરયુને એના ગતજન્મનાં ભૂતકાળમાં અગાઉ એ વર્ણવી ચુકી હોય અને એમાં અહીનાં માતાપિતા-ઘર-એ જેનું ખાસ નામ લે છે સ્તવન એની માહિતી એવી રીતે કઢાવી શકો કે એ લોકો ક્યાં રહેતાં હતાં અહીં જયપુરમાં એ એમની જગ્યાઓ અને માણસો ઓળખી શકે ? આમ ઉપર છલ્લું એણે છોકરા વિશે વડોદરાનો ઉલ્લેખ કરેલો છે. થોડીક માહિતી તમે જાણીલો બાકીનું નિવારણ અને એનો એનાં ગતજન્મનાં ભૂતકાળનો છૂટકારો હું એ જીવને હાજર કરીને કરાવી લઇશ.

તમને શાસ્ત્ર દ્વારા પણ હું ઘણું કહી શકું પરંતુ એમાં સમય ઘણો જશે અને દીકરી સરયુનેજ વધુ પીડા થશે. તમે શું મદદ કરી શકો ? ડો.ઇદ્રીશ થોડીવાર વિચારમાં પડી ગયાં પછી કહ્યું "ગુરુજી અમારાં વિજ્ઞાનમાં ક્યાંય પુનર્જન્મ અને ગતજન્મનો ઉલ્લેખ નથી જ પરંતુ અમારી ભાષા અને વ્યાખ્યામાં અને હિપ્નોટાઈઝ કરીને એનાં સંબંધોથીજ મનની વાત જાણી અને પછી હકીકત સમજાવીને એની સારવાર કરીએ છીએ હું અત્યાર સુધી એણે કહેલું બધુ રેકોર્ડમાં છે એ તથા એની સાથે વાત કરીને એને એનાં એ વાતાવરણમાં લઇ જઇને એને ઘણું બધુ પૂછી શકું છું એ હુ શક્ય એટલું જાણી લઇશ એનો કેવો રીસપોન્સ મળે છે એ પ્રમાણે આગળ વધીશ કારણ કે અંતે સરયુને કોઇપણ રીતે આ પીડામાંથી બહાર કાઢવી જરૂરી છે. નહીંતર ગંભીર પરિણામ જોવા મળશે. મારાં માટે પણ આટલો વિચિત્ર અને અટપટો કેસ પ્રથમ જ આવ્યો છે. પરંતુ સરયુ માટે કંઇ પણ કરવા તૈયાર છું. નવનીતરાય અને નીરુબેનની આંખોમાંથી આસું સરી રહ્યા નીરુબહેનએ તો ગુરુજી અને ડો.ઇદ્રીશને હાથ જોડીને કહ્યું કોઇપણ રીતે મારી દીકરીને આવી પીડામાંથી મુક્ત રહો એને બચાવી લો.

ગુરુજીએ કહ્યું “આપણે ખુબ સાવધાની પૂર્વક અને સારાં પરીણામ લાવવા માટેજ કરી રહ્યાં છીએ. ચિંતા થાય સ્વાભાવીક છે પરંતુ એનાથી ઊકેલ નહીં આવે. સ્થિતિ ગંભીર છે પરંતુ એનો ઉકેલ અશક્ય નથીજ ડો. ઇદ્રીશે તરત જ પગલાં લેવા ચાલુ કર્યા અને પ્રથમ ડો.જોષીને ફોન કરી બોલાવી લીધા.
સરયુનાં રૂમમાં પરવીન, અવની અને રઝીયા હતાં. સરયુ સુઈ રહી હતી. અવની અને પરવીન વાતો કરતાં હતાં. એટલામાં ગુરુજી નવનીતરાય નીરુબહેન, ડો.ઇદ્રીશ, ડો.જોષી બધાં જ આવ્યા. ગુરુજીએ સરયુની ખાસ મિત્ર, અવની, રઝીયાને કહ્યું તમે બીજા રૂમમાં જાવ, પરવીન ભલે બેઠી, ડો.ઇદ્રીશે કહ્યું સરયુ પાસે કોઇ એક હશે ચાલશે. અવનીએ કહ્યું પ્લીઝ, હું બેઠી છું. પરવીન દીદી અને રઝીયા આન્ટી ભલે જતાં ડો.ઇદ્રીશે કહ્યું ભલે, ત્યારે નીરુબહેને કહ્યું વાંધો ના હોય તો એ બંન્ને જણાં ને પાછળ બેસવા દો કંઇ કામ પડ્યું. નવનીતરાયે તરત કહ્યું ઓકે તમે લોકો ત્યાં પાછળ બેસો. ગુરુજી અને ડો.ઇદ્રીશ સરયુની સામે આવી બેઠાં નવનીતરાય નીરુબહેન સરયુનાં પલંગ પર એની પાસે બેઠાં અવની સરયુનાં માથાં પાસે બેઠી હતી.

ડો.ઇદ્રીશે અવનીને કહ્યું હું કહું એટલે તું રેકોર્ડીંગ શરૃ કરી દેજે. ડો.જોષી ડો.ઇદ્રીશની બાજુમાં જ બેઠાં, ડો.ઇદ્રીશે ડો.જોષીને કહ્યું" સર તમારી પણ અમારે આજે જરૂર પડી છે એક ડોક્ટર તરીકે એને તાત્કાલીક કોઇ સારવાર અંગે અને ખાસ તો એ અહીંના સ્થળ અને લોકોનો જે ઉલ્લેખ કરે છે એને ખાસ ઓળખવા અંગે ડો.જોષીએ કહ્યું તમે નિશ્ચિંત રહો હું બધીજ રીતે તમારી મદદ કરવા તૈયાર છું અગાઉ પણ મેં દીકરીને સાંભળી છે એમાં ખાસ કોઇ યુવાન અને અહીંના ઐતિહાસીક સ્મારકો વિશે વાત કરી છે. તમે તમારી પ્રક્રિયા ચાલુ કરો.

ડો.ઇદ્રીશે નીરુબહેનને કહ્યું "તમે સરયુનાં માથે હાથ ફેરવીને શાંતીથી એ ઉઠે આંખો ખોલે એમ જગાડો બાકી હું સંભાળી લઇશ. નીરુબહેન ઉઠીને સરયુ પાસે આવ્યા અને સરયુના માથે ખૂબ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યાં હાથ ફેરવતાં ફેરવતાં એમની આંખો વરસવા માંડી. ડો.ઇદ્રીશે ઇશારાથી રડવા ના પાડી. નીરુબહેન આંસુ કાબુ કરીને પ્રેમથી સરયુને ઉઠાડવા લાગ્યા. સરયુનાં ચહેરા પર શાંતિ હતી એણે ધીમે રહીને આંખો ખોલી નીરુબહેન સામે જોયું.

*********

સ્તવન વડોદરા પહોચી ગયો હતો. ઘરે તો જાણે ઉત્સવ વ્યાપી ગયો હોય એમ બધાં ખૂબ આનંદમાં હતાં. સ્તવને છેલ્લે સ્વાતી સાથે વાત થયા પછી ફોનની બેટરી ઉતરી ગઇ હતી ફોન બંધ થઇ ગયો હશે એણે ઘરે આવીને સ્નાન આદિ પરવારીને પછી ફોન ચાર્જીગમાં મૂક્યો માં અને પિતાજી સાથે બધી વાતો કરી અને એની થીસીસ સબમીટ કરવાની તૈયારી કરવાં લાગ્યો.

ફોન ચાર્જ કર્યા પછી એણે સ્વાતીને ફોન કરવાં ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ વારંવાર કર્યો પછી પણ એનો ફોન સ્વીચ ઓફ જ આવ્યા કર્યો. એને સમજાયું નહીં. એને થયું હશે કંઇ એ ફોન કરશે જ. પછી એ બીજા કામમાં પડી ગયો.

સાંથે બધાં કામ નીપટાવીને સ્તવને માં અને પાપાને કહ્યું તમે લોકો બેસો મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. માં બોલી શું વાત છે દીકરા ? સ્તવને માંની સામે જોઇને કહ્યું માં મે એક છોકરી પસંદ કરી લીધી છે ત્યાં જયપુરમાં જ અને એણે વિસ્તાર પૂર્વક સ્વાતી અને એનાં માતા-પિતા ત્યાં કુટુંબ વિષે વાત કરી. એ લોકો રજપૂત છે. અને એનાં પિતા ત્યાં પેલેસમાં જ અમલદાર છે. અમે બંન્ને જણાં એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ. સ્વાતી સાથે મારે ફાઇનલ વાત થાય તો અને પછી આપણે અનાં પેરેન્ટ્સને મળવાં જવાનું છે. બધી જ વાત સાંભળ્યા પછી માં એ કહ્યું "દીકરા તારી પસંદગી જે હશે એ સારી જ હશે એમાં કોઇ શંકા નથી અને નાતપાતની દ્રષ્ટિએ મને છોકરી સારી અને સંસ્કારી હોય તો કોઇ વાંધો નથી. પરંતુ છોકરીએ એના ઘરે વાત કરી દીધી છે ? એ લોકો આ સંબંધ કરવા તૈયાર છે ? આ બધુ ક્યારે શું તે એમ અમસ્તી પણ કોઇ વાત ના કરી ? દીવાળીમાં આવ્યો ત્યારે તમારે સંબંધ હશેજ ને ? કેમ કોઇ વાત ના કરી ? અને દીકરા ગમે તેમ તોય અમે છોકરાનાં માં-બાપ છીએ એ લોકોને તારી સાથે તો સંબંધ મંજૂરી હોય તો પહેલાં એ લોકોએ અહીં આવવું જોઇ એવું રીવાજમાં હોય છે.

અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલાં સ્તવનનાં પિતાએ કહ્યું "જો દીકરાં જો છોકરી સારી અને સંસ્કારી હોય તો આ સંબંધ વધારવામાં અમને વાંધો નથી. ભલે આપણે છોકરાંવાળા હોઇએ તોય મને સામેથી એમને મળવા જવામાં પણ વાંધો નથી. પરંતુ એકવાર એ લોકોને મળ્યો છે કંઇ વાત થઇ છે ? એ છોકરીઓ ફોટો તો હશે ને તારી પાસે ? સ્તવને કહ્યું પાપા એ છોકરીનો ફોટો એનાં માં બાપ-ઘરનો બધાં ફોટા છે હું બતાવું એમ કહીને સ્વાતીએ આપેલાં ફોટાં એનાં ફોનની ગેલેરીમાંથી ખોલીને ફોનમાં બતાવ્યા સ્વાતીને જોતાં જ માં બોલી ઉઠ્યાં “વાહ મારો દીકરોતો અપ્સરા જેવી છોકરી પસંદ કરી આવ્યો છે. માતા-પિતા ઘર જોઈ સારું લાગે છે. ખૂબ સંસ્કારી અને ખાનદાન જણાય છે. પણ દીકરાતું એ લોકોને મળ્યો છે ? આપણાં વિશે બધી વાત કરી છે.

સ્તવન કહે "ના હું ક્યારેય નથી મળ્યો. જેમ હું અત્યારે તમને બધુ જણાવી રહ્યો છું એમનાં ફોટાં બતાવી રહ્યો છું એમ એ એનાં ઘરે વાત કરવાની છે. એ એકની એક છોકરી છે મારી જેમ એને કોઇ ભાઇ બહેન નથી.

સ્તવનનાં પિતા એ કહ્યું "દીકરા આ વાત ખૂબ શરૂઆતની કહેવાય. મને એવું લાગે છે કે પહેલાં તમે બંન્ને પરીચય કેળવીને પછી એ લોકોની ઇચ્છા જાણ્યા પછી જ અમારાથી અવાય છતાં તું આ છોકરી પાસેથી બધુ જાણી લે પછીં વિચાર કરીએ અમને આ સંબંધ કરવામાં વાંધો નથી કેમ કે તારી પ્રસંદ અને ચાહત છે.

સ્તવન માં અને પાપાને આનંદથી વળગી ગયો અને બોલ્યો હું સ્વાતી સાથે વાત કરીને બધુ પાકું કરીને કહીશ જરૂર પડે હું પહેલાં આગળથી જઇશ પછી તમને બોલાવી લઇશ. માંએ કહ્યું હવે તો દીકરા હું એજ દીવસની રાહ જોઇશ ક્યારે હું મારી વહુનું મોં જોઉ અને વધાવીને સાડી આપીને હુકમ કરું હવે તો મારે બધી તૈયારીઓ ચાલુ કરવી પડશે. પછી કુત્રિમ ગુસ્સો કરતાં કહે. આમ અચનાક સમાચાર આપે મને હવે દોડતી કરી નાંખી છે. આજે, કંઇ નહી જે થયું એ સારુ જ થયું પછી ઉભા થઇને બધાને ગોળ ખવરાવીને મો મીઠું કર્યું અને બોલ્યાં હવે વેળાસર સ્વાતી સાથે વાત કરીને પાકુ કરાવી લે પૂછાવી લે એ લોકો આવે તોય ભલે અને આપણે જવું પડે તોય વાંધો નથી. મારો પણ એકનો એક દેવનો દીધેલ રાજકુમાર જેવો છોકરો છે. ખૂબ સંસ્કાર સિંચન કરીને ઉછેર્યો છે. એ અપ્સરા છે તો તું કાઇ કમ નથી તું કામદેવ જેવો સુંદર અને હુંશિયાર યુવાન છે અને આજે ભૂદેવનાં ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો.

સ્તવને પછી તુરંત જ પાછો સ્વાતીને ફોન લગાડવા પ્રયત્ન કર્યો અને બીજાં પ્રયત્ને સ્વાતીએ ફોન ઉપાડ્યો.

· * * * *

તાઉજીએ પૃથ્વીરાજસિંહ અને શક્તિસિંહને મદનસિંહ અંગે કામ સોંપ્યા પછી કહ્યુ" આપણાં કુટુંબમાં સ્વાતી એકની એક છોકરી છે આપણી ખૂબ લાડકી છે એટલે આપણે સાવધાની પૂર્વક કામ કરવું પડશે. કોઇપણ જાતની નાની ભૂલ પણ આપણે છોકરી ખોઇ બેસીશું અને પેલાં છોકરાં સાથે શું નામ છે ? પૃથ્વીરાજસિંહ કહ્યું "સ્તવન નામ છે. હાં એ સ્તવન સાથે ઘણા સંબંધ લાગે છે આપણે સાવ અંધારામાં રહ્યાં છીએ પરંતુ હવે કોઇ ભૂલ થાય નહીં ચાલે પેલાં બંન્નેને અંદર બોલાવો પછી હું વાત કરું શક્તિસિંહ મોહીનીબા અને માણેકબાને અંદર બોલાવી લાવ્યો સ્વાતી અને તનુશ્રી બહાર વરન્ડામાં બેઠાં હતાં. એ લોકોને ખબર હતી કે અંદર સ્તવનની જ વાત ચાલી રહી છે.

તાઉજીએ બધાંને સંબોધીને કહ્યું "આમાં આપણી છોકરીની જીંદગીનો સવાલ છે એટલે હું અને પૃથ્વીજ બધાં નિર્ણય લઇશું અને અમે કહીએ એમજ બધાએ કરવાનું છે અને સ્વીકારવાનું છે આમા બીજા કોઇનો નિર્ણય નહીં ચાલે હું અત્યારે કહી રહ્યો છું એ સાંબળી તમારે જે કહેવું હોય એ કહેજો પછી હું મારો આખરી નિર્ણય જણાવીશ. પૃથ્વીરાજસિંહે કહ્યું આપ જે કહેશો એ પ્રમાણેજ થશે અમને બધાને મંજૂર છે અને એમણે મોહીનીબા માણેકબા તરફ દ્રષ્ટિ કરી બધાએ હકારમાં ડોકું ધુણાવ્યું બંન્ને જણાંએ આખું મોઢું ઢંકાય એટલો ઘુઘટો કાઢેલો હતોં છતાંય એમનો બધાંજ સમંત – અસંમતના ભાવ દર્શાવી આપતાં હતાં.

તાઉજીએ કહ્યું "સ્વાતીનાં ફોનમાં અને આપણાં ફોન મા છોકરાનાં ફોટાં છે એ બધાંએ જોયાં છે છોકરો દેખાવમાં સારો છે અને બ્રાહ્મણ કુળનો છે અને સંસ્કારી છે જે પૃથ્વીને સ્વાતીએ કહ્યું છે બધું એ પ્રમાણે. આપણે પહેલાં છોકરાને બોલાવીને મળીશું વાત કરીશું જરૂર પડે એનાં માં-બાપને બોલાવીશું બધુંજ સારું હોય તો પછી શું કરવું એ નિર્ણય કરીશું પરંતુ અત્યારથી છોકરીને આપણી ના છે એવા સંદેશ ના જવો જોઇએ અત્યારનાં છોકરાઓનો કોઇ ભરોસો નથી કંઇ પણ નિર્ણય લઇને આપણી આબરૂ અને એમનો જીવ પણ જોખમમાં મૂકતાં વિચાર નહીં કરી આપણો સમાજ આપણી રૂઢી બધુ આવું બધું સ્વીકારતા નથી હું પણ એ જાણું છું પરંતુ આ ઘરનો વડો હું છું મને જે યોગ્ય લાગશે એ નિર્ણય હું કરીશ. પછી સમાજને જવાબ હું આપીશ પહેલાં મારી દીકરી પછી સમાજ.

થોડીવાર બધાં શાંતિથી સાંભળી રહ્યાં પછી પૃથ્વીરાજસિંહ કહ્યું "આપ જે કહેશો એ પ્રમાણે જ થશે. દીકરીનું હિત પહેલાં જ. મોહીનીબા એ ખૂબ આમન્યા સાથે કહ્યું" આપનુ કહેવું સાચું છે એકની એક દીકરી છે બધી વાત સાચી પણ આ સમાજ મોઢે ગરણુ બાંધવું ઘણું અઘરુ છે અને આપણને છોકરા વિશે કોઇ કાંઇ માહિતી જ નથી. છોકરીને ગમ્યો અને આપણે સ્વીકારી લેવાનો ? એમ એકદમ અજાણ્યામાં ના પડી જવાય.

તાઉજીએ કહ્યું "આપણે ક્યાં કોઇ ઉતાવળ કરવી છે હજીતો પાણી જુઓ પાણીની ધાર જુઓ. મેં ક્યાં હા પાડી છે કે તમે આમ... પૃથ્વીરાજ સિંહે કહ્યું આપણે પહેલાં બધીજ વિગત લઇશું છોકરાને મળીશું એનાં માંબાપ વિગેરે વિશે જાણીશું પછી નક્કી કરીશું. માણેકબા એ કહ્યું "આપણાં સમાજમાં શું છોકરાં નથી મળવાનાં કે આમ અજાણ્યાને વધાવી લેવાનો એ પણ આપણી નાત જાતનો નથી ભલે બ્રાહ્મણ રહ્યો. મને આમ આળો સંબંધ કરવો નહીં ગમે. મોહીનીબાllએ માણેકબાને સીધો જ ટેકો આપતાં કહ્યું ભલે જાણીએ પણ કોઇ ઉતાવળ નથી કરવાની મને તો આ સંબંધ ગળે જ નથી ઉતરતો. પછી તમે કહો એમ, એવુ કહીને બંન્ને જણાં ઉઠીને બહાર જતાં રહ્યાં.

તાઉજીએ પૃથ્વીરાજસિંહને કહ્યું "પૃથ્વી તું સ્વાતી પાસેથી વાત.. પૃથ્વીરાજસિંહ કહ્યું હું અને આપ બંને જણા બેઠાં છીએ સ્વાતી સાથેજ વાત કરીએ પછી બાકીની હુ તપાસ કરાવી લઇશ. તાઉજીએ કહ્યું ભલે બોલાવ સ્વાતીને પૃથ્વીરાજસિંહ શક્તિસિંહને ઇશારો કર્યો બોલાવવા.

સ્વાતી ધીમા પણ મક્કમ પગલે અંદર આવી અને તાઉજીની બાજુમાં જ બેસી ગઇ તાઊજીએ એનાં માથાં પર હાથ ફેરવી કહ્યું "દીકરાં તે છોકરો તો પસંદ કરી લીધો અમને જાણ પણ ના કરી તું હવે અમને એનાં અને કુટુંબ વિશે બધી માહિતી આપ અને છોકરાને જણાવ કે પહેલાં એ આવીને મળી જાય પછી બધુ આગળ વાત કરીશું. સ્વાતીએ એકદમ જ આનંદ સાથે બોલી ઉઠી તાઉજી સાચેજ ? હું એમને બોલાવી લઉ ? પૃથ્વીરાજસિંહે કહું દીકરી શાંતિથી પહેલાં તાઊજી પૂછે એનાં જવાબ આપ પછી તમને જેમ કહેવામાં આવે એમ કરજો. સ્વાતીએ તાઊજીને વ્હાલ કરતાં કહ્યું થેક્યું. તાઉજી મને વિશ્વાસ હતોજ કે તાઉજી તો માનીજ જશે.

તાઉજીએ હસતાં હસતાં પૃથ્વીરાજસિંહ સામે જોયું અને આંખ મારી ને કહયું ચાલો દીકરી પાસેથી બધુ જાણીલો અને સારો દિવસ જોઇને છોકરાને બોલાવી લો આપણે વાત કરી લઇએ. સ્વાતીતો ખુબ ખુશ જ થઇ ગઇ અને જેટલું સ્તવન વિશે જાણતી હતી અને માહિતી હતી બધીજ વિગતવાર કહી સંભળાવી. પછી કહું "તાઊજી ફોન પર વાત કરાવું તમને ? તાઉજી કહે ઠીક છે પછી કરાવજો. સ્વાતી કહે ના હમણાં જ તો લો મે મારો ફોન બંધ કરી દીધેલો ગભરાઇને. હું ચાલુ કરું સ્વાતી એ ફોન ચાલુ કર્યો અને એજ સમયે સામેથી સ્તવનની રીંગ આવી. સ્વાતીએ કહું એમનો જ ફોન છે કહી ફોન ઉપાડી સીધુ જ કહ્યું "અહીં તાઉજી પાપા મામા બેઠાં છે. તમારા વિશેની મેં વાત કરી છે લો તાઉજી સાથે વાત કરો અને ફોન સીધો જ તાઉજીને આપી દીધો.

તાઉજીનો ફોન લીધો સામેથી સ્તવને એકદમ વિવેકપૂર્વક કહ્યું "પાય લાગુ તાઉજી જયશ્રીકૃષ્ણ તાઉજી એ કહ્યું" આશીર્વાદ પણ તમે અમને એકવાર મળવા કેમ ના આવ્યા અહી સાથે સંબંધ માટે પહેલા સામાજીક રીવાજો હોય છે આમ છોકરા છોકરી નક્કી કરી લો એવું અમારાં સમાજમાં નથી, સ્તવનતો સાવ ચૂપ જ થઇ ગયો એ કઇ બોલીજ ના શક્યો એને નિરુત્તર જોઇને તાઊજીએ કહ્યું "ઠીક છે અમે ઘરમાં વાતચીત કર્યા પછી તમને જાણ કરીશું ત્યારે પહેલાં તમે આવીને મળી જાવ પછી આગળ નક્કી કરીશું સ્તવન બસ એટલું જ બોલ્યો ભલે સર. તાઉજીએ કહ્યું પછી વાત કરીશું કહીને ફોન કાપ્યો અને સ્વાતીને આપ્યો. તાઉજી એ કહ્યું ભલે દીકરાં અમે નક્કી કરીશું પરંતુ હમણાં ક્યાંય કોઇને વાત કરવાની નથી. અરે હાં... અને આ છોકરો અહી જયપુરમાં કયાં રહેતો હતો ? સ્વાતીએ પછી દેવધરકાકાનાં ઘરની વાત કરી સ્તવન સાથેનાં એમનાં સંબંધની વાત કરી. એ એમનાં ઘરે સ્ટેશન જતાં પહેલાં ગઇ હતી એ બધીજ નિખાલસ કબુલાત કરી. તાઉજીતો વિચારમાંજ પડી ગયાં આ દીકરી ઘર સિવાય બધે જ ગઇ છે અને વિગતે જાણ છે. પછી થોડાંક શાંત થયા પછી કહ્યું પૃથ્વી તું એ દેવધરકાકાને મળી આવજે અને જરૂર પડે એમને અહીં તેડી લાવજે એમની પાસેથી પણ આ છોકરા વિષે ઘણી માહિતી મળી રહેશે. અને સ્વાતીને બહાર જવા કહ્યું. અને ત્રણે જણાએ પછી ઘણી વાતચીત કરી.

સ્તવને જેવી સ્વાતીને રિંગ મારી સ્વાતી એ વાત કરીને સીધો ફોન એનાં તાઉજીને આપ્યો. સ્તવનતો બે ઘડી થીજીજ ગયો કે આપણે અચાનક કેમ આમ કર્યું પછી તાઉજી સાથે વાત કરી એણે બોલવા કરતાં સાંભળ્યા કહ્યું એને વાત કર્યા વિચાર આવ્યો કે એણે સ્વાતી ઘરમાં વાત કરે એ જાણીને પછી એકવાર મળીને પછી ઘર આવવાનું હતું એલોકોની વાત સાચી છે મારે મળવું જોઇતું હતું કંઇ નહીં હવે એ લોકો જયારે બોલાવશે હું જઇને મળી આવીશ. હવે થોડો સમય પછી જ વાત કરીશ અત્યારે સ્વાતી બધાં સાથે બેઠી લાગે છે. એણે ફોન પર વાત કર્યા પછી પોતાનાં ઘરમાં વાત કરીશ એની સ્વાતી અને એનાં તાઉજી સાથે વાત થઇ ગઇ છે. અને પછી જે વાત થઇ એ એના પાપાને કહ્યું "એ લોકો નક્કી કરીને પહેલાં મને બોલાવશે વાતચીત કરશે પછી કુટુંબીઓને મળશે. પહેલાં મને બોલવશે વાતચીત કરશે પણ કુટુંબીઓને મળશે પહેલાં મને મળવા માંગે છે. સ્તવનનાં પિતાએ કહ્યું એમની વાત સાચી જ છે એકવાર તું મળે તારી સાથે વાત કરે તને પરખે.. છોકરી પરણાવવાની છે કોઇ ખેલ નથી. ભલે દીકરાં તું એકવાર એ લોકોને મળી લે બધું સારી રીતે પતે પછી દીકરીને પણ તું અહીં લઇ આવી શકે.

સ્તવન કહ્યું "હા એ પછીની વાત છે પાપા હું ત્યાં સુધી મારી થીસીસ સબમીટ કરાવી દઉ. એ બધાં અત્યારના કામ નીપટાવી દઊં પછી જયપુર જવાનું થાય તો વાંધો નથી. માં બોલી ઉઠી "હવે તો હું ક્યારે સ્વાતીને જોઇશ એવો જ વિચાર આવે મને હું પણ ત્યાં સુધી સ્વાતીને આપવા માટેની ખરીદી કરી આવીશ. સ્તવનનાં માં અને પાપાનો ઉત્સાહ જોઇ આનંદમાં આવી ગયો. સ્તવને પાપા સાથે શાંતિથી બધી વાત કરી લીધી અને પછી આ બે દિવસમાં થીસીસનું કામ પતાવી. કોલેજનું બધુ જ કામ નીપટી જાય પછી નોકરી માટેનાં એની પાસે જે કોલ આવેલા છે એની સાથે કોલેજ ફોન કરીને કહ્યું ફાઇનલ કહી દેશે.

સ્તવન ખુબ ખુશ હતો હવે એ સ્વાતીનાં ફોનની જ રાહ જોઇ રહ્યો રાત્રે સૂતા પહેલાં એનાંથી ધીરજ ના રહી એણે સ્વાતીને ફોન જોડયો "સ્વાતીએ ફોન ઉપાડ્તાજ કહ્યુ અરે જમાઇ રાજ આટલી ઉતાવળ કહી ખડખડાટ હસી પડી....

સ્તવને સ્વાતીને ફોન કર્યો સૂતા પહેલાં સ્વાતીતો ખૂબ આનંદમાં હતી એણે સ્તવનને ફલાઇંગ કીસ આપી ખૂબ વ્હાલ વ્યક્ત કર્યું પછી કહ્યું સ્તવન હું ખૂબ ખુશ છું તાઊજી અને પાપાજી માની ગયાં છે. મંમી અને કાકીએ કંઇ કીધું નથી પરંતુ બધાંજ માની જશે. તાઉજીએ કહ્યું છે કે એ લોકો સારો સમય જોઇને તમને મળવા બોલાવશે. પછી મંમી પપાને પણ બોલાવશે બધી વાત કરવા સ્તવન હું તો સાચુજ માની નથી શક્તી કે આવો ચમત્કાર કેવી રીતે થયો ? સ્તવને કહ્યું "સ્વાતી હું સાચેજ ખૂબ ખુશ છું અને ખુશનસીબ છું કે કોઇ અંતરાય વિના બધું સમુસુતરું સરી રહ્યું છે. સ્વાતી આઇ લવ યું. અહીં મંમી પપ્પાને મે વાત કરી છે એ લોકો પણ ખુશ છે. મંમીતો આવવાની તારાં માટેની ખરીદીનાં પ્લાન કરી રહી છે.

સ્વાતીએ કહ્યું "આ બધા માં બાબાની કૃપા છે સ્તવન હું તમને બોલાવવાનું નક્કી થાય એટલે માં બાબાનાં આશીર્વાદ લઇ આવીશ. એમને થેન્ક્સ કહી આવીશ. પછી તમે આવશો ત્યારે આપણે બંન્ન સાથે વાજતે ગાજતે માં બાબાના દર્શન કરવા જઇશું. સ્તવન કહે હાં સ્વાતી તું આપણાં બન્ને વતી જઇ આવજે. પછી આપણે સાથે જઇશુંજ બસ હવે એ દિવસની જ રાહ જોઉ.

સ્વાતીએ કહ્યું "સ્તવન હું હવે ફોન મુકું મને લાગે છે કે માં ઉપર આવતાં લાગે છે પછી વાત કરીશું બાય, ગુડનાઇટ મીસ યુ માય લવ. સ્તવને કહ્યું બાય જાન ગુડનાઇટ મીસ યુ ટુ કહી ફોન મૂક્યો.

રાત્રીનો પ્રહર થયો અને પૃથ્વીરાજસિંહ, તાઉજી અને શક્તિસિંહ પાછાં દિવાનખંડમાં બેઠાં છે. સ્વાતીની જ ચર્ચા ચાલી રહી છે મદનસિંહને પણ ફોન કરી બોલાવેલ છે. નક્કી થયા મુજબ પૃથ્વીરાજસિંહ અને શક્તિસિહ, મદનસિંહ એકલાને મળશે વાત કરી બધાંજ ફોટાં વિડિઓ ફોનમાંથી લઇ લેવા અને ફોન ફોરમેટ કરવો બીજે ક્યાંય મોકલ્યા નથી એની ખાત્રી કરવી.

તાઉજીએ કહ્યું "કેટલા વાગે બોલાવ્યો છે ? અને એ આવશે ને ? પૃથ્વીરાજસિંહ કહે નક્કી આવશે એની ના આવવાની હિંમત નથી એ આવશે જ. શક્તિસિંહ સમય સુચકતા જોઈને કહ્યું બનેવીજી આપણે નિર્ણય તો બરાબર લઇ રહ્યા છીએને તાઉજી બરાબર વિચાર્યુ છે ને નહીંતર આપણી નાત-સમાજમાં સારાં એકથી એક ચઢીયતા છોકરાઓ છેજ અને મારી નજરમાં પણ છે જ તાઉજીએ કહ્યું ભલે હશે છોકરાઓ પુરંતુ મારી સ્વાતીની સરખામણીનાં કયાં છે ? બધાં બજારમાં ઠઠામશ્કરી અને દાદાગીરી કરવાની દારૂ પીવાનો અને છોકરીઓની મશકરીઓ કરવાની ના ભણતર ગણતર કે કેરીયરનાં ઠેકાણાં છે કોઇ એનાં બરોબરીનો કોઇ ?

શક્તિસિંહ બે મીનીટ મૌન રહીને કહે હા છે પણ અને પૃથ્વીરાજસિંહનો ફોન રણકી ઉઠ્યો હાં મદન ક્યાં છે તું કેટલે પહોચ્યો ઓકે કોઠીની બહાર ઉભો છું ને ચાલ અમેજ બહાર આવીએ છીએ. પૃથ્વીરાજસિંહ કહ્યું બીજી વાતો પછી કરીશું. પહેલાં મદનસિંહ સાથેનું કામ પાર ઉતારીએ.

આમ બંન્ને જણાં તાઉજીની રજા લઇને બહાર ગયાં મદનસિંહ અને એની સાથે બીજા બે જણાં કોઇ હતાં. પૃથ્વીરાજસિંહ કહ્યું મદન તું એકલો અંદર આવ શક્તિસિંહ બહાર ઉભો રહ્યો મદનનાં બે સાથીઓ સાથે મદનસિંહને પૃથ્વીરાજસિંહ કહ્યું તે ફોટાં તો મોકલ્યા પણ અધૂરા મોકલ્યા છે બોલ બીજા કેટલાં ફોટાં અને વીડીઓ છે ?

મદનસિંહ કહ્યું "હુકમ જે છે એ બધુંજ આ ફોનમાં છે આ ફોન જ તમને આપી દઊં છું મને માફ કરો મારી ભૂલ થઇ ગઇ છે. હવે કયારેય બેબીની સામે નહીં આવું પૃથ્વીરાજસિંહે કહ્યું આ ફોન, વીડીઓ બીજા કોઇને આપ્યા છે કે ક્યાંય બીજે મોકલ્યા છે ? મદનસિંહ કહે ના કયાંય નથી બસ તમને જ સોપુ છું. પૃથ્વીરાજસિંહ કહ્યું ભલે તું જઇ શકે છે. મદન એના બે સાથી સાથે આવ્યો હતો અને પાછો નીકળી ગયો. જતાં જતાં પાછુ વળીને એવી કરડી આંખે શક્તિસિંહ સામે જોયું અને નીકળી ગયો. શક્તિસિંહે કહ્યું" હુકમ આનાં પર મને હજી ભરોસો નથી એ કંઇક રમત રમી રહ્યો હોય એવું લાગે છે. પૃથ્વીરાજસિંહ કહ્યું " એની કોઇ ઓકાત નથી એ બકરીની જેમ આવ્યો અને બધુ આપીને નીકળી ગયો શક્તિસિંહ કહે ભલે એવુ હશે અને એ પણ પોતાની ગણતરીઓના વિચારમાં પડી ગયો. એણે વિચાર્યું મદનને મળવું પડશે.

પ્રકરણ-20 સમાપ્ત

શક્તિસિંહ - મદનસિંહ શું ખેલ ખેલશે ? પૃથ્વીરાજસિંહ સ્તવનને ક્યારે બોલાવે છે આગળ શું થાય છે જુઓ રસપ્રદ પ્રકરણો ઉજળી પ્રીતનાં પડછાયા કાળા ના આવતાં અંકોમાં......""