“ મારે કાંઇ ખાવુ નથી , મારા માટે કાંઇ સારુ છે જ નહિ “ : હુ ગુસ્સામાં બોલી
“ સારુ ચાલ પાપડી ખાઇ લે “ : યશ
મારો ફોન રણકે છે , “ હેલ્લો , જય સ્વામિનારાયણ “
“ અહિં વૅજ બિરિયાની સારી મળે છે , તે પણ જૈન “ :કેવીન
“ ઑય…, ક્યાં છો તમે ? “ અધીરી બની આજુ- બાજુ જોયુ , ચહેરા પર જણે અલગ જ સ્મિત આવી ગયુ હતુ ત્યાં કેવીન દેખાઇ ગયા , પછીતો કાંઇ પગ થોભતા હશે; તેમના પાસે પહોચીં ગયા.
“ અહિંયા? “
“ બસ થોડા દિવસ ફરવા માટે દિવ જાવ છુ .”
અચાનક મુલાકાત થશે ધાર્યું પણ નહતુ, ચહેરા પર કંઇ અલગ જ ચમક હતી .દિવ પહોંચ્યા , રોકાવાની હોટલ જુદી-જુદી હતી ; આજ તો ઉંઘ આવની નહતી ફરી વખત પહેલી મુલાકાતની યાદો સ્મુતીપટ પર છવાઇ ગઇ.
સવારે વહેલા ઉઠીને દરિયા કિનારે નિકળી પડ્યા , ચાલતા ચાલતા વાતો શરૂ થઇ; હુ ફરી બોલવા લાગી આજે પણ તેઓ મને સાંભળતા હતા સવારની ગુલાબી ઠંડી , સુરજનો કોમળ પ્રકાશ ,સુવાળી રેતીમાં ક્યારેક ધીમા તો ક્યારેક ઉતાવળા ચાલતા મારા પગ. તેઓ તો હજી સ્થીર હતા, શાંત , મૌન પરંતુ તેમના મનમાં પણ કાંઇ તોફાન હતુ.
“ નાસ્તો કર્યો ? “ મૌન તોડવા હુ બોલી
“ કૉફી પીશો ? “
“ ના , હુ તો ચા ની રસિક છુ. “
મારી ચા તેઓ કૉફી , ફરી વાતો શરૂ થઇ , આમ તો મિત્રો સાથે હતા પણ કોઇની રોક-તોક વગર મારુ મન તેમની સાથે એક આઝાદ પંખીની જેમ ઉડવા માંગતુ હતુ . ક્યારે દિવસ પસાર થઇ ગયો ખબર જ ના પડી .
સવારમાં છેક મારી રૂમ સુધી લેવા આવી ગયા , આજ મને ખુબ જ ઉંઘ આવી હતી બધા મારી રાહ જોઇ ને ઉભા હતા . આજ Advanture day હતો આમ તો બન્નેના સમય અલગ હતા પરંતુ મારા મિત્ર નવિનએ તેઓ સાથે પોતાની ટિકિટની ફેર-બદલ કરી નાખી.
સાથે આકાશમાં ઉડ્યા, પાણીમાં સાથે તર્યા દિવની બધી રાઇડ્માં સાથે રહ્યા મને તો બહુ મજા પડી ગઇ તેઓ મારી ખુબ કાળજી લેતા. સાંજ થવા આવી આજ તો સુરજ પણ થાકી ગયેલો લાગતો હતો; સાંજના કેસરી રંગમા હુ અને કેવીન, હુ શાંત હતી તેઓ મારી નજીક આવ્યા હળવેકથી મારુ માથુ તેમના ખભા પર લઇ લીધુ. મૌન રહી શાંત રહી મન ના તોફાનને સંભાળતા રહ્યા. ચાંદ ફરી ચમકવા લાગ્યો .
“ આજ મારે નિકળવાનુ છે “ કેવીન
“ એક દિવસ રોકાઇ જાવને, હુ મારા મિત્રોને વાત કરુ gઆજ રાતનો જ પ્રશ્ન છે ને “ : હુ; મારે એમને જવા દેવા નહતા.
મારા મિત્રો સાથે વાત થઇ , આજ કેવીન અમારી સાથે આમારી રૂમમાં હતા.રાતના એમ પણ ક્યા સુવાનુ હતુ બધા સાથે ગપ્પા અને મસ્તી હુ રૂમની બહાર બાલ્કનીમાં આવી , રાતના શિતળ ચાંદનીમાં દરિયો ઉછળતો હતો કાંઇક મારા મતમાં પણ કેવીન સાથે હોવાના મોજા ઉછળતા હતા .તેઓ પણ બહાર આવ્યા. મારી પાસે આવ્યા અને મારી આંખમાં આંખ પરોવી હુ થોડી શરમાઇ તેમને આલિંગન કરી દિધુ. તેમને મારા માથા પર એક ચુંબન કર્યુ. મારુ હ્રદય એક ધબકાર ચુકી ગયુ. શું આજ મારો પ્રેમ હતો કે તેમના પ્રત્યેનુ કોઇ આકર્ષણ. હુ તો ખાલી એટલુ જ સમજી હતી કે કોઇ મારા મનને પોતાની તરફ ખેંચી રહ્યુ છે.
રાત આખી બાલ્કનીમાં હિંચકા પર હાથમાં હાથ પરોવીને વાતો કરતા નીકળી ગઇ.આ મારો પહેલો અનુભવ હતો મન રોમાંચિત હતુ જણે એ જ મારી દુનિયા બની ગયા હતા.
આજ તો ઘરે જવાનુ હતુ પેકિંગ થઇ ગયુ એક નાના પ્રવાસ પર નિકળી ગયા . તેમના હાથમાં હાથ પરોવિને હુ ચાલતી હતી મારી વાતો ,આજ તો તેઓ પણ ઘણુ બોલતા હતા ફોટો પાડતા હતા દિવસ નિકળી ગયો સાંજ પડી હોટલ પર પરત ફરવાનુ હતુ .
દરિયા કિનારે આજ કાંઇક અલગ જ રોમાંચ હતો તેઓ મારી સામે આવ્યા મારો હાથ પકડ્યો અને આમ જ ખુશ રહેવા માટે માંગણી કરી હુ ખુશ થઇ ગઇ ફરી આલિંગન કર્યુ, દુનિયાની કાંઇ ફિકર ન રહી અને અમે ઘરે પરત ફરવા માટે નિકળી ગયા.મારા મનમાં તેમના પ્રત્યેની ફુટેલી લાંગણીની કુપનને આજ પાણી મળ્યુ , ફુલ ખિલવા લાગ્યા મને ક્યાં કરમાઇજવાની ફિકર હતી તેમના પ્રેમ ભર્યા આલિંગનના વરસાદમાં ખાલી ભિંજાવા માગતી હતી. શુ મને આ પ્રેમ થઇ ગયો હતો કે ખાલી ઉંમરનુ આકર્ષણ હતુ ?