પ્રેમ નો ત્યાગ
મૃણાલ વડોદરામાં રહેતો હતો. અને તે ત્યાં રહીને જ બી.બી.એ.નો અભ્યાસ કરી રહ્યો હતો.તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો.અને તે જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તે કોલેજમાં અમૃતા નામની એક છોકરી પણ તેમની સાથે અભ્યાસ કરી રહી હતી. મૃણાલ અમૃતાને ચાહતો હતો પરંતુ તે પોતાના દિલની વાત ક્યારેય જણાવી શકતો ના હતો.તે ધીમે ધીમે અમૃતાની નજીક જવાની કોશિશ કરવા લાગ્યો.પરંતુ અમૃતાએ ક્યારેય મૃણાલને પોતાની નજીક ના આવવા દીધો, મૃણાલ નજીક જવાની જેટલી વધુ મહેનત કરે એટલી જ અમૃતા તેમનાથી દૂર જતી રહે. અંતે આ વાત મૃણાલ ને ખબર પડી કે તે જેટલી કોશિશ કરે છે નજીક જવાની એટલો પોતે દૂર જતો જાય છે એટલે મૃણાલ પોતાની જાતે જ અમૃતાથી દૂર થઇ ગયો. મૃણાલનું બી.બી.એ. પૂરું થયું એટલે તે રાજકોટ રહેવા માટે ચાલ્યો ગયો અને ત્યાં રહીને જ એમ.બી.એ.નો અભ્યાસ ચાલુ કરી દીધો.
જૂની બધી વાતો ભૂલી ને નવી જગ્યા,નવી કોલેજ,નવા માહોલમાં સેટ થઈને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવા લાગ્યો.આ વખતે પોતાના ક્લાસની એક પણ છોકરી તરફ તે ધ્યાન આપતો ના હતો.કારણ સાફ હતું 'અમૃતા'. પરંતુ તેના જ ક્લાસની એક બીજી છોકરી જેનું નામ હતું વિશ્વા.તે મૃણાલને પસંદ કરવા લાગી હતી.પરંતુ તે જ ક્લાસમાં અભ્યાસ કરવા વાળો અનિલ પણ વિશ્વાને ચાહતો હતો.અનિલ જેટલો વિશ્વાની નજીક જતો,વિશ્વા એટલી જ મૃણાલની નજીક જવાની કોશિશ કરતી.આ કારણથી અનિલ મનમાં ને મનમાં મૃણાલને નફરત કરવા લાગ્યો.પરંતુ મૃણાલ ને આ વાતની કશી જ ખબર ના હતી.કેમ કે મૃણાલ તો વિશ્વા સાથે એક ક્લાસમેટ તરીકે જ સંબંધ રાખતો હતો.
એક દિવસ સાંજે મૃણાલ મોલમાં ફરી રહ્યો હતો જ્યાં તેમની મુલાકાત વિશ્વા સાથે થઈ ગઈ.મૃણાલ ને જોઈને વિશ્વા ખૂબ જ ખુશ થઈ.અને તે મૃણાલ ની સાથે સાંજ સુધી રહેવાની કોશિશ કરવા લાગી.અને તેમની કોશિશ સફળ થઈ બન્ને સાંજ સુધી સાથે ફર્યા.મૃણાલ પણ વિશ્વાના સાથ થી થોડો ખુશ દેખાતો હતો.
અને તે સાંજ પછીથી બંને કોલેજમાં પણ સાથે દેખાવા લાગ્યા.આ વાત થી અનિલ ખૂબ જ દુઃખી થયો.એક દિવસ ક્લાસમાં જ અનિલે મૃણાલ ઉપર એક ખરાબ કોમેન્ટ કરી.આ વાત મૃણાલ ને ખૂબ જ ખરાબ લાગી અને મૃણાલે જ્યારે આ વાત નું કારણ પૂછ્યું તો અનિલે ચોખ્ખું કહી દીધું કે તે વિશ્વાને પસંદ કરે છે પરંતુ તારા કારણથી વિશ્વા મારાથી દૂર જતી જાય છે.આ વાત સાંભળીને મૃણાલ અસ્તવ્યસ્ત થઈ ગયો અને તેમણે વિશ્વાને પૂછ્યું તો વિશ્વાએ કહ્યું કે તેમને પસંદ કરે છે અનિલને નહીં.હવે તો મૃણાલ વધુ પરેશાન થઈ ગયો કારણકે હવે તો વિશ્વા એ ચોખ્ખું કહી દીધું કે તે પોતાને પસંદ કરે છે.
આ દરમિયાન કોલેજમાં એક ફંક્શન નું આયોજન થયું જેમાં બધાએ ભાગ લેવાનો હતો. અને આ ફંક્શનમાં એક ફેશન શોનું પણ આયોજન નક્કી થયું.જેમાં ભાગ લેવા કોલેજના ઘણા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો. ફેશન શોમાં વિશ્વાએ ભાગ લીધો, તેમણે મૃણાલ ને પણ ભાગ લેવા જણાવ્યું પરંતુ મૃણાલને ફેશન શો માં કોઈ રસ ના હતો.જ્યારે અનિલે વિશ્વા ના કારણે ફેશન શો માં ભાગ લીધો હતો. જ્યારે શો નું પરીણામ આવ્યું તો વિશ્વા અને અનિલ બંને પ્રથમ ક્રમાંકે આવ્યા. મૃણાલે બંને ને અભિનંદન આપ્યા.વિશ્વા ખૂબ ખુશ હતી.અને આ ખુશીમાં મૃણાલને પાર્ટી આપવાનું નક્કી કર્યું.તે દિવસે સાંજે એક હોટલમાં બંને જમવા ગયા.જ્યાં વિશ્વાએ મૃણાલ ને કહ્યું કે તે પોતાની લાઈફમાં મોડેલિંગનો શોખ છે , તો શું હું મોડેલિંગ કરી શકું ???
મૃણાલ ને મોડેલિંગ પસંદ ના હતી, પરંતુ તેમણે વિશ્વાનો સાથ આપતા કહ્યું, "હા બિલકુલ,તું એક સરસ મોડેલ છો અને તારે મોડેલિંગ કરવું જોઈએ." આ સાંભળીને વિશ્વા ખૂબ જ ખૂશ થઈ.મૃણાલે વિશ્વાની ખુશી માટે ભલે હા પાડી દીધી,પરંતુ એમનું દિલ નહોતું ઇચ્છતું કે વિશ્વા મોડેલિંગ કરે.મૃણાલને લાગી રહ્યું હતું કે કદાચ વિશ્વાને પણ અમૃતાની જેમ ખોઈ ના બેસે.પરંતુ વિશ્વાની ખુશી માટે હા પાડી દીધી હતી.
બંને એક સાથે એમ.બી.એ.પૂરું કર્યું અને મૃણાલ બેંગ્લોરમાં જોબ કરવા લાગ્યો.જ્યારે વિશ્વા અમદાવાદ ચાલી ગઈ.આમ છતાં વિશ્વાના મમ્મી પપ્પા પણ નહોતા ઇચ્છતા કે વિશ્વા મોડેલિંગ કરે, પરંતુ મૃણાલે એમના માતા પિતાને મનાવી લીધા અને મોડેલિંગ માટે વિશ્વાને પ્રેરિત કરી.ધીમે ધીમે વિશ્વા મોડેલિંગમાં આગળ વધતી રહી અને મૃણાલ સાથે વાત પણ ઓછી થવા લાગી. અને અંતે વિશ્વા તો એટલી વ્યસ્ત થઈ ગઈ કે મૃણાલ સાથે ક્યારેક જ વાત થતી.મૃણાલને પણ એ એહસાસ થઈ ચૂક્યો હતો કે હવે તે વિશ્વાથી દૂર જ થઈ જાય તો સારું રહેશે. તે વિશ્વાની જિંદગીથી દૂર થઈ ગયો.એટલો દૂર કે મૃણાલે પોતાનો મોબાઈલ નંબર પણ બદલી લીધો અને બેંગ્લોર પણ છોડી દીધું.મતલબ ચોખ્ખો હતો કે મૃણાલે વિશ્વાનું બની રહેલું કેરિયરની માટે પોતાના પ્રેમની કુરબાની આપી દીધી.
આજે પણ અનિલ મૃણાલના કોન્ટેક્ટમાં છે અને તે હંમેશા કહે છે કે ના તે વિશ્વાનો સાથ આપ્યો ના મને આપવા દીધો.પરંતુ મૃણાલનું દિલ જ જાણતું હતું કે મૃણાલે પોતાના પ્રેમ ની કુરબાની કેવી રીતે આપી છે.કેવી રીતે પોતાના દિલ ઉપર પથ્થર રાખીને વિશ્વાને મોડેલિંગ કરવા માટે અનુમતિ આપી દીધી હતી.
(મિત્રો આપને આ સ્ટોરી બાબત ના આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ)
_અભય પંડ્યા