premni paribhasha part-11 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | પ્રેમની પરિભાષા ભાગ-૧૧

Featured Books
  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

  • जंगल - भाग 7

          कुछ जंगली पन साथ पुख्ता होता है, जो कर्म किये जाते है।...

  • डेविल सीईओ की मोहब्बत - भाग 69

    अब आगे,अर्जुन, अराध्या को कमरे से बाहर लाकर अब उसको जबरदस्ती...

Categories
Share

પ્રેમની પરિભાષા ભાગ-૧૧

       " BMW ગાડી મા ડ્રાઈવર બાજુની બારી નો કાચ સહેજ નીચો થયો વરસાદ જોરથી વરસી રહ્યો હતો તેથી બહુ નીચો નાં કર્યો. આધેડ ઉંમરની વ્યક્તિ એ સફેદ રંગ નો સૂટ પહેરેલો હતો જે પોતે નોકરી ઉપર છે તેની સાબિતી આપી રહયો હતો. નેહા અને માનસી તેંની સામે નજર કરી , તો તેં વ્યક્તિ આ ગાડી નો ડ્રાઈવર છે તેં લાગ્યું ,આંખો પર ચશ્મા લગાવેલા હતાં જે તેંની ઉંમર નું અનુમાન લગાવી શકાતું હતુ .ચહેરા પર કામનો વધું પડતો બોજો હોય એવી   રેખાઓ ઉપસી આવી હતી...

  નેહા નું ધ્યાન ઊભી રહેલી ગાડી તરફ ગયું ,માનસી રીક્ષા ની રાહ જોતી નજર જમણી તરફ થોડી દુર હતી.વરસાદ જોરથી વરસી રહ્યો હતો અને શહેર મા વીજળી મા કાપ મુકાઈ ગયો હતો અંધારું એની પાછળ સાક્ષી પુરી રહ્યું હતું..
   "દિકરી "!!!! અવાજ સાંભળી ને નેહા તેં ગાડી તરફ આવી . 'હાં બોલો ને અંકલ '..શુ કામ છે??  'નેહા'.
"બેટા આવા  ભયાનક વરસાદ મા અહિં પલળતા બન્ને કેમ ઉભા છો"? ડ્રાઈવર.
બંને ની ચર્ચા સાંભળી ને માનસી પણ નજીક આવી ને ઊભી રહી.
"અહિ નજીક ની કંપની માં થોડુ કામ પતાવવા આવ્યાં હતાં .અને હોટેલ સુધી જવું છે પણ કોઈ રીક્ષા નથી મળતી ! ગણો સમય રાહ જોઇ અને વરસાદ મા પલળી પણ ગયા છીયે અને મારી ફ્રેન્ડ ની તબિયત પણ સારી નથી.." નેહા".
   ડ્રાઇવર ની નજર માનસી પર પડે છે અને એની ઉપર દયા આવી જાય છે કે, આવી હાલત મા યે છોકરી પલળી રહીં છેં ..
'બેટા તમારી હોટેલ નું નામ શું છે? ' ડ્રાઈવર'.
' અંકલ સનરાઇઝ ફાઈવ સ્ટાર હોટેલ '  માનસી ગાડીની નજીક આવી ને કહેવા લાગી..
'ઓકે બેટા તમને બન્ને ને વાંધો ના હોય તો શું હુ તમને તમારી હોટેલ સુધી મુકી જવું .આમ પણ મારે એજ રસ્તે જવાનું છેં.'  ડ્રાઈવર'.
" નહીં નહીં અંકલ અમે જતા રહેશું". નેહા અજાણી વ્યક્તિ સાથે અજાણી ગાડી મા બેસવા નહોતી માંગતી .
" અંકલ ઉભા રહો અમે તમારી સાથે આવીએ છીએ,' ,માનસી થાકી ગઈ હોય છે કેટલાં સમયથી ઊભી રહી ને તેણી હાલત હવે વધારે થાક સહન કરી શકે તેમ નહોતી.
" માનસી અજાણી વ્યક્તિ સાથે આપણે કેમ જવાય"? નેહા.
   "નેહા બધાં લોકો ખરાબ નથી હોતા . દાડમના દાણા બધા ખરાબ નથી હોતાં પરતું ખરાબ ની સંખ્યા કરતાં સારા દાણા ની સંખ્યા વધારે હોય છે, અને આમ પણ નેહા આ વ્યક્તિ ની વાત પરથી પોતાની સારાપણુ દેખાઈ આવે છે .આ કાઠીયાવાડ છેં અહી નાં લોકો દયા ભાવના અને સેવકારી વધું હોય છે.. "!! નેહા".
બન્ને પાછળ ની સીટ મા ગોઠવાઈ ગઈ અને ડ્રાઈવર ગાડી ચાલવા લાગ્યો.
  ડ્રાઈવર ની બાજુ ની સીટ પર એક વ્યક્તિ મજબૂત બાંધા નો અને સૂટ પહેરેલો હતો અને એનાં હાથ મા બ્રાન્ડેડ વોચ પહેરેલી હોય છે અને બીજા હાથ મા ગોલ્ડનું કડુ પહેરેલુ હોય છે અને તેં વ્યક્તિ મોઢા ઉપર રૂમાલ પાથરી ને શાંતિ થી ઊંગ લઈ રહ્યો હતો . ગાડી મા નેવું ની દશક નાં ગીતો ધીમે ધીમે વાગી રહ્યાં હતાં..
  "નેહા કે માનસી તેં વ્યક્તિ વિશે પૂછે એ પહેલાં જ ડ્રાઈવર તેને કહેવા લાગ્યા..આ અમારાં સાહેબ નાં દિકરા સે. ઓફીસ થી દરરોજ સાંજે એમને ઘરે  મુકવા માટે હુ જ જવું છું . કેમ કે જો ઓફીસ થી ઘરે મુકવા હુ નાં જવું તો એમની સવાર તો ઓફીસ મા જ પડી હમજો. માટે મારે ઇમ્ને દરરોજ સાંજે મુકવા જવું પડે છેં રસ્તા મા આવતાં એ ઊંડી ઊંગ મા સુઈ ગયા લાગે સે."  તેની ભાષા મા એક મીઠો કાઠીયાવાડી લહેકોં જોવા મળી રહ્યો હતો.
" તો એમને જાણ છે કે તમે અમને ગાડી મા બેસાડ્યા છે એ !!!" નેહા ડર નાં માર્યા ડ્રાઈવર ને કહેવા લાગી."
   "નાં ..નથી ખબર પણ આ તો દરરોજ ઘરે જતી વેળા કોઈને કોઈ થાકેલું મળી જ જાય છેં અને અમે આ રસ્તે એને ઉતરવું હોય એટ્લે ઉતારી દઇ .અને અમારાં આ સાહેબ તો બહુ દયાળુ જીવ છે એ એમ જ કે ..પાંચ જણ ની ગાડી છેં તો શુ કામ બે જ સફર કરી!!  ડ્રાઇવર એનાં મલિક નાં વખાણ કરવા લાગ્યો."
માનસી ને બેચેની થવા લાગી કે ક્યાંક પોતીકું હોવાનો અહેસાસ થયો .અંદર થી માન નાં નામનું હ્રદય ધબકાર કરી ગયું.માનસી અંદર થી વિચારવા લાગી કે આ વ્યક્તિ કેટલો દયાળુ છેં પોતાની પાસે રહેલી દોલત નું સહેજ પણ અભિમાન નથી .
  નેહા  ડ્રાઈવર સાથે ધીમે ધીમે રહીને વાતો કરવા લાગી .પણ માનસી નું મન બારી ની બહાર માનને શોધવા માટે વ્યસ્ત હતુ. આગળ નાં કાચ પર ડ્રાઈવર ની નજર પડતી હતી અને એમા માનસી નો થાકેલો ચહેરા નું પ્રતિબિંબ પડતું હતુ અને એને ક્યાંક જોઇ હોય એવું ડ્રાઈવર ને લાગી રહ્યુ હતુ.નેહા ડ્રાઈવર નું નામ પૂછવા લાગી..
"મારુ નામ સુરેશ છેં બેટા"  નેહા નામ પૂછી ને શાંતિ થી બેસી રહીં .
હોટેલ ની સામે ગાડી ઊભી રાખી નેહા અને માનસી ડ્રાઈવરનો આભાર માની ને નીચે ઉતરી ને જાવા લાગી. ત્યાં જ બાજુ મા બેઠેલો જુવાન ઊંગ માંથી જાગ્યો અને તેં બારી ની બહાર જોવા લાગ્યો અને તેણી નજર નેહા અને માનસી જતી હતી એની પાછળ પડી અને મનમાં બોલ્યો આ તો જાણીતી વ્યક્તિ લાગે છેં પણ ઉંગમાંથી ઉઠેલો હોવાથી વધું ધ્યાન કેન્દ્રિત નાં કરી શક્યો ત્યાં જ ડ્રાઈવર યે ગાડી આગળ હંકારી મુકી!!"

   માનસી  આજે બહુંજ બેચેન જણાઈ રહીં હતી નેહા તેણી વ્યથા જાણી ને નજીક આવી ને કોફી નો ઓર્ડર આપ્યો હતો તો વેઈટર હમણાં જ આપી ને ગયો. એક કપ તેં માનસી ને  આપ્યો.માનસી કપ હાથમાં લઈને એક ચૂસકી લીધી.
"માનસી કેમ ઉદાસ જણાઈ રહીં છેં"!! નેહા'.
"નેહા મે તારા થી એક વાત છુપાવી છેં, સોરી તારાથી નહીં પણ નીતા દી અને નિલેશ જીજુ થી પણ વાત છુપાવી છેં"! માનસી.
'નેહા પણ માનસી એ કરેલી અચાનક વાતથી એ પણ થોડી છોભિલિ પડી ગયી, એવી તેં કઇ વાત રહીં હશે જે માનસી હમણાં મને કહી રહીં છેં!!!
 
એક નિસાસો નાખીને માનસી કહેવા લાગી .."નેહા જયારે હુ હોસ્પિટલ મા ચેકઅપ કરાવા માટે ગયી તયારે નીતાદીદી મારી સાથે નહોતા એ પ્રેમના annual function મા ગયા હતાં તો ત્યારે ચેકઅપ સમયે એકલી હતી તયારે ડૉક્ટર સીમા એ મને જણાવ્યું હતુ કે હુ જૂડવા બાળકો ની માતાં બનવાની છું ત્યારે મને બહુ ધ્રાસકો લાગેલો કેમ કે નીતા દીદી મારા એક બાળક ને સાચવે પરતું મારા બીજા બાળક નું કોણ થશે!! તેં વાત મે નીતાદી ને પણ નહોતી કરી કે હુ ઝુડવા બાળક ને જન્મ આપવાની છું હુ નહોતી ઇચ્છતી કે મારા દુઃખ ની ડાળ મે એની ખુશી નું ફ્ળ આવે!!."

માનસી પોતાની વાત કરી રહીં હતી તેં સમયે નેહા ની આંખ ભીની હતી .
મને એક આઈડિયા આવી રહ્યો છેં. આમ જોવામાં આવે તો નેહા મુશ્કેલી નાં સમયે નવા નવા આઈડિયા વધું કામ મા લાગતા હતાં..
નેહા કહેવા લાગી કે" જ્યારે તારું બાળક જન્મે ત્યારે તુ એવાં પેરેન્ટ્સ ને જે પોતાનુ બાળક ના હોય અને તેને બાળક ની ઝંખના હોય ,તુ તેમને   લીગલ certificate બનાવી ને એમને  adoption માટે આપી શકે છેં."
   નેહા ની વાત સાંભળી ને માનસી મા અંદર થી એક ખુશી ની લહેર ફરી વળી.
""હા તારી વાત સાચી છેં આપણે આમ જ કરીશું અને હુ મારા મમ્મી પપ્પાને આ મારી pregnet હોવાની વાત નહીં જાણવી શકુ અને જો એમને જાણ થયી તો પપ્પાનું બીજુ હાર્ટ એટેક આવતાં વાર નહીં લાગે".  'નેહા'.
બન્ને વાતો સુખ દુઃખ ની કરી રહીં હતી ત્યાં કોફી પણ પુરી થયી ગયી હતી..

બીજે દિવસે બન્ને એક કંપની મા મીટીંગ કરી ને બહાર આવ્યાં જ હતાં કે સામેની બાજુ નાસ્તા ની લારીઓ ઉભેલી હતી નેહા પાણીપુરી ખાવાની બહુજ શોખીન હતી તો માનસી ને પણ એ ખેંચીને લઇ ગયી.
બનેં પાણીપુરી ખાતા હતાં ત્યાં જ બાજુમાં સુરેશ ડ્રાઈવર તેમનાં પત્ની માટે ભેળ પેક કરાવી રહ્યાં હતાં. તો નેહા ની નજર તેમનાં પર પડી કે અચાનક ખુશી થી કહેવા લાગી..
"અંકલ તમે અહિં "??
"હાં  ..તમે તેં રાત વાળી જ છો ને જેને મે તેં રાત્રે લિફ્ટ આપી હતી" સુરેશ.
"હા અંકલ ..કેમ છો તમે".માનસી."
'ત્રણે જણ વાતો એ વળગ્યા કેમ કે થોડી ભીડ હતી તો!.' અને એમની વાતો ઉપર થી એવું લાગી રહ્યું હતુ ,કે જાણે વર્ષોથી એકબીજાને જાણતાં હોય ..એવું તો કેમ ના લાગે આતો રહ્યો કાઠીયાવાડ નો મલક, જેટલો મીઠો શબ્દ એટલાં જ મીઠાં ત્યાંનાં લોકો,અને દયા ભાવના તો એમનાં લોહી મા જ વણાયેલી હોય.
સુરેશ ડ્રાઈવર એ જાણ્યું કે આ બન્ને છોકરીઓ અહી કામ માટે રોકાઈ છેં અને આ મલક તેમનાં માટે અજાણ્યો છેં તો તેમને કહ્યુ કે ," તમે મારી દીકરીઓ જેવી છો જ્યારે પણ આ મારા મલક મા તમને મારી જરૂર પડે તયારે સાદ દઇ દેજો હુ તમારી પડખે આવી ને ઉભો રહીશ. "
એમ કહીને પોતાનો મોબાઇલ નંબર માનસી ને આપ્યો અને માનસી એ તેં નંબર સેવ કરી એમ લીધો જલદી જલદી કે જાણે ટૂંક સમયમાં જ એની જરૂર લાગવાની હતી.

'આજે નેહા ને એનાં પપ્પા નો કોલ આવ્યો હતો અને તેનાં દાદી આ દુનિયા છોડી ને પરલોક સીધાવ્યા હતાં તો એને બદલાપૂર જવું જરુરી હતુ અને અહિ રાજકોટ મા ઘણી કંપની ઓનો સાથ સહકાર મળી રહ્યો હતો તો અહિ કામ પણ ઘણુ હતુ.'

"નેહા હમણાં ને હમણાં તુ પ્લેનની ટીકીટ બુક કરાવી લે અને ત્યાં તને જવું જરુરી છેં અને અહિ હુ કામ સંભાળી લઇશ."
'માનસી'.

"હા પણ ઈ બધુ તો ઠીક છે પણ હુ તને આવી હાલત મા મુકી ને નથી જવાની અને તારે પાસે કોઇક રહે હે પહેલા જરુરી છેં અને આમ પણ તારી હાલત બીજી મહિલાઓ જેવી નોર્મલ નથી તને યાદ છે ને કે, આપણે પુના જ્યારે ડૉક્ટર ને બતાવ્યું હતુ તો એમને પણ કહ્યુ હતુ ,કે માનસી ને એકલા રહેવા દેશો નહીં.. નહીં તો એ ડીપ્રેશન નો ભોગ બનશે જે આવનાર સમય માટે જીવલેણ સાબિત થશે." નેહા માનસી ને સમજવા નો પ્રયત્ન કરી રહીં હતી.
'માનસી ગણું સમજાવાનો પ્રયત્ન કરી રહીં હતી પણ નેહા એને એકલી મુકી ને જાવા રાજી નહોતી .નેહા એક તરફ એના દાદી નું જવાનું દુઃખ હતુ તો બીજી બાજુ માનસી ની હાલત ની લાચારી.:'.
માનસી: નેહા મારી વાત માન અને જીદ છોડી ને તુ ત્યાં જા ત્યાં તારી વધું જરૂર છે. અને રહીં વાત મારા એકલા રહેવાની તો હમણાં સુરેશ અંકલ ને કૉલ કરુ છુ એમને કહ્યુ હતુ ને કે જયારે જરુર પડે તયારે મને યાદ કરજો .હુ એમને જણાવીશ કે મારે એવી જગ્યા એ રહેવું છેં કે જયાં લોકો હોય .હોટેલ મા એકલા રૂમ મા રહેવું નથી માટે તમે એવી જગ્યા શોધી ને આપો જયાં હુ યોગ્ય રીતે લોકોની દેખભાળ હેઠળ રહીં શકુ જેથી મારી આ સ્વીટ સિસ્ટર એ બદલાપૂર જઈ શકે. " માનસી મજાક કરી ને નેહા ને મનાવાની કોશિશ કરી રહીં હતી.

  "નેહા એ સુરેશ ડ્રાઈવર ને કૉલ કરી ને પોતાના જવાનું કારણ જણાવ્યું અને તેં માનસી ને એકલી મુકી ને જઈ શકે તેમ નથી .નેહા એ ખોટી વાત ડ્રાઈવર ને જણાવી કે માનસી નો હસબન્ડ જમ્મુ કાશ્મીરમાં સૈનિક છેં. "
" ડ્રાઈવર સુરેશ એ માનસી ને પોતાના ઘરે રહેવાની વાત રાખી અને કહ્યુ કે ,'હુ રાજી થઈશ કે મારી માનસી દિકરી મારા ઘરે રહે અને મારી પત્ની પણ ખુશ થશે જો મન્નૂ ને કાંઇ વાંધો ના હોય તો."!!
માનસી ને આજે કેટલા સમય પછી કોઈકે મન્નૂ કહી ને સંબોધી હતી અને એ સંબોધન મા આજે તેને પોતાના પિતા ની ઝલક સાંભળવા મળી હતી.

  બીજે દિવસે સનરાઈસ હોટેલ ની બહાર સુરેશ અંકલ તેમનાં બોસ ની ગાડી લઇને આવ્યાં હતાં.નેહા અને માનસી બન્ને નાં હાથમા બેગ હતી બન્ને આજે જુદા જુદા રસ્તે જવાની હતી.
બન્ને ગાડી મા બેસી ગઈ અને સુરેશ ડ્રાઈવર એ ગાડી એઇરપોટ તરફ હંકારી મુકી.નેહા ને પ્લેન મા રવાના કરી ને માનસી આજે અજાણ્યા લોકોની વચ્ચે જવા પગરવ માંડી રહીં હતી..
 
વધું આવતાં અંકે.

કોણ હતો એ શખ્સ જે માનસી ને પાછળથી જોતાં પોતાનુ જણાઈ રહ્યું હતું??
સુરેશ ડ્રાઈવર એ માનસી ને જોતાં પરિચિત ચહેરો કેમ લાગી રહ્યો હતો??
શુ ડ્રાઈવર નાં ઘરે જઇને માનસી ની જીંદગીમા નવો વળાંક  ઉભો થવાનો હતો?

માટે વાંચતા રહો...પ્રેમની પરિભાષા
thank you મારા વાંચક મિત્રો ને કે જેનાં સાથ સહકાર થી હુ આગળ લખવા માટે મને પ્રેરણા મળે છેં.?
thank you...