My Dream Reality - 4 in Gujarati Adventure Stories by અવિચલ પંચાલ books and stories PDF | મારા સપનાં ની હકીકત - ૪ (કર્મયુદ્ધ)

Featured Books
Categories
Share

મારા સપનાં ની હકીકત - ૪ (કર્મયુદ્ધ)


આ આગળ દ્રાર એક સૈનિકો ની વિશાલ સેના ઊભી હતી.તેના સૈનિકો મને જોઈને મારી તરફ તેમના શસ્ત્રો ફેંકવા લાગ્યા એટલે મને તેમના પર ખૂબ જ ગુસ્સો આવ્યો. હું તરત પૂર્ણભદ્ર બની ગયો.

મારા એક હાથ માં ત્રિશૂળ અને બીજા હાથ માં ગદા લઇ ને આકાશ માં જેમ વીજળી ગર્જના તેમ બુમો પાડી ને તે સૈનિકોને મારવા લાગ્યો. જાણે કે મૃત્યુ નું તાંડવ કરતો હોય તેમ.

બીજી તરફ અર્ચના, સેરાહ, રિધ્ધી, રામેશ્વરી વગેરે મહેલ માં થી મને તે સૈનિકો ને મારતા જોઈ રહ્યા હતા ત્યારે રાજા વિશ્વર આવ્યા અને તે બધા ના ચિંતા માં હતા તે જોઈ રાજા બોલ્યા કે કોઈ એ પણ ચિંતા કરવાની જરૂર નથી. તેમના મહેલ ના મુખ્ય રક્ષકો કોઈ ને પણ મહેલ માં પ્રવેશ નહીં કરવા દે.

આ બાજુ મેં મોટા ભાગના સૈનિકો ના જીવન નો અંત કરી દીધો.ચારે બાજુ સૈનિકો ના શબ હતા જેમ કે વિરભદ્ર એ દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ માં તબાહી મચાવી હતી તેમ.

હવે હું કિલ્લા નો દરવાજો ખોલી નાખ્યા પછી અંદર આવ્યો ત્યારે જ રિધ્ધી ની પ્રસવપીડા શરૂ થઈ.

હું મહેલ માં પ્રવેશ કરું તે પહેલાં જ ત્રણ સ્રી વિરંગના ઓ એ મારો રસ્તો રોકી લીધો. મેં તેમની સામે જોયું તો એક તરફ સેરાહ હતી અને બીજી તરફ નેમિશીસ જ્યારે વચ્ચે અર્ચના હતી.

મેં અર્ચના ને સંબોધી ને મારા રસ્તા પર થી હટી જવા માટે કહ્યું પણ ત્યારે અર્ચના બોલી કે તે મારી મોટી બહેન છે તેથી મારી અને મારી પત્ની ની રક્ષા કરવી એ તેનું પરમ કર્તવ્ય છે એટલે હું પીછેહઠ નહીં કરું.

એટલે મેં પણ ત્રણેય ને કહ્યું હું પણ એક પુરુષ છું એટલે મારી પત્ની અને મારા બાળકો નું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. એટલે જો મારે મારી બહેન સાથે યુદ્ધ કરવાનું થશે તો પણ હું યુદ્ધ કરીશ.

મારી વાત સાંભળી ને અર્ચના એ સેરાહ અને નેમિશીસ ને પાછા જવા માટે કહ્યું એટલે નેમિશીસ ત્યાં થી અદ્રશ્ય થઈ ગઈ અને સેરાહ ફરી થી ટ્વિનકલ બની ગઈ અને રિધ્ધી પાસે જતી રહી.

અને અર્ચના Amazing Girl બની ગઈ એટલે હું પણ Rhodium Man બની ગયો. પછી મારી અને અર્ચના વચ્ચે લડાઈ શરૂ થઈ.

અમારી લડાઈ થી આખું વરુણવન ધ્રુજી ઉઠ્યું.ભયકર અવાજો થી આખું આકાશ ગરજવા લાગ્યું.બધા ને આકાશ બે પ્રકાશ ના ગોળા દેખાતા હતા. તે પ્રકાશ ના ગોળા એકબીજા સાથે અથડાઈ ને છુટા પડતા અને ફરી અથડાતાં હતા.તે ગોળા હું અને મારી બહેન હતા અમે એકબીજા સાથે બાથ ભીડતાં અને એકબીજા ને દૂર ફેંકી દેતા.આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે અમારા બંને ના શરીર માં થી લોહી વહેવા લાગ્યુ.

પણ આટલી મોટી લડાઈ પછી પણ અર્ચના કે હું હાર માનવા માટે તૈયાર ન હતાં તેથી મેં વિચાર્યું હવે આ લડાઈ નો ઝડપથી અંત લાવી દેવો જોઈએ.

એટલે હું Rhodium Man માં થી પાછો આર્યવર્ધન બની ગયો એટલે Amazing Girl પણ ફરી થી અર્ચના બની ગઈ.

એક તરફ મારી અને અર્ચના વચ્ચે લડાઈ ચાલતી હતી ત્યારે બીજી તરફ મહેલ રિધ્ધી ની પ્રસવ પીડા વધી રહી હતી. જયારે મારી અને અર્ચના ની એક લડાઈ પૂર્ણ થઈ ત્યારે રાજા વિશ્વરે લડાઈ જોઈ ને તેમની પાસે ઉભી રહેલી ઝોયા ને કહ્યું છેવટે આ લડાઈ નો અંત આવ્યો. આટલી હદે ભયાનક લડાઈ તેમણે ક્યારેય જોઈ નથી અને ફરી થી જોવા માંગતા પણ નથી.

ત્યારે ઝોયા એ રાજા વિશ્વર ને જણાવ્યું કે યુદ્ધ થયું જ નથી જે થયુ એ તો ફક્ત એક મારામારી થઈ હતી યુદ્ધ હજી હવે શરૂ થશે. આ સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયા.

મેં હાથ માં ધનુષ્ય અને તીર લઈ એક આકાશ તરફ છોડ્યું પછી અમારી લડાઈ શરૂ થઈ અમારા આ યુદ્ધ માં મેં અને અર્ચના એ અગણ્યસ્ત્ર,વરુણાસ્ત્ર ,પવાનાસ્ત્ર થી માંડી ને બ્રાહ્મસ્ત્ર, નારાયાણાસ્ત્ર સુધી ના અસ્ત્રો નો પ્રયોગ કરી લીધો પણ બંને કોઈ પણ હાર માનવા માટે તૈયાર ન હતું.

એટલે હવે છેલ્લી ઘડી મેં અર્ચના ને હાર માનવા માટે ચેતવણી આપી પણ તેણે ના પાડી દીધી અને તેણે આદ્યશક્તિ પૂર્ણ શક્તિ યાદ કર્યા એટલે તેનું રુપ બદલાઈ ગયું.

એક ક્ષણ પછી મેં જોયું તો અર્ચના દેવી પાર્વતી ના રૂપ માં મારી સામે હતી અને તેની પાછળ આદ્યશક્તિ નું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું.

એટલે મારી પાસે તેનો સામનો કર્યા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો એટલે પાંચ પ્રકારની મુક્તિ માં ની એક સારૂપય મુક્તિ નું આહ્વાન કર્યું જેથી મને શ્રીહરિ વિષ્ણુ નું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરવા મળ્યું.

પછી ભગવાન વિષ્ણુ ને યાદ કર્યા એટલે તે તેમના વિશ્વરૂપે પ્રગટ થયા. આ યુદ્ધ ની ભયાનકતા નો અંદાજ એ વાત પર લગાવી શકાય કે એક તરફ પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ નું વિશ્વરૂપ અને બીજી તરફ આદ્યશક્તિ નું રૌદ્ર સ્વરૂપ.

(નોંધઃ આ વાર્તા એક ભાઈ અને બહેન વચ્ચે ના યુદ્ધ ની છે.તેથી જ આ યુદ્ધ માં ભગવાન પણ ભાઈ-બહેન ના રૂપે લડે છે.બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે આદ્યશક્તિ મા પાર્વતી ભગવાન વિષ્ણુ ની નાની બહેન છે.)

આદ્યશક્તિ એ તેમનું ત્રિશૂળ છોડ્યું અને શ્રીહરિ વિષ્ણુ એ સુદર્શન ચક્ર છોડ્યું પછી આ બંને અસ્ત્રો વચ્ચે ભયંકર ટક્કર થઈ પણ થોડી વાર પછી બધું જ ત્યાં થી અદ્રશ્ય થઇ ગયું.આદ્યશક્તિ નું રૌદ્ર સ્વરૂપ, વિષ્ણુ નું વિશ્વરૂપ પણ અદ્રશ્ય થઈ ગયું એટલે હું અને અર્ચના યુદ્ધ પરિણામ શું આવ્યું છે સમજી ગયા.

એટલા માં જ સેરાહ મને અને અર્ચના ને બોલવા માટે આવી અને કહ્યું કે રિધ્ધી અમને બંને ને બોલાવે છે.તરત જ હું અને અર્ચના ઝડપથી રિધ્ધી પાસે ગયા ને જોયું તો રિધ્ધી એ એક છોકરી અને છોકરો એમ જુડવા બાળકોને ને જન્મ આપ્યો હતો.

એટલે હવે કોઈ ના પણ જીવન નું જોખમ ન હતું.મેં તરત બાળકી ને મારા હાથ માં લીધી અને અર્ચના એ મારા દીકરા ને તેના હાથમાં લીધો. મેં મારી બાળકી ને આર્યરિધ્ધી નું નામ આપ્યું અને અર્ચના એ મારા દીકરા ને વિરવર્ધન નામ આપ્યું.

મારી સાથે અને આસપાસ ઉભા રહેલા બધા લોકો ની આંખો માં આશુ હતા પણ તે બધા ખૂશ કે છેવટે મારી અને અર્ચના ની લડાઈ પૂર્ણ થઈ ગઈ.

પછી હું મારી દીકરી ને સેરાહ ના હાથ માં આપી ને રિધ્ધી પાસે આવી ને બેઠો.રિધ્ધી ખૂશ હતી તેણે મારી આંખો માં જોયું અને મારે તેને શું કહેવુ છે એ સમજી ગઈ.

પછી મેં અર્ચના ની સામે જોઈ ને કહ્યું કે હું તારા જેવી બહેન મેળવી ને ગર્વ અનુભવી રહ્યો છું. હવે મારો બીજો જન્મ તારા દીકરા તરીકે થશે. એટલું કહી ને હું અને રિધ્ધી એકબીજા ને ભેટી પડ્યા પછી તરત હું અને રિધ્ધી ત્યાં થી એક પ્રકાશપુંજ બની ને અદ્રશ્ય થઇ ગયા કારણ કે મેં સારૂપય મુક્તિ ને યાદ કરી તે જ ક્ષણે મારું અને રિધ્ધી નું જીવન પૂર્ણ થઈ મુક્તિ મળવાનું ચોક્કસ થઈ ગયું અને અમે ભગવાન વિષ્ણુ અને દેવી મહાલક્ષ્મી માં સમાઈ ગયા

એટલે જેવો હું અને રિધ્ધી ત્યાં થી અદ્રશ્ય થયાં કે તરત જ મારૂં મગજ ફરીથી પાછું જે હાઇબરનેશન પૉડ માં મારૂ શરીર હતું ત્યાં આવી ગયું એટલે હું તરત જાગી ગયો અને સત્યજિત ને બુમ પાડી અને મારી સામે જોયું તો મારી સામે અર્ચના,સેરાહ, ઝોયા, નેમિશીસ મારા બાળકો ઉભો હતા.

એ બધા ને જોઈ ને મને લાગ્યું કે કાંઈક ખરાબી મશીન માં આવી ગઈ છે પણ અચાનક સત્યજિત ત્યાં આવ્યો એટલે મેં તેને બોલવા નો પ્રયત્ન કર્યો પણ હું બોલી ના શક્યો.

એટલે અર્ચના મને કહેવા લાગી કે આ બધું જે કંઇ થયું તે મારી એક પરીક્ષા હતી. હું તે પરીક્ષામાં સફળ થયો છું મેં ધર્મ નું પાલન કરીને યુદ્ધ કર્યું છે. એટલે હું ભગવદ્ગીતા નો રાજકુમાર અને શ્રીકૃષ્ણ નો અર્જુન છું.

પછી મારી આંખો ખુલી ગઈ અને આસપાસ જોયું તો હું મારી હોસ્ટેલ માં હતો વધુ પાકી ખાત્રી કરવા માટે મેં કેલેન્ડર માં જોયું તો તારીખ 22 ડિસેમ્બર 2012 ની હતી અને ઘળીયાળ સવાર ના ૫:૩૦ સમય બતાવતું હતું એટલે હું જાગી ગયો. આ સવાર નો સૂર્ય મારા જીવનમાં એક નવું અજવાળું લઈને આવવાનો હતો.

(સમાપ્ત)

મિત્રો જો તમારે આ યુદ્ધ કોઈ એક પક્ષ તરફ ભાગ લેવાનો હોય તો તમે કોનો પક્ષ લેશો?

આ વાર્તા મારી અત્યાર સુધી ની સૌથી વધારે શ્રેષ્ઠ વાર્તા છે. આ વાર્તા ના તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.આ વાર્તા અંગે ના તમારા સૂચનો 8238869544 નંબર પર આપી શકો છો.