પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
મિનલ ક્રિશ્ચન "જીયા"
સાબીરખાન પઠાણ "પ્રીત"
સ્કૂલમાં શિક્ષકની જોબ પરથી નિવૃત્ત થયા બાદ પણ માસ્ટરજીએ શિક્ષણ ક્ષેત્ર છોડ્યુ નહોતું.
એમનું માનવું હતું કે સારા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર કંગાળ થઈ ગયું છે શિક્ષકો પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નીભાવતા નથી.
અને એટલે જ માસ્ટરજી શિક્ષણને વળગી રહ્યા.
એમને કોચિંગ ક્લાસના માધ્યમ દ્વારા નબળા વિદ્યાર્થીઓના ઘડતરનું બીડુ ઝડપી લીધું.
આર્થિક સંકડામણ ભોગવી રહેલા સ્ટૂડન્ટ્સને નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તેઓ માનવસેવા જ કરી રહ્યા હતા.
એક ભલો અને ઉમદા કેરેક્ટરનો, ક્યારેય કોઈને પણ ઠેસ ના પહોચે એની તકેદારી રાખતો માણસ આજે દુખી હતો.
એમનાથી એવી તે કઈ ભૂલ થઇ ગઈ જેની સજા ઇશ્વરે એમને આપી હતી.
માસ્ટરજી એ ગૂંચ ઉકેલી નહોતા શકતા.
પોતાના દીકરાની ગેરહાજરી એમને એક એક ક્ષણે સાલતી હતી.
આજે તેઓ કોચિંગ ક્લાસના હેડ હતા. એમની નિગરાનીમાં કામ કરતા શિક્ષકો અને બધા સ્ટુડન્ટ્સ પણ એમનો દીકરો લાપતા થયાની વાત જાણી દુઃખી હતા.
છેલ્લા કેટલાય દિવસથી જાણે જિંદગી બદલાઈ ગઈ હતી.
શરીરમાંથી જોમ મરી પરવાર્યું હતું.
ભૂખ મરી ગઇ હતી .
મહત્વકાંક્ષાઓને ભરી વેગવંતી જિંદગીને જાણે બ્રેક લાગી ગઈ હતી.
દીકરો સમીર એમનો જુસ્સો હતો.
એમની જિંદગી દીકરાની ખુશીઓમાં ઓળઘોળ થઈ જતી હતી.
પરંતુ અત્યારે જાણે પોતાનું વિશ્વ બદલાઈ ગયું હતું.
સાંજે ઘરે જતા ત્યારે પત્નીનો રડસમ ચહેરો એમનાથી જોઈ શકાતો ન હતો.
હવે તો એમનાં આંસુ પણ ખૂટી ગયાં હતાં.
કોઈએ એમનુ અસ્તિત્વ નિચોવી લીધુ હોય એમ એ હરતી-ફરતી મૂંગી લાશ બની ગયાં હતાં.
માસ્ટરજીએ તો જાણે દિકરાની સાથે પત્નીને પણ ગુમાવી દિધેલી.
યંત્રવત એ બધુ કામ તો કરતાં પણ આ દુનિયા સાથેનો નાતો એમણે તોડી લીધેલો..
એ સાવ શૂન્યમનસ્ક થઈ આકાશને જોયા કરતાં..
જાણે કે ઈશ્વર પોતાની અલાયદી દુનિયાનાં લીલાંછમ સપનાં છીનવી જિંદગીને કોરી ધાકોર કરી ગયો હતો.
માસ્ટરજી પોતાના હાથે જ એમને જમાડતા.
અને પોતાના અડગ વિશ્વાસને સહારે એની હિમ્મત બંધાવતા..
"તુ જોજે તો ખરી કાવેરી..! બઉ જલદી સમિર તારા ખોળામાં માથુ મૂકી સૂતો હશે.
અને તૂ એને વહાલથી હાથ પસવારતી હોઈશ..!
પોપટસરે ચક્રો ગતિમાન કરી દિધાં છે..
મારા પર એમનો ફોન હતો કે 'સમિરના ફોનનુ લોકેશન પકડાઈ ગયુ છે..!
એ દિકરાને ગમે ત્યાંથી ગોતી કાઢશે..!"
એમની એક પણ વાત સંભળાતાં ન હોય એમ ભાવ શૂન્ય બની એ માસ્ટરજીની આંખોમાં જોયા કરતાં.
માસ્ટરજી સમજાવતા પત્નીને જરુર હતા.. સાથે સાથે પોતાના મનને આશ્વાસન આપી રહ્યા હતા.
ઈસપેકટર ખટપટિયા સાથે એમની છેલ્લી વાત થઈ ત્યારે એણે કહેલુ કે સમીરના ફોનનું લોકેશન મળી ગયું છે. અમે જલ્દી એને ગોતી લઈશું..!
એમને સમજાતું નહોતું કે ખટપટિયા દિલાસો આપતો હતો કે પછી ખરેખર નક્કર વાત કરતો હતો.
દિવસો વીતતા જતા હતા.
એમ માસ્ટરજીનો ઉચાટ વધતો જતો હતો. છતાં અંતરના એક ખૂણેથી અવાજ આવતો હતો કે તારો દિકરો સમીર જરૂર પાછો આવશે..!
કેટલાક દિવસથી એ પોતાના કમરામાં પુરાઇ જતાં હતાં. વિચાર્યા કરતાં.
આજે પણ ક્લાસીસની ઓફિસેથી આવી તેઓ પોતાના અલાયદા રૂમમાં ચાલ્યા ગયા મંગુમાસી ફટાફટ ચા બનાવી માસ્ટરજીના રૂમમાં આવ્યાં.
"સાહેબ કંઈ ભાળ મળી..?"
એમને લથડતા અવાજે પૂછ્યું.
"ના..!" એક સપાટ જવાબ માસ્તરજીએ આપ્યો.
"સાહેબ આમ દીકરાને એકલો ન હતો મોકલવો જોઈએ તો..! મારા બેન તો સાવ પડી ભાંગ્યા છે..!
હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે ગમે ત્યાંથી એની ભાળ મળી જાય..
"હા , મંગુમાસી મારો અંતરાત્મા પણ કહે છે સમીર જરૂર પાછો ફરશે..!"
એકાએક એમના ફોનની રિંગ વાગી.
ડિસ્પ્લે પર સ્પાર્ક થતાં ઈસ્પે. ખટપટીયાના નંબર જોઈ એમના શરીરમાં એક ખુશીની લહેર દોડી ગઈ.
એમને તરત કોલ રીસીવ કર્યો.
"હેલ્લો..!
"માસ્ટરજી..! તમે અત્યારે મારા ધરે આવી શકશો..? તમારી સાથે એક ઈમ્પોન્ટટ વાત કરવી છે..!
"દસ મિનિટમાં પહોચુ છું..!"
"ગુડ..!" કહેતાં ખટપટિયાએ ફોન ડીસ્કનેકટ કરી નાખ્યો.
"જરૂર સમિર વિશે કંઈક માહિતી હશે..! શુ વાત હશે..? સમિર હેમખેમ તો હશેને..?"
હ્રદયના ધબકારા વધી ગયેલા. માસ્ટરજીના પેટમાં ફડક પેઠી...!
"મંગુ માસી..! કાવેરીને સાચવજો હુ હમણાં આવ્યો...!"
બહાર નીકળતાં એમણે મંગુમાસીને પત્ની માટે ભળામણ કરી..
"ભલે સાહેબ તમતમારે નિરાંતથી જાઓ..!"
મંગુમાસીના એકના એક દિકરાના મૃત્યુ પછી પત્ની કાવેરીના કહેવાથી માસ્ટરજીએ મંગુમાસીને પોતાના ધરમાં કાયમ માટે આશર આપેલો..
મંગુમાસી પર કરેલો ઉપકાર કેટલો લેખે લાગ્યો હતો.
એમણે પોતાનુ સ્કૂટર પોપટ સરના બંગલાની પોર્ચમાં પાર્ક કર્યુ.
અને ઉતાવળા પગલે એ બંગલામાં પ્રવેશ્યા.
એક વિશાળ ખંડમાં મખમલી સોફા પર ખટપટિયા પસરીને આડો પડેલો.. લક્ઝરી રૂમની દિવાર પર લાગેલા એલઈડીના મોટા સ્ક્રિનમાં નજર ખૂપાવી એ બેઠો હતો.
"આવો.. આવો માસ્ટરજી..!" માસ્ટરજીને જોતાં જ ઉમકળાભેર ખટપટિયા બેઠો થઈ ગયો.
"હુ તમારી જ વેઈટ કરતો હતો..!"
એમણે રીમોટથી એલઈડી ઓફ કર્યુ.
તરત જ ખટપટિયાનાં પત્ની મીરાએ માસ્ટરજીને નમસ્કાર કરી ગ્લાસમાં આઈસક્યૂબ મિશ્રિત જ્યુસ આપ્યુ.
માસ્ટરજી પોપટ સરની પડખે સોફા પર બેઠા.
માસ્ટરજી આ કેસ બહુ ગૂંચવાતો જાય છે જે ઘટના ઘટે છે એનાથી મારુ ભેજુ બહેર મારી ગયું છે.
મારી તો સમજમાં કશું આવતું નથી.
"એવું તે શું થયું છે..?'
માસ્ટરજીએ ડરતાં ફફડતાં પૂછ્યું.
મેં તમને ફોન પર જણાવેલું ને કે સમીરના ફોનનું લોકેશન બંગાળની બોર્ડર જોડે મળી આવ્યું છે.
અબઘડી એક્શન લઈ મારી ત્યાંની કનેક્ટિવિટીથી ઇન્કવાયરી કરી.
ત્યાંની પોલિસ ચોકી પરથી જાણવા મળ્યુ કે ગામડાની કોઈ અભણ સ્ત્રી જોડેથી ફોન મળી આવ્યો.
એનું કહેવું હતું કે એને રસ્તા પરથી ફોન મળેલો.
સમીરનો ફોન પોલીસ ચોકી પર જમા કરી લેવામાં આવ્યો છે ચોકીના ઇન્ચાર્જ નુ કહેવું છે કે એ ફોનમાંથી એક મેસેજ તમારા નંબર પર સેન્ડ થયેલ છે.
જેમાં લખ્યું છે કે 'પપ્પા મારી ચિંતા કરશો નહીં હું ઠીક છું.
અને ખૂબ જ જલ્દી પાછો ફરીશ..!
"એમ..?" માસ્ટરજી વિસ્ફારિત નેત્રે પોતાના મોબાઈલનુ ઈનબોક્સ ફંફોસવા લાગ્યા.
હા .. મોબાઇલના ઇનબોક્સમાં એવો મેસેજ હતો.
એ જોઈ એમના માથા પરથી ઘણો ભાર હળવો થઈ ગયો.
જીવને ધરપત થતાં માસ્ટરજી બોલ્યા.
"સર.. મને ઊંડે-ઊંડે ખાતરી હતી જ કે મારો દીકરો હેમખેમ હશે..!
એ મોડો વહેલો પાછો જરૂર આવશે..!
આ મેસેજ હું મારી પત્ની કાવેરીને બતાવીશ એ ખુશ થઈ જશે ચેતનહીન લાગતા એના દેહમાં લાગણીનો ઉભરો જોવા હું તલસી રહ્યો છું એ ખુશ થઈ જશે એવું બબડતાં માસ્ટરજી ઝડપથી બહાર ભાગ્યા.
"શું ખરેખર એવો મેસેજ સમીરના મોબાઇલ પરથી સેન્ડ થયો છે..?"
ખટપટિયાની પત્ની મીરાંએ જિજ્ઞાશાવશ પૂછ્યુ.
"હા. મીરા સમીરના ફોન પરથી મેસેજ સેન્ડ થયો છે.
એ વાત સાચી પણ હકીકત મેં માસ્ટરજીથી છુપાવી છે.
બંગાળની પોલીસ ચોકી પરથી મને જે જણાવવા મળ્યુ એ સાંભળી મારી પરેશાની વધી ગઈ છે.
માસ્ટરજીને એ વાત કહેવાજ મે બોલાવેલા.
પણ પછી મને લાગ્યું એમના વિશ્વાસને તોડી ખુશીઓને રગદોળી નથી નાખવી..!"
"એવું શું જાણવા મળ્યું તમને પોપટ..?"
"ત્યાંની પોલીસ ચોકીનો ઇન્ચાર્જ કહેતો હતો કે સર મારી પાસે જમા કરેલો સમીરનો ફોન મારા ટેબલ પર પડ્યો હતો.
અચાનક એના ડિસ્પ્લે પર લાઈટ થતાં મેં ફોન ચેક કર્યો.
સ્ક્રીન પર થઇ રહેલા ફેરફારો જોઈ મારી આંખો પહોળી થઇ ગઇ.
મોબાઈલ ઓટોમેટિકલી એક્ટિવેટ થઈ મેસેજ બોક્સમાં મેસેજ લખાતો હતો.
અને હું આવાક બની સ્ક્રીન પર જોતો રહ્યો.
મારું ગળુ સુકાઈ ગયું હતું.
જાણે કે કોઈ અજાણ્યો ભય મને ભીંસતો હતો..!
મારી નજર સામે આખો મેસેજ લખાયો અને જે નંબર પર સેન્ડ થયો એ નંબર તમને હું વોટ્સપ કરી રહ્યો છું..!
સમીરના કેસમાં જરૂર કંઈક રહસ્યમય બની રહ્યું છે સરજી..!
તમે આ મોબાઈલ અહીં આવીને જપ્ત કરી લો..!
" તમને શું લાગે છે પોપટ આ વાત સાચી હશે..?"
ગૂંચવાઈ ગયેલી મીરા એ પતિને પૂછ્યું.
પોલીસ ઇન્સ્પેકટરને જુઠ્ઠું બોલવાનું કોઈ કારણ નથી અને એનાથી તેને કોઈ લાભ પણ થવાનો નથી માટે એની વાત સાચી લાગે છે..
"પરંતુ આવું બન્યું કેવી રીતે ..? ગુંચળુ વધુ ગુચવાતુ જાય છે.
જરૂર કંઈક એવું બની રહ્યું છે જે આપણી સમજશક્તિની બહાર છે..!
પોલીસ ઈસ્પેકટર ની સામે મેસેજ ફોરવર્ડ થયો છે એનો સીધો મતલબ એ જ થાય કે સમીર જરૂર કોઈ મહાસંકટ માં છે..!
અમે અંધારામાં હાથ નાખી રહ્યા છીએ.
જ્યાં સુધી કોઈ નક્કર ઉકેલ ન આવે ત્યાં સુધી માસ્ટરજીને મેસેજ સમિરે જ ફોરવર્ડ કર્યો છે એવા ભ્રમમાં રહેવા દેવાનું ઠીક છે.
"મારા મગજની નસો તણાવા લાગી જાતો મીરા ફસ્ટકલાસ બે કપ કોફી બનાવી દે..!"
"હમણાં લાવી..!"
કહેતી મીરા કિચન તરફ ગઈ.
ખટપટિયાને આ કેસમાં ક્યાંક સાઈબર ક્રાઈમની ગંધ આવી રહી હતી.. પણ એને ખબર નહોતી મામલો એની આશંકાથી તદ્દન વિપરિત હતો..
(ક્રમશ:)
-સાબીરખાન
-મિનલ ક્રિશ્ચયન 'જિયા'