(આગળના પ્રકરણમાં આપણે જોયું કે ટેન્સીની શોધમાં પુરાતન મંદિર ના ભોયરામાં ઇસ્પેક્ટર અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી પ્રવેશ કરે છે હવે આગળ)
સતત બે કલાક ફર્શ પર ઢગલો થઇ પડી રહ્યા પછી સુનીતા એકાએક ઊભી થઈ ગઈ.
બધું પહેલી જ નજરે જોતી હોય એમ એણે આખા કમરામાં નજર ફેરવી શૈલીની લાશ પર એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ.
શૈલીનો મૃતદેહ અત્યારે પલંગમાં પડયો હતો.
એના પર સફેદ વસ્ત્ર ઢંકાયેલું હતું. સુનિતાએ ક્રૂર છતાં શૈતાની સ્મિત કર્યું.
ત્યાર પછી પોતાના જમણા હાથને ઊંચો કરી એ જોવા લાગી.
એના શરીરની ચામડી બરછટ લીલા વર્ણની થઈ ગઈ હતી.
હાથની બધી આંગળીઓ વચ્ચેથી લીલા ભીંગડા જેવા પાતળા પરદાથી પરસ્પર જોડાયેલી હતી.
જાણે... જાણે એ કોઈ માનવીનો નહીં ભીમકાય દેડકા નો પંજો ના હોય..!
સુનિતાએ લચી પડતી ચામડીવાળા બેડોળ કદરૂપા થયેલા પોતાના ચહેરા પર હાથ ફેરવ્યો.
"સિસ્ટર... સુનીતા સિસ્ટર..!"
બહારથી કોઈ દરવાજો ઠોકતુ હતું.
ઝાટકાભેર ડોક મરડી સુનિતાએ દરવાજે વીંધી નાખતી દ્રષ્ટિ નાખી.
બન્યું એવું કે એક સગર્ભા સ્ત્રીના પેટ પરથી બાળક લીધું ઓપરેશન દરમિયાન સુનીતા ની ગેરહાજરી ડોક્ટર અનંગને ખટકી.
સિસ્ટર સુનિતા શૈલીનો મૃતદેહ લઈને ગયા પછી ફરી દેખાઈ જ નહોતી.
ઓપરેશન પૂર્ણ થતા જ ડોક્ટરે સિસ્ટર જુલીને સુનિતાને બોલાવી લાવવા મોકલી.
બધા જ વૉર્ડમાં તપાસ કરી જુલી છેલ્લા વોર્ડ આગળ આવી.
જુલી સિસ્ટરે સુનીતાને સ્ટ્રેચર પર શૈલીની લાશ લઈ જતાં જોયેલી.
બહારથી બંધ હોવા જોઈતા આ અલાયદા વોર્ડ ને ભીતરથી બંધ જોઈને એને નવાઈ લાગી.
કમરાને ભીતરથી કોણે બંધ કર્યો હશે..?
એના મનમાં સવાલ ઉઠ્યો સિસ્ટર જુલીએ દરવાજે લાગેલા ઓટોમેટિક લોક માં રહેલા નાનકડા છિદ્રમાંથી ભીતરનુ દ્રશ્ય જોવાનો પ્રયાસ કર્યો.
ભીતરનું દ્રશ્ય જોઈ જુલીને હૈરતપ્રદ આંચકો લાગ્યો.
એને જોયું કે સિસ્ટર સુનીતા ટગર ટગર શૈલીના મૃતદેહને તાકી રહી હતી.
આ સુનીતા સિસ્ટર દરવાજો ભીડીને અંદર શું કરે છે..?
જુલીનું આશ્ચર્ય મુખ વાટે પ્રકટ થયું.
કેટ કેટલી જગ્યાએ એને શોધી વળી ને આ બંધ કમરામાં પુરાઈને લાશ જોડે ઉભી છે..! પણ શા માટે..?
જુલીએ દરવાજો ઠોકતાં સુનીતાને બુમ મારી.
"સુનિતા સિસ્ટરરરર... ઓ સુનિતા સિસ્ટર..!"
વળતો કોઇ પ્રતિભાવ ન મળતાં જુલીએ પુનઃ દરવાજો ઠોક્યો.
"સિસ્ટર.. ડોક્ટર સાહેબ બોલાવે છે..! દરવાજો ખોલો..!"
દરવાજો આટલો ઠોકવા છતાં બધું વ્યર્થ સિસ્ટરે પુન: પેલા છીદ્ર પર આંખ મૂકી.
ભીતર જોયું આ વખતે સુનિતા સિસ્ટર દરવાજાને તાકી રહી હતી.
જુલી સુનિતા સિસ્ટરના બદલાયેલા ચહેરાનુ વિકૃત રૂપ જોઈ ભડકી ઉઠી.
એના તનબદનમાં ભયનું લખલખું પસાર થઈ ગયું.
એ સ્વગત બબડી.
"આશુ..? સિસ્ટર સુનીતા ના રૂપમાં પ્રેતાત્મા..?"
લચી પડતી લીલી ચામડી વાળી ચુડેલ..? ઓહ નો..! ઓહ ગોડ..!
જૂલી પીઠ ફેરવી ભાગી.
લાંબીમાં પુર ઝડપે ભાગતી જુલીની દોટ જોનારા લોકોને વિસ્મયજનક લાગી.
વાસ્તવમાં જુલી પાછળ કશું નહોતું છતાં કોઈ પાછળ પડ્યું હોય એટલી હદે ડરી ગયેલી એ લાગતી હતી.
ભાગતી સિસ્ટર જુલીને પીળી આંખો હજુય પીછો કરતી પીઠ પાછળ ભોંકાઈ રહી હોય એમ લાગતું હતું.
સિસ્ટર..!
ડોક્ટર નાયધરાએ જુલી ને રોકતા પૂછ્યું.
"કેમ દોટ મુકી છે..?
જુલી કશુક કહેવા માગતી હતી પણ જીભ થોથવાઈ ગઈ.
ભાગીને આવેલી એ દિશામાં હાથ લાંબો કરી જુલીએ સંદિગ્ધ ઈશારો કર્યો.
સામે લાંબી માં હળવે હળવે ડગ માંડતી સિસ્ટર સુનિતા આવી રહી હતી.
શું છે જુલી..? તો કેમ બોલતી નથી..?
હેબતાઇ ગયેલી સિસ્ટર જુલીને જોઇ ડૉક્ટર નાયગરાનો જીવ ઉંચો નીચો થઇ ગયો.
જુલી સ્તબ્ધ બની પૂતળાની માફક ઉભી હતી ત્યાં જ ખોડાઈ ગઈ.
ડોક્ટર નાયગરા જુલીના હાથના સંકેત તરફ તાકી ઉભા હતા.
કશુક અને અનિચ્છનીય બન્યું હોય એમ સિસ્ટર જુલીની આસપાસ પેશન્ટનાં સગાં વહાલાં ટોળે વળ્યાં હતાં.
મિસ્ટર સુનીતા નજીક આવે એ પહેલા જુલી શિથિલ થઈ લથડી.
અગાઉથી પરિસ્થિતિ પામી ગયેલા ડોક્ટર નાયગરાએ એને બાવડેથી જાલી.
માધવ સિસ્ટરને પકડ..!
ડોક્ટરે વોર્ડબોયને ટાપોર્યો.
શું થયું ડોક્ટર સાહેબ..?
નજીક આવી ગયેલી સુનીતા સિસ્ટર પૂછી રહી હતી.
"શું થાય છે સિસ્ટર્સ જુલીને...?"
સુનિતાના શબ્દોમાં હળાહળ વ્યંગ ડોક્ટરે અનુભવ્યો.
જુલીનાં ટટળી ગયેલાં અંગો જોઈ પેરાલીસીસ હોવાની ધારણા બાંધી.
"જુલી.. સિસ્ટરને પેરાલિસીસનો એટેક લાગે છે કમોન હેલ્પ મી..!"
જુલીને હાથોહાથ ઊંચકી લઇ વોર્ડમાં બેડ પર લેવામાં આવી.
તો રીતે ડોક્ટરના ધરાઈ મેડિકલ તપાસ કરી જુલીના સ્નાયુઓનો નબળાં પડી ગયેલાં. હાડકાના સાંધા શિથિલ થઈ ગયા હતા. એનું બીપી વધતાં મગજની નસ ફાટી ગઈ હતી.
ડોક્ટર અનંગને ઘટનાની જાણ થતા જ તેઓ આવી પહોંચ્યા.
"શું થયું જુલી ને ડોક્ટર..?"
ડોક્ટરે ચિંતિત સ્વરે પૂછ્યું.
કઈ સમજાતું નથી ડોક્ટર લાંબી માં પવનવેગે ભાગી આવતી જુલીને એની આંધળી દોટ પાછળનું કારણ જાણવા રોકી.
એની જીભ થોથવાઈ જતાં બોલી શકી નહીં.
પગ ભાગી ગયા હોય એમ લથડી પડેલી.
"માય ગોડ અચાનક આમ શાને થયું ..?
ડૉક્ટરનો સ્વર ધ્રુજી ઉઠ્યો.
કશુંક જોઇને ડરી ગઈ હોય એમ લાગે છે..! જુલીએ શું જોયું એ જાણવું હતું.
સિસ્ટર સુનીતા એની પાછળ જ હતાં.
એ નજીક આવ્યાં એ પહેલાં જુલીનાં શારીરિક અંગો શિથિલ થઈ ગયાં હતાં.
ડોક્ટર અનંગ ગંભીર થઈ ગયેલા.
સિસ્ટર જૂલી પોતાના કહેવાથી સુનીતાને બોલાવવા ગઈ હતી.
છેલ્લા બે કલાક પછી સુનિતા હવે જ નજરે પડતી હતી.
ડૉક્ટરને દાળમાં કાળું લાગ્યું.
એમણે સુનિતા ભણી જોયું.
"સિસ્ટર તમો ક્યાં હતાં આટલી વાર..?"
સુનિતાએ એક વેધક નજર ડોક્ટર અલંગ પર નાખી એની દ્રષ્ટિ ડોગ ના સ્ત્રીના માં ઉતરી ગઈ સુનીતાનું આ રીતે જોવું અરુચિકર હતું સારી પેઠે જાણતા હતા કામના સમયે પણ અત્યંત સુનીતા એમનાથી નજર મિલાવી વાત કરતી ન હતી ડોક્ટર નો અંતર આત્મા કહેતો હતો આ સુનીતા હોઈ જ ન શકે..
સુનીતા આવી રીતે જુએ જ નહીં..!
***** ****** ***
સુનિતાના શરીરમાં રહેલો શૈતાન હવે શુ કરશે.. જાણવા વાંચવી રહી "કાળ-કલંક"