premni paribhasha -12 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | પ્રેમની પરિભાષા ભાગ-૧૨

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

પ્રેમની પરિભાષા ભાગ-૧૨

    " બેટા બસ હવે થોડી વારમા જ આપણું ઘર આવી જશે !! તારી તબિયત સારી છે ને કાંઇ તકલીફ હોય તો મને જણાવી દેજે હો"!..સુરેશ અંકલ'.

  "નાં નાં..અંકલ હુ એક્દમ બરાબર છું નેહા મને મુકી ને જવા રાજી થઈ ને ત્યારથી જ હુ બરાબર છું.." માનસી ની અવાજ મા એક શાંતિ હતી.!
  'માનસી બારી ની બહાર નજર કરી ને વિચારી રહી હતી કે આ વ્યક્તિ કેટલો યોગ્ય વિચાર વાળો છેં ,કોઈ અજાણી વ્યક્તિ ને બસ થોડા જ સમયથી ઓળખે છે તો પણ એના માટે આટલો ભાવ છેં! મને તો જાણે એમનાં ઘરનું મેમ્બર હોવું એમ ટ્રીટ કરે છેં..અને બીજી બાજુ એક માન જેવો વ્યક્તિ છેં જેને મે મારી જીંદગી સોંપી દીધી અને એણે તો મારી જીંદગી નાં પાનાં કોરા મુકી ને ચાલ્યો ગયો અને ગયો તો ભલે ગયો પણ ,એક વાર પણ પાછળ વળી ને જોયું નહીં કે માનસી ની શુ હાલત હશે...!!!એમ વિચારી જ રહીં હોય છેં કે અચાનક બ્રેક વાગતા એ પોતાના વિચારોમાંથી પાછી ફરે છેં..'
   "માનસી બેટા આવી ગયું ઘર "!! સુરેશ ડ્રાઈવર એ પોતાના ઘરની તરફ આંગળી દોરી ને બતાવા લાગ્યા..
માનસી સુરેશડ્રાઈવર નાં ઘરની બાજુ જોવા લાગી ..
રાજકોટ શહેર ની બસ થોડી જ દુરી પર સુરેશદ્રાઈવર નું ઘર હતુ.બાહરથી અસલ કાઠીયાવડ ઢબ નું હતું.ડેલી વાળું ઘર જૂનું હતુ તેની સાબિતી આપી રહ્યુ હતુ.
માનસી નીચી ઉતરી ને પાછળ ની સીટ પર પડેલી બેગ નીચી ઉતારવા જાય છે ત્યારે સુરેશ અંકલ આવી ને તેને ઠપકો આપે છેં કે.."બેટા તારી આ હાલત મા તારે વજનનાં ઉપાડવો જોઈયે.".
માનસી તેની વાતમાં સુર પરોવે છેં અને માથું હલાવી ને હા ભણે છેં.

   "સુરેશ ડ્રાઈવર ઘર તરફ માનસીને  સાથે લઇ ને જાય છે ,ડેલી ખુલી ને બંને અંદર આવે છેં અંદર ઘરમાં પ્રવેશતા જ માનસી ઘર જોઈને એક પોતીકી લાગણી ઉદ્દભવે છેં કે, કેટલું મસ્ત ઘર છેં,ગુજરાતના અલગ અલગ મલક નાં જુદા જુદા ઘર છેં ને મારી બાજુ મા તો આવા ઘર નથી !! અને છેં તેં ઘરમા આધુનિક યુગ જ વધું જોવા મળે છેં.!!અહી આ મલક  કાઠીયાવાડમા આધુનિકતા તો છેં પણ તેની સાથે સાથે તેને પોતાની સંસકૃતિ પણ જાળવી રાખી છે અને અહીંનો રોટલો પણ મીઠો છેં ને અને અહી નાં લોકોની ભાષા પણ એટલી જ મીઠી છેં.."!!

સુરેશ ડ્રાઈવર નાં પત્ની રસોડામાંથી બહાર આવ્યાં અને આવતાંની સાથે માનસી ને ગળે લગાડી .પછી પાણી આપ્યું ,માનસી પાણી પી ને તેમનો આભાર માન્યો..
"સરલા હુ હવે મારા કામ પર જવું છું અને તુ મહેમાનની  ખાતેદારી સારી રીતે કરજે હો...'સુરેશ ભાઈ' .
"હાં હાં તમે ચિંતા કર્યા વગર જાઓ અહિં હુ સુ ને " સરલા'.
સુરેશ અંકલ માનસી ની રજા લઇને કામ પર જવા નીકળી ગયા.

  "માનસી પોતાના વિશે કહેવા લાગી કે, પોતે પરણેલી છેં અને  પોતાનો પતિ સૈનિક છેં એવું ખોટી વાત કરતાં એનો જીવ પણ નહોતો ચાલતો તો પણ અત્યારે કહેવું પડયું  હતું.!!".
  આંટી તમારા ઘરમાં તમે બન્ને જણ જ રહો છો ??માનસી ઘર ખાલી જોઈને કહેવા લાગી "
" હા ..અને આમ નાં. રહીં તો બન્ને જ છીયે પણ મારા સાસુ ને સ્વર્ગવાસ થયાં ને ગણા વર્ષો થયી ગયા અને મારા સસરા ગયા વર્ષે આ દુનિયા છોડી ને હાલ્યા ગયા.મારે એક જ બાળક છે એક દિકરી હતી જે પોતાની સાસરી મા હતી ડિલિવરી નાં સમયે અને તેંને દવાખાને લઇ જતા હતાં તો રસ્તામા એમનું એકસિડ઼ેન્ટ થયુ અને એની સાસુ ને મારી એક ની એક દિકરી મને મુકી ને હાલી ગયી"!! . આટલી વાત કરતાં તો એની આંખ માંથી આંસુ આવી ગયા જે માનસી ની આગળ માંડ માંડ રોકી શક્યાં."..
"તમારો દીકરો ક્યાં છે આંટી એ અહિ નથી રહેતો??!" માનસી
" એ તો રાજકોટ મા રહે છેં મહેતા કંપની મા કામ કરે છે અને ત્યાં જ રે છે અહિ આવે છેં કયારેક કામ થી રજા આપે એનાં શેઠ ત્યારે!!" સરલા પોતાના દિકરા ની વાત આવતાં જ એક મુખ પર હસી જોવા મળી..

    "તારી વાત જ્યારે મને રાજ નાં બાપુએ કરી ત્યારે તારા મા અમે અમારી દિકરી ને જોતાં આવ્યાં છીયે ,એટ્લે તુ બીજે ક્યાંય નાં જાય અને મારા ઘરે આવી ને રહે એવું જ હુ ઇચ્છતી હતી ,ને મારી વાત મારા ભગવાને સાંભળી."    'સરલા'.
   
          માનસી અહિં આવ્યાં ને આજે  ચાર દિવસ થવા આવ્યાં હતાં અને અહિં એને ઘરનું વાતાવરણ મળ્યું હતુ જે એનાં માટે બહુ જરૃરી હતુ .માનનની યાદો થી એ થોડી છુટી પડી હતી.દરરોજ સુરેશભાઈ તેને રાજકોટ જતા તયારે લયી જતા અને રાતે આવતાં તયારે તેને સાથે લઇ આવતાં. માનસી પોતાનુ કામ એટલું ચીવટ અને હોશિયારી થી કરતી હતી જેથી ગણી કંપની ઓ તેની કંપની  સાથે પ્રોજેક્ટ કરવા માટે ઉત્સુકતા બતાવતી હતી .માનસી બધો રિપોર્ટ લેપટોપ મા ફાઇલ બનાવીને પુના કંપનીઓને મેઈલ કરી દેતી હતી ,અને તેનાં કામથી તેંનાં બોસ બહુજ ખુશ હતાં...

   માનસી પોતાના જેમ જેમ ડિલિવરીનાં દિવસો નજીક આવતાં જતા હતાં તેમ તેની બેચેની વધી રહીં હતી ,મુશ્કિલ સમય નો  સામનો કરવાની તેં હિંમત એકઠી કરી રહીં હતી.

  માનસી રાત નો સમય હતો તેં બહાર ખુલ્લા મા નેહા જોડે વાત કરી રહીં હતી, કૉલમા બધી અહીંની ઓફીસ ની વાત થયી અને હુ જલદી જ ત્યાં તારા પાસે હોઇશ એવી વાત કરી ને કોલ પૂરો થયો. બહાર  આજે પૂનમ નો ચાંદ પૂરા જોશમાં ઉગ્યો હતો એની ચાંદની તો એવી શીતળતા આપી રહીં હતી , આજે ઘણાં સમય પછી પૂનમ નો ચાંદ જોવા મળ્યો હતો, ચોમાસાની ઋતુમાં વધારે એ બહાર નથી નીકળતો..!!

  માનસી ચાંદ ને જોતી બહાર ઊભી હતી અંદર સરલાબેન શાંતિ થી નીંદર માણી રહ્યા હતા. આજે તબિયત સારી નાં હોવાને કારણે માનસી કામ ઉપર નહોંતી ગયી.સુરેશ ડ્રાઈવર હજી ઘરે આવ્યાં નહોતા અને તેનો ફોન આવ્યો હતો કે કામ કરી ને બસ આવે જ છેં.
 
   માનસી નાં મનમાં માનની ઝલક સાથે વાત કરી રહીં હોય છેં ત્યાંજ બહાર ગાડી આવી ને ઊભી રહીં.
રાજ બાઇકમાંથી નીચે ઉતરીને માનસી ને મળ્યો ને પછી ઘરમાં દાખલ થયો.
આવી ગયો બેટા હે...??!!" સરલા બેન ખુશી થી આંખ ચોળતા ઉઠ્યા .
"હા મમ્મી .." રાજ તો માને હેત થી ભેટી જ પડ્યો.
"મમ્મી બહાર માનસી છે ને જેની તમે મારી જોડે ફોન મા વાત કરતાં હતાં એજ છેં ને.."  'રાજ'.
" હાં  બેટા હવે ..એ પણ અહી થોડા દિવસ જ રોકવાની છેં પાછી જલદી જવાની છેં અહી એનું કામ પુરુ થઈ ગયુ છે તો.. સરલા બેન".
  ' અંકલ નો કોલ આવ્યો હતો તે આજ ત્યાં જ રાત રોકાઈ જશે બહુ રાત થયી ગયી છેં તો,! માનસી અંદર આવી ને કહેવા લાગી ..".

    બીજા દિવસે સવારે માનસી પોતાનો નિત્ય ક્રમ મુજબ બહાર જવા નીકળી અને ઓફીસ મા જાવા માટે રીક્ષા બોલવા રાજ ગયો હતો એનાં મમ્મી એ કહ્યું તો. !
  બહાર બહુ જ ફર્શ ચીકણી થયી ગઇ હતી વરસાદ નાં કારણે   ,  કેમ કે રાતે વરસાદ પડ્યો હતો .માનસી બહાર આવી ને ઊભી હતી તો સરલા બેને થોડા  ગાંઠિયા બનાવ્યાં હતાં તેં લેવા માટે પાછી ફરી, જેવી પાછી ફરી એવો જ એનો પગ લપસ્યો અને તેં સીધી જ લપસી પડી ,અને ઊંઘી પડી જેથી તેનાં પેટ નો ભાગ નીચે પછડાયો ,તેણી રાડ સાંભળી ને સરલાબેન અંદર થી સાંફળા જ બહાર આવી ગયાં... આવી ને જોયું તો માનસી નીચે પડી છે એની તો રાડ નીકળી ગયી.

  ત્યાં જ બાહર રીક્ષાને રાજ લઇ ને આવ્યો હતો તો બાહર એને માનસી ને સરલા બેન નો અવાજ સાંભળી ને સીધો અદર આવ્યો આવી ને જોયુ તો માનસી  ગંભીર રીતે  નીચે પડી હતી એ કારણ જાણ્યાં વગર બે હાથે ઊંચી કરી ને બાહર રીક્ષા મા લઈ ને ગયૉ..
  " મમ્મી તુ પપ્પા ને ફોન કરી ને જલદી બોલાવ હુ માનસી ને લઇને જવું છું  અને પપ્પા ને કેજે કે એમનાં  જોડે હોય એટલા રૂપિયા લેતા આવે .. જલદી હુ તમને કહીશ કે માનસી ને હુ કઈ હોસ્પિટલ મા લઈ ને ગયો છું તુ જલદી પપ્પા ને કહી દે.."..
  'રાજ'.

"  હા હુ હમણાં જ આવુ છું અને હુ આવુ ત્યાં સુધી તુ બાહર તયીયાર થઈ ને ઊભી રહેજે હો..હુ હમણાંજ આવ્યો...."         'સુરેશ ડ્રાઈવર".
કૉલ જેવો કટ કાર્યો કે સુરેશ ભાઈ ચિંતા થી રડમસ મોઢુ થઈ ગયું...  .
"મારે જવું પડશે બેટા તમે ને પપ્પા ગાડી લઇને જાઓ ઓફીસ ..સુરેશભાઈ"
"પણ અંકલ વાત શુ છેં ??  તમે આટલા ચિંતા મા જણાવ છો?!" સાહેબ નો દિકરો.
  "મારે દવાખાને જવું છેં અનેં મારા ઘરે જે મહેમાન આવ્યાં છેં તેં ભારે પગે છેં ને  એ નીચે પડી ગઈ છેં તો મારે દવાખાને જવું જરુરી છેં બેટા મને રજા દો"..?? સુરેશભાઈ'.
"હુ પણ સાથે ગાડી લઈ ને આવુ છું અનેં પપ્પા બીજી ગાડીમા જતા રહેશે ..તમને ગાડી ની અત્યારે વધારે જરૂરત છેં.." સાહેબ નાં દિકરા'...

    "આજે માનસી ની ચિંતા મા સુરેશભાઈ પૂર ઝડપે ગાડી દોડાવી મૂકી હતી અને બાજુ મા બેસેલ વ્યક્તિ પોતાનાપણું ના અહેસાસ સાથે બારી ની બાહર જોઇ રહી હતી..!!...

વધું આવતાં અંકે..

કોણ છેં તેં વ્યક્તિ? અને શું માનસી ની જીંદગી જોખમમા તો નથી મૂકાવાની ને? માટે આગળ જાણવા વાંચતા રહો પ્રેમની પરિભાષા ....
thank you ..વાંચક મિત્રો ..પ્રતિભાવ આવકાર્ય છે?