Destiny Part 5 in Gujarati Love Stories by Anika books and stories PDF | Destiny Part 5

The Author
Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

Destiny Part 5

Hii Guys and welcome to the Destiny Part 5....Thank you very much for supporting and encouraging me...
 
 
 
 
(આગળ તમે જોયું કે વસીમ સાથે થયેલી બે વર્ષ પહેલા ની ઘટના ને કારણે ઝોયા પર હુમલો થયો હોય એવું વસીમ ને લાગે છે તેથી તે હંમેશા માટે અમેરિકા પોતાની નાની બહેન અને પોતાની નાની દીકરી નૂર ને ત્યાં શિફ્ટ થવાનું વિચારે છે...... હવે આગળ.) 



"અબ્બૂ".... ઝોયા ની ચીસ સાંભળી વસીમ અને રોશના ઝોયા ના બેડરૂમ તરફ દોડે છે. ત્યાં જઈને જોવે છે તો ઝોયા એકદમ ગભરાયેલી અવસ્થા માં ઢીચણ થી પગ વાળી ને તેમાં મોઢું છુપાવી ને બેઠી હતી.

વસીમ તેની પાસે જઈને તેના માથે હાથ મૂકે છે અને સાથે જ ઝોયા વસીમ ને વળગીને રડવા લાગે છે.

ઝોયા: અબ્બુ...મારે અહીંયા નથી રહેવું. અબ્બુ..મારે અહીંયા નથી રહેવું. અબ્બુ પ્લીઝ ચાલો બીજે ક્યાંક જતા રહીએ.

રોશના: શું થયું ઝોયા બેટા? લાગે છે કે તે કોઈ ભયાનક સ્વપ્ન જોઈ લીધું લાગે છે.... જો કઈ નથી થયું અમે તારી પાસે જ છીએ.(રોશના પણ આટલું કહી ને ઝોયા જોડે બેસી તેને શાંત પાડવાની કોશિશ કરે છે.) 
    
પણ ઝોયા તો બસ એક જ જીદ લગાવી ને બેઠી છે કે મારે અહીંયા નથી રહેવું.

વસીમ: સારું ઝોયા બેટા. આપણે અમેરિકા જતા રહીશું હંમેશા માટે. બસ હવે ખુશ? 

ઝોયા: જી અબ્બુ ...એટલું કહી ને ઝોયા વસીમ ને વળગી પડે છે.

અસલીયત માં તો ઝોયા ને આ ઘર , તેની સ્કૂલ , તેના મિત્રો અને સૌથી ખાસ તેની આ ઘર સાથે જોડાયેલી યાદો ને છોડી ને ક્યાંય જવું જ નહોતું પરંતુ ઝોયા એ ગઈકાલ રાત ની તેના અમ્મી અને અબ્બુ ની વાતચીત સાંભળી લીધી હતી અને ઝોયા સમજદાર હતી તેથી એ પણ સમજી ગઈ કે અમ્મી- અબ્બુ પોતાની મરજી ને લીધે જ પરેશાન છે કે પોતે હા પાડશે કે ના! અને એટલે જ ઝોયા એ રાતે જ નક્કી કરી નાખ્યું હતું કે કઈ પણ કરી ને અમ્મી અબ્બુ ની તકલીફ દૂર કરવી. અને એટલા માટે જ એને સવારે ઊંઘ માંથી ડરી જવાનું નાટક કર્યું જેથી એ વસીમ ને અમેરિકા જવા માટે મનાવી શકે. 

                                   *
     વસીમ: રોશના , આપણને જે વાત નું સૌથી મોટું ટેન્સન હતું કે ઝોયા ને કઈ રીતે તૈયાર કરવી એ તો સોલ્વ થઇ ગયું. અને રહી વાત અહીંયા નો બિઝનેસ સંભાળવાની તો એના માટે રેહાન થી બેસ્ટ ચોઈસ બીજી કોઈ હોઈ જ ના શકે. અને આમ પણ એ અહીંયા એકલો પીજી માં રહે છે અને એના અમ્મી બીજા શહેર માં એકલા એટલે એને કહી દઈશ કે એના અમ્મી ને લઈને આપણા ઘર માં જ રહેવા આવી જાય. આમ ઘર પણ સચવાઈ જશે અને ઓફિસ પણ. તમારો શું ખ્યાલ છે? 

રોશના: વસીમ તમે વિચાર્યું હશે તો સમજી વિચારી ને જ કઈ નક્કી કર્યું હશે ને! અને હા રેહાન પર તો મને પણ પૂર્ણ ભરોષો છે.


વસીમ: ઠીક છે રોશના , તો જવાની તૈયારી શરુ કરો ત્યાં સુધી માં હું જરૂરી કામકાજ પતાવી ને આવું. ત્યારબાદ આપણે સામે ડોક્ટર સાહેબ ને પણ મળી આવીશુ. એમને આપણી ઘણી મદદ કરી છે એટલે એમને કીધા વગર જવાનું મને ઉચિત નથી લાગતું.

રોશના: ઠીક છે વસીમ , તમે કહો તેમ. હું પેકિંગ અને જવાની તૈયારી શરુ કરું છું. આપણે સાંજે ઝોયા ને લઈને કુનાલ ના ઘરે જઈ આવીશું.

           વસીમ બહાર નું જરૂરી કામ જેમ કે બેંક એકાઉન્ટ ને લગતું તેમજ ઓફિસ નું કામ પતાવવા બહાર જાય છે. અને રોશના જરૂરી સામાન તથા અગત્ય ના ડોક્યુમેન્ટ્સ જે જોડે લઈ જવાના હોય તે તૈયાર કરવા લાગે છે. ઝોયા પણ પોતાની જરૂરી ચીજ વસ્તુઓ નું પેકિંગ કરવા લાગે છે. અને જોડે જોડે તેની અમ્મી ને પણ મદદ કરાવતી જાય છે.

(વસીમ જરૂરી કામ પતાવી ને ઓફિસ પહોંચે છે.)

વસીમ: રેહાન જરા મારા કેબીન માં આવ તો.

      રેહાને અનુમાન લગાવી જ લીધું કે જરૂર કોઈ ગંભીર પરિસ્થિતિ છે તો જ સર ના એક્સપ્રેશન્સ આટલા ગંભીર હોય. રેહાન ફટાફટ લેપટોપ બંધ કરીને વસીમ ની કેબીન માં જાય છે.

રેહાન: મે આઈ કમ ઈન સર? 

વસીમ: યસ યસ રેહાન સર વેલકમ. પ્લીઝ સીટ મિસ્ટર રેહાન.
 
      વસીમ નું આવું સંબોધન સાંભળીને રેહાન ને અજુગતું લાગે છે. 

રેહાન: (અચકાતાં અચકાતાં...) અ...આ શું કહી રહ્યા છો સર? મારા થી કોઈ ભૂલ થઇ છે? 

વસીમ: (હસતા હસતા...) અરે ના ના રેહાન તારા થી ક્યાં ક્યારેય કોઈ ભૂલ થાય જ છે. અને હું એવું જ ઇચ્છું છું કે તારાથી ક્યારેય કોઈ ભૂલ થાય પણ નહિ કારણકે હવેથી આ ઓફિસ ને તારે જ ચલાવવાની છે અને નવી ઊંચાઈઓ પર પણ તારે જ લઇ જવાની છે એને. 

(વસીમ ભાવુક થતા કહે છે આગળ.) 
રેહાન અલ્લાહે મારી તકદીર માં તારો સાથ આટલો જ લખ્યો હતો. રેહાન હું હંમેશા માટે અમેરિકા જઇ રહ્યો છું એટલે હવે આજ થી આ ઓફિસ નો નવો બોસ તું છે. એટલે જ મેં તારું રેહાન સર ના નામ થી સંબોધન કર્યું કારણકે હવે તને બધા એમ્પ્લોઇઝ એ જ નામ થી સંબોધન કરશે એટલે આદત પાડી દે આ સાંભળવાની. અને બીજા કોઈ તને બોલાવે એના કરતા પહેલા હું જ ના બોલાવી લઉ તને રેહાન સર. (વસીમ વાતાવરણ ને હળવું કરવા રેહાન ને ચીડાવે છે.) 

રેહાન: (વાત ની ગંભીરતા સમજી આગળ વધુ સવાલ ના કરતા વસીમે જે જવાબદારી સોંપી તે સહર્ષ સ્વીકાર કરે છે.) સારું સર. તમે કહેશો તેમ. હું તમે આપેલી જવાબદારી ને પુરી નિષ્ઠા અને ઈમાનદારી થી નિભાવીશ.

વસીમ: શાબાશ! મને તારી પાસે થી આજ જવાબ ની એક્સપેકટેશન્સ હતી. પણ હા હું વિડિઓ કોલ થી તો તારા સંપર્ક માં રહીશ જ. આપણે ભલે જોડે રહી ને કામ નહિ કરી શકીએ હવે પણ હું તને વિડીઓ કોલ થી જરૂરી સલાહ સૂચનો આપતો રહીશ અને કંપની ને લગતા અગત્ય ના નિર્ણયો લેવા માં પણ તારી મદદ કરીશ. એ સિવાય પણ તને જયારે પણ મારી જરૂર લાગે ત્યારે તું મારો કોન્ટેક કરી શકે છે.

મને નહોતી ખબર કે આટલા વર્ષો ની મહેનત- પસીનો સીંચી ને ઉભી કરેલી કંપની ને મારે આમ છોડી ને જતા રહેવું પડશે. (વસીમ ની આંખો ભીની થઇ જાય છે.) 

રેહાન આ જોઈ તરત જ વસીમ ને ભેટી પડે છે અને રડવા લાગે છે. વસીમે જયારે કીધું કે કાયમ માટે અમેરિકા જાય છે ત્યારે જ રેહાન અંદર થી ખળભળી ઉઠ્યો હતો કારણકે રેહાન નાનો હતો ત્યારે જ તેના અબ્બુ ગુજરી ગયા હતા અને રેહાન જ્યારથી આ કંપની માં આવ્યો ત્યારથી વસીમ માં તેને તેના પપ્પા ની છબી દેખાતી અને તેથી જ તો એ ક્યારેય વસીમ ને શિકાયત નો મોકો નહતો આપતો. અને સામે વસીમે પણ રેહાન ની હકીકત જાણી ને તેની મદદ કરવામાં અને તેનો સાથ આપવામાં ક્યારેય પાછળ વળીને જોયું નહતું. અને સાથે રેહાન ને પિતાતુલ્ય વાત્સલ્ય પણ આપ્યું. અને એ બંને ની જુગલબંધી થી જ તો સિદ્દીકી ઇન્ડસ્ટ્રીઝ આટલી આગળ આવી હતી છેલ્લા કેટલાક વર્ષો માં.  

રેહાન ને ભેટી ને રડતો જોઈ વસીમ નો પણ બે દિવસ થી બાંધેલો બંધ તૂટી પડ્યો અને એ પણ મન મૂકીને રડ્યા. પાંચ મિનિટ રડી લીધા પછી બંને એ પોતાની જાત ને સ્વસ્થ મહેસુસ કરી અને અલગ પડ્યા જાણે કઈ થયું જ ના હોય.

વસીમ: રેહાન કંપની માં તેમજ હરીફો ને ખબર ના પડવી જોઈએ કે હું હાજર નથી અને હંમેશા માટે અમેરિકા જાઉં છું. અને હા બીજી એક અગત્ય ની વાત તો કહેવાની ભૂલી જ ગયો કે મેં તારી અને તારા અમ્મી ની પણ રહેવાની વ્યવસ્થા કરી નાખી છે. હવે થી તું અને તારા અમ્મી અમારા ઘર માં રહેશો. જેથી ઘર પણ સચવાઈ જાય. ના પાડવાનું તો વિચારતો જ નહિ. 

રેહાન: ઓકે સર.(હસતા હસતા...) તો હવે હું જાઉં સર? 

               વસીમ ઓફિસ ની જવાબદારી રેહાન ને સોંપીને એકદમ નિશ્ચિંન્ત બની ને ઓફિસ માંથી નીકળવા જ જતા હોય છે પરંતુ જતા જતા એક આખરીવાર આંશુઓ ભરેલી દ્રષ્ટિ થી સિદ્દીકી ઇન્ડસ્ટ્રીઝ તરફ જોવે છે અને એક નિ:શાસો નાખીને ઝડપ થી નીકળી જાય છે. 

                                     ***

        રોશના અને ઝોયા એ ભેગા મળીને જેટલી બને તેટલી અગત્યની ચીજ વસ્તુઓ તૈયાર કરીને રાખી હતી તેમજ તેમના થી શક્ય હોય તેવો જરૂરી સામાન પણ પેક કરીને રાખ્યો હતો. બસ વસીમ ના આવવાની રાહ જોવાતી હતી.અને ત્યાં જ વસીમ આવે છે.

 વસીમ: રોશના , ઝોયા તમે બંને ફટાફટ તૈયાર થઇ જાઓ આપણે કુનાલ ના ઘરે જતા આવીએ.

                                      *
પૃથ્વી(કુણાલ ના પિતા): આવો આવો સિદ્દીકી સાહેબ , આવો રોશના ભાભી , કેમ છો? બહુ દિવસે આવ્યા. ઝોયા બેટે આઓ. 
    પૃથ્વી પુરા સિદ્દીકી પરિવાર નું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને ઝોયા ના માથે વહાલ થી હાથ ફેરવે છે.અને તેમને બેસવા કહે છે. ત્યાં જ કુનાલ ના મમ્મી અંજના આવે છે અને તે પણ સિદ્દીકી પરિવાર નું ભાવભીનું સ્વાગત કરે છે.

વસીમ: અમે ઠીક છીએ પૃથ્વી ભાઈ. 
 એટલું કહેતા ની સાથે વસીમ સોફા માં બેસે છે અને ઝોયા અને રોશના પણ હકાર માં માથું હલાવી સ્મિત સાથે સોફા માં બેસે છે. 

        થોડી આડીઅવળી વાતચીત કર્યા બાદ વસીમ  તેમને ઝોયા સાથે બનેલી ઘટના તેમજ તેમને આવતા ધમકીભર્યા ફોનકોલ્સ વિષે જણાવે છે તેમજ બે વર્ષ પહેલા ઘટેલી ઘટના ઉપર તેમને શંકા છે તેવું પણ જણાવે છે. 

વસીમ: અને એટલા માટે જ અમે કાયમ માટે અમેરિકા શિફ્ટ થઇ જવાનું નક્કી કર્યું છે જે અમે તમને જણાવા આવ્યા છીએ અને એક આખરી મુલાકાત કરવા પણ , જતા પહેલા.

કુનાલ તેમની આ બધી વાતો એકબાજુ ખૂણામાં ઊભા રહીને સાંભળી રહ્યો હતો અને ઝોયા કાયમ માટે અમેરિકા જઇ રહી છે એ સાંભળી ને તેને આંચકો લાગ્યો.ત્યાં જ રોશના ના કહેવા થી ઝોયા ઉભી થાય છે કુનાલ ને આખરી અલવિદા કરવા અને તે જોઈ કુનાલ ઝડપ થી પોતાના રૂમ માં જતો રહે છે કોઈ જોવે એ પહેલા.

વસીમ: (હાથ જોડીને ભાવુક થતા)...... પૃથ્વી ભાઈ , અંજના ભાભી અમારા થી ક્યારેય કોઈ ભૂલ થઇ હોય તો અમને માફ કરજો અને અત્યાર સુધી તમે જે કઈ પણ અમારી મદદ કરી છે તે બદલ ખુબ ખુબ આભાર તમારો.
ત્યાં તરત જ અંજના અને પૃથ્વી ઉભા થઇ વસીમ તેમજ રોશના ની નજીક આવે છે અને પૃથ્વી વસીમ ના હાથ પકડી લે છે.
પૃથ્વી: અરે અરે વસીમભાઇ આ શું કરી રહ્યા છો! આપણે છેલ્લા ૧૫ થી ૧૭ વર્ષો થી સાથે મળીને એક પરિવાર ની જેમ રહ્યા છીએ. એકબીજા ને સુખ દુઃખ માં મદદ કરી છે. જેમ તમે કુનાલ ને તમારો દીકરો માનો છો એમ ઝોયા પણ અમારી દીકરી જ છે ને. તો પછી આવી વાતો કરીને અમને શર્મિંદા શું કામ કરો છો? 
અંજના: હા વસીમભાઇ તમે આવી વાતો કેમ કરો છો? આપણે એક પરિવાર જ છીએ. 
એટલામાં રોશના રડવા લાગે છે અને અંજના તેમને ભેટી ને શાંત કરે છે.
                                    *
ઝોયા: કુનાલ , હું હંમેશા માટે અમેરિકા જઇ રહી છું. હું તમને બધા ને બહુ યાદ કરીશ. (અને ખાસ કરીને તને એટલું મન માં બોલે છે અને તેની આંખ માંથી આંશુ તેના સ્વેત તેમજ ગુલાબી ગાલ પર થી સરીને નીચે પડે છે.
કુનાલ: ઝોયા હું પણ તમને બધા ને બહુ જ મિસ કરીશ અને સૌથી વધારે તને. 

કુનાલ છેલ્લા શબ્દ પર ભાર મૂકી ને બોલે છે જે સાંભળી ઝોયા તેની ભાવનાઓ પર સંયમ જાળવી શકતી નથી અને દોડીને કુનાલ ને ભેટી પડે છે અને મોટા મોટા ડુસકાં ભરી રડવા લાગે છે. જે આંશુઓ નો બંધ એને એના અમ્મી અબ્બુ સામે પણ નહોતો તોડ્યો એ અત્યારે કુનાલ ની હૂંફભરી બાહોં માં તૂટી ગયો. અને કુનાલ તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો પરંતુ તેને ઝોયા ને શાંત કરવાને બદલે રડી લેવા દીધું. જેથી તેનો બોજ હલકો થઇ જાય. 

                                  ***

 સિદ્દીકી પરિવાર નીકળતો જ હતો કે કુનાલ બૂમ પાડે છે.
"વસીમ અંકલ , એક મિનિટ જરા મારી સાથે આવો ને."
         પૂરી વાતચીત દરમિયાન કુનાલ હોલ માં હાજર રહ્યો જ નહોતો તેથી બધાને લાગ્યું કે તેને તેના વસીમ અંકલ જોડે વાત કરવી હશે. વસીમ તેની સાથે તેના રૂમ તરફ આગળ વધે છે.

કુનાલ: અંકલ મારે તમને એક બહું જ અગત્ય ની વસ્તુ બતાવવી છે. 
એટલું કહી ને કુનાલ એ વસ્તુ નીકાળીને વસીમ ના હાથ માં મૂકે છે જે જોઈને વસીમ ની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ જાય છે અને એમના મોઢાના એ આશ્ચર્ય ના ભાવ ની જગ્યા તરત જ ગુસ્સા એ લઇ લીધી અને જે આંખો આશ્ચર્ય થી પહોળી થઇ હતી એ હવે ગુસ્સા ના લીધે લાલ થઇ ગઈ.


                 એવું તો શું જોયું હતું વસીમે? શું બતાવવા માંગતો હતો કુનાલ? શું કુનાલ જ છે ઝોયા ની Destiny ? જાણવા માટે વાંચો Destiny Part 6 ......


Thank you so much readers for your appreciation and support. Today I'm at 39th position of Top 50 Authors of Matrubharti September 2018.....????? Till then keep reading and keep loving..... 

Bye bye I will be back soon with Destiny Part 6 .... Till then Take good care of your self and once again thank you all ....Thank you very much..?