Actor - 6 in Gujarati Love Stories by NILESH MURANI books and stories PDF | એક્ટર ભાગ ૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક્ટર ભાગ ૬

એક્ટર ભાગ ૬.

પ્રસ્તાવના:-
દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

-નીલેશ મુરાણી

એક્ટર ભાગ ૬

“મતલબ સુનીલને ઇન્દુ સાથે લગ્ન નહોતા કરવા એ વાત નક્કી છે નીલ, એના ઉપર કોઈ દબાણ કરવામાં આવ્યું હશે.” વચ્ચે મિસ લીલીએ કહ્યું.

“જી આપનો અંદાજો બિલકુલ સાચો છે મિસ લીલી, મને પણ એવુજ લાગ્યું હતું પણ હું એની પરિસ્થિતિ કળી ના શક્યો એનો મને ખુબ અફસોસ થાય છે, અને ત્યાર બાદ સુનીલે મને કહ્યું હતું કે..”
“જો નીલ,,, હું ઇન્દુ ને દુખી નહી કરી શકું અને મને એ જરાય સ્વીકાર્ય નહી રહે કે મારો ભૂતકાળ મારા અને ઇન્દુ વચ્ચે દીવાલ બની જાય, સમજે છે ને હું શું કહેવા માંગું છું,? અને આ દારૂ આજે છેલ્લીવાર પીવો છે,, બસ કાલથી હું તને નહી કહું કે મારે દારૂ પીવો છે, બસ હવે તો ખુશને?”

“સુનીલ આજે શનિવાર છે કાલે રજા છે, સોમવારે નોકરી પર જવાનું થશે ત્યારે ત્રણ સીમ કાર્ડ લેતો આવીશ,” મેં કહ્યું.
“હા,” કહી સુનીલે વાડીમાં કામ કરતા વેલા કાકાને બોલાવ્યા અને પાંચસોની નોટ આપતા કહ્યું, “કાકા, એક સોડા,એક ચવાણાનું પેકેટ અને એક સિગરેટનું પાકીટ લેતા આવો નીલ્યાની બાઈક લેતા જાવ,”

મેં ખીસા માંથી બાઈકની ચાવી કાઢી, કાકા સામે લંબાવી, કાકા નીકળી ગયા, , મારી જરા પણ ઈચ્છા ન હતી પણ સુનીલે કહ્યું કે આ છેલ્લીવાર છે, તો મેં મારું મન વાળ્યું, અને સુનીલને કહ્યું,
”જો ભાઈ આજે બે પેગથી વધારે નહી પીવા દઉં,”
“એલા હા ભાઈ આજે તો પાબંદી ન લગાવ,એક પેગ તો હું લગાવી ચુક્યો છું. ઇન્દુ આવી જશે તો આમ પણ પાબંદી લાગી જશે, ઇન્દુને પણ પસંદ નથી કે હું દારૂ પીઉં ”
“કેમ ઇન્દુએ તને ક્યારે ના પાડી દારૂ પીવા માટે?”
“ભાઈ રોજ ફોન કરે છે બે બે કલાક વાત કરું છું ઇન્દુ સાથે, ઇન્દુને મેં મારા ભૂતકાળની બધી વાત જણાવી દીધી, હું ઇન્દુને અંધારામાં નથી રાખવા માંગતો,”

“હા એ સારું કર્યું, અને હવે એ તારી જીવન સંગીની બનવા જઈ રહી છે,”

મને વિચાર આવ્યો કે હવે મોકો છે શૈલી માટે વાત કરવા પણ હું ગુંચવણમાં હતો, મારું દિમાગ ચકરાવે ચડ્યું હતું, કદાજ હું શૈલીને કહું અને શૈલી મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ પણ જાય, તો મારે તો એજ બળતરા કરવાની ને? આખી જિંદગી સુનીલની સામે રહેવાનું, સુનીલનો પહેલો પ્રેમ મારા સાથે લગ્ન કરે, કેવું વિચિત્ર લાગે?,,મારા દિમાગ અને દિલ વચ્ચે ભયંકર ધમાસાણ ચાલી રહ્યું હતું આ બાજુ, સુનીલ ગ્લાસ ભરી રહ્યો હતો, વેલા કાકા ક્યારે બાઈકની ચાવી ટેબલ ઉપર મૂકી ગયા, સોડા, સિગરેટ અને ચવાણાનું પાર્સલ મૂકી ગયા મને ખ્યાલ ન આવ્યો,
દારૂ પિતા પિતા સુનીલ મને લગ્નની કામગીરી સોંપવા લાગ્યો, મારી જવાબદારી સોંપવા લાગ્યો, દોસ્તોના નામ આપવા લાગ્યો કોને કોને આમંત્રણ આપવાનું છે.એ બોલતો હતો અને મારા મગજમાં શૈલીના વિચારો આવતા,

“ઓયે... નીલ,” મારા ગાલ પર સુનીલ એ થાપી મારી મારા વિચારો માં વિક્ષેપ પાડ્યો,,.
“ક્યાં ખોવાઈ ગયો છે, પરણવા હું જઈ રહ્યો છું અને ઉદાસ તું છે?”
વ્હીસ્કીનો ગ્લાસ મારી સામે કરતા સુનીલે કહ્યું. ગ્લાસ માનું પ્રવાહી હું પણ ધીરે ધીરે પીવા લાગ્યો, મારું મગજ ફરી ચકરાવે ચડવા લાગ્યું, સુનીલ શૈલીને ભૂલવા જઈ રહ્યો હતો અને મારા દિમાગમાં શૈલીની છબી વધારે છપાવવા લાગી, રાત્રે ઘેર ગયો માને ખબર તો પડી ગઈ પણ કઈ બોલી નહી, હું સુઈ ગયો, બીજા દિવસે આખો દિવસ સુનીલ સાથે ઇન્વીટેસન કાર્ડ બાટવામાં અને ખરીદી કરવા માં પરોવાઈ ગયો.

સુનીલના લગ્ન હતા તે ખુબ ખુશ દેખાયો, ધૂમધામથી સુનીલના લગ્ન થયા,

સમયનું ચક્ર પણ ગજબ હતું, મારી જીગર ના ચાલી સુનીલને કહેવાની મારી પાસે શૈલીના નંબર હતા મને પણ ક્યારેય ફોન કરવાની હિંમત ના થઇ, એક વિચાર આવી જતો રહ્યો, જો શૈલીને પ્રપોઝ કરવુ જ હોય અને શૈલી હા કહેતી હોય તો સુનીલની સામે ન રેહવાય પણ આ બધું એક સપના જેવું લાગતું.

આવા વિચાર કરી ને હું માંડી વાળતો કદાજ મને લઘુતાગ્રંથી હતી કે ક્યાં સુનીલ અને ક્યાં હું? કદાજ હું મારું ખેતર વેચી અને ગામડું ગામ છોડી જતો રહું તો પણ મારા ખેતરની સારી એવી કીમત આવે એમ હતી પણ ત્યારે એટલી જીગર ક્યાં? હવે સુનીલને મળવાનું બહુ ઓછું થતું અઠવાડિયા માં એકાદવાર એ વાડી ઉપર બોલાવતો અને ઇન્દુની વાતો કરતો. ઇન્દુ સાથે વિતાવેલ પળ એ મારી સાથે શેર કરતો, ઇન્દુ સાથે ખુબ ખુશ હતો, અને મેં પણ મારું મન મારા બંજર પડેલા ખેતર તરફ વાળ્યું સાંજે નોકરી ઉપર થી છૂટી અને મારા ખેતર પર જતો રહેતો અને ખેતરમાં બનાવેલી જૂની જર્જરિત ઓરડીનું સમારકામ કરતો. વૃક્ષારોપણ કરતો, થોડું ઘણું પાણી આવતું તો વૃક્ષોને પાણી પીવડાવતો. આમને આમ બાર મહિના વિતી ગયા અને સુનીલની લગ્નની વર્ષગાંઠ હતી સુનીલ માટે મેં સરપ્રાઈઝનું આયોઝ્ન કર્યું હતું, ઈચ્છા એવી હતી કે સુનીલની વાડીમાં હું અને સુનીલ એકલા જ હોઈએ અને સુનીલને વર્ષગાંઠ વિશ કરું અને સુનીલની સામેજ શૈલીને ફોન કરી અને શૈલીને પ્રપોઝ કરું, શું થશે? ના કહી દેશે એજ ને જીવનમાં એક દંજ ના રહી જવો જોઈએ કે હું કોઈ છોકરીને પસંદ કરતો હતો અને એ છોકરી ને મેં પ્રપોઝ ના કર્યું, અને હા કહેશે તો હું ઓફીસમાંથી અરજી કરી અને દુર કોઈ અન્ય શહેરમાં ટ્રાન્સફર લઇ લઈશ, બસ આવું આયોજન કર્યું, મારી યોજના મુજબ મેં સવારમાં સુનીલ ને ફોન કર્યો,.

“હેલો નીલ!! શું વાત છે આજે તને મારી યાદ આવી ગઈ?

“હા ઘણો સમય થયો આપણે મળ્યા નથી, આજે સાંજે આવું વાડીયે જો મારા માટે સમય હોય તો?
“અરે યાર તારા માટે જીવ આપી દઉં દોસ્ત તું વાત તો ખરો”

“ના મને એમ લાગ્યું કે કદાજ ઇન્દુ ભાભીનો સમય હું લઇ લઉં એ મને ના પોષાય”

“અલ્યા ભાઈ વર્ષ થયું, હવે એવો મોહ ના હોય, તું આવ સાંજે મળીયે,”
હું મારી યોજના મુજબ કેક ઓર્ડર કરી આવ્યો અને સુનીલ માટે કાંડા ઘડિયાળ લીધું, મને વિચાર આવ્યો કે આજ દિન સુધી મેં સુનીલને એક ગીફ્ટ પણ નથી આપી આમ તો અમારી વચ્ચે એવો કોઈ ફોર્માલીટીનો વ્યવહાર હતો નહી તો પણ આજે મને વિચાર આવ્યો. હું સાંજે સાત વાગ્યે પહોંચી ગયો, સુનીલ મારી રાહ જોઈને બેઠો હતો, સુનીલ ખુબ ઉદાસ હતો, હું પહોંચ્યો ત્યારે સુનીલ કુવા પાસે ઉભો ફોન પર વાત કરી રહ્યો હતો, ફોન પર વાત કરતા મને બેસવા ઈશારો કર્યો, ફોનમાં વાત પૂરી થતા જ,

“નીલે કેમ છો ભાઈ ? બહુ વ્યસ્ત થઇ ગયો લાગે છે,”

“ના બસ ચાલ્યા કરે, તું સંભળાવ, કશી નવાજુની?”

“ભાઈ અ નવાજુની શબ્દ હવે મને ઉકાળે છે”

“કેમ શું થયું?”
“અરે યાર આજે બાર મહિના થયા મારા લગ્નને, અને આ ગામના પંચાતીયાઓ રોજ પૂછે છે, કે સુનીલ હવે સારા સમાચાર ક્યારે આપીશ?”

“હા હવે તો પૂછવાના જ ને?”

“એ તકલીફ નથી, હવે તો ભાઈ અને ભાભી પણ મને રોજ પૂછે છે, શું કરવું કઈ સમજાતું નથી,”

“ભાઈ સુનીલ જે કંઈ પણ હોય ખુલ્લીને કહે, શું તકલીફ છે?”

“તકલીફ? તકલીફ જ તકલીફ છે નીલ? કોઈને કહેવા જેવી નથી,” સુનીલે મોટો નિસાસો નાખી રડતા રડતા કહ્યું, મેં સુનીલના ખભા પર હાથ મુક્ત પૂછ્યું,
“કેમ ? ઇન્દુભાભીને કોઈ પ્રોબ્લેમ છે?”

“ના, ઇન્દુને કોઈ પ્રોબ્લેમ નથી, મોટાભાઈ જીદ કરતા હતા ગઈ કાલે ખુબ સંભળાવ્યું અને મને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા લઇ ગયા,”

“તો? શું રીપોર્ટ આવ્યો?” મેં ઉત્સુક્તાવસ પૂછ્યું,”

“ભાઈ મારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે, હું ક્યારેય બાપ નહી બની શકું,”

“ઓહ નો, પણ મને એમ લાગે છે આપણે બીજી જગ્યાએ રીપોર્ટ કરાવવો જોઈએ, અને આજકાલ તો ટેકનોલોજી પણ કેટલી વિકશી ગઈ છે, કોઈ તો ઈલાજ હશે જ,”

“કોઈ ઈલાજ નથી નીલ, કોઈ ઈલાજ નથી, ડોક્ટરે ટેસ્ટ ટ્યુબ બેબી માટે સૂચવ્યુ પણ તેના માટે ઇન્દુ સહમત નથી,

“કેમ ?ઇન્દુભાભી કેમ સહમત નથી? સમજાવ એમને આજકાલ આ બધું નોર્મલ છે સુનીલ,”

“હા હું સમજુ છુ, હું તો બન્ને બાજુ સુડી વચ્ચે સોપારી થઇ ગયો, ભાઈ એમ કહે છે કે એક વારસદાર તો જોઈએ ને ? અને ઇન્દુ સહમત નથી, ભાઈ નો એક છોકરો તો છે, હવે શું જરૂર છે વારસદારની?” અને આ ગામવાળા તો આંગળી કર્યે રાખવાના, આજ નહી તો કાલ કોઈક ને ખબર પડશે તો કેવું લાગશે?”

“એવું કંઈ નથી, તું કાલે મારી સાથે આવજે આપણે બીજા ડોક્ટરને બતાવીએ શહેરના કોઈ મોટા ડોક્ટરને,”

“ના નીલ, હવે મારે ક્યાંય બતાવવા નથી જવું, ખોટા તાયફા નથી કરવા, પ્રોબ્લેમ છે તો છે, અને રીપોર્ટ એબનોર્મલ આવ્યો છે, તે ઉપરાંત આજે એક વર્ષ થયું કોઈ પરિણામ નથી, એટલે કોઈ ડોક્ટરને બતાવવાની મને જરૂર નથી લાગતી,

“સુનીલ હું આવતી કાલે ઓફીસના કામથી આગ્રા જઈ રહ્યો છું, તું કહે તો તારી પણ ટીકીટ કરાવી લઉં, બે ચાર દા’ડા ફરી આવીએ અને કોઈ સારા ડોક્ટરને બતાવતા પણ આવીએ,”

“હા યાર યુકેથી આવ્યો ત્યારથી ગધેડાની જેમ કામ કરું છું, થોડું મન હળવું થાય એ સારો આઈડિયા છે, તું ટીકીટ ના કરાવીસ આપણે મારી કાર લેતા જઈશું.”

“ઓકે, મતલબ આગ્રા તમે એકલા નહોતા આવ્યા તમારી સાથે સુનીલ પણ હતો, બરાબર?”
મિસ લીલીએ મારી સામે જોઇને પૂછ્યું.

“જી મેમ પણ મારી મજબુરી હતી, સુનીલે મને શૈલીને કહેવાની નાં પાડી હતી, પણ એ મારી મોટી ભૂલ હતી મારે શૈલીને કહી દેવું જોઈતું હતું કે સુનીલ મારી સાથે આગ્રા આવ્યો છે.”

“ઓકે પછી આગળ શું થયું નીલ? મિસ લીલીએ ઉત્સુક્તાવસ પૂછ્યું.

“બીજા દિવસે સાંજે મોટાભાઈને માંડ માંડ મનાવી હું અને સુનીલ આગ્રા તરફ રવાના થયા, હાઈવે પર ચડતાજ સુનીલે સ્ટેરીંગ મને સોંપી દીધું, કારનું સ્ટેરીંગ મારા હાથમાં આવતાજ સુનીલ મુડમાં આવી ગયો, ખુબ ખુશ થયો, અને ગીતો ગાવા લાગ્યો, જાણે પાંજરામાંથી બહાર નીકળ્યો હોય એવી અનુભૂતિ થવા લાગી, આજે લંડનમાં જોયેલા સુનીલ જેવો લાગતો હતો, અને આજે મને પણ મોકો મળી ગયો હતો, અને રસ્તા માં મેં પણ વાત છેડી,,,

“સુનીલ એક વાત પૂછું,, દોસ્ત,, જો તારા લગ્ન શૈલી સાથે થયા હોત તો ?”

“તો? શું થયું હોત ? જે ઇન્દુ સાથે થયું એ શૈલી સાથે થયું હોત, એક તો દુ:ખી થાવાનીજ હતી મારી સાથે, અને જે થવાનું હતું તે થયું એ આપના હાથની વાત તો નથી ને ?” આવું કહેતા સુનીલે સ્વીકારી લીધું હતું એવું લાગ્યું મને શૈલી માટે મરણીયો થવા વાળો સુનીલ આજે વસ્તીકતા સ્વીકારવા તૈયાર હતો. થોડી વાર શાંત રહ્યા પછી મેં ફરી કહ્યું,

“સુનીલ શૈલી આજે પણ તને યાદ કરતી હશે કેમ?”

“શું ફરક પડે છે ? “

“સુનીલ આજે પણ મારી માં મારા માટે છોકરી જોવે છે, કેટલી છોકરીઓ ના માં બાપ ના ફોન આવે છે મારા માટે,”

“તો કેમ સમજતો નથી સાલા, સારી જોબ મળી ગઈ જિંદગી ની બીજી તલાસ પણ ખત્મ થાય કોઈ સારું પાત્ર જોઈને ગોઠવી નાખ ભાઈ, પછી ઉમર વિતતી જશે અને જોઈએ એવું પાત્ર નહી મળે”

“ભાઈ જોઈએ એવું પાત્ર તને પણ ક્યાં મળ્યું ?”

“તો તને કેવું પાત્ર જોઈએ કોઈ સેટિંગ નથી ને નીલ્યા?”
“મને શૈલી જેવું પાત્ર જોઈએ સુનીલ ?”

“શૈલી જેવું ? કેમ ?”

સુનીલના સવાલમાં તીવ્રતા હતી, આક્રોશ હતો, પણ મેં મનોમન નક્કી કરી લીધું હતું જે થવું હોય તે થાય પણ આજે સુનીલને દિલની વાત જણાવવી જ છે, હું આમને આમ કેટલી એક્ટિંગ કરતો રહીશ ? અને ખુદને ઉકાળતો રહીશ, અને સુનીલને જે વિચારવું હોય તે વિચારે, એમ મન મક્કમ કરી અને મેં બોલવાનું શરુ કર્યું,

ક્રમશ: આવતા ગુરુવારે.

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com