Foram - part 03 in Gujarati Fiction Stories by Yogesh chandegara books and stories PDF | ફોરમ -ભાગ ૦૩

Featured Books
Categories
Share

ફોરમ -ભાગ ૦૩


( ફોરમ - ભાગ ૦૩ )

૫ વર્ષ પછી...
" સિટી હોસ્પિટલ " બરોડા

" સમય ની સાથે બધું બદલાઈ ગયું . ૧ વર્ષ માં તો ઘણું બધું બદલાઈ ગયું. આજે એજ દિવસ છે જ્યારે મેં આ કોલજ માં એડમિશ લીધું હતું. આજે મારુ એન્જીનીયરીંગ પણ પૂરું થઈ ગયુ છતાં પણ આજે હું ક્યાં છું એ વાત જ્યારે હું વિચારું છું તો મને અફસોસ થાય છે. જે સમય મેં ગુમાવી દીધો એ હું ક્યારે પાછો નહીં મેળવી શકું. મેં એક વસ્તુ મેળવા માટે મેં ઘણું બધું ગુમાવી દીધું.. આજે હું નથી ચાલી શકતો કે નથી બોલી શકતો બસ એક બુક અને પેન લઈ ને રોજ લખ્યા કરું છું. આજે હોસ્પિટલમાં થી મને રજા મળવા ની છે. એક વર્ષ થી હું બેડ પર હતો..
" વ્યોમ " વિહલચેર પર બેસી ને લખતો હતો , ત્યાં જ એક યુવતી તે રૂમમાં આવી અને બોલી...
" વ્યોમ " ચાલ હવે આજે આપણે ઘરે જવા નું છે... ( રેડ અને બ્લેક સારી માં કર્લી હેર વારી એક સુંદર છોકરી આવી જેના માથા માં સિંદૂર અને ગળા માં મંગળસૂત્ર હતું આ બંને વસ્તુઓ થી તે વધારે સુંદર લાગતી હતી.. જ્યારે કોઈ યુવતી ના સેથા માં સિંદૂર પુરે છે ત્યારે પછી તેના ચહેરા નો નિખાર પણ ખીલી જાય છે , જેમ ગુલાબ ની ઉપર પાણી છાંટો ત્યારે તે ગુલાબ વધારે સુંદર લાગે છે. )

" વ્યોમ " આર યુ ફાઇન ? " કેટલો બદલાઇ ગયો છે તું , કેમ સમજાવુ તને કે હું આ એક વર્ષ તારા વિના કઈ રીતે રહી છું. તને ખબર છે ? આજ ના દિવસે આપણી પેહલી મુલાકાત થઇ હતી.
( વ્યોમ ની સામે તો તે હસતાં મોઢે વાત કરી રહી હતી , પણ તે અંદર ને અંદર તે દુઃખી હતી કે વ્યોમ ની આવી હાલત તેના લીધે હતી. કેટલી બધી વાતો કરતી હતી તે વ્યોમ સાથે પણ તે જવાબ આપી શકે તેમ નૉહતો. )
ડો. ના કહેવાથી " વ્યોમ " ને આજે હું ઘરે તો લઈ જાવ છું પણ હું જાણું છું કે તે ઘરે આવ્યા પછી પણ તે દુઃખી જ થવા નો છે. મારી એક ભૂલ ન કારણે આજે વ્યોમ ની આ હાલત થઈ છે. ( મન માં વિચાર કરતી હતી ત્યાં પપ્પા આવ્યા એટલે મેં તેમને વ્યોમ ને તેમની સાથે જ ઘરે લઇ જવા નું કહ્યું. )
પપ્પા તમે " વ્યોમ " ને ઘરે લઈ જાવ. હું કૉલજ જાવ છું.. ( આયત ઘરે થી તો નીકળી ગઈ હતી કોલજ જવા માટે પણ જ્યારે પણ તે ત્યાં જતી તો તેંને તેનુ ભૂતકાળ યાદ આવી જતું.. ગાડી ની પાછળ બેસી ને એ એક જ વિચાર કરતી હતી કે શું કામ મેં " વ્યોમ " સાથે આવું કર્યું..
" એન્જીયરીગ છોડી ને મેં કૉલજ સંભાળી લીધી , વ્યોમ નું સપનું તો પૂરું ના થયું . સંબધ ક્યારે બદલાઇ જાય છે , એ જ નથી સમજાતું . હું " વ્યોમ " ની ક્યારે બની ગઇ એ મને નથી સમજાતું. આજે પણ એ દિવસ મને યાદ છે જયારે હું અને જય બને ગાર્ડનમાં બેસી ને વાત કરી રહ્યા હતાં. ત્યારે જય મને પૂછ્યું હતું કે તું વ્યોમ ને પ્રેમ કરે છો કે નહીં તે દિવસે જો મેં " એક ભૂલ ના કરી હોત તો આજે 3 લોકો ની જિંદગી મારા લીધે ખરાબ ના થઈ હોત..( વિચાર કરતાં ક્યારે હું કોલજ માં પોહચી ગઈ ખબર ના પડી , આજ નો માહોલ જોઈ ને મને મારા કોલજ ના દિવસો યાદ આવી ગયા..)

" રશ્મિ યુનિવર્સિટી "

કૉલજ એડમિશન નો આજે પહેલો દિવસ હતો ,એટલે ચારે બાજુ નવા કૉલજીયન જ દેખાતા હતા કેમ્પર્સ માં , જુના સિનિયર લોકો તો તો બસ એ જ જોઈ રહ્યા હતા કે આપણા કરતા આ વર્ષે સારા એવા માલ આવ્યા છે. આમ પણ અપડા કરતા બીજા ની વસ્તુઓ બોવ ગમે..
૪ છોકરાંઓ નું નવું ગ્રુપ કૉલજ ના ગેટ પાસે ઉભું હતું ત્યાં થી પ્રિંન્સીપાલ ની કાર પસાર થઈ એટલે તેને જોય ને ગ્રુપમાં થી " રાજ " બોલ્યો. અરે " સાર્થક " જો તો ખરા કેવો જોરદાર માલ જાય છે.

" રાજ " આ ગ્રુપમાં સૌથી વધારે ડફોળ અને ભણવામાં તો સાવ જીરો હતો બસ તેને એક જ વસ્તુ દેખાતી તે હતી " માલ " કોઈ પણ ભાભી ને જોય નથી ને તેના મોંઢા માંથી પાણી આવી જાય..
( સાર્થક એ રાજ ને માથા માં માર્યું અને બોલ્યો " ભાઈ એ માલ નહીં પણ આપણા કોલજ ની પ્રિન્સીપાલ છે. " મિસિસ. આયત વ્યોમ મહેતા. " તને ખબર છે ? ૩ વર્ષ પેહલા કોલજની ટોપર હતી. આયત અને બીજી એ પણ વાત મળી છે કે આયત એ આજ કૉલજ ના કેમ્પર્સ માં લગ્ન કર્યા એ પણ લવ મેરેજ. )
ઓય મિસ્ટર. આપણે કાંઇ ક્રિમિનલ બ્રાન્ચ નથી ખોલવા ની કે તું આખા ગામ ની પચાત કરવા બેસી ગયો.. આમ જો " ગધેડા" તારા બાપ ની જાન માં જેમ જમવા આવ્યા હોય ને એવડી લાઈન થઈ ગઈ , ફોર્મ સબમીટ કરવામાં..

" જેઠા તું તો રેહવા જ દે કાંઈ બોલમાં. ! તારી મને બધી ખબર છે તું કેવો છે. સાર્થક ની જીત સાથે વારે ઘડીએ બોલાચાલી થઈ જતી.. આમ પણ અમે બધાં તેને જેઠા કહી ને જ બોલાવતાં..
અરે નવરી બજાર તમે બધાં અયહ્યા ઉભા છો. ત્યાં જોવ ધાર્મિક તો ફોર્મ સબમિટ કરી ને આવતો પણ રહયો છે...
આ જોઈને " રાજ " છુટા બુટ નો ઘા કર્યો અને એ ડાયરેક્ટ મેડમ ને પાછળ વાગ્યુ.. એટલે તેને પાછળ ફરી ને જોયું.
રાજ ની તો ફાટી જ ગઈ પગ ધ્રુજવા લાગ્યાં. રાજ એકલો થઈ ગયો તેનાં બધાં ભાઈબંધ " જીત , સાર્થક , ધાર્મિક " બધા ભાગી ગયાં..
મેડમ રાજ ને ઓફીસ માં બોલાવ્યો.. અંદર શું થયું એ કાંઈ ખબર જ ન પડી તે બહાર આવ્યો એટલે " જીત " રાજ ને પૂછ્યું .
શું થયુ એલા ??? રાજ બોલે પણ શું અંદર જે થયું તે રાજ ના ચહેરા પર થી જ દેખાતું હતું. એક તમાચા માં તો રાજ ને હાથ ની છાપ ઉઠી ગઈ..
" રાજ " ગુસ્સામાં બોલ્યો. આ બધું આ ધાર્મિક ના કારણે જ થયું .આ જ એક આપના ગ્રુપમાં એક સત્યવાદી હરિશ્ચંદ્ર પાક્યો..
આજે જેની ખાસ જરૂર હતી એ તો મોટો ડોન આવ્યો જ નહીં આમ તો બોવ હવા મારતો હોય . આજે જરૂર હતી તો આવ્યો નહિ...
" ધાર્મિક " બોલ્યો. તું " જેવીશ " ની રાહ જોવે છે ?? તને ખબર છે એ હરામી એ આપણા બધાં ની પેહલા એડમિશન લઈ લીધું...
" જીત " ને ખબર હશે કે એ ક્યાં હશે ફોન કર તો ભાઈ... સાર્થક એ જીત ને કહ્યુ એટલે જીત બોલ્યો " એને કયારે ફોન લાગ્યો ? હશે કોઇ ડાસ બાર માં એને ક્યાં કાઈ ઘટે છે ! ( જેવીશ પાછળ જ ઉભો ઉભો આ બધી વાતો સાંભળી રહ્યો હતો.)
" હા ! હો જેઠીયા મારા બાપા ને તો જાણે ખજાનો હોય તેવી વાત કરે છે.. તમે બધાં હરામી છો બાઈબંધ ની પાછળ થી ભડવાયું જ કરો છો કે બીજું પણ કાંઈ આવડે છે...?? જીત તું તો ધ્યાનમાં છો આજ પછી કોઈ દિવસ તું મને બોલાવતો નહીં.
" જેવીશ " ને નાની વાત માં ગુસ્સો આવી જતો.. બધાં તેને હવા જ કહેતા ખબર નહિ કોની હવા લઈ ને ફ્રરતો હતો.. " રાજ " તું એવું ના વિચાર તને ખબર છે ને આપણા માટે કે બધાં ની સામે લડવા તૈયાર થઈ જાય.આપણે ક્યારે માર ખાવા નથી દીધા. હા એ વાત સાચી કે તેનો સ્વાભાવ આપણે નથી ગમતો પણ તે દિલ નો તો સારો છે.. યાદ છે ને કે જેવીશ છે તો જ આપણે છે..
" જીત અને જેવીશ " આ બંને ની જોડી કૉલજમાં ધૂમ મચાવા ની છે... " રેવા દે ને ભાઈ મોટી મોટી વાત કરી ને આ બંને બટર લગાડવા નું રહેવા દે... ચાલો આપણે બધા ફૉર્મ સબમિટ કરી ને ઘરે જાયે આજે મારો ભાઈ " શિવ " આવા નો છે...
કોણ છે આ શિવ ?? " રાજ " એ ધાર્મિક ને પૂછ્યું ! છેલ્લા ૫ વર્ષ થી તે લંડન હતો આજે આવા નો છે. મારો ભાઇ ,તમને બધાં ને ખબર એ આપણા મેડમ ના હસબન્ડ ના બેસ્ટ ફ્રેન્ડ છે...
આ વાત સાંભળી ને અમે બધાં ધાર્મિક ના ભાઈ ને મળવા ગયાં..
ધાર્મિક અમારા બધાં નો પરિચય કરાવ્યો શિવ સાથે અને ત્યારબાદ અમે બધા સાથે મળીને વાતચીત કરતા હતાં તેમાં " વ્યોમ " નો ટોપિક આવ્યો એટલે ધાર્મિક એ શિવ ને પૂછ્યું.... ભાઈ અમને તમારા કૉલજ લાઈફ વિશે તો કહો..
" શિવ બોલ્યો.. હું , વ્યોમ અને જેનિલ અમેં ત્રણે બેસ્ટ ફ્રેન્ડ હતા..
આજે પણ મને એ દિવસ યાદ છે , જ્યારે અમે બધાં પીકનીક માટે ગયા હતા. ૧૦ ધોરણ ની પરીક્ષા પુરી થયા બાદ અમે બધાં ફરવા જવા નો પ્લાન બનાવ્યો હતો પણ અમને એ ખબર નોહતી કે આ જ દિવસ અમને બધા ને અલગ પણ પાડી દેશે..
" ફોરમ " અને " ફાલ્ગુની " આ બંને એટલે વ્યોમ ની લાઈફ લાઈન એક બેસ્ટ ફ્રેન્ડ તો બીજી લવર. બધાં ને એમ જ લાગતું હતું કે ફોરમ વ્યોમ ને લવ કરે છે. વ્યોમ પણ આ વાત થી અજાણ જ હતો તેને પણ એમ જ લાગતું કે ફોરમ પણ તેને લવ કરે છે , હકીકતમાં તો ફોરમ બધાં રમાડી રહી હતી. આ વાત હું અને જેનિલ જ જાણતાં હતા. ફોરમ - બધા ને એવું જ લાગતું અમારા ગ્રુપમાં જો કોઈ સમજદાર હોય ને તો તે ફોરમ હતી.. દુઃખ ની વાત તો એ હતી કે ફોરમ જેવું ચાલક પણ કોઈ ના હતું , ખબર નહિ કેમ તે આટલી બધી બદલાઈ ગઈ એ નોહતું સમજાતું , તેને વ્યોમ ને એવું કહ્યું કે તે સાહિલ ને પ્રેમ કરે છે. આ વાત સાચી છે કે ખોટી એ કોઈ નથી જાણતું બસ એટલી ખબર છે કે ફોરમ આજે પણ સાહિલ સાથે જ કૉલકતા માં રહે છે..
" હું અને જેનિલ બંને એ વ્યોમ ને સમજાવ્યો પણ એ ના સમજ્યો એને આજે પણ એવું જ લાગે છે કે અમારા બંને ના લીધે જ ફોરમ એના થી દુર થઇ.. આ ગલતફેમી હું આજે પણ દૂર નથી કરી શક્યો.. ફાલ્ગુની પણ વ્યોમ ને ભૂલી ને તેની લાઈફ માં આગળ વધી ગઈ..

( શીવ તેની વાત પૂરી કરી અને તે ત્યાં થી ઉભો થતો હતો એટલે જીત ઉભો થઇ ને બોલ્યો..)

" શિવ " વ્યોમ અને આયત એ બંને કઈ રીતે મળ્યાં એ વાત કહો.. અને કોના લીધે આજે વ્યોમ ની આવી હાલત છે.

" શિવ " જીત એ વાત ની તો મને પણ ખબર નથી કારણ કે ૫ વર્ષ પછી હું ઇન્ડિયા આવ્યો છું..
હું પણ વિચારું છું કે વ્યોમ એટલો બધો બદલાઈ ગયો કે તેને ફોરમ ને ભૂલી ને લગ્ન પણ કરી લીધાં જે ફોરમ ના લીધે તેના ભાઈબંધો ને પણ ભૂલી ને ચાલી આવ્યો.. ફોરમ તો ક્યાં હશે એ કોઈ નથી જાણતું પણ આયત ની વ્યોમ ની લાઈફમાં કઈ રિતે એન્ટ્રી થઈ એ તો હું પણ નથી જાણતો. ", રોય " વ્યોમનો હોસ્ટેલનો ફ્રેન્ડ એ આ બધી વાત જાણતો હશે..

( શિવ ના કહેવાથી અમે બધાં રોય ને મળવા જવા નો પ્લાન બનાવતા હતાં ત્યાં " જેવીશ " બોલ્યો.
ડોબા ! બીજા ની લાઈફ માં બોવ રસ લાગ તને કેમ ? તમારે બધાં ને શુ કામ છે એ બંને ની લાઈડ વિશે જાણી ને એ લોકો ની પર્સનલ લાઈફમાં તમે શું કામ ઇન્ટ્રસ્ટ લ્યો છો..? )

" જેવીશ " ના કહેવાથી અમે બધાં એ વાત ત્યાં જ ભૂલી ગયા.. હવે અમે બધાં અમારી કૉલજ લાઈફ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા..

રૂમ નં ૩૨૧
લાઈફલાઈન હોસ્ટેલ
રાત્રી નો સમય ૧૨ :૦૦

સંડાસ બાથરૂમ નો દરવાજો ખોલી ને જેવો " જીત " એન્ટર થયો ત્યારે તેને ખબર પડી કે આ બાથરૂમ માં તો કડી જ નથી. હવે અંદર તો ગયો પણ બહાર પણ નીકળી શકે તેમ નૉહતો કારણ કે જો બહાર નીકળે તો બધાં એટેક્ટ કરી દે તેમ હતાં..
જેવીશ ને ખબર હતી કે જીત ક્યાં ગયો.. જીત તો અંદર સંડાસ નો દરવાજા નો હેન્ડલ પકડી ને બેઠો રહ્યો ત્યાં જ જેવીશ આવી ને બહાર થી લોક કરી ને બધાં ને બોલાવી આવ્યો..
( જેવીશ ત્યાં આવી ગયો.. ઓય જેઠીયા તું બહાર આવે છો ? અંદર થી અવાજ આવ્યો. ! હું કાંઈ ગાળો થઈ ગયો કે બહાર આવું તમેં બધાં સમજો શું કે હું બહાર નીકળું તેમ છું. ??
" રેવા દે ને તારી હોશયારી ! અમને બધાં ને ખબર જ છે કે એ બાથરૂમમાં કળી નથી ! એટલે તું હવે બહાર આવા નું ઈચ્છે તો પણ નહીં આવી શકે કારણ કે મેં બહાર થી લોક કર્યું છે..
" હરામી હલકટ " નીચતા ની પણ કોઈ હદ હોય... તે મારા ફોનમાંથી મારા જ બાપા ને પોર્ન વીડિયો સેન્ડ કર્યા , ડોબા , બુદ્ધિ વગર ના તને ખબર નથી પડતી.. હું જાણું છું તે જાણી જોઈને ક કર્યું છે.

" ભાઈ મારી વાત તો સાંભળ.. ! નથી સાંભળી ભળવા તું ભાઈ ને નામે કપાતર નીકળ્યો મેં મારી કેવી ઇમેજ બનાવી છેઃ મારા બાપા સામે અને તે સાવ પથારી ફેરવી નાખી.. તારા બાપા એ તને પેદા કરી ને બોવ મોટી ભૂલ કરી..
" જીત બહાર નીકળ્યો અને જેવીશ ને ભેટી ગયો.. ઑય શું કરે છો આ તું ? કાંઈ બદલાવ તો નથી આવી ગયો ને ??
શું તું પણ એલા ભાઈ ને ભેટી પણ ના શકું ??
( જેવીશ જીત ને ધક્કો મારી ને ત્યાં થી ચાલી ગયો.. ના હું તારો ભાઈ નથી તું હરામી ભાઈ ના નામે ભળવો નીકળો.. )
ભૂલ થઈ ગઈ મારી ! હું મારા નંબર માં સેન્ડ કરતો હતો. તે મારા નામ માં પણ બાપા લખ્યું એટલે ભૂલ થઈ.
જવા દે હવે જે થવા નું હતું એ થઈ ગયું. મારી એક વાર સાંભળ " નેન્સી " તને યાદ કરતી હતી આજે.
( જીત અને નેન્સી બંને બેસ્ટ ફ્રેન્ડ હતાં.. તે બંને ની મુલાકાત આજ હોસ્ટેલમાં થઈ હતી. નેન્સી ની બિલ્ડીંગ સામે જ હતી જ્યારે નેન્સી તેના રૂમનો વિન્ડો ખોલે એટલે ત્યાં થી જીત ના રૂમ ની બાલ્કની દેખાતી..આ બંને ની મુલાકત જોકી ના જાગીયા થી થઈ..)
" જીત નાહવા ગયો હતો.. આજે પેહલી વાર એવું બન્યું કે એ રૂમાલ લીધાં વગર જ નહાવા ગયો..અને નિકર લીધાં વગર જ અંદર ચાલ્યો ગયો... હવે બન્યું એવું કે રૂમ માં બીજું પણ કોઈ ના હતું એટલે તે હિંમત કરી ને એ જ ભીના જોકી ના જાગીયો પહેરી ને બાથરૂમ માંથી બહાર આવ્યો ને છેક બાલ્કની સુધી ગ્યો.. ત્યાં ચેન્જ કરી ને તે તેનો જાગીયો સુકવતો હતો ત્યાં જ એ નીચે જઈ ને એક છોકરી ના માથા પર પડ્યો...
" ઓહ સીટ...!! કોણ છે આ ?? તેને ઉપર જોયું ! ઉપર જોયા પછી તો જોતી જ રહી ગઈ જીત ની આંખો માં આંખ પરોવીને બે બંને એક બીજા ની સામે જોતા જ રહી ગયાં...
( એ બુન આગળ ચાલ મારે કચરો લેવો છે , શું સવાર સવાર માં રસ્તામાં ઉભી ગઈ છે..! )
તું તારું કામ કર ને...તારા બાપા નો ક્યાં રોડ છે ??
સવાર સવાર માં બોલા ચાલી થઈ ગઈ.. આ બધાં દશ્યો જીત જોતો હતો અને તેને બૂમ પાડી...તમે બંને પછી ઝગડો કરજો પેહલા મારી જોકી તો આપી જા..
" નેન્સી " જાગીયા નો છૂટો ઘા કર્યો...અને સીધો જીત ના મોઢા પર જ લાગ્યો..
જીત બોલ્યો ! કહ્યું હોટ તો હું નીચે લેવાં આવત...
" જાને નવરા સવાર સવાર શું આવા વાહિયાત જોક મારે છો.. તું તારું રૂમાલ સંભાળ જો નીકળો ગ્યો..
( આ દિવસ પછી " નેન્સી " અને જીત " ની રોજ મુલાકાત થતી , બંને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી..નેન્સી ની સાથે બીજી પણ એક ફ્રેન્ડ રહેતી તેનું નામ " જીયા " હતું એ જ્યારે પણ " જેવીશ " ને જોતી તો સાવ ગાડી થઇ જતી એટલો તેને લાઈક કરતી પણ " જેવિશે " ને આવા લફળા માં પડવા નો જરા પણ શોખ ના હતો..)
જેવીશ એ જીત ને નેન્સી ની વાત કરી..એટલે જીત ના મોંઢા પર સ્મિત આવી ગયું..
" અરે તું એ નેન્સી ની તો વાત જ ના કર એ આજે મને ગ્રાઉન્ડમાં મળી હતી. મને પૂછ્યું કે જીત કેમ હમણાં દેખતો નથી ?
" જીત બોલ્યો " શુ વાત કરે છો ? નેન્સી આવી ગઈ...આજ મારે એને મળવા જાવું જોશે..
હા તું એને મળી આવ પણ તારે મારુ એક કામ કરવા નું છે.. ( હા બોલ ! જીત ને ખબર જ હતી કે જેવિશ શું પૂછવા નો છે..)
" નેન્સી " પાસેથી આયત મેડમ ના નંબર લઈ ને આવજે .. ( ભાઈ તું પણ કોના પ્રેમમાં પડી ગયો તને ખબર તો છે કે આપણા પ્રિન્સિપાલ મેરિડ છે.. તને આખી કૉલજ માં બીજું કોઈ ના ગમ્યું ને બસ એક આયત જ મળી.." જીયા " તારી પાછળ પાગલ છે..)

જીત તને તો ખબર છે કે મને લવ માં જરા પણ ઈન્ટ્રસ્ટ નથી..મારી લાઈફ માં મને પેહલી વાર કોઈ ગમ્યું હોય તો તે " આયત મેડમ " છે. રોજ મને એજ વિચાર આવે છે કે શું કરતી હશે " આયત ". ??

" રશ્મિ પેલેસ " - વડોદરા

" યુગ " ક્યાં છે તું..?? ( ખબર નહિ ક્યાં ચાલ્યો ગયો આ છોકરો ? કેટલી વાર સમજાવ્યો છે કે પપ્પા ની પાસે રેહવા નું કીધું પણ એક મિનિટ પણ નથી રહી શકતો..)
આયત આજે પણ એટલી જ સુંદર લાગતી હતી. ૧ છોકરા ની માં હોવા છતાં પણ આખી કૉલજ ના છોકરાઓ તેના પ્રેમમાં પાગલ હતાં.. કોઈ ના કહી શકતું કે તે પ્રિન્સિપાલ છે કે સ્ટુડન્ટ...
" શું તું પણ વ્યોમ આવું લખે છો મારા વિશે..?? તારી વાઈફ છું અને તું કહે છો કે કૉલજના બોયઝ આજે પણ મને લાઈક કરે છે.. આવું શું કામ લખે છો તું મારા વિશે...?? જો આ વાત સાચી થઈ ગઈ તો , કોઇ સ્ટુન્ડન્ટ સાચને જો મારા પ્રેમમાં પડી ગયો અને તારી પાસે થી મને છીનવી લેશે તો તું શું કરીશ..??
" યાદ તો છે તને એ દિવસ જયારે હું જય સાથે ગાર્ડન માં બેઠી હતી અને જય મને પૂછ્યું હતું કે તું " વ્યોમ " ને પ્રેમ કરે છો કે નહીં..?? તને ખબર છે ત્યારે મેં જો તને હા પાડી હોત ને તો આજે હું તારી પત્ની કદાચ ના પણ બની હોત..!


૫ વર્ષ પહેલાં..

જય અને આયત બંને વાત ચિત કરી રહ્યા હતા...
" હું વ્યોમ ને લાઈક કરું છું પણ લવ નથી કરતી... કારણ કે હું જાણું છું કે મારા પેહલા પણ તેની લાઈફમાં કોઈ આવી ગયું..
તું જ વિચાર તેનો પ્રેમ જો " ફોરમ " નો ના થઇ શક્યો એ પ્રેમ મારો પણ કઈ રીતે થઈ શકે ??
રોય મને બધી જ વાત કરી કે તે ફોરમ ને બાળપણથી પ્રેમ કરતો હતો..જ્યાર થી હું એને મળી છું ત્યાર થી તે ફોરમ ને ભૂલી ને મને પ્રેમ કરવા લાગ્યો એનો મતલબ પણ ખબર છે તને ..??
" વ્યોમ " જો મને જોઈ ને ફોરમ પ્રેમ ને ભૂલી શકે છે તો આગળ જતાં જો બીજું પણ કોઈ લાઈફમાં આવ્યું તો તે મને પણ ભૂલી શકે છે. સાચો પ્રેમ તો પેહલી જ વાર થાય છે...
" મારી લાઈફમાં " વ્યોમ " ની જ્ગ્યા છે , જ પણ એક પ્રેમી તરીકે ક્યારે નહિ..હું તેને મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું...
( વ્યોમ બધી જ વાતો સાંભળી લીધી ." ફોરમ નો ના હોવા નો અહેસાસ તો તેને પણ હતો એ આજે આયત ને પ્રેમ તો કરતો હતો પણ , આજે એના દિલમાં તો ફોરમ જ હતી...)


વ્યોમ અને રોય બંને આયત પાસે ગયા ..
" આયત " કેમ તું અયહ્યા આવી ગઈ...?? તને ખબર છે તારા પપ્પા કેટલા ટેન્શનમાં આવી ગયા...
( આયત તો ખોટું જ બોલી પણ એને નોહતી ખબર કે રોય અને વ્યોમ બધી જ વાતો સાંભડી લીધી હતી..)
" વ્યોમ " મને પ્રપોઝ કરી એટલે હું થોડી ટેન્શનમાં આવી ગઈ કે હું જવાબ આપું એટલે મેં જય ને બોલાવ્યો હતો..
હા ! એ તો અમને પણ ખબર છે કે તું જય ને પૂછ્યા વગર તો તું પાણી પણ નથી પીતી તો આ તો તારી લાઇફનો સવાલ છે..
રોય પૂછ્યું ! શું વિચાર કર્યો છે ?? હા કે ના !
સાચું કવ તો હું પણ કન્ફ્યુઝ છું કે શું જવાબ આપું...?
( વ્યોમ ત્યાં થી જતો રહ્યો અને જતા એટલું જ બોલ્યો ! મારે હવે તારા જવાબ ની જરૂર પણ નથી હું મારી લાઈફ માં એકલો જ સારો છું..! )

આ બનાવ બન્યા પછી , એક અઠવાડિયા સુધી વ્યોમ કૉલજ ના આવ્યો...
આયત એ રોય ને ફોન કર્યો
" હેલો રોય !
હા બોલ " આયત શું કામ પડ્યું ??
તું પણ શું યાર વ્યોમ ની જેમ રિસાઈ ગાયો..?.
એ જવા દે તે મારા ફ્રેન્ડ નો મજાક બનાવ્યો છે , તેની જગ્યાએ જો તું પણ હોત ને તો મારો બેહ્વયર પણ આવો જ હોટ વ્યોમ સાથે પણ... મારા માટે તમે બંને સરખા છો. તને ખબર છે છેલ્લા આઠ દિવસ થી તે જમ્યો પણ નથી બસ તારી જ યાદ માં પડ્યા કરે છે... તને ઍવુ લાગે છે કે એ ફોરમ નો ના થઇ શક્યો તો તારો શું થવા નો..?
તું પણ એક વાત સાંભળી લે " જયારે કોઈ દિલ તોડનાર ની એક્ઝીટ થાય છે , ત્યારે કોઈ દિલજોનાર ની પણ એન્ટ્રી થાય છે...

" આજ સુધી હું ક્યારે નથી બોલ્યો પણ આજે બોલવું પડે તેમ છે..
તું પણ એક અનાથ હોવા છતા, આજે જગજીવનદાસજી ના દિલમાં તે તેની સગી દીકરી કરતા પણ વિશેષ જ્ગ્યા બનાવી લીધી છે.
" વ્યોમ માટે ફોરમ તો એક પ્રતીક્ષા જ છે... આજે પણ તે તારી રાહ માં જ જીવી રહ્યો છે...પેહલી વાર તેના જીવન માં કોઈ આવ્યું..જ્યારે એ તને જોઈ છે તો તેને તારા માં ફોરમ નો અહેસાસ થાય છે..
" કોણ કહે છે કે પ્રેમ એક જ વાર થાય.. ?? જ્યારે પેહલી વ્યક્તિ કરતા પણ જો વધારે તેના દિલમાં જ્યારે એ વ્યક્તિ તેની જગ્યા બનાવી લઈ ત્યારે પહેલો પ્રેમ પણ ભૂલાઈ જાય છે...

" બસ કર રોય ! હું કયાર ની તારી બકવાસ સાંભળું છું.. મારે કોઈ લેક્ચર નથી સાંભળવો. મેં તને એટલા માટે ફોન કર્યો કે કાલે મારા પપ્પા નો બર્થડે છે તો કૉલજ માં એક ફંકશન રાખેલ છે તો તમે બંને એમ આવજો...
બસ આટલું બોલી ને આયત ફોન ક્ટ કરી નાખ્યો...રોય પણ વિચારમાં પડી ગયો કે કંઈક તો એવી વાત છે જે આયત મારા થી છુપાવી રહી છે.. રોય વ્યોમ ને કૉલજ લઈ ગયો.

" રોય , કાયરા , અને વ્યોમ ત્રણે સાથે જ હતા...રોય જયલા ને ફોન કર્યો અને પૂછ્યું..
ક્યાં મરાવે છો એલા..?? જય કહ્યું કે તમે બધાં જલદીથી ઓડિટોરિયમ માં આવી જાવ જાગીયો આજે કોથળામાં થી બિલાડી કાઢે તેવું કાંઈક કરવા નો છે..
આ વાત સાંભળી ને અમે ત્રણ હોલમાં જઈ ને પાછળ ની સીટ માં બેસી ગયા..

સ્ટેજ પર " આયત " અને જગજીવનદાસ બંને ઉભા હતાં... બર્થડે કેક પણ આવી ગઈ હતી બસ કેક કાપવા નો સમય થયો ત્યાં જ જાગીયા એ હાથમાં માઇક લીધું એટલે પાછળ થી આવાજ આવ્યો....
" ચાલો બધાં સુઈ જાવ...આજે તો આવી બન્યું જાગીયા ના હાથમાં માઇક આવ્યું !
( જયારે પણ એ ભાષણ કરતો તો એટલે બોલવાનું તો ક્યારે બંધ ના થાય ઉપર વારા એ ક્યાં સ્વિચ ગોઠવી એ વિચારવું પડતું..)

" ગુડ મોર્નિંગ સ્ટુડન્ટસ "
આજે મારો ૬૫ મો જન્મદિવસ હું મનાવ જઇ રહ્યો છું... ( ત્યાં જ કોઈ બોલ્યો હજી કેટલા વર્ષ સુધી તારે જીવવું છે ડોસા ?? )
હું જાણું છું કે હું બોવ સ્ટ્રીક છું એટલે હું તમને કોઈ ને ગમતો નથી , આ તો મારી જરા પણ ઈચ્છા નોહતી કે હું મારો જન્મદિવસ સેલ્લીબ્રેશન કરું , પણ મારી બંને દિકરીઓ ની ઈચ્છા ને લીધે જ આજે આ બધું થયું છે...
( તમેં બધાં વિચારતાં હશો કે બીજી દીકરી કોણ..? જેના નામ પરથી આ યુનિવર્સિટી નું નામ પડ્યું. રશ્મિ આજે લંડન થી આવી ગઈ છે..)
" જ્યારે રશ્મિ બધાં ની સામે આવી તો બધાં તેને જોતા જ રહી ગયાં..
બ્લેક કલર ના શોર્ટ ડ્રેસમાં તે મસ્ત લાગતી હતી..તેના હોઠ પાસે નું એ કાળું તીલ તેની ખૂબ સુરતી માં વધારો કરી રહી હતી..તેની એ ગ્રીન આખો જાણે કોઈ અપ્સરા ના હોય..તેના લોગહેર જયારે એ બધાં ની સામે આવી તો આખું ઓડિટોરિયમ માં બેઠલા બધાં છોકરાઓ ઉભા થઇ ગયા...
" રોય પણ ઉભો થઇ ગયો અને મન માં ને મન માં બોલ્યો.. જાગીયા ની દીકરી આવી છે તો તેની વાઈફ કેવી હશે...?? જાગીયા ને પણ કેવું પડે હો ! પ્રોડક્શન તો જોરદાર કર્યું એક " આયત " તો બીજી " રશ્મિ "
" વ્યોમ બેઠો હતો... એટલે રૉય કહ્યું ! ઓય ડોબા આમ ઉભો તો થા.. જો તો ખરી શું માલ છે..! લંડન રીટર્ન


" મારે કોઈ માલ ને નથી જોવો... અરે મારા બાપ એક વાર જો તો ખરી હું ક્યાં કવ છું કે તું પરણી જા એની જોડે..
" વ્યોમ " પણ ઉભો થયો તેને જોવા માટે એટલે જ્યારે વ્યોમએ રશ્મિ ને જોઈ એટલે એ ત્યાં થી દોડી ને ભાગી ગયો...રોય પણ તેની પાછળ ગયો અને તેનો હાથ પકડી ને ઉભો રાખી ને બોલ્યો !

" શું ગાંડો થઈ ગયો એલા કૅવો મસ્ત માલ મૂકી ને તું બહાર આવી ગયો..
" વ્યોમ " એક ઝાપટ જડાવી દીધી રોય ને અને બોલ્યો !
એ કોઈ બજારુ માલ નથી..." મારી ફોરમ છે..."
આ વાત સાંભળી ને રોય પણ ચોંકી ગયો...શું વાત કરે છો તું..? તારા થી કાંઈ ભૂલ થતી હશે..
ના રોય હું ફોરમ ને ક્યારે ના ભૂલી શકું...એ મારી ફોરમ છે.!!
" લાઈફ પણ મારી સાથે કેવી રમત રમી રહી છે...જયારે હું મારી લાઈફ માં આગળ વધી ગયો છું તો આજે મારુ અતીત મારી સામે આવી ને ઉભું છે...એક તરફ " આયત " છે તો બીજી બાજુ " ફોરમ "

અક બંધ... વધુ આવતા ભાગમાં....