Mari Navlikao - 4 in Gujarati Short Stories by Umakant books and stories PDF | મારી નવલિકાઓ - 4

The Author
Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મારી નવલિકાઓ - 4

પ્રેમ તરસ્યા પારેવા

સુકુમાર અને સુલોચના ગુજરાત કૉલેજમાં સાથે અભ્યાસ કરતા હતા તેઓ એકમેકના બહુ જ સારા મિત્રો બની ચુક્યાં હતાં તેઓ કૉલેજની હર પ્રવૃતિમાં ભાગ લેતા હોવાથી કૉલેજીયનોમાં તે સુકુ સુલુની જોડી તરીકે જાણીતા હતા અને કૉલેજના એન્યુઅલ ડે ના નાટક "સુંદર વન"થી તો આ જોડી ગુજરાત કૉલેજમાં જ નહિં પરન્તુ સારાયે અમદાવાદ શહેરના બધા જ કૉલેજીયનોમાં પ્રસિધ્ધી પામી ચુકી હતી. અને સુલુના કોકીલ કંઠે મીઠાશ અને લહેકાથી ઉચ્ચારયેલ " તમે કેવા મ...જ્જાના માણસ છો" વિદ્યાર્થી જગતમાં બોલીવુડના ડાયલોગ જેવું અમર થઈ ગયું હતું. ત્રણ વર્ષ પસાર થઈ ગયાં.અભ્યાસનો સમાપ્તિ કાળ.પરીક્ષાનું છેલ્લું પેપર આપી બંન્ને બહાર નીકળ્યા.મારા ડૅડી મને અમેરિકા મોકલવા વિચાર કરે છે.ત્યાં વિસકોન્સિન યુનિ. માં તેમના મિત્રનો પુત્ર સુબોધ છે તેની મારફત તપાસ કરાવી છે.મારી મમ્મીનો વિચાર તેની સાથે મારૂં ગોઠવવા માંગે છે તેવું મને અંદરથી લાગે છે.સુકુ, મારો વિચાર નથી.તું શું કહે છે ? આ તો તારો અને તારા કુટુંબનો અંગત મામલો છે.આપણા મા-બાપ આપણા વિષે ખોટું થોડું વિચારે ? હું માનું છું કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોંઢું ધોવા ન જવાય. આવતી તક વધાવી લે.. સુલુનુ મોઢું લાલચોળ થઈ ગયું. તેણે ગુસ્સાથી કહ્યું બસ બસ બહુ થયું, મારે તારી શીખામણની જરૂર નથી. હું તો મારી અને તારી વાત કરતી હતી. દોઢ ડાહ્યા. સુલુ, હું વાસ્તવિકતામાં જીવનાર છું , જ્યારે તું તો કલ્પનાની પાંખે ઉડનારી પરી છે. આપણે સાથે ચાલી નહિં શકીએ, આપણી મંઝીલ અલગ અલગ છે. તને ગરીબાઈનો ખ્યાલ નથી, તેં ગરીબી જોઈ નથી જ્યારે મેં તો ગરીબાઈને ખાધી છે, પીધી છે અને ભરપેટ માણી પણ છે. હું સામાન્ય પ્રાથમિક શિક્ષક, વણિક પિતાનો પુત્ર છું.. મારા પિતા કેન્સરની બીમારીમાં અવસાન પામ્યા, સાથોસાથ જે સામાન્ય બચત હતી તે પણ તેમની બીમારી સાથે લેતા ગયા.. જીવન તો જીવવું જ રહ્યું.! ‘વાણીયા,વોરા અને પારસી ભૂખે મરે પણ કોઇ દિવસ ભીખ ના માંગે’ મારી માતા ઝાઝું ભણી નથી. તેથી પોળની સ્ત્રીઓના, બ્લાઉસ સીવે છે, સાડીના ફૉલ ચોડે છે,ફાટેલાં કપડાંને સાંધી આપે છે. હું સવારે અમદાવાદ ડેરીના દુધની થેલીઓ સાયકલ ઉપર ઘેરેઘેર પહોંચાડું છું,અને સાંજે એક બે વકીલને ત્યાં કોમ્પ્યુટર ઉપર તેમની બ્રીફ તૈયાર કરી આપું છું.આમ હું અને મારી મા જીવન સંઘર્ષ કરતા જીવીએ છીએ. મારી વાત શાંતિથી સાંભળ અને પછી તું નિર્ણય કરજે.તારો પરિવાર મારી આ સ્થિતિ જાણીને તને મારી સાથે લગ્ન કરવાની છૂટ આપશે.? તું આવી ગરીબાઈમાં રહી શકીશ ? આ નિર્ણય સાંભળી સુલુ ધ્રુજી ઉઠી તેણે ગભરાતા સુરે કહ્યું ‘ પણ સુકુ . મેં તો તને ક્યારનોય મારા મનમાં અને હ્રદયમાં સ્થાપિત કરી દીધો છે. હવે .તારા વિના જીવવું વ્યર્થ છે.તું ગરીબ છે પરન્તુ પરવશ નથી, તારામાં આદર્શ, ઉત્સાહ, ઉમંગ અને ટેલન્ટ છે. સમય સામે ઝઝુમવાની શક્તિ છે. હું ડૅડીને સમજાવીશ અને તે તેમની પુત્રીની લાગણીને નહિં અવગણે તેની હું ખાત્રી આપું છું.’ ‘ સુલુ, ઘરજમાઈ થઈને હું મારી સ્વતંત્રતા કોઇને ત્યાં ગીરવે મુકવા માંગતો નથી.’ ‘સુકુમાર તને એમ લાગતું હોય તો ડૅડી તને સ્વતંત્ર એરકંડીશન્ડ ઓફીસ,અને જુદો ફુલ્લી ફર્નિશ્ડ બંગલો અને મોટર ગાડી આપશે બસ !’ ‘સુલુ, ઘર જમાઈ ઘરમાં સાથે રાખી ને જ બનાવાય છે, એવું નથી સ્વતંત્ર રાખીને પણ આડકતરી રીતે બનાવી શકાય છે.નોકરી, ફ્લેટ, એ.સી.કાર, વગેરે સુખ સગવડો આપી સાહ્યબી પુરી પાડી તેને પરવશ બનાવી સ્વતંત્રતા ખુંચવી તેમની મહેરબાની ઉપર જીવતા કરીને પણ ઘર જમાઈ બનાવી શકાય છે.જ્યારે આવા ઘર જમાઈ સ્વતંત્ર થવા અવાજ ઉઠાવે છે તે જ ક્ષણે પોતાની પુત્રી સહિત બધી સુખ સગવડો પાછી ખેંચી લેતા વિચાર કરતા નથી. આ વખતે તે પુત્રીને પુત્રી તરીકે ના જોતાં એક ઇન્વેસ્ટમેન્ટ, સોદાની વસ્તુ સ્વરૂપે જુએ છે.’ ‘સુકુમાર,તું વધુ પડતો નિરાશાવાદી અને શ્રીમંત દ્વેષી લાગે છે.સુકુ,તારી પાત્રતા હું મારા ડૅડીને સમજાવીશ.આવી ચર્ચામાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે મિલનનો આનંદ માણવાને બદલે દુઃખી થઇને છૂટા પડીએ છીએ તે મને પસંદ નથી. અમીરી અને ગરીબી એ તો શાશ્વત પ્રશ્ન છે, કાર્લમાસ્ક કે પૂ બાપુજી પણ આ પ્રશન ઉકેલી શક્યા નથી. ****** સુલુ, બેટા તેં પછી શો વિચાર કર્યો ? પરીક્ષાતો હવે પુરી થઇ અને મહિના બે મહિના પછી રીઝલ્ટ આવશે,તે પહેલાં આપણે તૈયારી કરી રાખવી સારી જેથી પાછળથી આપણને દોડાદોડી ના થાય.’ ડૅડી, તમારી વાત તો બરોબર છે,’ પણ…… શું બેટા?’ મારો વિચાર વિસ્કોન્સીનથી એમ.બી.એ. કરવાનો છે.’ સારૂં તો તેમ કરીશું’. હું આજે જ સુબોધને વાત કરૂં છું,’ વિસ્કોન્સીન યુનિ.માં મેડીકલ કે ફાર્મસીમાં પણ તપાસ કરવાનું કહેજો ને.’ કેમ કોઈ તારી ફ્રેન્ડ ત્યાં જવા વિચારે છે?’ હા ડૅડી,સુકુમાર ને પણ અમેરિકા જઈ ડૉ. બનવું છે.પણ તેનો હાથ પકડનાર કોઇ નથી.’ડૅડી! આપણી કંપની તરફથી આપણે તેને કંઇ મદદ કરી શકીએ કે નહિ ?’ હા હા જરૂર કેમ નહિ. તેને બૅન્ક ગેરન્ટી આપીશું એટલે બેન્ક તેને લોન આપશે બેન્કના પેપર લઈ,તેને કાલે મળવા બોલાવજે. સુલુએ સુકુમારને વધાઈ આપી,અને તેના ડૅડીને મળવા કહ્યું. *** બેટા !બહુ સારી વાત છે કે તું અમેરિક જઈને મોટો સાહેબ થાય તે મને જરૂર ગમે પણ બેટા ! તું અમેરિકા જાય પછી અહિં મારા રૉટલા પાણીનું શું? ગગને વિહરતા પક્ષીને શીકારી તીર મારે તેવો માનો વેધક પ્રશ્ન સાંભળી સુકુમાર વાસ્તવીક દુનિયામાં આવ્યો. હું અમેરિકા જાઉં પછી મારી માનું શું? તેને કોને સહારે મુકી જાઉં? આ પ્રશ્નતો તેણે વિચાર્યો જ નહોતો."તેણે નિર્ણય કર્યો અને સુલોચનાને અને શેઠ લક્ષ્મીનંદનને આ બાબતની સ્પષ્ટતા કરી વિનય પૂર્વક અમેરિકા જવાની ના પાડી. *** એકબાજુ માતાની માંદગી બીજી બાજું નોકરીનું ટેન્શન. માતાની રોજની લગ્નની ટકટક. આથી આખરે કંટાળી માતાના આગ્રહને વશ થઈ વીણા સાથે લગ્ન કર્યા. વીણા,સુલોચના અને સુકુમાર ત્રણે કૉલેજ કાળના મિત્રો હતા. વીણા સુકુ અને સુલુના પ્રેમ પ્રકરણથી અજાણ તો નહોતી જ.પરંતુ હવે તો સુલુ અમેરિકા ગઈ હોવાથી અને બીજી બાજુ સુકુમારની પરિસ્થિતિ તથા તેની માતાની માંદગીમાં મદદરૂપ થવાના શુભ આશયથી લગ્ન કર્યા તેનો ઈરાદો .પોતાની સહેલી સુલુના જીવનમાં આડખીલી થવાનો નહોતો. આમ છતાં સુલુના મનમાં શંકાનો કીડો સળવળતો હતો અને તેથી તેણે સુકુ અને વીણાની કીટ્ટા કરી દીધી હતી. તેઓ સાથે નો વ્યવહાર સદંતર બંધ કર્યો હતો નિયતીને કોણ પામી શક્યું છે !!! પાંચ વર્ષમાં આસમાની સુલતાની એવી ચાલી કે સુકુની માતા સુકુનો સુખી સંસાર જોઈ સ્વર્ગે સિધાવ્યા.શેઠ લક્ષ્મીનંદન મંદીના વંટોળમાં એવા ફસાયા કે બહાર નીકળવાનો કોઈ માર્ગ જ ન મળ્યો અને તેનો આઘાત શેઠ અને શેઠાણી જીરવી ના શક્યા અને અકાળ મૃત્યુ પામ્યા.સુલુને અભ્યાસ અધુરો મુકી ભારત આવવું પડ્યું અને શીક્ષિકાની નોકરી સ્વીકારી પિતાનું દેવું ચુકવવા લાગી ગઈ પિતાના દેવાથી ચિંતાગ્રસ્ત વિચાર કરતાં સુકુ સ્કૂલેથી પાછા ફરતાં રસ્તો ક્રોસ કરવા જતાં કારની અડફટમાં આવી. શાળાના શીક્ષકોએ બેભાન અવસ્થામાં તેને હોસ્પીટલમાં દાખલ કરી તેની સારવારમાં લાગી ગયા. તેની પર્સ ફંફોસતાં સુકુમારનો એક જુનો પત્ર મળી આવ્યો તે આધારે હૉસ્પીટલના સ્ટાફે સુકુમારને ફોન ઉપર સુલુના અકસ્માતની માહિતી આપી સુલુની નિરાધાર પરિસ્થિતિથી સુકુ સંપૂર્ણ માહિતગાર હતો અને તેથી તે તેને સર્વ રીતે અને સંપૂર્ણ મદદ કરવા તૈયાર હતો.સુકુમાર અને વીણા અવઢવમાં હૉસ્પિટલે પહોંચ્યાં હૉસ્પીટલમાંથી રજા આપી ત્યારે સુલુની નિઃસહાય,.લાચાર પરિસ્થિતિ જોઇ અંગે બંન્ને જણા પ્રશ્ન કેમ સુલઝાવવો તે અંગે વિચારી રહ્યા હતા. પુરૂષ અને સ્ત્રી પ્રેમની બાબતમાં વધુ સંવેદનશીલ અને શંકાશીલ હોય છે સ્ત્રી પોતાના કરતાં વધુ સોહામણી પ્રેમીકા પ્રત્યે પુરૂષનું નિસ્પૃહ છતાં ઢળતું વલણ જુએ તો દ્વેષની લાગણી અનુભવે છે. લાગણીને સ્ત્રી-પુરુષનાં બંધન નડતા નથી. લાગણી એટલે લાગણી.’ સુકુ અને સુલુના સંબધથી વીણા અજાણતો નહોતી જ, એક વખતની પ્રેમીકાને જો તે સહારો આપે તો વીણાના કેવા પ્રત્યાઘાત પડે? સમાજ શું કહેશે? સૂડી વચ્ચે સોપારી જેવી સુકુમારની સ્થિતિ હતી. ત્યારે બીજી બાજુ સુલુની નિઃસહાય, લાચાર પરિસ્થિતિ જોઇ વીણાનું સ્ત્રી હ્રદય દ્રવી ઉઠ્યું અને તે સહસા બોલી ઉઠી ભૂતકાળ ભુલી જા. ભૂતકાળની કાજળ ઘેરી કાળી રાતને ભુંલી વર્તમાનની ઉષાનો અનુભવ કર. સુકુમાર હવે મારો નહિં પણ તે આપણો છે. આપણે 'લીવ -ઇન-રીલેશનશીપ 'થી સાથે રહીશું ત્યાં સુલુના મોતન કાકીએ પ્રવેશ કરતા ટચાકો ફોડ્યો. ટપાક ટઈ તમારી વાત સહી; ચાલો બુચ્ચા કરી લો !!!મોતન * કાકીએ ઓર્ડર કર્યો, સ્ત્રી જ એક સ્ત્રી જ નો પ્રશ્ન સમજી શકે. . પ્રેમ તરસ્યાં પારેવાં એકજ કુંડામાંથી પ્રેમનાંપીયુ પી સંપીને એકજ માળામાં રહેવા લાગ્યા. *મોતન = મોટા (સુરત, વલસાડ બાજુ ઘરની વડીલ સ્ત્રી ‘ મા’ કે ‘મોટી બહેન’ને લાડ પ્યારમાં 'મોતન' કહે છે.)