The first half - 5 in Gujarati Fiction Stories by Virajgiri Gosai books and stories PDF | ધ ફર્સ્ટ હાફ - 5

Featured Books
Categories
Share

ધ ફર્સ્ટ હાફ - 5

નોકરીએ અમારી “દરરોજ” એકધારી અથવા કહી શકાય કે “ટીપીકલ” કરી નાખી હતી. દરરોજની જેમ જ સવારે અમે દોડીને બસ પકડી. ઓફિસે પહોંચીને આશરે નવ વાગ્યે હું મારા ડેસ્ક પર ચા પી રહ્યો હતો અને સાથે મેઈલ બોક્સ ખોલીને બેઠો હતો, ફક્ત બીજાને બતાવવા માટે. વાસ્તવમાં હું ઈન્ટરનેટ પર ફિલ્મ ડાઈરેક્સન માટેની પદ્ધતિઓ શીખી રહ્યો હતો. એવામાં એક મેઇલ આવ્યો જે કંપનીના એન્વાયમેન્ટ ડીપાર્ટમેન્ટનો હતો. તેઓ વિશ્વ પર્યાવરણ દિવસ પર એક કાર્યક્રમ કરી રહ્યા હતા જેમાં વિવિધ સ્પર્ધાઓ અને બીજી ઘણી એક્ટીવીટી રાખવામાં આવી હતી. આખો મેઈલ વાંચ્યા પછી મેં મારું રોજનું કામ શરુ કર્યું ત્યાં જ અમારા સેફટી ડીપાર્ટમેન્ટના હેડ રાજીવ મેહતા મારી ડેસ્ક પર આવ્યા.

“ગૂડ મોર્નિંગ ઋષિ”

“વેરી ગૂડ મોર્નિંગ સર” હું ઉભો થયો અને હેન્ડશેક કર્યો.

“શું ચાલે છે? અને શું કરે છે તું” તેમણે પૂછ્યું.

“કઈ ખાસ નહિ સર, રોજના રીપોર્ટસ”

“ચલ તું કાઈ ખાસ કામ નથી કરી રહ્યો એટલે હું તને એક ખાસ કામ આપું છું. કરીશ ને?”

“અરે, ચોક્કસ સર. કહો શું કામ છે?”

“આ જો” તેઓએ મારા કોમ્પ્યુટરમાં મેઈલબોક્ષમાં નો આજનો મેઈલ મને ખોલીને આપ્યો અને બોલ્યા, “આમાં ભાગ લે”

“આમાં?” મેં પૂછ્યું, “આઈ મીન, આમાંથી કઈ?”

“કોઈ પણ”

“ઓકે સર. એકવાર હું જોઈ લઉં પછી કહું”

“હા જોઈ લે. અને કાઈ હેલ્પ લાગે તો કેજે”

“થેન્ક્સ સર અને તમે એન્ટ્રી મોકલવાના છો કે નહિ?”

“હા હું પણ મોલ્કવાનો છું. પોએટ્રી નો પ્લાન છે ફિલહાલ તો” તે બોલ્યા.

“સારું સર, આઈ વિલ ટ્રાઈ માઈ બેસ્ટ” મેં કહ્યું. તેઓ તેની કેબીનમાં જતા રહ્યા.

“હાઈ ઋષિ” મારી પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું તો તે પ્રિતી મેડમ હતા. તેઓ કોન્ટ્રાકટસ ડીપાર્ટમેન્ટ માં કામ કરતા હતા. અમારા ડીપાર્ટમેન્ટમાં હું કોન્ટેક્ટ પર્સન હોવાથી દરરોજ એકવાર ઓછામાં ઓછુ તેને મારું કામ પડતું એટલે તેઓ એકવાર મારા ડેસ્ક પર આવતા જ. તેઓ આબુ ટ્રીપ પર ગયા હતા અને આજે જ ઓફિસમાં આવ્યા હતા રજાઓ પછી.

“ગૂડ મોર્નિંગ મેડમ. કેવી રહી તમારી ટ્રીપ?” મેં પૂછ્યું.

“ફેન્ટાસ્ટીક. જઈ આવજે એકવાર. મસ્ત જગ્યા છે”

“હા. જવું તો છે જ. બાય ધ વે, બેસો” મેં કહ્યું અને બેસવાનો આગ્રહ કર્યો.

“તું કાઈ ઈમ્પોર્ટન્ટ કામ કરે છે? નહિ તો ચાલ મારા ડેસ્ક પર, મારે કઈક બતાવવું છે”

“ટ્રીપ ફોટોસ?” મેં કહ્યું.

“યેપ્પ્પ” અમે તેણીના ડેસ્ક પર ગયા અને તેના ટ્રીપ ફોટો જોયા. ફરવા માટે ખરેખર સારું સ્થળ હતું તે.

***

સાંજે બાલ્કનીમાં બેસીને સતત વિચારી રહ્યો હતો કે શું લખું? કેવી રીતે લખું? ક્યાં ટોપિક પર લખું? જંગલોના કાપ પર લખું? આશરે એકાદ કલાક સુધી વિચાર્યું પરંતુ કઈ જ ના લખી શક્યો.

“શું બોસ, શું ચાલે છે? અહિયાં બાલ્કનીમાં શું કરે છે?” ઓમે આવીને મને પૂછ્યું.

“સોંદર્યદર્શન” પાછળથી જય આવીને બોલ્યો અને મારા મોં ની ગાળ ખાધી.

“ના લા, આ કઈક કોમ્પીટીસન છે એન્વાયમેન્ટ ડે ના દિવસે. તો કઈક પોએમ બોએમ લખવાની ટ્રાઈ કરું છું પણ કાઈ મેળ નથી પડતો” મેં ઓમને કહ્યું.

“ગૂડ ગૂડ. હું પણ કરું છું કઈક” ઓમ બોલ્યો અને રૂમ માં ચાલ્યો ગયો. હું પણ મારા રૂમ માં ચાલ્યો ગયો. હું બેડ પર બેઠો અને મારી પાસે રહેલા કાગળ ટેબલ પર મુક્યા. થોડીવાર પછી ફરી હાથમાં લીધા, થોડું વિચાર્યું અને ફરી ટેબલ પર મૂકી દીધા. મને કોઈ આઈડીયા ન’હતો આવી રહ્યો. કઈક લખતો, કાગળ ફેંકતો અને ફરી આવું કરતો. થોડા સમય પછી અને થોડા પ્રયત્નો પછી મેં નીચે જોયું તો મને ખબર પડી કે હું પર્યાવરણ પર કવિતા લખવા બેઠો હતો અને મેં ખુદ જ કેટલા કાગળ બગાડી નાખ્યા હતા. મેં સમય ચેક કર્યો અને ઓમને જમવા માટે બોલાવવા ગયો ત્યારે રાત્રીના નવ વાગ્યા હતા. ઓમ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે હું તેને કહેવા માંગતો હતો કે તેને રૂમની લાઈટ કેમ બંધ નથી કરી, પંખો પણ ચાલુ રાખેલો હતો પરંતુ મેં જયારે મારા રૂમ તરફ જોયું ત્યારે મને ભાન થયું કે મેં પણ મારા રૂમની લાઈટ અને પંખો ચાલુ જ રાખ્યો હતો. મને તરત જ ટ્યુબલાઈટ થઇ કે આ સારો ટોપિક છે કવિતા લખવા માટે, જો આપણે પોતાની જ ભૂલ સ્વીકારી લઈએ તો? બીજાની ભૂલોને મૂક પડતી અને આપણાંથી જ શરૂઆત કરીએ તો? જમ્યા પછી લગભગ બે કલાકની મથામણ બાદ હું કવિતા લખી શક્યો. કહેવાય છે કે કોઈ પણ કામ ની ફક્ત શરૂઆત કરી દીધી તો અડધું કામતો ત્યારે જ પતિ ગયું સમજો. ઓમ જયારે મારા રૂમ પર આવ્યો ત્યારે એ તેણે લખેલો નિબંધ બતાવવા આવ્યો હતો, તેને નિબંધ લખ્યો હતો અને એ જ વિષય પર.

***

“વાહ ઋષિ, મસ્ત લખ્યું છે” સવારે જયારે રાજીવ મેહતાએ માંરી કવિતા વાંચી ત્યારે તેઓ બોલ્યા અને મને અભીનંદન આપ્યા.

“થેંક યૂ સર” મેં કહ્યું.

“શું ચાલે છે બોસ્સ?” એટલામા કેબીનમાં અમારા હેડ પ્રકાશ પટેલ આવ્યા અને બોલ્યા.

“ગૂડ મોર્નિંગ સર” હું અને મિસ્ટર રાજીવ એકસાથે બોલ્યા.

“કોફી લેશો ને સર?” મેં તેઓને પૂછ્યું અને પેન્ટ્રીમાં ફોન કર્યો.

“આ કોનો લવ લેટર લઈને બેઠો છે રાજીવ?” પ્રકાશ સરે મજાક કરતા કહ્યું.

“આ ઋષિ એ એન્વાય્મેન્ટ ડે માટે પોએમ લખી છે, અમે જસ્ટ એ જ વાત કરતા હતા” મિસ્ટર રાજીવ બોલ્યા.

“ઓહ્હ ગ્રેટ. વાંચવા મળશે કે પછી કોન્ફીડેન્સ્યલ છે?” પ્રકાશ પટેલ હસતા હસતા બોલ્યા.

“ઓફ કોર્સ સર” મેં કહ્યું અને મિસ્ટર રાજીવે પેપર તેઓના હાથ માં આપ્યું. તેમને પેપર હાથમાં આવતા વાંચવાનું શરુ કર્યું.

પર્યાવરણ બચાવવાની વાતો કરું છું પણ,

પ્લાસ્ટીકની કોથળીઓ તો હું જ ફેંકુ છું,

વૃક્ષ કાપનારા પર રોષ વ્યક્ત કરું છું પણ,

બિનજરૂરી કાગળ તો હું જ વેડ્ફું છું,

વીજળીનો બગાડ ન કરવાની સલાહ આપું છું,

પણ “સ્વિચ ઓફ્ફ” કરવાનું તો હું જ ટાળું છું,

ગ્લોબલ વોર્મિંગની હું ચિંતા કરું છું,

જવાબદાર હોવા છતાં સ્વીકારતા ડરું છું,

પણ આખરે તો આ બધું હું જ કરું છું,

અરે, આ તો હું જ કરું છું.

“ઈટ સાઉન્ડ્સ ઈન્ટરેસ્ટીંગ ઋષિ, અમને ખબર નહતી તું પોએમ પણ લખે છે” પ્રકાશ પટેલ આખી કવિતા વાંચીને પછી બોલ્યા,

“નો સર, પેલા ક્યારેય નથી લખી. આ ફર્સ્ટ અટેમ્પટ છે” મેં કહ્યું.

“વેરી નાઈસ ઋષિ, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ” કહીને તે તેમની કેબીન માં જતા રહ્યા. હું પણ મારી જગ્યા પર આવીને બેસી ગયો અને રોજ નું કામ ચાલુ કર્યું.

“આટલું બધું કામ ના કર ઋષિ, આજે શનિવાર છે” પ્રિતી મેડમ મારી પાસે આવીને બોલ્યા.

“ઓહ્હ, આવો આવો. બેસો”

“લૂક એટ ધીસ, મેં પર્યાવરણ દિવસ માટે આ નિબંધ લખ્યો છે” તેણીએ મને પેપર નો એક સેટ મારા હાથમાં આપ્યો.

“ઓહ્હ ગ્રેટ”

“એકવાર વાંચી જો અને કઈ ફેરફાર કરવાની જરુર લાગે તો કહે મને” તે બોલ્યા.

“કમોન મેડમ, તમારા લખેલા નિબંધમાં કઈ ફેરફાર કરવાની જરૂર ના જ હોય, તે પરફેક્ટ જ હોય” મેં તેમને ખીજવવાનો પ્રયત્ન કર્યો.

“તું વાંચે છે કે નહિ?” તે થોડા જોરથી બોલ્યા અને હું વાંચવા લાગ્યો. તે હસવા લાગ્યા.

*****

“હમકો પીની હે પીની હે, હમકો પીની હે” જય અને ઓમ જોર જોરથી ગીત ગઈ રહ્યા હતા અને તૈયાર થઇ રહ્યા હતા.

દમણ એ સુરત થી લગભગ એકસો ને વીસ કિલોમીટર દૂર આવેલું છે. સામાન્ય રીતે લોકો દમણ ફરવા અને ખાસ તો દારુ પીવા માટે જતા હોય છે પણ મારે કઈક બીજા જ કારણથી ત્યાં જવું પડ્યું હતું. મારે ત્યાં એટલે જવું પડ્યું હતું કેમ કે જય અને ઓમ ત્યાં જઈ રહ્યા હતા અને મારે બાઈક ચલાવવાનું હતું.

“ઓમ, હજી એકવાર વિચારી લે. આપણે સુરતથી દમણ તારા બાઈક પર જવું છે અને એ પણ ત્રણ ત્રિપલ માં?” મેં ઓમને મનાવવા પ્રયત્ન કર્યો કેમ કે જયને મનાવવો અશક્ય હતો.

“તને મારી ધન્નો પર કઈ ડાઉડ છે?” ઓમે સીધો જ સામો પ્રશ્ન કર્યો. ઓમની બાઈકનું નામ અમે ધન્નો રાખ્યું હતું.

“અને એમાં વાંધો શું છે?” જયે ઓમનો પક્ષ લીધો.

“આયા વાત કોઈ વાંધાની નથી જય” મેં થોડું જોરથી કહ્યું.

“તો? વાંઢાની છે?” જય બોલ્યો અને તે બંને જોર જોરથી હસવા લાગ્યા.

“ઓલો તારો મામો અડાજણ ચાર રસ્તે પકડશે તો પેનલ્ટી ઠોકશે. હાલો પેનલ્ટી પણ ગઈ હમણાં કહું ત્યાં પણ ખરેખર લાગે છે આ સેફ છે?” મેં તે બંનેને કહ્યું.

“જો ઋષિ, પોલીસ પકડે તો પેનલ્ટી ભરી દેશું અને એ સ્લીપ આખો દિવસ ચાલશે” ઓમેં વિનમ્રતાથી સમજાવ્યું.

“અને તૂ રિસ્કની વાત કરતો હોયને તો એતો બધે જ છે. સપોસ કે આપણે બસમાં જાતા હોય અને બસ ક્યાંક ઠોકાની તો? કા પછી ખાઈ બાઈમાં ખાબકી ગઈ તો?” જયે તેની ફિલોસોફી ચાલુ કરી.

“અરે પણ...” હું આગળ કઈ બોલું એ પહેલા જ ઓમ બોલ્યો, “ચલ ચલ હવે, આઠ વાગી ગયા છે. ખોટા નાટક નઈ કર” અને અમે રૂમની બહાર નીકળી ગયા.

આશરે પંદર જ મીનીટમાં અમે આઠવા ગેઈટ પાસે પહોચ્યા હતા અને પોલીસવાળાએ અમને રોક્યા અને ત્રણ સવારી માટે પેનલ્ટી ફટકારી. અગાઉ નક્કી થયા મુજબ અમે પૈસા ચૂકવ્યા અને એ સ્લીપ અમારી પાસે સાચવીને રાખી દીધી અને ફરી દમણ તરફ ચાલી પડ્યા. સામાન્ય રીતે હંમેશા પચાસ કે એકસો રૂપિયામાં સેટિંગ કરતા તે બંને એ આજે કાયદાકીય રીતે પૈસા ચૂકવીને સ્લીપ પાસે રાખી. જય અને ઓમ વારાફરતી બાઈક ચલાવી રહ્યા હતા અને મને આરામ આપી રહ્યા હતા કેમ કે દમણથી પાછા ફરતી વખતે તે બંનેમાંથી એકેય ડ્રાઈવિંગ કરવાને લાયક નહોતા હોવાના અને ત્યારે મારે ડ્રાઈવિંગ કરવાનું હતું.

“તમારા બેમાંથી કોઈ એકને ચેકપોસ્ટની પેલીબાજુ ચાલીને આવવું પડશે” ચેકપોસ્ટથી થોડે દૂર બાઈક ઉભું રાખીને ઓમ બોલ્યો.

“હું ચાલીને જાઉં છું” કહીને જય ચેકપોસ્ટ તરફ ચાલવા લાગ્યો. આ જોઇને હું અને ઓમ ચોંકી ગયા કેમ કે જય કોઈ દિવસ પોતાના કમ્ફર્ટ સાથે કમ્પ્રોમાઇસ નહોતો કરતો.

“એની માને, પબ્લિક દારુ માટે હું હું કરે” મેં સૂરતી ભાષામાં ઓમને કહ્યું.

“દારુ અને છોકરી પણ” ઓમ બોલ્યો અને અમે ત્યાંથી નિકળ્યા. અમે એક ‘સી ફેસ’ વાળી રેસ્ટોરેન્ટમાં ગયા. એક વેઈટર દરવાજા પાસે આવીને અમને અંદર આવવા કહ્યું. અમે અંદર ગયા અને ખૂણા પાસેના એક ટેબલ પર બેઠા. હું આમતેમ બધા લોકોને ઓબ્સર્વ કરી રહ્યો હતો. કોઈ લોકો દારૂ એવી રીતે પી રહ્યા હતા જાણે કોઈદિવસ જોયો જ ન હોય તો અમૂક લોકો વળી શાંતિથી પી રહ્યા હતા.

“અહા...વન્ડરફૂલ વ્યૂ” ઓમ બોલ્યો.

“તારે શું ચાલશે ઋષિ?” ઓમે મને પૂછ્યું.

“ગરમ દૂધ” જય બોલ્યો અને હસવા લાગ્યો. તેને ફરી મારા મોં ની સુરતી ગાળ ખાધી.

“મોકટેઈલ” મેં ઓમને કહ્યું.

“અને આપણે?” ઓમે જયને પૂછ્યું.

“વ્હીસ્કી” જાણે તે કોઈના પૂછવાની જ રાહ જોઈ રહ્યો હતો.

“વન વ્હીચકી ફૂલ, વન મોકટેઈલ અને ત્રણ મંચુરિયન” ઓમે ઓર્ડર આપ્યો.

“ઋષિ આઈ થીંક તારે કઈક ટ્રાઈ કરવું જોઈએ” ઓમે મને કહ્યું.

“મતલબ?”

“વ્હીસ્કી, વોડકા ઓર સમથીંગ એલ્સ” ઓમ બોલ્યો.

“કઈ ખુશી માં?”

“જો પહેલા તું આલ્કોહોલ પીવાનું ચાલુ કર અને પછી જયારે તને પીવાની ઈચ્છા થાય ત્યારે તેના પર કંટ્રોલ કરતા શીખવાનું”

“હું ઇન્ડાઈરેક્ટલી એ જ કરું છું ઓમ. હું પીવા માંગું છું પણ પીતો નથી અને આમ હું કંટ્રોલ જ કરું છું” એ કહ્યું.

“યૂ નો ઋષિ? તને કાઈ ઓફર કરવું મતલબ ભેંસ સામે ભાગવત” ઓમ બોલ્યો.

“થેંક યૂ” મેં કહ્યું અને ચુપ થઇ ગયો.

થોડીવારમાં વેઈટર આવ્યો અને અમે મંગાવેલી વસ્તુઓ ટેબલ પર મૂકી ગયો.

“ચાલુ કરીએ?” જયે પૂછ્યું.

“આના માટે કાઈ મુહૂર્ત નો જોવાના જોય” ઓમ બોલ્યો અને ગ્લાસ ભર્યો.

“ચીયર્સ” જય બોલ્યો અને પીવાનું ચાલુ કર્યું. મોકટેઈલ પીતા પીતા મારું ધ્યાન દરિયા કિનારા તરફ પડ્યું. ત્યાં માણસોનું ટોળું આમતેમ ફરી રહ્યું હતું. તે કોઈ ફિલ્મના શૂટિંગ જેવું લાગી રહ્યું હતું. મેં ત્યાં જવાનું નક્કી કર્યું.

“તમે ચાલુ રાખો, હું આવ્યો” મેં કહ્યું અને ત્યાં શૂટિંગ ના સેટ પાસે ગયો. તે કોઈ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હોય તેવું લાગી રહ્યું હતું કેમ કે કલાકાર ગુજરાતીમાં ડાઈલોગ બોલી રહ્યો હતો.

“.....એન્ડ એકસન” ડાઈરેકટરના તે શબ્દો મારા કાનમાં પડ્યા. તે શબ્દો મારા માટે ખુબ મહત્વના હતા. તે સેટ, ત્યાંના લોકો, શૂટિંગના સાધનો અને સૌથી મહત્વનું કેમેરો, આ બધું જ મને મારા સપના તરફ દોડવા મજબૂર કરી રહ્યું હતું. મને એક વસ્તુ નું ભાન થવા લાગ્યું હતું કે સપના વિશે વિચારવું અને પેશન હોવું જ કાફી નથી હોતું, મારે કઈક કરવું પડશે. મારે તે એકશન બોલવા માટે કોઈક એકશન લેવી પડશે. હું પાછો રેસ્ટોરેન્ટમાં ગયો અને તે બંનેની સાથે જમવા લાગ્યો.

“ક્યાં હતો એલા?” જયે પૂછ્યું.

“દરિયા કિનારે” મેં કહ્યું.

“ઓહ્હ ગ્રેટ. સોંદર્ય દર્શન કરવા?” જય ફરી બોલ્યો.

“જસ્ટ ઈટ યોર ફૂડ જય” મેં થોડું ગુસ્સાથી કહ્યું.

“શું કામ એની ખેંચે છે જય, તે એડલ્ટ છે અને તેના નિર્ણય જાતે લઇ શકે છે” ઓમ બોલ્યો અને તે બંને હસવા લાગ્યા. હું ચુપ રહ્યો.

“ક્મોન ઋષિ, અમે જસ્ટ ખેચીયે છીએ તારી” ઓમ બોલ્યો.

“આઈ નો ઓમ અને મને ઘંટો ય ફરક નથી પડતો એનાથી. હું તો ફ્યુચર વિશે વિચારું છું” મેં કહ્યું.

“ફ્યુચર વિશે?” જયે આશ્ચર્યથી પૂછ્યું.

“હા”

“કેમ? અચાનક શું થયું?” ઓમ બોલ્યો.

“થયું કાઈ નથી પણ આમ ક્યાં સુધી આમ આ નોકરો કરશું?” મેં કહ્યું.

“તો બીજું શું કરવું છે તારે?” જયે પૂછ્યું.

“આપણે.......આ મંચુરિયન ઝાપટશું” મેં કહ્યું અને હસવા લાગ્યો.

“તું મજાક કરે છે રાઈટ?” ઓમે પૂછ્યું.

“યસ” મેં કહ્યું. આમને આમ ઘણો સમય ત્યાં બેસી રહ્યા અમે.

“હાલો તો નીકળવું છે હવે?” મેં પૂછ્યું.

“યૂ આર રાઈટ ઋષિ. આપણે જવું જોઈએ. સાડા ચાર વાગ્યા” જય બોલ્યો. અમે બિલ ચુકવ્યું અને અગાઉથી નક્કી કાર્ય મુજબ મેં બાઈક ચલાવવાનું સ્ટાર્ટ કર્યું. સાડા ત્રણ કલાકની થકાવનારી મુસાફરી બાદ અમે સૂરત અમારા રૂમ પર પહોચ્યા. જય અને ઓમ સીધા જ બેડ પર પડ્યા અને સૂઈ ગયા. હું પણ મારા રૂમમાં જઈને સીધો જ સૂઈ ગયો.

***

“બીજા દિવસે હું મારા રૂમમાં સૂતો હતો ત્યારે જયે જોરથી રૂમનો દરવાજો ખોલ્યો અને મને લાત મારીને જગાડ્યો.

“ભો.....” ઉઠતાની સાથે જ મારા મોઢામાંથી ગાળ નીકળી.

“જલ્દી ઉઠ, તારા માટે ફોન છે” જય બોલ્યો.

“ગમે તે હોય, આ કોઈ રીત છે ઊંઘમાંથી ઉઠાડવાની?” મેં ગૂસ્સાથી કહ્યું.

“હા, હું તેને ફોન આપું છું” જય ફોનમાં બોલ્યો અને પછી ફોન મને હાથમાં પકડાવ્યો.

“અરે પણ કોનો ફોન છે?” મેં જયને પૂછ્યું પણ તે રૂમની બહાર નિકળી ગયો હતો.

“હેલ્લો?” મેં ફોન કહ્યું.

“હાઈ ઋષિ” મેં ફોનમાં કોઈ છોકરીનો અવાજ સાંભળ્યો. મને નવાઈ લાગી રહી હતી કે તેને મારું નામ કેવી રીતે ખબર છે? તે કોણ છે? અચાનક મને યાદ આવ્યું કે હું અને ઓમ હંમેશા જયને એકવાત પર ખીજવતા હતા, જયની ગર્લફ્રેન્ડની નાની બહેન માટે. મને લાગ્યું કે આ જયની એ ફ્રસ્ટેશનનું પરિણામ હશે જે મેં અને ઓમે ઉભું કર્યું હતું અને હું એ બાબતે પણ કન્ફ્યુસ હતો કે ફોનમાં જે છોકરી બોલી રહી હતી તે જયની ગર્લફ્રેન્ડ હતી કે તેની નાની બહેન?

“હેલ્લો?” મેં ઘણો સમય સૂધી જવાબ ન આપતા તે ફરીથી ટહુકી.

“હા...બોલું છું. તમે કોણ?” મેં કહ્યું.

“ઓહ, જયે કાઈ કીધું નથી તમને?”

“ના, તેને મને ફોન આપ્યો અને બહાર નિકળી ગયો” મેં કહ્યું અને બેડ પર વ્યવસ્થિત બેઠો.

“ઓકે. કાઈ નહિ, તે એવો જ છે. બાય ધ વે હું જીજ્ઞા” તેણીએ મને દુવિધામાંથી બહાર કાઢ્યો. જયની ગર્લફ્રેન્ડનું નામ જીજ્ઞા હતું. જયે ઘણીવાર મને અને ઓમને તેના વિશે કહ્યું હતું.

“ઓહ...હાઈ જીજ્ઞા. કેમ છે?”

“આઈ એમ ફાઈન. તને કેમ છે?”

“મને ય સારું છે” મેં કાઠીયાવાડી લહેકામાં કહ્યું.

“વેઇટ, હું દિપુને ફોન આપું છું” જીજ્ઞાએ ફોન તેની નાની બહેનને આપ્યો.

“હાઈ” મેં દિપાલીનો અવાજ પહેલી વખત સાંભળ્યો. તેનો અવાજ મધુર પરંતુ અપરિપક્વ લાગ્યો. મને સમજ નહતી પડતી કે મારે શું કહેવું? મને ખબર નહતી કે કોઈએ તેની “રેડીમેડ ગર્લફ્રેન્ડ” સાથે કેવી રીતે વાત કરવી જોઈએ.

“હેલ્લો...સો તારું નામ દીપુ છે?” મેં લગભગ એકાદ મિનીટના મૌન પછી કહ્યું.

“એક્ચુલી મારું નામ દિપાલી છે પણ બધા મને દીપુ કહીને જ બોલાવે છે” તે બોલી.

“ગૂડ. હાઉ આર યૂ?” મેં પૂછ્યું.

“મને સારું છે હો, તમને કેમ છે?”

“આઈ એમ ફાઈન” મેં કહ્યું. હું ખરેખર નહતો. હું જાય પર ખૂબ ગૂસ્સામાં હતો. અમે બંને લગભગ બે મિનીટ સૂધી ચુપ રહ્યા.

“ઓકે બાય. મમ્મી આવ્યા લાગે છે. પછી ફોન કરું” તે બોલી.

“ઓકે બાય”

“હું રાત્રે અગિયાર પછી ફોન કરીશ” તેણીએ કહ્યું અને ફોન મૂકી દીધો. મેં ફોન બાજુમાં મૂક્યો અને બેડ પરથી ઉભો થયો ત્યારે જય રૂમમાં આવ્યો. તે મારી સામે જોઇને હસ્યો પણ મેં એવું નાં કર્યું. મેં બહુ ખરાબ રીતે તેની સામે જોયું. હું તેને મારવા માંગતો હતો. હું તેનો ફોન બારીની બહાર ફેંકી દેવા માંગતો હતો પણ તે બદલો લેશે એવી બીકે મેં કઈ ન કર્યું.

“શું?” જય જાણે કાઈ જાણતો જ ન હોય તેમ બોલ્યો.

“શું એમ? તું મને પૂછે છે શું? કોઈ એની ફ્રેન્ડ હારે વાત કરાવવા માટે આમ ઊંઘમાંથી જગાડે?” મેં કહ્યું.

“ગર્લફ્રેન્ડ. સી ઇસ ગોઇંગ ટૂ બી યોર ગર્લફ્રેન્ડ” જયે મને વચમાં જ રોક્યો અને બોલ્યો.

“વટએવર” મેં લગભગ ચિલ્લાઈને કહ્યું.

“એલા તને આ બધું ની સમજાય. આ બધું છે ને આમ માઈક્રો પ્લાનિંગ થી કરવું પડે. એના ઘરે કોઈ ન હોય ત્યારે જ વાત થાય અને તારે તો મારો અભાર માનવો જોઈએ કેમ કે તારા હાટુ થઈને મેં મારા વાળી હારે વાત નો કરી આજે” જય બોલ્યો અને તેનો ફોન લઇ લીધો.

“એની માને. એવું હોય તો પેલા કેવાય ને. પેલા ખબર હોત તો થોડીક વધારે વાત થાત ને! કોણ છે એ નક્કી કરવામાં જ ટાઈમ પૂરો થઇ ગ્યો” મેં કહ્યું અને નેણ ઉલાળ્યા.

“ચિઅર્સ ઋષીડા...મારા ફોને કામ કરી દીધું” જયે મને બાથ ભરી લીધી અને તેના ફોનને ચૂમવા લાગ્યો, “શું વાત થઇ બાય ધ વે?”

“કાઈ ખાસ નઈ. તેને મારું નામ પૂછ્યું અને મેં એનું, એવામાં એના મમ્મી આવી ગયા એટલે ફોન મૂકી દીધો” મેં કહ્યું.

“ફોન મૂકી દીધો એમ? મતલબ તને આજે જગાડ્યો ન હોત તો આટલી વાત પણ ન થાત હે ને?”

“શું થયું?” હું કાઈ આગળ બોલું એ પહેલા જ ઓમ તેના રૂમમાંથી ઉઠીને આવ્યો અને બોલ્યો. તે હજી પણ ઊંઘમાં જ હતો. આ જોઇને હું અને જય હસવા લાગ્યા કેમ કે ઓમને હજી કઈ જ ખબર નહતી.

“શું?” ઓમને કઈ સમજ ન પડતા તેને ફરી પૂછ્યું.

“કાઈ નહિ. દશ મિનીટમાં તૈયાર થઇ જા આપણે નાસ્તો કરવા જઈએ” જય બોલ્યો અને બહાર નિકળી ગયો. ઓમ પણ રૂમની બહાર નિકળી ગયો.

***

“યાર ઋષિ, આપણે કાલે ગમે ત્યાં હોઈએ પણ આપણને સુરતની આ ચીઝ આલૂ પૂરી જરૂર યાદ આવશે” ઓમ બોલ્યો અને આલૂ પૂરી મો માં મૂકી.

“એક્ઝાક્ટલી ઓમ” મેં કહ્યું.

“અને આ સુરતની છોકરીઓ પણ” જયે ત્યાંથી પસાર થતી ત્રણ છોકરીઓને જાણે સ્કેન કરીને બોલ્યો, “શું ફિગર છે યાર”

“આલૂપૂરીમાં ધ્યાન આપ લા”

“બાય ધ વે, આજની પાર્ટી કોના તરફથી છે?” ઓમ છેલ્લી પૂરી ખાઈને બોલ્યો.

“ભાઈ તરફથી” જય બોલ્યો અને પૈસા ચુકવવા પોતાનું વોલેટ કાઢ્યું.

“એલા ઋષિ, બધું બરાબર છે ને?” ઓમ બોલ્યો.

“હા લા. એતો કહેશે હમણાં” મેં કહ્યું.

“ભાઈઓ, તમને જણાવતા આનંદ થાય છે કે આપણી સુરતમાં ઓફિશ્યલી નવી ગર્લફ્રેન્ડ બની ગઈ છે” જયે આલૂપૂરીવાળાને સો રૂપિયાની નોટ આપતા કહ્યું.

“એની માને, કેટલામી?” ઓમ બોલ્યો.

“તો ઓલી છે એનું શું?” મેં પૂછ્યું.

“ધેટ ઇસ કોલ્ડ ‘મલ્ટી પ્રોજેક્ટ હેન્ડલિંગ કેપેસીટી’ માઈ ફ્રેન્ડ” જય બોલ્યો અને તેને અમારા બંનેના મોં ની ગાળ ખાધી.

ક્રમશ ભાગ ૬ માં...

આપને અત્યાર સુધી ધ ફર્સ્ટ હાફ કેવી લાગી એ જરુર જણાવશો...

વિરાજગીરી ગોસાઈ

૯૨૨૮૫૯૫૨૯૦