Pruthvi - Ek adhuri prem katha - 1 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા 1

Featured Books
Categories
Share

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા 1

ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય બાજુ થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર .આ નઝરગઢ અને તેના જંગલ કેટલાય રહસ્યો છુપાવીને બેઠા છે પોતાની અંદર ,કેટલીયે કહાનીયો દફન છે આ જંગલો માં આ નઝરગઢ માં અમુક કોલેજ હતી અને અમુક હોટલો જે ત્યાં ના અંતિમ રાજા ના મૃત્યુ પછી બની .એક પ્રવાસન સ્થળ તરીકે પણ તેનો વિકાસ થયેલો .દૂર દૂર થી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવતા .

એવી જ નઝરગઢ માં આવેલી એક કોલેજ પેરા હિલ કોલેજ ખુબ પ્રચલિત હતી. એની આ વાત છે .શિયાળા ની ઋતુ માં અહીં હિમવર્ષા થતી જેથી નઝરગઢ સ્વર્ગ જવું સુંદર લાગતું.

હવે શરૂ કરીએ મુખ્ય કહાની , પેરાહિલ કોલેજ માં નવા સત્ર ની શરૂઆત થઈ . નવા વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવ્યા .પણ દર વર્ષ કરતા આ વખત નું વાતાવરણ કંઈક અલગ હતું. જાણે જંગલ ખુબ ખુશ હોય ,વર્ષો થી કોઈક ની રાહ જોતું હોય એવું લાગતું હતું ,પોતાની સોળેય કળાયે ખીલ્યું હતું .જંગલ ની હવામાં પ્રેમ છલકાતો હતો .એવામાં એક બસ આવીને પેરા હીલ કોલેજ ના ગેટ આગળ ઉભી રહી એમાં થી એક છોકરી નીચે ઉતરી .નામ એનું અદિતિ . એના જમીન પર પગ મુકતા જ એક મોટી શીત લહેર અદિતિ ના વાળ માં થી જાણે પસાર થઇ ગઈ હોય ,અને એના કાન માં કંઈક સ્વર મૂકીને ગઈ. અદિતિ ને કાન માં એનું જ નામ સંભળાયું "અદિતિ " .પણ કોઈ પુરુષ ના સ્વર માં. અદિતિ એ પોતાના વાળ સરખા કર્યા ,અને આ વાત ને નજર અંદાજ કરી કોલેજ તરફ આગળ વધી. કોલેજ માં પ્રવેશપ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે હોસ્ટેલ માં સામાન મુકવા આવી ,બધી છોકરીઓ એ પોતાના રૂમ પસંદ કરી લીધા હતા ,સૌથી ખૂણા વાળો રૂમ બાકી હતો અદિતિ માટે ,જેની બારી જંગલ માં ખુલતી હતી. બીજા રૂમ કરતા થોડો અલગ હતો રૂમ ,જોતા જ ડરાવનો અને અંધારો લાગતો હતો. આ રૂમ માં એના સિવાય એક બીજી છોકરી પણ હતી. "વિદ્યા" .અદિતિ કરતા સ્વભાવ માં એકદમ ઉંધી, ખુબ જ મસ્તીખોર અને બદમાશ .અદિતિ ને લોકો થી દૂર રહેવું પસંદ હતું એટલે એના માટે એક ઉત્તમ રૂમ હતો.

અદિતિ એ રૂમ માં પ્રવેશ કર્યો અને અચાનક લાઈટ બંદ થઇ ગઈ,અને પાછળ થી દરવાજો પણ બંદ થઇ ગયો .એ દરવાજા તરફ ભાગી. પણ કોઈ એ ખોલ્યો નહિ, એ ખુબ જ ડરી ગઈ. અને બૂમો પાડવા લાગી. બચાવો ....દરવાજો ખોલો કોઈક .પણ કઈ થયું નઈ .અચાનક ઝપાટા સાથે બારીઓ ખુલી ગઈ ,અને જંગલ નો પ્રકાશ થોડો અંદર આવ્યો રૂમ માં થોડું અજવાળું થયું .અદિતિ ભાગતી બારી પાસે જતી રહી ,જંગલ સામે જોયું ,અને તે જાતે જ શાંત થઇ ગઈ. જંગલ તેને પોતાના હોવાનું અહેસાસ કરાવતું હતું. એટલામાં લાઈટ આવી અને વિદ્યા અચાનક સામે આવી અને બબડવા લાગી, આ બારી કોને ખોલી ,આખો મારો પ્લાન ચોપટ કરી નાખ્યો. અદિતિ કઈ સમજે પેલા વિદ્યા એ હાથ લંબાવ્યો અને કહ્યું "હાય હું વિદ્યા ,તારી રૂમપાર્ટનર આ મારો જ પ્રેન્ક હતો ,તને ડરાવવા માટે. સોરી ખોટું ના લગાડતી "

અદિતિ હસવા લાગી અને કહ્યું હું અદિતિ .અને મને ખોટું નથી લાગ્યું.બન્ને એ એકબીજાં ને પોતાના પરિચય આપ્યા. એટલામાં વિદ્યા એ પૂછ્યું " સાચું બોલ જંગલ માં તારું કોઈ છે જેણે તને મદદ કરી,બાકી આ બારીઓ તો મેં ફિટ બંદ કરી હતી." પછી હસવા લાગી. પણ અદિતિ વિચારવા લાગી કે મારી મદદ કોને કરી. એમ વિચારતા વિચારતા બન્ને સુઈ ગયા .

અડધી રાતે અચાનક અદિતિ ની આંખ ખુલી ગઈ. એ થોડી વાર જઈને બારી પાસે ઉભી રહી ગઈ. બારી માં થી અલગ જ ઠંડી હવા આવતી હતી. અદિતિ ને જાણે એનો નશો ચડતો હોય એમ લાગતું હતું. સૌથી ભયાનક જંગલ પણ અદિતિ જેવી ડરપોક છોકરી ને વહાલું લાગતું હતું, આ જંગલ માં વહેતી હવા થી રચાતું મંદ મંદ સંગીત અદિતિ ના કાન માં પડ્યું.એ સંગીત જાણે વર્ષો પૂર્વે વીતેલી દર્દ ની કોઈ દાસ્તાન એને જણાવતું હતું.

અદિતિ ને થયું ઊંઘ આવતી નથી તો જંગલ તરફ એક આંટો મારી આવું .એ વિદ્યા જાગે નહિ એ રીતે જંગલ તરફ વધવા લાગી. ચાલતી ચાલતી તે જંગલ તરફ પ્રવેશી .એટલા અંધારા માં પણ અદિતિ ને જરા પણ ડર લાગતો નહોતો .એતો જંગલ ની ગુલાબી ઠંડી અને મસ્ત આબોહવા નો આનંદ ઉઠાવતી હતી. એ જંગલ માં અંદર સુધી પ્રવેશી ગઈ અને એને એ વાત ની જાણ પણ ના રહી . અચાનક એને જંગલ ના શિકારી જાનવરો ના અવાજ આવવા લાગ્યા ,અદિતિ ઘભરાઈ ગઈ ,એણે ચારેય બાજુ જોયું તો ફક્ત અંધારું અને વૃક્ષો સિવાય કઈ નઈ અને આ અંધકાર માં ગુંજતો જાનવરો નો અવાજ ,અદિતિ ને પરસેવો વળ્યો .એ જંગલ થી બહાર જવાનો રસ્તો ભૂલી ચુકી હતી .એને ભાગવા નું ચાલુ કર્યું ,દિશા ની જાણ વગર ભાગે જતી હતી. જાનવરો ના અવાજ પર થી લાગ્યું કે એ જાનવર તેના તરફ ધસી રહ્યા છે. એ વધારે તેજ ભાગવા લાગી. અને ઠોકર વાગતા નીચે પડી ,એના પગ માંથી થોડું લોહી નીકળ્યું ,એની આંખ સામે અંધારા આવવા લાગ્યા, તે ત્યાંજ બેભાન થઇ ગઈ.

સવાર પડી.....

અદિતિ એ આંખો ખોલી તો એ પોતાના પલંગ માં હતી ,એણે થોડુંક વિચાર્યું કે રાતે હું જંગલ માં હતી પછી બેભાન થઇ ગઈ તો અત્યારે હું અહીં ક્યાંથી, એટલામાં વિદ્યા ઉઠી અને અદિતિ સામે જોયું અને પૂછ્યું "શું વિચારે છે"? અદિતિ એ સર્વ વૃતાન્ત જણાવ્યો .વિદ્યા હસવા લાગી અને કીધું કે "કોઈક સપનું હશે , હવે ઉભી થા કોલેજ માં લેટ થઇ જશે. તું પેલા તૈયાર થા".એમ કહીને પાછી સુઈ ગઈ.અદિતિ તૈયાર થવા ગઈ , એ નાહવા ગઈ ત્યારે તેને જાણ થઇ કે એના પગ પર તો ઘા છે,હવે એને થવા લાગ્યું કે આ કોઈ સપનું નથી ,પણ વિદ્યા ને કેવાનો કોઈ ફાયદો નથી એ નઈ માને .

અદિતિ તૈયાર થઇ ને નીચે હોસ્ટેલ પાસે ઉભા રહેતા ચા વાળા ને પૂછ્યું કે તમેં મને કાલે રાતે જંગલ માં થી આવતા જોઈ હતી. ચા વાળા એ કીધું " હા મેડમ તમને રાતે જતા તો જોયા હતા , પણ આવતા નથી જોયા". અદિતિ હવે અસમંજસ માં મુકાઇ .પણ કોલેજ જવાનું મોડું થતું હતું એટલે વધુ ના વિચારતા .ક્લાસ માં જતી રહી.

અદિતિ ક્લાસ માં ગઈ ત્યાં જઈ ને જોયું તો જાત જાત ના લોકો ક્લાસ્ માં હતા. કોઈક સીધા સાદા ,કોઈક સ્ટાઈલિશ ,કોઈક ના વાળ ઉભા ,વળી કોઈક ના માથા પર તો વાળ જ નઈ .ક્લાસ કમ અને સર્કસ વધારે લાગતું હતું.અદિતિ આવી ને પેલી બેન્ચ પર બેસી ગઈ, અને હજુ તો જાત જાત ની પ્રજા અંદર આવતી હતી. અદિતિ ના પાછળ થી એક વિચિત્ર વેશભૂષા વાળી છોકરી એ હાથ લંબાવ્યો ......હેય હું રાધિકા,તું ....? .અદિતિ . બન્ને વાતો કરતા હતા એટલામાં ક્લાસ માં ગોગલ પેહરી ને , એક મોંઘુ જેકેટ પહેરેલો છોકરો પ્રવેશ્યો. "અનુરાગ ચૌહાણ" .એ લોકલ બોય હતો ,શહેર ના એક જાણીતા કરોડપતિ નો છોકરો.

આ કોલેજ માં ઘણા હાય પ્રોફાઈલ વિદ્યાર્થીઓ હતા.ખાલી અદિતિ એક સામાન્ય પરિવાર માંથી હતી ,એનું ઘર શહેર થી ખુબ દૂર એક ગામ માં હતું એના પિતા ખેતી કરતા હતા. અદિતિ એ જૂનો ડ્રેસ પેહર્યો હતો .પણ દેખાવ માં સ્વર્ગ ની અપ્સરા ઓને પણ શરમાવે એવું એનું રૂપ ,પહાડ માંથી ખળ ખળ વહેતા ઝરણાં જેવો એનો અવાજ , કદંબ વૃક્ષ ની લતાઓ જેવા એના વાળ , સાગર ના તળિયા થી પણ ઊંડી એની આંખો .અનુરાગ એને જોઈને થોડીવાર થંભી ગયો ,અચાનક પાછળ થી અવાજ આવ્યો" અનુરાગ"....અંતિમ બેન્ચ પર બેઠેલા તેના મિત્ર "જૅરી" એ તેને બુમ પાડી."ભાઈ, આપણી જગ્યા પાછળ છે ".અનુરાગ પાછળ જતો રહ્યો .અને પાછળ બેસીને પણ ફક્ત અદિતિ ને જ જોઈ રહ્યો હતો. આખા શહેર ની અમીર છોકરીઓ અનુરાગ પાછળ પાગલ હતી પણ પ્રથમ વાર અનુરાગ ને કોઈક છોકરી પ્રત્યે આટલું આકર્ષણ થયું .જૅરી એ કીધું એન સામે શું જોવે છે ગામ ની કોઈક ગવાર છે, જવા દે . અનુરાગ ગુસ્સે થયો અને કહ્યું "આજ પછી કોઈ પણ અદિતિ ની મજાક નઈ ઉડાવે ,એ મારી લાસ્ટ વોર્નિંગ છે".અદિતિ ન આ સાંભળી ને થોડીક હાશ થઇ .

ક્લાસ માં સર પ્રવેશ્યા , આ ક્લાસ એનાટોમી નો હતો ,અદિતિ એક મેડિકલ સ્ટુડન્ટ હતી. સર ખુબ ખડ્ડુસ હતા પરિચય વગર ભણાવવાનું ચાલુ કરી દીધું .અડધો ક્લાસ થયો અને ક્લાસ ના બહાર થી અવાજ આવ્યો " મેં આઈ કમ ઈન સર ?"વિદ્યા હાંફતી દરવાજા પાસે આવી .

સર એ લાલ ઘુમ આંખ થી વિદ્યા સામે જોયું અને તાડુક્યા "ગેટ આઉટ ".વિદ્યા ત્યાંથી ભાગી ગઈ .બધા જોર જોર થી હસવા લાગ્યા.પછી સર ની આંખો જોઈ બધા શાંત થઇ ગયા .થોડી વાર માં બ્રેક થઇ .બધા જમવા કેન્ટીન માં આવ્યા .અદિતિ આવી ને એક ખાલી ટેબલ પર બેઠી .પાછળ થી વિદ્યા આવી. એતો પેલે થી ત્યાંજ હતી. ધીમે ધીમે અનુરાગ ,જૅરી ,રાધિકા ,બધા ત્યાં આવ્યા ,એ બધા મિત્રો હતા.વિદ્યા એ બધા નો પરિચય અદિતિ સાથે કરાવ્યો. અનુરાગ તો હજુ પણ અદિતિ ની આંખો માં જ ખોવાયેલો હતો .

બધા મસ્તી મજાક કરત હતા , ત્યાં એક અવાજ અદિતિ ન કાન માં પડ્યો. "અદિતિ.........." અદિતિ. .........

અદિતિ નુ ધ્યાન ગયું કે એના સિવાય કોઈને આ અવાજ સંભળાયો નથી .એ ધીમે રહીને કેન્ટીન માંથી નીકળી ,એ અવાજ નો એને પીછો કર્યો .એ અવાજ તરફ ભાગી , એ અવાજ જંગલ માંથી આવતો હતો. ભાગતા ભાગતા તે ફરીથી જંગલ માં પહોંચી ગઈ.જંગલ ની મધ્ય પહોંચતા એ અવાજ બંદ થઇ ગયો. એ ઉભી રહી ગઈ ,ચારેય બાજુ જોતી હતી ત્યાં. ........અચાનક કોઈક વ્યક્તિ પવન ની ઝડપ થી એના પાછળ થી નીકળી ગયો .એણે બીક માં પાછળ વળીને જોયું તો ખાલી ઝાડ ન સૂકા પત્તા ઉડતા હતા ,ફરીથી કોઈક એટલા જ ઝડપે પસાર થયું. અદિતિ એ ઘભરાઈ ને બુમ પાડી "જે હોય સામે આવે, મને એવો મજાક પસંદ નથી".કોઈક એના કાન માં આવીને નામ બોલી ગયું .

"પૃથ્વી".અદિતિ એ નામ સાંભળ્યું અને અદિતિ ના નામ ની બૂમો આખા જંગલ ગુંજવા લાગી.......અદિતિ ......અદિતિ ......

અદિતિ ડરી ગઈ કોલેજ તરફ આંખ બંદ કરી ભાગી, ભાગતા ભાગતા એ એક વ્યક્તિ ને ટકરાઈ ગઈ ,અને એણે સામે જોયું તો એની આંખો પહોળી થઇ ગઈ .................................................

કોણ છે આ વ્યક્તિ ? કોનું નામ છે પૃથ્વી? અદિતિ નો આ જંગલ સાથે શું સબંધ છે? કોણ એનું નામ પોકારે છે? .....શું છે નઝરગઢ ,અદિતિ અને પૃથ્વી ની આ કહાની ?

................................................................આગળ ની વાર્તા બીજા એપિસોડમાં ...................................