મેગના તેના ઘરે પાછી આવી એટલે પહેલા તે હાથપગ ધોઈ ને ફ્રેશ થઈ ગઈ પછી તેણે ફોન કરી ને પીઝા ઓર્ડર કર્યો પછી તે પોતાના માટે માટે કૉફી બનાવી ને ટીવી ચાલું કર્યું અને ટીવી જોતાં જોતાં કૉફી પી લીધી.
એટલા માં તેનો ઓર્ડર કરેલો પીઝા આવી ગયો એટલે તેણે ડિલિવરી બૉય ને પૈસા આપ્યા બાદ ડાઇનિંગ ટેબલ પર પીઝા લઈ બેસી ગઈ અને પણ પીઝા ખાવાનું શરૂ કરે તે પહેલાં તેનો ફૉન પર કોલ આવ્યો. નામ જોઇને મેગના એ ઝડપથી ફોન રિસીવ કરી લીધો.
પછી મેગના એ ફોન પર ખબર પૂછીને બીજી વાતો કરતાં મેગના ના ચહેરા પર ખુશી રેખા ઓ ફેલાઈ ગઈ.
કેમ કે મેગના ના ફોન પર આવેલો કોલ તેના નાના ભાઈ અનુજ નો હતો. અનુજ મુંબઈ ની K. J. Somaiya Medical College & amp Research Centre માં MBBS કરી રહ્યો હતો.
અનુજ મેગના અઠવાડિયા માં ફક્ત એક વાર ફોન કરતો પણ આ વખતે તેણે બે અઠવાડિયા પછી ફોન કર્યો હતો અને આજે મેગના સાથે ફોન પર વાત કરતી વખતે તે બહુ ખુશ હોય તેમ લાગી રહ્યું હતું.
એટલે મેગના એ તેને ખૂશ હોવાનું કારણ પૂછ્યું ત્યારે અનુજે જણાવ્યું કે તેણે તેની સાથે ભણતી એક છોકરી ને પ્રપોઝ કર્યું હતું અને તે છોકરી એ તેનું પ્રપોઝલ ને એક્સેપ્ત કરી લીધું છે. તેથી અનુજ આજે બહું ખુશ હતો.
પછી મેગના એ અનુજ ને એ છોકરી નું નામ પૂછ્યું એટલે અનુજે મેગના ને છોકરી નું જણાવ્યું. નામ ખૂબ જ સુંદર હતું "વીરા".
પછી અનુજે મેગના સાથે વાત કરી ને ફોન કટ કરી દીધો એટલે મેગના તેનો પીઝા ખાઈ લીધા પછી અંજલિ ને કોલ કરી ને બીજા દિવસે પોતાના ઘરે લેવા માટે આવે તેમ જણાવી ને સુઈ ગઈ.
બીજા દિવસે સવારે અંજલિ મેગના ને લેવા માટે ઘરે આવી ત્યારે મેગના તૈયાર થઇ ને ઘર ની બહાર જ ઉભી હતી એટલે તરત જ બંને ઓફીસ માં જવા માટે નીકળી ગયા. પંદર મિનિટ પછી ઓફીસ માં પહોંચ્યા બાદ બંને તેમના કામ માં લાગી ગયા.
દસ વાગ્યે રિસેસ પડી ત્યારે અંજલિ અને મેગના સાથે જ કેન્ટીનમાં બેઠા ત્યારે અંજલિ મેગના ને રાજવર્ધન સાથે થયેલી મુલાકાત વિશે પૂછ્યું ત્યારે મેગના એ અંજલિ ને રાજવર્ધન સાથે કરેલી બધી વાત જણાવી અને રાજવર્ધન તેને ઘરે આવી ને મૂકી ગયો.
પછી અંજલિ : રાજવર્ધન ને તે ઘરે મુકી જવા માટે કહ્યું હતું?
મેગના : ના, તે જાતે જ મને મુકવા માટે આવ્યો હતો.
અંજલિ : તે એને તારું ઘર બતાવ્યું ?
મેગના : ના.
અંજલિ : તો તું આજે તેને કોલેજ માં મળું ત્યારે એને પૂછજો કે એણે તારું ઘર ક્યારે જોયું ?
અંજલિ સાથે થયેલી વાત પછી મેગના વિચારો માં ખોવાઇ ગઈ.તેણે ઝડપથી કામ પૂરું કરી ને ઘરે જવાને બદલે સીધી કોલેજ માં ગઈ. આજે બે લેક્ચર પુરા થયા ત્યાં સુધી રાજવર્ધન આવ્યો નહીં એટલે મેગના ને ચિંતા થવા લાગી.
જયારે પ્રેકટીકલ શરૂ થયું ત્યારે રાજવર્ધન આવ્યો. આ પ્રેક્ટિકલ બે વિદ્યાર્થી ઓએ સાથે કરવા નું હતું એટલે બધા વિદ્યાર્થીઓ ને એક પાર્ટનર શોધી લેવા નું કહ્યું. ત્યારે મેગના બીજા કોઈ વિદ્યાર્થી પાસે જાય તે પહેલાં રાજવર્ધન પ્રોફેસર પાસે જઈ ને તેનું અને મેગના નું નામ લખાવી દીધું.
એટલે મેગના તેના પર ગુસ્સે ? થઇ પણ તેણે તરત કંઈ કહ્યું નહિ. પણ જ્યારે પ્રેક્ટિકલ પૂરું થયું અને બધા લેબ માં થી બહાર નીકળ્યા ત્યારે મેગના એ રાજવર્ધન ની એક બુક તેની પાસે થી લઈને તે બુક અમુક પાનાં ફાડી નાખ્યા.
ત્યારે રાજવર્ધન હસતાં હસતાં તેને કહેવા લાગ્યો કે વધારે ગુસ્સો આવ્યો હોય તો બોક્સિંગ જોઈન કરી લેવું જોઈએ.
રાજવર્ધન ની વાત સાંભળીને મેગના ને હસવું આવી ગયું. પછી તેણે રાજવર્ધન ને કહ્યું કે તે આજે કોલેજ વિહિકલ લાવી નથી તો શું રાજવર્ધન તેને ઘરે મૂકી જશે.
રાજવર્ધને હા પાડી એટલે મેગના તેની સાથે ચાલવા લાગી.થોડી વાર પછી બંને રાજવર્ધન ની કાર મેગના ના ઘરે જવા માટે નીકળ્યા. જયારે રાજવર્ધન ની કાર મેગના ના ઘરે પહોંચી ગઈ ત્યારે અચાનક જ મેગના એ રાજવર્ધન ને પૂછ્યું કે તે મેગના ના ઘર નું સરનામું કઈ રીતે જાણે છે ?
પણ તેના સવાલ નો જવાબ આપ્યા વગર રાજવર્ધન મેગના તરફ ઝૂક્યો એટલે મેગના ડરી ગઈ અને તેણે પોતાની આંખો બંધ કરી દીધી પણ થોડી પછી તેણે આંખો ખોલી ને જોયું તો રાજવર્ધન તેનો સીટ બેલ્ટ ખોલી નાખ્યા હતા.
એટલે તરત જ મેગના રાજવર્ધન ની કાર માં થી બહાર નીકળી ગઈ. રાજવર્ધન પણ તેની સાથે જ કાર માં થી બહાર નીકળ્યો અને મેગના ને કહ્યું હું પણ અહીં જ આ વિસ્તાર માં રહું છું.
મેગના : તું આ વિસ્તાર માં કયા એપાર્ટમેન્ટ માં રહે છે?
રાજવર્ધન : હું એપાર્ટમેન્ટ માં નહીં પણ હોટેલ માં રહું છુ
મેગના : કઇ હોટેલ માં ?
રાજવર્ધન મેગના ને તેના એપાર્ટમેન્ટ ની સામે આવેલી હોટેલ બતાવે છે પણ મેગના રાજવર્ધન ની વાત સાચી લાગતી નથી. ત્યારે રાજવર્ધન તેને હોટેલ માં જઈ ને તપાસ કરવા નું કહે છે.
એટલે મેગના રાજવર્ધન ને ત્યાં ઉભા રહેવા નું કહીં ને હોટેલ માં જઇ ને હોટેલ ના રીસેપ્શન પર રાજવર્ધન રોકાયેલો છે કે નથી અને જો રાકાયેલ હોય તો તેના રૂમ નો નંબર કયો છે? એમ બધી તપાસ કરી ને પાછી આવે છે.
રાજવર્ધન ની કહેલી બધી વાત સાચી નીકળતા મેગના રાજવર્ધન પાસે માફી માંગે છે.પણ રાજવર્ધન મેગના પાસે માફી ના બદલે કોઇ એક વસ્તુ ની માંગણી કરે છે. એટલે મેગના શું વસ્તુ જોઈએ છે એમ પૂછે છે પણ રાજવર્ધન જણાવાની ના પાડે છે.
એટલે મેગના રાજવર્ધન જે પણ માંગે તે તેને આપી દેવાનું પ્રોમિસ કર્યું. ત્યારે રાજવર્ધને તેની માંગણી મેગના ને કહી એટલે મેગના પહેલા થયું કે તે રાજવર્ધન ને ના પાડી દે પણ તેને રાજવર્ધન ને આપેલું પ્રોમિસ પણ યાદ હતું એટલે તેણે કમને રાજવર્ધન ની માંગણી સ્વીકાર કરી લીધી.
મિત્રો રાજવર્ધને મેગના પાસે શું માંગ્યું હશે ? અનુજ ની ગર્લફ્રેન્ડ વીરા અને રાજવર્ધન ની બહેન વીરા એક જ હશે કે અલગ ?
જાણવા માટે આગળ નો ભાગ જરૂર થી વાંચશો. આ વાર્તા અંગે ના તમારા અભિપ્રાય જરુર આપો.