દ્રશ્ય: - 32
- “ઓહ મારા ભગવાન.” સાગા સહિત ઓફિસમાં હાજર સૌ સ્તબ્ધ થઇ ગયાં, “માધવ, તે લોકોને જોયાં? કોઇ નિશાની યાદ છે કેવા લાગતા હતા?”
“સાગા એ મને યાદ જ નથી, એ લોકો મને શું માર્યું અને હું ક્યારે બેહોશ થઇ ગયો એ મને ખબર જ ન પડી. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે એ લોકોએ મને છોડી કેમ દિધો?”
“અરે શુભ-શુભ બોલ, યાર, ઇશ્વરનો પાડ માન કે તું ત્યાંથી આવીને અમને જાણકારી આપી શક્યો.” સાગર બોલી ઉઠ્યો.
“સાગરભાઇ, જે રીતે કોમી રમખાણોના કેસ લડવા તૈયાર થયો છું એ જોતાં એ લોકો મને જીવતો તો ન જ છોડે અને નરૂભાને મારવાનો અર્થ એ જ કે એ લોકોને નરૂભા જોખમી લાગી ચુક્યા હતા. અરે તેમણે તો નરૂભાના માણસોને પણ જીવતા ન છોડ્યા અને મને છોડી દિધો એ આશ્ચર્યની વાત ન કહેવાય?” માધવની વાતમાં દમ હોય તેમ સૌ તેની સાથે સહમત થયાં, “ત્યાંથી નિકળીને હું એ લોકોને શોધવા ગયો પણ મને એ લોકો ન મળ્યાં, પાછો આવ્યો તો આજુબાજુ પાડોશીઓ ત્યાં એકઠ્ઠા થઇ ગયાં હતાં એટલે હું અહીં દોડતો આવ્યો, હવે તમારા ખોળે દડો છે.”
“તું ચિંતા ન કર, તે જે બોલ્યું એ એકે-એક શબ્દ આજે પુરી દુનિયા સાંભળશે, પુરી દુનિયાને સત્યની જાણ થશે, તારું નામ ક્યાય નહીં આવે.” સાગાએ નજીક આવીને માધવના ખંભે હાથ મુકીને જવાબ આપ્યો. માધવે તેણીના હાથ પર હાથ મુક્યો.
“સત્ય સામે આવે તે માટે મારો ભોગ લેવાય તો પણ મને કોઇ ડર નથી, પણ મને નરૂભાના એ શબ્દો પજવી રહ્યાં છે, નરૂભાએ એમ કેમ કહ્યું અમે છ લોકોએ માર્યો, જો છ લોકોએ માર્યો તો એ છ લોકો કોણ હતા?” માધવે સણસણતો સવાલ કર્યો. સૌ વિચારમાં પડ્યાં.
“એક તો નરૂભા, બીજા જો કોઇ હોય તો એ કેવિન બ્રોડ, જે રીતે તસ્લિમાખાલાએ તને વાત કરી હતી, એ રીતે જોતાં તો કોમી રમખાણોમાં તેમની શંકાસ્પદ ભૂમિકા છે, પણ, આ તેમણે કર્યું કોના માટે? ઓફકોર્સ, મુખ્યમંત્રી રાવળ માટે જ અથવા મુખ્યમંત્રી રાવળના કહેવાથી જ. શ્રીમાન ગજેરા અને નવિન પટેલની ભૂમિકા પણ હોય શકે, પણ, નવિનકાકા કે શ્રીમાન ગજેરા વિરુદ્ધ કોઇ સાબિતી નથી આપણી પાસે.” સાગાએ મગજ દોડાવ્યુ.
“સાગા, સાબિતી વગર આપણે કોઇ અંતિમ પર ન આવી શકીએ, અત્યારે તો આ સમાચાર ઓન એર કરીએ, તું અને માધવ ઘરે જાવ, માધવને આરામની જરૂર છે.” સાગરે નિર્દેશ કર્યો.
“સાગા, મને અત્યારે અધિવેશ પાસે લઇ જા, કાલે યુવરાજભાઇને મળવાનું..”
“નથી.” સાગાએ માધવનું વાક્ય પુરુ કર્યું, માધવ સમજ્યો ન હોય તેમ જોઇ રહ્યો, સાગાએ પુરી વાત કરી કે કઇ રીતે યુવરાજ જેલથી ભાગી ગયો.
“મને હવે આમાં બધુ શંકાસ્પદ લાગી રહ્યું છે, યુવરાજભાઇ જે રીતે છેલ્લે સુધી ગુનો કબુલી રાખ્યો હતો એ જોતાં યુવરાજભાઇ કોઇ યોજના બનાવીને ગયા હતા, પણ, તેમની યોજના શું હતી? એ તો એમને મળ્યા બાદ જ ખબર પડે.”
“માધવ, અત્યારે કોઇ પણ પોઇન્ટ પર આવવું નકામું છે, જ્યાં સુધી નક્કર સાબિતી ન મળે ત્યાં સુધી આપણે આમને આમ ગાંડા કાઢ્યે રાખીશું.” સાગરે માધવને વધું વિચારતા અટકાવ્યો, ત્યાં સાગાના મોબાઇલ પર મેસેજ આવવા લાગ્યા, સાગાએ મેસેજ ખોલ્યો. કોઇ વિડીયો ક્લીપ હતી અને સાથે મેસેજ લખેલો હતો.
“વિડીયો ખોલતાં પહેલાં આ મેસેજ વાંચી લેજો, આ વિડીયો ધર્મના પાંખડ કરતાં સ્વામી સત્યાનંદની સેવિકા ગૌરાંગીની હકિકત ઉઘાડી કરે છે, મારી તમને વિનંતી છે કે તમે આ વિડીયો જોતા જ તેને જાહેર કરી દો, હું ધારત તો આ સોશીયલ મિડીયામાં મુકી શકતો હતો પણ મારે સત્ય ઉજાગર કરવું છે, ધર્મના નામે પાંખડ કરતાં અને રાજકારણ રમતાં લોકોને ખુલ્લા પાડવા છે, આ સાથે હું તમને બીજા સનસની ફેલાવતાં પણ સાચા વિડીયો મોકલતો રહીશ.” સાગાએ મેસેજ સૌને વાંચી સંભળાવ્યો. ત્યારબાદ વિડીયો ડાઉનલોડ કર્યો.
“ભાઇ, આ મારાથી નહીં જોવાય.” વિડીયો શરૂ થતાં જ શરમની મારી સાગાએ આંખો બંધ કરીને મોબાઈલ સાગરને આપીને ઓફિસ છોડીને ચાલી ગઇ, કોઇને ખ્યાલ ન આવ્યો કે સાગાએ આમ શા માટે કર્યું, જોકે વિડીયો જોતાં જ સાગર-માધવ પણ શરમાઇ ગયા.
“આ છે આ સાધ્વીની હકિકત, મારી સાગા પહેલાં દિવસથી સાચું બોલી રહી હતી અને અમે પાંખડી સાધુડાની ભક્તિમાં લીન થઇ ગયાં હતાં, એક સાધ્વી થઇને અભિનવ સાથે..” સાગર બોલી ઉઠ્યો, “મને તો બોલતાં પણ શરમ આવે છે, સાગાની એક-એક વાત સાચી છે, માધવ આપણે આ વિડીયો જાહેર કરી દઇએ. તું શુ કહે છે?”
“હું તો એમ કહું છું કે કોઇપણ સ્ત્રીની આબરુ આ રીતે જાહેરમાં ઉછાળવી યોગ્ય નથી, ભલેને તે વેશ્યા જ કેમ ન હોય. જ્યારે આ તો સાધ્વી છે અને જાહેર કરીને કહીશું શું? કાયદા પ્રમાણે પોતાની રીતે જીવવાનો ગૌરાંગીને પુરો હક્ક છે, રહી વાત લોકોની આસ્થાની તો પાંખડ ઉઘાડા કરવાના અનેક રસ્તા છે. સાગરભાઇ, મારી તો માનો તો તમે સ્વામી સત્યાનંદની લીલાઓ ઉજાગર કરો.” માધવે સલાહ આપી, જોકે, તેની સલાહ પર સૌ ઓવારી ગયાં હોય તેમ માધવની સલાહને તાળીઓ પાડીને વધાવી લીધૂ. “આભાર,” માધવ ત્યાથી જતો હતો ને સાગા દરવાજા પાસે ઉભી હતી, બન્ને એકબીજાને જોઇ રહ્યાં.
####
- “આ દયાનંદભાઇએ આપણને શા માટે બોલાવ્યા હશે?” મર્સિડીઝ બેન્ઝમાંથી ઉતરતાં શ્રીમાન-શ્રીમતિ મહેતા એકબીજાને બોલી ઉઠ્યાં, દયાનંદભાઇનો બંગલો દહેગામ-નરોડા રસ્તો પર આવેલો હતો, બન્ને બંગલો પાસે ઉભાં હતાં અને શ્રીમાન મહેતા દયાનંદભાઇને કોલ કરી રહ્યાં હતાં ત્યાં અનંતરાયના હમઉમ્ર દયાનંદભાઇ આવ્યાં, “દયાનંદ, અમને અત્યારે બોલાવવાનું કોઇ કારણ?”
“મેં નહીં, અવનિએ બોલાવ્યા છે, તે તમારી અગાશી પર રાહ જોવાઈ રહી છે.”
“અવનિએ અમને તારા ઘરે બોલાવ્યા? તેણીને કોઇ કામ હોય તો અવનિલેન્ડમાં શું વાંધો છે?” શ્રીમાન મહેતાને ગતાગમ ન પડી.
“અંનત, અહીં વાતો કરવાથી શું મળી જવાનું? ચાલો, અગાશી પર, તો ખબર પડેને.” અનિતાબહેને સમજાવ્યાં. શ્રીમાન મહેતા સહમત થયા, ત્રણેય બંગલાએ ગયાં, દયાનંદના પરીવારને મળીને અગાશી પર ગયાં, દયાનંદભાઇએ ધરાર તેમને એકલાં જવા દિધાં, પોતે ન આવ્યા, અગાશીનો દરવાજો ખુલ્લો હતો અને અગાશીની વચ્ચોવચ્ચ ખુરશી-ટેબલ પર પહેલેથી જ કોઇ બેઠું હોય તેમ લાગી રહ્યું હતું, શ્રીમાન-શ્રીમતિ મહેતા દરવાજા પાસે ઉભા રહ્યાં, દરવાજો ખખડાવ્યો.
“અરે, અધિયા, હવે કેટલીવાર છે? ક્યારનો તો કહે છે કે કોઇ આવવાનું છે-કોઇ આવવાનું છે પણ હજુ સુધી કોઇ આવ્યું કેમ નહીં?” અવાજ જાણીતો લાગ્યો, શ્રીમાન-શ્રીમતિ મહેતાનું હ્રદય એક ધબકાર ચુકી ગયું, કારણ કે એ જાણતાં હતાં કે એ અવાજ કોનો છે,
“અમે તો ક્યારના આવવા ઇચ્છતાં હતાં, પણ, લાગે છે અમે રસ્તો જ ખોટો પકડી લીધો હતો, કાકા.” શ્રીમાન મહેતાની તો હિંમત નહોતી થતી તે જગ્યાએથી હલવાની, પણ, અનિતાબહેન હિંમત કરી ગયાં અને ટેબલ તરફ ચાલવા લાગ્યાં, તો સામે એક વૃદ્ધ-એક આધેડ સ્ત્રી ઉભા થયાં, અનિતાબહેને તો પગ ઉપાડ્યાં અને આધેડ સ્ત્રીને ભેટીને બોલી ઊઠ્યાં, “દેવિકા..” બન્ને બહેનપણીઓ રડવા લાગ્યાં, દિવ્યરાજકાકા ધીમે-ધીમે પણ મક્કમ પગલે શ્રીમાન મહેતા તરફ આવ્યા. શ્રીમાન મહેતા નીચી મુંડીએ રડી રહ્યા હતા.
“અનંત,” દાદા દિવ્યરાજ પાસે આવીને બોલ્યા, પણ, શ્રીમાન મહેતા બોલી ન શક્યા, “એ અનંત, શું પોતાના કાકાથી આટલો નારાજ છે કે બોલાવવા પણ નથી ઇચ્છતો?”
“કાકા,” શ્રીમાન મહેતા રડતા-રડતા દિવ્યરાજકાકાને ભેટી પડ્યા, “તમારી માફી માંગવાને પણ લાયક નથી રહ્યો, છેલ્લા સત્તર વર્ષ મેં પાણીમાં જ કાઢ્યા, ક્યાં મોઢે આવીને હું માફી માંગું? હું મારા દેવરાજને ન બચાવી શક્યો..”
“અરે, દિકરાં, દેવરાજ પછી તું જ હતો જેના પર અમને અમારા જીવ કરતાં પણ વધારે વિશ્વાસ હતો, તને એકવાર પણ વિચાર ન આવ્યો કે જો હું પુરૂષોત્તમનો માફ કરી શકું તો તું તો મારો દિકરો જ છે.” દિવ્યરાજકાકા પણ રડી પડ્યા. તો બે બહેનપણીઓ વચ્ચે તો દરીયો વહ્યો.
“મારી અન્તુડી, જરાય લજવાતી નથી, આટલાં વર્ષ તું જરાય જોવા ન આવી કે અમે જીવીએ કે મરી ગયા.” દેવિકાબહેન બોલી ઉઠ્યા,
“એવું ના બોલ, દેવિકા, માત્ર હું અને અંનત જ જાણીએ છીએ કે અમે આ સત્તર વર્ષ કઇ રીતે કાઢ્યાં, એક-એક ક્ષણ મર્યા છે. એક-એક પળ ગુનાની સજા ભોગવી છે.”
“પણ, ક્યો ગુનાની સજા? તમે તો કોઇ ગુનો કર્યો નથી, તો પછી આ વલોપાત શેનો?” દેવિકાબહેન ન સમજી શક્યાં, ત્યાં દિવ્યરાજકાકા સાથે શ્રીમાન મહેતા આવ્યા.
“દેવિકાબહેન, તમે માનો કે ન માનો, પણ, દેવરાજને બચાવવો એ મારી ફરજ હતી, એક ભાઇ તરીકે હુ મારી ફરજ ન નિભાવી શક્યો.”
“ભઇલા, ત્યારે ન નિભાવી શક્યો તો કાઇ નહીં, હવે તારી ફરજ ન ભૂલતો, તને ખબર છે, યુવરાજ સાથે શું થયું છે? હવે એક વડીલ તરીકે યુવરાજને માર્ગદર્શન આપવું એ તારી ફરજ છે.” દિવ્યરાજકાકા ઝડપથી જુનું ભુલીને નવી શરૂઆત કરવા ઇચ્છતા હતા.
“એ તો બધું બરાબર પણ, એ તો કહો કે તમને અહીં લાવ્યું કોણ? આ બધું કોણે કર્યું?” અનિતાબહેને પૂછ્યું.
“અમે કર્યુ...” ત્યાં દરવાજા પાસે અવાજ આવ્યો, ચારેયે દરવાજા તરફ જોયું તો અવનિ-યુવિકા-અધિવેશ સાથે દયાનંદનો પરીવાર ઊભો હતો, દિવ્યરાજદાદા સહિત ચારેય સાનંદાશ્ચર્ય પામ્યાં. અવનિ સહિત ત્રણેય દાદા પાસે દોડી ગયાં અને દાદાને પગે લાગ્યાં, પછી ત્રણેયને પગે લાગ્યાં, શ્રીમાન મહેતા તો અધિવેશને ગળે લગાડી દિધો.
“જોયું, અનંત, તારા જેટલી હિમ્મત નહોતી એટલી આજની યુવા પેઢીએ હિમ્મત કરી બતાવી, કોણ કહે છે કે આજના યુવાનો માત્ર પરીવારના ભાગ પાડે છે? આજની યુવા પેઢી તો આપણાં કરતાં ક્યાય આગળ અને સમજુ છે, એ લોકો ક્યારેય તોડવાનું કામ નથી કરતી, તેમાય આજની દીકરીઓ તો આપણું ગૌરવ છે, જો.” દિવ્યરાજદાદા ત્રણેય પર ઓવારી ગયા.
“એ વાતનો તો ક્યાં સવાલ જ છે, કાકા.” શ્રીમાન મહેતા પણ સહમત થયા, અધિવેશને સાથે વાતો કરવા લાગ્યાં, “માફ કરજે મારા દીકરા, મારે તારી પાસે ખુબ પહેલાં આવી જવું જોઇતું હતુ, યુવરાજને આપણે સાથે મળીને શોધીશું.”
“અનંતકાકા, તમને મળવાની ખુબ તાલાવેલી હતી, નાનપણમાં તમારી આછી પાતળી ઝાંખી છે.” અધિવેશ બોલી ઊઠ્યો.
“અરે, હોય જ ને, મેં તને ખુબ રમાડ્યો છે, તું તો મારા ખોળાથી હટતો જ નહીં, યાર, તે મારું પેન્ટ પણ ખુબ ભીના કર્યાં, હો,” શ્રીમાન મહેતા હસતા-હસાત બોલ્યા અને અધિવેશ સહિત યુવિકા અને અવનિ શરમાઇ ગયાં તો બાકીના વડિલો હસવા લાગ્યાં.
“ચાલો, અનંત, વર્ષો પછી મળ્યા છે. આજે તો ઉજવણી કરવી જોઈએ.” દિવ્યરાજકાકા ઉત્સાહમાં આવી ગયા.
“હા, કાકા, ઉજવણી તો બને જ છે પણ અહીં નહીં દિવ્યલોક ભવનમાં હો, મારા પ્રથમ ઘરે જવું છે, દિવ્યલોક ભવન, દેવિકાબહેનના હાથના બનેલા ખાંખરા અને પૌઆ ખાવા છે, જ્યારે હું કંપનીને પાટા પર લાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે દેવિકાબહેને મને ખુબ જમાડ્યો, આજે ફરીથી તેમના હાથનું જમવું છે.” શ્રીમાન મહેતાએ ઇચ્છા વ્યક્ત કરી.
“માત્ર તમે જ નહીં, દયાનંદભાઇનો પરીવાર ભલે દિવ્યલોક ભવન આવીને જમે, આજે અનિતા મને સાથ આપશે, કેમ અનિતા, આપીશને સાથ?”
“અરે ચોક્કસ,” અનિતાબહેને જવાબ આપ્યો.
“તો, ચાલો, બધાં, દિવ્યલોક ભવન.” દિવ્યરાજદાદા ખુબ ખુશ હતા, સૌ નીચે ઉતર્યાં, પણ શ્રીમાન મહેતા વિચારે ચડ્યા હોય તેમ ત્યાં જ ઊભા રહ્યા, અવનિ છેલ્લે રહેતા અને પપ્પાને વિચારતાં જોઇને પાસે જઇને હાથ પકડ્યો, શ્રીમાન મહેતાએ અવનિ સામે જોયું, અવનિએ આંખોના ઇશારામાં પૂછ્યું. શ્રીમાન મહેતા બોલ્યાં નહીં.
“ખુશ તો છો ને?”
“મને વિશ્વાસ નહોતો કે તું આટલી જલ્દી કરીશ, નહીંતર મેં તૈયારી કરી રાખી હોતને.”
“સોરી, મારે તમને સમય આપવો જોઇતો હતો, પણ, તમે જ કહ્યું છેને કે ઉદ્યોગમાં ક્યારેક એવો સમય આવે કે ઉતાવળે પણ સાચા નિર્ણયો લેવા પડે.” અવનિએ જવાબ આપ્યો, અનંતરાયે તેણીના માથે હાથ મુક્યો.
“મારી વાતોને-મારા વિચારોને તો ઘોળીને પી ગઇ છો, આ જોઇને મને હવે નિરાંત થઇ કે મારા ગયા પછી પણ તું મારી કંપનીને ખુબ સારી રીતે સંભાળીશ..” શ્રીમાન મહેતા આગળ બોલે એ પહેલાં અવનિએ તેમના મોઢે હાથ મુકી દિધો.
“ખબરદાર, જો આ સમયે આવી વાત કરી છે તો.” અવિન મોઢું બગાડતા બોલી, “..અને તમારે ક્યાં જવું છે? હું આવું સાથે?” અવનિએ નારાજ થતી બોલી. શ્રીમાન મહેતાએ તેણીનો હાથ હટાવીને પોતાનો હાથ તેણીના માથે મુક્યો.
“ન તો મારે ક્યાય જવું છે કે ન તો તારે ક્યાય આવવું છે, ચાલ, બધા આપણી રાહ જોઇ રહ્યા છે.” શ્રીમાન મહેતાએ વાત વાળી લીધી, અવનિ માની ગઇ, બાપ-દીકરી નીચે ઉતર્યાં, અનિતાબહેન તો દેવિકાબહેન સાથે ગાડીમાં બેસી ગયાં હતાં, તેઓ અવનિની રાહ જોઇ રહ્યાં હતાં, દિવ્યરાજકાકા અધિવેશ સાથે અનંતરાયની રાહ જોઇ રહ્યા હતા, અવનિ મમ્મી પાસે ગઇ અને અનંતરાય દિવ્યરાજકાકા પાસે ગયાં, બન્ને કારનું ગંતવ્યસ્થાન હવે દિવ્યલોક ભવન હતું.
####
- રાતના સમયે તેણી પરીસરમાં ચાલી રહી હતી, આજુબાજુ કોઇ જોઇ ન લે તે રીતે બિલ્લીપગે ચાલી રહી હતી. વાતાવરણ સાવ શાંત ભાંસતુ હતું, બન્ને બાજુ આવેલા બધા ઓરડાના દરવાજાઓ બંધ હતાં, પરીસરમાં સારો એવો ઉજાસ હતી, તેણીનો ચહેરો જોઇ શકાતો હતો, એક દરવાજા આગળ તેણી ઉભી રહી, સ્કર્ટના ખિસ્સામાથી એક ચાવી કાઢી અને હજુ તો દવરાજાના લોક પર ચાવી લાગુ કરે કે કોઈએ તેણીનો હાથ પકડી લીધો, તેણી ડરી ગઇ અને હાથ પકડનાર સામે જોયુ તો સામે અંકલ બ્રોડ ઊભા હતા.
“આખિરકાર અપની ઓકાત પર આ હી ગઇના તુમ, લડકી.” અંકલ બ્રોડ બોલી ઉઠ્યા, લાવણ્યા અવાક્ ઉભી રહી, “મના કિયા થા તુમકો કી ઇસ કમરે કે આસપાસ ફરકના ભી નહીં, પર નહીં, તુમ્હે તો અભિનવ કા બુખાર આ રહા હૈં ના, તુમ ક્યા કિસીકી માનોગી. લૈકિન ઇસકા મતલબ યે નહિ કી મેં અપની સિસ્ટર કે કમરેં મે કીસી ભી ઐરીગૈરી કો જાને દું, આજ તુમને હદ કર દિ. ચાબી ચુરાકર સિસ્ટર કે કમરેં મેં ઘુસના ચાહતી થી તુંમ? અબ તો તુંમ્હે ઇસ ઘર મેં રહેને કા કોઇ હક્ક નહીં હૈં, આજ તો તુમ્હે ઈસ સિએમ હાઉસ સે બાહર નિકાલકર હિ રહુંગાં, ચલો.” લાવણ્યાની કોઇ વાત સાંભળ્યા વગર અંકલ બ્રોડ તેણીને ખેચવા લાગ્યાં.
“અંકલ, મારી વાત!! મેરી બાત તો સુનો..” લાવણ્યા કરગરવા લાગી તોય અંકલ માને તેમ ન હતાં. ચાર-પાંચ પગલાં માંડ માંડ્યા હશે સામે બાપ-દિકરો આવી ચડ્યા. અંકલ ઊભા રહી ગયા, બન્નેને જોઇ રહ્યા, મુખ્યમંત્રી સામે તેમની નજર નીચી થઇ ગઇ અને લાવણ્યા તેમના હાથથી હાથ છોડીને અભિનવ તરફ ગઇ, પણ, થોડો વિચાર કરતાં અભિનવ પાસે પણ રોકાય વિના ચાલી ગઇ.
“લાવણ્યા..” અભિનવે સાદ કર્યો, પણ, લાવણ્યા ન રોકાઇ. અભિનવ ફરીને અંકલ બ્રોડ પાસે ગયો, અંકલ બ્રોડનો કાટલો પકડ્યો, “અંકલ, આપકો ક્યાં પ્રોબ્લેમ હૈં લાવણ્યા સે? ક્યું ઉસકે પીછે પડે રહેતે આપ?”
“વહ લડકી જબસે આઇ હૈં તબસે સિસ્ટર કે કમરેં મેં જાને કી કૌશિશ કરતી રહેતી હૈં, જબકી સબકો પતા હૈં કી ઉસ કમરેં મેં જાના અલોવ નહિ હૈં તો ક્યું હિંમત કરતી હૈં?”
“અરે, અંકલ આપ સંઠીયાં ગયે હો, લાવણ્યા, મેરે કહેને પર મોમ કે કમરેં મેં જા રહી થી.”
“અભિ..” મુખ્યમંત્રી રાવળ અભિનવ પાસે આવ્યા અને અભિને પોતાને તરફ કરીને લાફો માર્યો, “તારી હિંમત કેમ થઇ લાવણ્યાને તે ઓરડામાં જવા દેવાની? કે પછી તને વાત-વાતમાં અવળચંડાઇ કરવાની ટેવ પડી ગઇ છે, શરમ નથી આવતી તને? અમારી વાત માનતો જ નથી.”
“તેમાં ખોટું શુ છે? હું મારી મમ્મીની યાદો ના માણી શકું તો આ ઓરડાની જરૂરીયાત જ શું છે? તમે બન્નેએ સ્તો, એટલે આ ઓરડો બનાવ્યો છેને?” અભિનવે ધારદાર પ્રશ્ન કર્યો, પણ, બન્નેમાથી કોઈએ જવાબ ન આપ્યો, “બોલીયે, અંકલ જી, મેરી માઁ કે કમરેં મેં મૈં હિ ક્યું નહીં જા શકતાં? જબસે મુંઝે પતા ચલા હૈં તબસે મુંઝે યહ બાત ખાયે જા રહી હૈં, લાવણ્યાને હી યહી કહાં,” અભિનવના સવાલનો બન્ને પાસે કોઇ જવાબ ન હોય તેમ ચુપચાપ ઉભા રહી ગયા. “અબ તો મુંઝે ભી ડાઉટ હોને લગાં હિ કી ઇસ કમરેં મેં કુછ તો ઐસા હૈં જો આપ દોનોને દુનિયા સે નહીં બલ્કી મુંઝસે ભી છૂપાયે રખા હૈં.. બોલીયે, અંકલ જી, બોલો, પપ્પા, બોલો,”
“અંદર કુછ ભી નહીં હૈં અભિ,” અંકલ ચિલાઇ ઉઠ્યા. જોકે તેના અવાજની કોઇ અસર ન થઇ હોય તેમ મુખ્યમંત્રી રાવળે અભિનવનો હાથ પકડ્યો.
“તારે જાણવું છેને, ચાલ મારી સાથે, આજે તને સાચી હકિકત શુ છે એ દેખાડી દઉ.”
“નહીં જીજાજી, અભિ વહ સબ દેખકર સમજ નહીં પાયેગા કી હમને ઐસા ક્યું કિયા.” અંકલ બ્રોડ રોકવા ગયો.
“નહીં કેવિન આજ તક જીસને ભી મુંઝ પર ઉગંલી ઉઠાઇ, મેને ઉસકી જીવનરેખા હિ સમાપ્ત કર દી, લૈકિન આજ ઉગલી મેરે બેટેને ઉઠાઇ હૈં, ઉસકો હમ પર વિશ્વાસ કમ હો ગયાં હૈં, એક લડકી કી વજહ સે મેં મેરી પચ્ચીસ સાલ કી મેહનત પર પાની ફિરા શકતાં.” મુખ્યમંત્રી રાવળ મક્કમ હતા, ત્રણેય પેમેલા રાવળના ઓરડા આગળ ઉભા રહ્યા, અભિનવના આશ્ચર્ય વચ્ચે મુખ્યમંત્રી રાવળે ખીસ્સામાથી ચાવી કાઢી અને પેમેલા પુરૂષોત્તમ રાવળનો ઓરડો ખુલ્યો. ત્રણેય ઓરડાની અંદર પ્રવેશ્યાં, ઓરડો વર્ષો જુનો હોવા છતાં તેની માવજતને કારણે નવોનકોર લાગતો હતો, જોકે, તે કોઇ સામાન્ય શયનખંડ નહોતો, ઘણાંબધા કબાટોનો ગોઠવાયા હતાં, ઘણો બિનજરૂરી લાગતો સામાન ખડકાયેલો હતો, બધા પર કાપડ પથરાયેલું હતું, ઓરડાની વચ્ચોવચ્ચ ટેબલ-ખુરશી જેમાં પર પણ કાપડ પથરાયેલું હતું, અભિનવ ચારેબાજૂ જોઇ રહ્યો, પણ તેને સમજમાં આવી રહ્યું ન હતું કે આ બધું શું છે? મુખ્યમંત્રી રાવળ એક કબાટ પાસે ગયાં, કબાટ પરથી કાપડ હટાવ્યું, કબાટ ખખડી ગયેલો અને લોહી બાઝેલું હતું, અભિનવ સ્તબ્ધ થઇ જોઇ રહ્યો. કબાટ ખોલાયો, અભિનવ સામે અનેક દસ્તાવેજોના ખડકલા આંખો સામે તરી આવ્યાં, સાથે અનેક વીસીઆર પ્લેયરો-ઓડિયો કેસેટો વગેરે દેખાવા લાગી, તો કેવિને બીજો કબાટ ખોલ્યો, તેમાં વિવિધ હથિયારો, અનેક ગેરકાયદે વસ્તુઓ પડી હતી, અલબત, એ બધી વપરાઇ ગયેલી વધારે જણાતી હતી, તો અન્ય કબાટમાં તો દારૂની વપરાય ગયેલી બોટલો જોઇને અભિનવના મોઢે પાણી આવી ગયા.
“એવું ન માનતો કે આ બોટલો વેચવા માટે રખાઇ છે, આ જે તું જોઇ રહ્યો છે એ કોમી રમખાણો કરવા માટે અમને ખુબ કામ આવેલો સામાન છે, આ બધી એ સાબિતીઓ છે જે અમે જાહેર થયાં પહેલાં અમારી પાસે સેરવી લીધી હતી, આ ઓરડો અમારો કંટ્રોલ રૂમ હતો, પુરા ગુજરાતમાં ક્યાં-કેવા-કઇ રીતના છમકલાંઓ કરવા, ક્યાં-કોને-કઇ રીતે ઉશ્કેરીને કોમી આગ ફેલાવવી, કોને-ક્યા-કેવી મદદ પહોચાડવી અને કોણ કેવી ભૂમિકા ભજવશે એ બધું અહીં જ નક્કી થતું, દરેક અઠવાડિયાની યોજના બનાવીને પરિસ્થિતિ અનુસાર તેનો અમલ કરાતો, મુખ્યમંત્રી બંગલાથી નિકળતાં આદેશો અહીંથી જ લોકો સુધી પહોંચતાં, જેનો પોતાના ફાયદા પ્રમાણે લાભ લેવાતો, કેવિને તેના અંગ્રેજ વારસામાં આવેલા ગુણોનો ઉપયોગ કરીને કોમી રમખાણોને સફળ બનાવ્યું, નરૂભા-નવિનભાઇ-ધનરાજ ગજેરા-હરીસિંહ-વિજય ગાયમોરે... આ બધા મારો સાથ આ ઓરડો કારણે જ આપતાં હતા. તેમના તમામ સત્યો આ ઓરડામાં ધબરાયેલા છે એટલે જ અત્યાર સુધી મારી સામે ભીગી બીલ્લી બનીને રહ્યા છે. હવે તને સમજાયું? તને ખુદ શાં માટે અહીં આવવા દેવાતો નહોતો?” મુખ્યમંત્રી રાવળે સ્પષ્ટતા કરી. જોકે અભિનવ હજુ અસમજંશમાં હતો, “શું થયું?”
“તો પછી મમ્મીનું સત્ય શું છે?” અભિનવે સણસણતો સવાલ કર્યો, કેવિન અને મુખ્યમંત્રી બન્ને ચુપ થઇ ગયાં. “બોલો, હવે ચુપ કેમ છો?”
“તારી મમ્મીનું કોઇ રહસ્ય નથી, એક માર્ગ અકસ્માતમાં તેનું અકસ્માતમાં મોત થઇ ગયું.” મુખ્યમંત્રી રાવળે જવાબ આપ્યો, અભિનવ પાસે આવીને ખંભે હાથ મુકીને બોલ્યાં, “આ બધું તારા માટે કર્યું છે, મારા પછી તું જ છે રાજ્યને સંભાળવા માટે. મેં અને તારા મામાએ ખુબ મહેનત કરીને લોકોમાં પોતાની ઊંચી પ્રતિભા ઘડી છે, છેલ્લા એક મહિનાથી જે કાંઇ થયું છે, તે કર્યું છે, એ બધું સત્તા ટકાવી રાખવા તને મદદરુપ થશે. પણ, આ બધું પુરતું નથી, હજુ તારે ઘણું કરવાનું બાકી છે. જ્યાં સુધી યુવરાજ જીવતો છે ત્યાં સુધી લોકોમાં તેના માટે સહાનુભુતિ રહેવાની જ છે. હવે તારે યુવરાજનો કાંટો કાઢવાનો છે. પણ, લોકોમાં વિશ્વાસ જળવાઇ રહે એ રીતે. યુવરાજ ભાગી ગયો એનો અર્થ એ જ કે હવે સમય તારા હાથમાં છે. આ યુવરાજ વિરુધ માહોલ ઊભો કર, યુવરાજ પ્રત્યે લોકોને નફરત વધે, યુવરાજનો વિકલ્પ બન. મારી જેમ તારે કોમી રમખાણો કરાવવાની જરૂર નથી. ત્યારે લોકોને આદર્શવાદી બનવાનો અભરખો હતો એટલે તેમના નેતાઓ પણ આદર્શવાદી હોય તેવી લ્હાય હતી. પણ આજે લોકો વાસ્તવવાદી બની ગયાં છે. તમે આદર્શવાદી હો કે ન હો પણ, કામઢા હોવા જ જોઇએ.”
“ડેડ, બસ કરો, આટલું બધું ભાષણ આપશો તો હું ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકું, તમે તો ખુબ મોટા ભાષણબાજ છો. મારે એ નથી બનવું. મારે તો બસ, એકવાર તમારી સોનાની ખુરશી મળી જાય એટલે બસ,” અભિનવે ઉડાવું જવાબ આપ્યો, મુખ્યમંત્રી રાવળ સમસમી ગયાં. કેવિનબ્રોડ બા-દીકરા વચ્ચે ચુપ રહીને જોઇ રહ્યા. તેઓ ખુશ હતા. અચાનક તેની નજર દરવાજા તરફ પડી, ત્યાં લાવણ્યા મોબાઇલથી ફોટો પાડી રહી હતી, પણ તેણીને ખ્યાલ નહોતો કે અંકલ બ્રોડની નજર તેણી પર પડી ગઇ હતી. અંકલ બ્રોડ ધીમે-ધીમે લાવણ્યા તરફ સરકી ગયા, લાવણ્યાની પાસે જઇને અચાનક વિજળીવેગે તેણીનો ડાબો ખંભો પકડી લીધો. લાવણ્યા ભડકી ગઇ. પણ બીજી જ ક્ષણે લાવણ્યાએ ડાબો હાથ ઉલાળ્યો અને જમણા હાથે અંકલ બ્રોડના ગાલ પર તમાંચો મારી અને ધક્કો માર્યો, અંકલ દવરાજા તરફ ફંગોળાયા, મુખ્યમંત્રી રાવળ-અભિનવની નજર ગઇ અને અભિનવ લાવણ્યા તરફ દોડ્યો, લાવણ્યા ફંગોળાયેલા અંકલને લાત મારીને દોડી, તેણીને દોડતી જોઇને સમજું નોકરો તેણીની પાછળ પડ્યા, જોકે લાવણ્યા આજે હાથમાં એમ ન હતી, મોબાઇલ પોતાની શર્ટ ની અંદર નાખી દિધો, વચ્ચે જે આવે તેની સાથે લડીને તેને મારીને ભાગી છુટતી, પણ મુખ્યમંત્રી બંગલો એટલોં વિશાળ હતો કે ત્યાથી બહાર જવું એટલું આસાન ન હતું અને બગીચા તરફથી બહાર જવું એ તો મોતને આમંત્રણ આપવા સમાન હતું, જોકે લાવણ્યા સભાખંડ તરફ આવીને સ્ટોરરૂમ તરફ ભાગી, ત્યાં દરવાજો પહેલેથી ખુલ્લો હતો, ત્યા વચ્ચે પડેલા સામાન પરથી ઉપરવટ થઇને બારીએ આવી.
“ માય ડિયર્સ, તુમ દોનો યહીં રહો, આજ યહ લડકી મેરા શિકાર હૈં, થોડી દેર બાદ તુમ્હે અચ્છી ખબર મિલેગી.” અંકલ બ્રોડ પાસે આવી પહોંચેલા બાપ-દીકરાને લાવણ્યા પાછળ જતાં રોકીને પોતે લાવણ્યાની પાછળ દોડ્યા. તેમના માણસોને દોડતા કર્યાં, આ બાજુ લાવણ્યા બારીમાથી કુદીને રસ્તા પર આવી ગઇ. દોડતી-દોડતી લાવણ્યા મોબાઇલથી કોલ કરવા લાગી. પાછળ જોયું કે અંકલ બ્રોડે તેણી એકલીને પકડવા માણસોનો ખડકલો કરી દિધો, આ લોકોની નજરથી બચવું હવે જરૂરી બની ગયું, ગાંધીનગરમાં રાત્રે ટ્રાફિક નહીંવત હોવાથી લાવણ્યાને વધારે ભાગવું પડે તેમ હતું, પાછો આ તો ઉચ્ચ સરક્ષિત વિસ્તાર હતો, લાવણ્યા દોડતી રહી, બે-ત્રણ સેક્ટરો સુધી પાછળ પડેલા અંકલના માણસોને તેણીએ ઘુમાવ્યાં, નજીક આવે તેને તો મુક્કાઓ મારી-મારીને પછાડી દેતી, હવે તેણી ગાંધીનગરની હદની બહાર આવી ગઈ, આગળ જતાં તેણીને કેનાલ દેખાઇ, પાછળ અંકલ બ્રોડ તેના માણસો સાથે દોડતા આવતા હતા, લાવણ્યાના ચહેરા પર એ જોઇને સ્મિત લહેરાયું, શર્ટ ફાડીને શરીર પરથી કાઢ્યું અને તેણીનું પાતળું પણ માસળ શરીર દેખાયું, તેણીએ એ શર્ટ નજીક આવતાં કેવિનની માથે ફેક્યું અને રાડ પાડી, “(ગાળ) અપને (ગાળ) કો પહેના દેના..” અને કેનાલની ધાર પર આવીને કેનાલ પર જમ્પ મારી, કેવિનએ શર્ટ તો ફેંકી દિધું, પણ, તેના માણસો કેનાલ પર ફાઈરીંગ કરવા લાગ્યા.
“ડોન્ટ ફાઈરીંગ, બ્લડી ફુલ્સ, મેં ઉસ(ગાળ) કો જીંદા ચાહતા હૂં.” કેવિન ગુસ્સામાં આકરો થયો, એકને કોલ કર્યો, “ઉસ લડકી કે લિયે પુરે ગુજરાત મેં આગ લગાની પડે તો લગાડો, બટ આઈ વોન્ટ હર અલાઈવ., સમજે સાધુ કે બચ્ચે.”
“યહાં મેરી મોત આ ગઇ હૈં ઔર મેં તેરી મદદ કરુ?” સામે અવાજ આવ્યો.
“ક્યું ક્યાં હુઆ?”
“અબે ટીવી દેખ, ટીવી, ઉસ ખુશાલ કી બચ્ચીને મુંઝે બીની છુએ નંગા કર દિયા..”
“ક્યાં બક રહે હો.”
“વિશ્વાસ નહીં આતા તો ટીવી દેખ...” સ્વામી સત્યાનંદે સામે એક જ રટણ કર્યું, કેવિનએ કોલ કાપ્યો, મોબાઇલ ઘા જ કરવાનો હતો પણ પછી વિચારીને અભિનવને કોલ કર્યો.
“સિર્ફ ઉસ સાધુકી નહીં આપ દોનોં કી પટલૂન ઉતાર રહી હૈં યહ લડકી,” અભિનવે જવાબ આપ્યો, “આપ ઉસ લડકી કો લાયે બીના ઘર વાપસ મત આના, આજ સબકી મોત આઇ હૈં, કિસીકો ભી ઝિંદા રખના અપની મોત કો બુલાને જૈસા હૈં,”
“તુઝે જો કરના હૈં વો કર, અગર હમ નહીં બચે તો કિસીકો ભી બચને કા હક્ક નહીં હૈં.” કેવિનએ હવે પોતાના અસલી રંગમાં આવ્યો. બે-ત્રણને કેનાલમાં છોડ્યાં. પણ ખાસ્સા સમય શોધખોળ કર્યા પછી પણ લાવણ્યા ન મળી, પળભરમાં જાણે પાણીમાં ઓગળી ગઇ.
- વનરાજ બોખીરીયા.