Nav Raatni Navalkatha - 5 in Gujarati Classic Stories by Dr Vishnu Prajapati books and stories PDF | નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૫

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૫

ભાગ – ૫

‘પપ્પા હું થાકી ગઇ છું, ગુડ નાઇટ’ એટલું કહી સ્વરા પોતાના બેડરૂમમાં ચાલી..

ડ્રોઇંગરૂમમાં એકલા પડેલા શ્રૃજલની આંખો સ્વરા અને રિધમને મળેલા બેસ્ટ ગરબા જોડીના એવોર્ડ પર સ્થિર થઇ અને તે એક એવા ભૂતકાળમાં ખોવાઇ ગયો જે તેને વર્ષો પહેલા દફનાવી દીધો હતો...

એ નવરાત્રિની યાદ... કોલેજની ભવ્ય ગરબા કોમ્પિટિશન અને તે ગરબાની એક જોડી, જેના તરફ બધાનું ધ્યાન વારંવાર ખેંચાઇ રહ્યું હતું.... રાધા-કૃષ્ણ જેવી તે જોડ અદભૂત સ્ટેપ લઇને કોલેજના બધા ગ્રુપ કે જોડીઓને પાછળ રાખીને આગળ નીકળી જતા હતા.

રાધા જેવી જ સુંદર, ગોરી ત્વચાવાળી યુવતી પાછળ તો કોલેજ આખી પાગલ હતી. જો કે તે ગોરી મેમ શ્યામ જેવા લાગતા યુવાન પાછળ પાગલ હતી... ‘તું ફ્લુટ વગાડ... હું તારી પાસે બેસીને સાંભળ્યા જ કરીશ...!!’ અને તે યુવાનના હોઠેથી નીકળતી હવાના એક એક સૂરથી તે ભીંજાઇ જતી..

શહેરથી દૂર દૂર સાવ શાંત જગ્યાએ તેઓ નીકળી પડતા અને પેલો યુવાન વાંસળી વગાડે અને તે અપ્સરા જેવી યુવતી તેના ખોળામાં માથું નાખીને સૂઇ જતી.

‘મને ગરબા શીખવ... મારે તારી સાથે જોડી બનાવવી છે....’ તે યુવતીએ હઠ કરીને ગરબા શીખ્યા હતા.

યુવાન પણ ગરબાના સ્ટેપ ભરે તો જાણે ચારેબાજુની હવાને વિંઝોળી એક અલગ જ વાતાવરણ ખડું કરી દેતો... ફરફરતું કેડીયું... અને તેમાંય તે ઉછળીને એક પછી એક ફુદરડી લગાવતો જે જોઇને બધા ‘વાઉવ’ પોકારી ઉઠતા.

‘બેસ્ટ ગરબા જોડી એવોર્ડ ગોઝ ટુ........!!’ કોલેજના ગરબા ફંક્શનમાં તે યુવાન યુવતીને બેસ્ટ ગરબા જોડીનું ઇનામ જાહેર થયેલું.

‘એન્ડ બેસ્ટ ક્રિયેટીવ ‘દાંડિયા જોડ’ મેકિંગ કોમ્પિટિશન પ્રાઇઝ ગોઝ ટુ....!’ આ બીજી જાહેરાત પણ તેના પછી જ થઇ હતી... અને તે પ્રાઇઝ પણ આ બન્નેને મળેલું.

બન્ને એકસાથે હાથમાં હાથ પરોવી દાંડિયાના રણકારે અને ઢોલના ઢબકારે એવોર્ડ લેવા ગયા હતા. તે રાતે આ બન્ને યુવાનો ના માત્ર હાથ જ નહી, હૈયાં પણ મળી ગયેલાં....

હા... એ રાત.... કોલેજનું નવરાત્રિ સેલિબ્રેશન અને શાનદાન પરફોરમન્સ...!! યાદમાં ખોવાયેલા શ્રૃજલની આંખોમાં અને હોઠ પર એક હળવી મુશ્કુરાહટ આવે છે...

પણ બીજી જ ક્ષણે તે મુશ્કુરાહટ છીનવાઇ જાય છે... અને અંદરથી એક ત્રાડ સંભળાય છે...... શ્રૃજલ એ શાનદાર પરફોરમન્સ નહોતું એ તો મોટી ભૂલ હતી...... કોઇના સાથેનો દગો હતો..... વિશ્વાસનું ખંડન હતું.... પ્રેમનો એકરાર નહી પણ હવશનો પ્રસ્તાવ હતો...!!’

‘ના.... ના..... એમ નહોતું....!’ શ્રૃજલ એકાએક જ બોલી ઉઠ્યો... અને તેને ખ્યાલ આવ્યો કે પોતે વર્ષો જુના ઇતિહાસમાં દોડીને પાછો આવ્યો હતો... તેના શ્વાસોશ્વાસ વધી ગયા અને ઉભા થઇને ઠંડા પાણીનો ગ્લાસ ગટગટાવી ગયો. ઠંડા પાણીની અસર થતાં ધીરે ધીરે તેના ધબકારા શાંત થઇ ગયા.

શ્રૃજલ ડ્રોઇંગરૂમની લાઇટ બંધ કરી પોતાના રૂમમાં ગયો... પણ તે જુની યાદો અને તે ઇતિહાસ તેની પાછળ પાછળ તેની સાથે જ આવ્યો, જાણે તે આજે પીછો છોડવા માંગતો ન હોય....!

બેડરૂમમાં સામે લટકતી સુનયનાની તસ્વીર જોઇને શ્રૃજલે જુની યાદો મીટાવવા પ્રયત્ન કરી જોયો... પણ આજે તેની જિંદગીમાં ફરી ‘દાંડિયાની જોડ’ અને ‘વાંસળી’એ વર્ષો પછી ભૂકંપ સર્જીને ઉત્પાત મચાવી દીધો હતો.

આખરે શ્રૃજલે આંખ બંધ કરી દીધી... પણ સોસાયટીના ગરબાના અવાજોમાં રાસ ચાલું હતો તેના ગીતના શબ્દો તેના કાને અથડાઇ રહ્યાં હતા... ‘આજ રપટ જાયે તો હમે ના ઉઠઇઓ... હમે જો ઉઠઇઓ તો ખૂદ ભી રપટ જઇઓ...’ ગીત પર બધા રાસ રમી રહ્યાં હતા....

‘વર્ષો પહેલાં નવરાત્રિની રાતે બે યુવાન હૈયાઓ લપસી પડ્યાં હતા.....’ અને શ્રૃજલે ઉંડો શ્વાસ લઇ આંખો બંધ કરી દીધી અને વિચારો શાંત બનતા નિંદ્રાધીન થયા.

નવરાત્રિ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ સૌનો ઉત્સાહ બેવડાતો જતો હતો... સૌ કોઇ બધુ ભૂલીને એન્જોય કરવામાં મશગૂલ હતા..

‘ગુડ મોર્નિંગ, રિધમ...’ સ્વરાએ સવાર સવારમાં રિધમને કોલ કર્યો.

‘જોયું... સવાર સવારમાં જ લલ્લુ-પંજુની જરુર પડી...!’ રિધમે કોલ રીસીવ કરતા ફ્લર્ટ કરવાનું શરું કર્યુ.

‘ઓ, બબૂચક.... આ તો તારી કારમાં મારી પેલી દાંડિયાની જોડ રહી ગઇ છે તે કહેવા ફોન કર્યો છે અને આજે કોલેજ લેતો આવજે...’ સ્વરાએ કામની વાત કરી.

‘અને ન લાવું તો...?’

‘તો તારા ઘરે આવીને લઇ જઇશ.....’

‘તો એ દાંડિયાની જોડ મારી પાસે જ રાખીશ.... એટલે તારે મારા ઘરે જ....’

‘બસ.... ઘનચક્કર.... થોબડું અરીસામાં જોઇ લેજે... અને છાનોમાનો જે કામ કહ્યું હોય તે કર.... નહિ તો...’ સ્વરા ગુસ્સે થઇ.

‘સારું,હવે.... આજે હું બહાર જવાનો છું એટલે કોલેજ નથી આવવાનો.... અને રાત્રે સોસાયટીમાં અમારી આરતી છે.... એટલે આવતીકાલે જ મળશે.’ રિધમે સરખી રીતે જવાબ વાળ્યો.

‘સોસાયટીમાં વળી કઇ આરતી છે...?’ સ્વરાએ મજાકમાં કહ્યું.

‘માતાજીને ઉતારવાની આરતી.... બીજી કોઇ નહી હોં....!’ રિધમે ખુલાશો કર્યો.

‘તો ઠીક છે ... નહી તો....!!!’ સ્વરાએ અધ્યારમાં જવાબ આપ્યો અને બાકીનું રિધમના સમજવા પર છોડી દીધું.

‘નહી.. તો... શું... તને ઇર્ષ્યા થાય છે...?’ રિધમે સ્વરાને ઉશ્કેરતા કહ્યું.

‘સારું... ફોન મૂક.... કાલે ભૂલતો નહી દાંડિયાની જોડ...!’ સ્વરાએ ફોન કટ કરી દીધો.

પપ્પા પણ ડ્રોઇંગરૂમમાં બેસીને સ્વરાની વાતો સાંભળી રહ્યા હતા..

‘પપ્પા, ગુડ મોર્નિંગ...લવ યુ....!’ સ્વરાએ પપ્પાના માથામાં વિખરાયેલા વાળ સરખા કરતા કહ્યું.

‘આજે તો મુડમાં છે’ને કાંઇ...’ સામે તેના પપ્પાએ પણ તેની આંખો વાંચી ચુક્યા હતા.

‘પપ્પા... પેલા દાંડિયાની જોડ આવતીકાલે લઇ આવીશ.’ સ્વરા રસોડા તરફ ચાલી અને ચા મુકી.

‘પપ્પા, તમે કોલેજમાં હતા ત્યારે આવી રીતે ગરબા, યુથ ફેસ્ટિવલ કે ટુર બધામાં જતા કે નહી?’ સ્વરાએ મીઠી મહેંકવાળી ચા કપમાં કાઢતા કહ્યું.

‘ના ... કેમ...?’ તેના પપ્પાએ ટુંકાણમાં જવાબ આપ્યો.

‘કોલેજની પણ કેવી મજા હોય છે, તે તમને શું ખબર ? જો કે તમને મારી મમ્મી જેવી અપ્સરા મળી પછી કોલેજની જુની યાદ થોડી આવે...?’ આજે સ્વરાએ તેના પપ્પા સાથે એક મિત્રની જેમ વાતો કરી, જે રીતે તે તેની મમ્મી સાથે વાતો કરતી હતી.

શ્રૃજલે ચાની મીઠી મહેંક અને સ્વાદનો સીસકારો મારતા માત્ર માથું હલાવીને જ જવાબ વાળ્યો.

‘પપ્પા... તમને કોલેજની કોઇ જુની યાદો આવે તો તમારી કોઇ બેસ્ટ ફ્રેન્ડ કે ઇવેન્ટ કઇ...?’ સ્વરાએ પુછ્યું.. જો કે આ વાત તો સ્વરાની મમ્મીએ પણ ક્યારેય પુછી નહોતી.

શ્રૃજલનું ધ્યાન સ્વરાની બરાબર પાછળ પડેલ ‘ બેસ્ટ ગરબા જોડી’ ના એવોર્ડ પર નજર ગઇ અને ગઇકાલ રાતે યાદ કરેલો વર્ષો જુનો ઇતિહાસ ખડો થવા લાગ્યો.... પણ શ્રૃજલે તેના પર પડદો પાડતા કહ્યું, ‘તારી સાથે વાતોના વડાં કરવા રહીશ તો મોડું થશે...’ અને તે બાથરૂમમાં પહોંચી ગયો.

ક્રમશ:

- ડો. વિષ્ણુ પ્રજાપતિ