joint family in Gujarati Comedy stories by Piaa Kumar books and stories PDF | સંયુકત કુટુંબ નો આસ્વાદ

Featured Books
Categories
Share

સંયુકત કુટુંબ નો આસ્વાદ

                    સંયુકત કુટુંબ.....  શબ્દ ને વાંચતા જ થાય કેવી સરસ જીંદગી.... લગ્ન પહેલાં દરેક યુવતી આના વિશે વિચારે ????? કેવું સારું લાગે ને બધા સાથે રહેશું  આમ કરશું તેમ કરશું ....  પણ વાસ્તવિકતા સાવ જ અલગ હોય.......એતો જે રહેતા હોય એને જ ખબર હોય. કે કેટલાં વિસે સો થાય.....

                  મારું માનો તો હું આ દરેક ને માટે નથી કહેતી.
પણ અમુક લોકો અથવા વહુને માટે જ.... માટે દરેક આ વાંચી અથવા વિચારીને ગુસ્સો નહીં જ કરો એની મને ખબર જ છે.?????

                   આપણો દેશતો આઝાદ છે જ.... પણ હજુપણ  સો ટકા ઘરની વહુઓ એ આ સ્વતંત્રતા નો સ્વાદ ચાખ્યો નથી.????
 
                  મેં તો હજુપણ કેટલાંક ઘરોમાં સાસુની સત્તા જોઈ છે. કેટલું દુખદ કહી શકાય એવી આ વાત પણ સો આને સાચી છે. લાચારીની પણ હદ હોય....પહેલાની વાત અલગ હતી. વહુઓ ભણેલી નહતી ને હવેની વહુઓ ભણેલી તો છે પણ ચિત્ર હજુ એનું એ જ.??

              હજુ પણ મે તો કેટલાક ઘરોમાં વહુ અને સાસુઓને  બૂમો પાડી ઝઘડતાં જોયાં છે. ને આ બધું જ ઘરનાં પુરુષ જોતાં હોય સાંભળતાં હોય છતાં ઘણાખરા અંશે મધ્યસ્થી થવાનું ટાળતાં હોય એનું કારણ શું હોય શકે એતો એ લોકો જ જાણતાં હશે..???

              શા માટે  પતિ - પત્ની સાથે ન રહિ શકે ? એનો મતલબ એ નથી કે મા બાપ ને છોડી દેવાના હુ એમ માનું કે લાગણીઓ જળવાઈ રહે. મો ચઢાવવાનું બંધ થાય ને તહેવાર ની મજા જ અલગ હોય. આ તો વહુઓ ને આઝાદી આપવી નથી ને મેણાં જ મારવાના.... એ બધું સહન કરતા એ બિચારી પોતાના પિયરમાં તહેવાર મનાવવા નું વધું પસંદ કરશે.
  
             વહુ કુંવારી હોય ત્યારે ઘણાં સપનાં જોયાં હોય ને એને એણે એને તૂટતા પણ જોયા જ હશે.. દરેકે દરેક દિકરી મનમાં લગ્ન પહેલાં પોતાના મન નાં માણીગર ને જોતી જ હોય.  એ  ને કયારેય સાસુ કે ઘરનાં બીજા સભ્યો ના સપનાં અથવા વિચાર ન જ કર્યો હોય.  અને કરે પણ શું કામ? જરૂર છે ખરી? જવાબ હા.... જ છે. કારણ દિવસ ના બાર કલાક એ લોકોની સાથે જ રહેવાનું છે.
         
        મારી શિક્ષકની જોબમાં  મેં એકવાર એક બેનની વાત સાંભળી રહી હતી. એના લગ્ન ને કદાચ થોડો જ સમય થયેલ. રોજ  રળતાં રળતાં કોઈ સાથે વાત કરતી. એકવાર  એને મેં પૂછી જ લીધું કેમ રોજ જ તમારો મૂડ જરા ઓફ લાગે. એટલે એને કહેવાનું શરૂ કર્યુ......

       મારાં સાસુ અમારી બન્ને જ પાસે આખો ને આખો પગાર લય લે મારી જેઠાણી એ કયારેય એ વિરોધ નથી કર્યો. મેં  પૂછ્યું  કેમ? કારણ... બારમા પછી એ લોકો એ જ ભણાવી છે.  ને એ ને કોઈ વાંધો પણ નથી. મારા તો લગ્ન પણ હમણાં જ  થયા છે મહેનત ને ઘાટા આપણે પાડવાના ને 100 રુપિયા પણ જોયતા હોય તો દશ વાર વિચાર કરવાનો.... આટલું બોલતાં જ બિચારી રડી પડી. કેટલી લાચારી...

     મેં પૂછ્યું તારા પતિ કઈ કેતા નથી ..... એ શું કહેવાના મા થી ડરે....લગ્ન થયાંનેય ચાર પાંચ મહિના થયા કયારેય કશે જ ગયા નથી કાલે એમનાં મિત્ર ને ત્યા પાર્ટી માં ગયાં એ પણ ડરી ડરી ને.... એ ના પાડતાં હતાં પણ હું જીદ કરી ને ગય..... ઘરે આવી એટલે સાસુ અને જેઠાણી નું મો મોટું.... મારી ખૂશી પર ઠંડુ પાણી રેડાયું હોય એમ લાગ્યું....

     કેટલું દુખ થાય ને મા બાપ ને ત્યા પણ ન જવાય ન તો સહન થાય. ન તો કોઈ ને કહેવાય ના તો રહેવાય ના તો સહેવાય.....એવામાં એની કોઈ મિત્ર આવી ને અમે છૂટાં થયાં.......
 
       આઝાદી તો સાચી ત્યારે જ કહી શકાય...જયારે દરેક સાસુ આ વાત સમજે .... કે ..... કયુકી સાસ ભી કભી બહૂ થી........કેવું સરસ ટાઈટલ એકતા કપૂર ની સીરીયલનું...... સમજી ને ગળે ઉતારવા જેવું છે....