બે દિવસ નુ વેકેશન-૩
“ જાનુ...., જલદી કર બેન “ બુમ પડિ, હુ કૉલેજ જવા માટે બધુ લઇને નિકળી .
“ કંટેનર કોણ લેશે ?”
“ સારુ થયુ યાદ કરાવ્યુ, આજ લૅબ છે “ પાછળ જોઇ ને ‘મમ્મી; જય સ્વામિનારાયણ”
“ હેલ્લો....,” મારો ફોન રણક્યો
“ કૉલેજ મટે નિકળી ગઇ ? હુ વડોદરા આવ્યો છુ મળવુ હતુ”: કેવીન
“ અરે..., કહિ ને તો આવાય , આજ મારે લૅબ છે” :હુ ખુશ થાતા હેરાન થઇ ને બોલી
“અરે પણ કૉલેજ પછી મળશુ , ત્યા શુધી હુ થોડુ કામ છે તે પતાવુ. અને હા રાત્નુ જમવાનુ મારી સાથે છે હ “:કેવીન
હુ કૉલેજતો પહોંચી પરંતુ મનતો કેવીન પાસે જ હતુ, આમ અચાનક કેમ આવ્યા હશે?, કહ્યુ પણ નહિ, મે ઘરે ફોન કર્યો આજે મારે બહાર જમવાનુ છે તે કહેવા માટે. ઘરે પણ ખબર હતી તેમને જ પપ્પાને કહિ દિધુ હતુ .તેઓ મારી કૉલેજ આવ્યા મારા બધા મિત્રોને તો સારી રીતે ઓડખતા હતા બધાને મળ્યા.
“ ચલો મૅડમ , આજ તમારે ફરાવાનો છે, ક્યા લઇ જશો ?”: કેવીન ,સાથે જમ્યા મને શરમ આવતી હતી . તેમને આમ પણ બિરિયાની બહુ ભાવે અમે સાથે રાત્રીબજારમાં ગયા દમ- બિરિયાની ખાધી .આજે તેમના ચહેરા પર કાંઇક અલગ સ્મીત હતુ હુ તો બસ તેમને જોતી જ રહિ;નજર ખસતી જ નહતી.સવારમાં વહેલા મને લેવા આવી ગયા હુ તેમના સાથે ગાડીમાં ગોઠવાઇ.
“ ક્યાં જવુ છે ?”: હુ
“ચોમાસુ હમાણા જ પત્યુ છે,હા તો ચાલો ફોટાગ્રાફર એક ફોટોશુટ થઇ જાય”: કેવીન
અમારી ગાડી પાવાગઠના રસ્તા પર દોડવા લાગી, ચોમાસાનો સવારનો ઝરમર વરસાદ, મોસમ જ કાંઇક રોમાંચિત હતો, સુરજ પણ વાદળ સાથે જણે રમતો હતો , વર્ષાથી તૃપ્ત થઇને વનરાઇ અમને આવકારતી હતી, રસ્તાની આજુ-બાજુ ખેતરની ફસલ પણ જાણે તેમનેમાં સાથ આપતી હતી. ધીમા સંગીત સાથે રસ્તો વધુ મધુર લગતો હતો; નાના સરોવર પાણી થી છલોછલ હતા નદિ ખળ-ખળ વહેતી હતી અને હુ તેમના તરફ ફરીને વાતો કરતી હતી રસ્તમાં ક્યાંક ફોટો પણ પાડી લેતા. પાવાગઠ તો આવી ગયુ પરંતુ અમારી ગાડી પુર ઝડપે દોડતી શિવરાજપુર પાસે હથાણીમાતા પાસે આવી ગયા. આજે અહિં બહુ માણસો નહતા.
હુ કેવીન અને એક કૅમેરા સાથે અમારી આજની સફર શરૂ થઇ. પત્થરના ઉંચા-નિચા રસ્તા પર ચઠાણ તેઓએ મારો હાથ પકડી રાખ્યો હતો જંગલ ખુંદતા અમે આગળ વધતા હતા. ચઠતા-ચઠતા એક પર્વતની ટોચ પર જઇ પહોંચ્યા આશરે જમીનથી ૨૦-૨૫ ફુટ ઉપર હશે.આજુ-બાજુ કાંઇ ખાસ દેખાતુ નહતુ ઝાકળ હતી અને ખુબ જ ધુમ્મસ હતુ જાણે વાદળમાં પહોંચી ગયા હોય, અહિંથી સુર્ય ખુબ જ રમણિય લાગતો હતો.
કેવીને મને તેમની પાસે ખેંચિ આલિંગન કર્યુ મને તેમના આલિંગનમાં શાંતી મળતી હતી .તેઓ મારી આંખમાં જોઇ રહ્યા મને તેમની આંખમાં જોવાનુ ગમતુ હતુ પણ મારી નજર ફરી જતી હતી . તેઓએ પોતાના હોઠ મારા હોઠ પર મુક્યા; હુ તેમની બાહોમાં હતી મને વધુ નજીક ખેંચી. મને તો ન જાણે કાંઇ થઇ ગયુ હતુ મારુ હ્રદય જોરથી ધબકતુ હતુ મે મારી આંખો બંધ કરી દિધી હતી આમ જ થોડી શ્રણો બાદ તેઓએ મારા હોઠ પર નાનુ ચુંબન કર્યુ અમે એકબીજામાં ખોવાઇ ગયા.
ઝરમર વરસાદ શરૂ થયો માત્ર અમારા માટે જ ઝીણી વરસાદની ઝડિઓ, આંછો પ્રકાશ, છોડના પાન પર ઝીલયેલા નાના બુંદ અને ઇંદ્રધનુષ મારા હાથ તેમની છાંતી પર હતા મને તેમના ધબકાર સંભળાયા અમારા દિલ પણ સાથે ધબકતા હતા. અચાનક સમયનુ ભાન થયુ હુ શરમાઇ ગઇ; આ પહેલા મને ક્યારેય શરમ નહતી આવી.
પર્વત ઉતર્યા અને ઝરણાંના પાણીમાં થોડુ રમ્યા, નાસ્તો કર્યો, ફરી પાણીમાં મસ્તી કરવા ગયા મારે કાંઇક કહેવુ હતુ. હુ અચકાતી હતી શરમાતી હતી .ઘણી હિમ્મત ભેગી કરી અને મે કેવીનનો હાથ મારા હાથમાં લીધો મારા પ્રેમનો એકરાર કર્યો તેઓએ પણ તેમના પ્રેમનો એકરાર કર્યો, આલિંગન કર્યુ ઝરણાના પડતા પાણીમાં બેય આમ જ ભિંજાતા રહ્યા. મારામાં પુર્ણતા આવી ગઇ હતી.હા, આજ પ્રેમ હતો જે મને થયો હતો તેમને થયો હતો. તેમના પ્રેમમાં ભરપુર રસ પાન પછી અમે ઘરે જવા નિકળ્યા તેઓ મને ઘરે મુકીને નિકળી ગયા પરંતુ,આજે મારા સાથે તેમનો પ્રેમ હતો. હા, અનહદ નહતો પરંતુ સત્યતા જરૂર હતી. આજે મારામાં આવી કોઇ વસવા લાગ્યુ છે જે મારુ છે માત્ર મારુ જ. મારો પ્રથમ પ્રેમ,મારા કેવીન .