શિવાની ને અંજલી ને બધા બહેન જ માનતા... જ્યારે જુવો ત્યારે સાથે ને સાથે જ હોય ! હતી, તો બંને બહેનપણી પણ એક જ ફ્લેટમાં
ઉપર-નીચે રહે. એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં તેથી હોમવર્ક હોય કે કોઈ પણ જગ્યાએ જવાનું બંને એકબીજાને મૂક્યા
વગર ના કરે. એકસરખી હેરસ્ટાઇલ ને રંગ જુદો પણ કપડાં પણ એકસરખાં જ. હવે સ્કૂલ પતવાની ને કોલેજ જો ના બદલાય તો સારું. બંને વિચારે શું બનશું ક્યાં જશું ? ને ભગવાનનું કરવું ને બન્યું પણ એવું જ કે બંને ડોકટરી પતાવ્યા પછી ઇત્તફાક કહો તો તે કે મરજી
રબ ની પણ એક જ હોસ્પિટલ માં કામ પણ મળ્યું. ખુશખુશાલ માતા પિતાએ આપેલી બધ્ધીજ છૂટનો ગેરફાયદો કોઈએ
કદી ઉઠાવેલો નહીં ને એટીકેટ બધી જ શીખવી ને પોતાના પગ પર ઉભા રહેતા શીખવેલ. હવે તેને સ્વતંત્ર મિજાજી તો ન જ કેહતા આપ.
એક સાથે કામ કરે પણ કોઈની પંચાત ના કરે... પ્રશ્ન હોય તો ચર્ચા કરે સોલ્યુશન કાઢે બસ. આમાં શિવાની ક્યારે વાસુ ના પ્રેમમાં પડી ના સમજાયું ને અંજલી તરફ આકર્ષિત થયેલ સમીર (ઉર્ફે સેમ). જો તેણે ના કહ્યું હોત તો ખબર પડતા હજુ કદાચ વાર લાગત. ખુશી ની વાત તે હતી કે સમીર ગમે તે રીતે અંજલીનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માંગતો હતો. થોડા વખતમાં ડબલ ડેટ પર જવાનું ચાલુ થઈ ગયું. ને શિવાની-વાસુ ને અંજલી-સમીર ના લગ્ન થયા. પણ સમીરની
પોસ્ટિંગ લગ્ન પછીના બે મહિને ઓવરસિઝ થઈ ને બંને આખરે જુદા પડ્યા.બધુ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ સરખું જતું હોય ત્યારે ખરાબ કંઈ ના થાય તેવું બધાને થાય છે. તેમ અંજલી અને શિવાની પણ વિચારતા હતા. દરરોજ નું ચેટિંગ એફ્બી પોસ્ટિંગ ને વરસે એક ટ્રીપ રૂબરૂ મળ્યાનો સંતોષ તો હતો જ. આ બધું સંભવ હતું શિવાની ડોક્ટર હતી. અંજલીને તો પણ થતું જ તે કંઈક છૂપાવે તો છે જ !! અરે, પણ તે પણ ક્યાં પ્રમાણિક હતી. ખુલીને વાત કરે ને ન કરે નારાયણ પોતાનું જ મોત વ્હોરે કાં તો બાળકો ની જીન્દગી બરબાદ થાય... બસ, આ જ બીક ના લીધે તે પ્રમાણિક નહોતી રહી શકતી. પુરૂષો કેમ આમ કરતાં હશે તે સમજ્વું ને સમજાવવું કદાચ અઘરું હશે ? સમીર ટ્રીપ ના બહાના હેઠળ બેવફા હતો ને ખબર હોવા છંતા અંજલી ચૂપ હતી... પણ કેમ તે પોતે હિમંત વગરની હોય તેમ માનતી તે પોતે પણ નહોતી જાણતી. એક વાર ઓવરસિઝ જતા પહેલાં એરપોર્ટ પર સિક્યુરિટીમાં જતા વખતે બાથરૂમમાં જઈને ચૂપચાપ એક બંધ પરબિડિયું શિવાની ના હાથમાં મૂક્યુ ના મૂક્યું ને તેની દિકરી તરફ ઇશારો કરી ચૂપ રહેવાનું કહી તરત ચાલી પડી. સિક્ર્યુરિટી લાઇનમાંથી ક્લીયર થઈ લાસ્ટ ગુડબાય કરવા પાછું જોઇ હાથ ઉંચો કરીને ઇશારો કર્યો કે વિ વીલ ટોક લેટર કોલ મી પ્લીઝ. આંખો તેની પ્લીઝ બોલતી હતી ને આંગળીઓ
ઇશારો કરતી હતી. હોઠ ફફડ્યા હતા પછી પાછું જોઈ પણ ના શકી.જ્યારે શિવાનીના જીવનમાં જુદી તકલીફ હતી વાસુ સાઉથનો રહેવlસી હતો ને પોતાની દિકરી ને લઈને જ્યારે વેકેશનમાં ગયા ત્યારે દાદા-દાદી ને જોઇને ખુબ દુઃખી થયેલ તો ઘરે લઈ આવ્યા પછી દાદા-દાદી સાથે રહી શકવું ખુબ મુસ્કેલ લાગતું તેની દિકરીને. આજ સુધી સ્વતંત્ર રૂમ માં લાડકોડમાં ઉછરેલી વીણા ને દાદા કે દાદી સાથે ભાષા ની તકલીફ જણાતી. તેમના ખોરાક પાણી ની દુર્ગંધ સહેવાતી નહોતી. તેમના રીતરિવાજો અનુસર કરવા ગમતા નહોતા. પણ ૬ વર્ષની વીણા ને સમજ્ણ પણ કેટલી હોય. વ્હાલ પણ ક્યારેક કામ ન કરે ને વઢો તે પણ ના સમજે. ખૂણામાં એકલી બેસી રડે એની ઢીંગલી સાથે રમતાં રમતાં એની મમ્મી ની નકલ પણ કરે. શિવાની ડોકટરી છોડી શકતી નહોતી. વાસુ બદલી ગયો હતો. એને એમ જ લાગતું કે હિ હેઝ બીન નિગ્લેક્ટેડ એન્ડ નો વન કેર્સ ફોર હીઝ ઓલ્ડ પેરેન્ટ્સ ટુ. નાની છે વીણા તેને પણ વાસુની જરૂર છે. શિવાની ને પણ બે હાથ ને ૨૪ કલાક જ છે. ઓહો આ તો કેવી વિટંબણા છે! નથી જીવવા દેતી કે નથી શાંતિ મળતી.
વીણા ને ક્યારેક ફોન તો ક્યારેક ટી.વી માં અમુક શો કે મૂવી કે કાર્ટુન જ જોવા હોય... દાદી કે દાદા પોતાની અગડમ બગડમ ભાષાના ગીતો જુવે તો રિસાઈ જાય કે રડે... વીણા ને ગમતું કેમ નહીં કરતા હોય તે શિવાની ને ના સમજાય. પણ પછી વાસુ લેક્ચર આપે ટી.વી ના જોવા દે. ફોન આપીને તેનું ધાર્યું કરાવે છે પણ તે શું બોલે ?
શિવાની પેરેન્ટીંગ કંટ્રોલ રાખે. રેટેડ પી.જીફિલ્મ કે ડીઝની મુવીઝ જ જોવા દે. સપનોકી બારાત બીતે દિનોંકો પૂકારે પણ ખરી...કે યંગ હતી ત્યારે ટી.વી કે ફોન નહોતા પણ મજા હતી... પીકનીક જતાં વેકેશનમાં મામા ફોઈ ને ત્યાં જતા... દિવાળી-હોળી તહેવાર પણ માણતાં હવે તો છોકરાંઓ કેટલું બધું ગુમાવશે... નવી નવી ટેકનોલોજી થી આંખ ને નુક્સાન.. કેન્સર જેવી બિમારી ભેળસેળ વાળા અનાજ થી.. એર પોલ્યુશનથી દમ જેવી બિમારી લાગે છંતા સ્મોકિંગ ને દારૂના આલિશાન મકાનોમાં રોજ નું પ્રદર્શન, રેડિએશન એક્ઝ્પોઝ્ડ થી થતી બિમારીઓ.. !! એક બાળકે વડીલ પ્રમાણે બધુ જ બનવાનું બધુ જ કરવાનું...સ્ટ્રોંગ પણ રહેવાનું...ઓલ રાઉન્ડ પર્સનાલીટી ને તે પણ સોસાયટી કે સોશીયલ મિડીયા માટે !! કેટલા થઈ રહ્યા છે સુસાઇડ્ઝ ને કેટલા જીવે છે પલપલ મરી ને !! ના ના થીંક પોઝિટીવ ને થીંક ગુડ. બટ હાઉ !! ધેર શુડ બી મીડલ વે.. રોજ રોજ એમનું ધાર્યું જમાના પ્રમાણે બાળકોએ પણ પાછળ તો નહીં રહેવાય. છૂટછાટ લીમીટમાં આપવીજ પડશે. સોશીયલ એટીકેટ શીખવવા જ પડશે. ટુ બી એક્સેપ્ટેડ ઇન સોસાયટી .. હજુ પણ મન વિચારતું જ રહ્યું હોત તો તેણે વીણા ના રડવાનો અવાજ ના સાંભળ્યો હોત. દાદાએ આજે લીમિટ પાર કરેલી ને તેમનાથી હાથ ઉપડી ગયેલ.વડીલો જ્યારે મિસ્ટેક કરે છે... વ્યસનો કરે છે ને મિસબિહેવ કરે છે ... ડિવોર્સ થાય છે કે લફરા કરે છે. ઘડપણ ને બાળપણ સાચવવામાં મિડલમાં સેન્ડવીચ થતી આજ્ની જનરેશન જસ્ટ ટુ કિપ અપ કરતું રહે ને નાની ઉંમરમાં ઘણું બધું સહન કરે. પણ હેલ્પ મળે તો શક્યતા ને સંભાવનાને સફળતા પ્રાપ્તિ મળે.યા રાઈટ !! પણ હાથ ઉપાડે તે નહીં સહન થાયસહન કરનાર નો પણ એટલો જ વાંક !! પણ વીણા તો નાનકડી ને અણસમજુ છે. બીજું ટી.વી બીજા જ દિવસે આવ્યું પણ સમીરે તોડી નાંખ્યું ... દારૂના નશામાં ચકનાચૂર હતો ને હવે આ રોજ નું થયું. કોઈ કોઈની સાથે વાત નથી કરતું. કાં તો માત્ર અવાજ ને ઘોઘાંટ જ સંભળાય છે...કોઈ કોઈનું સાંભળતું પણ નથી.આ તો માણસ માણસને મારે છે ને માણસ મરે છે. વોટ કાઈન્ડ ઓફ ફેમિલી ઇઝ ધીસ !! કઈ સેન્ચ્યુરી માં જીવે છે બધા !! નાઉ આઈ હેવ ટી બી એ ગો-ગેટર, મોમ હેઝ નો ચોઇસ બટ ટુ બી બ્રેવ એન્ડ ટેક કેર ઓફ વીણા. ફોર ગોડ સેક આઈ એમ એજ્યુકેટેડ !ડ્રગ્સ ને દારૂ ની લત ને ઉપરથી હવે મારી નાખવાની ધમકી કરતો આ જ હતો વ્યક્તિ કે જેના પ્રેમ ને લીધે લગ્ન કર્યા??? વાસુ ને સમીર આટલા બધા બદલાઈ જશે આવું તો કોઈએ મનમાં પણ વિચાર્યું નહોતું. ડિવોર્સ ઇઝ સોશ્યલી એક્સેપ્ટેડ ... આઈ વોન્ટ નોર્મલ લાઇફ સ્ટાઇલ ...ઇસ ધેટ ટુ મચ ટુ આસ્ક ? નો આઇ એમ નોટ એક્સપેકટીંગ એની થીંગ આઈ ડોન્ટ ડિઝર્વ...!!ઇશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયાં હોય, એવી વ્યક્તિઓને ઇશ્વર મિત્રો બનાવી ભૂલ ને સૂધારી લેતા હોય છે અને રોજ રોજ મળવાનું મન થાય ને છૂટા પડતા કેટલો સમય ચાલ્યો ગયો તે ખબર પણ ના પડે. મિત્રતામાં સ્ત્રી-પુરૂષનો અપવાદ ના હોય ને લાગણી સ્વરછ હોય, જે કેહવું હોય તે કહી શકો, અરે કહો નહીં તે પેહલાં સમજી જાય. જ્યાં ને જ્યારે મળો ત્યાં જ પેરેડાઈઝ આઈલેન્ડ બની જાય...!!
ફાઈનલી અંજલી ને શિવાની મળ્યા ને ફાઇલ્ડ ફોર ડિવોર્સ... બંનેએ સાથે એક્બીજા ને સાથ આપ્યો ને હવે શિવાનીની વીણા ને અંજલીની મીના ચારેય સાથે રહે છે... અ ફ્રેંડ ઇન ડીડ ઇઝ અ ફ્રેંડ ઇન નીડ ... લોહીના સંબંધ કદાચ તૂટી જતા હશે પણ સાચા મિત્રો હંમેશા સાથે જ રહે છે.
---રેખા શુક્લ