Check and Mate - 4 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 4

Featured Books
Categories
Share

ચેક એન્ડ મેટ 4

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

ભાગ ૪

પોલીસ ની રેડ માં પકડાયેલા અલગ અલગ છ વ્યક્તિ ઓ માં લકી ગેસ્ટહાઉસ ના મેનેજર સુમિત અને સમલૈંગિક એવા સોનુ ની જીંદગી વિશે સાંભળ્યા પછી ત્યાં હાજર યુગલ માં થી સોનાલી નામ ની સ્ત્રી પોતાની વાત બધાં ને જણાવે છે. જવાની ના જોશ માં પોતાના તૌફીક નામનાં આશિક સાથે ભાગવાની તૈયારી થઈ ચૂકી હોય છે.. આગળ વાંચો આ ભાગ માં... !!

***

"પિતાજી નો ડર અને તૌફીક તરફ નું આકર્ષણ મારા મન માં સમુદ્ર મંથન કરી રહ્યું હતું. જો પકડાઈ જઈશું તો પિતાજી બંદૂક ની ગોળી છાતી માં ધરબી દેશે એ જાણતાં હોવા છતાં કેમ જાણે મારા માં નાસી જવાની હિંમત ક્યાંથી આવી ગઈ એ હજુ પણ મારી સમજ ની બહાર છે... !!"સોનાલી એ પોતાની વાત કહેવાની શરૂવાત કરી.

"રાત ના બે ના ટકોરા પડ્યાં એટલે હું ચોરી છુપી થી મારાં રૂમ માં થી નીકળી ને બહાર આવી.. એ સમયે શિયાળો હોવાથી બધાં ઘસઘસાટ સૂતાં હતાં. ધબકતા દિલ અને પગલાં ના અવાજ ને મહાપરાણે શાંત કરી હું મકાન નો મુખ્ય દરવાજો ખોલી મકાન ની પાછળ ની તરફ આવી.. ત્યાંથી ઉતાવળા પગલે ચાલીને દુર્ગા માતા ના મંદિરે પહોંચી જ્યાં તૌફીક મારી રાહ જોતો હતો. "

"મને જોઈને તૌફીક ખૂબ ખુશ જણાતો હતો.. અમે બંને એકબીજાને વળગી ગયાં. તૌફિકે મારા હોઠ ને ચૂમીને કહ્યું.. "સોનાલી મને વિશ્વાસ હતો તું આવીશ.. ચાલ હવે અહીં થી દૂર બહુ દૂર ભાગી જઈએ.. જ્યાં કોઈ આપણ ને ના શોધી શકે.. "

"તૌફીક નો એક આમિર નામનો મિત્ર અમને બંને ને પોતાની કાર લઈને કોલકાતા રેલવે સ્ટેશન સુધી મૂકી ગયો.. ત્યાં ભોપાલ જતી એક ટ્રેઇન માં બેસી અમે ભોપાલ આવી ગયાં. ભોપાલ માં અમારા રહેવાની વ્યવસ્થા તૌફિકે પહેલાં જ કરી રાખી હતી. તૌફિકે જ્યાં અમારા સુંદર ભવિષ્ય ની કલ્પના કરી હતી એ ઓરડી મારાં ઘરે રહેતાં નોકરો ના રૂમ કરતાં એ નાની હતી.. છતાંપણ મને મારા મકાન કરતાં અહીં આઝાદી મહેસુસ થઈ રહી હતી.. એમાં પણ તૌફીક નો સાથ મને નવીન ખુશી બક્ષી રહ્યો હતો. "

"ભોપાલ આવ્યાં ના બીજા દિવસે અમે નિકાહ કરી લીધાં અને મને તૌફીક ની પત્ની નો દરજ્જો મળી ગયો.. લગ્ન ની રાતે તૌફિકે મારી જવાની ને ભરપૂર રીતે નિચોડી લીધી.. હું પણ જવાની ના જોશ માં અને લાગણી ના આવેગ માં તૌફીક ને સંપૂર્ણ આનંદ આપવામાં લાગી રહી એમ કહું તો ખુદ આનંદ માણી રહી તો પણ એ ખોટું તો નહોતું જ.. આખરે અમે હવે પતિ પત્ની હતાં.. "

"તૌફીક ભોપાલ માં એક ટ્રાન્સપોર્ટ કંપની માં કામ કરતો અને એના પગાર વડે અમારું ગુજરાન ચાલતું.. મને પણ એનાં થોડાં પગાર માં જીવન પસાર કરતાં આવડી ગયું હતું.. હું ખૂબ ખુશ હતી.. એમાં પણ જ્યારે તૌફીક મારી સાથે કામક્રીડા કરતો ત્યારે તો ખુશી ના અતિરેક માં તરબોળ થઈ જતી.. ત્યાં મથુરાપુર ની સુખ સાહ્યબી માં મને જે આનંદ નહોતો પ્રાપ્ત થયો એ બધો આનંદ અત્યારે તૌફીક ના સહવાસ માં મળી રહ્યો હતો. "

"આમ ને આમ ત્રણ વર્ષ વીતી ગયાં.. બધું પોતાની જગ્યાએ વ્યવસ્થિત ચાલતું હતું.. તૌફીક મારી દરેક નાની મોટી જરૂરિયાતો નું ધ્યાન રાખતો જ્યારે હું પણ એક આદર્શ ગૃહિણી ના જેમ એને હંમેશા ખુશ રાખવા પ્રયત્ન કરતી. અમે બંને ખૂબ જ ખુશ હતાં. તૌફીક નો પગાર પણ સારો એવો વધી ગયો હતો અને અમે નજીક માં જ એક નાનકડું મકાન લેવાનું વિચારી રહ્યાં હતાં. પણ કહ્યું છે ને તમે વિચારો એવું બધું જ થતું નથી.. "

"એક દિવસ બપોર ના સમયે બારણે ટકોરા પડ્યાં.. અને તૌફીક "સોનાલી સોનાલી.. "નામ ની બુમો પાડી રહ્યો હતો. મેં તૌફીક ની બુમો સાંભળી ને દરવાજો ખોલ્યો.. તો એ જલ્દી થી અંદર આવી ગયો અને બારણું બંધ કરી મને કહ્યું.

"સોનાલી હવે આપણે આ શહેર મૂકી દેવું પડશે.. તું જલ્દી થી સામાન પેક કર આપણે અહીં થી નીકળવું પડશે.. "તૌફીક નો ચહેરો અને કપડાં પરસેવા થી ભીંજાઈ ગયાં હતાં.

"પણ કેમ આમ અચાનક.. ? શું થયું.. ?" મેં તૌફીક ને પૂછ્યું.

"તારા પિતાજી ના માણસો અહીં સુધી પહોંચી ગયાં છે.. બાજુ ની વસ્તી માં એ લોકો આપણો ફોટો લઈને આપણને શોધતાં ફરે છે.. જો જલ્દી થી અહીં થી ભાગી નહીં જઈએ તો એમનાં હાથ માં આવી જઈશું.. અને કદાચ પછી આપનો શું અંજામ થશે એ તો ઉપરવાળા ને ખબર.. "તૌફીક રીતસર નો ધ્રુજી રહ્યો હતો.

"તૌફીક ની વાત સાંભળી મને જોરદાર આંચકો લાગ્યો.. મેં તરત જ જરૂરી સામાન પેક કર્યો અને અમે બંને ત્યાં થી નીકળી ગયાં.. ભોપાલ થી ઉપડેલી ટ્રેઇન આ વખતે રોકાઈ કાનપુર રેલવે સ્ટેશન પર.. ભોપાલ જવા તો તૌફિકે આગવું આયોજન કર્યું હોવાથી વાંધો ના આવ્યો પણ અહીં કાનપુર માં કપરી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે એ નક્કી હતું. "

"પહેલાં તો તૌફીક સારી નોકરી ની તલાશ માં અહીં તહીં બહુ ભટક્યો.. શરૂવાત ના દિવસો તો અમે એક ઝૂંપડપટ્ટીમાં એક ઓરડી માં પસાર કર્યા.. પછી તૌફીક ને નોકરી મળતાં અમે થોડી વ્યવસ્થિત જગ્યા એ રહેવા આવ્યાં. આમ ને આમ રહેવા અને જીવવા ની જદોજહેદ માં બે વર્ષ ક્યાં વીતી ગયાં એની ખબર જ ના રહી.. આ સમય દરમિયાન મેં જોયું કે તૌફીક નો મારા તરફ નો લગાવ ધીરે ધીરે ઓછો થતો જતો હતો.. પણ આ વિકટ પરિસ્થિતિ ના લીધે આ બધું બનતું હશે એ વાત માની હું તૌફીક ને મારી રીતે પૂરતો ખુશ રાખતી. "

"આવક પ્રમાણ માં સુધરી હોવા છતાં તૌફીક કોઈને કોઈ ટેંશન માં રહેતો હોય એવું મને મહેસુસ થઈ રહ્યું હતું.. એવામાં એક દિવસ તૌફીક દારૂ પી ને ઘરે આવ્યો. આજ સુધી મેં તૌફીક ને દારૂ નો નશો કરતો જોયો નહોતો પણ એ દિવસે એને પ્રથમવાર દારૂ પીધો હતો. મેં કારણ પૂછતાં એને પોતાના એક મિત્ર ના જન્મદિવસ ની ઉજવણી માં મિત્રો એ દબાણ કરી દારૂ પીવડાવ્યો હોવાનું જણાવતાં મેં વધુ લાંબી માથાકૂટ કરી નહીં. "

"ધીરે ધીરે તૌફીક રોજ ને રોજ દારૂ પી ને આવવા લાગ્યો.. હું એને ટોકતી તો એ મારાં પર અત્યાચાર કરતો. હવે મેં આ બધું મારા કરેલાં કર્મ નું ફળ માની મૂંગા મોં એ સહન કરવાનું ચાલુ રાખ્યું.. જે મારી સૌથી મોટી ભૂલ બની રહી. "આટલું કહી સોનાલી બાજુમાં રહેલ પુરુષ ને વળગીને રડવા લાગી.

એ પુરુષે થોડી સાંત્વના આપ્યા બાદ સોનાલી એ પોતાની વાત આગળ વધારી.

"એક દિવસ તૌફીક પોતાનાં ચાર મિત્રો ની સાથે ઘરે આવ્યો.. એમનાં હાથ માં દારૂ ની બોટલો હતી. તૌફીકે આવીને મને કહ્યું.. જા મારા દોસ્તો માટે દારૂ જોડે ખાવાનું કંઈક ચટપટું બનાવ. એની વાત સાંભળી મેં એમને પકોડા બનાવી આપ્યાં. હું જ્યારે પકોડા આપવા ગઈ ત્યારે તૌફીક ના મિત્રો મને ગંદી નજર થી જોઈ રહ્યાં હતાં.. અને એમાં થી એકે તો એમ પણ કહી દીધું.. કે તૌફીક તારું બૈરું તો માલ લાગે છે.. ભાઈ નસીબ વાળો છે તું. "

"ધીરે ધીરે એ લોકો એ ફોર્સ કરી કરી તૌફીક ને આખી બોટલ દારૂ પીવડાવી દીધો.. તૌફીક લગભગ બેહોશી ની હદ સુધી આવી ગયો હતો.. એ લોકો ના મગજ માં ચાલતાં બદ ઈરાદા ને તૌફીક સમજી ન શક્યો. જ્યારે તૌફીક નશા માં ચકચૂર થઈ ને અર્ધબેભાન થઈ ગયો એટલે એ લોકો હું જ્યાં સૂતી હતી એ રૂમ માં આવ્યાં.. જ્યાં એ ચાર ચાર નરાધમો એ મારો સામુહિક બળાત્કાર કર્યો.. એ ચાર નરાધમો ની શારીરિક તાકાત આગળ હું વધુ પ્રતિકાર ના કરી શકી અને એ લોકો જેમ ગીધ મૃતદેહ ને નોંચે એમ આખી રાત મારા શરીર ને જેમ નોંચતાં રહ્યાં. દર્દ ની ચરમસીમા એ હું ક્યારે બેભાન થઈ ગઈ એની મને ખબર જ ના રહી. "

"સવારે ઉઠી ને જોયું તો મારા આખા શરીર પર રાત ભર ગુજારેલા દમન ના ચિહ્નો હજુ એ મોજુદ હતાં. તૌફીક ના મિત્રો અત્યારે ઘર માં મોજુદ ના હતાં. મારાં માં ઉભા થવાની પણ શક્તિ નહોતી. હું મહાપરાણે બહાર આવી અને હજુ એ સૂતાં તૌફીક ને જગાડ્યો.. હજુપણ એ થોડો નશા માં હતો.. મેં એને સરખી રીતે ઉઠાડી રાતે શું બન્યું એ વિશે જણાવ્યું.. તો તૌફીકે જે જવાબ આપ્યો એ સાંભળી હું અંદર સુધી હચમચી ગઈ.. "

"તૌફીકે મારા મોં પર થૂંકીને કહ્યું.. તો એમાં શું થઈ ગયું. હમણાં થી હું પણ તારી સાથે કંઈ કરતો નથી તો આજે મારા મિત્રો એ થોડી મજા કરી લીધી એમાં શું થઈ ગયું.. ? અને હવે તો રોજ આવું જ થવાનું મારી જાન.. તારી આ રસભરી જવાની માં હજુ ઘણો રસ છે. મેં જ એ લોકો ને તારી સાથે એન્જોય કરવાની છૂટ આપી હતી. હવે રોજ રાતે કોઈના કોઈ તારી સાથે રાત ગુજારવા આવશે અને એમાંથી મારા દારૂ ની વ્યવસ્થા થઈ જશે.. તું મારા કંઈક તો કામ આવીશ મારી જાનેમન"

"એકદમ નફ્ફટાઈ થી બોલેલા તૌફીક ના શબ્દો મને અંદર સુધી હચમચાવી ગયાં.. તૌફીક ની વાત પૂર્ણ થતાં ની સાથે જ મેં બાજુ માં પડેલી દારૂ ની ખાલી બોટલ તૌફીક ના માથા પર મારી દીધી.. મારી ફટકારેલી બોટલ થી તૌફીક નું માથું ફાટી ગયું અને બોટલ તૂટી ગઈ.. મારાં મન માં હજુ પણ ગુસ્સો હતો એટલે મેં એ તૂટેલી બોટલ ને તૌફીક ના પેટ માં ઘુસાવી દીધી.. તૌફીક કંઈ વધુ વિચારે એ પહેલાં જ મોત ના મુખ સુધી પહોંચી ગયો હતો. "

"હું જેનાં ભરોસે મારા માતા પિતા ને તરછોડી ને ભાગી હતી અને તો મને ક્યાંય ની છોડી નહીં. મારાં જોડે થયેલી ઘટના વિશે હું પોલીસ સ્ટેશન માં પણ જઈ શકું એમ નહોતી કેમકે હવે તો તૌફીક ની હત્યા ના કેસ માં પોલીસ પણ મને પકડવા ઘુમતી હશે એ નક્કી હતું. ડર અને હતાશા ના લીધે મારાં મન માં એક છેલ્લો રસ્તો બચ્યો હતો.. આત્મહત્યા.. હું સુસાઈડ કરવા રેલવે ટ્રેક પર પહોંચી ગઈ.. પણ નસીબ આ કંઈક બીજું જ લખ્યું હતું. "

"ટ્રેન ધસમસતા પુર ની જેમ નજર ની સામે જ ધસતી આવી રહી હતી. માતા પિતા ને આમ તરછોડી ને આવવાની સજા મને મળી ગઈ હતી.. તૌફીક જેને મેં મારું બધું જ માન્યું હતું.. જેના માટે મેં બધું છોડ્યું હતું એને જ મારી સામે એવી પરિસ્થિતિ નું નિર્માણ કર્યું હતું જેમાં થી નીકળવાનો હવે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો વધ્યો નહોતો.. હું આંખો બંધ કરી મોત ને ભેટવાની રાહ જોઈ ને ઉભી હતી ત્યારે કોઈએ મને જોર થી પકડીને ખેંચી લીધી.. "

"મેં આંખો ખોલી ને જોયું તો ત્યાં એક પચાસેક વર્ષ ની મહિલા હતી.. મેં એમને મને છોડી મુકવા માટે આજીજી કરી.. મેં કહ્યું.. મને છોડી દો.. મારે મરવું છે.. પણ એમને મને બળપૂર્વક પકડી રાખી. જ્યારે ટ્રેઈન જતી રહી એટલે એમને વળગીને હું રડવા લાગી.. પહેલાં તો એમને મને રડવા દીધી પછી મારા માથા માં હાથ ફેરવતાં કહ્યું.

"જો બેટા આમ આત્મહત્યા જ દરેક વસ્તુ નું સમાધાન હોત તો અત્યારે કોઈ જીવતું જ ના હોત.. તું કેમ આ કાયરતા વાળું પગલું ભરવા જઈ રહી છે એ વિશે મને જણાવ તો હું એમાં થી નીકળવાનો કોઈ રસ્તો બતાવી શકું.. "

"એમના અવાજ માં રહેલો સ્નેહ અને વર્તન માં રહેલું વાત્સલ્ય જોઈ મેં મારી સાથે બનેલું બધું એમને જણાવી દીધું.. એમને મારા માથે હાથ રાખ્યો અને મારી સામે જોઈને કહ્યું. "

"જો બેટા.. હવે આ શહેર માં રહેવું તારા માટે હિતાવહ નહીં.. એક કામ કર તું મારી સાથે મુંબઈ ચાલ ત્યાં હું તારી રહેવાની અને નોકરી ની વ્યવસ્થા કરી દઈશ.. "

"એમની વાત માન્યા સિવાય મારી જોડે કોઈ છૂટકો જ નહોતો.. હું એમની સાથે નવી જીંદગી ની તલાશ માં કાનપુર થી ટ્રેઈન માં મુંબઈ આવી ગઈ.. એ મહિલા મને એક જગ્યા એ લેતાં આવ્યાં. મને એ જગ્યા વ્યવસ્થિત નહોતી લાગી રહી. પણ હું કંઈ બોલી નહીં.. "

"હકીકત માં એ એક કુટણખાનું હતું જ્યાં દેહ વ્યાપાર નો ધંધો ચાલતો હતો.. એ મને એક લાખ રૂપિયા માં એ ધંધો ચલાવતી જોહરા બાઈ ને વેંચી ને જતાં રહ્યાં.. મને જ્યારે આ વાત ની ખબર પડી એટલે એ મહિલા ને મળીને મેં એના ગાલ પર ચાર પાંચ લપડાક લગાવી ને કહ્યું.. "

"સાલી દલાલ.. તો તારા માસૂમિયત અને દયાભાવ વાળા ચહેરા પાછળ નું આજ સત્ય છે.. એનાં કરતાં તો મને મરવા દીધી હોત તો સારું હતું.. "

"જો તારા જોડે હવે બીજો કોઈ છૂટકો જ નથી.. ત્યાં કાનપુર માં રહી હોત તો ના જાણે કંઈ કેટલાય લોકો મન ફાવે એમ તારા દેહ જોડે રમતાં રહેત અથવા તારા પતિ ની હત્યા ના કેસ માં તને આજીવન કારાવાસ ની સજા થાત એના કરતા આ જોહરા બાઈ નો કોઠો તારાં માટે સુરક્ષિત છે. રોજ બે કે ત્રણ લોકો ને ખુશ કરવાના અને સાંજ પડે જોહરા બાઈ ના હાથ માં હજાર રૂપિયા મૂકી દેવાના.. ઉપર ની કમાણી તારી.. અહીં ધંધો કરતી છોકરી ઓ ને પૂછ કે બહાર ની દુનિયા કરતાં અહીં કેટલો આનંદ છે. "મારી મારેલી લપડાક કે ગુસ્સા ભરેલાં શબ્દો નો કોઈ ફરક ના પડ્યો હોય એમ એ મહિલા શાંતિ થી બોલી.

"પણ મને આ બધું નથી પસંદ.. "મેં રોતાં રોતાં કહ્યું.

"એતો ધીમે ધીમે બધું પસંદ આવવા લાગશે.. તું બે ચાર દિવસ આરામ કર પછી જોહરા બાઈ તને કઈ રીતે કસ્ટમર જોડે વર્તવું એ શીખવાડી દેશે.. અને આ પચીસ હજાર રૂપિયા રાખ.. કોઈ વિકટ સમયે કામ આવશે.. "થોડાંક પૈસા મારાં હાથ માં મૂકી એ મહિલા નીકળી ગઈ અને હું મારાં નસીબ ને ભાંડતી મને આપેલી નાનકડી ઓરડી માં રાખેલાં પલંગ પર જઈ ફસડાઈ પડી.. ક્યાંથી નીકળી હું ક્યાં આવી ગઈ હતી એ વિચારી મને કુદરત પર ભરોસો ઉઠી ગયો હતો.

"પછી ત્રણ ચાર દિવસ મને આરામ કરવા દેવામાં આવ્યો.. જોહરા બાઈ આમ બહુ સારા દિલ ના હતાં.. એમના કોઠા પર કામ કરતી દરેક છોકરી ને એ દીકરી ના જેમ રાખતાં.. પણ એમની એક શરત હતી કે સાંજ પડે એક હજાર રૂપિયા એમના હાથ માં ગમે તે કરી પહોંચાડી દેવાના.. એમને મને દેહ વ્યાપાર ના બધા નિયમો અને રીત રસમો શીખવાડી દીધી. "

"રોજ બે ચાર ગ્રહકો મારી સાથે પોતાની વાસના શાંત કરવા આવતાં.. હું દેખાવ માં સુંદર હોવાથી મારા ઘણાં રેગ્યુલર કસ્ટમર બની ગયાં હતાં.. એ લોકો ઘણીવાર મને ટ્રીટ પણ આપતાં. મેં પણ હવે એક વૈશ્યા ની જીંદગી સ્વીકારી લીધી હતી. આમ પણ બહાર ની દુનિયા કરતાં અહીં હું વધુ સુરક્ષિત મહેસુસ કરી રહી હતી. "

"કેટલાંય કસ્ટમરો ને જોઈને થતું કે આ જ કહેવાતા સભ્ય સમાજ ના લોકો છે જે આખી જીંદગી એક બીજું જ મુખોટુ પહેરીને ફરતાં હોય છે અને એજ મુખોટુ મારા જેવી એક વૈશ્યા ના પલંગ પર ઉતરી જતું. મારા ગ્રાહકો માં ઘણા પોલીસ કર્મીઓ,સરકારી ઓફિસરો,પોલિટીશિયન,મંદિર ના પૂજારી થી માંડી મસ્જિદ ના મૌલવી પણ સામેલ હતાં. મારું શરીર કોઈ મશીન હોય એમ વિચારી હું એમની જોડે સમય પસાર કરતી અરે એવાં એ ઘણાં ગ્રાહક હતાં જેમનો ચહેરો પણ હું જોતી ન હતી. "

"અમે કામ કરતી છોકરીઓ સમય મળે એકબીજા જોડે બેસતી અને વાતો કરતી. ઘણા ને તો એમના ઘર વાળા જ અહીંયા વેંચી ગયાં હતાં.. તો ઘણી મજબૂરી અને સમય ની માર ની મારી આ બધું સહન કરી રહી હતી.. જોહરા બાઈ અમુક અમુક સમયે અમને બહાર ફરવા પણ લઈ જતાં.. સાચું કહું તો હું ત્યાં ખુશ તો નહોતી પણ દુઃખી એ નહોતી.. મારી જીંદગી હવે ત્યાં જોહરા બાઈ ના કોઠા પર જ વીતી જશે એવું મેં મનોમન સ્વીકારી લીધું હતું.. આમ ને આમ ત્રણ વર્ષ વીતી ગયાં!

આટલું કહી સલોની ની આંખો ભરાઈ આવી.. એની દુઃખભરી દાસ્તાન સાંભળી ત્યાં હાજર દરેક નું હૃદય લાગણીશીલ બની ગયું.. પરિવાર ના વિરુદ્ધ જઈ ને લગ્ન કરવાની આ સજા મળે એ વિચારી બેરેક માં હાજર બધાં ને પારાવાર દુઃખ થઈ રહ્યું હતું.

બેરેક માં હાજર પેલી નવયુવતી સલોની ની નજીક આવી અને એને સહાનુભૂતિ આપતાં કહ્યું.

"અરે તમારી વાત સાંભળી ને તો મગજ કામ કરતું બંધ થઈ ગયું.. માણસ ને ઓળખવામાં જ્યારે થાપ ખાઈ જઈએ ત્યારે કેવી મુસીબત નો સામનો કરવો પડે છે એ તમારી વાત સાંભળી સમજી શકાય છે. "

"તમે હવે કોઠા પર જ જીંદગી પસાર કરવાનું નક્કી કરી જ લીધું હતું તો અત્યારે અહીં કેવી રીતે.. ?કેમકે મેં સાંભળ્યું છે કે એકવાર જે છોકરી આ દેહવ્યાપાર ના ધંધા માં ફસાઈ જાય ત્યારે એમાં થી બહાર આવવું લગભગ અશક્ય હોય છે.. ?અને આ તમારી જોડે જે વ્યક્તિ છે એ કોણ છે.. ?"સુમિતે સલોની ને ઉદ્દેશીને સવાલ કર્યો.

"હા તમારી વાત સાચી છે કે એકવાર આવા ધંધા માં ફસાઈ ગયાં પછી એમાં થી બહાર નીકળવું ના મુમકીન જ છે.. પણ અમે નીકળ્યાં.. આ ગોવિંદ છે.. મારી જીંદગી નું બીજું સોપાન.. નસીબ ફરીવાર તમારી જીંદગી માં દસ્તક જરૂર આપે છે એનું જીવતું ને જાગતું ઉદાહરણ.. હવે આગળ શું થયું મારાં જોડે એ ગોવિંદ કહેશે. "સલોની એ કહ્યું.

સલોની ની વાત સાંભળી બધાં ની નજર એની જોડે ઉભેલા ગોવિંદ પર સ્થિર થઈ. ગોવિંદ શ્યામ વર્ણો, મધ્યમ બાંધા નો,એક રીતે કહીએ તો થોડો કદરૂપો વ્યક્તિ હતો. ચાલીસેક વર્ષ ની ઉંમર ધરાવતો ગોવિંદ હવે સલોની ની જીંદગી માં પોતે કઈ રીતે આવ્યો અને અત્યારે એ બંને અહીં કેમ છે.. ?એ વિશે વાત કહેવાનું શરૂ કરે છે. !

***

To be continued....

સલોની ની જીંદગી માં ગોવિંદ ની એન્ટ્રી કઈ રીતે થઈ અને રેડ પડી ત્યારે એ બંને લકી ગેસ્ટ હાઉસ માં શું કરી રહ્યાં હતાં?? આ ઉપરાંત આ અજાણ્યાં છ લોકો ની બેરેક માં થયેલી આ મુલાકાત કયો નવો અધ્યાય લખવાની હતી એ જાણવા વાંચતા રહો રહસ્ય અને રોમાંચ થી ભરેલી થ્રિલર નોવેલ ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

મારી આ નોવેલ ને શરૂવાત થી જ વાંચકો નો જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું... હજુ તો કંઈ કેટલાય સસ્પેન્સ ને ઉજાગર કરતી આ નવલકથા કોઈ ડાર્ક સસ્પેન્સ થ્રિલર હોલીવુડ ફિલ્મ કરતાં ઓછી નથી એની ખાત્રી આપું છું.. તમે તમારા અભિપ્રાય મારાં whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.. આ સિવાય મારી અન્ય નોવેલ "બેકફૂટ પંચ" અને "ડેવિલ એક શૈતાન" પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ