Check and Mate - 2 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | ચેક એન્ડ મેટ 2

Featured Books
Categories
Share

ચેક એન્ડ મેટ 2

ચેક & મેટ - ચાલ જીંદગી ની

એપિસોડ - ૨

દાદર પોલીસ દ્વારા લકી ગેસ્ટ હાઉસ પર કરેલી રેડ માં પકડાયેલા લોકો ને પોલીસ સ્ટેશન માં લાવી અલગ અલગ બેરેક માં પુરવામાં આવે છે. એક બેરેક માં એકઠા થયેલાં લોકો માં થી લકી ગેસ્ટ હાઉસ નો મેનેજર પોતાની જીંદગી નો ભુતકાળ કહેવાની શરૂવાત કરે છે.. હવે વાંચો આગળ..!!

***

પોતાનો ભુતકાળ જાણે આંખો સમક્ષ ઉભરી આવ્યો હોય એમ સુમિત દેશમુખ બોલે જતો હતો..ત્યાં બેરેક માં હાજર દરેક વ્યક્તિ ના કાન અત્યારે સુમિત નો ભુતકાળ જાણવા મંડાઈ ગયાં હતાં.

"કોલેજ ના પ્રથમ દિવસ નું પ્રથમ લેકચર ચાલુ થઈ ગયું હતું..શ્રીકાંત સાહેબ બધા નું introduction લઈ રહ્યાં હતાં..ત્યારે અચાનક કલાસ રૂમ ના ગેટ તરફ થી આવેલાં

"May i come in ?"અવાજે મારું ધ્યાન ખેંચ્યું..એક જીન્સ ટોપ માં સજ્જ નાજુક નમણા દેહાકાર ધરાવતી એક યુવતી કલાસ માં આવવાની અનુમતિ માંગી રહી હતી.એ યુવતી ની આંખો અને ચહેરો કોઈ સ્વર્ગ ની અપ્સરા ને પણ શરમાવે એવા ઘડાયેલાં હતાં.. ખુલ્લી ઝુલ્ફો ને સરખી કરીને એ શ્રીકાંત સાહેબ ની અનુમતિ મળતાં કલાસ માં પ્રેવેશી.

આજુબાજુ ક્યાં જગ્યા ખાલી છે એવું એને અપલક દ્રષ્ટિ એ જોયું.. હું છેલ્લે થી ત્રીજી બેન્ચ માં બેઠો હતો..મારી બાજુ માં કોઈ બેઠું નહોતું..એ મારી પાસે આવી અને વિવેક સભર અવાજ માં મને કહ્યું.

"હું અહીંયા બેસી શકું છું.."એનો મધ નીતરતો અવાજ સાંભળી હું વધુ તો કંઈ બોલવા અસમર્થ હતો પણ ડોકું હલાવી હકાર માં જવાબ આપતાં એ યુવતી એ મારી બાજુ માં સ્થાન ગ્રહણ કર્યું..મને તો ફૂલ સ્પીડ માં ફરતાં પંખા ની હવામાં પણ પરસેવો વળી રહ્યો હતો.બધાં ના ઇન્ટ્રો પૂર્ણ થઈ ગયાં હતાં..ત્યારબાદ લાસ્ટ માં એ યુવતી પોતાની ઓળખાણ આપવા ઉભી થઈ..

"Hello..My name is seema.seema visvas.. i want to become a good human being.i want to find true love not just in book but in real"

"નામ અને એના ભવિષ્ય માં શું બનવા ના સ્વપ્ન વિશે તો ઠીક હતું પણ એ પ્રેમ ને ખાલી પુસ્તક નો એક શબ્દ ગણતી એ જાણી ને થોડી નવાઈ તો થઈ..પ્રથમ લેકચર ની પુર્ણાહુતી બાદ બીજો લેકચર ચાલુ થવાની વાર હતી..એ સમયગાળા માં એને મારી સાથે સારી એવી ફોર્મલ વાતો કરી જેના લીધે હું એના પ્રત્યે આકર્ષિત કરી રહ્યો હતો."

"સીમા ધીમે ધીમે મને પસંદ આવવા લાગી હતી..હવે કોલેજ આવવાનું કારણ ભણતર સિવાય બીજું પણ હતું કે કઈ રીતે વધુ ને વધુ સમય એકબીજા ની નજીક રહી શકાય..હું અને સીમા ખાસ મિત્રો બની ગયાં. અવારનવાર એ મારા ઘરે આવતી તો હું ક્યારેક એના ઘરે જઈ આવતો..એ પણ મારી જેમ જ મધ્યમ વર્ગ ના પરિવાર માં થી આવતી હતી.""

"અમે બંને એકબીજા સાથે લગભગ બધી વાતો શેર કરતાં..હું ધીરે ધીરે સીમા ના રંગ માં પૂર્ણ પણે રંગાઈ ચુક્યો હતો..એકબીજા સાથે ફરવા જવું અને મુવી જોવા જવું એતો અમારા માટે સામાન્ય બની ગયું હતું..કોલેજ ના સ્પોર્ટ ડે માં મને પ્રોત્સાહિત કરવાં મને ચીયર અપ કરતી સીમા ને જોઈ મને પણ એવું લાગ્યું કે સીમા પણ મને ચોક્કસ મનોમન પ્રેમ કરવા લાગી છે.ચીયર અપ કરતી સીમા ને જોઈ મારો ઉત્સાહ બેવડાઈ જતો અને હું દરેક રમતો માં પ્રથમ નંબરની ટ્રોફી જીતતો."

"એક વખત હું અને સીમા જુહુ બીચ પર બેઠાં બેઠાં દરિયા ના મોજાં અને દરિયા પર થી આવતાં શીતળ પવન ની મજા લઈ રહ્યાં હતાં..સીમા નો એક હાથ મારા હાથ માં હતો..દરિયા પર થી આવતો ઠંડો પવન અને દરિયા તરફ થી આવતાં કાળા ડીબાંગ વાદળો થોડાં સમય માં વરસાદ પડશે એની આગાહી આપી રહ્યાં હતાં..એટલે મેં સીમા ને કહ્યું.

"સીમા ચાલ હવે ઘરે જઈએ..વરસાદ પડશે એવું લાગે છે..આપણે અહીં વધારે સમય રોકાવવું ના જોઈએ.."

"એ સુમિત..કેમ વરસાદ થી ડરી ગયો..તારે જવું હોય તો જા પણ હું નથી આવવાની..મારે તો આજે મન ભરી ને વરસાદ માં ભીંજાવું છે..મારા અંગે અંગ પર વરસતાં વરસાદ ની બુંદ નો સ્પર્શ માણવો છે.."મારી સામે જોઈ સીમા એ કહ્યું.

"સીમા તું સાવ પાગલ છે.."મેં કહ્યું.

"હા તો..તું નથી પાગલ..હું પાગલ છું તો તું મહા પાગલ છે, હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે પણ મને ખોઈ બેસવા ના ડરે બોલતો નથી..બોલ ને..હું ખોટું બોલું છું"સીમા એ મારો હાથ પકડી ને મારી સામે જોઈ ને કહ્યું.

ધીરે ધીરે વરસાદ વરસવા નો ચાલુ થઈ ગયો હતો..અમે બંને હવે ધીરે ધીરે ભીંજાઈ રહ્યાં હતાં..સીમા ના સવાલ નો મારી જોડે કોઈ જવાબ નહોતો..હું સમજી ચુક્યો હતો કે સીમા પણ મને પ્રેમ કરે છે..વધુ બોલવાનું તો મને ના સુજ્યું પણ એ સમયે હું અનાયાસે જ સીમા ને લપાઈ ગયો..એ પણ કોઈ વેલ વૃક્ષ ની ફરતે વીંટળાઈ પડે એમ મને વળગી પડી..એના ભીંજાયેલા વસ્ત્રો પર મારા હાથ ની પકડ વધુ મજબૂત થઈ રહી હતી.

"મારા હાથ નું દબાણ મેં એના દેહ પર વધારતાં એના મોંઢે થી એક મીઠી સિસકારી નીકળી ગઈ..વરસાદ ના લીધે ત્યાં આજુ બાજુ કોઈ હાજર નહોતું અને હોત તો પણ એ દિવસે કોઈ ફરક નહોતો પડવાનો..મેં વરસાદ થી ભીંજાયેલા સીમા ના ચહેરા ને નીરખીને જોયો એની આંખો અને અધર મને પ્રથમ પ્રેમ ના મીઠાં અહેસાસ માટે આમંત્રિત કરી રહ્યાં હતાં.. એ બંધ આંખે એ મીઠી ક્ષણ માણવા બેચેન લાગતી હતી..અને મેં એના ધ્રુજતા અધરો પર મારા અધર મૂકી દીધા..અદમ્ય,અતિ મૂલ્યવાન, એક ખુબસુરત અહેસાસ અમને બંને ને વરસાદ કરતાં પણ વધુ ભીંજવી રહ્યો હતો.

ધીરે ધીરે મારા હાથ એના સંપૂર્ણ દેહ પર ફરવા લાગ્યાં.અમે બંને અત્યારે પ્રેમ ની અનુભૂતિ માટે ઉતાવળાં બન્યાં હતાં. ભીની માટી માં ઉભેલા અમારા બે ના ભીંજાયેલા દેહ એકાકાર થઈ જવા આતુર બન્યાં હતાં.. પણ અચાનક મને પોતાના થી અળગો કરીને સીમા એ કહ્યું.

"સુમિત અત્યારે આ બધું યોગ્ય નથી..હું જાણું છું તું મારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે પણ સેક્સ જેવી વસ્તુ તો લગ્ન પછી જ..તું તારી મમ્મી ને મારા ઘરે આપણા બે ના લગ્ન ની વાત કરવા માટે મોકલ..હવે મારા થી વધુ સમય તારા થી દુર નહીં રહી શકાય.."લજ્જા મિશ્રિત સ્વરે સીમા એ કહ્યું.

સીમા ની વાત સાંભળી મારા દિલ માં એના માટે વધુ માન ઉપસી આવ્યું અને મેં એને ગળે લગાવી ને કહ્યું.."સીમુ i love you.. so much.. હું કાલે જ મમ્મી ને તારા ઘરે મોકલી દઈશ.

"બસ પછી તો શું બંને ના કુટુંબ ની સહમતિ થી અમારી કોલેજ પૂર્ણ થયાં બાદ અમારા લગ્ન કરવામાં આવ્યાં.. હું સીમા ને મારી પત્ની ના રૂપ માં મેળવી ને ખૂબ ખુશ હતો.મમ્મી ને પણ એની સાથે સારું બનતું."

"સમય મળતાં ની સાથે અમે બંને એકબીજા સાથે સમય પસાર કરવા આતુર ઉતાવળાં બની જતાં.. સીમા ના રૂપ માં ખોવાયેલા મને મારા ભવિષ્ય વિશે વધુ વિચારવાનો મોકો જ ના મળ્યો.હું નાની મોટી નોકરી કરી લેતો..ધીરે ધીરે મારા અને સીમા વચ્ચે ના પ્રેમ નું સ્થાન ઝઘડાઓ એ લઈ લીધું..એમાં પણ મમ્મી ના અવસાન પછી દિવસે ને દિવસે તકરાર વધે જતી હતી."

"સીમા ના મોજ શોખ ઊંચા હતાં..જેને પહોંચી વળવા હું પછી રાત દિવસ એક કરી ને મહેનત જ કરે જતો હતો..ઊંઘવાનું અને ખાવાનું પણ મને ભાન નહોતું રહ્યું.. હું સીમા જોડે પણ હવે ઓછો સમય પસાર કરતો..સીમા એ પણ એક સિક્યુરિટી એજન્સી માં નોકરી ચાલુ કરી દીધી હતી..ધીરે ધીરે બધું પાછું હતું એમ ને એમ થઈ રહ્યું હતું પણ એક દિવસ બનેલી ઘટના એ બધું ખેદાન મેદાન કરી દીધું."

"મને ઘણા મિત્રો દ્વારા સીમા ની ચાલ ચલગત સારી ન હોવાની વાતો મળી ,પણ હું સીમા પર પોતાની જાત કરતાં પણ વધુ વિશ્વાસ કરતો હોવાથી એ લોકો ની વાત ને અવગણતો રહ્યો..એક દિવસ હું બપોર ના સમયે તબિયત ખરાબ હોવાથી ઓફિસમાંથી રજા લઈ ઘરે થોડો વહેલો આવ્યો તો ઘર ની અંદર થી આવતાં અવાજ ના લીધે હું બારણે જ અટકી ગયો."

"કમ ઓન.. આઈ નીડ યુ બેબી… કમ ફાસ્ટ..."સીમા નો મદહોશ કરી દેતો અવાજ અંદર થી આવી રહ્યો હતો.

"હું ધીરે થી ઘર ના પાછળ ના ભાગ માં ગયો અને બારી માં થી અંદર નું દ્રશ્ય જોયું તો મારા પગ નીચે ની જમીન જાણે સરકી ગઈ..હું જે બેડ પર સીમા સાથે અત્યારે મૂંગી રાતો પસાર કરી રહ્યો હતો ત્યાં કોઈ xxx મુવી ના ઉન્માદક દ્રશ્ય જેવો સીન ભજવાઈ રહ્યો હતો..સીમા એના બોસ ના અનાવૃત દેહ પર સવાર થઈને પોતાની હવસ ને શાંત કરી રહી હતી..આ વાસના નું તોફાન કેટલો સમય ચાલશે એ જોવાની મારી હિંમત નહોતી..એટલે હું ત્યાંથી ઉતાવળાં પગલે નીકળી ને એક બગીચા માં જઈને બેઠો."

મારી આંખો માં હજુ પણ સીમા નો અનાવૃત દેહ નજર આવી રહ્યો હતો..શું આ એજ સીમા હતી જેને હું જાન કરતાં વધુ પ્રેમ કરતો હતો..?? શું આ એ જ સીમા હતી જેની સાથે હું ભવિષ્ય ના સપના જોતો હતો..?? ..આજે તો આ સવાલો ના જવાબ હું સીમા જોડે થી મેળવીને જ રહીશ."એવું મનોમન નક્કી કરી હું સાંજે ઘરે ગયો.

સીમા ના દરવાજો ખોલતાં ની સાથે જ મેં સીમા ને કહ્યું.."કે અંદર આવ મારે તારી સાથે અગત્ય ની વાત કરવી છે.."

દરવાજો બંધ કરી સીમા અંદર આવી એટલે મેં ગુસ્સા માં એના ગાલ પર બે લપડાક લગાવી દીધી અને કહ્યું..

"સાલી રાંડ..તને મેં જીવ કરતાં પણ વધુ પ્રેમ કર્યો હતો.. મારા કરતા વધુ તારા પર વિશ્વાસ રાખ્યો હતો...તને હું ભગવાન થી પહેલાં માનતો અને તે મારા પ્રેમ નો આ બદલો આપ્યો.."

"સુમિત મેં એવું તે શું કર્યું છે કે તું આમ નકામો ગુસ્સો કરે છે.."આટલું બોલતી સીમા ની આંખો માં કોઈ શરમ કે ડર નહોતો.

"આજે બપોરે તારા અને તારા બોસ વચ્ચે ચાલતી કામ ક્રીડા મેં મારી સગી આંખે જોઈ છે..હવે જૂઠું બોલવાનો તો કોઈ સવાલ જ નથી.."મેં ઊંચા અવાજે કહ્યું. મને એમ હતું કે સીમા મારાં જોડે પોતાની આ ભૂલ ની માફી માંગશે અને હું એને માફ પણ કરી દઈશ.

"હા તે હવે બધું જોઈ લીધું છે તો હું પણ કંઈ છુપાવવા નથી માંગતી..આમ પણ બધું વહેલું મોડું તો બહાર આવવાનું જ હતું..તે આજે જોયું એ પ્રથમ વાર નથી આવો તો ઘણો ક્વોલિટી ટાઈમ મેં મારા બોસ જય આહુજા સાથે પસાર કર્યો છે..એન્ડ યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન હી ઇસ ટૂ ગુડ.."મારા વિચાર કરતાં સાવ ઉલટો જવાબ આપતાં સીમા એ કટાક્ષ માં કહ્યું.

"પણ તે આવું કેમ કર્યું..."મેં બીજી બે ઝાપટ લગાવતાં કહ્યું.

"એ ગાળો કોને બોલે છે સાલા ભડવા..!તારી કમાણી માં થી ખાલી આ ઘર જ ચાલે છે..મારી ઈચ્છા ઓ પુરી નથી થતી..મારી કમ્પની ના બોસ જય મને ખુબ પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન પણ કરવા માંગે છે..તારી સાથે રહીને હું મારું ભવિષ્ય બરબાદ કરવા નથી માંગતી..હું અત્યારે જ મારા બોસ ના ઘરે જાઉં છું..કાલે જ તને છૂટાછેડા ની નોટિસ મળી જશે.."નફ્ફટાઈ થી આટલું કહીને સીમા પોતાનો સામાન લઈને નીકળી ગઈ.

"હું કંઈ ના કરી શક્યો..ઇચ્છા તો થઈ કે એ પૈસા ની પૂજારણ ને મોત ને ઘાટ ઉતારી દઉં. પણ એ બેવફા ને મારી ને હું પાપ નહોતો કરવા માંગતો, સમય આવે એના કર્મો ની સજા એને મળી જ જશે એમ વિચારી મારા સાચા પ્રેમ ના બદલામાં મળેલી બેવફાઈ ને મુંગા મોંઢે મેં સહન કરી લીધી."

"બીજા દિવસે સીમા એ મને ડાયવોર્સ નોટિસ પણ મોકલાવી દીધી..મેં પણ વધુ સમય ગુમાવ્યા વિના સીમા ને છૂટાછેડા આપી દીધા..હું સમજી ચુક્યો હતો કે અમારા લગ્ન પ્રેમ ના લીધે નહોતાં થયાં પણ અમારા લગ્ન તો એક વિજાતીય આકર્ષણ ના કારણે થયાં હતાં..જે સમય જતાં સીમા ની શારીરિક ભૂખ સંતોષાઈ જતાં પૂર્ણ પણ થઈ ગયાં."

"મને સીમા થી અળગા થવાનું ખૂબ દુઃખ હતું..મને એના થી અલગ થયા પછી ખૂબ દુઃખ થયું અને એ દુઃખ ભુલાવવા હું દારૂ ના રવાડે ચડી ગયો..બેન્ક માં પડેલા પૈસા પણ ધીરે ધીરે પતી ગયાં.. હું મહાપરાણે દારૂ ના નશા માં થી બહાર આવ્યો..પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું..મને કોઈ નોકરી નહોતી મળતી..અહીં તહીં નાની મોટી નોકરી કરીને હું મારી જીંદગી પસાર કરવા લાગ્યો.!!"

"ઘણીવાર સીમા ની સાથે ભેટો થઈ જતો.. એ અત્યારે સુખ સાહ્યબી માં જલસા કરી રહી હતી અને હું એક એક દિવસ પસાર કરવા વલખાં મારતો હતો..એવા માં મારી જીંદગી માં આશા નું કિરણ બની ને આવી દેવિકા.. દેવિકા મારી પાડોશ માં નવી નવી રહેવા માટે આવી હતી..એની મિત્રતા એ મને માનસિક આઘાત માં થી બહાર નીકળવા સમર્થ બનાવ્યો.

હું દેવિકા ને પ્રપોઝ કરવા માંગતો હતો પણ એના પહેલાં મારે પગભર થવા માટે કોઈ સારી નોકરી ની જરૂર હતી અને એક દિવસ વાત મળી કે લકી ગેસ્ટ હાઉસ માં મેનેજર ની જગ્યા ખાલી છે અને પગાર પણ સારો એવો છે એટલે મેં ત્યાં એપ્લાય કર્યું અને મને નોકરી મળી ગઈ પણ એની માં ની આંખ..નસીબ ખરાબ હોય એમ નોકરી ના ચોથા દિવસે જ પોલીસ ની રેડ પડી અને હું અહીં આ જેલ ના સળિયા પાછળ આવી ગયો..!"

"જેલ માં થી તો નીકળી જઈશ પણ સાથે સાથે આ નોકરી પણ ગુમાવાનો વારો આવશે એ નક્કી છે.સીમા ને ગુમાવ્યા પછી હું દેવિકા ને ગુમાવવા નથી માંગતો જો એવું થયું તો હું સુસાઇડ કરી લઈશ એ નક્કી છે.."

આટલું કહી સુમિત જોર જોર થી રડી પડ્યો..એની દુઃખભરી દાસ્તાન સાંભળી ત્યાં મોજુદ દરેક ના ચહેરા પર ઉદાસી ફરી વળી..કોઈના સાચા પ્રેમ નો બદલો આવો પણ મળે એ વાતે એ દરેક બેરેક માં હાજર દરેક વ્યક્તિ ને હચમચાવી મૂક્યાં હતાં...!!

***

સુમિત ની વાત સાંભળ્યા બાદ બેરેક માં ચુપકીદી છવાયેલી રહી..હજુ પણ સુમિત ના અટકી અટકી ને આવતાં ડૂસકાં સંભળાઈ રહ્યાં હતાં..પેલો નવ યુવાન સુમિત ની પાસે આવ્યો અને એની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યો..

"સુમિત ભાઈ ઈશ્વર પર ભરોસો રાખો..એને આવી વિકટ પરિસ્થિતિ માં નાંખ્યા છે તો બહાર નીકળવાનો રસ્તો પણ ચોક્કસ એ જ બતાવશે..અને આમ પણ આજ કાલ સ્ત્રી ઉપર વિશ્વાસ રાખવો એટલે હાથે કરીને પગ પર કુહાડી મારવી..એમના જોડે પ્રેમ કરશો તો બદલા માં બેવફાઈ જ મળશે એ નક્કી છે.."

એ યુવક દ્વારા કહેવામાં આવેલી વાત બેરેક માં ઉપસ્થિત પેલી યુવતી ને થોડી ખટકી હતી અને એ કંઈક બોલવા જતી હતી એ સમયે પેલો બેરેક માં હાજર સમલૈંગિક યુવાન બોલ્યો..

"જોવો હું તમારી વાત સાથે સહમત નથી..તમે એમ કહો છો કે ખાલી સ્ત્રી ઓ જ બેવફાઈ કરે છે..તો એ વાત ખોટી છે..મારી જીંદગી નું નમક જેવું સત્ય સાંભળી તમને એ વાત પણ સમજાઈ જશે કે પુરુષો પણ બેવફાઈ કરવી જાણે છે.." એ સમલૈંગિક યુવાન નો દેખાવ જ એના સમલૈંગિક હોવાની સાબિતી આપતો હતો.કલર ફૂલ શર્ટ,કાન સુધી આવતાં વાળ, લિપસ્ટિક, આંખો માં કાજળ અને એક સ્ત્રી જેવા ચેન ચાળા એ વાત દર્શાવતાં કે એ યુવાન માં કંઈક ખામી છે..!!

"તો શું તમને પણ પ્રેમ માં નિષ્ફળતા મળેલી છે...એમ ને"પેલી યુવતી એ એ સમલૈંગિક યુવક ને ઉદ્દેશીને કહ્યું.

"હા મારી જીંદગી પણ બેવફાઈ ના પાયા પર ટકેલી છે..પ્રેમ માં થયેલા દગા ની હું જીવતી જાગતી સાબિતી છું..મારું નામ સોનુ યાદવ છે..મારું વતન ઉત્તરપ્રદેશ નું ગોરખપુર શહેર..જન્મ સમયે મારું નામ સોહમ રાખવામાં આવ્યો..પણ નાનપણ માં બધા પ્રેમ થી મને સોનુ કહેતાં અને મને પણ સોહમ કરતાં સોનુ નામ વધુ ગમતું.."

"ઉંમર ની સાથે મને ધીરે ધીરે મારી અંદર છુપાયેલી સ્ત્રી વિશે ખબર પડવા માંડી..મને છોકરી ઓ સાથે રમવું અને એમની જોડે વાતો કરવી પસંદ હતી..મારો અવાજ અને સ્વભાવ પણ છોકરીઓ ની માફક થોડો નરમ હતો...ધીરે ધીરે પરિવાર માં અને પછી આજુ બાજુ માં રહેતાં લોકો ને ખબર પડવા લાગી કે હું માતાજી ની કોઈ કૃપા ના લીધે જન્મ જાત સ્ત્રી લક્ષણો ધરાવું છું..ખાલી મારું શરીર જ પુરુષ નું હતું પણ એ શરીર ની અંદર વસતી આત્મા એક સ્ત્રી ની હતી એ વાત વધુ સમય છુપાયેલી ના રહી."

"સૌપ્રથમ તો મને મહોલ્લા ના છોકરાઓ દ્વારા ચીડવાવામાં આવતી પણ પછી તો મારા ઘર ના સદસ્યો માટે હું નાલેશી નું કારણ બનતી જતી હતી..હવે તો મારા ઘર માં પણ મને વારંવાર તિરસ્કૃત કરવામાં આવતી..ઘણા દિવસો સુધી મારા પર અત્યાચારો કરવામાં આવ્યાં..હું સ્ત્રી ના ગુણો ભૂલી જાઉં એ માટે મને મનોચિકિત્સક પાસે પણ લઈ જવામાં આવી પણ બધું વ્યર્થ..કુદરત ની લીલા નો સ્વીકાર કરવા કોઈ તૈયાર નહોતું..મને આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવી પણ હું એટલી પણ કમજોર નહોતી કે એવું પગલું ભરી લઉં..!"

"આ કહેવાતા સભ્ય સમાજ ના લોકો મને સુખે થી જીવવા નહીં દે એટલે એ બધા થી છુટકારો મેળવવા અહીં થી દૂર ક્યાંક ભાગી જવું પડશે.."એવું મનોમન વિચારી મેં મુંબઈ આવવાનો પ્લાન ઘડી નાંખ્યો..કેમકે જે લોકો મને ઓળખતા નહીં હોય એવા લોકો મને વધુ હેરાન નહીં કરે એવું મારું માનવું હતું..અને એક દિવસ લાગ મળતાં મારા ઘરે થી થોડા ઘણા રોકડ રૂપિયા અને દાગીના ની ચોરી કરી હું નીકળી ગઈ મુંબઈ આવવા.."

"સ્વપ્ન નગરી મુંબઈ માં મારા સપના ને ચોક્કસ ઉડાણ મળશે એમ હું મક્કમ રીતે માનતી હતી..અમારા જેવા લોકો ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં મેક અપ આર્ટિસ્ટ તરીકે સારી એવી ડિમાન્ડ છે એ માનીને મેં અહીં મેકઅપ આર્ટિસ્ટ નો કોર્સ કર્યો અને પછી જાણીતી મેકઅપ આર્ટિસ્ટ જુલિયા ડિકોસ્ટા સાથે મેકઅપ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગઈ.."

ધીરે ધીરે મારી જિંદગી પાટા પર ચડી રહી હતી..એમાં મારી જીંદગી માં એન્ટ્રી થઈ રાઘવ વર્મા ની..અને પછી ચાલુ થયું મારી જીંદગી નું સૌથી હસીન અને ના ભુલાય એવું ચેપ્ટર..!!

***

To be continued.....

કોણ હતો રાઘવ વર્મા અને કઈ રીતે એને સોનુ ની જીંદગી ને બદલી નાંખી..એ જાણવા વાંચતા રહો ચેક & મેટ ચાલ જીંદગી નું નવું પ્રકરણ..આવતા સપ્તાહે.

ધીરે ધીરે જેમ આ નોવેલ વધુ આગળ વધશે એમ એમ રહસ્ય અને રોમાંચ ની એક રાઈડ કરાવશે એની ગેરંટી..જુદા જુદા પાત્રો દ્વારા સમાજ માં ચાલતી તુચ્છ માનસિકતા ને ઉજાગર કરવાનો પણ મારો પ્રયત્ન છે..આ નોવેલ અંગે ના આપના અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપવા વિનંતી.

ઓથર:- જતીન. આર. પટેલ