Bhaskara in Gujarati Moral Stories by Pinakin joshi books and stories PDF | ભાસ્કરા

Featured Books
Categories
Share

ભાસ્કરા

અંજવાળું આળસ મરડી ને ઊંઘવા જઈ રહ્યું હોય એવી શિયાળા ની સાંજ હતી. આમ તો આ શેહર માં આખો દિવસ ખુબ ગરમી લાગે પણ સાંજ પડતા જ જાણે કોઈક કે બરફવર્ષા કરી હોય એવો અભાસ થાય. હજારો ઉંચી ઉચી બિલ્ડીંગો માંથી એક બિલ્ડીંગ ના ફ્લેટ માં, એક છોકરી ધીમે ધીમે નિંદર માંથી જાગતી હતી.

એના અર્ધનગ્ન શરીર પર શિયાળા ની સાંજ ની અસર થઇ રહી હતી અને એ ધીમે ધીમે સંકોચાઈ ને આઠડો થઇ ગઈ હતી. અચાનક એના રૂમ નું બારણું ખુલે છે અને એક હસતો ચેહરો દેખાય છે. એ હાસ્ય ખુશી નું છે કે ઘૃણાત્મ્ક એ જાણવું અશક્ય છે. એ અંદર પ્રેવશે છે અને હાથ માં રહેલી થેલી નીચે મુકે છે જેમાં થી શાકભાજી બહાર સરી આવે છે.

તો, મારી ડાર્લિંગ શું કરે છે? કેવો મૂડ છે અત્યારે? શું ખાય્સ?

મારે બાથરૂમ જવું છે.

ના ના, આ વિષે આપણે પેહલા વાત કરી ચુક્યા છીએ, મને કોઈ ખોટું બોલે એ જરાય ગમતું નથી.

ચાલ એક ડીલ કરીએ, મને અત્યારે બાથરૂમ જવાદે અને હું તને રાતે દેખાડું કે હું તને ખરેખર કેટલો પ્રેમ કરું છું.

ફરી થી એક હાસ્ય પેલા ના ચેહરા પર ફરી વળ્યું, આ વખતે એના લાલ અને પીળા દાંત એના ઈરાદા અને વ્યક્તિવ ની ચાડી ખાતા હતા.

ઓકે, પણ તને યાદ છે ને છેલ્લી વખતે શું થયેલું જયારે તે ખોટું બોલેલું, એમ કરી ને એણે પોતાની આંગળી પેલી ની ખુલ્લી છાતીપર ફેરવી જ્યાં ડામ ના નિશાન હતા.

તને લાગે છે હું ક્યારેય ખોટું બોલીશ, જો હું ખોટું બોલું તો મને ફરી વાર પનીશ કરજે બસ?

ઘણા લોકો ને બીજા ને દર્દ પોહ્ચાડવા માં એક જાત ની ખુશી મળતી હોય છે. ભલે એ શેરી માં રખડતું કુતરું હોય કે પોતાની પ્રેમિકા, લોકો ને દર્દ થી કણસતા જોઈ એમની વિચિત્ર ખુસી અને આહલાદ્ક અનુભવ મળે છે જે એમના માટે શરીર સુખ થી ક્યાય પરે હોય છે.

આખરે પેલા એ બેડ પર સુતેલી છોકરી ના હાથ પર બાંધેલા દોરડા ની ગાઠ છોડી દીધી. જેવી તે ઉભી થઇ એણે એનો ચેહરો પકડી એક કસકસ્તી કીસ કરી પેલી છોકરી ને. બંને ની આંખો બંધ હતી અને બંને એ અનુભવ ને માણી રહ્યા હતા ત્યાં અચાનક પેલા પુરુષે આંખ ખોલી અને એ છોકરી એની સામે જ જોતી હતી.

બે ઘડી પેહલા એ જે ક્રિયા ને તે માણી રહ્યો હતો હવે એ કૈક બીજું બની ગયુ હતું. એની આંખો માં દેહસત હતી અને પેલી છોકરી ની આંખો માં અલગ જ પ્રકાર ની ચમક. પાસા પલટી ચુક્યા હતા, શિકારી આજે પોતાની જાળ માં ફસાઈ ચુક્યો હતો અને હવે એ તરફડતો હતો અને એના મોઢા માંથી લોહી દડદડ વહી જતું હતું.

એણે જોર થી પેલી છોકરી ની ગરદન પકડી અને એને દબાવા ને બદલે દુર હડસેલી, પણ એ તો આજે કૈક વધારે જ શક્તિશાળી સાબિત થઈ હતી. છોકરી એ પોતાના બેડ પરથી પેલા પુરુષ ને ધક્કો મારી નીચે પછાડ્યો અને પોતે માથે બેસી ગઈ. એણે કિસ કરવા નું મૂકી અને માથું ઊંચું કર્યું, જાણે કે એક દાનવ ભોજન પતાવી ને મોઢું લૂછતો હોય એમ એણે પોતાના હાથ થી તેના મોઢા પર વહી જતા લોહી ને સાફ કર્યું. એની સામે પેલો પુરુષ તરફડતો હતો અને પોતાના થી અડધા વજન ની છોકરી નો ભાર એને માટે અસહ્ય હતો.

પેલા પુરુષે પોતાના બંને હાથ વડે એ છોકરી ની ગરદન પકડી અને પકડ જમાવી દીધી છે. જાણે કે આ મગર અને અજગર ની લડાઈ હોય, મગર ભલે એમ માને કે એણે અજગર ને પોતાના વિશાળ મોઢા માં જકડી રાખ્યો છે પણ અજગર ને ખબર છે કે એનું આખું શરીર જ એનું હથિયાર છે.

પેલી અર્ધનગ્ન છોકરી કે જેના શરીર પર લોહી ફરી વળ્યું છે એણે એના બંને હાથ ના અંગુઠા પેલા ની બંને આંખ પર દબાવ્યા. હવે આ લડાઈ બળ ની નથી રહી, હવે ખરેખર આ લડાઈ રહી જ નથી, હવે શિકારી ને પોતાના જીવ ની ચિંતા થઇ રહી છે કેમકે જેને એ અબલા નારી કે નાદાન છોકરી સમજતો હતો, આજે સ્વયમ કાળ બની એની છાતી પર બેઠી છે.

હવે પેલા પુરુષ ની પકડ ઢીલી થઇ રહી છે અને બસ એક ધીમો ધીમો અવાજ આવી રહ્યો છે, જાણે કે કોઈ રબર ના ફુગ્ગા પર હાથ ફેરવી રહ્યો હોય. અચાનક જાણે ટાયર નીચે ટમેટું પીચકી જાય એમ પેલા ની બંને આખો ફૂટી ગઈ અને એણે દર્દ થી એક ગગનભેદી ચીસ નાખી.

“હજી જોર થી ચીસો નાખ, યાદ છે ને તે મને કીધેલું કે હું ગમે તેટલી રાડો નાખીસ કોઈ નહિ સાંભળે અને ખરેખર આ ૬ મહિના માં કોઈએ ના સાંભળ્યું તો હવે તારું કોણ સાંભળશે”. ભલે શિકારી ગમે તેવો વિશાળ કે વિકરાળ હોય, ભલે તેનો શિકાર સાવ નાનો અને હથિયારવગર નો હોય પણ જોયા વગર કશું જ થઇ શકવાનું નથી. એનું સૌથી મોટું હથિયાર એની આંખો હોય છે, એક વાર એ ચાલી જાય એટલે એક સિંહ માં અને બકરી ના કોઈજ ફેર રેહતો નથી.

હવે મારો વારો, પેલી છોકરી એ ઉભી થતા કીધું. જે વાક્ય એણે દીવાલ ની પાછળ આપસ માં લડતા મિત્રો ના મોઢે સાંભળેલું. કેટલીયે રાતો એણે નિશ્ચેત મડદા ની જેમ કાઢી જયારે ગીધ જેવા દાનવોએ એના શરીર ને પીખી નાખ્યું. એવા લોકો ને શું સજા દઈ શકાય, એવા લોકો ને શું બોધપાઠ દેવાય કે બીજા હજારો નરાધમ દાનવો આવું બીજા સાથે ના કરે. મુર્ત્યું તો મુક્તિ છે, અને એને નથી ખબર કે નર્ક માં એને શું સજા મળશે એટલે જે કઈ કરવું હોય એ અત્યારે જ કરવા નું છે.

બે કલાક પછી પેલી છોકરી નિવસ્ત્ર થઇ ને બાથરૂમ માં ગઈ અને ફુવારો શરુ કર્યો. એના શરીર પર જે વીતેલું છે, એના શરીર પર જે ડાઘ છે, એની આત્મ પર જે ચીરા પડ્યા છે એતો નહિ ધોવાય પણ હાલ બસ આ લોહી જ સાફ કરવાનું છું. ધીમે ધીમે એના શરીર પર થી લોહી નીતારવા માંડ્યું, છપ છપ કરતા જેમ વરસાદ ના ટીપા કોઈ પતરા પર પડે એમ એના શરીર પર થી માસ ના ટુકડા નીચે પડતા હતા, ના એ ઘવાણી નહતી બસ એની અંદર ની નારી, એક ૧૮ વર્ષ ની નાની છોકરી મરી ચુકી હતી.

એણે નાહી ને પોતાના કપડા શોધ્યા અને બારણું બંધ કરી ને જતી રહી. એ બિલ્ડીંગ ની બહાર નીકળી ત્યારે એને ખબર પડી કે શા માટે કોઈએ એ ચીસ પુકાર નહતી સાંભળી, બાજુ માં એક મોટી ફેક્ટરી હતી જે ચોવીસ કલાક ચાલુ રેહતી અને એના અવાજ માં બધું દબાઈ જતું હતું. એ રોડ પર પહોચી રીક્ષા પકડી અને એક સરનામું આપ્યું. હવે મારો વારો, બસ એટલું મન માં ગણગણી.

******************************************************************************
તમને પાક્કી ખાતરી છે કે તમારે આજ પેસંટ ને મળવું છે?

ભાસ્કરી ચોહાણ, ઉમર ૨૨ વર્ષ, પાછલા ૪ વર્ષ થી અહીયાજ છે.

હા, એ તો મને પણ ખબર છે પણ તમે એનો “પેલો” રેકોર્ડ વાંચ્યો, પ્યુને અટકતા પૂછ્યું.

હા, ૨૨ જણા ને એણે માર્યા છે, પણ હજી કન્ફર્મ નથી બીજા કેટલા ને માર્યા છે.

સાહેબ, એણે કેટલા ને માર્યા એ મહત્વ નું નથી પણ કેવી રીતે માર્યા એજ અરેરાટી થઇ જાય એવું છે. અમારા સ્ટાફ નો એક છોકરો એક દિવસ એને બાંધતી વખતે ખરાબ રીતે અડેલો અને ત્યારે એણે જે વર્ણન કરેલું કે કેવી રીતે એણે લોકો ને મરેલા, એ સાંભળી પેલો કામ પર આવાનું બંધ કરી દીધેલું.

હશે, અમારે એનું બીજું કામ છે, મને ત્યાં સુધી લઇ જા.

પ્યુન અને બીજા બે સરકારી માણસો ચાલતા ચાલતા એક હોલ સુધી પહોચ્યા જ્યાં બંને બાજુ બેડ પર લોકો સુતા હતા, કોઈ બબડતું હતું તો કોઈક હાથ થી ઈશારા કરતુ હતું. એક છોકરો બસ એની સામે ધારી ધારી ને જોતો હતો અને એ હસ્યો, એને હસતા જોય પેલા સરકારી માણસો ના રુવાડા બેઠા થઇ ગયા. એણે પ્યુન ને પૂછ્યું કે આ કોણ છે તો એણે જવાબ આપ્યો એ પાગલ છે, પણ મને ક્યારેક શંકા જાય છે કે એ નાટક કરતો હશે.

ત્રણે જણા એક દરવાજા પાસે પહોચ્યા અને ચાવી થી લોક ખોલ્યું, અંદર એક જીણી સફેદ લાઈટ ચાલુ હતી. પેલો પ્યુન ત્યાં જ ઉભો રહી ગયો, જુવો સર, અહિયાં થી હું આગળ નહિ આવી શકું, પણ અંદર કેમેરા છે.

કેમેરા શું કામ આવશે?

તમને કામ નહિ આવે પણ જો એણે તમને મારી નાખ્યા તો અમને કામ આવશે.

પેલા બંને અંદર ગયા અને લાઈટ ચાલુ કરી. રૂમ ના ખૂણા માં એક બેડ પર પેલી છોકરી બેઠી હતી.

ભાસ્કરા?

પેલી એ માથું ઊંચું કર્યું અને આ બંને લોકો સામે જોયું.

અમારે તારી સાથે વાત કરવી છે, જો તું ઈચ્છે તો અમે તારા હાથ ખોલી દઈશું, પણ તારે અમને ભરોસો આપવો પડશે કે તું અમને કઈ નહિ કરે.

શું તમે કોઈ છોકરી ની છેડતી કરી છે ક્યારેય, અચાનક એક અવાજ રૂમ માં ગુંજી વળ્યો.

ના, બંને એક સાથે બોલ્યા.

તો તમારે ચિંતા કરવા જેવું નથી.

અમારે તારી મદદ જોયે છે.

મારી મદદ?

પેલા સરકારી માણસ એ બેગ માંથી એક ફાઈલ કાઢી અને એક ફોટો કાઢી ને ઉંચો કર્યો, તને ખબર છે આ માણસ કોણ છે?

પેલી એ આંખો જીણી કરી ને જોયું, પછી માથું હલાવ્યું અને ઉભી થઇ અને બાજુ માં આવી ફોટો હાથ માં લીધો.

ના, એણે શું કર્યું છે?

પેલા સરકારી માણસો ની નજર એના એક હાથ માં લટકતા દોરડા પર હતી.

ઓહ, સોરી, મને બંધાયેલું રેહવું ગમતું નથી, પણ અહિયાં ના લોકો ને મારા થી ડર ના લાગે એટલે હું નાટક કરી લઉં છું.

તારી ફાઈલ માં લખેલું છે કે તે એક રાત માં ૩ અલગ અલગ પુલીસ બંદોબસ્ત વળી જગ્યા માં જઈ ને લોકો ને મારેલા છે. તે ધોળે દિવસે ભરી હોટલ માં જમતા એક માણસ ને મારેલો છે અને તે કેટલા લોકો ને માર્યા છે એ હજી કોઈ ને ખબર નથી.

હા, મારી ફાઈલ જ મારું રીસ્યુમ છે, પણ તમારે મારું શું કામ છે?

આ માણસ ને મારવાનો છે. એનું નામ છે અરજણ પટેલ.

ઓહ, તો હવે સરકારી માણસો પણ સુપારી દેતા થઇ ગયા. એટલી ખરાબ હાલત થઇ ગઈ છે આ દેશ માં પુલીસ ની કે એક છોકરી પાસે આવું પડે કામ માટે? આવા માહોલ માં તમારી બેન દીકરી ને કેટલો ડર લાગતો હશે.

તને ખબર છે અમદાવાદ માં શું થયું?

હું ચાર વર્ષ થી અહિયાં છું અને તમે જુવો છો કે આ કોઈ ફાઈવ સ્ટાર હોટલ નથી કે અહિયાં ટીવી હોય.

પેલા એ કેટલાક ફોટા બહાર કાઢ્યા અને છોકરી ના હાથ માં મુક્યા.

એણે એક એક કરી ને બધા ફોટા જોયા અને પછી બોલી, એટલે તમારું કેહવું છે કે આ બધું એક જ માણસ નું કામ છે? આખું શેહર? હજારો લોકો? ખરેખર તો મારી જગ્યા એ એને અહિયાં હોવું જોયે.

અમારે એને પાગલખાના માં નથી મુકવો, અમારે એને મારી નાખવો છે, અને તારા માં એવી આવડત છે કે ઝેડ સિક્યુરિટી માંથી પણ તું લોકો ને મારી શકે છે. અમને ખબર છે તારી સાથે શું થયું અને તે શા માટે એ લોકો ને માર્યા, જો તું અમારું...

પેલી એ હાથ ઉંચો કરી એને ચુપ રેહવા કીધું, હવે જો તમે મને આઝાદ કરવા નું લાલચ આપતા હોય તો હું તમને કહીસ કે મારે ક્યાય જવું નથી. પણ હું તમારું કામ કરી આપીશ, પણ મારે એની બદલે કેટલાક રુપયા અને કેટલીક સગવડ જોઇશે.

મંજુર.

ઓહ, હજી તો મેં આંકડો પણ નથી કીધો ત્યાં તમે હા પાડી દીધી.

એક સરકારી માણસે એના હાથ માં એક ફોટો મુક્યો ને કીધું, જયારે એ શહેર બળતું હતું ત્યારે મારું આખું કુટુંબ ત્યાં હતું.

ઓકે, હું સમજી શકું છું. તો ચાલો જઈએ હવે એમ કરી અને એણે એક હાથ માં બાંધેલું દોરડું છોડી નાખ્યું અને બારણા સુધી આવી. બંને સરકારી માણસો એની પાછળ આવ્યા, દરવાજા માંથી પેલી ને બહાર નીકળતા જોય પેલો પ્યુન ડઘાય ગયો અને એના હાથ માંથી લાકડી પડી ગઈ.

ચિંતા ના કરો, હું થોડા દિવસ માં પાછી આવી જઈસ, એમ કહી ને એ આગળ વધી. પેલા એક સરકારી માણસે પ્યુન ના હાથ માં કાગળ મુક્યા જેમાં પેલી ને લઇ જવા માટે ની વિગત હતી. ફરીવાર એ લોકો હોલ માંથી પસાર થયા અને ત્યારે પેલો છોકરો જે હસતો હતો એ ભાસ્કરા ની સામે જ જોતો રહ્યો.

ત્રણે જણા ગાડી માં બેઠા અને પેલી એ આળાસ મરડ્યું અને કીધું ૫૪, મેં ૫૪ જણા ને મારેલા છે.

આગળ બેઠેલા બંને સરકારી માણસો એ એક બીજા ની સામે જોયું અને હસ્યા અને ગાડી મારી મૂકી.

*************************************************************************************
બે કલાક પછી એક બીજી ગાડી એ પાગલખાના માં આવી પહોચી અને જયારે એ અંદર ગયા ત્યારે એનો માહોલ અલગ જ હતો. પાગલો બધે ફરતા હતા અને કોઈ સિક્યોરિટી વાળું નહતું, ત્યારે એક છોકરો હાથ માં લાકડી લઇ ને દોડતો દોડતો દરવાજા તરફ આવતો હતો. પેલા બંને માંથી એકે એને બોલાવ્યો અને પૂછ્યું, તું અહિયાં કામ કરે છે?

પેલા એ નીચે જોયું અને પછી ઉપર જોયું અને કીધું, જુવો મેં કેવા કપડા પેહરેલા છે, હા હું અહિયાં કામ કરું છું.

આ બધુ શું થાય છે?

આ બધા પાગલ હવે હાથ માં નહિ રહ્યા અહિયાં થી ભાગી જાવ.

ના પણ અમારે એક પેસંટ નું કામ હતું, ભાસ્કરા ચોહાણ, ૨૨ વર્ષ ની.

પેલા એ એક બાજુ ની ભ્રમર ઉંચી કરી ને પૂછ્યું કે તમારે શું કામ છે.

મારે એનું કામ છે, અમે એની મદદ કરવા આવ્યા છે, કેટલાક લોકો એની પાછળ છે જે કદાચ કામ પૂરું થતા એને મારી નાખશે.

ઓહ, કોઈ એને મારી નાખે એવું તો ચાલે જ નહિ. મેં જોયા છે એને ૨ સરકારી માણસો સાથે જતા. હું તમને લઇ જઈસ.

બીજો જે પુરુષ હતો એ મોટી ઉમર નો અને ઠંડા મગજ નો હતો, એણે એને પૂછ્યું કે તારું નામ શું?

જોસેફ કારમીની.

એક મિનીટ, જોસેફ, જો? જામનગર નો જો?

હા, તમે મને કેમ ઓળખો?

એણે એના સાથીદાર ને બાજુ માં ખેંચ્યો અને કીધું, આ એક ખરાબ આઈડિયા છે. આ માણસ ભવિષ્ય માં સેકડો માણસો ને મારશે અને બધા ના નાક માં દમ લાવીઓ દેશે. આપણે આને ના લઇ જઈ સકાય. કોને ખબર કે એ ત્યાં જઈ શું કરશે?

આપણે એની જરૂર છે, અને યાદ છે ને અહિયાં આપણે એક ચસ્કેલા મગજ ની સીરીઅલ કિલર છોકરી ને લેવા આવ્યા હતા, તો એક ની સાથે બીજો ગાંડો, શું ફેર પડે છે, આપણું કામ થવું જોયે.

ત્રણે જણા કાર માં જઈ ને બેઠા. જોસેફ પાછળ બેઠો અને બોલ્યો, વાહ, તમારી કાર તો સરસ છે, કેટલી સ્પીડે ભાગે.

ચાલ એ પણ જોઈ લઈએ, એમ કરી ને પેલા વૃદ્ધ માણસે ગાડી મારી મૂકી અને એક દીવાલ ની બાજુ માં ઉભેલા વડલા તરફ લઇ ગયા. પાછળ બેઠેલો જોસેફ ખડખડાટ હસતો હતો.