The Author Maylu Follow Current Read તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૨ By Maylu Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books રાય કરણ ઘેલો - ભાગ 7 ૭ થોડો પૂર્વ ઈતિહાસ આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ... ફરે તે ફરફરે - 58 ફરે તે ફરફરે - ૫૮ પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ... ભાગવત રહસ્ય - 158 ભાગવત રહસ્ય-૧૫૮ એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય... નિતુ - પ્રકરણ 68 નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી... ઉર્મિલા - ભાગ 10 દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Maylu in Gujarati Motivational Stories Total Episodes : 4 Share તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૨ (19) 1.5k 3.5k 3 આગળ આપણે જોયું કે યુગથી બીજા દિવસે કોલેજમાં રજા પડી જાય છે અને એના પછીના દિવસે સવારે બસમાં સવાર થઈ કોલેજ જવા નિકળે છે અને બીજા ગામથી લોપા , નિસું અને આસ્કા બસમાં ચડે છે અને આસ્કા કહે છે : " કેમ હિરો કાલે નતો આવ્યો એક જ દિવસમાં થાકી ગયો ?? " ..એમ કહી હસવા લાગે છે... યુગ અને આસ્કા એક સીટ પર બેસી જાય છે અને લોપા અને નિસું અલગ સીટ પર .. આસ્કા યુગ ને કહે છે કે "તારે ફોન રાખવો જોઈએ." પણ ત્યાં જ યુગ બોલી ઉઠે છે કે "મારે તમારા જેમ ઈઅરફોન માં સોન્ગ નથી સાંભળવા" ..હા હા ... આસ્કા કહે " કેમ ભાઈ માત્ર સોન્ગ સાંભળવા જ ફોન લેવાનો હોય એવું છે ...અરે આજકાલ ઈન્ટરનેટના માધ્યમથી તને સ્ટડી માં પણ હેલ્પ થઈ શકે છે... આજકાલ બધું ઓનલાઇન થઈ ગયું છે ... જમાના સાથે બદલાવ લાવવો જરૂરી છે આપણી લાઈફમાં પણ.." યુગ કહે "આસ્કા યુ આર રાઇટ...બટ મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે સારો એન્ડ્રોઇડ ફોન લાવી શકાય એમ નથી ...પણ હું મારી પોકેટમની બચાવીને ફોન લાવીસ પણ ઘરે જીદ નઈ કરું .." આસ્કા કહે છે " યુગ સાચું કહું તો તારા ચહેરા પર થી જ તું સમજદાર લાગે છે અને જવાબદારી ને નિભાવી શકે એમ છે આ ઉંમરે પણ ... બાકી આજકાલ ના છોકરાઓ તો કોલેજમાં કેમ આવે છે એ એમણે જ નથી ખબર...બસ દંભ દેખાડા સારા સારા કપડાં પહેરવાં , સારા સારા મોબાઇલ વાપરવા અને પોતાની ઈમ્પપ્રેશન પાડયા કરવી ... સ્ટડી તો સાઈટ પર રહ્યું... અને આ ફોનમાં ગેમો રમવી ને માત્ર ફાલતુ વાતો અને ફાલતું વિડિયો જોયા કરવાના...પણ સાચું કહું તો આ યુવાન વયે જો યોગ્ય મિત્રો ના મળે તો કેરિયર તો ન બને પણ લાઈફ માં પણ સારી રીતે ન જીવી શકાય".."ઓહ એમ !! વાહ મેડમ ...સરસ જ્ઞાન આપ્યું..." આમ બોલીને યુગ અને આસ્કા હસી પડે છે ...આસ્કા : અરે યુગ તારો બથૅ ડે તો કે અમને .. યુગ : કેમ તમારે જાણીને શું કામ ?? એમ પણ હું પાટીૅ નથ આપવાનો ... આસ્કા : સારું ...નથ જોતી પાટીૅ સાહેબજી પણ કહેશો તો શું લુંટાઈ જવાનું છે ?? યુગ : સારું હવે...કઉ...એકઝેટ ૩૦ દિવસ પછી...આસ્કા : ઓહો , આભાર ...હો તમારો સાહેબ...આમ વાતો કરતા કરતા શહેર આવી ગયું ... લોપા અને યુગ કોલેજ સુધી સાથે ચાલતા ચાલતા કોલેજ ની વાતો કરતા જાય છે... કોલેજમાં ગેટમાં અંદર પ્રવેશતાં ની સાથે એક છોકરો લોપાની નજીક આવીને આંસુ થી ભરાયેલી આંખો સાથે લોપા ને કહે છે " લોપુ પ્લીઝ સમજ યાર ... મારાથી નથી સહન થતું હવે તો મને અનબ્લોક કર.."લોપા ગુસ્સે થઈ ને જવાબ આપે છે " ધ્રુવ તમે અહીંયા થી જાવ પ્લીઝ...મારે કોઈ વાત નથી કરવી" ... ધ્રુવ ત્યાં થી ચાલ્યો જાય છે ...આ બધું શું થઇ રહ્યું છે યુગ ને કાંઈ સમજમાં આવતું નથી... યુગ અને લોપા પણ ત્યાં થી ચાલવા લાગે છે ... યુગ કંઈ પણ પુછે એ પહેલાં જ લોપા કહે છે કે " જો યુગ આ વિશે તું કઈ જ ના પુછીશ.. હું મારું past કોઈ ને કહેવા માંગતી નથી અને એ મારા સુધી જ સિમિત રહેશે..." યુગ : સારું ...પણ ઓકે ચાલ જવા દે તને હમણાં કઈ નહિ સમજાય... લોપા : ઓ યુગ તું મને ના શીખવાડીશ..તારા જીવનમાં આવો કોઈ અનુભવ થશે ને અમારા જેવો ત્યારે તું પણ મારા જેવું જ કરીશ...કારણ આપણે ભલે કોલેજમાં એકસાથે ભણતા હોઈએ પરંતુ બહાર ની દુનિયા માં સમાજ નામની અને નાત જાતની રીતિ નિતિનું પ્રમાણ વધારે છે... લોકોને પોતાના દિકરા દિકરીઓ ખુશ રહે એના કરતાં પોતાનું માન જળવાય રહે સમાજમાં અને નાતમાં એ વાત નું વધારે ઈમ્પોટૅન્ટસ છે ... પરિણામે આપણા માં બાપ સામે પણ આપણે આપણી જાતનું બલિદાન આપવું પડે છે ... અને આ બધું વર્ષો થી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે . કશું બદલાવાનું નથી..યુગ કાંઈ પણ બોલ્યા વગર માત્ર સાંભળ્યા કરે છે...પછી લોપા અને યુગ પોતપોતાના ક્લાસમાં જતા રહે છે...પણ એક લેક્ચર ભયૉ બાદ યુગ નું મન લોપા એ કહેલી વાત વિશે જ વિચારતું હોય છે...યુગ ક્લાસ માં થી એક લેક્ચર ભરીને નીકળી જાય છે અને સીધો કોલેજ ગેટની બહાર ઘરે જવા નીકળી જાય છે પરંતુ ગેટ બહાર નીકળતા જ ફાસ્ટ ફુડ ની હોટલ પાસે આવેલ પાન ની દુકાન પાસે ધ્રુવ ને સિગારેટ ખરીદતા જોવે છે ... ધ્રુવ ત્યાંથી સિગારેટ અને વેફર નું પડીકું લઈને નજીક માં આવેલા બગીચામાં જાય છે... યુગ પણ ધ્રુવ ની પાછળ પાછળ જાય છે...સવારના દસ વાગ્યા ની આસપાસ નો એ ટાઈમ... અને યુગ ઝાડ પાછળ સંતાઈને ધ્રુવ ને જોવા લાગે છે... ધ્રુવ સિગારેટ જલાવે છે અને ફોનમાં જોવે છે અને રડતો રડતો સિગારેટ પીવા લાગે છે ...દસેક મિનિટ પછી વેફર નું પેકેટ તોડે છે અને રડતો રડતો ખાતો જાય છે અને ડુસકા ભરતો જાય છે ...આ બધું જોઇને યુગ લાગણી અનુભવે છે એના મનમાં અગણિત વિચારો આવવા લાગે છે .. પરંતુ તરત જ યુગ પ્રભુને પ્રાર્થના કરી હિંમત કરી ધ્રુવ પાસે જઈ એની સાથે બાંકડા પર બેસી જાય છે... ધ્રુવ એના તરફ જોવે છે અને આંખો સાફ કરી સિગારેટ પીવા લાગે છે ...તરત જ ધ્રુવ થોડોક સ્વસ્થ થાય છે અને યુગ ની સામે જોવે છે ... યુગ કહે છે " માય ડિઅર ફ્રેન્ડ કેમ છે ?? આજે સવારે જ મળ્યા તા આપણે"... ધ્રુવ ને કંઈક અજુગતું લાગ્યું અને યુગ સામે જોઈ રહ્યો... યુગ : અરે ભાઈ ! આજે સવારે લોપા સાથે હતો હું... ધ્રુવ : હા ! યાદ છે મને ...પણ તું અહીંયા કેમ આવ્યો છે ?? યુગ : અરે ભાઈ ... મેં આજ સુધી સિગારેટ પીધી નથી તો થયું કે લાવ ટેસ્ટ કરું ... અને તે જ્યારે સિગારેટ ખરીદી તો થયું કે આ ભાઈ મને ફ્રી માં આપશે... અને આવી ગયો તારા પાછળ... ધ્રુવ : સિગારેટ નું પેકેટ બતાવતા જો આ શું દોયુૅં છે તે ... સિગારેટ પીવે તો ફેફસાં ખલાસ થઈ જાય.. યુગ : એમ ! તો ભાઈ તું આટલો સમજદાર છે તો તું શું કામ પીવે છે ?? ધ્રુવ રડવા લાગે છે ... યુગ ધ્રુવ ની પીઠ પાછળ હાથ ફેરવતાં ફેરવતાં બોલે છે અરે ધ્રુવ આપણે તો ભગવાન ના દિકરા આમ કંઈ તુટી ના પડીએ... ધ્રુવ આવું સાંભળતા જ યુગ ને ગળે વળગીને ખુબ રડવા લાગે છે અને રડે જ જાય છે ...યુગ : ઓકે ચાલ ધ્રુવ હવે રડી લીધું ને હવે કંઈક બોલે તો રસ્તો થાય... ધ્રુવ સ્વસ્થ થઈને બોલે છે ..."મારે લોપા ને મારી લાઈફ માં ફરી લાવવી છે...અમે બવ ખુશ હતા સાથે.... પણ.... લોપા ના ઘરે થી લગ્ન માટે ના પાડે છે કારણકે અમે બંને બીજી જ્ઞાતિના છે "... યુગ : ભાઈ જો સાંભળ આપણે સમાજમાં રહીએ છીએ અને એનાથી આપણે ભાગી શકીએ એમ છે નહીં... ધ્રુવ : ભાઈ હું પણ એમ જ કહું છું લોપા ને પણ એ તો બસ હાર માનવા રેડી થઈ ગઈ છે... મને કાંઈ સમજાતું નથી હું શું કરું એ ... પ્લીઝ હેલ્પ મી...બધા જ મને એમ કહે છે ભુલી જા ... લાઈફ માં છોકરીઓ તો આવે ને જાય... મારા ફેમિલી વાળા પણ....હવે આવા લોકો સામે હું કંઈ રીતે લડી શકું તે પણ એકલા ....લોપા નો સાથ હોય તો આગળ બોલી શકાય... પરંતુ એ મેડમ નું ય એ જ રટણ છે ...બસ મને ભુલી જાવ... પ્રેમની વાત તો સાઈટ પર જ રહી ગઈ...બસ એને મને એટલે જ મોબાઇલ માંથી બ્લોક કર્યો છે...કે આપણે જેટલા એકબીજાથી દુર રહીશું એટલા જ સારા... યુગ : એમ વાત છે .. લોપા દુનિયાની રીતિ નિતી માં ફસાઈ ગઈ છે અને સત્યને સ્વીકારવા તૈયાર નથી ...દુનિયાનો સામનો કરવાની વાત તો દૂર રહી..! પણ ધ્રુવ તું ટેન્શન લે નહીં...જો તમારા બે વચ્ચેનો પ્રેમ સાચો છે તો આજ થી આ યુગ તારા સાથે ...ભાઈ તારી ને મારી યારી બાકી ભાળ માં ગઈ દુનિયાદારી....એમ કહી યુગ ધ્રુવ નો હાથ પકડે છે... ધ્રુવ : ભાઈ ! ભલે આજે આપણે પહેલી વાર મળ્યા હોઈશું પરંતુ મને ખુબ જ શાંતિ થઈ...બવ જ સારું લાગ્યું...અરે તારું નામ તો કે ?? ભલે તું ઉંમર માં મારા કરતાં નાનો છે પણ ખુબ જ સારો અને સમજદાર છે ... આજે મને પરમાત્માને થેંક્યું કહેવાનું મન થાય છે કે તારા જેવો મિત્ર મને આપ્યો.... યુગ : ચાલો સરસ... પરમાત્મા યાદ આવ્યાં તો ખરા...બાય ધ વે મારું નામ યુગ છે... ધ્રુવ : યુગ તું ક્યાં રહે છે ??? લોપા ને કેવી રીતે ઓળખે ?? અને નિસા અને આસ્કા ને પણ ઓળખે છે ?? યુગ : હા એ ત્રણેય ને ઓળખું છું ...એમના ગામથી આગળ ના ગામમાં જ રહું છું... ધ્રુવ : આસ્કા અને નિસા એ પણ મને બ્લોક કર્યો છે... યુગ : એમ ! એ તો દોસ્તી નિભાવતા હશે... ધ્રુવ હવે તું બહુ વિચાર નહીં ...એ બધું હવે મને વિચારવા દે...કેવી રીતે સેટલ થશે તે ... ધ્રુવ : હાશ ...કોક તો આવ્યું મને સાથ આપવા...ભાઈ યુગ આજ થી આ સિગારેટ પીવા ની કોઈ જરૂર નથી હવે મારા પાસે મારો મિત્ર યુગ છે...એમ કહી સિગારેટ નું પેકેટ કચરાપેટીમાં ફેંકી દે છે... અને કહે છે .... " ભાઈ તારે કોલેજમાં લેક્ચર અને લેબ ભરવાનાં હશે...ચાલ તને મુકી જઉ..." યુગ : હા ...ચાલ...એમ કહી બંને બગીચામાંથી બહાર નીકળે છે.... બહાર નીકળતા જ યુગ કહે છે ... " ધ્રુવ હું કોલેજ જતો રહીશ...પણ તું ક્યાં જઈશ ??" ધ્રુવ : હું ઘરે જઈશ... મારું ઘર અહીં નજીક માં જ છે.... યુગ : તારું ડિપ્લોમાં પતી ગયું ?? ધ્રુવ : હા પુરું થઈ ગયું ..પણ જોબ નથી મળતી...એ જ શોધું છું...પણ કોમ્પ્યુટર ટ્રેંડમાં ક્યાં જોબ મળે છે ... અને લોપા વગર અધુરપ લાગે છે કે આ બધું શું કામનું જ્યારે અમે બંને એ સાથે જોયેલા સપના સાકાર નથ થવાના... યુગ : અરે ધ્રુવ એવું કાંઈ વિચાર નહીં ... આપણે આવતીકાલે અહીંયા સદેહે હોઈશું કે નહીં એની પણ ગેરંટી નથી ...તો આવું બધું વિચારીને શું કરીશ?? ક્રમશઃ ‹ Previous Chapterતારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? › Next Chapter તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૩ Download Our App