Hum tumhare hain sanam - 27 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | હમ તુમ્હારે હૈ સનમ - 27

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમ તુમ્હારે હૈ સનમ - 27

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૭)

અરમાન ના અમ્મી ડેલી થી બહાર આવે છે. અરમાન ત્યાં ઉભો હોય છે.

"બેટા તારી માસીનો વાંક નથી, મારી ભૂલ છે. મારી ભૂલની સજા તમને બંને ને મળી રહી છે..."

"અમ્મી ચાલો ઘરે જઈએ તમે રડશો નહીં..." અરમાન એના અમ્મીના આંસુ લૂછતાં કહે છે.

બંને એ જ કાકા વાળી રિક્ષામાં બેસીને નીકળે છે. બસ સ્ટેશન પહોંચી આયતના ઘર તરફ જતા રસ્તા સામે જોઈને અરમાનના અમ્મી ખુબ રડે છે. અરમાન એમને હાથ ખેંચી ને આગળ લઇ જાય છે. રિક્ષાવાળા કાકા પણ આ દ્રશ્ય જોઈને રડે છે.

"અમ્મી હવે બસ કરો રડશો નહીં. બે-ચાર મહિનામાં ભૂલી જઈશ.. પછી તમે પૂછશો ને કે આયત... તો હું કહીશ કોણ આયત... ચાલો અમ્મી બસ આવી ગઈ"

અનિશા જી આ સાંભળી ને ખુબ રડે છે. બન્ને બસમાં બેસીને રાજકોટ પહોંચે છે. અહીં સારા પોતાના ઘરે આવે છે.

"બેટા તું આવી ગઈ?"

"હા અમ્મી પણ હવે આયત ની ઘરે જાઉં છું..."

"કેમ ફરીથી આયતને ત્યાં?"

"અમ્મી હકીકતમાં તો હવે આયતના ઘરે જાઉં છું પહેલા તો ખોટા માર્ગે ચડી ગઈ હતી.. એ બિચારી એકલી હશે.."

આયત પોતાના રૂમમાં બેઠી હોય છે. રડતા રડતા એક ગીત ગઈ રહી હોય છે.

"એક તું ના મિલા... સારી દુનિયા મિલે ભી તો ક્યાં હૈ...

એક તું ના મિલા... સારી દુનિયા મિલે ભી તો ક્યાં હૈ...

મેરા દિલ ના ખીલા... સારી બગીયા ખીલે ભી તો ક્યાં હૈ...

સારા ત્યાં આવી જાય છે. આયત ને આ હાલતમાં જોઈને એને ગળે વળગી ને ખુબ રડે છે.

"આયત મને માફ કરી દે..."

"ચલ પગલી ચુપ થઇ જા રડ નઈ.. સેની માફી..."

"આયત મારાથી ભૂલ થઇ ગઈ હતી..."

"સારા તું એમ સમજે છે કે તને અરમાન સાથે પ્રેમ થઇ ગયો એટલે હું નારાજ છું? ક્યારેય નહીં... તે તો મારા પ્રેમની કદર કરી.. મને હતું કે હું જેને પ્રેમ કરું એને તું કરીશ... ચાલ ચુપ થઇ જા મારી પાક્કી સહેલી..."

"આયત તારું મન કેટલું મોટું છે. આજે એ આવ્યો હતો.."

"હા મને ખબર છે. મેં જોયો હતો પણ એનો ચહેરો ન જોઈ શકી.. આ મારી કમનસીબી છે કે પછી એ ચહેરો દેખાળવાનિ હિંમત ન કરી શક્યો... તું ચિંતા ન કર આજે એ તને મળવા નહીં મારા માટે આવ્યો હતો. મને કહેવા આવ્યો હતો કે એ એના અબ્બુ અકબર જેવો નથી... સાચે ખુદા કસમ એ એના અબ્બુ અકબર જેવો બિલકુલ નથી સારા... મૌલવી સાબ કહેતા હતા એના કપાળ પર ચાંદ બનતો દેખાય છે. તું જોજે એક દિવસ ચાંદ બની જે ચમકશે..."

અહીં અરમાન એના અમ્મી રાજકોટ પહોંચે છે. અરમાન પોતાના રૂમના જાય છે. અરમાન બુક લઈને વાંચવા બેસે છે.

"અરમાન આ કોઈ વાંચવાનો સમય છે..." અક્રમ બોલ્યો.

"સાચું કહું તો આ કોઈ અલગ થવાનો સમય પણ ન હતો અક્રમ પણ અલગ થઇ ગયા ને... છેલ્લી મુલાકાતમાં એને કહી ને મોકલ્યો હતો. ખુબ ભણવામાં ધ્યાન આપજો. તમે એક દિવસ ચાંદ સિતારા ની જેમ ચમકશો... અને હું એમને જોઈને સમજીશ કે તમને જોયા..."

નીચે અરમાન ના અમ્મી પથારીમાં બેઠા છે. ઝોયા એમના પગ દબાવે છે. આબિદ અલી પણ ત્યાં જ બેઠા છે.

"મારા અરમાનનું ધ્યાન રાખજો... એની પર ગુસ્સો ન કરતા.. આબિદ... હવે તો એ ભણવા પણ લાગ્યો છે. મારા કારણે એને બહુ મોટી સજા મળી છે હવે એને વધુ દુઃખ ન આપતા..."

"હા અનિશા હું આમ પણ એને ક્યાં કહી કહું છું.."

થોડીવાર માં ઝોયા રાડ પાડે છે. અરમાન અને અક્રમ પણ નીચે આવી જાય છે. આવીને જુવે છે તો અરમાનના અમ્મી પરલોક પધારી ચુક્યા હોય છે.

(આઠ વર્ષ પછી....)

અરમાન પોતાની ઓફિસમાં અમદાવાદ ઈરફાન સાથે હોય છે. ઈરફાન એની આ સ્ટોરી લખતો હોય છે. અરમાન ઈરફાન ને જણાવે છે.

"અમ્મી ના અવસાન બાદ માસી છેલ્લીવાર મારી ઘરે આવ્યા હતા પણ આયત ને નહોતા લાવ્યા. એ પછી તો ક્યારેય આયત સાથે મુલાકાત જ ન થઇ... કિસ્મત મારી આ પ્રેમ કહાની ને વધુ ને વધુ કોમ્પલેક્ષ બનાવી રહી હતી..."

"પછી આગળ શું થયું અરમાન?"

"ઈરફાન પહેલા આપણે ચા પી લઈએ.. "

"હા સારું અરમાન..."

અરમાન એ પોતાની કેબીનમાં ચા પીતા પીતા વાત આગળ વધારી.

"ઇરફાન પછી હું પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન આપવા લાગ્યો. કોઈ સારી કમ્પની તો નહીં પણ રાજકોટની એક નાની સોફ્ટવેર કમ્પનીમાં મને જોબ મળી. સમય જતા મને એક મોટી કમ્પની ની ઓફર આવી. હું અમદાવાદ શિફ્ટ થયો. અને બે વર્ષ પછી મેં ખુદની કંપની ચાલુ કરી જેમાં આજે તમે બેઠા છો. ૨૦૧૧ માં મારા લગ્ન થઇ ગયા. કાયનાત નામ છે મારી પત્નીનું.

૨૦૧૩ માં અબ્બુ એ મારા પત્ની દ્વારા સમાચાર મોકલાવ્યા કે આયતના પણ નિકાહ થઇ ગયા. જૂનાગઢના જ કોઈ છોકરા સાથે.. મેં આ વાત ખુબ જ હિંમત કરી ને સાંભળી. મારી પત્ની આ વાતથી ખુશ હતી પણ એની આંખમાં પણ આંસુ હતા."

"અરમાન તો પછી તમે ક્યારેય આયત ને મળ્યા?"

"ઈરફાન તમને લાગતું હશે કે સ્ટોરી અહીં પુરી થઇ. આયત એ લગ્ન કરી ને આ પ્રેમને દફનાવી દીધો હશે.. પણ હજી સ્ટોરી અહીં પુરી નથી થઇ..."

"તો આગળ શું થયું અરમાન?"

"હું મારી ઓફિસમાં ૫ ઓક્ટોબર ૨૦૧૪ એ બેઠો હતો. બહાર ખુબ જ વરસાદ થતો હતો. મારા ડ્રાઈવર એ આવી ને કહ્યું કહી લાવી દઉં જમવાનું... એટલામાં જ ફોન રણક્યો..."

"હાલો કોણ?"

"અક્રમ બોલું છું અરમાન... "

"અક્રમ?"

"હા અક્રમ... અરમાન..."

"બોલ અક્રમ બધું બરાબર તો છે ને? અબ્બુ ને ઝોયા બધા ઠીક તો છે ને..."

"અરમાન બધા બરાબર છે પણ તારા માટે ખુબ દુઃખના સમાચાર છે..."

"શું દુઃખના સમાચાર અક્રમ?"

"મને એ કહે અરમાન તારામાં કેટલી હિંમત છે સાંભળવાની..."

"બહુ હિંમત છે તું બોલ"

"આયત.. આ દુનિયામાં નથી રહી અરમાન... આયત મરી ગઈ...."

અરમાન આ સાંભળીને જાણે પગ નીચેથી ધરતી ખસી જાય એમ સ્તબ્ધ બની ગયો. સામે ઉભેલા ડ્રાઈવર એ આ જોયું.

"સાહેબ પાણી લાવી આપું?"

"ના ... એવી કોઈ વાત નથી... ચાલો ગાડી કાઢો ઘરે જવું છે..."

અરમાન ગાડીમાં બેસીને ઘરે ગયો. અરમાન ની પત્ની દરવાજા પર અરમાનની રાહ જોઈ રહી હતી.

"અસ્સલામું અલયકુમ..."

""વાલેકુમ સલામ..."

"કાયનાત જમવાનું આપ મને ભૂખ લાગી છે..."

"અત્યારે જમવાનું?"

"હા આજે ઓફિસમાં કઈ કામ નહોતું એટલે ઘરે આવી ગયો..."

અરમાન જમીને ફ્રેશ થઇને પોતાના બેડરૂમમાં બેસે છે. કાયનાત ત્યાં આવે છે.

"અરમાન તમને કોઈનો ફોન નથી આવ્યો?"

"ના કેમ?"

"તમને સાચે કોઈ સમાચાર નથી મળ્યા?"

"કેવા સમાચાર ? તું જણાવ મને જલ્દી..."

"અરમાન આયત મરી ગઈ... " કાયનાત રડતા બોલી...

"હા તો કાયનાત ... અલ્લાહ એને જન્નત નસીબ કરે. તારી એક ચિંતા હતી એ પણ દૂર થઇ ગઈ ને..."

"અરમાન તમે આટલા કઠોર બની ગયા છો...? તમે એને છેલ્લીવાર જોવા પણ નહીં જાઓ?"

"ના ક્યારેય નહીં..."

"ઓહ અરમાન... તો પછી તમે ગયા આયત ને જોવા?" ઈરફાન એ અરમાન ને પૂછ્યું

"હા મારી પત્ની એ કસમ આપી હતી કે હું આયત ને છેલ્લીવાર જોવા જાઉં.. હું જતો હતો ને એને મને હાથ પકડી ને રોક્યો... ને બોલી... અરમાન તમને મારી કસમ છે આજે એને મન ભરી ને જોજો. જ્યાં સુધી એનું મોઢું કફનમાં બાંધી ન દે ત્યાં સુધી એને પ્રેમ ભરી આંખોથી જોજો. તમે એને તમારા હાથે થી કબરમાં ઉતારજો.. અને કહેજો કાયનાત એ માફી માંગી છે. પ્લીઝ એને માફ કરી દેજે...

હું ઘરેથી જૂનાગઢ નીકળ્યો. જુનાગાઢ પહોંચી ને મારી ગાડી કબ્રસ્તાન પાસે રોકાઈ..."

"કેમ કબ્રસ્તાન પાસે?"

"આખા કબ્રસ્તાનમાં બધી કબર વેરાન પડી હતી. એક કબર પર ફુલ હતા જે હાલ જ બનાવી હોય એવું અનુભવાતું હતું. મારા પહોંચતા પહેલા જ એને દફનાવી દીધી હતી..."

"યા અલ્લાહ.. તો તમે એનો ચહેરો પણ ન જોયો.."

"ખુદા ને નહીં મંજુર હોય ઈરફાન..."

"તો પછી તમે એના ઘરે ગયા કે નહીં?"

"હું મારા અંદાજા પર જલ્દી વિશ્વાસ નથી કરતો. હું એના ઘરે ગયો હમેશ ની જેમ આજે પણ મારી માટે એ ડેલી બંધ જ હતી. પણ એક જ વાર ખખડાવતા એ ખુલી ગઈ. ડેલી ખોલતા જ સામે જોયું તો મારા નાની, માસી ને બધા સફેદ કપડામાં ફળિયામાં બેઠા હતા. મને જોતા જ માસી ઉઠી ને આવ્યા"

"અરમાન બેટા મારી દીકરી મરી ગઈ... આપણી આયત મરી ગઈ..."

અરમાન એ માસી જે ધક્કો મારી દૂર કરી અને એના નાની પાસે ગયો.

"અરમાન દીકરા મેં આ લોકો ને કહ્યું હતું કે આજે મારો અરમાન જરૂર આવશે પણ કોઈ એ તારી રાહ ન જોઈ... ને દફનાવી દીધી..."

અરમાન એના નાની ને ગળે વળગી ને ખુબ રડ્યો. અક્રમ એની પાસે આવીને એને ગળે લગાવીને હિંમત આપી.

અંદર લિવિંગ રૂમમાં નાની , જેતપુર વાળા માસી અરમાન અને અક્રમ બેઠા.

"શું થયું હતું નાની એને?"

"કઈ નઈ બેટા તને પામ્યા વગર એ રોજ મરી રહી હતી..."

"અરમાન મેં કોશિસ કરી સાંજે ચાર વાગ્યા સુધી પણ તું ના આવ્યો પછી એને દફનાવા લઇ ગયા. તારી આવવાની ઉમ્મીદ હતી ત્યાં સુધી તો એની આંખો ખુલ્લી હતી પણ જયારે કબરમાં ઉતારી ત્યારે આંખો બંધ થઇ ગઈ હતી..." અક્રમ બોલ્યો

"ક્યાં છે એનો પતિ... મારે મળવું છે..."

આયત ના પતિ ને કોઈક બોલાવી ને લાવ્યું. એકદમ સીધો સાધો વ્યક્તિ હતો.

"અસ્સલામું અલયકુમ..."

"વાલેકુમ સલામ બેસો ભાઈ..."

"અરમાન આમાં મારી કોઈ ભૂલ નથી.. બસ મને તો પછી ખબર પડી..."

"હા ભાઈ... તમારો કોઈ વાંક નથી.. બસ હવે ફાતેહા પઢો અને દુઆ કરો... "

થોડીવાર આયત માટે દુઆ કરી ને અરમાન બોલ્યો.

"હું નાનીમાં હવે રજા લઉં..."

"બેટા આજે તો રોકાઈ જા..."

"ના નાનીમાં આ ઘરમાં હવે મારી કોઈ જગ્યા નથી..."

અરમાન બહાર નીકળે છે. આયતના પિતા એને પથારીમાં સુતા સુતા ઈશારાથી કહે છે.

"અરમાન બેટા મને માફ કરી દેજે..."

અરમાન એમની સામે ઘડીભર જોઈ રહે છે અને આગળ નીકળે છે.

"ભાઈજાન જાઓ છો?" આયત ની બેન એની સામે આવે છે.

"તમે કોણ?"

"હું કૌશર... મને ન ઓળખી ભાઈજાન..."

"ઓહ.. આટલી મોટી થઇ ગઈ? સમય ક્યાં ગયો ખબર જ ન પડી..."

"હા ભાઈજાન મારા તો લગ્ન પણ થઇ ગયા ને એક દીકરી છે..."

"સારું ચાલ તો હું જાઉં.."

"એના છોકરા ને નહીં જુવો?"

અરમાન કૌશર સામે બે ઘડી જોઈ રહ્યો.

"હા લાવો કેમ નહીં..."

આયત ની બીજી નાની બેન આયતના એક વર્ષના દીકરાને લઈને આવે છે. અરમાન એને તેળીને કિસ કરે છે.

"ખુબ જ પ્રેમાળ ને સુંદર છે... ચાલ હવે હું નીકળું..."

"ભાઇજાન નામ નહીં પૂછો?"

"શું નામ છે આનું?"

"અમાનત.....!"

નામ સાંભળતા જ અરમાન ને આયત ને કહેલી વાત યાદ આવી જાય છે.

"આયત મેં સાંભળ્યું છે કે પ્રેમ કરનારા કાતો મરી જાય છે ને કાતો એમના લગ્ન જલ્દી થઇ જાય છે. આપણે એનું નામ અમાનત રાખીશું... "અ" થી આયત "અ" થી અરમાન અને એમના પ્રેમની નિશાની એટલે અમાનત..."

અરમાન ની આંખો ભરાઈ આવે છે અને એ બાળકને કૌશરને આપીને નીકળી જાય છે.

(સમાપ્ત....)

---

લેખક : ઈરફાન જુણેજા

---

સૌથી પહેલા તો આપ સર્વેનો ખુબ ખુબ આભાર કે મને લખવા માટે આટલો પ્રોત્સાહિત કર્યો. "Waiting for next part" , "excellent... interesting..." જેવા શબ્દો એ મને ઝડપથી આ સ્ટોરી લખવા માટે પ્રોત્સાહન આપ્યું. હું આપ સૌનો દિલ ની ગેહરાઈ થી આભાર વ્યક્ત કરું છું. બસ આજ રીતે મને વધુ ને વધુ પ્રોત્સાહિત કરતા રહો એવી જ આશા...

તમારા મંતવ્યો મને ઈમેલ કરી ને આપી શકો છો સાથે સાથે કોઈ વિષય હોય જેના પર તમને લાગે કે હું કંઇક લખી શકું છું તો મને એ વિષય પણ જરૂરથી જણાવજો...

---

સંપર્ક ના માધ્યમ:

Email : iajuneja@gmail.com

Whatsapp : +919624291840

Facebook: http://www.facebook.com/irfankhan.it

Twitter : http://www.twitter.com/irfii143